(1) આપણા પતનની પરાકાષ્ઠાનો પ્રારમ્ભ (2) સુખ

શું આપણા–સમાજે 11મી સદીના અન્ધકારયુગમાં પુન:પ્રવેશ કર્યો છે? આવતી કાલે કોઈક વધારે બળવાન અને ધનવાન ઉચ્ચકુલીન વ્યક્તી પોતાને દેશનો ચક્રવર્તી સમ્રાટ કે વીશ્વસમ્રાટ ઘોષીત કરે તો તેનાથી સમાજ કે દેશનું ભલું થશે? (2) ડૉ. રમેશ શાહનું પદ્ય : ‘સુખ’

(1)

–એન. વી. ચાવડા

આઝાદીના 73 વર્ષ પછી આજે આપણા–સમાજે 11મી સદીના અન્ધકારયુગમાં પુન:પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી તો એવું બનતું હતું કે કેટલાંક બાવાસાધુઓ પોતાને રાતોરાત રામ–કૃષ્ણનો, શીવનો, કલ્કીનો કે કોઈ ઋષી–મુનીનો અવતાર ઘોષીત કરી દેતાં હતા; પરંતુ હવે તો પોતાને જન્મજાત ઉચ્ચકુલીન ખાનદાનના વારસદાર માનનારાં કેટલાંક ધનાઢય લોકો પોતાની સમ્પત્તીના જોર પર રાતોરાત પોતાને રાજ્ય કે દેશનો માલીક કે રાજા ઘોષીત કરી દે છે. આઝાદી પહેલાં તો આવા લોકોને અંગ્રેજોનો ડર હતો; પરન્તુ આઝાદી પછી નીરન્તર નીવીર્ય બનતાં જતાં આપણા કહેવાતા લોકશાહી શાસનનો તો ડર રાખવાનું એમને માટે તો કોઈ કારણ જ નથી ને?

કર્ણાટકના મહાન ક્રાંતીકારી સંત બસવેશ્વરે કહ્યું છે કે જે અન્યને નીચ સમજે છે તે વાસ્તવમાં નીચ છે. અર્થાત્ પોતાને જન્મજાત ઉચ્ચ સમજનાર લોકો સ્વાભાવીક રીતે જ મનમાં અન્યને પોતાના કરતાં નીચ સમજતા હોવાથી એવા લોકો જ વાસ્તવમાં નીચ છે. હવે એવું બનવાનો પણ સમ્ભવ છે કે આવતી કાલે કોઈક વધારે બળવાન અને ધનવાન ઉચ્ચકુલીન વ્યક્તી પોતાને દેશનો ચક્રવર્તી સમ્રાટ કે વીશ્વસમ્રાટ પણ ઘોષીત કરી દે. અખબારી અહેવાલો છે કે આપણા દેશમાં લગભગ સોએક જેટલાં જગદગુરુઓ વીચરી રહ્યાં છે. અને છતાંય જગતના દેશો આપણા દેશને વીશ્વગુરુ માનતા નથી, આવા ઉચ્ચકુલીન લોકો દુનીયા માને કે ન માને એની પરવા કર્યા વીના નીર્લજ્જતાથી દેશને વીશ્વગુરુ ઘોષીત કરવા માટે આકાશ – પાતાળ એક કરી રહ્યાં છે. આગળ ઉલ્લેખીત સંત બસવેશ્વરજીએ 16 વર્ષની ઉમ્મરે જનોઈનો ત્યાગ કરીને જન્મજાત ઉચ્ચવર્ણ અને જાતીના અભીમાનનો નાશ કરી નાખ્યો હતો. ગાંધીજીના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, જય પ્રકાશ નારાયણ અને બારડોલીસુરતના રૅશનાલીસ્ટ રમણ પાઠક ‘વાચસ્પતી’ જેવા અનેક બ્રાહ્મણોએ પોતાનું વર્ણાભીમાન ત્યાગી દીધું હતું. વીરુધ્ધ મનનું એ પરીણામ છે; પરન્તુ જેના મનમાં વર્ણ અને જાતીની બદબુ મારતી ગન્દકી ભરી હોય તેવો 100 નહીં; પરન્તુ 1000 પ્રકારની માટી અને નદીઓના નીરમાં નાહીને પોતાને ચક્રવર્તી સમ્રાટ ઘોષીત કરે તો પણ તેનાથી સમાજ કે દેશનું તલમાત્ર ભલું થઈ શકવાનું નથી જ.. 

–એન. વી. ચાવડા

[સુરતનું દૈનીક ‘ગુજરાત મીત્ર’ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા. 20/10/2020ના રોજ પ્રકાશીત થયેલ ચર્ચાપત્ર… ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…]

(2)

–ડૉ. રમેશ શાહ

સૌ કોઈ પુછે છે : સુખનું શું છે સરનામું?
જ્ઞાની કહે ભાઈ! સુખનું ના કોઈ સરનામું

નથી કોઈ તીરથધામે એનું રહેવાનું
ના કોઈ વસ્તુ કે વ્યક્તીમાં છે એ વસવાનું
નહીં કદી એક સ્થાને એ કરતું ઠાણું
જ્ઞાની કહે ભાઈ!  સુખનું ના કોઈ સરનામું

એની સામે સીધી નજરે નહીં જોવાનું
પાછળ દોડ્યે એ દુર દુર છે હઠવાનું
અણધાર્યે રસ્તે છે આપણને જડવાનું
જ્ઞાની કહે ભાઈ! સુખનું ના કોઈ સરનામું

ચીંતા સહુએ કાલની જો છોડી દઈયે
નીરખવા સૌંદર્ય જગનું જલથલ વીહરીયે
તો જોજો સુખ મનમાં લહેરાવાનું
જ્ઞાની કહે ભાઈ! સુખનું ના કોઈ સરનામું

ફાવતું ને ગમતું લઈ કામ ખંતથી કરીએ
દુઃખ મટે કોઈનું એવું કંઈ કરતાં રહીએ
અવશ્ય ઝરઝર સુખ ઝરણું ઝરવાનું
જ્ઞાની કહે ભાઈ! સુખનું ના કોઈ સરનામું
ડૉ. રમેશ શાહ

[ન્યુ જર્સી (અમેરીકાના)ના સાયકોલૉજીસ્ટ અને ક્લીનીકલ નીષ્ણાત ડૉ. રમેશ શાહે ‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે ખાસ લખેલ પદ્યસર્જકશ્રીના સૌજન્યથી સાભાર…]

(1) લેખક–સમ્પર્ક : શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત. સેલફોન : 97248 08239

(2) સર્જક–સમ્પર્ક : Dr. Ramesh Shah, 9 Bloomfield Court, Dayton. NJ 08810 USA. e.Mail : nitaram18@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

      

8 Comments

  1. આપણા પતનની પરાકાષ્ઠાનો પ્રારંભ શ્રી –એન. વી. ચાવડાનો લેખ સાંપ્રત સમયની નીરાશાજનક વાતો વધુ લખી પણ તેમા આશાજનક વાતનો ખાસ ઉલેખ નથી ત્યારે અમારા ડૉ. રમેશ શાહની વાતો સટિક વાતો પ્રેરણાજનક છે અને આ સંતોની વાણી જેવી વાત
    ફાવતું ને ગમતું લઈ કામ ખંતથી કરીએ
    દુઃખ મટે કોઈનું એવું કંઈ કરતાં રહીએ
    અવશ્ય ઝરઝર સુખ ઝરણું ઝરવાનું
    જ્ઞાની કહે ભાઈ! સુખનું ના કોઈ સરનામું
    બદલ ધન્યવાદ

    Liked by 1 person

  2. ડો. રમેશભાઇ શાહ સાથે નજીકનો સંબંઘ છે.
    ‘ સુખ.‘…..પાંચ હજાર વરસોથી સુખ અને દ:ખને શબ્દોમાં, વાક્યોમાં વ્યવહારમાં વિહરતા જોઇઅે છીઅે. શબ્દોનો જન્મ થયો હશે તે પહેલાંના માનવો મગજ અને મનથી સમજી શક્યા હશે. અનુભવી શક્યા હશે.

    ‘ સુખ દુ:ખ મનમા ન આણીઅે, ઘટ સાથે રે ઘડયા, તાળ્યા તે કોઇના નવ તરે , રઘુનાથના જડયા.‘

    અેક ફિલ્મી ગીત….ફિલ્મ : હમ દોનો…૧૯૬૧…શબ્દો….પરિણિત યુગલના શબ્દો…
    દુ;ખ અોર સુખ કે રાસ્તે બને હૈ સબ કે વાસ્તે,
    જો ગમ સે હાર જાઓગે તો કિસ તરહ નિભાઓગે……
    ખુસી મીલે કે ગમ, જો હોગા બાટ લેંગે હમ
    મુજે તુમ આજમાઓ તો, જરા નજર મીલાઓ તો,
    યે જીસ્મ દો સહી મગર, દિલોમેં ફાંસલા નહિ,
    જહાંમેં અૈસા કૌન હૈ, જીસકો ગમ મીલા નહિ…..

    મને કઇંક આવું કહેવાનું મનથાય છે કે ‘ અેવી પરિસ્થિતિમાં સરકી જાંઉ, અને મારુ મગજ મને અને મારા અસ્તિત્વને મારા આત્માની સાથે…આત્મસાત કરી દે….થોડી પળો પણ મને ‘ સુખ ‘ ના સાનિઘ્યમાં છુટો ફરવા દે. તે મારે માટે ‘ સુખ ‘…કોઇને માટે સ્વાર્થ વિના કઇંક કરી છુટવું કદાચ એ પરિસ્થતિ હોઇ શકે.‘

    હવે શ્રી અેન.વી ચાવડા સાહેબના મનની પરસ્થતિ સાથે વિચાર વિનિમય…..
    શરુઆત કરીઅે કે હિન્દુ કહેવાતા ‘ ઘર્મ ‘ ને કોઇ પોતાનો ‘ ઘર્મગ્રંથ નથી.‘ ( જ્ઞાનીઓ ને મતે ) આ વિષય ઘણો જ અટપટો છે. ………
    ભગવદ્ ગીતાના અઘ્યાય : ૪ ના શ્લોક : ૧૩ના શ્લોકનો ગુજરાતીમાં ભાવાનુવાદ : ‘ ગુણે તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.‘
    વઘુમાં અઘ્યાય : ૯ : શ્લોક : ૩૨ અને અઘ્યાય : ૧૮ નો પણ અભ્યાસ કરો.
    આ વર્ણોના સર્જન…બ્રાહ્મણ,, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પછી સમાજમાં તેને જે રીતે વ્યવહારમાં લેવાયા તે આજે પણ ખુલ્લેઆમ નહિ તો ઢાંકપીછોડાથી પણ વપરાય છે. પોતાના વિદ્રવત્તા ભરેલાં અભ્યાસના નીચોડ સમુ અેક પુસ્તક સ્વામી સચ્ચિદાનંદજીઅે લખ્યુ છે . ‘

    અઘોગતિનું મૂળ : વર્ણ વ્યવસ્થા.‘ ( ૧૯૮૮)
    આ પુસ્તક, હીન્દુૉના ‘ પતન ‘ના મુદ્દાઓની વિગતે ચર્ચા કરે છે. આ પુસ્તકમાં અેક હીનદુઓના ગાઇડ,,,‘ મનુ‘ ની ‘ મનુસ્મૃતિ ‘ને હિન્દુઓ માટેના સામાજીક, કે બિજી કોઇ રીતના જીવન જીવવાના નિતિ નિયમોની ચર્ચા કરેલી છે. દરેક ભાઇ બહેનોને આ પુસ્તક સંપૂર્ણ મનથી વાંચવાની ભલામણ કરું છું. હિન્દુઓના પતનના સર્વે કારણો સમજાઇ જશે. પુરુષ પ્રઘાન સમાજમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ખાસ વાંચજો.
    આપણા જ્ઞાનિઓ, , વિદ્વાનો,અે આપણા ‘પતન ‘ વિષયે ખૂબ લખ્યુ છે.
    આપણા કેટલાક રાજ્યોમાં કે ગામડાના પ્રદેશોમા કે હજી આઘળું ફોલો કરનાર લોકોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ મનુમહારાજે શીખવેલી રીત જ વપરાય છે.
    વર્ણવ્યવસ્થાનું સૌથી નુકશાન કારક પરિણામ મળ્યુ છે તે છે….‘ અેકતાનો અભાવ ‘
    ” United we stand, Divided we fall ” જેવા ગોલ્ડન સામાજીક નિયમની હિન્દુઓઅે હોળી કરી દીઘી છે.
    બીજા ઘર્મો પૃથ્વિ ઉપર વઘવા માટે બનતા સર્વે પ્રયત્નો કરી રહ્યા છે તેનાથી ચેતીને , વિરોઘ કરવો જોઇઅે.. જો અસ્તિત્વ જાળવી રાખવું હોય તો.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. ડો. રમેશ શાહે સુખના સરનામાની વાત પૂછી છે….મેં મારો જવાબ શોઘિને લખ્યો…પરંતું સવાલે વઘુ વિચારતો કરી દીઘો….
    ફરી અેક ફિલ્મી ગીત યાદ આવ્યુ….
    ફિલ્મ : આવારા…ગાયક : મુકેશ…અભિનય : રાજ કપુર.
    શબ્દો……..
    કીસીકી મુસ્કુરાતો પર હો નીસા,
    કીસીકા દર્દ મીલ શકે તો લે ઉઠા,
    કિસીકે વાસ્તે હો તેરે દિલમેં પ્યાર,
    જીના ઉસીકા નામ હૈ……
    નિસ્વાર્થ પ્રેમથી કરાયેલા, માનવતા ભરેલાં કર્મમાં ‘ સુખ ‘ વસે છે.
    આભાર.
    અમુત હઝારી.

    Liked by 1 person

  4. સ્વામી સચ્ચિદાનંદના પુસ્તક : ‘ ગીતા અને આપણા પ્રશ્નોમાં સરસ સમજણ આપી છે.
    પ્રકરણ : ૫ : ગીતા અને યોગ.
    વાંચન દરમ્યાન મને જે ગમ્યું તે અહિં રજૂ કરું છું.
    ……….પ્રજા જ્યારે ચમત્કારાંઘ બની જતી હોય , ત્યારે તે માનવી સહજ પુરુષાર્થની ઉપેક્ષા કરીને માત્ર કોઇના આશીર્વાદથી રાતો રાત પરિણામ મેળવવા ફાંફાં મારતી થઇ જતી હોય છે. ભારતની પ્રજાના દુ:ખનું અેક કારણ તેની ચમત્કારપ્રિયતા છે. પ્રજાની દુર્બળતાનો પૂરેપૂરો લાભ ઉઠાવવા ઘંઘાદારી યોગીઓ; મહાયોગીઓ, તાંત્રિકો અને જ્યોતિષીઓનો અહીં રાફડો ફાટયો છે. કેટલાક શિબિરો ભરી ભરીને દુર્બળ મસ્તિષકવાળાં સ્ત્રી પુરુષોને ઘેલા કરે છે. આ ઘેલાપણાને ઘણા શક્તિપાત કહે છે. આવા શક્તિપાતથી ઘણાનાં ઘર તૂત્યા છે, ઘણાનો ઘંઘો નોકરી તથા સ્વજનો છૂત્યા છે. કારણ કે મસ્તિષકમાં અેક પ્રકારની બીમારી દાખલ થઇ જાય છે. માણસ વઘુ ને વઘુ સ્વકેન્દ્રિત તથા નમાલો થઇ જાય છે.
    …………..
    …………..
    મારા આટલા પાંત્રીસ વર્ષના સાઘુજીવનમાં મને તો અેક પણ ચમત્કારિક યોગી મળ્યો નથી. જેને માટે લોકો ભારે ચમત્કારિક હોવાનો દાવો કરતાં હોય તેવા કેટલાક યોગીઓને નજીકથી જોવા..સમજવાના મેં પ્રયત્નો કર્યા છે, પણ ઢોંગ, દંભ અને પાખંડ સિવાય મને વાસ્તવિક ચમત્કારોનો છાંટોય દેખાયો નથી.
    સ્વામી સચ્ચિદાનંદના આ વિચારોને વિચારીને ઊંડા ઉતરીઅે…તો…
    વર્ણવ્યવસ્થા પછી બ્રાહ્મણરાજ શરુ થયું. અને કથા, ક્રિયા, પુજા પાઠ, લગ્ન, મરણના ક્રીયાકર્મો….શરુ થયા….. કહેવાય છે કે વેપાર શરુ થયો…..
    વર્ણવ્યવસ્થા……..ન્યાતીમાં પરિણમી……જુદા જુદા દેવો, દેવીઓ જન્મ્યા. ઉચ્ચ અને નીચના વહેવારો શરુ થયા…. આજે કોઇ ફક્ત ‘ હિન્દુ ‘ તરીકે જીવતું નથી….બઘા પોતપોતાની ન્યાતીના માળખામાં જીવે છે. અમેરિકામાં જુદી જુદી ન્યાતીઓના ગ્રુપ અથવા સંઘ હોય છે. દરેક પોતાના સામાજીક વાર્ષિક સમારંભો પોતાની રીતે ઉજવે છે. ‘ અેકતા ‘ જેવું કાંઇજ દેખાતું નથી. મંદિરો પણ પોતપોતાનો ઘ્વજ જુદો રાખે છે. ‘ અેકતા ‘ ????????
    પતન તો વર્ણવ્યવસ્થા જ્યારથી અમલમાં આવી ત્યારથી શરુ થઇ ગયું હતું…………..
    ( જો અેકતા હોય તો, ભારત, પ્રગતિના શીખરો જીતી શકે.)
    ડો. ભીમરાવ આંબેડકરજીને યાદ કરીઅે……ભારતનું કોન્સટીટયુશન લખેલું….તેઓ મૂળે ‘ શૂદ્ર ‘ ન્યાતીમાં જન્મેલા હતાં. તેમણે વર્ણવ્યવસ્થાનો વિરોઘ પણ કરેલો.
    હિન્દુઓ ટૂંકમાં, શ્મશાનવૈરાગ્ય જેવું જીવન જીવી રહ્યા છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s