માનવી ગુણોની સાધના

માનવી ગુણોની સાધના

–કેદારનાથજી

જીવનના ધ્યેયની બાબતમાં આપણી વચ્ચે અનેક વાર વાતો થઈ છે. તે પરથી તમે મારા આ વીશેના વીચારો સાધારણપણે જાણતા હશો. આખું જીવન પ્રયત્ન કરી મનુષ્યે માનવી સદગુણોની પ્રાપ્તી કરવી, એ જ તેનું જીવનવીષયક ધ્યેય છે એમ મને લાગે છે. તે સદગુણોની પ્રાપ્તી માટે જે સાધનોની જેટલી જરુર લાગે તેટલાંનો તેણે ઉપયોગ કરવો જોઈએ. એ સાધનો દ્વારા એ હેતુ સીદ્ધ થાય તો જ તે સાધનોનો યોગ્ય ઉપયોગ થયો એમ કહી શકાય. આંતર તેમ જ બાહ્ય સાધનોથી મનુષ્યે સદગુણોને પ્રાપ્ત કરી લઈ માનવતા સીદ્ધ કરવાની છે. ધ્યાન, જપ, અશુભ વૃત્તીઓનો નીરોધ અને ક્ષય, વીવેક, તારતમ્ય, જ્ઞાન તેમ જ દયા, મૈત્રી, વાત્સલ્ય, પ્રેમ, ધૈર્ય, સત્યતા, ઉદારતા વગેરે ભાવનાઓની વૃદ્ધી અને શુદ્ધી સમ્બન્ધી સુક્ષ્મ વીચાર વગેરે આંતર સાધન અને બાહ્ય સાધન એટલે વાચન, પ્રાણાયામ અને શુદ્ધ સાત્વીક ભાવનાયુક્ત ઉચીત કર્મ – એ સર્વ સાધનોની મદદથી મનુષ્યે પોતાની ઉન્નતી કરી લેવાની છે. એવા પ્રકારની ઉન્નતીમાં શારીરીક, બૌદ્ધીક તથા માનસીક ત્રણે અંગોના વીકાસનો હું સમાવેશ કરું છું. ત્રણે અંગોના યથાયોગ્ય વીકાસ માટે ત્રણ પ્રકારના અભ્યાસની અને પ્રયત્નની જરુર છે. આપણો વીકાસ અને પરીક્ષા કર્મમાર્ગમાં થશે. જીવનમાં જે નાનાંમોટાં કાર્યો માણસને કરવાં પડે છે તે કર્યો દ્વારા જ તેની મનુષ્યતાનું દર્શન થાય છે. કર્મમાં કુશળતા, વ્યવસ્થીતતા, નીયમીતતા, ચપળતા વગેરે શરીર સમ્બન્ધી ગુણો છે. યોજકતા, કલ્પકતા, ઉચીતતા વગેરે બૌદ્ધીક ગુણો છે. સહૃદયતા, પ્રામાણીકતા, ધાર્મીકતા, કર્તવ્યનીષ્ઠા, સત્યતા, કારુણ્ય વગેરે માનસીક ગુણો છે. પ્રત્યેક કાર્યમાં ઓછાવત્તા પ્રમાણમાં ત્રણે પ્રકારના સદગુણોની જરુર પડે છે. અને તે બધાની યથાયોગ્યતા, ઉચીતતા અને બધાનો સુમેળ વગેરે પરથી માણસના વીકાસની પરીક્ષા થાય છે.

આ વીચાર તથા આ દૃષ્ટી બરાબર સમજી લઈ, આપણે આપણું જીવન વ્યતીત કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને નીરાશ થવાને કારણ નથી. આ પ્રયત્નમાં જીવનના અન્ત સુધી આપણને પુર્ણ સીદ્ધી ન મળે તોયે હરકત નથી. આપણે આપણી જાતને તેમ જ આપણા સમ્બન્ધમાં આવતા મનુષ્યોને આ જ ધ્યેય પ્રત્યે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ કે નહીં, આપણી શક્તી–બુદ્ધી, આપણું સર્વસ્વ સદૈવ આ જ માર્ગે ખર્ચીએ છીએ કે નહીં એટલું જ આપણે જાગ્રતપણે જોતા રહેવાનું છે. મનુષ્યને કદીયે પુર્ણ માનવતા પ્રાપ્ત થશે કે કેમ તે વીશે આજે આપણે કશું કહી શકતા ન હોઈએ, છતાં આપણી શુદ્ધ બુદ્ધીને મનુષ્યના ધ્યેય–રુપે જે નીશ્ચીતપણે લાગે છે તે ધ્યેયના વટેમાર્ગુ થવું અને રહેવું એ આપણું કર્તવ્ય છે. જન્મ, જ્ઞાન, સંસ્કાર, પરીસ્થીતી વગેરે દ્વારા માનવતાનો જે વારસો આપણને મળ્યો છે, તેને શક્ય તેટલો વધારી આપણે આગલી પેઢીને માટે છોડી જવો જોઈએ. માનવતાની પુર્ણતા ક્યારેય પણ આ જ રસ્તે અને આ ક્રમે સીદ્ધ થનારી છે. આ કામ એક વ્યક્તી કે એક પેઢીનું નથી, પરન્તુ મનુષ્યજાતીની અનેક પેઢીઓનું મળીને આ કાર્ય છે. આવા પ્રકારની આ બાબતમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ.

શરી૨, બુદ્ધી, મન, પ્રાણ, ચેતન વગેરે સર્વનો એકત્ર થયેલો સંઘાત જેને આપણે ‘હું’ તરીકે ઓળખાવીએ તથા સમજીએ છીએ, તે ‘હું’ આ અનન્ત વીશ્વમાં, માનવજાતીમાં અણુ પ્રમાણમાં છે. તે અણુએ પણ પોતા પર આવી પડેલું વીકાસકાર્ય જીવનપર્યંત પુર્ણ શક્તી ખર્ચી નીષ્ઠાપુર્વક કરતાં ૨હેવું અને જીવનના અન્ત સમયે તે અર્થાત્ ‘હું’ લુપ્ત થતી વેળાએ તેણે પોતાની સાત્ત્વીકતાની સર્વ કમાણી માનવજાતીને સમર્પણ કરી દેવી. માણસ ખરેખર આટલું જ કરી શકે છે. અને આ રીતે છેવટે પરમાત્મામાં વીલીન થઈ સમરસતાનું સમાધાન પ્રાપ્ત કરી શકે છે. અને આટલું કરી તેણે સંતોષ રાખતાં શીખવું જોઈએ. કારણ, ઉપર કહ્યું છે તેમ પુર્ણ માનવતા સુધી પહોંચવું એ એક પેઢીનું કામ નથી; પણ મનુષ્યજાતીની અનેક પેઢીઓના સાત્ત્વીક પરીશ્રમનું મળીને કાર્ય છે.

મનુષ્યને જેમ આત્મવીશ્વાસની જરુર છે, તેમ જ પોતાની અપુર્ણતાનુંયે ભાન હોવાની જરુર છે; પરન્તુ આ બન્ને બાબતને યોગ્ય મર્યાદા હોવી જોઈએ. મર્યાદા બહારના આત્મવીશ્વાસમાં અહંકારનો ભય હોય છે અને અપુર્ણતાની ખોટી કલ્પનામાં અકતૃત્વ, નીરાશા અને શીથીલતા વગેરેનો ભય હોય છે. બન્ને છેડા ટાળી, વચલી સ્થીતીમાંથી મનુષ્યત્વનો માર્ગ પકડવાનો છે. આ વસ્તુ આપણે સદાયે ધ્યાનમાં રાખવી. વેદાંતી પ્રમાણે આપણે પોતાને પરીપુર્ણ પણ ન સમજવું જોઈએ અને ભક્ત પ્રમાણે પોતાને સદૈવ દીન, પાપીયે સમજતા ન રહેવું જોઈએ. પુરુષાર્થ સાથે નમ્રતા પણ હોય તો આપણને અહંકારનો ભય નથી અને ભાવીકતા સાથે જ આપણામાં પ્રજ્ઞા અને કર્તૃત્વ હોય તો આપણે પોતાને દીન કે પાપી સમજતાં રહીશું નહીં.

પત્ર, ફેબ્રુઆરી, 1941

–કેદારનાથજી

શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત આદરણીય કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ – 380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/–(ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/06/2021

4 Comments

  1. ‘ગુણાત્મક પરીવર્તન’ એ ધ્યેય અંગે સૌ સંમત છે પણ તે અંગે દરેક પોતાની રીતે વિચારે છે.આ અંગે મા દાદા ધર્માધિકારીએ ચિંતન મનન કરવા જેવા ‘વિચારક્રાંતિ ‘ પ્રવચનો કર્યા અને પુસ્તક પણ પ્રગટ કર્યું.આ કેદારનાથજીએ ‘આખું જીવન પ્રયત્ન કરી મનુષ્યે માનવી સદગુણોની પ્રાપ્તી કરવી, એ જ તેનું જીવનવીષયક ધ્યેય છે ‘તે અંગે સરળ સહજ વાત-‘પુરુષાર્થ સાથે નમ્રતા પણ હોય તો આપણને અહંકારનો ભય નથી અને ભાવીકતા સાથે જ આપણામાં પ્રજ્ઞા અને કર્તૃત્વ હોય તો આપણે પોતાને દીન કે પાપી સમજતાં રહીશું નહીં.’વાત સટિક છે.
    તેનાથી વધુ પ્રજ્ઞા જ્યારે સત્યથી સભર બને ત્યારે ઋતંભરા પ્રજ્ઞા બને છે આ ગુણાત્મક પરીવર્તન થી સામાન્ય ગુણવાન માનવ માનવીય બને છે

    Liked by 1 person

  2. Wow, such a thought provoking, mind stirring, heart touching Article by Kedarnathji, shared by Govindbhai.
    So like many of us, I am on this Spiritual journey which has many routes.
    Bhakti marg
    Karm marg
    Devotion marg
    And many more but I believe they all lead to the Same Destination we know as; Moksh or Nirvana, Liberation or Mukti.

    If we understand that ‘I am’ as a particle of the Super Power/God/Bhagwan/Parmatma… then we shouldn’t delve into unnecessary side tracks. According to the Vedic Knowledge and Quantum Physics, we are not different from that tiny ‘Atom’ which is the ‘life’ Energy on this planet that we share with other Living Creatures. The Nature or Prakriti is not different from Humans. Shivohum, Shivohum, Shivohum!

    Thus we should learn to be ‘Humane’ and respect other lives.

    I am sure many of you must have heard ‘Nirvana Shatakam’ by Adi Shankara, in which he describes the meaning of ‘I am not as well as I am’ in a very simple format. Bhrahmajnanavali is a more elaborate version of the same concept. Both are really beautiful versions!
    I really admire the shift from Diversity into the Unity of The Nature! So we do have a treasure trove of knowledge to take us through to ‘Self-Realisation’ with some guidance. However, we have to learn to be Morally and Ethically honest about our attitude and behaviour physically and mentally.

    I am just trying to find that Button unto Connecting with Atman or Within by shuffling through some of our Vedic Scriptures only because some Translations are not very good at all.
    So one day, I should understand the strings of the ‘Secret Knowledge.’
    Actually, these Concepts should be taught in Schools in India!

    Have a safe search everyone!
    Kind Regards,
    Urmila

    Liked by 1 person

  3. મિત્રો,
    પૂજ્ય કેદારનાથજીના ‘ માનવી ગુણોની સાઘના ‘ વિશેના વિચારો સરસ અને સદ્ગુણોને પોષનાર અને ‘ આદર્શો‘ ને પામવા માટેના જણાયા. તેમના લેખનું અેક વાક્ય……
    ….અને આટલું કરી તેણે સંતોષ રાખતાં શીખવું, કારણ, ઉપર કહ્યું છે તેમ પૂર્ણ માનવતા સુઘી પહોંચવું અે અેક પેઢીનું કામ નથી; પણ મનુષ્યજાતીની અનેક પેઢીઓનું સાત્વીક પરીશ્રમનું મળીને કાર્ય છે.
    વઘુમાં લેખનો છેલ્લો પેરેગ્રાફ વઘુ ક્લેરીટી આપે છે.
    દુનિયાના કોઇપણ ‘ આદર્શો‘ ને પામવા ….જીવનમાં ઉતારવાનું કર્મ અનેક પેઢીઓનું કર્મ છે. શું આ શક્ય છે ?
    દરેક પેઢીના માનવે પોતાનાથી બનતા સદ્કર્મોવાળું જીવન જીવીને આ દુનિયાથી વિદાય લેવી…
    પૂજ્ય કેદારનાથજીનું બીજું વાક્ય આપણને સરસ ગાઇડલાઇન આપે છે….

    ……..આ વિચાર તથા આ દ્રસ્ટિ બરાબર સમજી લઇ, આપણે આપણું જીવન વ્યતીત કરવાનો પ્રયત્ન કરીઅે તો આપણને નીરાશ થવાને કારણે નથી. આ પ્રયત્નમાં જૂવનના અન્ત સુઘી આપણને પૂર્ણસિઘ્ઘી ન મળે તોય હરકત નથી. પૂર્ણસિઘ્ઘિ ન મળે તોય હરકત નથી.

    મારા વિચાર : આપણે હાલનું મનુષ્ય જીવન આપણા પ્રશ્નોને ખ્યાનમાં રાખી.જીવવું…તે બઘાને હલ કરીને મળતા સમયમાં જીવનના બીજા બઘા સદ્કર્મોને કરવામાં સમય આપવો રહ્યો. જેટલું સદ્કર્મ થાય તેને આનંદથી પામવું. પેઢીઓની પેઢી કોણે જોઇ છે ?
    પોતે જેટલું સારું….તેના સંસારનું કરી શકે તે કરીને કોઇપણ અેક્ષા રાખ્યા વિના જીવનમાંથી રવાના થવું.
    આદર્શોને પામવું ૧૦૦ ટકા પામવું અશક્ય છે. તેમાં…જેટલાં ટકા પામી શકાય તે પામીને સંતોષ પામવો…અને રવાના થવું
    ાાભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment