લોણારનો ‘ઉલ્કાકુંડ’

●દુખદ અવસાન●

M_G_Gada_2021-03-24

માનનીય મુરજીભાઈ ગડાનાં માતા–પીતા મુળ કચ્છના વતની હતા. તેઓનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રના અંતરીયાળ ગામમાં થયો. મુમ્બઈ યુનીવર્સીટીમાંથી બી. ઈ. (મીકેનીકલ) થયા અને એ જ ક્ષેત્રમાં અમેરીકામાં એમ. એસ. કરી, ત્યાં કન્સલ્ટન્ટસી કરી. વીસેક વર્ષ અમેરીકામાં ગાળીને વડોદરામાં સ્થાયી થઈ, નીવૃત્તીમાં કેટલાક સામયીકોમાં તેઓએ લખવાનું શરુ કર્યું હતું.

પ્રચલીત સામાજીક માન્યતાઓથી વીરુદ્ધ તેઓનું ચોખ્ખું ચીન્તન, તેને આલેખતી સૌમ્ય, સરળ, અહીંસક શૈલી તથા તર્કબદ્ધ રજુઆત ધરાવતા તેઓના લેખો ‘અભીવ્યક્તી’ બ્લૉગમાં પ્રગટ થતા હતા અને હવે પછી પણ થતા રહેશે. જીવનનો સાચો રાહ બતાવનારા માનનીય મુરજીભાઈ ગડાનું તા. 24 માર્ચ, 2021ના રોજ દુખદ અવસાન થયું છે. હૃદયસ્થ મુરજીભાઈને ‘અભીવ્યક્તી’ પરીવાર અને ‘મણી મારુ પ્રકાશન’ ભાવાંજલી અર્પણ કરે છે. આદરણીય મંજુબહેન ગડા, દીકરી કોશાબહેન, દીકરો કાર્તીકભાઈ અને સમસ્ત ગડાપરીવારને સાંત્વના….

🙏ગોવીન્દ મારુ , મણી મારુ અને ‘અભીવ્યક્તી’ પરીવાર 🙏

In Memoriam

unnamed
Murji Ganshi Gada
September 2, 1944 – March 24, 2021
Loving husband, father, brother, son

Many of you knew my father as a great thinker, a kind and gentle personality and an all around great person.  That he was, and so much more.  To all of his friends and connections in the community, I wanted to offer a perspective on him through my lens as his daughter.

It is impossible to capture everything about him on a sheet of paper but as I must I will boil it down to his essence – my most favorite attributes about him in no particular order:

1) A great life storyI often reflect on what he accomplished in his life, from moving to a foreign land with nothing more than eight dollars in his pocket and earning his own way, providing so well for us and changing the trajectory of his life and ours.  He also helped so many people at every stage of his life, from tutoring other students in his school and college years, to lending capital to countless people looking to start businesses or who may have fallen on tough times.  He showed grit and strength through hardships few others know, such as losing his own mother at a young age.  His life is a shining example of moving forward with compassion, grit and a matter-of-fact attitude towards understanding the world and navigating it with aplomb.

2) A generous and compassionate person…a true gentleman to the coreDad was always so considerate of others, no matter what his own conditions or circumstances at any given time may have been.  He and my mother always ensured to NEVER pass their problems or burdens on to me but to the contrary ALWAYS absorbed mine.  Though we lived geographically apart for many years, I always knew I had him at the other end of a phone line – a voice of reason and unconditional love, supporting and cheering me every step of the way as I continued my own journey through life.

3) A natural teacherafter spending over two decades as a high-level engineer in America, Dad stumbled upon a second career of sorts in retirement as a writer.  Through his series of award-winning published articles and books he was able to reach so many people through thought-provoking, compelling writing on a range of subjects from astronomy to philosophy.  I am so proud of him for these accomplishments.  His biggest skill was perhaps his ability to synthesize complex subjects into logical and digestible writings, making them accessible to so many people.  He was also an esteemed problem solver, mediator and advisor to so many people in the community, bringing his legendary problem solving skills to help people navigate family conflicts, prepare wills, think about financial planning and investment strategies and so much more.  He also saved me from almost failing high school physics because I didn’t have a good school teacher/didn’t like the system – upon realizing this he took matters into his own hands and taught me the entire year’s subject matter in one month, leading me to a very strong result and establishing a foundation for the higher education I would later pursue.  That is one of my favorite and most cherished memories of him, one that will stay with me forever.

4) A great thinkertrue intellectuals are rare and you are one of them.  I’m always in awe of how he was able to question the orthodoxy or the prevailing wisdom throughout his life.  His openness to challenger arguments and counterpoints further equipped him in developing original ideas in a way few others can.  The consummate critical thinker, I credit him for my own “brainpower” which is one of the key ingredients of my own successes, as well as that of my brother and my two young children.  His mind and its outputs over the years are a true inspiration to me for various pursuits of my own.

5) A high trust personnot only wad Dad an extremely trustworthy person with the reputation to go with it but he had a natural instinct to always assume the best in others first, to trust them and give them a chance even if they haven’t always deserved it.  This is one of his highest virtues and one I am proud of perhaps most of all.  Most of all, he trusted me unequivocally throughout my life, from nurturing me in the early years to letting me return to America and make my way there, something I am grateful for every single day.  The results of my own life are borne directly out of the trust he placed in me all those years ago for which I am to him forever indebted.  I have tried to live my life every day in a manner that I hoped made them proud and I will continue to do that for the rest of my life.
You will be missed more than words can explain. I love you, Dad.  Forever and always.

Kosha Gada
Loving Daughter
March 26, 2021

પ્રકરણ : 12

લોણારનો ‘ઉલ્કાકુંડ

– મુરજી ગડા

કુદરતી રચનાઓ વીશે જેટલું લખાયું છે એટલું, જુજ અપવાદ બાદ કરતાં, બીજા કોઈ વીષય પર નહીં લખાયું હોય. કુદરત પરના કવી–લેખકોની પસન્દગીના વીષય હોય છે : સમુદ્ર, પર્વત, નદી, કુવો, સરોવર, જળધોધ, વરસાદ વગેરે. એક કુદરતી રચના એના સૌંદર્યની કમી નહીં; પણ મર્યાદીત સંખ્યાને લીધે તેમ જ લખનારાઓની જાણકારીના અભાવને લીધે બધાની નજરમાંથી છટકી ગઈ. કુદરતી રચના ‘ઉલ્કાકુંડ’ છે.

આગલા પ્રકરણોમાં કેટલીક કુદરતી રચનાઓની ચર્ચા કરી છે. એમાંથી એકમાત્ર ‘ઉલ્કા’ છે, જે પૃથ્વી પર પડી છે અને આપણે એની નીશાનીઓ જોઈ શકીએ છીએ. પૃથ્વી પર મોટા કદની ઉલ્કા પડવાથી જમીનમાં બનતો વીશાળ વાટકી જેવો ગોળાકાર ખાડો ‘ઉલ્કાકુંડ’ કહેવાય છે. એ તળાવ કે સરોવર નથી કે કુવો પણ નથી. એ કુંડ છે. ઠંડા પડેલા જ્વાળામુખીની મુખરચના વળી જુદા જ પ્રકારના કુંડ હોય છે. પગથીયાવાળા માનવસર્જીત કુંડ પુરાણા મન્દીરો પાસે ઘણે ઠેકાણે જોવા મળે છે. ઉલ્કાકુંડ આ બધા કરતાં સૌથી અલગ અને વીશીષ્ટ છે.

પૃથ્વી પરના ગણ્યાગાંઠ્યા ઉલ્કાકુંડોમાંથી એક છે, લોણારનો ‘ઉલ્કાકુંડ’. ભારતમાં આવેલો એ મોટો અને ચોક્કસપણે ઓળખાયેલો કદાચ એકમાત્ર કુંડ છે. બીજાં કેટલાંક સ્થળોએ ઉલ્કાકુંડ હોવાની શક્યતા બતાવાઈ છે; પણ એ ચોક્કસપણે પુરવાર નથી થયું. લોણારની કક્ષાના બીજા પાંચ–છથી વધુ ઉલ્કાકુંડ દુનીયામાં નથી.

ખગોળીય અને ભુસ્તરીય મહત્ત્વ ઉપરાંત લોણારની બીજી એક વીશીષ્ટતા એ છે કે તે જળાશાય બની ગયું છે. એનું પાણી સમુદ્ર કરતાં પણ વધારે ખારું છે, જ્યારે આસપાસના વીસ્તારનું પાણી સામાન્ય છે. ઉલ્કામાં રહેલા ક્ષાર કદાચ આના માટે જવાબદાર હોય. દુનીયામાં સૌથી વધુ પ્રસીદ્ધી પામેલો અમેરીકાનો બેરીંજર ઉલ્કાકુંડ લોણાર કરતાં નાનો અને સુકો છે.

અવકાશી સમયગણના પ્રમાણે લોણારનો ઉલ્કાકુંડ સાવ નવો એટલે કે આશરે પચાસ હજાર વર્ષો જુનો છે. એનો ઘેરાવો 6 કીલોમીટર, વ્યાસ 1.85 કીલોમીટર અને ઉંડાઈ આશરે 500 ફુટની ગણાય છે. જમીનની સપાટીથી પાણીની સપાટી 250થી 300 ફુટ નીચે છે અને પાણી 200થી 250 ફુટ ઉંડું છે. એના કાંઠા પર ઉભા રહેવાથી એની વીશાળતાનો ખ્યાલ નથી આવતો.

લોણાર મહારાષ્ટ્રના અંતરીયાળ ભાગમાં બુલઢાણા જીલ્લામાં આવેલું છે. ઔરંગાબાદથી પુર્વમાં 150 કી.મી. અને જાલનાથી થોડું નજીક છે. ત્યાં જવા માટે ખાનગી વાહનની વ્યવસ્થા ન હોય તો સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઘણી બસો જાય છે.

કુદરતનો કરીશ્મા એવો લોણાર દર્શનીય છે. જુદા જુદા ચાર–પાંચ પોઈંટ પરથી એનું અલગ દૃશ્ય જોઈ શકાય છે. પાણીની સપાટી સુધી જવા માટે પગથીયાં પણ બનાવેલા છે. મોડી સાંજે અને વહેલી સવારે મોરના ટહુકાર અને અન્ય પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે. સવારના કુંડમાં ધુમ્મસ ઘેરાવાથી વળી જુદું જ દૃશ્ય દેખાય છે.

આવા સ્થળોની આજુબાજુ માનવસર્જીત હરીયાળીનો અભાવ પર્યટન વીભાગની બેદરકારીનો પુરાવો છે. પરીણામે બધી જગ્યાઓની જેમ આના સૌંદર્યમાં પણ થોડી ઝાંખપ આવી જાય છે. આથી લોણાર જવાનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી તરતનો ગણાય. કુદરતના સાન્નીધ્યમાં રહી એના સૌંદર્યનો આનન્દ માણનારને લોણાર નીરાશ નહીં કરે, એ જાતે અનુભવ્યું છે.

ભક્તીઘેલી ભારતની પ્રજાએ આ સ્થળને પણ ધાર્મીક સ્થાન બનાવી દીધું છે. કુંડના પરીસરમાં એવાં બે–ત્રણ નાનાં આકર્ષણ છે. તાજેતરમાં રાજ્ય સરકારે લોણારને પર્યટન સ્થળ તરીકે વીકસાવવાનું શરુ કર્યું છે. એક રીતે, આ સારું છે. જો કે, છેલ્લાં પચાસ વર્ષમાં પર્યટન સ્થળોની જે હાલત થઈ છે તે જોતાં, લોણાર, ‘ઉલ્કાકુંડ’ને બદલે માનવસર્જીત કચરાનો ઉકરડો ન બની જાય તો સારું. જાહેર જગ્યાઓની અને પર્યટન સ્થળોની અવનતી/ખરાબી કરવાનો તો આપણો સાંસ્કૃતીક વારસો જ રહ્યો!

આપણા સુર્યમંડળમાં ગ્રહો અને ઉપગ્રહો ઉપરાંત લાખો નાના પીંડો સુર્યની પ્રદક્ષીણા કરે છે. એમની ભ્રમણ કક્ષાના આધારે તે ‘ધુમકેતુ’ કે ‘ઉલ્કાના’ નામે ઓળખાય છે. આ ઉલ્કાઓ– ગ્રહો અને ઉપગ્રહો સાથે અવારનવાર ટકરાયા કરે છે.

ચન્દ્રના ફોટા જોતાં કે પછી ચન્દ્રને દુરબીનથી જોતાં એની સપાટી પરના હજારો ખાડા, જે શીતળતાનાં ગીચ ચાઠાં જેવા દેખાય છે, તે ચારસો કરોડ વર્ષથી થતી ઉલ્કાપાતની નીશાનીઓ છે. ચન્દ્ર પર હવા, પાણી કે વરસાદ ન હોવાથી તે જળવાઈ રહી છે.

પૃથ્વી પર પણ એટલો જ ઉલ્કાપાત થયો છે; છતાં એના સાવ થોડા નીશાન જોવા મળે છે. મોટાભાગની ઉલ્કાઓ સાવ નાની હોવાથી તે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતાં બળી જાય છે, જેને સામાન્ય ભાષામાં આપણે ‘ખરતો તારો’ કહીએ છીએ. પૃથ્વીની 80 ટકાથી વધારે સપાટી પર પાણી, રણ અથવા બરફ છે, એટલે ઉલ્કાપાતની નીશાની જળવાતી નથી. વધારામાં કરોડો વરસના વરસાદ, પવન અને બીજી કુદરતી ઘટનાઓને લીધે પૃથ્વીની સપાટી સતત બદલાતી રહી છે. એટલે જ, સાવ ઓછા ઉલ્કાકુંડ જળવાઈ શક્યા છે.

આવો મનોહર ઉલ્કાકુંડ બનાવતા ઉલ્કાપાતની વીનાશક શક્તી વીશે થોડું જાણવું રસપ્રદ રહેશે. લોણારમાં પડેલી ઉલ્કા 60 મીટરનો વ્યાસ ધરાવતી હોવાનું વૈજ્ઞાનીકોનું માનવું છે. આ કદની ઉલ્કા એનાથી ત્રીસ ગણો પહોળો અને ત્રણ ગણો ઉંડો ખાડો પાડી કરોડો ટન માટી હવામાં ઉડાડી શકે છે. એનાથી ઉત્પન્ન થયેલી ઉર્જા, બીજા વીશ્વયુદ્ધ દરમીયાન જાપાન પર પડેલા અણુબોંબ કરતાં 300 ગણી વધુ હોવાનું વૈજ્ઞાનીકોનું માનવું છે. આના પરથી જાનમાલની હાની અને વાતાવરણ પર થતી અસરનો ખ્યાલ લગાવી શકાય છે. ધુળની આ ડમરી મહીનાઓ સુધી વાતાવરણમાં ફરતી રહી શકે છે. આ ઉલ્કા દરીયામાં પડી હોત તો એનાથી ઉઠતા સુનામીનાં મોજાં સેંકડો માઈલ દુર જમીન પર ફરી વળ્યાં હોત. પુરાણોમાં વર્ણવાયેલ પ્રલયો, દરીયામાં પડેલી ઉલ્કાઓનું પરીણામ હોઈ શકે છે!

આનાથી પણ વીશાળકાય ઉલ્કા સાડા છ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર પડી હોવાનું વૈજ્ઞાનીકોનું માનવું છે, જેના પરીણામે પૃથ્વી પર વીચરતા બધા જ મહાકાય ડાયનોસોરના સમ્પુર્ણ નાશ થયો હોવાનું કહેવાય છે.

પૃથ્વી પર લોણારના કદની ઉલ્કા દસ કે વીસ હજાર વરસમાં એકવાર પડે છે. આવનારી ઉલ્કા આવતા વર્ષે પણ પડી શકે કે પછી બે પાંચ હજાર વર્ષ પછી પણ પડી શકે. એટલા માટે ભવીષ્યમાં આ પ્રકારની હોનારત ટાળવા અમેરીકા અને અન્ય વીકસીત દેશો તૈયારી કરી રહ્યા છે. આકાશનું સતત નીરીક્ષણ થાય છે. પૃથ્વી નજીક આવતી મોટી ઉલ્કાને અવકાશમાં જ બીજી દીશામાં ફંટાવી કે પછી નાના ટુકડાઓમાં તોડી એની વીનાશકારી અસર ઘટાડવાની શક્યતાઓ તપાસાય છે. જાન્યુઆરી, 2012માં ફરી રશીયામાં ઉલ્કા વર્ષા થઈ એની ચર્ચાથી આ કાર્યક્રમને વેગ મળ્યો છે. હોલીવુડે આ વીષય પર ‘આર્માગેડોન’ નામની, જીવ તાળવે ચોંટી જાય એવી ફીલ્મ પણ બનાવી છે.

માનવ નજરે નીહાળેલો એકમાત્ર ‘ઉલ્કાપાત’ આશરે એક હજાર વર્ષ પહેલાં ચન્દ્ર પર થયો હતો, જેની નોંધ ઈંગ્લેન્ડના પાદરીઓએ કરેલી છે. પૃથ્વી પર 1908માં સાયબેરીયાના ટુંગસ્કામાં પડેલો અવકાશી પીંડ વાસ્તવમાં ધુમકેતુનો નાનો બરફનો ટુકડો હતો, નક્કર પથ્થર નહોતો. એનાથી પણ માઈલો સુધી વીનાશ વેરાયો હતો.

‘ઉલ્કા’ ક્યારે અને ક્યાં પડે તે અવકાશી પીંડોની ભ્રમણકક્ષા, એમની ઝડપ, ગુરુત્વાકર્ષણ બળ વગેરે નીયમો પર આધારીત હોય છે. પૃથ્વી પર રહેતા લોકોની જીવનશૈલી કે ધાર્મીક માન્યતાઓ સાથે એને જરાપણ નીસબત નથી હોતી. લોણારથી દસ–વીસ ગણી મોટી ઉલ્કા જો ભારતના મધ્યભાગ પર પડે તો દેશની બધી જ જીવસૃષ્ટી અને વનસ્પતીનો પળવારમાં નાશ થઈ જાય. આ માત્ર કલ્પના નથી, હકીકત છે.

ઉપસંહાર

આપણા જીવનમાં કુદરતી અને માનવસર્જીત કેટલું છે અને શું છે એનો ઉલ્લેખ પહેલા પ્રકરણમાં કર્યો હતો. એને હવે થોડા ઉંડાણમાં તપાસીએ. મોટા શહેરોમાં નજર ફેરવો ત્યાં બધું જ માનવસર્જીત હોય એવું જણાય છે. આપણા ઘરો, ઘરમાંના સાધનો, રસ્તાઓ, વાહનો વગેરે લગભગ બધું જ માનવસર્જીત છે એ ખરું. જો કે એ સર્જન કુદરતી તત્ત્વો અને પદાર્થોમાંથી કરવામાં આવ્યું છે. એ બનાવવા માટેની જરુરી ઉર્જા પણ કુદરતી છે. એના ઉપભોગમાંથી થતો કચરો કુદરતી રચનાઓમાં ઠલવાય છે. આટલું બધું કુદરતી છે તો પછી માનવસર્જીત શું છે?

આપણી આસપાસ જે પણ માનવસર્જીત છે એની શરુઆત માનવ મગજમાં આવેલા વીચારથી થાય છે. માણસે પોતાની બુદ્ધી વાપરી આ બધા કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરી પોતાનું જીવન વધુ સગવડવાળું કર્યું છે. આગળ જણાવેલી બધી વસ્તુઓ મુર્ત છે. એ વાસ્તવીક છે એટલે સત્ય પણ છે. માનવ માત્ર મુર્ત વસ્તુઓ માટે જ પોતાનું મગજ વાપરે છે એવું નથી. આપણા જીવન સાથે વણાયેલી કેટલીયે અમુર્ત બાબતો, દેખીતી ન હોય એવી બાબતો પણ માનવ મગજની જ પેદાશ છે. એમાંથી કેટલીક જરુરી છે, કેટલીક બીનજરુરી છે અને કેટલીક ચર્ચાસ્પદ છે.

અમુર્ત એવી જરુરી બાબતોની વાત કરીએ તો પુસ્તકમાં વર્ણવાયેલ પૃથ્વી પરની સમયગણના, દીશાઓ વગેરે માનવ મગજનું જરુરી સર્જન છે. તે ઉપયોગી છે અને તેમાં કુદરતી પદાર્થ, ઉર્જા વગેરે કંઈ વપરાયું નથી. આ ઉપરાંત આપણા નૈતીક મુલ્યો, સમાજ રચનાના નીયમ વગેરે ઘણું બધું અમુર્ત અને જરુરી સર્જન છે. આ બધું કરનાર લોકો રૅશનલ વીચારના હતા. જ્યારે બીજી બાજુ ઉંચનીચના ભેદભાવ, રંગ, જાતી, ધર્મ પર આધારીત ભેદભાવ સાવ બીનજરુરી છે. તે સીવાય ઘણી વધારે એવી બાબતો છે જે ચોક્કસપણે જરુરી કે બીનજરુરી કહી શકાય એમ નથી. એમાં આવે છે આપણી કેટલીક પરમ્પરાઓ, માન્યતાઓ, કલ્પનાઓ વગેરે વગેરે.

કુદરતના નીયમો સમજવાના શાસ્ત્રને વીજ્ઞાન કહે છે. કુદરતના નીયમ અફર છે. કોઈની ઈચ્છા પ્રમાણે પોતાના કે અન્ય કોઈના લાભ માટે તે જાદુ–મન્ત્ર વગેરેથી બદલાવી શકાતા નથી. એટલે વીજ્ઞાન એક સ્વતન્ત્ર વીષય બને છે. વીજ્ઞાનને બીજા કોઈ વીષય સાથે વીવાદ નથી. વીજ્ઞાન વીષે જે પણ વીવાદ ઉભા થયેલા છે તે અન્ય ક્ષેત્રના લોકો દ્વારા સમાજમાં પોતાનું વીશીષ્ટ સ્થાન જાળવી રાખવાના હેતુથી ઉભા કરાયેલા વીવાદ છે.

વૈજ્ઞાનીક શોધખોળોમાં કેટલાક ની:શક સાબીત થયેલાં તથ્યો અને નીયમો છે, જ્યારે થોડાં હાયપોથીસીસ/ અનુમાન પણ છે. જે અત્યાર સુધી મળેલી માહીતીના આધારે બાંધવામાં આવેલું અનુમાન છે. એમાં ક્યારેય પણ તુક્કા કે ગપગોળા નથી હોતા. વીજ્ઞાન પણ ઉત્ક્રાંતી પામી રહ્યું છે. એની પાસે દરેક વીષયનું સમ્પુર્ણ જ્ઞાન હોવાનો દાવો કોઈ કરતું નથી. જ્યારે નવી અને વધારે ચોક્કસ માહીતી મળે છે ત્યારે વૈજ્ઞાનીક જગત ખુલ્લા મને તેનો સ્વીકાર કરે છે અને પોતાની જુની થીયરીમાં જરુરી ફેરફાર કરે છે. સાથે એ રજુ કરનારનું યોગ્ય સન્માન થાય છે, એમનો વીરોધ નથી થતો. સત્યશોધનના રસ્તે જરુર પડ્યે જુની માન્યતાઓ છોડતાં જવું પડે છે. તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. એ તો એરણ પર ઘડાઈ સતત તીક્ષ્ણ થતું ઓજાર છે. એ નવા પ્રવાહોને પોતામાં સમાવતું વહેતું પાણી છે. બંધીયાર પાણી કરતાં કુદરતી રીતે વહેતું પાણી હમ્મેશાં વધારે શુદ્ધ હોય છે.

વીજ્ઞાનના નીયમોનો ઉપયોગ કરી આપણું જીવન સગવડભર્યું કરનારા સાધન બનાવવાની પ્રક્રીયાને ટૅકનોલૉજી કહે છે. એનો લાભ આપણે સતત મેળવી રહ્યા છીએ; છતા પણ વીજ્ઞાનનો વીરોધ થતો રહે છે. આ એક દુખદ બાબત છે.

–મુરજી ગડા

લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું  પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ નવમો લેખ, પુસ્તકનાં પાન 59થી 62 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390 007 સેલફોન : 972 679 9009

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

9 Comments

 1. મિત્રો,
  સ્વર્ગસ્થ મુરજીભાઇ ગડા સાથે મીલન , મુલાકાતો, ચર્ચા વિ. યાદ કરતાં કરતાં તેમની મેસમરાઇઝીંગ પર્શનાલીટી યાદ આવે છે..તેમના વિજ્ઞાનના લેખો સરળ ગુજરાતી ભાષામાં લોકોપદેશના લેખો હોય છે.
  તેમને યાદ કરતાં કરતાં શ્રઘ્ઘાંજલી અર્પુ છું.
  પ્રભુ તેમના ચિરંજીવ આત્માને ચીર શાંતિ બક્ષે.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 2. Murji Gada was real rational person. He had very good art of explaining complex science in very simple, lucid language. I had read his books sent by him. It is great loss to rational movement & to his family.

  Liked by 1 person

 3. ‘ઉલકા’ વિષોનો માહિતી સભર Article વાંચી ઘણું નવું જાણવા મળ્યું
  ઘણી મહેનત લઈ Standard જાળવી રાખો છો — ધન્યવાદ 🙏🏻

  Liked by 1 person

 4. અમારા જેવા અનેક સીનીયર બ્લોગરોને માટે સદા માર્ગ દર્શક અને પ્રેરણાસ્ત્રોત બની રહેલા મા.મુરજીભાઈ ગડા નુ માર્ચ ૨૪-૨૦૨૧ના દિને દુઃખદ અવસાન ના સમાચાર નમ આંખે જાણ્યા.
  એમના આત્માને શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના .
  તેમના સરળ ગુજરાતી ભાષામાં વિજ્ઞાનના , લોકોપદેશના લેખો અને અન્ય સાહિત્યના લેખો માટે તેઓ સદા યાદ રહેશે .

  Liked by 1 person

 5. Very sad news about Shri Murjibhai. He was a very good friend, helper and guide to me. A genuine rationalist. I will miss him a lot.
  My consolations to Smt. Manjuben, Kosha, Kartik and family. — Subodh Shah. NJ, USA.

  Liked by 1 person

 6. લેખક ઉપરાંત પ્રેમાળ પતિ, પિતા, ભાઈ અને પુત્ર ની સાથે સાથે ઉચ્ચ રેશનલ વિચારો ધરાવતા એવા ઉમદા માનવ શ્રી મુળજી ગડા સાહેબ એમના કાર્યો માટે હંમેશા લોકહ્રદયમાં જીવંત રહેશે. એમના પુસ્તક ‘કુદરતને સમજીએ’ ના ઘણા લેખો ‘અભીવ્યક્તી’ બ્લોગ પર માણ્યા. ખાસ કરીને ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને કુદરતી પરિબળો આધારિત એમના એકદમ સરળ અને ઊંડાણ્પૂર્વક સમજણ આપતા લેખો હંમેશા ઉપયોગી રહેશે.
  શબ્દોરુપી સાદર ભાવાંજલિ!
  નમસ્કાર!
  વધુ એક જ્ઞાનવર્ધક લેખ આપવા બદલ આભાર!

  Liked by 1 person

 7. શ્રી મુરજી ગડા સાહેબ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.ગડા સાહેબ એક દમ શુધ્ધ રેશનાલીસ્ટ અને વૈજ્ઞાનિક વિચારસરણી વાળા હતા.એમની સાથે ફોન પર વાત થયેલી ત્યારે મેં કહેલું કે તમારું જ્ઞાન ઘણું ઊંચું છે ત્યારે એમણે કહેલું કે આ કંઈ મે સંશોધન નથી કર્યું મે તો ફક્ત જાણ્યું છે.પોતાના ના જ્ઞાન નું જરાય અભિમાન ન કર્યું એવા સરળ વ્યક્તિ હતા.આવા માણસો ની ખોટ હંમેશા રહેશે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s