જ્યોતીષીની અઘોર તાન્ત્રીકશક્તી કામમાં આવે?

–રમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી

સવારમાં પહેલું કામ અખબાર વાંચવાનું હોય. જો કે અખબારો સરકારી માહીતીખાતા દ્વારા પ્રકાશીત થતા હોય; એવું લાગે છે. સરકારની વાહવાહી વધુ અને લોકોની વેદનાને વાચા આપવાનું પ્રમાણ સાવ ઓછું! ટીવી ચેનલોની જેમ અખબારો પણ ગોદી બની ગયા છે! જાહેરખબરો પણ વીચીત્ર; ફ્રેન્ડશીપ ક્લબ, જ્યોતીષ વગેરેની! 5 જાન્યુઆરી 2021ના રોજ અખબાર ખોલ્યું તો તેમાંથી વીઝીટીંગ કાર્ડ ખર્યું! કાર્ડમાં એક બાજુ લખ્યું હતું : ‘ધી રીયલ જ્યોતીષ, ચમત્કારને નમસ્કાર, અધોર તાન્ત્રીક – ચેલેન્જથી કામ કરનાર, 11 કલાકમાં દારુ છોડાવો, મુઠચોટ, સૌતનમુક્તી, 9 કલાકમાં ઈચ્છાધારી વશીકરણ, છુટાછેડા, નાણાં ફસાયેલા, ગુપ્તધન, નોકરી, ધંધો, પ્રમોશન, વીદેશયોગ, પતી–પત્નીના ઝગડા, કોર્ટમાં વીજય, 151% પાકી ગેરેન્ટી, દર્પણ પાંચ રસ્તા, નવરંગપુરા, અમદાવાદ, મોબાઈલ – 7874122785’ બીજી તરફ લખેલું હતું : ‘લવ પ્રોબ્લેમના સ્પેશીયાલીસ્ટ, પ્રેમીવશ, સંતાન યોગ, સાસુ–વહુના ઝઘડા, ધંધો, ઘર કંકાસ, કોર્ટ કચેરી, શત્રુ વીજય, 11 કલાકમાં વશીકરણ, છુટાછેડા, ફસાયેલા નાણાં, કામ ના થવાનું કારણ શું, 151% કામની ગેરેન્ટી!’

દેશની સમસ્યાઓનો ચીતાર જ્યોતીષીઓની જાહેરખબરમાં હોય છે! સમસ્યાઓના મુખ્ય બે વીભાગ છે : એક આર્થીક સમસ્યા; બીજી રીલેશનશીપની સમસ્યા! આર્થીક સમસ્યાઓમાં : નોકરી, ધંધો, પ્રમોશન, વીદેશયોગ, કોર્ટ કચેરીમાં વીજય, ફસાયેલા નાણાં, ગુપ્તધનનો સમાવેશ થાય છે. જ્યારે રીલેશનશીપમાં : છુટાછેડા, સૌતનમુક્તી, દારુ છોડાવવો, ઈચ્છાધારી વશીકરણ, પતી–પત્નીની ઝઘડા, લવ પ્રોબ્લેમ, પ્રેમીવશ, સંતાન યોગ, સાસુ–વહુના ઝઘડા, ઘર કંકાસ, શત્રુથી વીજય વગેરેનો સમાવેશ થાય છે. સવાલ એ છે કે આ બધી સમસ્યાઓનો ઉકેલ જ્યોતીષી લાવી શકે છે? જો જ્યોતીષી આવી સમસ્યાઓમાં સફળતા અપાવી શકે તો તેમની દીકરી ઘેરથી કેમ નાસી જાય છે? તેમના નાણા કેમ ફસાઈ જાય છે? જ્યોતીષી પોતાના છુટાછેડા કેમ અટકાવી શકતો નથી? જ્યોતીષીના પોતીકા સંતાનો દારુડીયા કેમ બની જાય છે? જ્યોતીષીના પોતાના ઘરમાં ઘર–કંકાસ કેમ થાય છે? જ્યોતીષી પોતાના સંતાનોને IAS/IPSમાં કેમ ગોઠવી શકતો નથી? જ્યોતીષી પોતે જો ગુપ્તધન શોધી શકતો હોય તો આવી જાહેરાત કરવી પડે?

આ છેતરપીંડી છે. ઠગવાનો ધંધો છે. અનૈતીક ધંધો છે. CrPC કલમ151 હેઠળ કોગ્નીઝેબલ ગુનો અટકાવવા પગલાં લઈ શકાય. જયોતીષી અજ્ઞાન હોય છે. એમની અઘોર તાન્ત્રીક શક્તી તો જુઓ; કાર્ડની એક બાજુ 9 કલાકમાં વશીકરણ, છુટાછેડા, ફસાયેલા નાણાં માટે 151% પાકી ગેરેન્ટી આપે છે. તો કાર્ડની બીજી તરફ 11 કલાકમાં વશીકરણ, છુટાછેડા, ફસાયેલા નાણાં માટે 151% પાકી ગેરેન્ટી આપે છે! વીચારો; એમની અઘોર તાન્ત્રીકશક્તી 9 કલાક અને 11 કલાકનો ભેદ દુર કરી શકતી નથી! તમે જ કહો; જ્યોતીષીની અઘોર તાન્ત્રીકશક્તી કામમાં આવે?

–રમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી

‘ફેસબુક’ના ‘અપના અડ્ડા’ ગ્રુપમાં તા. 20, ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રગટ થયેલ લેખકની પોસ્ટમાંથી,  લેખકના, ‘અપના અડ્ડા’ ગ્રુપના અને ‘ફેસબુક’ના  સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

13 Comments

 1. નવાઈ ની વાત તો એ છે કે આવા પાખંડી ધુતારાઓ હિન્દૂ ધર્મ ઉપરાંત મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ માં પણ જોવા મળે છે. તેમની વર્તમાન પત્રો માં ની લોભામણી જાહેરાતો માં જગત ની દરેક મુશ્કેલી, નો ઉકેલ તેમની પાસે હોવાનો પોકળ દાવો કરાય છે. આ બધું એક ધંધો છે, અલબત્ત અન્ધ્રશદ્ધાળુઓ પાસે થી પૈસા ખંખેરી લેવા માટે.

  વધુ નવાઈ ની વાત એ છે કે અત્યાર સુધી આવા હિન્દૂ, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ ના પાખંડી અને ધુતારા જ્યોતિષી એ જગત માં થી કે દેશ માં થી કે વ્યક્તિગત રીતે કોઈને લાગેલો કોરોના વાઇરસ નો રોગ પોતાની જ્યોતિષ કે બીજી અઘોર તાંત્રિક શક્તિ થી હઠાવવાનો પોકળ દાવો નથી કરેલ.

  ટૂંક માં : ઝૂકતી હૈ દુનિયા ઝુકાને ને વાલા ચાહિયે

  Liked by 1 person

 2. ‘આ છેતરપીંડી છે. ઠગવાનો ધંધો છે. અનૈતીક ધંધો છે. CrPC કલમ – 151 હેઠળ કોગ્નીઝેબલ ગુનો અટકાવવા પગલાં લઈ શકાય. જયોતીષી અજ્ઞાન હોય છે. એમની અઘોર તાન્ત્રીક શક્તી તો જુઓ; કાર્ડની એક બાજુ 9 કલાકમાં વશીકરણ, છુટાછેડા, ફસાયેલા નાણાં માટે 151% પાકી ગેરેન્ટી આપે છે”.
  મા રમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારીની સટિક વાતે આ વાત ખરી માનનારા તેઓ અને તેઓ જેવા અનેકોની લાચારી કેમ છે? આ વાત આદીકાળથી ચાલી આવે છે. અનેકોની જેમ દલપતરામ જેવા એ તો કથન સપ્તશતી દ્વારા ઝુંબેશ ચલાવેલી
  પોથાં તે થોથાં ડાચાં તે સાચાં.પાઘડ મોહોટા ને અંદર ખોટા.
  પારકું વગોણું અને જગલાને જોણું.પંખીનો ઠગ હાડીઓ માણસનો ઠગ ચાડીઓ.થી
  સંધ્યા તરપણ સાંતેડું, કોદાળી ખટ કરમ,
  આંગને હોઅ બે આખલા, તો રહે ધરનો ધરમ.
  .
  છતા તેમા રેશનલ વાતો લોકો ધીરી ગતીએ સ્વીકારતા થયા છે પણ જ્યાં સામાન્ય જન થી માંડી બુધ્ધિશાળી વર્ગ આવી વાતો સ્વીકારી ઠગોનો ધંધો ચાલુ રાખે ત્યાં ભારતમાં જ નહીં પણ વિશ્વે આવી વાતે સુધરવુ અસંભવ નથી પણ અઘરું તો છે જ…

  Liked by 1 person

 3. It is a good article to read and thinking. People trust these kind of people too much and never use their brain to find out truth. They can be trapped easily.

  Thanks,
  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 4. Full of Truth!
  This blog does a tremendous job to bring-out “fake practices” to vulnerable people!
  My respect to Govind Maru to start and maintain this blog 👌
  Bharat Gandhi
  Houston, Texas, USA

  Liked by 1 person

 5. મિત્રો,
  જ્યોતિષી અને તાંત્રીક શક્તિ…….
  બન્ને ભારતમાં મોટે પાયે ચાલે છે તેનું મુખ્ય કારણ મને લાગે છે…..
  આ બન્ને ભારતીયોના લોહીમાં ૫૦૦૦ વરસોથી પચાવી દેવામાં આવેલાં છે.
  હવે તે લોહી સાથે સાથે ફરતાં ફરતાં મગજમાં પણ ઘર કરી બેઠેલા છે. કોઇપણ પ્રકારની દવા થકી સેપેરેટ કરી શકાય નહિ.
  દુનિયાના બઘા જ દેશોમાં આ બન્ને જ્ઞાન કે અજ્ઞાન કાર્યશીલ છે.
  પોતાના કર્મો કરતાં લોકો નસીબ ઉપર વઘારે ડીપેન્ડન્ટ હોય છે.
  બીજાઓની વાત પછી કરીઅે…પહેલાં આપણી વાત જ. આપણા લોકો આવા જ્ઞાનમાં કેમ પડે છે ? અને બરબાદીને રસ્તે ચાલે છે ?
  મારે મતે……..
  આપણા ઘર્મોના પુસ્તકો, ઘર્માઘિકારીઓ, રાજા મહારાજાઓ, વેપારીઓ હજારો વરસોથી લોકોને ડીપેન્ડન્ટ બનાવીને તે લોકોને મગજ ચલાવવા દેતા નથી. લોજીક કે ખુલ્લી આંખે કે મગજે કર્મશીલ નથી થતાં.
  જ્યોતિષનું કથન ખોટું પડે ત્યારે પોતાના નસીબનો વાંક કાઢવો. ગયા જનમમાં કરેલા પાપોને દોષી ગણવા….અને ગણાવવા……અને જ્યોતિષનો ગજવો ભરી આપવો.
  જે જે વૈજ્ઞાનિકોઅે મંગલના ગ્રહ ઊપર ઉપગ્રહ ઉતાર્યા તેમનું તો આવી જ બનવાનું ????? અને જે જે વિજ્ઞાનીઓ ચંદ્ર ઉપર ઉતર્યા હતાં તેમને પણ ચંદ્રની મહાદશા લાબવાની જ ને ?
  છોકરા, છોકરીની કુંડળી પરફેક્ટ મળતી આવે તેવા પ્રિડીક્શન વાળા કપલ પણ ડીવોર્સ લે છે અથવા બે માંથી અેક દુનિયા છોડે તેવું પણ બને છે.

  It is said, ” As mind clears, The eyes see more.” Also said, ” The BEST way to create the future is to create yourself.”
  સફરજનના ઝાડની નીચે બેઠેલાના મોમા સફરજન પોતે પડતું નથી.

  Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of TRUTH.
  Blind Belief is said as, ” Belief without true understanding, perception, or discrimination.”
  ાાઆ અેક અંઘશ્રઘ્ઘા છે જે માણસના લોહીમાં વણાયેલી છે જેને લોહીમાંથી છુટી પાડી શકાય તેમ નથી.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 6. આવા ત્રાંત્રીકો ના ચુંગલ માં ન ફસાઈ ને પોતાની જાત મહેનત કરી ને કોઈ પણ કાર્ય અટકતુ હોય તો તેનો ઉકેલ થઈ શકે છે બાકી આ ત્રાંત્રીકો પૈસા ખંખેરવા માટે નાટક કરે છે

  Liked by 1 person

 7. manas jo potani shakti ane atmavishvas hoi to mara hisabe kyare pan ava jyotish ne thag bhagat no asro levo na pade . apne badha aa jagat ma avya chhea to apna pita parmeshvar apnu dhyan rakhse ane jeno pita avo param shaktidata dayalu hoi ene kyare pan koi dora dhaga vashikarran vagere pareshan na kare . etle aa vishvni divya chetan shakti par bharoso rakhine a divya chetnana apne ek ansh chhea e bharoso rakhvo .

  Liked by 1 person

 8. ज्योतिष और तान्त्रिक शक्ती!
  ईकसवी सदी के भारत में आज भी ग्यारहवी सदी की मानसिकता लिये कई दुकाने खुली हुई है। सवाणी साहब ने सही कहा की हम भारतीयो के रक्त में 5000 सालॉ से जो परोसा जा रहा है वह अब रक्त के साथ नसों में बहते बहते दिमाग में भी अड्डा जमा लिया है जिसे किसी भी प्रकार की दवाई से अलग नही किया जा सकता है।
  शनी, मंगल का डर दीमाग में बैठाकर ज्योतिषियों की बातों में बहकर खुद के पैरो मेँ कुल्हाडी मारते है !
  ईकसवी सदी का भारत में अब भी ग्यारहवी सदी की मानसिकता का प्रदर्शन! विज्ञान आईना दिखा रहा है मगर हमें पांचवी सदी की और देखने की कॉस्मेटिक सर्जरी जैसी बाते बताई जाती है।

  Liked by 1 person

 9. મિત્રો,
  આજે અેક સુદર સુવિચાર વાંચવા મળ્યો. ચર્ચાને માટે યોગ્ય છે. ચિંતન માટે પણ.
  ‘ જાતિ ફક્ત બે જ છે….સ્ત્રી અને પુરુષ.
  ઘર્મ ફક્ત અેક જ છે…ઇન્સાનિયત ઉર્ફે માનવતા…..
  બાકી બીજુ બઘું…પાખંડ અને બીઝનેસ…ઘંઘો…..‘
  ૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭
  આપણે જે જ્યોતિષની વાતો કરીઅે છીઅે તે પાખંડ અને ઘંઘો જ છે.
  લોકોની જરુરીઆતોને જોઇ, સમજીને જે લોકો પોતાની ઘંઘાકિય બુઘ્ઘિનો, લોકોને ઉલ્લુ બનાવવાના પાખંડ અને ઘંઘા ઊભા કરે છે તેઓ
  તેમની ભાષામાં ઇન્ટેલીજન્ટ અને સ્માર્ટ કહેડાવાય છે.
  સુરતમાં અેક સત્ય શોઘક સંસ્થા છે. આ સંસ્થા પાખંડીઓને ઉઘાડા પાડે છે. તેમને મદદ કરવી દરેક સમજુ વ્યક્તિની ફરજ બને છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 10. એક ઠગ વ્યક્તિ મોટા માનવસમૂહ ને ગુમરાહ કરીને છેતરી શકે છે લોકો આરામથી શાંતિથી મોજથી શોખથી છેતરાય છે વળી તેનો તેઓને કોઈ અફસોસ પણ નથી હોતો. થોડાક સમય પછી એ જ ઠગ પાસે યા નવા ફૂટી નીકળેલા ઠગ પાસે ફરીથી પહોચી જાય છે. ચક્ર ચાલતું રહે છે…લોકો ને જાગૃત કરવાના રેશનાલિસ્ટો ના પ્રયાસો ટૂંકા પડે છે વર્તમાન લોકશાહીમાં જેમની પાસે આવું અટકાવવાની સત્તા છે એ વર્ગ જાણી જોઈને બધું થવા દે છે કારણ કે તેમાં રાજકીય ફાયદો ના હોવાથી રસ નથી અને તેથી આ ધતીંગોની દુનિયા વધુ ફૂલતી-ફાલતી જાય છે.

  Like

 11. ભારત દેશ એક એવો દેશ છે જ્યાં તમે ધૂળ વેચો તો પણ વેચાઈ જાય, બસ તમને વેચતા આવડવું જોઈએ. આવા ઠગ તંત્રિકો, જ્યોતીષીઓ, અઘોરીઓ-બાવાઓ, અને કહેવાતા સંતો મહંતો, મૌલ્વીઓ ,પાદરીઓ થી દૂર રહેવું જોઈએ.
  મનુષ્યે જાતે જ પોતાના માર્ગદર્શક બનીને અભ્યાસથી સાચા -ખોટાનો ભેદ પારખવો જોઈએ.

  ખુબ સુદર લેખ માટે આભાર ! આભાર!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s