35
ઉડતા સાપ?
–અજય દેસાઈ
જેમને આપણે ઉડતા સાપ કહીએ છીએ તે સાપ ભારતના પશ્ચીમ કીનારાના જંગલો, ખાસ કરીને દક્ષીણ ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગ્લોર, કેરલના પશ્ચીમ કીનારાના જંગલો, શ્રીલંકા, ઈન્ડોનેશીયા, જાવા, સુમાત્રા વગેરે દક્ષીણપુર્વના દેશોમાં જોવા મળે છે, તેથી પાંચ જાત નોંધાઈ છે. આપણા ગુજરાતમાં ફકત એક જાત નોંધાઈ છે, તે સોનેરી ઉડકણો. Golden Tree Snake (Chrysopelea ornata) છે.
દુનીયાના કોઈ પણ સાપ પક્ષીઓની જેમ, હવામાં ઉડી નથી શકતા. આપણે પક્ષીઓને ઉડતાં જોયાં છે. સસ્તનોમાં વનવાગોળને અને ખીસકોલીને ઉડતાં જોયાં છે. કેટલાંક સરીસૃપ અને તે પૈકીનાં સાપને પણ ઉડતા જોયાં છે, ખરેખર તો આ ‘ઉડવા–ઉડવા’માં ઘણો ફરક છે. પક્ષીઓનું ઉડવું એ સાચા અર્થમાં ઉડવું છે. જયારે વનવાગોળ સીવાય અન્યોનું ઉડવું એ ઉડવું નથી, પરન્તુ સરકવું છે. ખરેખર તો કુદરતે તેઓને આ વીશીષ્ટ અનુકુળતા કરી આપી છે. આપણે જેને ઉડતા સાપ કહીએ છીએ, તે બધા જ સાપ ખરેખર તો હવામાં સરકે (Glide) છે. વૃક્ષની ઉપલી ટોચની ડાળીઓ ઉપર તે અન્ય સાપની જેમ જ જમીન ઉપરથી ચઢે છે અને ઉંચી ડાળીએ પહોચ્યા બાદ નીચે તરફની ડાળીઓ કે અન્ય વૃક્ષો સુધી હવામાં સરકીને પહોંચે છે. વૃક્ષ કે છોડની ઉપલી ડાળીઓ ઉપર પહોચ્યા બાદ એક વખત હવામાં શરીરને છુટુ મુક્યા બાદ હવામાં તેના શરીરને આગળ ધપાવવા માટે કે સરકવા માટે શરીરને જ વળાંકોમાં ગોઠવતો જાય છે અને પેટાળનાં ભીંગડાંઓને પડખાની કીનારીઓ તરફ ખેંચીને પેટાળને પહોળું કરે છે. આવું ગળાથી લઈને અવસારણી માર્ગ સુધીનાં પેટાળના ભીંગડાંમાં થઈ શકે છે. તેના થકી તેને હવામાં સરકવામાં સરળતા રહે છે, તેનું પેટાળ જેટલું પહોળું સામાન્ય સંજોગોમાં હોય, તેનાથી બમણું પહોળું કરે છે.
ખરેખર તો સાપ આવી રીતે કેમ ‘ઉડે’ છે? તે સંશોધનનો વીષય છે. સામાન્ય તર્ક તો એવું જ બતાવે છે કે દુશ્મનોથી ભાગવાં, કે શીકારને પકડવાં, જમીન ઉપર આવ્યા સીવાય, તેની આ શક્તીઓનો ઉપયોગ કરે છે. આ રીતે તેઓ મહત્તમ ૩૦૦ ફુટ સુધી ‘ઉડી’ શકે છે. નવું સંશોધન કહે છે કે તેમની ઉડવાની ક્ષમતાનો આધાર સાપના કદ ઉપર રહેલો છે. નાના સાપ વધુ લાંબે સુધી સરકી શકે છે. સાપ જમીનથી વૃક્ષ ઉપર એટલે કે નીચેથી ઉપર નથી સરકી શકતો. જમીન ઉપરથી ઝાડ ઉપર ચઢવા માટે તો તેને અન્ય સાપની જેમ જ ચઢવું પડે છે. ઉપર ગયા બાદ જ તે ઉપરથી નીચે તરફ સરકી શકે છે. પક્ષીની જેમ નીચેથી ઉપર કે વૃક્ષ ઉપર પણ એક વૃક્ષથી વધુ ઉંચા બીજા વૃક્ષ ઉપર કે હવામાં ઉંચે નથી સરકી શકતો. ફકત ઉંચી જગ્યાએથી જ સરકીને નીચે આવી શકે છે.
૩6

બે મોંવાળા સાપ?
આ પૃથ્વી ઉપરના કોઈ પણ સજીવને કુદરતે કોઈ પણ વધારાની બીનઆવશ્યક રચના આપી નથી. કુદરતે જે કાંઈ પણ આપ્યું છે તેનો ઉપયોગ હોય છે જ. પૃથ્વી ઉપરના કોઈ પણ સજીવને એકથી વધારે મોં નથી હોતાં. આપણે ઘણીવાર સમાચારમાં જોઈએ અને વાંચીએ છીએ કે બે મોંવાળા બાળકનો જન્મ થયો કે ફલાણા ફલાણા પ્રાણી બે મોં વાળા જોવાયા. ખરેખર તો આ કુદરતની જ વીકૃતી હોય છે. આવું જે પણ જીવ સાથે થતું હોય છે, તે ફાંટાબાજ કુદરતની કરામત જ હોય છે. આવા જીવ વધુ જીવતાં નથી હોતાં અને તેમના આવા વધારાના મોં, કે અંગોની ઉપયોગીતા પણ નથી હોતી. કયારેક તો એવી પણ વાતો આવે છે કે પાંચ કે સાત મોંવાળા સાપ પણ જોવાય છે, પરન્તુ આ બધાં ગપગોળા જ હોય છે.
ડભોઈ (John’s earth boa) જેવા તદ્દન બીનહાનીકારક સાપ માટે ઘણી માન્યતાઓ ફેલાયેલી છે. ગુજરાતમાં દરેક જગ્યાએ મળી આવતો આ સાપ એની પુંછડી એકદમ બુઠ્ઠી તથા ટુંકી હોવાને લઈને તેના મોં જેવો જ આભાસ, દુરથી કરાવે છે, આને લઈને તેને બે મોં હોવાની માન્યતા વ્યાપક છે અને તે એક બાજુથી છ મહીના અને બીજી બાજુથી છ મહીના ચાલતો હોવાની માન્યતા પણ વ્યાપક છે. જો આ સાપ છ મહીના સુધી એક બાજુથી અને બાકીના મહીના સુધી બીજી બાજુએથી ચાલતો હોય (માન્યતા મુજબ) તો આ સાપને આપણાં ‘કેલેન્ડર’, ‘વર્ષ’ અને ‘મહીનાઓ’નું જ્ઞાન જરુર હોવું જોઈએ!! ચીત્રમાં (જમણે) તેના મોં ઉપરનાં ભીંગડાં સ્પષ્ટ જોઈ શકાય છે. જયારે (ડાબે) બીજી બાજુએ પુછડી પર આવા કોઈ પ્રકારનાં ભીંગડાં નથી દેખાતા અને રહી બે બાજુ ચાલવાની વાત. તો મોં એક જ બાજુ હોઈ તે ઉંધો તો ચાલી જ ન શકે. તેની કરોડરજજુ અને પાંસળીઓની રચના જ એવી છે કે તે એક જ બાજુ ચાલી શકે છે.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
શ્રી અજય દેસાઈનો ઉડતા સાપ? અને બે મોંવાળા સાપ? અંગે સ રસ સમજાવ્યું
તાજેતરના વર્ષોમાં જિનેટિક અભ્યાસ સૂચવે છે કે સાપનો મોનિટર ગરોળી સાથે જેટલો માનવામાં આવતો હતો તેટલો ઘનિષ્ટ સંબંધ નથી માટે મોસાસૌર્સ સાથે પણ સંબંધ નથી. મોસાસૌર્સને જળ સ્થિતિમાં સાપના પૂર્વજ માનવામાં આવતા હતા. જો કે મોસાસૌર્સને નરાનિડસ કરતા સાપ સાથે જોડતા ઘણા પુરાવા છે. જુરાસિક અને ક્રેટાસિયસની શરૂઆતમાંથી મળી આવેલા અવશેષો આ જૂથો માટે ઊંડા અશ્મિ રેકોર્ડ સૂચવે છે, જે બાદમાં ધારણાને નકારી શકે છે.
આધુનિક સાપની વિવિધતા પાલીયોસિનમાં જોવા મળે છે જે નોન-એવિયન ડાયનોસોર લુપ્ત થયા બાદ સ્તનધારી પ્રાણીઓના એડપ્ટિવ રેડિયેશન સાથે સંબંધ ધરાવે છે. આજે બહુ સામાન્ય જૂથમાંનું એક કોલ્યુબ્રિડ્સ ઉંદરોનો શિકાર કરીને વૈવિધ્યસભર બન્યું છે
LikeLiked by 1 person
શ્રી અજય દેસાઇની …સમજાવવાની રીત અને વિગતવાર સમજ આપવાની રીત ઉત્તમ છે.
સુંદર લખાણ.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person