ધરતી પરના ભગવાન

ધરતી પરના ભગવાન

–ફીરોજ ખાન

આપણે ઘણી વખત આપણી આજુબાજુ એવી વ્યક્તીઓને જોતાં હોઈએ છીએ, જે વ્યક્તી બીલકુલ સામાન્ય લાગતી હોય છે. સામાન્ય વ્યક્તી જેવું જ તેઓ જીવન જીવતા હોય છે. આપણે કદી એવી વ્યક્તીનો પરીચય મેળવવાનો પ્રયત્ન સુદ્ધાં કરતાં નથી. આજે એવી જ એક સામાન્ય લાગતી; પરન્તુ અસામાન્ય વ્યક્તીનો પરીચય કરીએ…

આ વ્યક્તી સામાન્ય કપડાં પહેરી, એક હાથમાં બેગ અને બીજા હાથમાં છત્રી લઈ, વારાણસીની બી.એચ.યુ. (Banaras Hindu University) હૉસ્પીટલ યા પોતાના ઘર તરફ ચાલતાં જતાં–આવતાં જોવા મળે છે. ફક્ત 25/- રુપીયાની રાઈસપ્લેટ ખાતાં જોવા મળે છે. ગરીબ અને ભીખારીઓ સાથે પ્રેમ અને લાગણીથી મળતાં અને વર્તતાં પણ જોવા મળે છે.

દોસ્તો, આ અસામાન્ય વ્યક્તી છે પદ્મશ્રી’ ડૉ. ટી. કે. લહીરી (ડૉ. તપન કુમાર લહીરી). તેઓશ્રી આજે પણ ‘બી.એચ.યુ. (BHU) હૉસ્પીટલ’માં દરરોજ ગરીબોની નીઃશુલ્ક સેવા કરવા માટે પગપાળા જાય છે. ડૉ. લહીરી સામાન્ય ડૉક્ટર નહીં; પણ કાર્ડીઓથોરેસીક સર્જન છે!

ઉત્તર પ્રદેશના મુખ્યમન્ત્રીશ્રી યોગીએ વારાણસીમાં રહેતાં અમુક અસામાન્ય વ્યક્તીઓને મળવાનું નક્કી કર્યું. આ યાદીમાં ડૉ. લહીરીનું નામ પણ હતું. મોટા અધીકારીઓ લહીરીસાહેબને આમન્ત્રણ આપવા ગયા, તો આ ખુદ્દાર ડૉક્ટરે મુખ્યમન્ત્રીશ્રીના ઘરે જવાની ના પાડી! એમણે કહ્યું કે મુખ્યમન્ત્રીશ્રી મને મળવા જ માંગતા હોય તો બી.એચ.યુ.ની મારી ક્લીનીકમાં આવી ને મળી શકે છે! મુખ્યમન્ત્રીશ્રીએ એમને મળવાનું જ માંડી વાળ્યું. જે લોકો ડૉ. લહીરીસાહેબને સારી રીતે જાણે છે એમનું કહેવું છે કે જો મુખ્યમન્ત્રીશ્રી એમને મળવા ગયા હોત, તો એમને પણ લાઈનમાં આવો એવું કહ્યું હોત. આ અગાઉ ભુતપુર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને પણ ડૉ. લહીરીએ મળવાનું ના કહી ચુક્યા હતા.

ડૉ. લહીરીસાહેબ 1974થી ચીકીત્સક છે. વારાણસીમાં લોકો એમને ‘ધરતી પરના ભગવાન’ કહે છે. ગરીબો અને જરુરતમંદોની સેવા થઈ શકે તે માટે 1994થી તેઓશ્રી પગારમાંથી ફક્ત પોતાની જરુરીયાત પુરતાં પૈસા લઈ, બાકીનો પગાર બી.એચ.યુ.ના કોષમાં જમા કરાવતા. વયનીવૃત્તીથી નીવૃત્ત થયા પછી આજે પણ પેન્શનમાંથી ખપ પુરતાં પૈસા રાખી, બાકીના પેન્શનની રકમ દાન કરી દે છે. ભારત સરકારે એમની સેવાઓની કદર કરી, 2016માં ડૉ. લહીરીસાહેબને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કર્યા હતા. સ્મરણીય મદનમોહન માલવીયાજી‘બી.એચ.યુ.’ની સ્થાપના કરી, ત્યારે જે સ્વપ્ન સેવ્યું હતું તે સ્વપ્નને ડૉ. લહીરીસાહેબે સાકાર કર્યું છે.

રોજ સવારે છ વાગે તેઓ પોતાની ક્લીનીક પહોંચી જઈ, ત્રણ કલાક સુધી નીઃશુલ્ક સેવા આપે છે. એ જ રીતે સાંજે પણ ત્રણ કલાક સેવા આપે છે. શહેરની ‘અન્નપુર્ણા’ રેસ્ટોરન્ટમાં આજે પણ તેઓશ્રી રુપીયા 25/-વાળી થાળી જ જમે છે.

સલામ છે ડૉ. લહીરીસાહેબને… ખરેખર તેઓ ધરતી પરના ભગવાન છે.

–ફીરોજ ખાન

કેનેડાના વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોજ ખાનની તા. 6 જાન્યુઆરીના રોજ પ્રગટ થયેલ ‘ફેસબુક’ પોસ્ટ https://www.facebook.com/firoz.khan.123829/posts/10217485949397781 માંથી, લેખક અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 504/2825, Islington Ave, Toronto, Ontario, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

9 Comments

  1. No religion is greater than humanity.

    માનવતા કરતા કોઈ ધર્મ મહાન નથી.

    ડોક્ટર સાહેબ માનવતા નું એક ઉત્તમ દષ્ટાંત છે.

    કોઈ એક નો જીવ બચાવવો એ મહાન માનવતા છે.

    મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ માં કહેવામાં આવેલ છે કે ” કોઈ એક નો જીવ બચાવવો એ સમસ્ત માનવજાત નો જીવ બચાવવા સમાન છે. “

    Liked by 2 people

  2. તબીબો માટે સામાન્ય દર્દીની માન્યતા હોય છે કે તેઓ માહિતીઓના ખડકલા કરતા હોય છે. કેટલી હસ્તીઓ સાથે સંબંધ છે. આયોજકોના પૈસે દુનિયાના કયા પ્રદેશોમાં રખડી આવ્યો !
    ત્યારે આવા સંત પ્રકૃતિના ડૉ. લહીરી તટસ્થભાવે થયેલી ભૂલોની કબૂલાતો કરી કોઈને જાણ્યે-અજાણ્યે દુઃખી કર્યા હોય તો એમની માફી માગી એ સાબિત કરે કે તેઓ સામાન્ય માણસોથી આપણે જરાય નોખા નથી…! આવા તબીબના તારણોને લીધે કંઇ કેટલીય દવા કંપનીઓ, હૉસ્પિટલો અને ડૉક્ટરોનો કરોડો ડૉલરોનો ગરાસ લૂંટાઈ જતો હોય તેમ લાગે છે.
    એક સર્વેક્ષણમાં જણાયું કે બ્લડ પ્રેશર ૧૨૦/૮૦ પ્રમાણ ભાગ્યે જ કોઈ માણસનું હોય છે! આથી નક્કી થયું કે આપણે તંદુરસ્તી માટે આ જ પ્રમાણ હોવું જોઈએ એવો નિયમ લાવો જેથી વીમાના પ્રીમિયમનો ઊંચો દર વસૂલ કરી શકાય ! ડાયાબિટીસ માટે શરીરમાં શુગરનું પ્રમાણ ઘટાડીને ૨૦ પોઈન્ટ ઓછું કરી નાખ્યું. રાતોરાત ડાયાબિટીસના દર્દીઓ વધી ગયા. મોટા ભાગની બાયપાસ સર્જરીઓ બિનજરૂરી છે તે આવા સંત ડૉ. પોતે પોતાના ક્ષેત્રમાં જોયેલી, અનુભવેલી ક્ષતિઓને દૂર કરવાના આશયથી, કોઈ સ્વાર્થ વિના, આબરૂ ગુમાવવાના જોખમ સાથે પણ, પ્રજાને જાગ્રત કરતા હોય છે.
    ધન્ય ધન્ય

    Liked by 1 person

  3. મિત્રો,
    ઘરતી પરના ભગવાન.
    ડો. ટી કે. લહીરી….ડો. તપન કુમાર લહીરી….કાર્ડીયોથોરાસીક સર્જન.
    પંડીત મદન મોહન માલવીયા, બી,અેચ. યુ હોરસ્પિટલ. સવાર…સાંજ ત્રણ…ત્ર્ણ કલાક ગરીબોની સેવા. જીવન જીવવા પુરતાં જ પગારના પૈસા લેવા….પોતાના કર્મો માટે ચાલતા જ જવું.
    તેમને તેમના આ જીવન જીવીને લોકસેવા કરનાર તરીકે જે કોઇ જૂઅે તે તેમનામાં ‘ ઘરતી પરના ભગવાન‘ જ જૂઅે તેમાં કોઇ નવીનતા નહિ હોવી જોઇઅે. હું ભાઇ ફીરોઝખાનનો આ લેખ વાંચીને મારા મનથી ડોક્ટર સાહેબને પ્રણામ કરું છું.
    હવે…..ઘરતી ઉપર મહોલ્લે મહોલ્લે બેઠેલાં પથ્થરીઆ ભગવાનો તરફ જોઇઅે…તેઓ તેમની ફરજમાં કેટલાં કર્મશીલ બને છે તે જોઇઅે. તે પથ્થરીઆ ભગવાનની સેવા કરનારાઓ પૈસા કમાય છે. મઝાનું જીવન ગુજારે છે. લોકોની શ્રઘ્ઘા કે અંઘશ્રઘ્ઘાનો લાભ લે છે. આપેલા…પેલા વચનને હજી ફળીભૂત થતું કોઇઅે જોયુ નથી. શ્રઘ્ઘા કે અંઘશ્રઘ્ઘા જ કામે લાગે છે.
    બીજા સાઘુ, સંતો, પંડીતો, ઘર્મગુરુઓ…વિગેરે વિગેરે આજ કાલ પોતાને ‘ ભગવાન ‘ ની પદવી આપીને રાજ કરે છે. લોકસેવા કેટલી…નિસ્વાર્થભાવે કરે છે ?
    ઉત્તરભારતની અેક લોકોક્તિ છે….સમજવા જેવી….
    ભગત જગત કો ઠગત હૈ, ભગતહિં ઠગૈ સો સંત,
    જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત.
    સાચા જીવતા ડોક્ટરો , ડીગ્રી લેતી વખતે સોગંદ લઇને સમાજને સેવાનું વચન આપતા હોય છે. ઓનેસ્ટ, સાચા કર્મવિર ડોક્ટરો મરાને ખાટલે પડેલા દર્દીને જીવનદાન આપે છે…પોતાનાથી બનતા સૌ પ્રયત્નો કરીને જીવતદાન આપવાના કર્મો કરશે. આજે હોસ્પીટલોમાં બે પ્રકારના ડોક્ટરો જોવા મળે છે. અેક પૈસા પાછળ પાગલ..સ્વાર્થી….બીજા લોકસેવાભાવી….
    અઅ લોકસેવાભાવી ડેક્ટરો સાચા અર્થમાં ‘ ભગવાન ‘ ના નામે ઓળખવાને યોગ્ય બને છે…ઘરતી ઉપર જીવતદાન આપનાર ડોક્ટરો…વતનમાં મોટા પ્રોબ્લેમો આવે ત્યારે સેવા કરનાર..ડોક્ટરો અને નર્સીઝ હોય છે…સાથે બીજા સેવાઘારીઓ….
    પથ્થટમાં ભગવાનને જોવા કરતાં આ જીવતાં, જાગતા લોકસેવકો…ડોક્ટરોને ભગવાન માનીને ચાલીઅે…. હોસ્પીટલોને મંદિર માનીને ચાલીઅે….નર્સોને દેવીઓ માનીઅે….
    તમને જીવતા જાગતાં ડોક્ટર ભગવાન જોઇઅે છે કે પથ્થરમાં કોતરાયેલા ભગવાન ? તમે જ નક્કિ કરો…..
    અમૃત હઝારી.

    Liked by 2 people

  4. આજે સવારમાં જ ભાઈ ફિરોઝખાનની આ પોસ્ટ વાંચી સવાર સુધરી ગઈ !

    1941માં જન્મેલા, ડૉ. તપન કુમાર લહીરી આજે 81 વરસના થયા હશે.. સાદી જીવન શૈલી; છતાં બીમાર અને આજાર મનુષ્યોની સેવા – એનાથી મોટી બંદગી–ઈશ્વરભક્તી બીજી શી હોઈ શકે ?

    પૃથ્વી પર વીચરતા, નજરે ભળાતા, આવા ઈશ્વરતુલ્ય ઈન્સાનને વંદના કર્યા વીના, અન્ય કહેવાતાં ધાર્મીકસ્થળોએ ભગવાનને ખોળનારાઓ, આપણી વચ્ચે મનુષ્યરુપે હરતા–ફરતા દેવદુતોને વંદના કરવાનું ને તેમને અનુસરવાનું ચુકે, તે કેવી કરુણ વાત છે!

    ટુંકી; પણ આટલી જીવનપોષક અને પ્રેરક પોસ્ટ બદલ તમને બેયને ધન્યવાદ..

    ..ઉત્તમ + મધુકાન્તા ગજ્જર
    uttamgajjar@gmail.com

    Like

  5. સંત થવા માટે સંસાર છોડીને કે ભગવા કપડાં ધારણ કરવા જોઈએ એવી જન સામાન્ય માન્યતાને અહીં ખંડિત કરતા ‘ધરતી પરના ભગવાન’ ડૉ. લહીરીસાહેબને તેમની લોક્સેવા માટે લાખો સલામ!

    સંસાર છોડીને ભગવા ધારણ કરીને ફરી સંસારમાં રાજનીતીમાં આવનારાંને સાચા સંતો ન કહી શકાય.

    મા. પ્રજ્ઞાજુજીએ જે ડૉક્ટરોની મોનોપોલી વિશે જણાવ્યુ તે જાણીને નવાઈ લાગી કે પૈસા કમાવવા ખાતર લોકો કેટલી હદે જઈ શકે છે.

    વડીલો કાસિમભાઈએ માનવતા તથા અમૃતભાઈએ પથ્થરના નહી પણ જીવતાં જાગતા ભગવાનની ખુબ સરસ વાતો કહી છે.

    ડૉક્ટરો રુપિયા કમવવા માટે કેવું લોબીંગ કરે છે એ વર્તમાનપત્રોમાં કોરોનાકાળમાં પતંજલી આયુર્વેદિક દવાના વિરોધથી જાણ્યું હતું, આવા ડૉક્ટરો માટે ડૉ. લહીરીસાહેબનું લોકસેવાનું કાર્ય પ્રેરણારુપ છે.

    નિઃસ્વાર્થ સેવા જેવા પ્રેરણાદાયી લેખ માટે લેખક શ્રી ફિરોજ ખાન અને મા. ગોવિન્દભાઈનો આભાર.

    Liked by 2 people

  6. ડો. તપનકુમાર લહીરીની જીવનચર્યા…વાસ્તવિકતા ભરેલું જીવન જાણીને, સમજીને અેક વિચાર આવ્યો જેને લોકસેવાર્થે અમલમાં મુકાય તો ભારતના ઘણા પ્રશ્નો સોલ્વ થઇ જાય.
    આપણો સમાજ મન થાય અને મંદિર બાંઘે છે્
    આ કર્મને થોડો જુદો મોડ આપવામાં આવે તો ઘાર્મિક અને લોકસેવાના બન્ને પવિત્ર કર્મો થઇ શકે.
    દા.ત.: મંદિરને બદલે હોસ્પીટલો બાંઘો. મોટા શહેરોમાં હોસ્પીટલો હોય જ છે નાના ગામોમાં નથી હોતી. આ હોસ્પીટલોની બાંઘણી અેવી રાખવી કે મુખ્ય દરવાજે દાખલ થઇઅે ત્યાં જ માન્ય દેવનું સ્થાન હોય. દાખલ થતાં દર્દીઓ અને તેમના રીલેટીવો પ્રથમ દેવ દર્શન કરીને પ્રાર્થના કરીને જ હોસ્પીટલમાં દાખલ થશે. હોસ્પીટલની અંદર તો સુશ્નુશા કરનાર જીવંત ડોકટર દેવો , નર્સીઝ….હોવાના.
    બન્ને દેવો અેક જ જગ્યાઅે મળે. કેટલાં આનંદની આ વાત બને.
    વઘુમાં જે જે દેવોના ભક્તો આ હોસ્પીટલ બનાવે તેઓ હોસ્પીટલનિ વઘુની જમીનમાં ૧૫, ૨૫ ઉતારાના રુમો બનાવે….દર્દીના રીલેટીવને જો રહેવું હોય તો નજીવી કિંમતે તે રુમોમાં રહી શકે.
    ભક્તિ અને લોકસેવા બન્ને અેક સાથે અને અેક જગ્યાઅે….કેવી અનોખી ભક્તિ.
    ડો. તપનકુમાર લહીરી જેવા સેવાભાવી ડોક્ટરો પણ સામેથી સેવા આપવા વોલેન્ટીયર બનીને આવશે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. મિત્રો,
    મુંબઇમાં બોમ્બે હોસ્પીટલ છે ખૂબ જાણીતી અને મોટા નામવાળી.
    તેમાં જેવા આપણે મુખ્ય દરવાજે દાખલ થઇઅે કે ત્યાં પહેલું નાનું મંદિર આવે છે. અેક પુજારી ત્યાંનું કર્મ, કાર્ય સંભાળે છે.
    તે યાદ આવતાં મેં મારા વિચારો લખ્યા છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Like

  8. લેખ વાંચીને ખૂબ આનંદ થયો.ડોક્ટર સાહેબ જેવા કરુણા વાન લોકો કોઈક કોઈક જ હોય છે.લેખ વાંચી ને ટોલ્સટોય ના એક પુસ્તક ની યાદ આવી ગઈ,ત્યારે કરીશું શું, ટોલ્સટોય માં ઘણી કરુણા હતી અને ભગવાન બુદ્ધ ની પણ યાદ આવી ગઈ ભગવાન બુદ્ધ અનંત કરુણા વાન હતા.હું અહીંયા દયા શબ્દ નથી વાપરતો.દયા શબ્દ યોગ્ય નથી લાગતો.ડોક્ટર હોવા છતાં આટલું સાદું જીવન અદભૂત છે.લોકો દિવસે દિવસે મંદિરો બાંધે છે પણ એટલી સ્કૂલો અને હોસ્પિટલો બાંધે તો દેશ ખૂબ આગળ આવી જાય

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s