(15)
ત્રીજાની જય બોલાવવી એ અજ્ઞાન છે
–સ્વપુર્ણ મહારાજ
અત્યારે માનવધર્મમાં, વર્તનમાં મોટી ખામી એ છે કે જ્યારે બે વ્યક્તીઓ મળે છે ત્યારે જયહીંદ, જય યોગેશ્વર, સીતારામ, રામ–રામ, જય શ્રીકૃષ્ણ, જય સ્વામીનારાયણ, સત શ્રી અકાલ, સતસાહેબ– આવા અનેક પ્રકારના સમ્બોધનો કરે છે.
આવા પ્રકારનાં બધાં જ સમ્બોધનો કાં તો પુર્વગ્રહ ગણાય અને કાં તો વીવેક વીચારની ઉણપ ગણાય.
ખરેખર તો સામી વ્યક્તીને ત્રણ જાતના સમ્બોધન કરવા જોઈએ.
નમસ્તે !
જય હો !
આશીર્વાદ !
કોઈ ત્રીજી વ્યક્તીને કે એના પ્રતીકને સમ્બોધન એ અજ્ઞાનતાનું ચીહ્ન છે, અધર્મ છે. ‘હું’ અને ‘તું’ બે જ પુરુષથી કામ ચાલે તેમ છે. પરન્તુ ત્રીજા પુરુષનું સમ્બોધન કરવાના સંસ્કાર બહુ જુના છે, હવે એ બદલવાની જરુર છે; કારણ કે તમે જ ચૈતન્ય–આત્મા છો.
વેદ મન્ત્રોમાં પણ પરમાત્માની સ્તુતીમાં ‘નમસ્તે’ શબ્દનો અનેક જગ્યાએ પ્રયોગ થયો છે તે જ યોગ્ય છે. બાકી કોઈને પણ અવતાર ધારીને, ઈષ્ટદેવ માનીને જયજયકાર કરવો એ માનવતા વીહોણું મહાપાપ છે.
બ્રાહ્મણ ગ્રંથો, ઉપનીષદો, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગ્રંથોમાં પણ સર્વત્ર અભીવાદનના પ્રસંગે ‘નમસ્તે’ શબ્દનો જ પ્રયોગ થયેલ જોવા મળે છે જેમ છે જેમ કે–
(1) नमस्ते राजन् वरुणास्तु मन्वये! – અથર્વવેદ, 1–10–2
હે અતીશ્રેષ્ઠ ઐશ્વર્ય ધરાવતા રાજા ! તમારા ક્રોધરુપને નમસ્કાર !
(2) ते पिता नमस्ते अस्तु ! – યજુર્વેદ, 3–63
હે પીતૃગણ, આપને નમસ્કાર !
(3) शिवेन पाण्डवान् ध्याहि नमस्ते भरतर्षम ! મહાભારત શલ્યપર્વ અ–63
શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રનું અભીવાદન ‘નમસ્તેથી કરે છે.
(4) मां हसेत्सृज काकुत्स्थौ नमस्ते सक्षसोत्तम! વાલ્મીકી રામાયણ, અરણ્ય કાંડ સર્ગ–૪ :
સીતાજી રાક્ષસનું અભીવાદન ‘નમસ્તે’થી કરે છે.
આવા તો અનેક પ્રમાણો આપી શકાય. વળી, ‘નમસ્તે’ એક એવું અભીવાદન છે કે જેનો પ્રયોગ મોટો નાના પ્રત્યે, નાનો મોટા પ્રત્યે તેમ જ બરાબરની યોગ્યતા ધરાવતા લોકો પણ પરસ્પર સંકોચ વીના કરી શકે છે. આમ ‘નમસ્તે’ સનાતન, સર્વોત્તમ, સરળ અને પુર્ણ અભીવાદન છે.
જો મોટાને નાના પ્રત્યે ‘નમસ્તે’ કરવામાં સંકોચ જેવું લાગે તો ‘જય હો’ અથવા ‘આશીર્વાદ’ શબ્દથી અભીવાદન કરવું જોઈએ. બાકી ત્રીજાની જય બોલાવવી એ અજ્ઞાન જ છે.
(18)
અભીમાન
મને અભીમાન જ દુ:ખનું મોટું કારણ લાગે છે. માણસમાં અજ્ઞાન, આળસ અને અભીમાન એટલાં વધી ગયાં છે કે પ્રેમ, શ્રમ, સેવા અને નમ્રતા અપવાદ રુપે જ જોવા મળે છે. પોતાનાં શરીર દેખાડવાં, ઘરેણાં દેખાડવાં, પોતાનું ડહાપણ, અમીરી દેખાડવા, છોકરા અને સાધનો દેખાડવાં એમાં જ ઘણો સમય વીતાવનારા હું જોઉં છું. બીજાના સદ્ગુણો ગ્રહણ કરવામાં અને પોતાની ખામીઓ તપાસવામાં ભાગ્યે જ કોઈને રસ હોય છે. કુટુંબના સભ્યોને એટલા તો જકડી લીધા હોય છે કે, કોઈની સામે જોઈને વાતચીત પણ ન કરી શકે. નથી પત્ની કે સંતાનોમાં વીશ્વાસ કે નથી ભાઈઓમાં સંતોષ. કાગળના ફુલ જેવું જીવન પ્રદર્શનમાં મુકે છે, પણ અંદરથી અગ્નીજવાળામાં બળતા માણસોને હું જોઉં છું.
કશી જ ઉપાધી કે પ્રવૃત્તી ન કરીએ, તો કાયરોમાં ખપીએ; ઉપાધી–પ્રવૃત્તી કરીએ, તો ક્યાંય નાખી નજર પહોંચતી નથી. જે ક્ષેત્રમાં આપણો સમન્વય કરીએ એ ક્ષેત્રમાં ઘટીએ છીએ. ટુંકા પડીએ છીએ; નાદાની સતાવ્યા કરે છે. આ સમન્વય કરવાની આદત પીડાનાં મુળ છે.
કોઈ પુછે છે, ગરીબી જ દુ:ખનું મોટું કારણ ન ગણાય? મારો જવાબ છે, ‘ના!’ જેને ખાવાનું ન મળે એ સૌથી ગરીબ કહેવાય, પરન્તુ જેને ખાવાનું ભરપુર મળે છે, છતાં માણસ બીજાની પાસે જઈને પોતાનાં દુ:ખો ગાતાં રડી પડે છે; આપઘાત પણ કરે છે! ધનીકો, મોટા શેઠીયાઓ, શાહુકારોના ઘરમાં પણ આપઘાત નોંધાયા છે.
તમારા પાળેલા કુતરાને બહારથી કોઈ બીજા માણસ ખાવાનું આપવા આવે, ત્યારે તમારા કુતરાની સાથેસાથે તમને તમારું અપમાન પણ થતું લાગે છે, કારણ કે તમારા કુતરાની જવાબદારી તમારી છે. તમારા કુતરાની ગરીબી પ્રદર્શનમાં મુકાય એમાં તમારી જ ગરીબી બહાર આવે છે. તમારા મીત્રના કોઈ દોષ ઉઘાડા કરે, ત્યારે તમને લગભગ તમારા જ દોષો ઉઘાડા પડતા હોય એટલું દુઃખ થાય છે, કારણ કે તમે જ નીર્બળ છો એટલે એવા દુર્ગુણી મીત્રો રાખો છો, એવું સ્પષ્ટ થાય છે.
જે આપણું હોય એ સારું જ હોવું જોઈએ એવી આપણી ભાવના હોય છે. મારી પત્ની સારી, મારાં બાળકો સારાં, મારું કુળ, ગામ, પ્રાંત કે દેશ સારો– એવું અભીમાન માણસ પોતાના ગજા પ્રમાણે લઈને જ જીવે છે.
પત્ની ચાહતી નથી, કાં તો ઘરવાળી રુપાળી નથી, કાં તો પોતાની બુદ્ધી ટુંકી પડે છે, કાં તો તમારાથી કોઈ શ્રેષ્ઠ, કોઈ આગળ છે, કોઈ ડાહ્યા છે, કોઈ દાની છે, કોઈ ત્યાગી છે, કાં તો તમારાથી ઓછી ઉપાધીવાળો છે, કાં તો તમારા કરતાં કોઈને માન વધારે મળે છે! કેટકેટલા અભીમાનથી ભરેલો હોય છે માણસ!
અજ્ઞાન અને અભીમાન લગભગ પર્યાય જ છે. અભીમાનને દુર કરવાથી જ્ઞાન થઈ જ જાય છે.
–સ્વપુર્ણ મહારાજ
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ હવે આપણી વચ્ચે નથી.
ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ ‘માનવતા’ [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી : 1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આઉટ ઓફ પ્રીન્ટ છે)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
મને તો ઘણા સમયથી નમસ્તે કહેવાની ટેવ છે. સામેથી કોઈ જય શ્રી કૃષ્ણ કહે તો પણ હું તો નમસ્તે જ કહું છું, સામેનાએ જે કહ્યું હોય તેનું રીપીટ નથી થતું મારાથી. જો કે સ્વપૂર્ણ મહારાજે જે કહ્યું છે તે બધી માહીતીની જાણ મને ન હતી. સરસ માહીતી. અભીમાનનું કારણ અજ્ઞાન છે તે પણ એમની વાત સાચી. અભીમાન વીશે પણ સરસ માહીતી આપી. આભાર આપનો ગોવીન્દભાઈ અને સ્વપૂર્ણ મહારાજનો.
LikeLiked by 2 people
Vah vah adbhut vichar kahevay . Bhanela ne occhu bhanela temaj sav abhan manso badha mate lagu pade chhe kahevay chhe k apne apni parampara ne j anusarvu joi evo ek dar chhe k manma bhay chhe k same vadane hu namste kahis to kevu lagse . Pan namste ashirvad ava manvachak shabdo kahevay ane ek mobhdar sambodhan kahevay ene apne anusarvu joi. Nahi k andhnu anukaran . Astu 🙏
LikeLiked by 1 person
આ.સ્વપુર્ણ મહારાજજીની સટિક વાત- ‘અજ્ઞાન અને અભીમાન લગભગ પર્યાય જ છે. અભીમાનને દુર કરવાથી જ્ઞાન થઈ જ જાય છે’ પર ચિંતન-મનન કરી સુધારો કરવાથી ગુણાત્મક પરીવર્તન થાય છે પણ ‘અનેક પ્રકારના સમ્બોધનો કરે છે.આવા પ્રકારનાં બધાં જ સમ્બોધનો કાં તો પુર્વગ્રહ ગણાય અને કાં તો વીવેક વીચારની ઉણપ ગણાય.હવે એ બદલવાની જરુર છે; કારણ કે તમે જ ચૈતન્ય–આત્મા છો’ ગુઢ વાત અમારા જેવા સામાન્ય. વ્યક્તીઓની સમજ બહારની છે તેથી ‘જયહીંદ, જય યોગેશ્વર, સીતારામ, રામ–રામ, જય શ્રીકૃષ્ણ, જય સ્વામીનારાયણ, સત શ્રી અકાલ, સતસાહેબ– આવા અનેક પ્રકારના સમ્બોધનો કરે છે.’તે યોગ્ય લાગે છે.
પ્રસન્નતાપૂર્વક આવા સમ્બોધનો આનમ્દદાયક હોય છે.
LikeLiked by 2 people
“જય હીંદ, જય યોગેશ્વર, સીતા-રામ, રામ–રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામીનારાયણ, સત શ્રી અકાલ, સતસાહેબ” શબ્દો માટે શરૂઆતના ફકરાઓમાં “સંબોધન” શબ્દ વાપર્યો છે; પછીના ફકરાઓમાં વાપેરેલો “અભિવાદન” શબ્દ ખરેખર તો આ માટે યોગ્ય શબ્દ છે. અભિવાદન એ સંબોધનનો એક ભાગ છે જેનો ઉપયોગ મોટેભાગે સંબોધનની શરુઆતમાં અને અંતમાં કરવામાં આવે છે.
આસ્તિકો મોટેભાગે આવા અભિવાદન કરતા હોય છે. તેમનું કહેવું હોય છે કે એ બહાને ભગવાનને યાદ કરાય!
મને તો જો કે અભિવાદનમાં જરાય રસ નહીં. હું લોકો પાસેથી અપેક્ષા નથી રાખતો કે કોઈ શરૂઆતમાં કે અંતમાં અભીવાદન કરે, અને હું પણ ઘણી વાર અભિવાદન નથી કરતો. જો કે સામેથી કોઈ અભિવાદન કરે તો હું કરું છું, સિવાય કે એ ધાર્મિક અભિવાદન કરે.
“જય સ્વામિનારાયણ” અભિવાદનનો બહુ કટ્ટરતા પૂર્ણ ઉપયોગ થતો અનુભવ્યો છે. મારા મિત્રએ આ વિશે એક રમુજી પ્રસંગ કહેલો:
તેને અથવા તેના કોઈ મિત્રએ સ્વામિનારાયણની કોઈ સંસ્થામાં ફોન લગાવ્યો – કદાચ ભાવનગરની ગુરુકુળમાં. સામેથી ફોન પર જવાબ આપનાર કારકુને સ્વાભાવિક રીતે “જય સ્વામિનારાયણ” બોલીને અભિવાદન કર્યું. એ મિત્રએ સામું કોઈ અભિવાદન કરવાની બદલે તરત પોતાને જે વાત કરવી હતી એ કહેવા લાગ્યો. તો કારકુને જાણે કઈ સાંભળ્યું જ ન હોય એમ ફરી વાર “જય સ્વામિનારાયણ” કહીને અભિવાદન કર્યું! મિત્રએ ફરી ફક્ત “હા” કહીને પોતાની વાત ફરી રજુ કરી. હવે કારકુન ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં, કડક શબ્દોમાં ફરી “જય સ્વામિનારાયણ” અભિવાદન કર્યું! 🤣😂😆 આખરે મિત્રએ કંટાળીને “જય સ્વામિનારાયણ” કહ્યું અને પછી વાત આગળ ચાલી. 🤦😂🤣
બીજો એક રમુજી પ્રસંગ મારી સાથે બનેલો. એક લક્ઝરી શટલ બસમાં હું અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે જંકશન, અમદવાદથી ચડ્યો. ચડતા પહેલા ક્લીનરે કહ્યું “બોલો જય સ્વામિનારાયણ”. મેં હસતા-હસતા કહ્યું “હું નહીં બોલું”, અને સામા કોઈ પ્રતિસાદની રાહ જોયા વગર તરત બસમાં ચડી ગયો. 🤣😂😆 ક્લીનર પણ જો કે કટ્ટર ન નીકળ્યો અને હસવામાં જવા દીધું.👌
LikeLiked by 3 people
“અજ્ઞાન અને અભીમાન લગભગ પર્યાય જ છે. અભીમાનને દુર કરવાથી જ્ઞાન થઈ જ જાય છે” – સ્વપૂર્ણ મહરાજ
જે લોકોનું જીવન સ્વયંકૃત નથી અથવા પોતાનું જીવન સ્વયં નથી જીવતા એમના માટે જીવન પરતંત્ર જેવું હોય છે. કોઈને સુખી જુએ એટલે પોતે ગરીબ હોવા છતાં પોતાને સુખી દેખાડવાના બાહ્યાડંબર કે પ્રદર્શન કરે છે જે અજ્ઞાનતા જ છે અને દુ:ખી થાય છે. બીજા જેમ જીવે છે એમ જ જીવવું એવી એમની પરવશતા હોય છે, પોતાની બુદ્ધીનો ઉપયોગ કરવામાં ન કરનાર લોકોમા આળસ,અભિમાન કે અજ્ઞાન જોવા મળે છે.
ખુબ જ સરસ સૂક્ષ્મ જ્ઞાનની વાત કરીને અજ્ઞાન અને અભીમાન નો ભેદ જણાવ્યો…
ખુબ ખુબ આભાર શ્રી ગોવિંદભાઈ અને લેખકશ્રી સ્વપુર્ણ મહારાજ.
LikeLiked by 2 people
Namaste- Jay Ho- Aashirvad…
We should try one of these 3 Abhivadan…
Our friend Nikunj Bhatt said story of JS – then we should reply by Jay Ho.
Very nicely explained Ego & removing it .
Thx Govind bhai for publishing Late Swapurba Maharaj work.
LikeLiked by 3 people
Very nice,I like.maru sir and swapurn maharaj.Congratuletion.
LikeLiked by 1 person
મિત્રો,
કેમ છો ? બઘું આનંદમયી છે ?
આનંદમાં રહો.
અભિમાની એટલે જ અજ્ઞાની….‘ હું કોણ ?‘
પરંતું જે પોતાને માટે આ કાવ્યપંક્તિનો પાલક સમજે તે અભિમાની નથી હોતો….
‘ માના અપની જેબ સે ફકીર હૈ, ફીરભી યારો દિલ કે હમ અમીર હૈ.‘
વાણી બતાવી દે છે કે, સ્વભાવ કેવો છે. દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે.
The greatest challenge in life is discovering who you are. The second challenge is being happy with what you are.
I will continue ….
Amrut Hazari.
LikeLiked by 1 person
મિત્રો,
સાચી વાત તો એ છે કે હજારો વરસોથી ઉંડા મૂળીયાવાળા ઝાડને કેવી રીતે તેના પાદડાઓથી જુદા પાડી શકાય? પોતાની અજ્ઞાની જાતને જે લોકોએ કોઇ એક અવતારને ચરણે અર્પિત કરી દીઘી હોય તેના જીન્સને કેવી રીતે બદલી શકો. આ લોકો જેને સ્વપૂર્ણ મહારાજજી ત્રીજી વ્યક્તિ કહે છે તે તો તે અજ્ઞાનીઓ માટે ‘ અવતાર‘ છે. ઘેટાશાહી હજારો વરસોથી ઉંડા મૂળીયા ખોશીને જીવે છે.
જે કાંઇ ખોટું થઇ રહ્યુ છે તે જુદા જુદા અવતારોના માનનારાઓ એકબીજાને દુ:શ્મન માનીને જીવે છે. આ બનાવ હિન્દુઓને ‘એકતા‘ નથી આપતો. કૃષ્ણના માનનારાની સામે જ્યારે સ્વામીનારાયણના શીષ્યો આવે ત્યારે કહેવાતા સાઘુઓ પણ મનમા ને મનમાં દાનવ બની જતા હશે. આવા તો સાઘુઓ પોતાની જાતને ભગવાન બનાવીને હજારોના શીષ્યવૃદને લઇને બેઠા છે.
‘ અવતાર ‘ ના ફોલોઅર્સ તે જેને મોક્ષ દેનાર મને છે તે તેને માટે ત્રીજી વ્યક્તિ કેવી રીતે બને ?…તે તો તેનો મોક્ષ દેનારો છે…હૃદયના દરેક ઘબકારે તેનું નામ મોક્ષનો રસ્તો બને છે.
જેને જીવનની સમજ…સાચી સમજ મળી હોય તે શુભેચ્છાસૂચક શબ્દો થકી સામેની વ્યક્તિને સંબોઘન કરશે.
એક વાત ચોક્કસ છે કે હિન્દુઓ એકતાના દુશ્મનો છે. અને પોતાના ખુદના દુશ્મનો છે…..ઘાતકો છે.
ચાલો અભિગમ બદલીએ નામના પુસ્તમાં સ્વામી સચ્ચિદાનંદજી ઉપસંહારમાં લખે છે કે…..
વૈચારિક ક્રાન્તિ…..
‘ ….હું એવા ઘર્મની તલાશમાં છું જે મારો તથા પૂરી પ્રજાનો આ લોક સુઘારી આપે. આપણે સ્વતંત્ર રાષ્ટર્વાદી થઇએ, સ્વમાન તથા સંમાનપૂર્વક જીવી શકીએ, બળવાન બનીને દુર્બળતાના રક્ષક બનીએ…
આપણે વરસો સુઘી ગુલામ રહ્યા છીએ અને માર જ ખાઘો છે. આપણે આપણાં મંદિરો તથા સ્ત્રીઓની પ્રતિષ્ઠા સાચવી શક્યા નથી., કારણ કે આપણે દુર્બળ હતાં. ( કદાચ હજી પણ દુર્બળ જ છીએ ) હવે આપણે સદીઓ સુઘી દુર્બળ બનાવનાર માન્યતાઓ, વિઘિઓ, આચારો વગેરેથી મુક્ત થઇને જ બળવાન બની શકીશું. ાાપણે ઘણા અનર્થોથી છૂટવાનું છે તથા ઘણા અર્થોને
સ્વીકારવાના છે. આ કામ વૈચારિક ક્રાન્તિથી જ થઇ શકશે……
…..ઉપરથી કોઇ અવતાર અવતરવાનો નથી. આપણે જ આપણા અવતારને સાર્થક કરવાનો છે…..‘
વર્ણવ્યવસ્થાએ હિન્દુઓને એકત્ર થતાં અટકાવ્યા છે.
‘ યુનિટી ‘ જ્યાં નથી ત્યાં ‘ હાર ‘ જ મળે. ભારત આ વાતનો મહાન દાખલો છે. જુદા જુદા પંથો પોતાનો અંગત સ્વાર્થ ….મહાન છે તેવું માને છે.
ત્રીજી વ્યક્તિ જેને માટે ‘ અવતાર ‘ જ હોય તેને બીજાની હસ્તીમાં દાનવ જ દેખાય. જયશ્રી કૃષ્ણ …સ્વામીનારાયણ પંથીને માટે દુશ્:મન ગણવામાં આવે છે…તે વિશ્વવિખ્યાત હકિકત છે. ભણેલા, ગણેલાં સ્વમીનારાયણ પંથી પણ તે માન્યતા ઘરાવતા હોય છે.
હિન્દુઓ માટેનું ભાવિ ???????????????????????
અંઘાપો કેવું પરિણામ આપે ?
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Retired Vice Principal, class 2, ITI
Activity social worker….
Education promotor firm Subham motor driving school..
LikeLike