વીષ પ્રતીરોધક રસી

28

વીષ પ્રતીરોધક રસી

–અજય દેસાઈ

સાપદંશના દરદીને દવાખાનામાં દાખલ કર્યા બાદ તેની સારવાર શરુ થાય છે, ત્યારે સહુ પ્રથમ વીષ પ્રતીરોધક રસીની આવશ્યકતા ઉભી થાય છે. હવે તો એ સર્વસ્વીકૃત બાબત બની રહી છે કે, સાપદંશનો શ્રેષ્ઠ ઈલાજ વીષ પ્રતીરોધક રસી છે. આ રસી શરીરમાં પ્રવેશેલા વીષની અસરો નાબુદ કરી શકવા સક્ષમ હોય છે; પરન્તુ આવી રસી દરદીને કેટલી આપવી ક્યારે આપવી, તે બધી બાબતો, સારવાર કરતા ડૉક્ટર ઉપર નીર્ભર કરે છે. દંશની અસરોનું નીરીક્ષણ – પરીક્ષણ કર્યા બાદ, વીષ પ્રતીરોધક રસી આપવી કે ન આપવી, અને આપવી તો કેટલી આપવી તે ડૉક્ટર પર નીર્ભર હોય છે. દરદીના શરીરમાં પ્રવેશેલું વીષ જ્યાં સુધી નાબુદ નથી થતું, ત્યાં સુધી આવી રસી આપવી પડતી હોય છે. ઘણીવાર તો 40થી અધીક પણ રસી આપવી પડી હોવાના દાખલા મોજુદ છે. દરદીનાં શરીરમાં પ્રવેશેલી 1 મી.ગ્રા. વીષ પ્રતીરોધક રસી નીચે જણાવેલ માત્રામાં વીષની અસરો નાબુદ કરવા સક્ષમ હોય છે.

નાગ           : 0.6 મી.ગ્રા.

કાળોતરો      : 0.45 મી.ગ્રા.

ખડચીતળ     : 0.6 મી.ગ્રા.

ફુરસા         : 0.45 મી.ગ્રા.

શરુઆતમાં પ્રથમ 20 મી.ગ્રા.નો ડોઝ આપવો જરુરી હોય છે. આવો ડોઝ નસની અન્દર આપવો જરુરી છે. તે ગ્લુકોઝની બોટલ મારફતે પણ આપી શકાય, બીજો ડોઝ બે કલાક પછી આપી શકાય અને ત્યારબાદ અસર નાબુદ ન થતી જણાય તો, 6 કલાક પછી ત્રીજો ડોઝ આપી શકાય. જ્યાં સુધી શરીરની અંદર ગયેલા વીષની અસરો સમ્પુર્ણ નાબુદ ન થાય, ત્યાં સુધી આવા ડોક્ષ દર 6 કલાકે ચાલુ રાખી શકાય. અલબત્ત હજુ સુધી એવી ચોક્કસ ગણતરી નથી થઈ શકતી કે દરદીને કેટલી વીષ પ્રતીરોધક રસી આપવી અને ક્યારે  ક્યારે આપવી? સાથે સાથે દરદીના ધબકારા, બ્લડપ્રેશર માપતાં રહેવું જરુરી છે. ખડચીતળના અને ફુરસાના દંશમાં નસની અન્દર વીષ પ્રતીરોધક રસી તો આપવાની જ પરન્તુ વધારામાં દંશવાળા અંગમાં દંશની આસપાસ વીષ પ્રતીરોધક રસી આપવી હીતાવહ છે. જે થકી તે ભાગમાં ધનુર થતું અટકાવી શકાય.

વીષ પ્રતીરોધક રસી અલગ અલગ શીશીમાં હોય છે. એકમાં રસી પાવડર સ્વરુપે હોય છે, જ્યારે તેને પ્રવાહી બનાવવા ડીસ્ટીલ્ડ પાણી, બીજી શીશીમાં હોય છે, ડીસ્ટીલ્ડ પાણીને હલાવી તેમાંથી ઈંજેક્શન મારફતે પ્રવાહી શોષી, પાવડર સ્વરુપે રહેલ રસીની શીશીમાં ઠાલવવું, આવું 10 મી.લી. પાણી ખેંચવું, તે પુરેપુરું પાવડરવાળી શીશીમાં નંખાઈ જાય; પછી તે શીશી બરાબર હલાવવી; પછી 2થી 3 મીનીટ તેને ઉભી મુકી દેવી, જેથી અન્દરનું પ્રવાહી પારદર્શક થઈ જશે; પછી દરદીને આપવી.

આવી વીષ પ્રતીરોધક રસીને 0 અંશથી 4 અંશ સે.ગ્રેડ વાતાવરણમાં રાખવી હીતાવહ છે અને તે પણ બે વર્ષ સુધી જ મુળ સ્વરુપમાં અસરકર્તા હોય છે.

વીષ પ્રતીરોધક રસીની શોધ લુઈ પાશ્ચરે 18મી સદીમાં કરી હતી.

વીષ પ્રતીરોધક રસી સાપદંશના ત્રણ કલાકમાં દરદીને આપવામાં આવે તો સહુથી વધુ અસરકર્તા રહે છે. 4થી 5 કલાક સુધી ચાલે; પરન્તુ જેમ સમય વ્યતીત થાય તેમ તેની અસર ઓછી થાય છે.

આપણે આગળ જોયું તેમ ભારતમાં જે ચાર મુખ્ય ઝેરી સાપ છે, તે સહુ માટે છેલ્લા કેટલાંક વર્ષોથી એક જ સામાન્ય (Polyvalent) વીષ પ્રતીરોધક રસી ઉપલબ્ધ છે. આ રસી કેવી રીતે અને ક્યાં બને છે તે અંગે આપણે જાણીએ.

(તસવીર સૌજન્ય : ગુગલ.કોમ)

વીષ પ્રતીરોધક રસી બનાવવાની પ્રક્રીયા કંઈક અંશે અટપટી અને ખર્ચાળ છે. ચાર પ્રકારના ઝેરી સાપના દંશ આપણે ત્યાં ઘાતક છે, તેનાં ઉપચાર માટેની વીષ પ્રતીરોધક રસી તેઓના વીષમાંથી જ બને છે. આવા સાપમાંથી વીષ કાઢવા (Milking) માટે સાપને માથાના ભાગમાથી અંગુઠા અને બીજી આંગળીથી પકડવામાં આવે છે. અને તે થકી સાપનું મોં ખોલવામાં આવે છે ચીત્ર (ચીત્ર – 39) ત્યારબાદ પાતળું રબ્બર ચઢાવેલ હોય તેવા કાચના ગ્લાસ ઉપર સાપને દંશાવવામાં આવે છે. દા.ત.; રબ્બરમાં ખુંપેલા હોય ત્યારે જ અંગુઠા અને બીજી આંગળી વચ્ચેની પ્રથમ આંગળી દ્વારા સાપના માથા ઉપર જ્યાં વીષગ્રંથીઓ આવેલી છે ત્યાં દબાણ આપવામાં આવે છે. આવું દબાણ જ્યાં સુધી દાંતમાંથી વીષ ટપકતું હોય ત્યાં સુધી આપવામાં આવે છે. ત્યારબાદ કાચના ગ્લાસમાં એકઠું થયેલું વીષ સાતથી આઠ વર્ષની ઉમ્મરના તંદુરસ્ત ઘોડાને મરી ન જાય તેવી રીત યોગ્ય માત્રામાં આપવામાં આવે છે અને આવી માત્રા ઘોડાના શરીરમાં જ્યાં સુધી વીષ પ્રતીરોધક તત્ત્વો ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ચાલું રાખવામાં આવે છે. જ્યારે ઘોડાના શરીરમાં વીષના પ્રતીકાર કરતા ઉત્સેચકો પુરતાં પ્રમાણમાં ઉત્પન્ન થઈ ચુક્યા હોય છે. ત્યારબાદ ઘોડાના શરીરમાંથી લોહી બહાર ખેંચવામાં આવે છે. આવા લોહીમાંથી પ્રતીકાર કરતાં, જે તત્ત્વો ઉત્પન્ન થયાં હોય તેને અલગ પાડવામાં આવે છે. આ બધું કોમ્યુટર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ જે લોહી બાકી હોય છે તેને પાછું ઘોડાના શરીરમાં દાખલ કરી દેવામાં આવે છે, જેથી ઘોડો મરે નહીં. ત્યારબાદ ઘોડાના લોહીમાંથી ઝેરના પ્રતીકાર કરતાં જે દ્રવ્યો ઉત્પન્ન થાય છે, તેને અલગ પાડવમાં આવ્યા બાદ, ઘનસ્વરૂપ આપવામાં આવે છે. તેની અસરો લાંબો સમય જાળવી રાખવા તેમાં, ક્રેસોલ (Cresol) કે ફીનોલ (Phenol) જેવા તત્ત્વો ઉમેરવામાં આવે છે, ત્યારબાદ તેને શુન્યાવકાશમાં સુકાવવામાં આવે છે અને આ પ્રક્રીયા દ્વારા તેમાંથી લગભગ બધો જ ભેજ શોષી લેવામાં આવે છે અને તેને ભુકી (Powder) સ્વરૂપ આપવામાં આવે છે.

આ રીતે વીષ પ્રતીરોધક દ્રવ્ય બનાવવામાં એક મર્યાદા એ છે કે આવા દ્રવ્યમાં ઘોડાના લોહીમાંના કેટલાંક એવા પ્રોટીન રહી જવા પામે છે, જે કેટલાક મનુષ્યોમાં પ્રત્યાઘાતી અસર પેદા કરે છે. આને રસીની પ્રત્યાઘાતી અસરો (Reaction) કહે છે, જે ઘણી બધી તકલીફો ઉભી કરે છે. અલબત્ત તેના શમન માટે દવાઓ પણ છે જ.

નવી પદ્ધતી મુજબ આવું વીષ પ્રતીરોધક દ્રવ્ય ઘેંટામાંથી કે મરઘીનાં ઈંડામાંથી પણ ઉત્પન્ન કરવામાં આવે છે, જે ખુબ ઓછી પ્રત્યાઘાતી અસરો ઉત્પન્ન કરે છે.

ભારતમાં વીષ પ્રતિરોધક રસી બનાવતી અનેક સરકારી, અર્ધસરકારી તથા ખાનગી કમ્પનીઓ છે. આપણે મુખ્ય મુખ્ય કમ્પનીઓ જોઈએ :

1.      હાઈટ ફાર્માસ્યુટીકલ્સ, બીલ્ડીંગ નં. 21–25, કર્મપુરા શોપીંગ સેન્ટર, મીલન સીનેમા પાસે, ન્યુ દીલ્હી – 110 015.

2.     કૃષી વીકાસ સંશોધન કેન્દ્ર, 138/47 ભગવાન દીન નગર, ઈન્દોર – 452 001 (મધ્યપ્રદેશ).

3.     હાફકીન બાયો ફાર્માસ્યુટીકલ કોર્પોરેશન લી., આચાર્ય ડોડે માર્ગ, પરેલ, મુમ્બઈ – 400 012 (મહારાષ્ટ્ર).

4.     એન. એસ. એન્ટરપ્રાઈસીસ, સ્લમ રેસીડેન્સી એરીયા, ચકાબા, અન્ધેરી (ઈસ્ટ) મુમ્બઈ – 400 093.

5.     સ્ટેલીનો રીજન્ટ પ્રા. લી., 6, ફર્સ્ટ ફલોર, માનગાંવ લેન, કોલકત્તા – 200 021 (વેસ્ટ બંગાલ)

6.     વીન્સ બાયોપ્રોડકટસ લી., 806, એસ. જે. હાઉસ, રોડ નં. ૩, બનજાર હીલ્સ, હૈદરાબાદ –500 034 (આંધ્રપ્રદેશ).

7.     ભારત સીરમ એન્ડ વેકસીન લી., પ્લોટ નં. K-27 આનન્દ નગર, અંબરનાથ – 421 501 (મહારાષ્ટ્ર)

8.     પૌલ એન્ડ કમ્પની, 1725, રામગલી, ભગીરથ પેલેસ, ચાંદની ચોક, ન્યુ દીલ્હી – 110 006

9.     સીરમ ઈટયુટ ઓફ ઈન્ડીયા લી., 212/2, હાદપસર, પુણે – 411028 (મહારાષ્ટ્ર).

10.    સેન્ટ્રલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, કસૌલી – 173 204 (હીમાચલ પ્રદેશ).

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

4 Comments

  1. શ્રી અજય દેસાઈનો ખૂબ સ રસ લેખ.
    જો કે તેમા અમારા જેવા ને બહુ સમજ ન પડે પણ આવી રસી યોગ્ય જગ્યાએ રાખી-તેની વિગતે માહિતી ત્યાંના સ્ટાફને આપી અવાર નવાર તે અંગે ટ્રેનીંગ આપવી જોઇએ.આ અંગે સામાન્ય જન સમજી શકે તેવી પુસ્તીકા પણ ત્યાં રાખવી જોઇએ.
    ધન્યવાદ

    Liked by 1 person

  2. શ્રી અજય દેસાઇનું સાપના જીવન વિષેનું નોલેજ આપણા નોલેજને વઘારવા માટે મદદરુપ થયું છે.
    તેમનો ખૂબ ખૂબ આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. Pranam,
    Sap dansh ane te pachhini vishh utarva mate ni akhi saral ane sachot bhashama samjavva badal apno khub khub abhar . Apne janiye chhea k vighan e pan ek patam shakti nu j ansh chhe . Jo vighnane adhyam sathe rakhi ne jivie to jivan ek saral ne manvlayak bane chhe .
    Abhar 🙏

    Liked by 1 person

Leave a comment