શું પાપપુણ્યના કે કર્મના બદલાનો સીદ્ધાંત અને પુર્વજન્મ–પુનર્જન્મનો સીદ્ધાંત કામ કરે છે? શું આપણા પુર્વજ સમાજધુરન્ધરોએ કપોળકલ્પનાઓ ચલાવી, બીનપાયાદાર સીદ્ધાંતોને સત્ય તરીકે ઠોકી બેસાડ્યા? શું કુદરતમાં માનવકૃત ન્યાયનો સીદ્ધાંત કામ કરે છે?
વીભાગ : 03 પુરાણા ખ્યાલો :
બદલો ભલા –બુરાનો
–રમણ પાઠક (વાચસ્પતી)
કર્મના સીદ્ધાંતમાં માનનારાઓ ભારપુર્વક કહે છે કે સારાં કર્મોનો સારો, અને બુરાનો બુરો બદલો મળે છે. અર્થાત્ પૃથ્વી પર અમુક કર્મ કે કાર્યોના બદલામાં તેવું જ ફળ મળે છે, જેનો આધાર કાર્ય–કારણનો સામાન્ય નીયમ જ છે; પરન્તુ એ નીયમ સુક્ષ્મ બાબતોને જરાય લાગુ પડી શકે નહીં; જેનું કારણ એ જ કે, સારા અને ખરાબ કર્મની વ્યાખ્યા જ ત્યાં માણસે યા અમુક માણસોએ વર્તમાન પરીસ્થીતી યા પોતાની મનસ્વી ધુનને આધારે ઘડી છે. લગભગ તેવા જ સારા કે ખરાબ અંગેના તેના ખ્યાલો પણ છે. એને કાર્ય– કારણનો યા કર્મનો સીદ્ધાંત લાગુ પડી શકે નહીં. એક દાખલાથી આ વાત સ્પષ્ટ કરીએ :
જો કોઈ માણસ ખુબ ઉંચાઈએથી નીચે ઠેકડો મારે તો કાં તો તેને ગમ્ભીર ઈજા થાય યા તો તેનું મૃત્યુ થાય. કોઈ અપોષણક્ષમ કે હાનીકારક ખોરાક ખાય તો આરોગ્ય કથળે; જ્યારે પૌષ્ટીક ખાય તો તબીયત સુધરે. કોઈ વ્યક્તી ઉડાઉ, ગજા બહારનો ખર્ચ કરે, તો પાછળથી કદાચ ગરીબી વેઠવી પડે– સારી આવક ના હોય તો; આ બધા આમ તો સામાન્ય કાર્ય–કારણના નીયમો છે. બીજી બાજુ, એક વ્યક્તી બીજીનું ખુન કરે; તો તેને ફાંસી યા જન્મટીપ થાય. લુંટ યા ચોરી કરે ને પકડાય; તો સરકાર સજા કરે. આ માનવસર્જીત કાર્ય–કારણ ન્યાય છે; જે હમ્મેશાં સાચો ન પણ ઠરે. જેમ કે, ખુની ચોર કે લુંટારો ન પકડાય, તો એને કંઈ જ ના થાય. ક્યારેક સાચા ગુનેગારને બદલે નીર્દોષ માણસ પણ સજાનો ભોગ બને. આમ, આવા નીયમો કેવળ મનસ્વી માનવસર્જીત હોવાથી, એમાં કાર્ય– કારણનો સીદ્ધાંત અફર રીતે પ્રવર્તતો નથી. બાકી પ્રકૃતી તો બળના સીદ્ધાંતને આધારે જ કામ કરે છે; અર્થાત્ બળવાન નીર્બળને મારે; જેનો કોઈ જ બદલો નહીં. દા.ત., સીંહ કે વાઘ લગભગ રોજ એક હરણાનું ખુન કરે જ; એના બદલામાં તેને કોઈ ફાંસી યા જનમટીપ થાય નહીં; કારણ એ જ કે માનવસમાજની અને પ્રકૃતીની સારા ને ખરાબની વ્યાખ્યા જુદી જુદી છે. સીંહ કે વાઘનો તો ખોરાક જ હરણ જેવો એક સજીવ પદાર્થ છે, એથી તેણે હત્યા કરવી જ પડે; તો જ તે જીવી શકે; પરન્તુ એમાં બાપડા હરણનો શો વાંક? કોઈ જવાબ નથી! મતલબ કે, અહીં કર્મનો સીદ્ધાંત પ્રવર્તતો જ નથી. આવી પરીસ્થીતીથી મુંઝાયેલા આપણા પુર્વજ સમાજધુરન્ધરોએ પછી, આ બીનપાયાદાર સીદ્ધાંતને સત્ય ઠોકી બેસાડવા માટે અન્ય એક બીનપાયાદાર સીદ્ધાંતની કપોળકલ્પના ચલાવી અને તે વળી પુર્વજન્મ–પુનર્જન્મનો સીદ્ધાંત.
માનવસર્જીત સારા કે ખરાબ કર્મની વ્યાખ્યા તે મુળભુત રીતે તો સામાજીક મુલ્ય છે, જેમાંનાં અમુક મુલ્યો ચીરંજીવ કે કાયમી હોય છે; જ્યારે બીજાં વળી તત્કાલીન, એટલે કે કેવળ પ્રવર્તમાન પરીસ્થીતીને આધારે ઘડાયાં હોય. એવાં મુલ્યો અર્થાત્ સારાખરાબની વ્યાખ્યા સંગત પરીસ્થીતી બદલાતાં પછી કામ આપતાં નથી. દા.ત., સદીઓ પુર્વે આપણા સમાજમાં નીયોગની પદ્ધતી માન્ય હતી; મતલબ કે કોઈ પુરુષ લાંબા ગાળા માટે ઘર બહાર ગયો હોય તો અન્ય નર એની પત્ની સાથે સમાગમ કરે એને સમાજ કેવળ બીનવાંધાજનક જ નહીં; સારું, ઉપકારક કર્મ ગણતો અને એથી થતાં સંતાનો પણ આવકાર્ય ગણાતાં. પાંડુ, ધૃતરાષ્ટ્ર જેવા લોકોત્તર પુરુષોના જન્મની કથા પણ આવી જ છે; પરન્તુ આજે જો કોઈ પુરુષ બહાર ગયો હોય અને એની પત્ની સાથે અન્ય પુરુષ દેહસમ્બન્ધ બાંધે, તો તે બન્ને વ્યભીચારી ગણાય; એ પાપ કહેવાય; એ રીતે સંતાન તો જન્માવી જ ના શકાય… હવે આવું સહજ કર્મ કરનાર સ્ત્રી યા પુરુષને કશીક શારીરીક યા ભૌતીક–આર્થીક હાની થાય; તો લોકો કહેશે કે, ‘જુઓ એને એના કર્મનું ફળ મળ્યું ને? અને ધારો કે એ લોકને કંઈ જ ના થાય અને મોજથી જીવી જાય તો લાચાર લોક કહેશે, ‘ભલેને આજે મજા કરતાં; ભગવાન આવતે જન્મે એમને સજા કરશે જ’.
ચીરંજીવ કે સનાતન મુલ્યોમાં, સત્ય બોલવું, પ્રામાણીક આચરણ કરવું, અન્યને ઈજા કે નુકસાન ન પહોંચાડવું વગેરે પ્રકારનાં નાગરીક સદ્વર્તનને ગણાવી શકાય. સમાજના સરળ તથા સુખદ સંચાલન માટે આવી આચારસંહીતા અનીવાર્ય છે; બાકી એમાં પાપપુણ્યના કે કર્મના બદલાના કોઈ સીદ્ધાંત કામ કરતા જ નથી; જુઠાઓ અને લુચ્ચાઓ જલસા કરે છે; જ્યારે પ્રામાણીકો મુંઝાય છે અને લાચાર ગરીબો તો રીતસર રીબાય છે; જેનું કારણ એ જ કે, કુદરત તો બળના સીદ્ધાંત પ્રમાણે જ કામ કરે છે કે, બળીયાના બે ભાગ! ભારતમાં તો આજે બરાબર આવી જ પરીસ્થીતી પ્રવર્તી રહી છે : સાચાઓ દુ:ખી થાય છે; જ્યારે જુઠા મોજ ઉડાવે! લોકો એને ભલે ઈશ્વરની માયા કહે, બાકી અન્યાય જ છે; કારણ કે કુદરતમાં માનવકૃત ન્યાયનો સીદ્ધાંત કામ કરતો જ નથી.
આદ્ય સમાજધુરન્ધરોને પણ આ જ પ્રશ્ન નડ્યો હશે : તેઓએ કર્મનો સીદ્ધાંત તો પ્રવર્તાવ્યો; પણ વીવેકબુદ્ધીવાળા કોઈ કોઈ સામાન્યજનો ફરીયાદ કરતા હશે કે, ‘ફલાણો તમારી વ્યાખ્યા મુજબ તો પાપી છે; છતાં મોજમજાથી જીવે છે એનું શું?’ ધુરન્ધરો પાસે આવા પ્રશ્નનો સચોટ ઉત્તર જ નહોતો અને કલ્પીત કર્મસીદ્ધાંતને ખોટો કબુલવાથી તો ઘણી સમસ્યાઓ સર્જાય તેમ હતી. આથી તેઓએ અન્ય એક કપોળકલ્પીત ઉત્તર શોધી કાઢ્યો કે, ‘ભાઈ, આ જન્મે ભલે તે મોજ કરતો; કર્મનું ફળ તો આવતે જન્મેય ભોગવ્યા વીના એનો છુટકો જ નથી.’ આમ, પુનર્જન્મની અને એના પુરાવારુપે અનીવાર્ય એવી આત્માના સ્વતન્ત્ર અસ્તીત્વની કપોળકલ્પનાઓ ઉદ્ભવી. આમ એક સત્યમાંથી અનેક અસત્યો, અર્થાત્ અતાર્કીક, અવાસ્તવીક માન્યતાઓ જન્મતી રહી. બાકી, એક વ્યક્તીનું ખુન થયું, તે જાનથી ગયો. તેનાં પત્નીબાળકો દુ:ખીદુ:ખી થઈ ગયાં… હવે એના ખુનીને છેક આવતે જન્મે ભગવાન સજા કરવાનો હોય, એનો અર્થ જ શું? જસ્ટીસ ડીલેડ ઈઝ જસ્ટીસ ડીનાઈડ… દેર એ જ મોટું અન્ધેર કહેવાય.
આત્મા જેવી કોઈ સ્વતન્ત્ર ચીજ છે જ નહીં; એ વીજ્ઞાનસીદ્ધ સત્ય છે. અરે, આજથી બેઅઢી હજાર વર્ષ પુર્વે મહર્ષી ચાર્વાકે કહ્યું હતું કે, ‘જુદા જુદા ભૌતીક પદાર્થોના સંયોજનથી ચૈતન્ય આવે છે; બાકી આત્મા જેવું કોઈ અલગ તત્ત્વ નથી.’ માનવસર્જીત યન્ત્રો જોઈએ, તો આ વાત સહેલાઈથી સમજાય. અનેક પદાર્થો–દ્રવ્યો જોડતાં, યન્ત્ર ગતી કરવા લાગે છે; જેમાંનું એકાદ બગડે તોય તે બન્ધ–મૃત! છતાં સામાન્ય તર્કબુદ્ધીના અભાવે લોકો દલીલ કરે છે કે, મૃત્યુ પછી દેહ તો તેવો ને તેવો જ રહે છે; છતાં હસતું–રમતું એ રમકડું કેમ જડ થઈ જાય છે? અરે ભાઈ, ધમધમાટ ચાલતી મોટરસાઈકલનો એક પ્લગ ઉડી જાય; તોય ઉભી રહી જાય છે – જડ થઈ જાય છે; બાકી તો તે આખી જ એવી ને એવી જ હોય છે. નવો પ્લગ નાંખો એટલે વળી પુન: ચાલુ! તેમ આજે માનવ–અંગોનાં પણ પ્રત્યારોપણ થાય છે અને મૃત પ્રાણીને સજીવન કરવાના સફળ પ્રયોગો પણ થાય છે; કુદરત કરતાં મનુષ્ય વધુ બુદ્ધીશાળી છે અને કદાચ શક્તીશાળી પણ.
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-)માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com
(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.comઅને
(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
ખુબ સરસ લેખ. ઘણો ગમ્યો. રમણભાઈના બધા જ લેખ ઉત્તમ હોય છે. હાર્દીક આભાર ગોવીન્દભાઈ.
LikeLiked by 4 people
ધન્યવાદ ગોવિંદભાઈ આપના બ્લોગ થકી સમાજ માં જાગૃતિ ફેલાય છે અને સત્ય સમજાય છે
LikeLiked by 3 people
Goooooooooood
LikeLiked by 1 person
અંગો ના પ્રત્યારોપણ થાય છે ઠીક પણ મૃત પ્રાણી ને સજીવન કરવાના સફળ(સફળ?)પ્રયોગો પણ થાય છે?થોડી માહિતી કોઈએ આપવા વિનંતી કોઈ લિંક share કરવા વિનંતી.
LikeLiked by 2 people
” સારા અને ખરાબ કર્મની વ્યાખ્યા જ ત્યાં માણસે યા અમુક માણસોએ વર્તમાન પરીસ્થીતી યા પોતાની મનસ્વી ધુનને આધારે ઘડી છે. ”
ઉપર ના કથન ને નીચે આપેલ ગુજરાતી કહેવાતો ના સંદર્ભ માં જોઈએ.
જેવું વાવો તેવું લણો
જેવી કરણી તેવી ભરણી
હાથ ના કર્યા હયયે વાગે
ખાડો ખોદે તે પડે
કહેવતો પાછલા યુગના વ્યાવહારિક (વાસ્તવિક) અનુભવોનું પ્રતિબિંબ પાડે છે. ગુજરાતી ભાષામાં પડેલી કહેવતો બહુ જુના સમયથી ચાલી આવી રહી છે. ઍ કહેવતો વાર્તાઓમાં, નવલિકાઓમાં, નવલકથાઓમાં, વ્યાખ્યાનો વગેરેમાં ઉદાહરણો તરીકે વાપરવામાં આવે છે. આ કહેવતો નો ધર્મગુરુઓ સાથે કશો સંબંધ નથી.
તે અંનુંસાર વ્યાવહારિક રીતે જીવન માં ઉપર ની કહેવતો ના પરિણામ આપણે જોઈએ છીએ કે જગત માં સારાં કર્મોનો સારો, અને બુરા કર્મોનો બુરો બદલો.મળી રહે છે.
LikeLiked by 2 people
कर्म, आत्मा, जन्म, पुर्व जन्म, पुनःजन्म, मोक्ष, वगेरे तुत छे. बाकी आ देशमां ईश्लामना अनुयायीओ ईश्लामना उदयथी रहेवानुं शरु करेल अने मुहमद गजनीना जमानामां घणां जे पुर्तीपुजामां मानता न हता एवा जैन अने हींन्दुओए गजनी अने एना जेवा अन्यने अहीं लई आव्या. साचुं तो ए छे के हीन्दुओनी मुर्तीपुजानी घेलछाए ईश्लामनो उदय कर्यो अने हवे हीन्दुओ कर्म भोगवे छे जेमां अयोध्यामां राम जन्मभुमी उपर बाबरी मस्जीद पण आवी जाय….
LikeLiked by 2 people
બધા જ સુંદર લેખ જેવો સુંદર લેખ .
અંધશ્રધ્ધા અંગે સમાજમા જાગૃતિ લાવનાર લેખ અંગે મા રમણભાઇ સાથે વાતચીતમા અમે જણાવેલું કે આમા સુકા ભેગુ લીલુ પણ બળે છે.તો હસીને જવાબ આપેલો કે સમાજમા કોઇ વાત સટિક રીતે ઉતારવી હોય તો આવી રીતે રજુઆત કરવી પડે છે!
આભાર
LikeLiked by 4 people
આત્મા પરમાત્મા, સ્વર્ગ નર્ક, પુનર્જન્મ જેવુ કશુ હોતુ નથી. તમારા લેખો જાગૃતિ લાવવા મા મદદરૂપ થાય છે. આભાર…
LikeLiked by 1 person
શ્રી રમણભાઇ જ્ઞાનના ભંડાર છે. ચર્ચાને સાઘન બનાવીને જ્ઞાન પીરસે છે.
વર્ણવ્યવસ્થા, હિન્દુઓ હજી પણ જાણીને કે અજાણી રીતે ‘ વર્ણવ્યવસ્થા ‘ને જીવે છે. ભારતમાં કે પરદેશમાં.
ચાર વર્ણો….બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર……હવે બ્રાહ્મણ સૌથી પવિત્ર અને શુઘ્ઘ. મનુ મહારાજ કહે કે તેઓ કોઇ ખોટા કામો કરે તો પણ માફ….શુદ્ર બિચારો બઘી રીતે ગુનેગાર….
માણસ મર્યા પછી નવો જનમ શેનો લેશે તે તેના હાલના જનમમાં કેવા કર્મો કરેલા છે તેની નોંઘ ચિત્રગુપ્તના ચોપડામાં લેવાઇ હોય છે…..અને તે મરેલા માણસના આત્માને કયા નવા જનમમાં પ્રસ્થાપીત કરવો તે નક્કિ થાય.અને તે કાર્ય પુરુ કરીને પૃથ્વી ઉપર મોકલાય…..
દા.ત: કોઇ બ્રાહ્મણને તેના કર્મોને આઘારે શુદ્રનો જનમ લેવો પડે…કે પછી કોઇ પ્રાણિનો.
હવે કોણ શોઘીને કહેશે કે ક્યો બ્રાહ્મણ , ક્યો શુદ્ર બન્યો છે કે પ્રાણિ બન્યો છે ?
પાપ અને પુણય માણસના મનના ભ્રમ છે. આ ભ્રમ માણસને અને સમાજને …બન્નેને બરબાદ કરે છે. જે ભારતીય હિન્દુઓ અનુભવી રહ્યા છે. ( પ્રાણિઓ કદાચ ભ્રમમાં જીવતા નહિ હોય…અેટલે તેઓ જન્મ, પુન્;જન્મમાં કેવી રીતે વિચારી શકે ? તો સવાલ : માણસને પ્રાણિનો જન્મ મળે પછી તેના બીજા જન્મ વિષે શું વિચારવું ?
ખુશ રહેવું હોય તો, વઘારે ઘ્યાન અે વસ્તુ પર આપો જે તમારી પાસે છે, અેના પર નહિ કે જે તમારી પાસે નથી.
સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક, ‘ ગીતા અને આપણા પ્રશ્નો‘ ના પાના નં. ૫૨ ઉપર આ વાક્ય લખેલું છે.
‘ ભારત અેટલે પરિવ્ાજકોનો દેશ, ભિક્ષુકોનો દેશ, સાઘુઓનો દેશ, કેમકે અહિં જન્મેલો જીવાત્મા મોક્ષ માટે જ જન્મ્યો હોય છે.‘
( કોઇને બીજો જન્મ લેવો જ નથી. )
બીજુ વાક્ય…‘ વર્ણવ્યવસ્થાને જ ઘર્મ માન્યો અેટલે પ્રચાર પ્રસારની વાત જ ના રહી.‘
‘ ઘર્મની પૂરી વ્યાખ્યા કરવાનો અેકમાત્ર અઘિકાર બ્રાહ્મણો પાસે જ હતો અને બ્રાહ્મણોને પોતાના ઘર્મના અનુયાયીઓની સંખ્યા વઘારવા કરતાં પોતાની આજીવિકામાં વઘુ રસ હતો.‘
ાાઆભાર.
અમૃત હઝારી.
LikeLiked by 3 people
Very learned article again from pujya Ramanbhai .
“કુદરત તો બળ ના સિદ્ધાંત પ્રમાણે જ કામ કરે છે”
બહુ સુંદર ચર્ચા અને યોગ્ય દાખલા દલીલો સાથે ,નીયોગ પહેલી વાર સાંભળ્યું
.
આત્મા પુનર્જન્મ વિગેરેના ભ્રમ ભાગ્યા.
LikeLiked by 1 person