શું દાર્શનીક ચીંતન પ્રણાલીના બે પ્રવાહો વચ્ચેના વીવાદની ખાઈ ઘટવા લાગી છે? શું રૅશનલ–વૈજ્ઞાનીક પ્રવાહનું મહત્ત્વ સ્વીકાર પામવા લાગ્યું છે? શું પ્રત્યાઘાતી વલણો સામેના સંઘર્ષની ફલશ્રુતીનાં મીઠાં ફળ પાકશે?
દાર્શનીક ચીંતન પ્રણાલીઓ :
આધ્યાત્મવાદી અને પાર્થીવવાદી
–પ્રા. જયંતી પટેલ
આ વીશ્વના ઉદ્ભવ, વીકાસ, સંચાલન, જીવો અને માનવીનું સર્જન, તેમના અસ્તીત્વનું કારણ અને હેતુ વીષે માનવીનું કુતુહલ સ્વાભાવીક હતું. આ પ્રશ્નો વીષે તે કલ્પના કરતો, વીચારતો, વીવાદ કરતો સંશોધન કરતો અને પ્રાપ્ત જ્ઞાનના આધારે તર્ક કરતો, વીવેચન કરતો તારણ કાઢતો તથા તેમાં સુધારા–વધારા કરતો રહ્યો છે. પ્રાથમીક અવસ્થાના સમયથી બુદ્ધીસમ્પન્ન માનવી એટલું તો સમજી ચુક્યો હતો કે દરેક ઘટના પાછળ તેના કર્તારુપ કારણ હોય છે. પરીણામે, વીશ્વના સર્જનથી માંડી તેની આસપાસની ઘટનાઓ માટે તે કર્તા કે કારણ વીષે કલ્પના કરતો કે વાસ્તવીક કારણ ખોજતો રહ્યો છે.
બુદ્ધી સાથે સંકળાયેલા તર્ક અને તેના ફલસ્વરુપ વૈજ્ઞાનીક પદ્ધતીથી ચકાસણી કરી તારણ પર આવવાની તથા વધુ જ્ઞાન મળતાં તેમાં સુધારા–વધારા કરતા જવાની તેની કાર્યપદ્ધતીના કારણે દાર્શનીક ચીંતન અને તેની પ્રણાલીઓ, તેમના સંયોજન અને સમજની ક્ષીતીજોનું વીસ્તરણ અને પરીશુદ્ધી થતાં રહ્યાં છે. પ્રારમ્ભીક અવસ્થાના કોરા કલ્પનાવીહારથી આગળ વધી તે રૅશનલ ઢબે, વૈજ્ઞાનીક પદ્ધતીના સહારે, નીષ્કર્ષ પર આવવા લાગ્યો છે. દાર્શનીક ચીંતન પ્રણાલીના આ બે પ્રવાહો, કલ્પના આધારીત (સ્પેક્યુલેટીવ, આધ્યાત્મીક), અને રૅશનલ–વૈજ્ઞાનીક પદ્ધતી આધારીત (ભૈતીકવાદી–પાર્થીવ પ્રકૃતીવાદ (ફીઝીકલ નેચરાલીઝમ), વચ્ચેના વીવાદની ખાઈ ધીરેધીરે ઘટવા લાગી છે અને, વીશ્વસનીયતાની દૃષ્ટીએ, રૅશનલ–વૈજ્ઞાનીક (ભૈતીકવાદી–પાર્થીવ પ્રકૃતીવાદ (ફીઝીકલ નેચરાલીઝમ) પ્રવાહનું મહત્ત્વ સ્વીકાર પામવા લાગ્યું છે.
માનવીનું જ્યાં જ્યાં અવતરણ થયું હતું ત્યાં બધે માનવી ઉપરોક્ત પ્રશ્નો વીષે વીચારતો હતો. પરન્તુ, ઐતીહાસીક દૃષ્ટીએ જોઈએ તો વ્યવસ્થીત દાર્શનીક ચીંતન પ્રણાલીના પ્રારમ્ભનો યશ ભારત, ચીન, ગ્રીકના ચીંતકોને ફાળે જાય છે. આ પ્રદેશોના વીવીધ ચીંતકો અને તેમના વૈવીધ્યપુર્ણ ચીંતને આપણા વૈચારીક વારસાની ઈમારતનો પાયો નાંખ્યો છે. તેમનાં ચીંતનમાં પણ આ બન્ને પ્રવાહોના અંશો ઓછાવત્તા પ્રમાણમાં મળી આવે છે (દા.ત., ચાર્વાક, ભારતની સાંખ્યાદી પ્રણાલી, એપીક્યુરીયસ, કન્ફ્યુસીયસ વગેરેમાં ભૌતીકવાદ–પાર્થીવ પ્રકૃતીવાદ (ફીઝીકલ નેચરાલીઝમ). અલબત્ત, આવા અપવાદોને બાદ કરતાં, આ સમયગાળાનું ચીંતન મહદંશે કલ્પનાપ્રધાન–સ્પેક્યુલેટીવ–ઈશ્વરવાદી–પરલોકવાદી, આધ્યાત્મવાદી કહી શકાય તેવું હતું.
આધ્યત્મવાદ :
આધ્યાત્મવાદી પ્રણાલીમાં, વીશ્વના સર્જન તથા સંચાલક તરીકે કોઈ વ્યક્તી કે માનવેતર શક્તી અને તેની ઈચ્છા, મૃત્યુ પછીના જીવન, પરલોકવાદ જેવી બાબતો હોવાથી ઈશ્વરનો ખ્યાલ, તેની પાઠપુજા કે ભક્તી દ્વારા લાભની હીમાયત કરતા અનેકવીધ ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મસ્થાનો અને તેના સંચાલકો (પુજારી, બાવા, સાધુ, સન્ત, ધર્મગુરુ, મૌલવી, પાદરી ઈત્યાદી.) સર્જાયા, પરલોકમાં સુખ–સગવડોની પ્રાપ્તીના નામે સ્વર્ગ, જન્નત, મોક્ષ, નીર્વાણ તથા તે પામવા માટેનાં વીધી–વીધાનો અને માર્ગદર્શકોની માયાજાળ રચાઈ. આ જગતને મીથ્યા, ક્ષણીક, ગણી તેમાં માનવીને સુખ શોધવા કે પામવાને બદલે પરલોકનાં મૃગજળ પાછળ જવા પ્રેરવામાં આવ્યો અને, આ જગતમાં પ્રવર્તતા અન્યાય, દરીદ્રતા, શોષણ, ભેદભાવ, તકલીફોની નાબુદી માટે મથવાને બદલે, ઈશ્વર, તેની ઈચ્છા, પરલોકમાં કે આગળના જન્મમાં તેનાં ફળ મળવાની ભ્રામક વાતો, દ્વારા પલાયનવાદી વલણને પોષવામાં આવ્યું. (એ લક્ષમાં રાખવા જેવું છે કે, બૌદ્ધ, જૈન જેવા નીરીશ્વરવાદી ધર્મોમાં પણ, અવતારવાદ, પાઠ–પુજા, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, પરલોક, કર્મનો સીદ્ધાંત, તથા આ જગતને મીથ્યા ગણવાની માન્યતા વગેરેનું ચલણ છે.)
તદુપરાંત, અનેકવીધ ધર્મો, ધર્મપ્રવર્તકો, તેમનાં વીધી–વીધોનો, ગ્રંથો, તેનું અર્થઘટન કરનારા સન્તો, સમર્થકો પેદા થયા. તેઓ પોતાનો ધર્મ જ સાચો છે અને અન્યધર્મીઓ ગેરમાર્ગે છે, તેમણે આમારો ધર્મ સ્વીકારવો જોઈએ અથવા તેમનો નાશ કરવો જોઈએ, તેવા આગ્રહો પણ વ્યક્ત થવા લાગ્યા. આ પ્રકારની ધર્માંધતા તથા ધર્મઝનુનથી પ્રેરાયોલા જુથોએ પોતાના ધર્મના ફેલાવા માટે બળપ્રયોગનો પણ સહારો લીધો અને ધર્મ સાથે ભુમીવીસ્તારની લાલસા અને રાજસત્તાના પ્રસારનું ગઠબન્ધન થયું. ધર્માંધતા વધી અને અન્ય ધર્મ કે માન્યતા ધરાવનારાની હત્યા, તેમની સમ્પત્તીની લુંટફાટ, સ્ત્રીઓ–બાળકોનું અપહરણ, જેવા અત્યાચારોનો સીલસીલો વ્યાપક બન્યો. અન્ય વાણી, વીચાર, માન્યતા કે મંતવ્યની અભીવ્યક્તીની સ્વતન્ત્રતા ઝુંટવાઈ ગઈ.
પાર્થીવવાદી પરીવર્તન :
અનેક ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, ધાર્મીક ઝનુનના પ્રભાવ, ઈશ્વર અને પરલોકવાદના ખ્યાલોથી માનવીનું વીચારજગત અને વ્યવહારો ગ્રસ્ત જણાતા હતા. આમ છતાં, માનવીના મગજને વીચારો કરતાં, તર્ક કરતાં, પ્રશ્નો કરતાં, સત્યની ખોજ કરતાં, હકીકતની ચકાસણી કરતાં રોકી શકાતું નથી.
ઉપરાંત, રૅશનલ વીચારણા અને પાર્થીવવાદી વીચારધારાનો પ્રવાહ સાવ લુપ્ત થયો ન હતો. ગ્રીક અને ભારતીય ચીંતનની પાર્થીવવાદી જ્યોત બુઝાઈ નહોતી. આ વીશ્વની પ્રકૃતી અને પ્રક્રીયાઓનાં નીરીક્ષણ, તેની પાછળ રહેલાં કાર્ય–કારણ સમ્બન્ધો વીષે વધતી સમજ, જીજીવીષાની વૃત્તીથી પ્રેરાઈ આદરાયેલી સલામતી તથા સવલતો માટેનીની ખોજ વગેરે વીષયો માનવીના મગજમાં કાર્યરત હતા.
આસપાસના જગતના વ્યાપારોના નીરીક્ષણ, કાર્ય–કારણ સમ્બન્ધની સાંકળની સમજ, તારણોની ચકાસણી, પ્રયોગશીલતા દ્વારા માનવી જોઈ શક્યો કે આ વીશ્વના વ્યવહારો અમુક ચોક્કસ નીયમો અનુસાર ચાલે છે, તે કોઈ મનસ્વી વ્યક્તીની મુનસુફી પ્રમાણે ચાલતા નથી. સુર્ય–ચન્દ્રના ઉદય–અસ્ત, ઋતુચક્ર, જન્મ–મરણ, વનસ્પતીનું ઉગવું, વીકસવું અને વીલાવવું વગેરે ઘટનાઓ નીયમબદ્ધ છે. આ સાથે વૈજ્ઞાનીક પદ્ધતી અને દૃષ્ટીકોણથી જગતને તથા તેના વ્યાપારોને સમજવાની, તેનો પોતાના હેતુઓ માટે ઉપયોગ કરવાની સુઝ વીકસી તેમ જ, માનવીને જણાયું કે આ વીશ્વના વ્યવહારોના સર્જન કે સંચાલન માટે કોઈ અલૌકીક વ્યક્તી કે શક્તી જરુરી નથી. માનવી પોતે પણ ઘણી ઘટનાઓને આકાર આપી શકે છે. આથી, માનવી તરીકેની આત્મશ્રદ્ધા વીકસી તથા આસપાસના જગતના ઘડતર તથા નીર્માણ માટે તેણે મથામણ આદરી.
આ સાથે, ઈશ્વર તથા પરલોકની હ્યાતી, ધર્મપ્રવર્તકોના આદેશો, ધર્મગુરુઓ અને ધર્મગ્રંથોનાં વીધાનો, પરમ્પરાગત માન્યતાઓ અને વીધી–વીધાનોને નીર્વીવાદ માની લેવાના બદલે તે વીષે પ્રશ્નો કરવાનું, શંકા ઉઠાવવાનું, તેની ટીકા તથા વીવેચન કરવાનું, હકીકતોના આધારે ભીન્ન મત વ્યક્ત કરવાનું વલણ વીકાસ પામ્યું. વીચાર અને અભીવ્યક્તીના સ્વાતન્ત્ર્ય માટેનો આગ્રહ સર્જાયો તથા તે માટે ઘણાએ શહાદત અને અત્યાચારો પણ સહ્યા.
રસપ્રદ અને નોંધપાત્ર હકીકત તો એ છે કે સનાતની–અસહીષ્ણુ–કટ્ટરવાદી ધર્મોનો પ્રભાવ હતો ત્યાં એવા વીદ્રોહી ચીંતકો પ્રગટ થયા જેમણે પાર્થીવવાદી–રૅશનલ–વૈજ્ઞાનીક વીચારોનો વારસા ઉપરની ધુળ ખંખેરી, તેને જાળવ્યો, સંમાર્જીત કર્યો અને પ્રચારીત કર્યો. આ સમયગાળામાં અનેક વીદ્યાપીઠો સ્થપાઈ, ગ્રંથાલયો રચાયાં, વીજ્ઞાન, ગણીતનાં વીષયોનું ખેડાણ થયું. આ સમય નવજાગરણ(રેનેસાંસ) અને પ્રબોધન(એનલાઈટનમેન્ટ) યુગનો પુર્વસુરી બની રહ્યો.
આ વૈચારીક પરીવર્તનના અનુસન્ધાનમાં, પ્રવર્તમાન સામાજીક–રાજકીય અને, સમય જતાં, આર્થીક વ્યવસ્થામાં પ્રવર્તતા ભેદભાવ, અન્યાય, દમન, શોષણ વગેરે સામે પણ વીરોધનો સુર આકાર પામવા લાગ્યો.
નીંદનીય પાસુ :
દરેક જીવ પોતાની તથા પોતાના કુટુમ્બ–સમાજની અસ્તી ટકાવી રાખવા, સલામતી મેળવવા સુખ–સગવડ જાળવવા ઉપરાંત તેમાં વૃદ્ધી કરવાની પણ અપેક્ષા રાખે છે. આ વલણ ભોગવાદનો અતીરેક, વધુ અને વધુ મેળવવાની લાલસા તથા સંગ્રહવૃત્તી પ્રેરે છે. માનવીએ વીકસાવેલી ખોજવૃત્તી તથા પ્રયોગશીલતાને કારણે આવીષ્કાર પામેલી યાન્ત્રીક અને તાન્ત્રીક(વ્યવસ્થાલક્ષી) ક્ષમતાઓને કારણે તેની શક્તીઓમાં અદ્વીતીય વૃદ્ધી થઈ હતી. આ શક્તીઓના આધારે તે પ્રકૃતી, અન્ય જીવજગત, અન્ય માનવસમુહો ઉપર કાબુ જમાવી, આધીપત્ય સ્થાપી, પોતાની સુખ–સમુદ્ધીમાં અનર્ગળ વધારો કરવા લાગ્યો. આ પ્રકારની પ્રવૃત્તીના પરીણામે રાજાશાહી, સામન્તશાહી, મુડીવીદ, સામ્રાજ્યવાદ, ગુલામીપ્રથા, વર્ણવ્યવસ્થા જેવી શોષણખોર અને અન્યાયી વ્યવસ્થાઓ રચાઈ. તદુપરાંત, પર્યાવરણનો નાશ તથા પ્રદુષણમાં વૃદ્ધીની સમસ્યાઓ પણ સર્જાઈ છે.
આવકારદાયક પાસુ :
માનવીની વીશીષ્ઠતા એ છે કે તે પોતાનાં વર્તનને કારણે સર્જાયેલી હાનીકારક પરીસ્થીતી સમજી શકે છે તથા તેનાં નીવારણ માટેનાં પગલાં લેવાની ક્ષમતા પણ ધરાવે છે. વધુમાં, સમાજીક વ્યવસ્થાના ભાગરુપે તેણે વીકસાવેલાં નૈતીક વ્યવહારનાં ધારાધોરણો તથા ન્યાયબુદ્ધી પણ માનવીય સમાજરચના માટેની માંગને સંકોરતી રહે છે. આ સાથે, માનવીમાં રહેલી સહાનુભુતી અને હમદર્દીની લાગણી પણ તેને ન્યાયી અને માનવીય વ્યવહારોનો આગ્રહ સેવવા પ્રેરે છે. આથી, માનવ ઈતીહાસમાં આપખુદશાહી, પરાધીનતા, અન્યાય, ભેદભાવ, અત્યાચારો, શોષણ વગેરે સામે ઝુમ્બેશ ચાલતી રહી છે, વીદ્રોહ અને ક્રાંતીઓનો સીલસીલો ચાલતો રહ્યો છે. પરીણામે, માનવજીવનને સુખમય, તેની સર્વ પ્રતીભાઓના વીકાસની મોકળાશ આપતી, વ્યવસ્થા માટેની માંગ તથા તે માટે જરુરી સત્યની ખોજ માટેના વૈચારીક અને અભીવ્યક્તીના સ્વાતન્ત્ર્ય, સ્વાધીનતા, લોકશાહી, સામાજીક અને આર્થીક સમાનતા, માનવ અધીકારો જેવી બાબતોનો આગ્રહ વ્યાપક બન્યો છે.
પુર્વમાં અવળીગંગા :
દાર્શનીક ચીંતનના વીકાસની એ ઐતીહાસીક વીચીત્રતા છે કે બુદ્ધીપ્રધાન વીચારણા, વીશ્લેષ્ણ અને વીવેચનનો ઉષઃકાળ ધરાવતા ગ્રીક અને પૌર્વાત્ય ચીંતનમાંથી પ્રેરણા મેળવીને પશ્ચીમનું ચીંતન આગળ વધી રહ્યું હતું ત્યારે તેનાં જન્મસ્થાનમાં પ્રત્યાઘાતી પરલોકવાદી, વહેમ–અન્ધશ્રદ્ધા, ધર્માંધતા, ભક્તીવાદી અને પલાયનવાદી વીચારણાનો પ્રભાવ વધી રહ્યો હતો. આપખુદ રાજ્યસત્તા, સામાજીક ભેદભાવ અને આર્થીક અસમાનતાનો વ્યાપ વધતો જતો હતો. પરીણામે, વીજ્ઞાન અને વૈજ્ઞાનીક વીચારણા વીકસી નહીં, માનવીની સુખ–સગવડ અને સલામતીમાં વૃદ્ધી કરતાં ઉપકરણો સુલભ ના બન્યા, રાજકીય–સામાજીક–આર્થીક વ્યવસ્થા પરમ્પરાવાદી અને કાલગ્રસ્ત રહી. અલબત્ત, વર્તમાનકાળમાં, છેલ્લી બેએક સદીના વૈચારીક પરીવર્તન પછી પણ, આ પ્રત્યાઘાતી વલણો સામેનો સંઘર્ષ હજી ચાલી રહ્યો છે. આ સંઘર્ષની ફલશ્રુતીનાં મીઠાં ફળ ક્યારેક તો જરુર પાકશે તેવી આશા રાખીએ.
–પ્રા. જયંતી પટેલ
લેખક–સમ્પર્ક : પ્રા. જયંતી પટેલ, 10, મહાશ્વેતા–કાદમ્બરી સોસાયટી. સુરેન્દ્ર એમ. રોડ, આંબાવાડી, અમદાવાદ – 380 015 સેલફોન : +91 94294 28822 ઈમેલ : jaykepatel@gmail.com
‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે ખાસ લખી, આ લેખ મને મોકલવા બદલ લેખકનો આભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પ્રા. જયંતી પટેલનો લેખ આંખ ખોલનારો છે. હું તેમના લેખના દરેક શબ્દો સાથે સહમત છું.
છેલ્લો પેરેગ્રાફ….‘ પુર્વમાં અવળીગંગા ‘ ના શબ્દો, વિચારો, દર્દ ,આજે પણ જોરશોરથી ચલણમાં છે. ભારતે કેટલાં બઘા ચિંતકો આપ્યા. તેના ચિંતનનિચોડ દુનિયાએ સ્વીકાર્યા અને આગળ વઘ્યા.
ભારત આજે પણ ‘ વર્ણવ્યવસ્થા ‘ ની ચૂંગલમાં ફસેલું છે.
ઘણા ઘણા કવિઓ, સાક્ષરો પોતાના વિચારો સમાજ સમક્ષ મુકીને સિઘાવી ગયા પરંતું સ્વાર્થની દુનિયાએ બઘું જ પોતાને હસ્તક કરી લીઘેલું જણાય છે.
ફિલ્મી ગીતના શબ્દો….
૧. યે મહેંલો, યે તખ્તો, યે તાજો કી દુનિયા….
યે દુનિયા અગર મીલ ભી જાયેં તો ક્યા હૈ….
૨. વો સુબહ કભી તો આયેગી…(૨)
………
………….
માના કી અભી તેરે મેરે અરમાનો કી કિમત કૂછ ભી નહિ….
મીટ્ટી કા ભી હૈ કોઇ મોલ મગે, ઇન્સાનોં કી કિમત કુછ ભી નહિ….
ઇન્સાનો કી કિમત જબ, જૂઠે સિક્કોમેં ના તોલી જાયેગી, વો સુબહ કભી તો આયેગી.
અને….
૩. તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા….
આ દિવસ કદાપિ ભારતમાં આવશે ખરો ?
પ્રા. જયંતિ પટેલને હાર્દિક અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Superb Article
Both Jayanti Patel & Amrut Hazari are very eloquent and objective in their viewpoints! I agree with them 100% 😇
LikeLiked by 1 person
સરસ માહિતી આપી. છેલ્લે પૂર્વમાં અવળી ગંગા… એકદમ સટિક વિશ્લેષણ.
LikeLiked by 1 person
શ્રી પ્રા. જયંતી પટેલ નો ચિંતનાત્મક લેખ
‘ પ્રત્યાઘાતી પરલોકવાદી, વહેમ–અન્ધશ્રદ્ધા, ધર્માંધતા, ભક્તીવાદી અને પલાયનવાદી વીચારણાનો પ્રભાવ વધી રહ્યો હતો. આપખુદ રાજ્યસત્તા, સામાજીક ભેદભાવ અને આર્થીક અસમાનતાનો વ્યાપ વધતો જતો હતો.’
તેના મુખ્ય કારણમા સાધના તપનો અભાવ હતો.
દરેક કાળમા આવી સ્થિતીમા યોગ્ય સમજાવટથી શ્રધ્ધા ટકી રહી હતી.
ત્યારે વીજ્ઞાન અને વૈજ્ઞાનીક વીચારણા વીકસવાન ગતી ધીમી રહી અને માનવીની સુખ–સગવડ અને સલામતીમાં વૃદ્ધી કરતાં ઉપકરણો સુલભ ના બન્યા, રાજકીય–સામાજીક–આર્થીક વ્યવસ્થા પરમ્પરાવાદી અને કાલગ્રસ્ત રહી.તેમા , વર્તમાનકાળમાં, છેલ્લી બેએક સદીના વૈચારીક પરીવર્તન પછી પણ, આ પ્રત્યાઘાતી વલણો સામેનો સંઘર્ષ હજી ચાલી રહ્યો છે. આ સંઘર્ષની ફલશ્રુતીનાં મીઠાં ફળ ક્યારેક તો જરુર પાકશે તેવી આશા રાખીએ.
વાત આશાવાદી છે તેમા જો અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય થાય તો વધુ સારું પરીણામ આવે.
LikeLiked by 1 person
Very learned article – appreciate all points
LikeLiked by 1 person
This is great article!! Very good introductory survey of philosophical traditions. In fact Indian subcontinent is proud to produce great philosophers in the ancient period. But, unfortunately they were overshadowed by speculative metaphysics. We must thank Nagarjun who brought out Buddhism from speculative metaphysics. As Buddha is not responsible for establishing Buddhism but his teaching is the foundation of Buddhism. Buddhism as a religious way of life evolved with great efforts of followers and intellectual personalities. Yet. Brahminical metaphysics were brought in by the Brahminical people who adopted Buddhism and the same episode repeated in the case of Veerashaivism ( Lingayat Movement) wherein Brahminical castes entered who secretly worshipped deities of Brahminical culture. Baseshwra founder of the sect was brahmin himself. He observed how much Vedic religion was faulty in line with casteist society and how hierarchical structure of society was exploitative. He dropped the VEDAS and declared Veerashaivism as religion without hierarchical structure and with single deity as LINGUM or LINGA of Shiva. This was great effort to establish monotheistic religio-cultural traditions without hierarchical society. But, with Brahmins entering into the sect it got manipulated as Hinduism (😀). Now two factions of Veerashaivism are against each other to prove real one while one of it declares non-vedic religion and the other has turned to Brahminical culture. Kalburgi laid his life for the cause of true Veerashaivism. Why I mention this entire episode of Veerashaivism because it’s contemporary case of getting corrupted by brahminism. Brahminism is nothing but greatest speculative and outdated metaphysical model. It blunts Intellectual level. It’s antithesis to intellectualism because intellectualism requires CRITICAL FACULTY. It requires analytical skills and logical reasoning in day today life. This is the reason for lack of philosophers in Hinduism. Adi Shankaracharya or Vallavhacharya can not be considered philosophers in modern lexicon because they were talking on and about speculative metaphysics. While Buddha was the greatest philosopher of his era because he never ever talked about metaphysics or speculative metaphysics. This seems to be unbelievable because Immanuel Kant was the first in modern philosophy to criticize the speculative metaphysics while Karl Marx was the philosopher who put the nail in the coffin of speculative metaphysics. Buddha said not to talk about speculative metaphysics 2500 yrs ago!!! This is why Buddha and Karl Marx are enemy of Brahminical religion and Brahminical culture. But, Brahminical ideology and religion is very resilient and they find strategy to accommodate those who are stronger than them. This is historical truth of brahminism. Buddha was invincible and hence the Brahminical people attributed to Buddha an incarnation of VISHNU (😀). Now one can continue to follow Brahminical ideology without Buddhism as Buddha becomes VISHNU. This strategy is very old and fruitful to Brahminical culture to survive and sustain. In fact Scythian tribe to which Buddha belonged to was non-Aryan tribe. But,as the Scythians were very very strong enough to push back the Aryans, the Aryans gave the status of Kshatriya in their scheme of Varnashram Dharma. This is nothing but stretegy. It’s now said that Rajputs were originally Scythians with their own religio-cultural way of life. Saurashrashtra was occupied by the Scythians and Vallabhipur in Saurashrashtra was seat of Buddhism. Brahminical culture got great jolt with the arrival of Islam that was benign in form and style in the beginning. Three realms of Islam are not separate. Spiritual life,social life and political life are three realms of Islam. This made it possible for Muslim brotherhood based on equality and Millet. What we are taught is not correct about Islam in the beginning that took many Hindus under its umbrella. Islam gave promise of equality and most of the untouchables and lower caste Hindus embraced Islam. As three realms of Islam are not separate from each other Islam politically is very strong as entire Muslim community get together under the umbrella of political realm of Islam. This is strong point in Islam but the same proved to be danger to the world in contemporary politics and social world. The threat of Islam is not to entire population of India but it’s great threat to Brahminical culture per se. Political Islam is no more valid realm in the modern democratic and republic nation. But, how the perception ( not reality) is created by the Brahminical people and even educated people fall victims to this threat. Islam in India has failed to usher in equality, brotherhood and Millet. It’s Political realm is not successful in India. Then what’s left is spiritual realm and that is left to believers. Indians are not under threat of Islam but Brahminical culture is under its threat for centuries and with the FUNDAMENTALISM in Islam ( due to political realm of Islam) terrorism in spodic places in the world the Brahminical people have got an opportunity to create threat perception and mislead people. One can observe how dangerous Brahminical ideology and Brahminical culture remain to other Intellectual class. Whatever social evils are existing on Indian subcontinent are due to Brahminical ideology and strategies that tendered this closed subcontinent to spitefulness. Modernity has made it possible to come out of this great den of social evils. But,it requires no sentiments either against brahminism or for brahminism. What’s required is analytical model to understand it. Philosophy is business of analytical people while believers can follow religion. Philosophy has now culminated into social sciences and humanities. Reading research work in social sciences and humanities can enhance our awareness and understanding to great level.👍👍🌹
–Himmatbhai Rabhadia
Education & Knowledge Whatsapp Group,
Mumbai
LikeLike
શ્રી હિમ્મતભાઇ રભાડીઆઅે ઇતિહાસના સરસ પાનાઓ ખોલ્યા. ભારતમાં ઉદ્ભવેલા ઘર્મોનૌ ઇતિહાસ લખ્યો. બુઘ્ઘિઝમ, જૈનીઝમ, ઇસ્લામ, ( ઇસાઇ કે ખ્રિસ્તિ )…ખ્રિસ્તિ ઘર્મતો પાછળથી ભારતમાં આવ્યો. અેક ‘ ઘર્મ ‘ જેને ભારતનો સૌથી જૂનો ઘર્મ માનવામાં આવે છે અથવા મનાવાઇ રહ્યો છે તે છે ‘ હિન્દુ ઘર્મ ‘
હિન્દુ જેવો કોઇ પણ ઘર્મ પૃથ્વિના પટ ઉપર નથી.
હિન્દુ અે અેક કલ્ચર છે. સિંઘુ નદીના કિનારે જે કલ્ચર…સંસ્કૃતિ વિકસી તેને ઉચ્ચારોમાં ‘ હિન્દુ ‘ કહેવાયું બીજું જેને હિન્દુઘર્મ તરીકે માનવામાં આવે છે તેને પોતાનો કોઇ પણ ઘર્મગ્રંથ નથી. પાછળથી કદાચ હજાર જેટલા વરસો પછી…ભગવદ્ ગીતાને હિન્દુઓનો ઘર્મગ્રંથ મનાવવામાં આવ્યો હતો.
ઇસ્લામને પોતાનો ઘર્મગ્રંથ છે….કુરાન
ખ્રિસ્તીઓને પોતાનો ઘર્મગ્રંથ છે….બાઇબલ
રેફરન્સ પુસ્તક : ગીતા અને આપણા પ્રશ્નો…: લેખક : સ્વામી સચ્ચિદાનંદજી. પ્રકાશક : ગૂર્જર પ્રકાશન. પ્રથમ આવૃત્તિ : ૧૯૮૮ કિંમત : રુપિયા ૪૫.
૧. ભૂમિકા : પાના નં : ૫, ૬,૭…..
પેરેગ્રાફ ન્ં : ૨.
હિન્દુ પ્રજા પાસે અેક તો પોતાનું સર્વમાન્ય સચોટ ઘર્મપુસ્તક નથી. બ્રાહ્મણઘર્મને માનવઘર્મમાં ઢાળી શકાય તેમ નથી અેટલે વેદોને કદી પણ સામાન્ય પ્રજા સુઘી પહોંચાડી શકાયા નથી………..અેટલે નિશ્ચિત ઘર્મગ્રંથના અભાવમાં મોડે મોડે પ્રજાઅે ગીતાને ઘર્મગ્રંથ બનાવવા પ્રયત્ન કર્યો. જો કે ગીતા સ્વતંત્ર ગ્રંથ નથી પણ મહાભારતના ભીશ્મપર્વના ૧૮ અઘ્યાયો છે. પાના ન;: ૬ :
આપણે જ્યારે કોઇ ગ્રંથ કે કોઇ વ્યક્તિને પરમ દૈવી તત્વ માની લઇઅે ત્યારે અે ભૂલી જઇઅે છીઅે કે આ અતિશ્રઘ્ઘાનું રુપ છે, જે ગમે ત્યારે અંઘશ્રઘ્ઘા કે કદાગ્રહનું રુપ ઘારણ કરી શકે છે…….
પાના ન; : ૭ :
વિશ્વના લગભગ તમામેતમામ ઘર્મગ્રંથો કોઇ ને કોઇ રીતે સંપાદિત ગ્રંથો છે. મોટા ભાગના તે તે વ્યક્તિઓના અવસાન પછી કેટલાંક વરસે સંપાદિત થયેલાં છે. સંપાદક ગમે તેટલો સમર્થ હોય તો પણ તે કદી મૂળ પુરુષને શતપ્રતિશત ન્યાય આપી શકે નહીં.
જો આપણને સત્ય હકીકત સમજાય કે પરમાત્માની સ્વમુખે બોલાયેલી કોઇ વાણી જ નથી. બહુ બહુ તો તે સંપાદિત થયેલી વાણી છે.
પાના નં : ૯ :
સૌથી પ્રથમ પ્રશ્ન યુઘ્ઘનો છે. યુઘ્ઘ કરવું જોઇઅે અથવા નહિ ? હિન્દુ પ્રજા આ બાબતમાં ભારે દ્વિઘા અનુભવે છે. વઘુ પડતા અહિસાવાદે તેને યુઘ્ઘ્વિમુખ અને શસ્ત્રવિમુખ બનાવી છે અને વર્ણવ્યવસ્થાઅે તેને દુર્ગળ બનાવી છે., અેટલે યુઘ્ઘથી ( અન્યાય સામેના પ્રતિકારથી) તે દૂર રહેનારી પ્રજા થઇ ગઇ છે. જે પ્રજાયુઘ્ઘ નથી કરતી તે અૈતિહાસિક પ્રજા નથી થઇ શકતી.
આ પુસ્તકમાં હિન્દુૉના ઘણા પ્રશ્નો ચર્ચવામાં આવ્યા છે.
ખૂબ લખી શકાય….અેમ છે….
અમૃત હઝારી.
LikeLiked by 1 person