શું નાસ્તીકો માને છે કે આ જગતના સર્જન અને સંચાલન પાછળ કોઈ ગુઢ શક્તી છે? માણસ ઈશ્વરને માને છે તેનાં મુખ્ય ત્રણ કારણો કયા? શું લોકોમાં ધર્મ–સમ્પ્રદાય, ઈશ્વર–અલ્લાહ, પરમ્પરા વગેરે બાબતોની માન્યતા વર્ષોથી ઈરરીવોકેબલ કક્ષાએ છે?
(1)
વીશુદ્ધ મનને ઈશ્વરની જરુર નથી
–એન. વી. ચાવડા
કેટલાક વીદ્વાનમીત્રો કહે છે કે આસ્તીકોની જેમ નાસ્તીકો પણ માને છે કે આ જગતના સર્જન અને સંચાલન પાછળ કોઈ ગુઢ શક્તી છે. આવા મીત્રોને પ્રત્યુત્તરમાં જણાવવાનું કે જી – ના. મીત્રો, કોઈક નાદાન નાસ્તીક એવું માનતો હોય તો એ એનો વ્યક્તીગત અભીપ્રાય છે. બાકી જે નાસ્તીક વ્યક્તી રૅશનાલીસ્ટ છે તે એવું કદાપી માની શકે નહીં જ. કારણ કે, રૅશનાલીસ્ટ–નાસ્તીક ‘વીવેકબુદ્ધીનીષ્ઠ’ હોય છે. તે પોતાના અભ્યાસને પોતાના તર્ક અને અનુભવની એરણ પર ચકાસીને જ આ જગતનો કર્તા કોઈ દીવ્ય ઈશ્વર નથી એવું સ્પષ્ટ પણે માને છે.
આસ્તીક માને છે કે જગતનીયંતા ઈશ્વર ન્યાયી, દયાળુ, સર્વજ્ઞ, સર્વવ્યાપી અને સર્વશક્તીમાન છે; પરન્તુ જો એવું હોત તો આ જગત દ્વંદ્વાત્મક હોત જ નહીં. અર્થાત્ તો અહીંયા દયાની સાથે ક્રુરતા, ન્યાયની સાથે અન્યાય, અહીંસાની સાથે હીંસા, સત્યની સાથે અસત્ય, નીર્ભયતાની સાથે ભય, સુરક્ષીતતાની સાથે અસુરક્ષીતતા, ભવ્યતાની સાથે ભયંકરતા, નીશ્ચીતતાની સાથે અનીશ્ચીતતા વગેરે જેવા દ્વંદ્વો જગતમાં હોત જ નહીં. એક જીવ બીજા જીવને નીર્દયતાથી અને ક્રુરતાથી ખાઈ જઈને જ પોતાનું અસ્તીત્વ ટકાવી શકે એવી રચના દયાળુ અને ન્યાયી ઈશ્વર કદી કરે જ નહીં.
વાસ્તવમાં ઈશ્વર ન હોવા છતાં માણસ ઈશ્વરને માને છે તેનાં મુખ્ય ત્રણ કારણો છે. (1) જન્મજાત કુસંસ્કાર અર્થાત્ ગળથુથીમાં આપવામાં આવેલ વારસાગત સંસ્કાર. (2) બુદ્ધીમાં ખામી અર્થાત્ તર્કશક્તીનો તીવ્ર અભાવ. અર્થાત્ આવું કેમ? અને શા માટે? એવો સંશોધનાત્મક પ્રશ્ન મગજમાં કદી ઉદ્ભવે જ નહીં એવી ટુંકી બુદ્ધી અને (3) ચરીત્રમાં ખામી (અર્થાત્ ચરીત્ર એટલે ચારીત્ર નહીં) પરન્તુ ચરીત્રમાં ખામી એટલે નૈતીકતાનો અભાવ. વીચાર–વાણી–વર્તનમાં બેવડું વલણ. બહારથી કંઈક અને અન્દરથી પણ કંઈક. માનવીયતાની ગેરહાજરી, આવો માણસ મનમાં ભયભીત હોય છે. તેથી એ ભયમાંથી આશ્વવાસન મેળવવા માટે તે ઈશ્વરને માને છે. બાકી જેનું ચરીત્ર વીશુદ્ધ છે (જેમ કે બુદ્ધ અને મહાવીર) તેને કોઈ ભય નથી. માટે તેમને ઈશ્વરની જરુર નથી.
–એન. વી. ચાવડા
(2)
–વીજય ભગત
તમે હીન્દુ ધર્મ કે સમ્પ્રદાયની ટીકા કરો એટલે તરત જ લાંબુ વીચાર્યા વગર કેટલાક લોકો તમને મુસ્લીમ તરફી હોવાનું જડબે સલાક માની જ લે; પણ સાચા રૅશનાલીસ્ટને મન તો બધા જ ધર્મો ઓછા વત્તા અંશે નુકસાનકારક હોય છે. એટલે બીજા કોઈ ધર્મની તરફદારીનો તો પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી. રૅશનાલીસ્ટ કોઈ ધર્મનો બચાવ કરતો નથી; કારણ કે એને જીવન જીવવા માટે ધર્મની બીલકુલ જરુર નથી એવું તે સ્પષ્ટપણે માને છે અને તે પ્રમાણે જીવે પણ છે. કોઈ ધર્મ ગમે એટલો જુનો કે સનાતન હોય એનાથી શું? ઉલટું એવું વીચારવું જોઈએ કે એ જેટલો જુનવાણી એટલો વધારે નુકસાનકારક અને વધારે કટ્ટર. ધર્મ પાળવો જ હોય તો એ અપડેટેડ હોવો જોઈએ કે નહીં? એનું લેટેસ્ટ વર્ઝન જ હોવું જોઈએ કે નહીં? વીજ્ઞાન વીકાસ સાથે ધર્મ વીકાસ કેમ નહીં? એવું રખે માનતા કે સત્ય, પ્રામાણીકતા, નીતી, સદ્વ્યવહાર એ ધર્મના સીદ્ધાંતો છે. એ તો નાગરીકશાસ્ત્રના સીદ્ધાંતો છે. જે બધા જ ધર્મના નાગરીકોને સરખા લાગુ પડે. આપણા બંધારણે પણ ‘સર્વ–ધર્મ સમભાવ’ની વાત કરી જ છે. જો બંધારણને સર્વોપરી માનવું હોય તો કોઈ એક ધર્મના અનુયાયી બનવું વધારે ઉચીત છે કે સાચા ભારતીય નાગરીક બનવુ વધારે આવકાર્ય છે? દુનીયાનો કોઈ એક ધર્મ કે અમુક વર્ગ ધર્મને કારણે સુખી–સમૃદ્ધ થઈ જાય તો પણ શું? બાકીની દુનીયા તો દુ:ખી જ દુ:ખી. એના કરતાં બધા જ ધર્મો ફગાવીને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના શું ખોટી? કમ સે કમ દુનીયામાં ધર્મને કારણે થતાં ઝઘડા–મારપીટ–ખુન–ખરાબા બન્ધ થઈ જાય. અઘરું છે પણ અશક્ય નથી. ધર્મો માણસને દુનીયાની મોહ–માયાથી દુર રહેવાની શીખ આપે છે અને શ્રદ્ધા એટલે કે અન્ધશ્રદ્ધાની મોહમાયામાં ફસાવી દે છે!!!
મુલ: નાસ્તી કુત: શાખા…
અંગ્રેજી અક્ષર irrevocableનો અર્થ થાય છે કદી બદલી ન શકાય તેવું. મોટે ભાગે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેની માહીતી હોય છે. દા.ત., ઈરરીવોકેબલ પાવર ઓફ અટર્ની, કે ઈરરીવોકેબલ કોન્ટ્રાક્ટ વગેરે…
દુનીયામાં ઘણા લોકોની માનસીકતા આવી ઈરરીવોકેબલ જ હોય છે. ધર્મ–સમ્પ્રદાય, ઈશ્વર–અલ્લાહ, પરમ્પરા વગેરે બાબતોની માન્યતા ઘણા લોકોમાં વર્ષોથી ઈરરીવોકેબલ કક્ષાએ જ હોય છે. આ લખનાર પણ એક જમાનામાં આવી જ માન્યતા ધરાવતો હતો; પરન્તુ થોડું વાંચન અને કેટલાક મહાનુભવોના સમ્પર્ક પછી જડ થઈ ગયેલી માન્યતાઓ બદલાય ગઈ. જેને આપણે ઓપન માઈન્ડ કહીએ છીએ. એવી સમજણથી આ જડતા દુર થઈ શકે છે.
કોરોનાની મહામારી પછી હજુ પણ કેટલાય લોકો ધર્મ–ઈશ્વર પ્રત્યેની આસ્થામાં ફેરફાર કરી, વાસ્તવીકતા સ્વીકારવા જેટલા ઓપન માઈન્ડેડ થયા નથી. આ મહામારીએ ખુદ ભગવાન–અલ્લાહના દ્વારો બન્ધ કરી દીધા. પુજા–અર્ચના, નમાઝ–બન્દગી બધુ મન્દીર–મસ્જીદ વગર ઘરે કે ઓનલાઈન થઈ ગયું. ધર્મ કે ઈશ્વર–અલલાહ આ મહામારીમાંથી કોઈને ઉગારી શક્યું નથી કે ઉગારી શકે પણ નહીં. એવી સામાન્ય સમજ હજુ અન્ધશ્રદ્ધાળુ લોકોમાં આવતી નથી. એકની એક વર્ષો જુની દલીલો દ્વારા ધર્મનો બચાવ કર્યા કરવો, તર્ક કે કોમન સેન્સથી કોઈ વાત ગળે ઉતારવી જ નહીં. એવી જડતાના શીકાર થયેલા લોકો ‘ઈરરીવોકેબલ’ કક્ષામાં આવે છે. આવી અનેક મહામારીમાંથી બચવા કોઈ આશાનું કીરણ હોય તો એ ‘વીજ્ઞાન’ છે– એવું હવે તો સ્વીકારવામાં કોઈ નાનમ ન રાખવી જોઈએ.
–વીજય ભગત
દક્ષીણ ગુજરાતમાં સુરતનું એકમાત્ર દૈનીક ‘ગુજરાત મીત્ર’ https://epaper.gujaratmitra.in/ તેના ‘તન્ત્રીલેખ’ની બાજુમાં જ બે કૉલમ ભરીને ‘ચર્ચાપત્રો’ પ્રગટ કરે છે. તા. 16/10/2020ના રોજ ગુજરાતમીત્ર’ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં એક સાથે પ્રકાશીત થયેલા બન્ને ચર્ચાપત્રો… ચર્ચાપત્રીઓ અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક :
(1) શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત. સેલફોન : 97248 08239
(2) શ્રી. વીજય એમ. ભગત, એડવોકેટ, એ/403, ઓપેરા ફ્લેટ્સ, ઉમરીગર સ્કુલ સામે, પાર્લે પોઈન્ટ, સુરત. સેલફોન : 98252 71200 ઈ.મેલ : bhagatvm04@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
The whole article is based on faulty assumptions about Aastik/Naastik.
Astu 🙏🏼
LikeLiked by 1 person
આ મહાકાય બ્રહભાંડ ની કામગીરી એક ખાસ અને ચોક્કસ પદ્દતિ થી ચાલી રહી છે અને ના કે તે આપોઆપ જ ચાલી રહ્યા છે.
તે અનુસાર આ મહાકાય બ્રહભાંડને ચલાવવાની કામગીરી ઍક ખાસ અને ચોક્કસ કાર્ય પદ્દતિ થકી ચલાવનાર કોઈ તો હોવો જોઈઍ. અને આ કામગીરી કરનારાને દરેક ધર્મ વાળાઑ ઍ જુદા જુદા નામ આપી દીધેલ છે. ઍ હસ્તી કોઈ પણ હોય શકે છે, ઍટલે કે કોઈ શક્તિ તો જરૂર છે. અને તે ખરેખર કોણ છે તેના વિષે પુરી જાણકારી મેળવવી ઍ મનુષ્ય ની વિચાર શક્તિ ની બહાર છે.
રૅશનાલીસ્ટો એ આ શક્તિ ને કુદરત નું નામ આપેલ છે. કુદરતી પ્રક્રિયામાં માનનારાઓ એ જરૂર જાણવું જોઈએ કે “કુદરત” શબ્દ અરબી ભાષા નો શબ્દ છે. મૂળ શબ્દ કદીર અને કાદીર છે, જેનો અર્થ “સર્વ શક્તિમાન” — “મહા શક્તિશાળી” (Almighty) થાય છે. એ “મહા શક્તિશાળી” જે પણ સ્વરૂપમાં હોય, મનુષ્ય, રેશનાલિસ્ટો સહીત, અવાર નવાર તેનો આભાર માને છે. દાખલા તરીકે કાળ ઝાર ગરમી માં જયારે વરસાદ પડે છે, તો આપણે રાહત નો શ્વાસ લઈએ છીએ અને વરસાદ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ, જે ખરી રીતે કુદરત તરફ આભાર હોય છે.
કુદરત એ એટલી મહા શક્તિશાળી છે કે અત્યાર સુધી વિજ્ઞાન મનુષ્ય જેવી ચીજ બનાવી શકી નથી. અત્યારે કોરોનાવાઈરસ જે ખરી રીતે કુદરત તરફ થી જ છે, તેની આગળ જગત નો દરેક દેશ લાચાર થઈ ગયેલ છે. માટે કુદરત, જે કોઈ પણ સ્વરૂપ માં હોય, તેનો આભાર જરૂર માનો.
Almighty ઍટલે કે મહાશક્તિશાળિ , ઍ જે કોઈ પણ હોય, તેણે નર અને નારી ની રચના જે રીતે કરેલ છે, તે દાદ દેવાને પાત્ર છે. શું અત્યારનુ આધુનિક વિજ્ઞાન આવું સર્જન કરી શકે છે?
LikeLiked by 1 person
‘વીશુદ્ધ મનને ઈશ્વરની જરુર નથી’ શ્રી એન. વી. ચાવડાની વાતે ભાગ્યે જ કોઇને વિરોધ હોઇ શકે પણ મુખ્ય વાત ‘વીશુદ્ધ મન’ માટે સર્વશક્તીમાન ની જરુર ઘણા માને છે ઘણા એને consciousness માને છે.Freud divided human consciousness into three levels of awareness: the conscious, preconscious, and unconscious. Each of these levels corresponds and overlaps with Freud’s ideas of the id, ego, and superego.અને We can view consciousness as three distinct levels: the conscious, the subconscious (or preconscious), and the unconscious. Buddhism has a sophisticated theory of mind but has undoubtedly contained the concepts of conscious and subconscious for over thousands of years
હવે ‘અંગ્રેજી અક્ષર irrevocableનો અર્થ થાય છે કદી બદલી ન શકાય તેવું. ઓપન માઈન્ડ કહીએ છીએ. એવી સમજણથી આ જડતા દુર થઈ શકે છે.’વાતે બે મત ન હોઇ શકે.આવી વાતે અખાથી માંડી શંકરાચાર્ય જેવા અનેક કવિ- સંતોએ જડતા દુર કરવા પ્રયત્નો કર્યા છે જ અને ‘વીશુદ્ધ મન’ને એક આદર્શ સ્થિતી માની છે.
ધાર્મીક જડતા અંગે પ્રયત્નોથી ઓછી થશે પણ તેની ગતી ધીમી હશે.
LikeLiked by 1 person
આજે ફરી આસ્તિક અને નાસ્તિકના નામોના અર્થોની ચર્ચા ચાલી છે. બે લેખકો, વિચારકો, ના વિચારો વાંચવા, મનન કરવા અને મનન કરવા અને મનન કરવાનો ચાન્સ મળ્યો છે. લેખના નામકરણમાં વીજય ભગતના વિચારોમાં વપરાયેલો અંગ્રેજી શબ્દ જોયો….
Irrevocable = Unalterble = અફર. અફર શબ્દને ગુજરાતીમાં સમજીઅે. ‘ પોતાના વિચારો કે પોતાની માન્યતાઓમાં તસ્ કે મસ્ ના થાય તે. વળગી રહે, બીજા શબ્દોમાં સમજવાની કોશીષ કરીઅે…..
અેક ગામના સિનીયરના ઘરના કુવામાંથી ખારું પાણી નીકળતું હતું. તેમના બાજુના ઘરના કુવામાંથી મીઠું પાણી નીકળતું હતું મીઠા પાણીના કુવાના માલિકે તેમના બાજુના ઘરવાળા ભાઇને કહી રાખેલું કે તમે મારા કુવાનું મીઠું પાણી જરુરથી વાપરજો.
ખારા પાણીના કુવાના માલિકે પોતાના વિચારોની પકડ આ શબ્દોમાં રાખીને ખારું પાણી જ પીઘું…વાપર્યું. ‘ મારા પિતાશ્રીઅે ખોદાવેલા કુવાનું પાણી ખારું ભલે ને હોય, પણ તે મારા પિતાશ્રીઅે ખોદાવેલો કુવો છે.‘
….કુટુંબને પ્રથમ સ્થાન આપીને જીંદગી બરબાદ કરી.
કાસસીમભાઇના વિચારો સાથે હું સો ટકા સહમત છું.
જુદા જુદા ઘર્મોનો જન્મ ક્યારે થયો ? તે જાણીઅે. કુદરતનો જન્મ ક્યારે થયેલો તે જાણીઅે. બન્ને વચ્ચે કેટલાં વરસોનો ગાળો બને છે તેના દાખલા ગણીઅે. કારણ કે કુદરત કે હાલના જુદા જુદા ઘર્મો….બઘાને શબ્દોનું સ્વરુપ સંશોઘન કરવાવાળ મગજઘારી માનવોઅે જ આપેલું છે. તુંડે તુંડે મતી: ભિન્ના……જુદા જુદા દેશના જુદા જુદા વિચારકોઅે જુદા જુદા વિચારોને ઘર્મના સ્વરુપો આપ્યા છે. અને વીજય ભગતજીઅે લખ્ેલું છે તેમ…વિજ્ઞાનના વિકાસની જોડે , નોલેજ ની જોડે….જીવન જીવવાના સાઘનોની જોડે બઘુ જ સમયે સમયે બદલાતું રહેલું છે અને માણસોના વિચારો અને જીવનમાં વાપરવાના કર્મો પણ બદલાતા રહ્યા છે. અને બદલાતા રહેશે. મારા પિતાશ્રીના જીવન કરતાં મારું રોજીંદું જીવન હજારો ગણું જુદું છે અને મારા પૂત્રૌનું જીવન મારા જીવન કરતાં જુદું છે .તેમના બાળકો જે જીવન જીવતા હશે તે તેમના જીવન કરતાં જુદું હશે. આમ જોતા છેલ્લા ૧૫૦ કે ૨૦૦ વરસોમાં આટલો ફેરફાર જોવાતો હોય તો લાખો વરસોમાં શું થયેલું હશે ? ઘર્મોના શરુઆતના જે વિચારોને લઇને જન્મ થયેલો હશે તેના કરતાં આજે તેને માટેના વિચારો તદ્ ન જુદા હશે. પૃથ્વિ અને તેના ખૂણે ખૂણે જે કાંઇ ચાલી રહ્યુ છે તેનો હિસાબ મીનીટોમાં આપણા ગજવામાં રહેલાં સેલફોનમાં મળી રહે છે.
આ સંજોગોમાં દરેક માનવીઅે પોતાનું રોજીંદું જીવન, વિચારો બદલીને જ ચાલવું, જીવવું પડે છે અને તે જીવે પણ છે. માનવતા જ અેક માનવઘર્મ હોવો જોઇઅે. પૃથ્વિને અેક કુટુંબ માનીને દરેકે જીવવું રહ્યું. જુના વિચારોને કોણ આજે પોતાના રોજીંદા જીવનમાં પાળીને જીવે છે ?
સમયની સાથે ચાલતા શીખીઅે અઅને તે નહિ કરીઅે તો ફેંકાઇ જઇશું. .
બદલાઇનો દાખલો : ખ્રિસ્તિ ઘર્મમાં જુદા જુદા ફાંટાં કેટલાં છે ? હિન્દુ અને ઇસ્લામ ઘર્મોમાં પણ કેટલાં જુદા જુદા ફાંટા છે ? બદલા આવેલો છે ને ?
માનવ બનીઅે………માનવતાને ઘર્મ બનાવીને અેક બીજાને મદદરુપ બનીઅે.
આભાર.
અમૃત હઝારી.
ી
LikeLiked by 1 person
આજથી હજારો કે લાખો વર્ષ પહેલા, જ્યારે માનવીને “ધર્મ” નામની વસ્તુ મળેલ હતી, ત્યારે “ધર્મ” ચોખો અને પવિત્ર હતો અને તેના પરની શ્રદ્ધા પણ ચોખી હતી. અત્યારે “ધર્મ” નામની વસ્તુ તેના અસલ રૂપ, આકાર અને અસલ ધ્યેય થી બદલીને બહુજ કદરૂપા રૂપ, આકાર અને ધ્યેયમાં આવી ગયેલ છે, અને અંધશ્રદ્ધા નું રૂપ લઈ લીધેલ છે. આ સત્ય બધા ધર્મોને લાગુ પડે છે. બીજા શબ્દો માં ધર્મ અત્યાર ના સમય માં અધર્મ બની ગયેલ છે.
પુરા જગત માં ધર્મ એક જ છે, પરંતુ દરેક ધર્મ નું બ્રાન્ડ નામ જુદું જુદું છે, દરેક બ્રાન્ડ ના ધર્મ નું મૂળ એક જ છે.
આ ધર્મ નામની વસ્તુ નો ઇતિહાસ તો ક્યારે પણ લખાયેલ નથી કે અત્યારે મનુષ્ય ને ખબર પડે કે આ જુદા જુદા બ્રાન્ડ ના ધર્મો કેવી રીતે અસ્તિત્વ માં આવ્યા. પરંતુ એ સત્ય છે કે આ બ્રાન્ડો મનુષયો થકી જ બનેલ છે.
ટૂંક માં એ પણ કહિ શકાય કે:
“માનવતા કરતા કોઈ ધર્મ મોટો નથી”.
No religion is greater than Humanity.
“સત્ય કરતા કોઈ ધર્મ મોટો નથી”.
No religion is greater than Truth.
ઈશ્વર અને ધર્મ ના નામને વટાવી ખાનારા દરેક ધર્મ માં કરોડોની સંખ્યામાં જગતમાં ચારે તરફ ફેલાયેલા છે, અને ઈશ્વર અને ધર્મના નામ તળે કાળા કર્મો કર્યા કરે છે. ધર્મગુરૂઓ, પાસ્ટરો અને મુલ્લાઓ પોતાના અનુયાયીઓનું જાતિય શોષણ કરે છે, તેવા સમાચારોનો તોટો નથી. ઈશ્વરના નામ તળે કેવા કેવા આધર્મો થઈ રહ્યા છે,
ભગવાન, ઈશ્વર કે અલ્લાહના પ્રતિનિધિ ના દાવા કરનારા ધતિંગ મનુષ્યો માં શ્રદ્ધા રાખવી એ અંધશ્રદ્ધા અને મૂર્ખાઈ સિવાય બીજું કંઈ નથી.
તાક્સાધુઓ માટે ધર્મ ખરી રીતે “લોટરીની જીતેલી ટીકીટ” જેવો છે. ધર્મના નામે દરેક ધર્મમાં તાક્સાધુઓ અંધશ્રધાળુઓના પૈસે તાગડધિન્ના કરે છે. ધર્મના નામે આલીશાન મસ્જીદો, મંદિરો, દેવળો વગેરે તૈયાર થઈ જાય છે, જ્યારે દરિદ્રો ની ઝુંપડીઓ કાચી જ રહે છે. આ છે આજના ધર્મની વ્યાખ્યા.
ધર્મ નામની વસ્તુ ઍ આજે જગતમા બહુજ મોટો ઉધ્યોગ બનાવી લીધેલ છે, અને આ ઉધ્યોગ પાતિઓ છે મોલવીઓ , પૂજારીઓ, પાસટરો વગેરે, જેમને આ અંધ્શ્રધ્ધાળુઓ થકી ઘીકેળા અને લીલા લહેર છે.
ધર્મના નામે જે અધર્મો થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે.
LikeLiked by 1 person
કાસસીમભાઇના તથા અમરૂતભાઈના વિચારો સાથે હું સો ટકા સહમત છું.
LikeLiked by 1 person
બંને ચર્ચાપત્રો ખુબ સરસ છે. હાર્દીક આભાર ભાઈ શ્રી એન.વી. ચાવડા અને શ્રી. વિજય ભગતનો તથા ગોવીન્દભાઈ આપનો.
LikeLiked by 1 person
તો તમે મહાવીર અને બુદ્ધને નાસ્તિક manocho.
LikeLike
મહાવીર અને ગૌતમ બુઘ્ઘ બન્ને પોતાના ઘર્મોના સ્થાપકો હતાં. જૈન ઘર્મ અને બૌઘઘર્મ તે સ્થાપકોથી જ શરુ થયા હતાં. બન્ને ઘર્મોના ફોલોઅર્સ …અનુયાયીઓને અને જગતને ખબર હતી કે આ બન્ને ઘર્મોના સ્થાપકો તે અનુયાયીઓની વચ્ચે રહેતા હતાં . મહાવીર સ્વામીને અને ગૌતમ બુઘ્ઘને ભગવાન તરીકે સમાજમાં સ્થાપીત ઘણા સમય પછી તે તે ઘર્મોના અનુયાયીઓઅે કર્યા હતાં.
ખ્રિસ્તીઘર્મને સમાજમાં પ્રસારવા માટે જે પયગંબર ઇશુ હતાં તે પ્રભુના મેસેન્જર હતાં…ભગવાન નહિ.
હરિશ દેસાઇનું સુંદર સમજ વાક્ય છે….‘ હંમેશા યાદ રાખજો, ભુતકાળમાં આંટો મરાય….પરંતું રહેવાય નહિ.‘
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person