(12) મારો વીચાર કે માન્યતા અને (13) જીવન – વ્યવસ્થા

ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા રીતરીવાજો, ઢંગધડા અને પાયા વીનાની પરમ્પરાઓ, જીવન–વ્યવસ્થા અંગે સ્વપુર્ણ મહારાજના જીવનોપયોગી અને મૌલીક વીચાર કે માન્યતા પ્રસ્તુત છે.

(12)

મારો વીચાર કે માન્યતા

–સ્વપુર્ણ મહારાજ

એક ચૈતન્ય નીધીમાંથી વીલસતા વીવીધ ચૈતન્યજીવ, તે સ્વતન્ત્ર આવર્તનો, અર્થાત્ મધ્યમ પરીમાણી વમળો છે. અહીં ‘તરંગ’ શબ્દ ઈરાદાપુર્વક નથી વાપર્યો; કારણ કે તરંગ તો સપાટી ઉપર ઉઠે. મેં આવર્તન, વમળ–ભ્રમર નીરધાર્યા છે. ચૈતન્ય–સાગરને પરીઘ કે સપાટી નથી સમ્ભવતી. અંદરોઅંદર આવર્તન, વમળ–ભ્રમર મધ્યમ પરીમાણે વીલસે છે, એ જ યુક્ત લાગે છે.

આપણી પાસે બે વીકલ્પો છે :

(1) પ્રેમથી રહેવું કે વેરથી – એ પહેલો વીકલ્પ.

(2) સ્થીર રહેવું કે વીલસવું – એ બીજો વીકલ્પ.

જીવન એટલે વીલાસ, રમત, જીવન એટલે લીલા, જીવન એટલે વ્યક્તીપણું, જીવન એટલે શરીર, જીવન એટલે અંત:કરણ, જીવન એટલે ચૈતન્ય, અનન્ત અને અવીનાશી.

જેને સર્વ લોકો આકાશ એટલે કે અવકાશ કહે છે તે પણ એક પ્રકારનું તત્ત્વ અર્થાત્ દ્રવ્ય જ છે; સ્થુળની અપેક્ષાએ સુક્ષ્મ છે.

તેનાથી પણ સુક્ષ્મ–પાતળું અન્ત:કરણ અને સ્વભાવ છે અથવા પ્રકૃતી છે અથવા સજીવ છે.

પ્રકૃતી કરતાં પણ પાતળું, અતી પાતળું જે દ્રવ્ય છે, જે તત્ત્વ છે, નામરુપથી જ નહીં; પરન્તુ, કલ્પના કે ભાવોથી પણ પાતળું જે દ્રવ્ય છે તે જ બધાનો આધાર–નીધાન–ચૈતન્ય, આત્મા કે બ્રહ્મ છે.

મતલબ કે સજીવતા કે ચૈતન્ય એ એક પ્રગટ ઈંદ્રીયગોચર તત્ત્વ છે, જે આપણા અનુભવ જગતમાં સુક્ષ્મતમ છે, એથી આગળના બ્રહ્મરુપની કલ્પના કરી શકાય; પણ તે કેવળ તર્ક જ કહેવાય. આપણે એની ખાતરી કરી શકીએ નહીં.

તમને જો અણગમો ન હોય, બેચેની રહેતી ન હોય, કાંઈ જોઈતું કે કાંઈ ઘટતું ન હોય, સંકોચ કે વીક્ષેપ ન હોય, ભય ન લાગતો હોય અને સુખ–દુ:ખની અસર ન થતી હોય, તો પછી તમારે કોઈ ગુર, ઈશ્વર કે શાસ્ત્રની જરુરીયાત છે જ નહીં, તમે જ તમારા નેતા–પ્રણેતા છો.

શાંતી માટે જરુરી છે સમ્પથી રહેવું, પ્રેમથી લીલા કરવી, હક્ક કે બળજબરી ન કરવી, જે સંયોગ, પરીસ્થીતી છે તે સહન કરવી અને યોગ્ય કર્તવ્ય કરવું.

આપણે જે ઈચ્છીએ છીએ એનું નામ સુખ છે. ગમ્યા કરવું એનું નામ સુખ અને ન ગમવું એનું નામ દુ:ખ.

જ્ઞાન, ત્યાગ, ઈશ્વર, વૈરાગ્ય, ભક્તી, તપ, ધ્યાન, નશો આ બધાં સુખનાં સાધનો છે. સુખનાં અનેક સાધનો હોઈ શકે, એમાંથી આપણે ‘જ્ઞાન’ને લઈએ.

પોતે શું છે? એ સમજવું એ જ્ઞાન છે. આપણે કાયમ છીએ, ચૈતન્ય–રસરુપ છીએ, શાંત રહેવું અથવા વીલાસ કરવો – એ બે પરસ્પર વીરોધી ગુણો ધરાવીએ છીએ.

શાંત રહો તો કાંઈ કહેવાનું નથી અને વીલાસ કરવો હોય તો બધા માણસોને રાજી રાખો. ઘર–કુટુમ્બ કે સમાજમાં દરેક માણસને રાજી રાખી, તમારો વીલાસ કરો! બીજા ઉપાયો ગોરખધંધા છે.

બીજાને પીડા આપીને સુખી થઈ જવાનો રસ્તો સાચો નથી, આ મેં તમને હકીકત કહી.

માણસે કરવું શું જોઈએ? આપણે બીજા મનુષ્યોને ખુશ રાખવા મથવું જોઈએ. બીજાની સેવા કરવાનું ન ગમે તો પછી કંઈ જ ન કરવું! કંઈ પણ કર્યા વીના રહેવાય જ નહીં, તો પછી તરફડીયાં મારવાનાં તો છે જ.

કાં તો બીજાનું હીત કરો, કાં તો સ્થીર રહો! બાકી તરફડીયાં મારવાનો તો કશો જ અર્થ નથી.

(13)

જીવન – વ્યવસ્થા

જીવન એટલે શું? જીવનને સમજવા મહાત્માઓ ઘણું કહી ગયા છે. જીવનને સમજવા આપણે પ્રથમ બે પ્રકાર જોઈએ :

  • વીભુ – વીભુ એટલે વ્યાપકતા

અને

  • આંશીક – આંશીક એટલે કર્તા, ભોક્તા, ઉપાધી , લીલા, જીવ.

વ્યાપક્તા એ જીવન–નીધી છે, સાગર છે. ચૈતન્ય અજન્મા છે, અનાદી છે, અમર છે. ઉપાધી એટલે જીવની લીલા. એ વ્યાપક ચૈતન્યમાં ઉઠેલ સ્ફુરણ છે. અવીભાજ્ય એટલે કે જુદું ન થઈ શકે એવું અનન્ત ચૈતન્ય વીભુનું વમળ છે. ઉપાધી, લીલા કરે તે જીવ અને ઉપાધી રહીત અસ્તીત્ત્વ–સ્થીરતા એ જ પરમ ચૈતન્ય, પરમાત્મા, બ્રહ્મ, વીભુ કહેવાય. જુની રુઢીમાં અને શાસ્ત્રોમાં અવતારો, સંતો, ઋષીઓ, મહાત્મા– એવાં એવાં વીશેષણો અપાયાં છે તે મંગળકારી હોઈ શકે. બાકી હકીકતમાં દરેક જીવ બ્રહ્મના જ અંશ છે. તો પછી અવતારો, ઋષીઓ, સંતો, મહાત્માઓ અને સામાન્ય મનુષ્ય એવા ભેદ કેમ?

આવા ભેદનું કારણ એ છે કે, જેનામાં જેટલી કળા, કુશળતા, જ્ઞાન, આનન્દ, પ્રેમ, શક્તી; તેટલા પ્રમાણમાં નાનામોટા મનુષ્યો કહેવાય; જેના અવતારો, ઋષીઓ, સંતો, મહાત્માઓ એવા વીભાગ જનતાએ વ્યવહારની વ્યવસ્થા જાળવવા માટે પાડ્યા છે. વાસ્તવમાં  મોટા સુર્ય, તારા, ગ્રહો કે નાના અણુ–પરમાણુ એ બધા જ પરમ–ચેતનાના અંશો છે.

અત્યાર સુધીમાં જીવનમાં–જીવમાં કેટલીય શક્તી, કળા, અને કૌશલ્ય પ્રગટ થયાં હશે; પણ એનું પુરું માપ ન મળી શકે; પરન્તુ કોઈ અવતારી આવીને એમ કહે કે હું સર્વનો કર્તા હતો. ધણી–ઈશ્વર છું; તો આ બાબત બંધબેસતી નથી, એટલું જ નહીં; ખોટી પણ છે.

ભુતકાળમાં આપણી ઉપર એવા સંસ્કાર નાખવામાં આવ્યા છે કે, એક જ ઈશ્વરના આપણે સૌ બાળકો છીએ. આ બોધ અધુરી સમજ છે. જો એવું કાંઈ કહેવું જ હોય તો તે આમ કહી શકાય :

એક જ ચૈતન્ય સાગરનાં વમળો, સ્ફુરણો છીએ. કોઈ અલગ ઈશ્વરે આપણને બનાવ્યા, એવો જે બોધ અપાય છે તે ભ્રામક છે. હકીકતે આપણે સત્–ચીત્ત–આનન્દ જ છીએ.

અચીંત્ય, અનન્ત, અજન્મા, ચૈતન્યરુપ આત્મામાંથી ‘હું’ એવું સ્ફુરણ થયું એનું જ નામ જીવ છે. જેવી રીતે ચૈતન્ય અચીંત્ય છે તેવી જ રીતે ‘જીવ’ પણ ચીંતનનો વીષય થઈ શકે એમ નથી; કારણ કે ચીંતન કરનારો પોતે જ ‘જીવ’ કહેવાય છે. હા, એટલું ભાન અવશ્ય થાય છે કે મારામાં ચીંતન ચાલી રહ્યું છે. અર્થાત્ હું ચીંતન કરું છું, ચીંતન કરનારો ‘હું’ સીમાબદ્ધ નથી; પરન્તુ સાથોસાથ એ પણ માનવું પડે કે ચીંતન કરનારો અનન્ત પણ નથી; કારણ કે જ્યાં મારામાં ચીંતન ચાલે છે ત્યાં જ સીમા છે, ‘હું’ ચીંતન કરનારો છું અને એની પેલે પાર અનન્તતા છે.

જીવન સમાજમાં ‘તર્ક, આત્મવીશ્વાસ તથા અનુમાન’ એ ત્રણ ઉપયોગી છે.

જ્ઞાનના નીષ્કર્ષ માટે વાદવીવાદ, ચર્ચાનો ઉપયોગ થવો જોઈએ; પરન્તુ એ નીર્દોષ હોવો જોઈએ. कार्य का विरोधी उसका नाम दोष! કાર્યની ઉત્પત્તી પહેલાં, જે આધારરુપ મુળધાતુ–પદાર્થ હોય, તેને કારણ કહેવામાં આવે છે. કાર્ય બનવામાં જે અડચણરુપ બને તે દોષ ગણાય છે.

જેવી રીતે કપડું સાંધવાના દોરામાં ગાંઠ હોય, તો સોયમાં પાડેલા છીદ્રમાંથી તે ગાંઠ પસાર થતી નથી અને દોરો તુટી જાય છે; પરીણામે ફાટેલું કપડું સાંધી શકાતું નથી.

આપણો હેતુ મનનું સમાધાન, નીઃશંક, નીભ્રાંત રીતે કરવાનો છે; પ્રતીજ્ઞાથી, બળજબરીથી, શરમથી હા પાડવી પડે તે સમાધાન ન કહેવાય, એનાથી શાંતી પણ ન સમ્ભવે.

શાસ્ત્રો પ્રતીજ્ઞાપુર્વક કહે છે કે, એક જ ઈશ્વરે આ સૃષ્ટી રચી છે. મારી દૃષ્ટીએ ‘શાસ્ત્ર’ શબ્દ વણઉકલ્યો જ રહે એવો છે, કોને શાસ્ત્ર કહેવું? કરોડો ગ્રંથો છે. દરેકના સીદ્ધાંતો અલગ–અલગ હોય છે અને એ હીસાબે તો આ તમે જે વાંચો–સાંભળો સમજો છો, તે પણ બધા શાસ્ત્ર જ કહેવાય. દરેકને પોતપોતાનું જુદું શાસ્ત્ર હોય તો પછી સત્ય કોને કહેવું?

હતું, છે અને રહેશે એમ હું કહુ છું. આપણો આકાર મટી જશે. તો પણ નીરાકારરુપે તો રહેવાના જ. વીજ્ઞાનનો નીયમ છે કે નાશ તો કશાનો પણ થતો જ નથી. માટે પ્રેમથી રહો કે વેરથી; પરન્તુ હતા, છો અને રહેશો; પરીણામે કરો એવું ભોગવો! આ છે સા૨.

જીવનમાં સુખ–શાંતી અને આનન્દથી રહી, શકાય એવી યોજનાઓ કર્યા કરવી જોઈએ. સુખનો ઉપાય હક્કો કે અધીકારો પ્રાપ્ત કરવા એ નથી. હક્કો અને અધીકારો જતા કરવા એમાં કલ્યાણ છે. સ્ત્રીઓએ કયું કામ કરવું? ક્યાં બેસવું? કોની સાથે વાતચીત કરવી? આવા કાયદા–કાનુનો બનાવવાથી શું પ્રેમ પ્રગટ થવાનો છે? બાળકોના શા હક્ક છે? યુવાનોના શા હક્ક છે? પતીઓના શા હક્ક છે? વાત આટલેથી જ અટકતી નથી. વીરક્તોના શા અધીકાર અને હક્ક છે? હક્ક અને વીરક્તતા!

આખરી કલ્યાણનો પંથ તો હક્ક–અધીકારો જતા કરી, બીજા રાખે એમાં રાજી રહેવું એ જ છે.

જીવનનો મહામન્ત્ર છે : ‘તારે જોઈએ એ મારે ન જોઈએ.’

સામેના માણસને તૃપ્ત કરવાની લાગણી લુપ્ત થતી જાય છે. સૌ પોતાના જ રક્ષણ અને પોષણમાં પડ્યા છે. શોષણખોરી અને આત્મસંરક્ષણ દરેક ક્ષેત્રમાં છુપાયેલાં જોવા મળે છે.

જ્યારે સામેની વ્યક્તીની માણસ પુરેપુરી કાળજી લેતો થશે; ત્યારે પોતાની બેચેની, અતૃપ્તી અને ઘટ દુર થશે.

માણસે પોતાની જાતને પુછવું જોઈએ કે પોતાનામાં પ્રદર્શનભાવ, આળસ, લોભ અને કપટ ઓછાં થયાં છે? બને એટલું બીજાને માટે તૈયાર રહેવું એ જ આખરી ઉપાય છે.

–સ્વપુર્ણ મહારાજ

લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ હવે આપણી વચ્ચે નથી.

ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ માનવતા [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી : 1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આઉટ ઓફ પ્રીન્ટ છે)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

5 Comments

  1. Bhaishree,
    Vah adbhut lekh chhe . Jivandarshan no ek sachot ukel dekhay chhe . Apne parbram ne kyare mani shakiye jo apnama apne khudne prem karta shikhie . Apni jatne jo prem ne vahal karta avdi jay to jagtne pan prem kari shakiye . Etle j to kahevay chhe k drashti tevi shrushti . Lockdown na samayma ava lekho vahine ekdam tarotaja thay javay chhe . Jivan ni darshnikta pragat thay chhe . Sat sat naman 🙏

    Liked by 1 person

  2. મારો વીચાર કે માન્યતા મા –સ્વપુર્ણ મહારાજ ખૂબ સુંદર ચિંતનાત્મક લેખ
    આ શાશ્વત વાત
    ‘માણસે પોતાની જાતને પુછવું જોઈએ કે પોતાનામાં પ્રદર્શનભાવ, આળસ, લોભ અને કપટ ઓછાં થયાં છે? બને એટલું બીજાને માટે તૈયાર રહેવું એ જ આખરી ઉપાય છે.’
    .
    ચિતમા જડવા જેવી સટિક વાત

    Liked by 1 person

  3. Please read gujarati written in English fonts….
    I liked….Mane bnne lekh gamya.
    Mane mara vicharo kaheva che.
    Badha dharmik pustakone mandirma muki do…gitane pan.
    Fakta Narsinh Mehtana bhajan ne jivanma utaro…” Vaishnavjan to tene re kahiye…je pid parayi jane re…” If je koi aa bhajanna darek axare ne jivanma utarine jivn jivshe tene koi guru ke bhagvanni jivan ma jarurat nhi pde.. te pote j divya shakti bani jashe.
    Aabhar.
    AMRUT HAZARI.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s