(5) સાપનું વર્ગીકરણ અને (6) ગુજરાતના સાપ

સાપના કુલ 28 કુટુમ્બના 500થી વધુ વંશના 3631 જાતીના સાપ નોંધાયા છે. તેઓને તેના ડી.એન.એ.ની સરખામણીની પદ્ધતીથી 28 કુટુમ્બમાં વર્ગીકૃત કરાયા છે. આમાંથી ભારતમાં 18 કુટુમ્બના સાપ પૈકી ગુજરાતમાં 12 કુટુમ્બના સાપ જોવા મળે છે.

(તસવીર સૌજન્ય : દીકાંશ પરમાર અને ‘નેચર ક્લબ, સુરત)

5

સાપનું વર્ગીકરણ

–અજય દેસાઈ

પૃથ્વી ઉપર જેટલા પણ સજીવ છે તે દરેકને તેની ખાસીયત, શારીરીક બંધારણ, આંતરીક રચના વગેરેનો અભ્યાસ કરી ચોક્કસ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ એ કે વીવીધ પ્રદેશોમાં વીવીધ સજીવોના નામ અલગ અલગ હોય છે અને સામાન્ય માનવીઓએ તો તેમના નામ, રંગ રુપ કે ખાસીયત પરથી જ પાડેલા હોય છે. આવા નામ જે તે પ્રદેશની સ્થાનીક ભાષામાં જ પ્રચલીત હોય છે. વળી એક જ સજીવ, આફ્રીકામાં જે શરીરના રંગ રુપ ધરાવતો હોય છે, તે જ જાતીનો જીવ ભારતમાં તેવા જ રંગ રુપ ધરાવતો હોય તો પણ ભારતમાં તેનું નામ અલગ હોય છે. અરે આપણા દેશમાં જ ઉદાહરણ રુપ જોઈએ તો કાશ્મીરમાં નાગનું નામ અલગ છે,  તો કેરાલામાં પણ અલગ નામ છે. આ બધાના નીરાકરણ માટે જ આખી દુનીયામાં એક સરખા, બંધારણ–શારીરીક રચના, રંગ રુપ તથા ખાસીયત અને ડી.એન.એ. ધરાવતાં જીવ માટે, વીશ્વના તમામ દેશોમાં એક પ્રકારની સર્વસમ્મતી હોય તેવા આશયથી લગભગ 200 વર્ષ અગાઉ કેટલાક જીવશાસ્ત્રીઓએ ભેગા થઈ નકકી કર્યું કે વીશ્વના દરેક સજીવને તેનાં શારીરીક બંધારણ, આંતરીક રચના, રંગ રુપ, ખાસીયત, ડી.એન.એ. વગેરેનો અભ્યાસ કરી એક સરખા વૈજ્ઞાનીક નામ આપવા અને ત્યારબાદ આ પ્રથા વીશ્વભરમાં અમલી છે. આખા વીશ્વમાં એક સરખા નામ હોય, તેને લઈને જીવ વીજ્ઞાનીઓ, સંશોધકો, પ્રકૃતીવીદ્ સહુ કોઈ, દરેક જીવને ચોક્કસ ઓળખ થકી એક સરખી રીતે ઓળખી શકે છે. આ રીતે ઓળખ પામેલા સજીવો, સીવાયના નવા સજીવો શોધાય તો તેને પણ નીયત રીતે વર્ગીકૃત કરી નામ આપવામાં આવે છે. આપણે અહીં સાપના વીષય ઉપર વાત કરી રહ્યા હોઈ તેને જ લક્ષમાં રાખીએ.

આ રીતે વર્ગીકૃત કરવા માટે જે રીતે અસ્તીત્ત્વમાં છે તેને લીનીયસની દ્વીનામકરણ પદ્ધતી કહે છે. આ રીતે નામ આપવામાં આવે છે, ત્યારે સ્થાનીક નામ તો લખાય જ છે; પરન્તુ વધુમાં ગ્રીક કે લેટીન ભાષાનું નામ પણ આપવામાં આવે છે. દા.ત; ધામણનું અંગ્રેજી નામ Rat Snake છે. જેનું લેટીન ભાષા મુજબનું એટલે કે વૈજ્ઞાનીક નામ Ptyas mucosus છે. હવે આ નામમાં Ptyas એ સાપની પ્રજાતી દર્શાવે છે. અને mucosus તેની જાતી બતાવે છે. આવું દર્શાવવામાં પણ ચોકકસ નીયમોને અનુસરવામાં આવે છે. પ્રથમ અક્ષર હમ્મેશાં કેપીટલ હોય છે અને આવા નામ સામાન્ય નામ કરતા અલગ રીતે લખવામાં આવે છે. કેટલાક આવા નામ 3 શબ્દોના ઝુમખામાં પણ હોય છે. દા.ત.; નાગ માટે Naja naja naja જેમાં પ્રથમ Naja તેની પ્રજાતી દર્શાવે છે, બીજો naja એ તેની જાતી દર્શાવે છે. ત્રીજો naja એ પેટા જાતી દર્શાવે છે. આવા શબ્દો જે લેટીન કે ગ્રીક ભાષાના હોય છે, તે ખાસ કરીને સાપની ખાસીયત, દેખાવ, સ્વભાવ, શરીર રચના વગેરે પરથી પાડવામાં આવેલા હોય છે. જ્યારે કેટલીકવાર કોઈ વૈજ્ઞાનીકનું નામ પણ સાપના નામ સાથે સાંકળવામાં આવે છે. દા.ત.; Eryx Johnii માં Erys એ ગ્રીક રાજાનું નામ છે. તો Johnii એ વૈજ્ઞાનીકનું નામ છે, જેના પરથી અંગ્રેજી નામ John’s Earth Boa પડ્યું છે.

Common Blind Snakeનું વૈજ્ઞાનીક નામ Ramphotyphlolps braminus છે. અહીં Ramphotyphlolpsમાં typhlolpsનો અર્થ ગ્રીક ભાષા મુજબ આંધળું એવો થાય છે. જ્યારે braminus એ ભારતીય શબ્દ છે. જે બ્રહ્મા ભગવાન ઉપરથી આપવામાં આવ્યો છે. આવી જ રીતે Xenochrophis Piscator એ ડેંડુનું નામ છે.. જેને અંગ્રેજીમાં Checkered keelback કહે છે. ગ્રીક ભાષામાં તેના વૈજ્ઞાનીક નામ Xenochrophis Piscator નો અર્થ રંગીન માછલી ખાતો પાણીનો સાપ થાય છે. જ્યારે Elaphe helena એ રુપસુંદરી Trinket Snake માટેનું વૈજ્ઞાનીક નામ છે. ગ્રીક ભાષા મુજબ Elaphe એટલે સુંદર સ્ત્રી અને Helena એટલે હરણ થાય છે. આ જ રીતે સામાન્ય વરુદન્તી Common Wolf Snake નું વૈજ્ઞાનીક નામ Lycodon aulicus છે. જેમાં Lucus એટલે વરુ અને Odon એટલે દાંત અર્થાત્ વરુ જેવા દાંત ધરાવતો સાપ અને બીજા નામ aulicus એટલે સરળતાથી ચઢી શકનાર એવો અર્થ થાય છે.

પૃથ્વી ઉપર હાલ 3,600થી વધુ જાતના સાપ નોંધાયા છે. ઉત્તરોત્તર નવા સંશોધનો પછી તેમાં વધારો–ઘટાડો થતો રહે છે. આ સહુ સાપને અત્યાર સુધી તેની આંતરીક રચના, અસ્થીપીંજર, દાંતની ગોઠવણ, શીશ્નની રચના, ભીંગડાઓની ગોઠવણ વગેરેના અભ્યાસબાદ વર્ગીકૃત કરવામાં આવતા હતા અને તેને ચોક્કસ કુળમાં ગોઠવવામાં આવતા હતા. હવે તો નવી ટૅકનોલૉજી મુજબ કોમ્પ્યુટરનાં ઉપયોગ પછી છેલ્લા કેટલાક સમયથી અદ્યતન ડી.એન.એ. (Deoxyribe Nucleic Acid) પદ્ધતીથી વર્ગીકરણ કરવામાં આવે છે. આ પદ્ધતી ખુબ જ સચોટ છે. આ પદ્ધતીમાં સાપના શરીરના મુલોત્પત્તી કોષોની સરખામણી અન્ય સાપના શરીરના મુલોત્પત્તી કોષો સાથે કરી, એ દ્વારા તેની જાતી નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતી દ્વારા થયેલ વર્ગીકરણ સચોટ હોય છે; પરન્તુ આ પદ્ધતી મારા તમારા જેવા ન અપનાવી શકે, આવડે પણ નહીં. તે વૈજ્ઞાનીકોને જ ફાવે. આપણે તો આજે પણ સાપના માથા પરના ભીંગડા, જડબાના ભીંડાઓની ગોઠવણ–ગણતરી દ્વારા સાપની ઓળખ કરી શકીએ. આપણા જેવા સામાન્ય લોકો માટે આ પદ્ધતી સરળ છે. નવા સંશોધનો થતા રહે છે, તેમ તેમ સાપના, વૈજ્ઞાની નામના કુળ–ગોત્ર જાતીમાં બદલાવ થયા કરે છે; પરન્તુ સાપના સ્થાનીક નામો કે અંગ્રેજી નામોમાં ફેરફાર લગભગ થતો નથી.

વીશ્વભરમાં હાલ સાપની બે અનુશ્રેણીના કુલ 28 કુટુમ્બના 500થી વધુ વંશના 3631 જાતીના સાપ નોંધાયા છે. તેઓને તેના ડી.એન.એ.ની સરખામણીની પદ્ધતીથી 28 કુટુમ્બમાં વર્ગીકૃત કરાયા છે અને આ 28 કુટુમ્બના સાપમાંથી ભારતમાં 18 કુટુમ્બના સાપ જોવા મળે છે. જે પૈકી ગુજરાતમાં 12 કુટુમ્બના સાપ જોવા મળે છે. હાલના તબક્કે આ વર્ગીકરણ ભલે દુનીયાભરમાં સર્વસ્વીકૃત હોય પરન્તુ તે કાયમી નથી. તેમાં ફેરફારને અવકાશ છે. આપણે આ બાબત વીગતે જોઈએ.

અ. નં. કુટુમ્બ (Family)

ભારત

ગુજરાત
1 Uropeltidae

39

2

2 Pythonidae

3

1

3 Xenopeltidae

1

0

4 Erycidae [Boas]

3

2

5 Colubridae

111

22

6 Sibynophidae

4

1

7 Acrochordidae

1

1

8 Lamprophiidae

5

4

9

Natricidae

29

3

10 Pseudoxenodontidae

1

0

11 Elapidae

39

17

12 Homalospsidae

9

2

13 Pareatidae

2

0

14 Viperidae

27

3

15 Xenodermatidae

4

0

16 Gerrhopilidae

5

0

17 Typhlopidae

14

3

18 Leptotyphlopidae

2

0

કુલ…

299

61

Source: Checklist of Snakes of India: November 2016 www.indiansnakes.org  and https://reptile-database.reptarium.cz/

(તસવીર સૌજન્ય : વીવેક શર્મા)

6

ગુજરાતના સાપ

પાંચમી આવૃત્તી વેળા આપણી પાસે ગુજરાતમાં કુલ 57 પ્રકારના સાપની માહીતી હતી. ત્યારબાદ આ 6ઠ્ઠી આવૃત્તી વેળા કુલ 61 સાપની માહીતી મળી છે. ગુજરાતમાં સાપ બચાવવા માટે વ્યક્તીગત ધોરણે, ઘણાં બધા લોકો સક્રીય છે, તો કેટલીક બીનસરકારી સંસ્થાઓ તો કેટલીક સરકારી સંસ્થાઓ પણ કાર્યરત છે. ક્યાંય પણ સાપ નીકળે તો જાનના જોખમે, ગજવાના પૈસે, સાપ પકડી સલામત સ્થળે છોડનાર લોકો તથા સંસ્થાઓ છે. આવા લોકો પાસેથી ફોટોગ્રાફ્સ, માહીતી વગેરે મળતાં રહે છે. ભારતમાં કુલ 18 કુટુમ્બના 299 જેટલી જાતીના સાપ નોંધાયા છે. તે પૈકી ગુજરાતમાં 12 કુટુમ્બના 61 પ્રકારના સાપ નોંધાયા છે. અહીં આ સાપના ગુજરાતી નામ, અંગ્રેજી નામ તથા વૈજ્ઞાનીક નામ આપ્યા છે.

1. કુટુમ્બ : ટાયફલોપીડે (Typhlopidae)

ચંચુ અન્ધ સાપ, ચંચુ કૃમી સાપ
Beaked Blind Snake, Beaked Worm Snake
Grypotyphlops acutus

2  અન્ધસાપ, આંધળો સાપ, બમ્બોઈ, કૃમી સાપ
Brahminy blind Snake, Brahminy Worm Snake
Indotyphlops braminus

પાતળો અન્ધસાપ, પાતળો કૃમી સાપ
Slender Blind Snake, Stoliczka’s Worm Snake
Indotyphlops porrectus

2. કુટુમ્બ : યુરોપેલટીડે (Uropeltidae)

4  ઢાલ પુચ્છ – (ઈલીયોટ)
Elliot’s Shield Tail Snake
Uropeltis ellioti

ઢાલ પુચ્છ – (બોમ્બે)
Bombay Shield Tail Snake, Large Scaled Shield Tail Snake
Uropeltis macrolepis

3. કુટુમ્બ : પાયથોનીડે (Pythonidae)

6   અજગર
Indian Python, Indian Rock Python
Python molurus

4. કુટુમ્બ : બોઈડે (Boidae)

7   ભંફોડી, દરઘોઈ, દરગોઈ, ઘુણી
Common Sand boa, Russel’s Earth Boa
Eryx conicus

 આંધળી ચાકણ, ડમોઈ કે દમોઈ, ચટકોળ
Red Sand boa, John’s Earth Boa, Blunt-tailed Sand Boa
Eryx johnii

5. કુટુમ્બ : એર્કોકોર્ડીડે (Acrochordidae)

 કાનસીયો
File Snake, Western Wart Snake, Little File Snake
Acrochordus granulatus

6. કુટુમ્બ : કોલુબ્રીડે (Colubridae)

10   લીલવણ, લીલી માળણ, લીલો વેલીયો સાપ
Common Green Vine Snake
haetulla nasuta

11   ઘઉંલો – પટીત ધામણ
Banded racer, Fasciolated Rat Snake
Argyrogena faciolata

12   બીલ્લી સાપ (બેડોમ)
Beddome’s Cat Snake
Boiga beddomei

13   બીલ્લી સાપ (ફોરસ્ટેન)
Forsten’ Cat Snake
Boiga forsteni

14   બીલ્લી સાપ, કોડીયો સાપ, મીંદડીયો સાપ
Common Cat Snake, Indian Gamma Snake
Boiga trigonata

15   સોનેરી ઉડકણો, ઉડકણો, ઉડતો સાપ
Flying Snake, Golden Tree Snake, Gliding Snake
Chrysopelea ornate

16   રુપસુંદરી, અલંકૃત સાપ
Common Trinket Snake
Coelognathus helena Helena

17   રુપસુંદરી – મોન્ટેન
Montane Trinket Snake
Coelognathus helena monticollaris

18   સુંવાળો સાપ
Indian Smooth Snake
Wallophis brachyuran

19   વોલેસનો પટીત સાપ
Wallace’s Striped Snake, Wallace’s Racer Snake
Walloceophis gujaratensis

20   તાંબાપીઠ, તામ્રપૃષ્ઠ સાપ, લાલ ધામણ
Common Bronzeback tree Snake, Common Tree Snake
Dendrelaphis tristis

21   ઈંડાખાઉ સાપ
Indian Egg Eater, Indian Egg Eating Snake
Elachistodon westermanni

22   સામાન્ય વરુદંતી
Common wolf Snake
Lycodon aulicus

23   ટપકીલો વરુદંતી
Yellow spotted wolf Snake
Lycodon flavomaculatus

24   પટીત વરુદંતી
Barred wolf Snake, Shaw’s Wolf Snake
Lycodon striatus

25   ત્રાવણકોર વરુદંતી
Travancore Wolf Snake
Lycodon travancoricus

26   સામાન્ય કુકરી સાપ
Common kukri Snake, Banded Kukri Snake
Oligodon arnensis

27   રેખાંકીત કુકરી
Streaked kukri Snake, Russell’s kukri Snake
Oligodon taenliolatus

28   પાતળી ધામણ, સંકીર્ણ ધામણ
Slender racer, Gunther’s Racer
Platyceps gracilis

29   ચળકતા પેટાળની ધામણ
Glossy-bellied racer, Hardwicke’s Racer, Grey’s Rat Snake
Platyceps ventromaculatus

30   ધામણ, ચીતવાડું, ખેતરીયુ
Indian rat Snake, Dhaman
Ptyas mucosa

31   રજવાડી સાપ, કેવડીયો સાપ, રજતબંસી સાપ
Black-headed Royal Snake, Daidem Snake
Spalerosophis atriceps

7. કુટુમ્બ : સીબાયનોફીડે (Sibynophidae)

32   શ્યામ શીર સાપ
Dumeril’s Black-headed Snake, Jerdon’s Many-toothed Snake
Sibynophis subpunctatus

8. કુટુમ્બ : લમપ્રોફીડે (Lamprophidae)

33   રેતીયો સાપ (કોન્ડેનરસ)
Condanarus Sand Snake
Psammophis condanarus

 34   પટીત રેતીયો સાપ
Leith’s Sand Snake, Indian Ribbon Snake
Psammophis leithi

35   સામાન્ય રેતીયો સાપ
Common Sand Snake, Stout Sand Snake, Stocky Sand Snake
Psammophis longifrons

36   રેતીયો સાપ – સચોકરી
Afro-Asian Sand Snake, Schokari Sand Snake
Psammophis schokari

9. કુટુમ્બ : નેટ્રીસીડે (Natricidae)

37   પીત પટીત સાપ, પીળા પટ્ટાવાળો સાપ
Striped Keelback, Buff-striped Keelback
Amphiesma stolatum

38   લીલવો, લીલુ ડેંડુ, લીલો સાપ
Green Keelback, Lead Keelback
Macropisthodon plumbicolor

39   ડેંડવુ, ડેંડુ, ડેંડવાળુ, હરેડુ, જળ સાપ, મીઠા પાણીનો સાપ
Checkered Keelback, Asiatic Water Snake
Xenochrophis piscator

10. કુટુમ્બ : હોમલોપસીડે (Homalopsidae)

40   શ્વાનમુખી જળસાપ, શ્વાનમુખી ડેંડુ
Dog-faced Water Snake
Cerberus rynchops

41   કળણનો સાપ, કીચડીયો, કાદવનો સાપ
Glossy Marsh Snake, Gerard’s Water Snake
Gerarda prevostiana

11. કુટુમ્બ : ઈલાપીસીડે (Elapidae)

42   કાળોતરો, મણીયાર, સાપણ, કોડીયાળી સાપણ
Common Krtait, Common Indian Krait, Blue Krait,
Bungerus caeruleus

43   સીંધનો કાળોતરો
Sindh Krait
Bungerus sindanus

44   પાતળો પ્રવાળ સાપ
Slender Coral Snake
Calliophis melanuru

45   પટીત પ્રવાળ સાપ
Striped Coral Snake
Calliophis nigrescens

46   નાગ, દ્વીચશ્મી સાપ
Spectacled Cobra, Common Indian Cobra, Biocellate Cobra
Naja naja

47   બહુદંતી દરીયાઈ સાપ, મલાક્કા દરીયાઈ સાપ
Dwarf Sea Snake, Malacca Sea Snake, Many -toothed Sea Snake
Hydrophis caerulescens

48   કેન્ટરનો દરીયાઈ સાપ, સાંકડા માથાનો દરીયાઈ સાપ
Cantor’s Narrow -headed Sea Snake, Cantor’s Sea Snake
Hydrophis cantoris

49   મલાબાર દરીયાઈ સાપ
Malabar Sea Snake, Short Sea Snake, Shaw’s Sea Snake
Microcephalophis curtus

50  બંગડીયો દરીયાઈ સાપ
Annulated Sea Snake, Blue Banded Sea Snake
H cyanocinctus

51  પટીત દરીયાઈ સાપ
Banded Sea Snake
Hydrophis fasciatus

52   નાના માથાનો દરીયાઈ સાપ
Common Small-headed Sea Snake
Microcephalophis gracilis

53   કાળા માથાનો દરીયાઈ સાપ
Black Headed Sea Snake
Hydrophis lapemoides

54   બોમ્બે અખાતનો દરીયાઈ સાપ
Bombay Gulf Sea Snake, Bombay Broad-banded Sea Snake
Hydrophis mamillaris

55   અલંકૃત દરીયાઈ સાપ, કોચીનનો દરીયાઈ સાપ
Ornate Sea Snake, Cochin Banded Sea Snake
Hydrophis ornatus

56   પીળા પેટાળનો દરીયાઈ સાપ
Yellow-belly Sea Snake, Black & Yellow Sea Snake, Pelagic Sea Snake
Hydrophis platurus

57   ચંચુ દરીયાઈ સાપ, ચાંચીયો દરીયાઈ સાપ
Hook-nosed Sea Snake, Beaked Sea Snake
Hydrophis schistosus

58   પીળો દરીયાઈ સાપ
Yellow Sea Snake
Hydrophis spiralis

12. કુટુમ્બ : વાઈપરીડે (Viperidae)

59   લીલો ખડચીતળ, લીલો ચીતળ, વાંસનો ચીતળ વાંસણીયો
Bamboo Pit Viper, Common Green Pit Viper
Trimeresurus gramineus

60   ખડચીતળ, કામળીયો, પરળ, ધોણસ, ચીતળો
Russell’s Viper, Chain Viper
Daboia russelii

61–1  ફુરસા, પૈડકુ, ફોડચુ
Indian Saw Scaled Viper
Echis carinatus

61–2  સોચુરક ફુરસા
Sochurek’s Saw Scaled Viper
Eachis carinatus sochureki

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

6 Comments

 1. શ્રી અજયજી નો સાપનું વર્ગીકરણ અંગે ખૂબ સુંદર લેખ
  ગુજરાતના સાપ અંગે ઘણું નવુ જાણવા મળ્યું

  Liked by 1 person

 2. Very nice article about zoology of reptiles and snakes with a touch of evolutionary biology.
  It would have been useful if the author classified according to poisonous or non poisonous varieties and which kind of poison each carry.

  Liked by 1 person

 3. સરસ. અજયભાઇનું સાપોનું વર્ગીકરણ સરસ લાગ્યુ. મદારીઓનો અેક જમાનો હતો. બીન વગાડતા અને નાગ કે સાપને ડોલાવતા અેવું કહેવાતું પરંતુ અન્ઘસાપ જોઇ શકતો નથી હોતો. વૈજ્ઞાનિક સંશોઘનો અને અભ્યાસમાં કે વાંચનમાં જેમ જેમ નોલેજ મળતું ગયું તેમ તેમ મદારીઓની સંખ્યા ઘટતીરહી છે.
  નોબેલ પ્રાઇઝ વિનર ડો. સી.વી. રામને સ્થાપેલી, ‘ ઇન્ડીયન ઇન્સટીટયુશન ઓફ સાયન્સ, બેંન્ગલોર, ‘ માં સાપ ઉપર રીસર્ચ ચાલે છે….ખાસ કરીને સાપના ઝેર ઉપર અને તે ઝેરના દવા તરીકેના ઉપયોગ માટે.
  ‘અભિવ્યક્તિ‘ નોલેજ મેળવવા માટેની વેબસાઇટ ગણાવી જોઇઅે. ગુજરાતમાં સ્ત્રીઓ શ્રાવણ માસની પાંચમના દિવસે ‘ નાગપાંચમ‘માં નાગપૂજા કરે છે. સામાજીક કર્મ કહેવાય. આ પ્રસંગ ઉપર પણ રીસર્ચ કરવી જોઇઅે.
  સરસ નોલેજ આપતો આર્ટીકલ. વૈજ્ઞાનિક નામકરણ ખૂબ પ્રચલિત છે. જેમ જીવિત પ્રાણિઓના નામકરણ થાય છે તે જ રીતે વનસ્પતિઓના પણ થાય છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s