ભારતમાં તો સ્ત્રીને દેવી અને નારાયણીનું સ્થાન એટલે કે પુરુષ કરતાં ઉંચો હોદ્દો આપ્યો છે. એણે પુરુષના સમોવડી બનીને શું નીચાં ઉતરવું છે? પોતાના પદની ગરીમા જાળવવાનું એને કેમ પસન્દ નથી?
કેવી સ્ત્રીને માન–સન્માન માગવાં પડતાં હોય છે!
–રોહીત શાહ
આઠમી માર્ચે આખી દુનીયાએ ‘વર્લ્ડ વીમેન્સ–ડે’ ઉજવ્યો. આ દીવસે મહીલાઓના મહત્ત્વને સમજાવતા અનેક કાર્યક્રમો યોજાયા અને અનેક વીચારો પણ અભીવ્યક્ત થયા. સ્ત્રીની વીવીધ સામાજીક ભુમીકાઓનો ઉલ્લેખ કરીને તેનાં યશગાન ગાવામાં આવ્યાં. આ બધું જોઈને મનમાં સૌથી પહેલો સવાલ એ જાગ્યો કે સમાજમાં જેટલી ભુમીકાઓ સ્ત્રી ભજવે છે અથવા નીભાવે છે એટલી જ ભુમીકાઓ પુરુષ પણ નીભાવતો જ હોય છે તો પછી શા માટે માત્ર મહીલાઓની ભુમીકાનું જ અભીવાદન કરવું જોઈએ?
કોઈ સ્ત્રી મા, બહેન, દીકરી કે જીવનસંગીની બનીને જે સેવાઓ આપે છે એવી જ સેવાઓ પુરુષ પણ પીતા, પુત્ર, ભાઈ અને લાઈફપાર્ટનર બનીને આપતો જ હોય છે ને! બન્નેની સેવાઓ અલગ–અલગ છે એ વાત સાચી; પણ એ કારણે કોઈની સેવા ચડીયાતી કે કોઈની સેવા ઉતરતી કેમ કહી શકાય?
સ્ત્રી જો સન્માન અને ગૌરવની અધીકારીણી છે, તો પુરુષ શું અપમાન અને ઉપેક્ષાનો અધીકારી છે? અહીં સ્ત્રી–સન્માન એટલે પુરુષનું અપમાન એવું અર્થઘટન ક્યાંય અભીપ્રેત નથી; પણ સ્ત્રી પોતાનું સન્માન માગે છે એ એવું બતાવે છે કે જાણે પુરુષો એનું અપમાન કરી રહ્યા છે. હકીકતમાં પુરુષોએ જ નારીને નારાયણી કહી છે, સ્ત્રીને દેવીનું સ્થાન આપ્યું છે. અહીં જો કોઈ એવી વાત કરે કે પુરુષો દ્વારા સ્ત્રીઓનું હમ્મેશાં શોષણ કે અપમાન જ થયું છે, તો સ્ત્રીઓ દ્વારા પણ પુરુષોનું ઓછું શોષણ થયું નથી. ઈતીહાસમાં એવાં અનેક ઉદાહરણો નોંધાયેલાં છે જ.
સ્ત્રી હોય કે પુરુષ, એ જ્યારે બીજા પાસે પોતાનું સન્માન માગે ત્યારે એમાં ગર્ભીત રીતે એવો આક્ષેપ છે કે સામેનો પક્ષ પોતાનું સન્માન સાચવતો નથી. સંસારમાં મોટા ભાગના પુરુષો દ્વારા સ્ત્રીઓને યોગ્ય સન્માન મળતું હોવા છતાં, અસન્તુષ્ટ સ્ત્રીઓના એવા આક્ષેપની સામે વાંધો છે.
વળી સન્માન ક્યારેય કોઈના આપવાથી કે દાનમાં ન મળે, એ માટે ક્ષમતા અને પાત્રતા કેળવવી પડે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે ઈન્દીરા ગાંધી, સુનીતા વીલીયમ્સ હોય કે લતા મંગેશકર, પી. ટી. ઉષા હોય કે સાનીયા મીર્ઝા – એમણે કોઈ પાસે સન્માન માગ્યું નહોતું, જાતે મેળવ્યું હતું. પોતાનું સન્માન મેળવવાની એમની ક્ષમતા એમણે કેળવી હતી અને પુરવાર પણ કરી હતી.
આ તો થઈ ઈતીહાસમાં અમર થયેલી મહાન મહીલાઓની વાત, કીન્તુ ગૃહીણી તરીકે પણ અનેક સ્ત્રીઓને માત્ર સન્માન નહીં, આદર પણ મળતો આપણે સમાજમાં જોઈએ છીએ. એવી અનેક ગૃહીણીઓ છે કે જે બે દીવસ માટે પણ બહારગામ જાય ત્યારે પરીવારમાં સૌને સુનું લાગે છે અને એની ઉપસ્થીતીમાં ઘર રળીયામણું બની જતું હોય છે. એનાં સાસુ–સસરા, અડોશપડોશના લોકો, મહેમાનો સુધ્ધાં એવી ગૃહીણીને ખુબ સન્માનપુર્વક ઈજ્જત પણ આપતાં હોય છે. ગૃહીણી પોતાનાં કર્તવ્યો નીષ્ઠાપુર્વક નીભાવે ત્યારે જ આ પોસીબલ બને છે. પુરુષ પણ ત્યારે જ સન્માનનો કે આદરનો અધીકારી બને છે કે જ્યારે એના કર્તવ્યમાં એ નીષ્ઠાવાન હોય.
ઘણી વખત પુછવામાં આવે છે કે સમાજમાં પુરુષપ્રધાનતા શા માટે? તો એનો જવાબ એ છે કે સામર્થ્ય હમ્મેશાં ઉપર જ રહેશે. ન્યાય એમ કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ બન્ને સમાન છે; પણ નીતી હમ્મેશાં એમ કહે છે કે ‘બળીયાના બે ભાગ!’ જંગલ હોય કે દંગલ, સંન્યાસ હોય કે સંસાર : જેનામાં સામર્થ્ય હશે એ જ સત્તા ભોગવશે.
એક બીજી વાત, સ્ત્રીઓને જો એમ લાગતું હોય કે એમને અન્યાય થઈ રહ્યો છે તો એમાં વાંક કોનો છે તેનો તટસ્થ વીચાર કરવો પડે. પુરુષપ્રધાન સમાજનો એટલે કે માત્ર પુરુષોનો જ વાંક નથી, સ્ત્રીની ખરી દુશ્મન સ્ત્રી જ હોય છે. દુનીયામાં સ્ત્રીઓની સતામણી જેટલી પુરુષો દ્વારા નથી થઈ એટલી સ્ત્રીઓ દ્વારા જ થયેલી જોવા મળી છે! સાસુ–વહુની જેટલી અથડામણ જોવા મળે છે એટલી સસરા–જમાઈની કે બાપ–દીકરાની જોવા નથી મળતી એ તમે જોયું હશે. દીયર–ભાભીનો રીલેશન તો મોટા ભાગે મીઠો હોય છે; પરન્તુ નણંદ–ભાભીના રીલેશનમાં મોટે ભાગે કડવાશ અને ડંખ હોય છે. સ્ત્રીઓ નોકરી કરતી હોય એવા સ્થળે પણ તમે ખાસ માર્ક કરજો, સ્ત્રીની ઈર્ષા સ્ત્રી જ કરતી હોય છે! ઈર્ષાળુ અને કામચોર મહીલાઓ સાથી પુરુષનો સહારો લઈને પ્રતીસ્પર્ધી સ્ત્રીને પજવતી હોય છે. ઑફીસ હશે કે ઘર હશે, પોતાની ફરજો નીભાવવામાં આળસુ અને પોતાનાં કર્તવ્યો પ્રત્યે તદ્દન દુર્લક્ષ્ય સેવતી સ્ત્રીઓ જ સન્માનની ભીખ માગતી હોય છે. બાકી કર્તવ્યનીષ્ઠ સ્ત્રીઓને તો સન્માન આપોઆપ સામે ચાલીને મળી જ જતું હોય છે! એનું વ્યક્તીત્વ અને એની પ્રતીભા જ એવાં હશે કે સમગ્ર સમાજ એને સન્માન આપવા મજબુર થઈ જશે!
હવે એક ગમ્ભીર વાત પણ સાંભળો. એક પીતાને બે ત્રણ કે ચાર દીકરા હોય તો ભવીષ્યમાં તેઓ અલગ રહેવા જતા હોય છે; પરન્તુ એ પુરુષ અલગ રહેવા માટે જાય છે ક્યારે? લગ્ન પછી જ પુરુષ અલગ રહેવા જતો હોય છે અથવા પોતાનાં પેરેન્ટ્સને ઘરડાઘરમાં મોકલતો હોય છે. એક પણ કુંવારો પુરુષ અલગ રહેવા ગયો હોય કે પોતાનાં પેરેન્ટ્સને ઘરડાઘરમાં મુકી આવ્યો હોય એવું ક્યાંય જોયું છે તમે? લગ્ન પછી જ પારીવારીક અને સાંસારીક સમસ્યાઓ કેમ પેદા થતી હોય છે એનું કારણ વીચારવા જેવું છે.
બીજી એક મહત્ત્વની વાત. ઘણી વખત એવી પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે કે સ્ત્રી પોતાનું પીયર છોડીને સાસરે આવે છે એમાં એનો ત્યાગ છે અને કોઈ પુરુષ એવો ત્યાગ કરવા સમર્થ નથી. આ વાત પણ મને બહુ ઈમ્પોર્ટન્ટ લાગતી નથી. સ્ત્રી પીયર છોડીને આવે છે એ ખરું, પણ ત્યારે એનો પીયર સાથેનો સમ્બન્ધ ખતમ થઈ જતો નથી હોતો, ઉલટાનો વધારે ગાઢ થતો હોય છે. સ્ત્રીનાં માતા–પીતાને જમાઈરુપે એક દીકરો રીટર્ન ગીફ્ટમાં મળતો હોય છે! ઈમ્પોર્ટન્ટ અને ગમ્ભીર મુદ્દો તો એ વીચારવાનો છે કે પરણેલા દીકરાને અલગ રહેવા જવાનું બને ત્યારે કે પોતાનાં મા–બાપને ઘરડાઘરમાં મોકલવાં પડે છે ત્યારે એનો ત્યાગ સ્ત્રીના પીયરત્યાગ કરતાં ઘણો વેદનાકારક અને દઝાડનારો હોય છે. એણે તો મજબુર થઈને પેરેન્ટ સાથેનો સમ્બન્ધ તોડીને અને લાગણીઓ છીન્નભીન્ન કરીને વીખુટાં પડવું પડે છે. પુરુષનાં માબાપે તો દીકરો અને વહુ બન્ને ખોવાં પડે છે, ત્યારે દીકરીનાં પેરેન્ટ્સને દીકરી ખોવી નથી પડતી, એને માત્ર વળાવવાની હોય છે. એની સામે એમને જમાઈરુપી બૉનસ પણ મળે છે
સ્ત્રી હોય કે પુરુષ, બન્ને પરસ્પરનાં પુરક છે, બન્ને સન્માનના અધીકારી છે. કોઈ એકને સન્માન મળવું જોઈએ એવો આગ્રહ તદ્દન વાહીયાત છે.
વીદેશમાં સ્ત્રીને દેવીનું કે નારાયણી સ્વરુપનું સ્થાન નથી અપાતું, ત્યાં માત્ર ભોગવવાની ચીજ તરીકે જ સ્ત્રીને જોવામાં આવે છે, એટલે ત્યાંની સંસ્કૃતી માટે આવા દીવસોની ઉજવણી જરુરી છે; પરન્તુ આપણે ત્યાં આવા ઢોંગ કરવાની જરુર નથી.
કુદરતે સ્ત્રીને શરીરથી કોમળ બનાવી છે અને પુરુષને શરીરથી ખડતલ બનાવ્યો છે, એની પાછળ પણ કુદરતનું કોઈ ચોક્કસ આયોજન હશે જ. એમાં પુરુષોનો તો કંઈ વાંક નથી ને? સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે, પુરુષ નથી કરતો. આવી વ્યવસ્થા પણ પ્રકૃતીએ જ ગોઠવી છે, પુરુષોએ નહીં. સ્ત્રી અનીચ્છાએ (બળાત્કારનો ભોગ બને ત્યારે) પણ ગર્ભધારણ કરી શકે છે. એવી પરીસ્થીતીનું નીર્માણ ન થાય એ માટે સમાજમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે પુરુષ ખડતલ શરીર વડે બહારનાં કામ કરે – અને સ્ત્રીઓ બાળકને જન્મ આપવાથી લઈને સમગ્ર પરીવારની જવાબદારી સંભાળે. ઈન શોર્ટ, એક વ્યક્તીએ ઈન્કમ કરવી જરુરી છે અને બીજી વ્યક્તીએ ફેમીલી સંભાળવી જરુરી છે. આ બન્ને કામ બે વ્યક્તી વચ્ચે વહેંચાઈ જાય તો સરળતા રહે. તેમાં ખોટું શું છે? બન્ને સાથે મળીને બન્ને કામ કરવા માગતાં હશે ત્યારે કેટલાક પ્રશ્નો ઉભા થવાની સમ્ભાવના છે અને એનાં માઠાં પરીણામો અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો જોઈ શકાય છે; પરન્તુ હવે ધીમેધીમે આપણા દેશમાં પણ જોઈ શકાય છે.
અને છેલ્લે એક બહુ જ સાચી અને મોટી વાત એ પણ કરી દઉં કે ભારતમાં તો સ્ત્રીને દેવી અને નારાયણીનું સ્થાન આપ્યું છે. એટલે કે પુરુષ કરતાં ઉંચો હોદ્દો આપ્યો છે. એણે પુરુષના સમોવડી બનીને શું નીચાં ઉતરવું છે? પોતાના પદની ગરીમા જાળવવાનું એને કેમ પસન્દ નથી? સ્ત્રીએ પુરુષસમોવડી બનવાની જરુર નથી અને પુરુષે સ્ત્રીસમોવડા થવાની જરુર નથી. ભાયડા છાપ સ્ત્રી અને બાયલો પુરુષ કદી ન શોભે. હું તો માનું છું કે કુદરતે જે આયોજન કર્યું છે એ અનુસાર સ્ત્રી લજ્જાથી શોભે અને પુરુષ પરાક્રમ અને પુરુષાર્થથી શોભે !
–રોહીત શાહ
ન્યુયોર્ક (અમેરીકા)ના ‘ગુજરાત ટાઈમ્સ’ના તા. 16 માર્ચ, 2018ના અંકમાં લેખક, ચીંતક અને સાહીત્યકાર શ્રી. રોહીત શાહની લોકપ્રીય કટાર ‘અનુભુતી’માંથી.. લેખકના અને ‘ગુજરાત ટાઈમ્સ’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેલ : rohitshah.writer@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
શ્રી રોહીત શાહનો રમુજી લેખ માણ્યો
‘ભારતમાં તો સ્ત્રીને દેવી અને નારાયણીનું સ્થાન આપ્યું છે. એટલે કે પુરુષ કરતાં ઉંચો હોદ્દો આપ્યો છે. એણે પુરુષના સમોવડી બનીને શું નીચાં ઉતરવું છે? પોતાના પદની ગરીમા જાળવવાનું એને કેમ પસન્દ નથી? કુદરતે જે આયોજન કર્યું છે એ અનુસાર સ્ત્રી લજ્જાથી શોભે અને પુરુષ પરાક્રમ અને પુરુષાર્થથી શોભે !
વાતે મરક મરક
નારી પાસે શું નથી એની ગણતરી કરીને ઉતારી પાડવાના સફળ-નિષ્ફળ પ્રયત્નો સદીઓથી થયા હોવા છતાં આજની નારી જ્યારે પોતા પાસે શું છે એની વાત કરતાં ક્યાંય વિરામચિહ્નોનો આધાર નથી લેતી. એ આધુનિક છે પણ આક્રમક નથી. વર્ષોથી એની હૃદયસંપત્તિ તરફ જોયા વગર જ આધિપત્ય ધરાવનાર પુરુષને એ એક વાર નિરખવાની વાત કરે છે.હકારાત્મક ચીજોના ખડકલા નીચે નારી દટાઈ જવા નથી માગતી. એ તો નકારાત્મક ચીજોના અવરોધો વચ્ચેથી માર્ગ કાઢવા ઈચ્છે છે.
યાદ આવી દ્વિરેફની જક્ષણી-‘
જગતમાં પત્ની વિનાના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર છે કે તેને માટે શબ્દ પણ નથી જડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તુકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિતભર્તૃતા વિયોગના શૃંગારનું, વિધવા કરુણનું. પુરુષ પરણ્યો ન હોય તો ? વાંઢો. પરણ્યા પછી ? વળી પછી શું – પરણેલો, ધણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો ? તેનું નામ જ નહિ ? રાંડયા વિના વિધુર. બિચારો કોઈ પણ રસનું આલંબન નહિ : વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો, એમ ન હોય, તો લાગણી વિનાનો, નિર્દય અને સદાને માટે સ્ત્રીનું સૌંદર્ય ને સ્વાતંત્ર્ય હરી લેનારો ! ધણી એટલે જ મૂર્ખ. વિધુર એટલે બીજી વાર પરણવાનો ઉમેદવાર, ફાંફાં મારનાર, સ્ત્રી મળે તો પાછો ધણી અને ન મળે તો વાંઢો, સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો ? તો શું કંઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય ? અથવા ‘થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.’ પણ કોઈ દિલસોજી ધરાવે નહિ. દિલગીર દેખાવા જઈએ, પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહિ ‘ ‘સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે ! બધા સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કરે છે. મને લાગે છે કે પુરુષસ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે.’
અને તેનો અંત-‘મને ફરી કહ્યું ‘ચંડી, પ્રસન્ન થાઓ.’
LikeLiked by 3 people
તમે જે વાત કરો છો એ આદર્શ પરિસ્થિતિ ની વાત છે.
સમાજ માં બનતી ઘટનાઓ પર નજર નાખશો તો સમજાશે કે જે કહેવામાં આવે છે એવું હકીકત માં હોય એવું જરૂરી નથી.
હજુ પણ બાળકી હોઈ ને તો ગર્ભ માં મારી નાખવામાં આવે છે.
બાળકો ન હોઈ તો સ્ત્રી ને વધુ પ્રોબ્લેમ માં ગણવામાં આવે છે.
બીજા ઘણા ઉદાહરણો નઝર સમક્ષ હોઈ છે પણ એ માનસિક એવું થઈ ગયું હોય કે એતો એમ હોઈ છે.
LikeLiked by 1 person
આજકાલ પશ્ચિમી દ્દેશો માં Gender. Diversity. ( જાતિ વૈવિધ્ય ) પર બહુજ મહત્વ આપવા માં આવે છે એટલે કે સ્ત્રી ને પુરુષ સમોવડી ગણવામાં આવે છે, આ અનુસાર પુરુષ અને સ્ત્રી ને એક જ દ્રષ્ટિએ જોવું જોઈએ.
Gender. ( જાતિ ) ને જોતા કોઈ ને એક કરતા કરતાં ઉંચો હોદ્દો આપવો એ ક્યાં નો ન્યાય છે? એમ પણ કહી શકાય કે કુદરત ની નજર માં સર્વે માનવજાત બરાબર છે.
LikeLiked by 1 person
મિત્રો,
આ ચર્ચા આજના સમયના સંદર્ભમાં થઇ રહી છે. નેચરે…કે કુદરતે જ્યારે પૃથ્વિ ઉપર જીવને પેદા કર્યો ત્યારે ઘીમે ઘીમે શરીર રચનામાં પણ ફેરફારો મુકતા ગયા. Male & Female બનાવ્યા., વનસ્પતિમાં પણ અને જીવિતપ્રાણિઓમાં પણ.
દરેક જીવ…વનસ્પતિ કે પ્રાણિ,ને પોતાના ફક્ત ત્રણ કર્મો માટે જ બનાવ્યા હતાં.
૧. જન્મ લેવો. ૨. ઉમરવાન થઇને પ્રજનન કરવું. અને મોટી ઉમરે મરણને શરણ થવું.
ફક્ત માણસ, જે વિકસિત મગજને લઇને પોતાના કર્મો, અેક્ટીવીટી પોતે વિજ્ઞાન, પોલીટીક્સ, જેવા સંહારક કર્મોમાં વાપરતો થયો…માણસે પોતે પોતાના પ્રશ્નો ઉભા કરેલા છે. ચારપગા પ્રાણિઓ પણ આજ ત્રણ કર્મો જમીન ઉપર કરીને મરણ શરણ થઇ જાય છે.
હવે માણસની વાત કરીઅે.
નેચરે કે કુદરતે વસ્તી જીવીત રાખવા પ્રજનનનું કર્મ ડીઝાઇન તરીકે બનાવ્યું સ્ત્રી અને પુરુષ, બન્નેને પોતપોતાનું કર્મ સોંપી દીઘું. અેક બીજા વિના અઘુરા. બન્ને સાથે થઇને જીવે, પ્રજનન કરે તો વસ્તી વઘે. પ્રાણિઓ કે વનસ્પતિઓ પણ.
મગજે માણસને આજનો માણસ બનાવ્યો . વિજ્ઞાની બનાવ્યો…ભણતા કર્યો, નોકરી કરતો બનાવ્યો…આ બઘા ઉપકર્મો છે.
ટૂંકમાં સ્ત્રી અને પુરુષને પોતપોતાના કર્મો સાથે જનમ આપ્યો હતો. અેક બીજા વિના અઘુરા…માણસના મગજે તેને અર્ઘનારિશ્વર કહ્યો….જ્યારે તેની પાસે ભણતર આવ્યુ.
મારો કહેવાનો આશય અે છે કે બન્ને આ દુનિયામાં સરખા સ્થાને છે. અેક બીજા વિના અઘૂરા. અને બન્નેને તે કર્મ કરવાનું ખબર છે જ. તેની વ્યાખ્યા કરવાની જરુરત નથી. બોલી, લખાણ, શબ્દો, વાક્યો કરતાં માણસ શીખ્યો ત્યારે વ્યાખ્યા કરવા લાગ્યો….લુચ્ચાઇ પણ આવડી અને સારાપણું પણ આવડયુ.
સાચી વ્યાખ્યા કરતાં નથી આવડતું પોતે મહાનછે તેવી વૃત્તિ કેળવી છે.
કુદરતે કે નેચરે જે કાંઇ બનાવ્યુ છે તે સત્ય છે. માણસે બનાવેલા શબ્દોથી જુદા કર્મોથી નહિ.. પ્રાણિઓ જે પણ સ્ત્રી, પુરુષ તરીકે જીવે છે તેઓપોતપોતાના શરીરઘર્મોને પાળે છે. કોણ મોટું જેવા સવાલો નથી કરતાં. વનસ્પતિ પણ….શરીરઘર્મ જ સાચો ઘર્મ છે. ત્યાં કોણ મોટું અને કોણ નાનું જેવી વાત ચર્ચાતિ નથી.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સ્ત્રી હોય કે પુરુષ, બન્ને પરસ્પરનાં પુરક છે, બન્ને સન્માનના અધીકારી છે. કોઈ એકને સન્માન મળવું જોઈએ એવો આગ્રહ તદ્દન વાહીયાત છે.
સાચી વાત.
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
લેખક શ્રી. રોહીત શાહનો લેખ ‘કેવી સ્ત્રીને માન–સન્માન માગવાં પડતાં હોય છે!’ને આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
LikeLike
સન્માન આપવા વાળો વર્ગ ,
અપાવવા વાળો વર્ગ
અને સન્માન હાથે લઈ લે એવો વર્ગ
એમ અલગ અલગ વર્ગો હોવાનું અનુમાન છે.
LikeLiked by 1 person
धन्यवाद. सरस लेख.
LikeLiked by 1 person
આ લેખકને ભારતમાં સ્ત્રીઓની અવદશાનું જરાય ભાન નથી. સ્ત્રીઓ સામે ક્રાઈમ રેટમાં ભારત અવ્વલ નંબરે છે. જાતિવાદ અહીંના લોકોની રગરગમાં છે. એમ જેન્ડર ડિસ્ક્રિમિનેશન પણ ભયંકર છે. આ ભાઈ સુરતના છાપામાં લખે છે સુરત નાની બાળકીઓને પીંખી નાખવામાં મોખરે છે. પશ્ચિમની સંસ્કૃતિ પ્રત્યે આ લેખક ભયંકર પૂર્વગ્રહથી પીડાય છે. દિલ્હીનો કુખ્યાત નિર્ભયા કાંડ બન્યો એ વરસે જ ૧૫૦૦ દલિત મહિલાઓ બલાત્કારનો ભોગ બનેલી અને ૬૫૦ દલિત પુરુષોની હત્યા થયેલી એક પણ મિણબત્તી સળગી નહોતી એ આ સમાજ છે.
LikeLiked by 4 people
For centuries, in all societies, men have abused women physically and women have abuse
men mentally, men by his muscle strength and women by her tongue strength.! Physical abuse is very evident ,so provoke sympathy and pity while mental torture is hidden, unseen so does
not provoke sympathy from people at large. Fact is both genders are equal sufferer from hands of each other. Just like Woman’s day there is a need for Man’s day, but I am sure it will not materialised.
LikeLiked by 1 person
ભૂપેન્દ્ર સિંહ રાઓલજી એ આ લેખક ની માનસિકતા ને બરાબર પકડી છે સાથે સાથે આ દેશ ની માનસિકતા ને પણ બરાબર પકડી છે.રહી વાત સ્ત્રી પુરુષ સમાનતા વિષય ની તો મને માહિતી છે ત્યાં સુધી સ્ત્રી અને પુરુષ માં માત્ર મસલ્સ ની તાકાત નો જ માઈનર ફરક છે.બીજી કોઈ રીતે ચડિયાતા કે ઉતરતા નથી.માનવ વંશ શાસ્ત્ર પ્રમાણે પહેલા માણસ જાત ને બાળક કેમ પેદા થાય છે એની કોઈ માહિતી નહોતી.માત્ર સ્ત્રી થી બાળક પેદા થાય છે એટલી જ માહિતી હતી ત્યારે સ્ત્રી નું ખૂબ સન્માન હતું જે કોઈ આદિમાનવ જાત ની ટોળી હોતી એની વડીલ કે લીડર સ્ત્રી હોતી અને સ્ત્રી નું ખૂબ સન્માન હતું.પણ ખેતી ની શોધ થઈ માનવ જાત પહાડ ની ગુફાઓ છોડી નીચે મેદાનો માં ખેતી કરવા ઉતરી અને ખેતી માં મદદ માટે સાથે પશુપાલન કરતી થઈ ત્યારે પશુપાલન ના લીધે માણસ ને ખબર પડી કે જ્યાં સુધી પુરુષ સ્ત્રી ની સાથે નથી આવતો ત્યાં સુધી બાળક થઈ શકે નહિ.આ ખબર પડી પછી ધીરે ધીરે બધી સત્તા પુરુષે પોતાના હાથ માં લેવાની શરૂ કરી.પુરુષ ના હાથ માં સત્તા આવતા વારસા નો પ્રશ્ન પેદા થયો.પહેલા કોઈ લગ્ન વ્યવસ્થા નહોતી ગમે તે સ્ત્રી પુરુષ સંબંધ માં આવતા અને જે સ્ત્રી ટોળી ની લીડર હોતી એ પોતાની દીકરી ને પોતાનો વારસો આપતી કારણ કે સ્ત્રી ને તો ખબર હોતી કે મારા પેટ થી કઈ દીકરી થયેલી છે પણ પુરુષ સત્તા આવતા વારસા નો પ્રશ્ન થયો કારણ કે લગ્ન વ્યવસ્થા હતી નહિ ગમે તે સ્ત્રી પુરુષ સંબંધ માં આવતા તો ટોળી ના લીડર પુરુષ ને તો ખબર હોય નહિ કે પોતાની છોકરો કોણ છે.અને આગ્રહ રહ્યો કે મારો વારસો તો મારા પુત્ર ને જ મળે પછી રાજા રાણીઓ declared કરવા લાગ્યો અને એનું અનુકરણ એના સરદારો અને એમ કરતાં છેક નીચે સુધી લગ્ન વ્યવસ્થા આવી અને સ્ત્રીઓ ને તેના પતિ ની એટલે કે પુરુષ ની ગુલામ બનાવવા માં આવી ને ત્યાર બાદ સ્ત્રી પર જુદા જુદા બંધનો લાદવા માં આવ્યા હવે આપણે નક્કી કરવાનું છે કે આપણો સભ્ય સમાજ એકબીજા ને એટલે કે સ્ત્રી પુરુષ ને કેટલે સુધી સમાનતા સ્વંત્રતા આપશે અને લગ્ન વગર ના કે છૂટા છેડા વાળા નું કેટલું સન્માન રહેશે
LikeLiked by 1 person
લેખ, અેક પ્રશ્નના રુપમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે….
‘ કેવી સ્ત્રીને માન સન્માન માગવા પડે ?
હવે સ્ત્રીઓની વ્યાખ્યા કરવાનું પહેલું કામ કરવું પડે.
ચાલો તે પહેલાં કરીઅે.
મિત્રો, શરુઆત કરો……
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person