‘સર્પસન્દર્ભ’ ગ્રંથની ‘પુર્વ ભુમીકા’

ગીરના જંગલ નજીક (ઈટવાયા)થી રુપીયા 75 લાખમાં ત્રણ સાપનો સોદો કરનાર શખ્સ ઝડપાયો. આ સાપનો મર્દાનાશકીત અને અલૌકીક ચમત્કારો માટે સુરતની પાર્ટીએ સોદો કર્યો હોવાનો સચીત્ર અહેવાલ તા. 27/11/2020ના ‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થયો. સેક્સપાવર વધારવા અને ભાગ્ય બદલવા માટે કહેવાતા તાંત્રીકો સાપનો ગેરકાયદે ઉપયોગ કરે છે તે વાંચીને હૈયું દ્રવી ઉઠ્યું.

સાપનું પર્યાવરણમાં શું મુલ્ય છે? તે આપણને કેવી રીતે ઉપયોગી છે? તેને કેમ બચાવવા જોઈએ? સાપ અંગેની વૈજ્ઞાનીક તથ્યોસભર ઝીણવટભરી માહીતી, સાપની ઓળખ માટે એકસોથી વધુ સુન્દર રંગીન તસવીરો અને ચીત્રાંકનો ધરાવતો શ્રી. અજયભાઈ દેસાઈ લીખીત ‘સર્પસન્દર્ભ’ ગ્રંથની ‘પુર્વ ભુમીકા’ પ્રસ્તુત છે…

જો વાચકમીત્રોનો રાજીપો હશે તો સાપના અસ્તીત્વ પરનો ખતરો ટાળવાના ઉમદા હેતુસર દર સોમવારે ‘સર્પસન્દર્ભ’ની લેખમાળા શરુ કરવામાં આવશે…

–ગોવીન્દ મારુ

1

પુર્વ ભુમીકા

–અજય દેસાઈ

સાપનું આપણને જેટલું આકર્ષણ છે એટલો જ સાપનો ડર પણ છે. પૃથ્વી ઉપરના અન્ય કોઈ પણ જીવ કરતાં સાપ આપણને વધુ આકર્ષે છે. તે પાછળનું મુખ્ય કારણ તો સાપ વીશેની ચમત્કારીક દંતકથાઓ અને સાચી માહીતીનો અભાવ છે. ક્યારેક તો સાચી માહીતી હોય તો પણ સાપના દંશની ભ્રામક માન્યતાઓને લઈને ડર વધુ હોય છે. સાપ વીશે સમગ્ર દુનીયામાં એટલી બધી અન્ધશ્રદ્ધાઓ અને દંતકથાઓ છે તેને લઈને સાપ વીશીષ્ટ શક્તીઓ ધરાવે છે અને તે દૈવી જીવન જીવે છે તેવી સજ્જડ માન્યતા છે; પરન્તુ સામાન્ય જનમાનસની આ બધી માન્યતાઓ અન્ધશ્રદ્ધાથી પર એવા કેટલાક એવા લોકો પણ છે કે જેઓ સાપને અન્ય સામાન્ય જીવોની જેમ જ મુલવે છે, તેનો અભ્યાસ કરે છે, તેને પકડે છે, સમજે છે અને સંશોધન દ્વારા તેનું પર્યાવરણીય મુલ્ય પણ સમજાવે છે.

ભારતની ભૌગોલીક પરીસ્થીતીને લઈને, ભારતમાં જૈવીક વીવીધતાઓ પણ પુષ્કળ છે, ઉંચા હીમાચ્છાદીત પર્વતો, નદીઓ, સરોવરો, રણ, મેદાની પ્રદેશો, બારમાસી જંગલો, સુકા જંગલો, ઘાસીયા મેદાનો, વીશાળ દરીયાકાંઠો, મેંગ્રુવ જંગલો વગેરે જેવી ભૌગોલીક વીવીધતાને લઈને જ કદાચ દુનીયામાં સહુથી વધુ જીવ વૈવીધ્ય આપણે ત્યાં છે. ગીચ વનરાજી, રણ, ડુંગરો, મીઠા પાણી, દરીયાના ખારા પાણી વગેરેમાં રહેતા સાપ પણ એમાંથી બાકાત કેમ રહી શકે? વીવીધ પ્રકારનાં સાપ આપણે ત્યાં જોવા મળે છે. ભારતમાં ખરેખર કેટલા પ્રકારના સાપ છે, તેનો સાચો આંક શક્ય નથી. અલબત્ત અગાઉ કરતાં આ ક્ષેત્રમાં ઘણું સંશોધન થયું છે. ઘણું નવું મેળવ્યું છે અને હજુય મેળવતા રહીશું. નવી નવી શોધો–સંશોધનો થતા રહે છે અને માહીતી પ્રકાશીત થતી રહે છે. પુસ્તકો, મ્યુઝીયમો, ટીવી ચેનલ્સ, સીડી, ડીવીડી, ઈન્ટરનેટ વગેરે… વગેરે… આપણી પેઢી તો તૈયાર ભાણે બેઠી છે. આપણી પાસે અત્યારે જે કાંઈ નોંધો, માહીતી, સંશોધનો ઉપલબ્ધ છે તે મેળવવા કૈંક કેટલાય લોકોએ પોતાના જીવન સમર્પીત કરીને માહીતી એકઠી કરી છે. અલબત્ત, આજપર્યન્ત તે કામ સમ્પુર્ણ થયું નથી. અમુક જાતીના સાપ માટે ખુબ જ નહીવત્ માહીતી ઉપલબ્ધ છે, તેના ઉપર કામ થવું બાકી છે.

ભારતમાં શરુઆતથી અત્યાર સુધીમાં સાપ અંગે પેટ્રીક રસેલે (Petric Russell – 1726-1805) સૌ પ્રથમ વ્યવસ્થીત સંશોધન કાર્ય કર્યું. સાપ માટેના કામ અંગેનો ભારતમાં પાયો નાંખનાર આ અંગ્રેજ પ્રથમ વ્યક્તી કહી શકાય. તેઓએ જે કામ કર્યું છે તેના બે ભાગ અનુક્રમે 1796 તથા 1801થી 1809માં પ્રકાશીત થયા હતા. ત્યારબાદ થોમસ હાર્ડવીક (Thomas Hardwicke – 1756-1835)ની સરીસૃપની નોંધો, માહીતી, ચીત્રો વગેરે સમાવતું પુસ્તક પ્રકાશીત થયું. જ્યારે 1830માં ફ્રાન્સીસ હેમીલ્ટન (Francis Hamilton – 1762-1829)નું પુસ્તક illustration of Indian Zoology પ્રકાશીત થયું. એ પછી 1839માં થોમસ કેન્ટર (Thomas cantor – 1809-1860) નામના ઉત્સાહી, ખન્તીલા અંગ્રેજ દ્વારા Indian Serpent ઉપર લખાયેલ માહીતી નોંધો પ્રકાશીત થઈ. તેઓએ તે સમયે તૈયાર કરાવેલા સાપના ઉત્તમ ચીત્રો આજપર્યન્ત ઓક્સફર્ડની Bodleian  Libraryમાં સચવાયેલા છે. એ પછી એશીયાટીક સોસાયટી ઓફ બેંગાલના ક્યુરેટર એડવર્ડ બ્લીથે (‘Edward Blyth’ – 1810-1873) સરીસૃપને લગતી સંશોધનાત્મક નોંધો ‘Journal of the Asiatic Society of Bengal’માં પ્રકાશીત કરી. 1856માં ‘Catalogue of Reptiles Inhabiting Southern India’, થોમસ જર્ડન (Thomas Jerdon – 1871) દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યું. 1874માં જોસેફ ફેયર (Sir Joseph Fayrer – 1824-1907) દ્વારા લીખીત ‘Thauatphidia of India’ પ્રકાશીત કરવામાં આવ્યું. આ બધા પછી 1876માં વીલીયમ થીયોબેલ્ડ (William Theobald 1829-1908) દ્વારા ‘Descriptive Catalogue of the Reptiles of British India’ પ્રકાશીત કર્યું. જ્યારે ભારતના મ્યુઝીયમોમાં સંગ્રહાયેલા સરીસૃપને આવરી લેતું સંશોધનાત્મક કામ વીલીયમ સ્કલેટરર (William Sclater) કર્યું. તેઓએ 1891માં આ સન્દર્ભમાં ‘List of the Snakes in the Indian Museum’ પ્રકાશીત કર્યું. ત્યારબાદ 1878માં જોસેફ એડવર્ડ (Joseph Edward) દ્વારા લીખીત ‘The Poisionous Snakes of India’ પ્રકાશીત થયું. 1890માં બોલેન્ગર (Boulenger) દ્વારા સંશોધન પછી ભારતીય ઉપખંડના સાપની યાદી પ્રકાશીત કરવામાં આવી, જેમાં ભારતીય ઉપખંડના 264 જાતીના સાપ નોંધવામાં આવ્યા હતા. પછીના તબક્કામાં ફ્રાન્ક વોલ (Frank Wall) કેટલાય વર્ષો સુધી ભારતના સાપ અંગેના વીશેષજ્ઞ તરીકે છવાયેલા રહ્યા. તેઓ ભારતમાં 30 વર્ષ સુધી રહ્યા તે દરમીયાન, સાપ ઉપરનું સંશોધનાત્મક લેખન કાર્ય Journal of Bombay Natural History Societyમાં કરતાં રહ્યાં. જ્યારે અંગ્રેજ શાસનનાં અન્તીમ તબક્કામાં માક્લમ સ્મીથ (Malcom Smith) દ્વારા લખાયેલ ‘Fauna of British India’ આજે પણ ખુબ જ આધારભુત પુસ્તક ગણાય છે. આ પુસ્તકના ત્રણ ભાગ પ્રકાશીત થયાં. જેનો Raptiles અને Snake વાળો ભાગ : 2 આ પુસ્તક માટે પણ ખુબ જ ઉપયોગી રહ્યો છે. તેઓએ પોતાનું મહત્તમ કાર્ય British Museumમાં રહી કર્યું. જ્યાં ભારતીય ઉપખંડના લગભગ દરેક જીવોનો સંગ્રહ હતો. આ ઉપરાંત તેઓએ કલકત્તા મ્યુઝીયમ અને બોમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટીના સંગ્રહનો પણ મહત્તમ ઉપયોગ કર્યો. ફીલ્ડ ટુર કરી, પ્રત્યક્ષ નોંધો કરી અને અન્તે તેઓએ ભારતીય ઉપખંડના 11 કુળના 400 જેટલા સાપની યાદી પ્રકાશીત કરી. તેમના આ પુસ્તકમાં મીસ ઈ. જી. હેમ્પેરીસ (Miss E. G. Humpherys)એ સુન્દર રેખાંકનો આપેલા છે. ત્યારબાદ આઝાદી પછીના ગાળામાં પી. જી. દેવરસનું ‘Snakes of India’, રોમ્યુલસ વ્હીટેકરનું ‘Common Indian Snakes’, કે. જી. ઘોરપડે લીખીત ‘Snakes of India and Pakistan’, નીલમકુમાર ખેરનું ‘Indian Snakes’ પ્રકાશીત થયા. 1996માં ઈન્દ્રનીલ દાસ દ્વારા ભારતમાં જ થતાં 258 સાપની યાદી પ્રકાશીત કરવામાં આવી. છેલ્લામાં છેલ્લી યાદી 2004માં રોમ્યુલસ વ્હીટેકર તથા અશોક કેપ્ટન દ્વારા પ્રકાશીત ‘Snakes of India – The Field guide’માં ભારતમાં થતા કુલ 11 કુળના 275 સાપની યાદી આપવામાં આવી છે. અન્તીમ સંશોધનો મુજબ હાલમાં ભારતમાં જ 299 પ્રકારના સાપ નોંધાયા છે.

સાપ વીષયક ઉપરોક્ત નામી વ્યક્તીઓ સીવાય અનેક અનામી બ્રીટીશ–યુરોપીયન અમલદારો, ડોક્ટર્સ વગેરેએ કામ કર્યું છે. ભારતમાં સ્થાનીક કક્ષાએ પણ છુટુંછવાયું કામ સ્થાનીક લોકો દ્વારા થયું છે અને થઈ રહ્યું છે. આ સહુએ એક મહત્ત્વનું કામ કર્યું હોય તો તે સરીસૃપના અસંખ્ય નમુના ભેગા કર્યા અને યોગ્ય રીતે તપાસ્યા, ઓળખ્યા અને વીભાજ્યા, તેની અભ્યાસ નોંધ તૈયાર કરી, તેનાં રેખાંકનો, રંગીન ચીત્રો તૈયાર કરાવ્યા. આ ઉપરાંત આ બધું ભારતમાં અને ભારત બહાર યોગ્ય જગ્યાઓએ સાચવ્યું, જે પૈકી ઘણુંબધું આજપર્યન્ત સચવાયેલું રહ્યું છે. આ ક્ષેત્રમાં કેટકેટલા લોકોએ કેટકેટલું ભગીરથ કાર્ય કર્યું છે અને થઈ રહ્યું છે, તે તો આ ક્ષેત્રમાં ઉંડાણપુર્વક રસ ધરાવનારા જ જોઈ–સમજી શકે છે.

વીશ્વની અનેક ભાષાઓમાં સાપ માટે લખાયેલું સાહીત્ય ઉપલબ્ધ છે. ખાસ કરીને અંગ્રેજી ભાષામાં આ સન્દર્ભનું પુષ્કળ સાહીત્ય ઉપલબ્ધ છે. ભારતની કેટલીક પ્રાદેશીક ભાષાઓમાં પણ સાપ અંગેની વૈજ્ઞાનીક તથ્યસભર માહીતી અને સાહીત્ય ઉપલબ્ધ છે. જ્યારે આપણી ગુજરાતી ભાષામાં આ અંગેનુ સાહીત્ય ખુબ જ જુજ છે. ગુજરાતના સાપ ઉપર પણ સંશોધન નહીવત્ થયું છે. જે કાંઈ છુટુંછવાયું સાહીત્ય મળે છે, તે પણ નજીકના વર્ષોમાં લખાયેલું છે. ગુજરાતના સરીસૃપ ઉપર સ્ટોકઝા (Stokza-1872), મરે (Murray-1886), મોકેનન (Mc Cann-1936) વગેરેએ, ખાસ કરીને કચ્છના સરીસૃપનો અભ્યાસ કર્યો હતો. જ્યારે ગ્લેડ (Gladeau-1887-1905) તથા ડેનીયલ અને શલે (Danial, Shull-1963) દક્ષીણ ગુજરાતના સરીસૃપ ઉપર અભ્યાસ કર્યો હતો; પરન્તુ સમ્પુર્ણ ગુજરાતના સરીસૃપનો કોઈએ અભ્યાસ કર્યો નથી. આ પછીના વર્ષોમાં હરીનારાયણ આચાર્ય (1949), જી. એન. કાપડીયાએ (1951)માં ભુતકાળની માહીતીના આધારે ગુજરાતના સરીસૃપની યાદી બહાર પાડી હતી. જ્યારે આર. સી. શર્મા (1982) અને એન. જી. ગોયને (1999) ગુજરાતના સરીસૃપનો વીસ્તૃત અભ્યાસ કરી ઝ્યુઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાની સહાયતાથી રીપોર્ટ બહાર પાડ્યો હતો.♦♦ કેટલુંક છુટુંછવાયું સાપ અંગેનું ઉલ્લેખનીય લેખન કાર્ય હરીનારાયણ આચાર્ય, એચ. પી. શુક્લ, રામલાલ ખરાદી, વીજયગુપ્ત મૌર્ય, જી. એન. કાપડીયા, પ્રદ્યુમન કંચનરાય દેસાઈ તથા ધર્મકુમારસીંહજીએ કર્યું હતું. તેમનું સાહીત્ય ઉંડાણપુર્વકનું કે ફોટોગ્રાફ – ચીત્રસભરનું નથી. હાલના સમયમાં ડૉ. રાજુ વ્યાસ અને આ વીષયના અન્ય નીષ્ણાતો આ વીષયમાં ઉંડાણપુર્વક અભ્યાસ કરી, તેઓની અભ્યાસ નોંધો અને માહીતી પ્રકાશીત પણ કરી રહ્યા છે.

Checklist of Snakes of India: November 2016 – www.indiansnakes.org

♦♦ એ રીવ્યુ ઓફ રેપટાઈલ્સ સ્ટડીઝ ઈન ગુજરાત : ડૉ. રાજુ વ્યાસ – ઝુસ પ્રીન્ટ

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

9 Comments

 1. શ્રી અજય દેસાઇનો સર્પસન્દર્ભ’ – ‘પુર્વ ભુમીકા — અભ્યાસપૂર્ણ લેખ દ્વારા ઘણુ નવુ જાણવા મળ્યુ.
  હાલ કોબરા સાપ અંગે સદગુરુના નીચે પ્રમાણે તેમના અનુભવો વિષે જાણ્યુ.
  -Strong affinity for the species of snakes.
  -why we are so fearful of snakes?
  -All snakes are stone deaf, they don’t have
  hearing mechanism at all.
  -its entire body is to the ground feeling reverberations.
  -If you just observe a cobra, you can
  indicate eartquake, even it’ s direction in which it’s going to happen and an approximate distance.
  -The only way Cobra knows you is by your chemistry.
  -He doesn’t see you very well but he knows
  your chemistry very well.
  – If you want to know, if you are really meditative and at ease, you must do a cobra test .અને આવા કોબ્રા ટેસ્ટ તેમણે કરાવ્યા પણ છે !

  Like

 2. સરસ લેખ. વિગતોથી ભરપુર. શરુઆત પૂર્વભૂમિકા, ઓળખ આપવાથી થઇ છે. શ્રી અજયભાઇ દેસાઇને અભિનંદન.
  ગોવિંદભાઇ, આવા સબ્જેક્ટ અભિવ્યક્તિને માટે હું યોગ્ય સમજુ છું. જ્ઞાનવર્ઘક. મોટી ઉમરના વડિલો માટે અને પ્રાઇમરી શાળાના છોકરાઓ માટે પણ. ગુજરાતની વાતો કરીઅે તો ઘાર્મિક સંદર્ભ પણ નોલેજ આપે છે જે વિજ્ઞાને આપેલા રીસર્ચના જ્ઞાનથી જુદુ હોય છે.
  શ્રી અજયભાઇઅે જે પૂર્વભૂમિકા આપી છે તેમાં અેક વાત આપણું મગજ ખોલે છે. સૌથી વઘુ રીસર્ચ ભારતમાં અંગ્રેજોના રાજ દરમ્યાન અંગ્રેજોઅે કરેલું છે.
  હું થોડું જાણું છું જે વિજ્ઞાનના બેઝ ઉપર છે.
  ભારતમાં ‘ ઇન્ડીયન ઇન્સ્ટીત્યુટ ઓફ સાયન્સ‘ રીસર્ચ સેન્ટર બે શહેરોમાં આજથી ૭૦ વરસો દરમ્યાનમાં કાર્યશીલ હતાં. મુંબઇ અને બેન્ગલોર.
  આ રીસર્ચ સેન્ટરોમાં નાના ઝેર ઉપર રીસર્ચ ચાલતી હતી. હવે થોડું અંગ્રેજી ભાષામાં લખવું પડશે.
  These institutes were working on SNAKE VENOM. / Poison.
  One finding was …200 snakes were studied. Only 52 were found poisonous.
  ( A info, Ajaybhai refered is , A person paid , 75 lakh rupees to buy 3 snakes.) Research was done on the local popular subject , ” Cobra Venom can influence VIAGRA like effect. ” ) Research result : That was wrong .
  આવા ગાંડા ઘેલા નોલેજને દૂર રાખો.

  A case report and review of literature :
  Indian journal of psychological medicine.
  SUBJECT : Snake venom use as a substitute for Opiods :
  Intoxicating effects of snake venom.
  Resercers : Aseem Mehra, Debasheesh Basu and Sandeep Gover.
  Very interesting study.

  ભારતમાં શંકરજીના ગળામાં નાગને નાગદેવતા કહેવાય છે. બઘા જ નાગને ઝેરી ગણાતા હતાં. નાગમાં પોઇઝન કે વેનમ તેના પોતાના રક્ષણ માટે હોય છે. કોઇ તેની ઉપર હુમલો કરે તો આ ઝેર બચાવ માટે હોય છે. દરેક પ્રાણિને કુદરતે પોતાના બચાવના રસ્તાઓ આપેલા જ છે.
  રસાયણ વિજ્ઞાને રીસર્ચ કરીને તે ઝેરની ઓરીજીનલ શક્તિને જો માઇલ્ડ કરવામાં આવે તો શું તેનો ઉપયોગ માનસિક શાંતિ માટે વપરાય ? કે નહિ ?
  વિજ્ઞાને સર્પઝેર ઉપર ખૂબ સંશોઘન કરેલું છે જેનું જ્ઞાન મેળવવા જેવું છે.
  વિજ્ઞાનને આપણે પોતાના અંગત પુસ્તકના રુપે સ્વીકારવું જ જોઇઅે. જૂના નોલેજને જે ઘાર્મિક ગ્રંથોમાંથી મળે છે તેનો આભ્યાસ , વિજ્ઞાન જે નોલેજ આપે છે તેની સાથે સરખાવીને જે જ્ઞાન સાબિતિ સાથે મળે છે તેનો જીવનમાં ઉપયોગ કરવો જોઇઅે.
  શ્રી અજયભાઇને અને ગોવિંદભાઇને હાર્દિક અભિનંદન.
  સર્પ, નાગ, વિષયે ખૂબ ખૂબ નોલેજ વિજ્ઞાને આપેલું છે કે જે આપણા જ્ુના બેઝલેસ નોલેજને દૂર કરવામાં મદદ રુપ થાય છે.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. very informative article
  myself is attached with nature since my child hood Much aware about Snake and also Naag !!
  Bhagvaan Shiv jee = Mahadev is the ideal and best protector of snakes=Naag Bapa

  Like

 4. just look out and any where any one can FIND Naag Devata =Naag Bapa temple or Deri or sthapatya shila or stone structure in many farms -almost each village or town or even in metro or mega cities
  its NOT due to fear People are not much afraid of snake or Naag They respect their presence and try to protect also

  Like

 5. Dear Govindbhai
  Your initiation for information about snake is very important, as in any part of world snake produces unimaginative fear and anxiety.This has been happening in our society since the begging of civilization.There are no of misbeliefs & superstition beliefs for snakes as well as for its poisoning. This book of Ajay Desai is excellent for information.
  Although snake also perform essential role in ecological balance of zoological surroundings of men,statistically deaths & problems after snake bite poisoning can not be ignored. We have admitted about 1100 cases in our hospital inlast 10years.Out of them only 30% had bite of poisonous snakes.Here we found most of them had viper ( Russel viper)If victim comes immediately most of can be saved as there is standard protocol of treatment & Anti snake venom are available.
  I think we must not relate cobra any other snake with any god like Shiva ,.It is myth. I have also edited small booklet for awareness about prevention of bite.

  Liked by 1 person

  1. વહાલા ડૉ. અશ્વીનભાઈ શાહ અને ડૉ. હર્ષાબહેન શાહ

   ‘આપણે કોઈ પણ સાપને શીવ જેવા કોઈ ભગવાન સાથે સમ્બન્ધ ન રાખવો જોઈએ. આ દંતકથા છે.’ આપની સાથે સમ્પુર્ણ સહમત…

   પારકાની પીડાને પોતાની પીડા માનનાર તમે ડૉક્ટર દમ્પતીએ વગડામાં જઈને આરંભેલ ‘બહુજન હીતાય’, બહુજન સુખાય’ સેવાયજ્ઞને 26 વર્ષ પુરા કર્યા તે બદલ અભીનન્દન… ‘સુખનું સરનામું’ સ્રોત : https://www.youtube.com/watch?v=knLXlYMGuzU&feature=youtu.be

   Like

 6. ખૂબ સરસ લેખ. સાપ કરડવાથી લગભગ 80000-138000 માણસો(WHO મત મુજબ) મરી જાય છે અથવા કાયમી અપંગતા નો ભોગ બનતા હોય છે ! અને આપડા જેવા દેશ માં ધાર્મિક અંધ શ્રદ્ધા ના કારણે કેટલાય લોકો હોસ્પિટલ ની જગ્યાએ ભૂવા અને પાદરી પાસે જતા હોય છે ત્યારે આપનો આ લેખ સારો સંદેશ આપે છે❤️

  Liked by 1 person

 7. મિત્રો,
  ડો. અશ્વિન શાહનો લેખ તેમના પોતાના અનુભવ સિઘ્ઘ છે. તેમની પાસે પણ ખુબ જાણવા લાયક જ્ઞાન , વિજ્ઞાન મળી શકશે. શ્રી અજય દેસાઇ ના ાાર્ટીકલને છાપીને ગોવિંદભાઇઅે સમાજોપયોગી બારી ખોલી છે. ભારતના ગામડાઓ, ખાસ કરીને આપણે ગુજરાતના ગામડાઓની વાતો કરીઅે તો અંઘશ્રઘ્ઘાઅે , સાપ કે નાગ ની બાબતે અંઘશ્રઘ્ઘાને ખૂબ પ્રસારી છે. આપણા સમાજના અંઘશ્રઘ્ઘાળુઓની સમજફેર માટે સમાજોપયોગી આર્ટીકલો ‘ અભિવ્યક્તિ ‘ મા છપાય તો વઘુ યોગ્ય રહેશે.
  બેંગલોર ખાતે જે ‘ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સીઝ ‘ છે તે નોબેલપ્રાઇઝ વિનર ડો. સી.વી.રામને સ્થાપેલી છે. ત્યાંથી પણ માહિતિઓ મેળવી શકાય તેમ છે.
  વિજ્ઞાનને સહારે સમાજને જાગૃત કરવાના વિષયો ‘ અભિવ્યક્તિ ‘ માટે પસંદ કરો તેવી ઇચ્છા છે.
  ડો. અશ્વિન શાહ પાસે સરિસૃપ પ્રકારના પ્રાણીઓ. દા.ત. ..નાગ…સાપ , પુસ્તીકા છે. તેનો પણ આપણે રીક્વેસ્ટ કરી ઉપયોગમા લઇ શકાય.
  ાાઆભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. સાપ વિષેની લેખમાળા દર સોમવારે આપવાનું આપનું Suggestion ગમ્યું છે – ઘણું નવું જાણવા મળશે,
  ‘વિશાળે જંગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે,પંખી છે’
  એ ન્યાયે પણ આ વર્ગ ને ઓળખવો પડે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s