‘માનવવાદ’ શું છે?
લેખક : વી. મ. તારકુંડે
અનુવાદ : પ્રા. દીનેશ શુકલ
એક તત્ત્વજ્ઞાન અને એક મનોવલણ તરીકે ‘માનવવાદ’ની વ્યાખ્યા આપી શકાય. આ તત્ત્વજ્ઞાન અને મનોવલણ માનવ વ્યક્તીને અગ્રીમતા બક્ષે છે, અને સ્વતન્ત્રતા તથા ગૌરવ સાથે જીવવાના તેના અધીકારનો સ્વીકાર કરે છે. મનુષ્ય જ બધી વસ્તુઓનો માપદંડ છે, એ એનો પાયાનો નીયમ છે. મનુષ્ય જ સ્વયમેવ ધ્યેય છે, એ અન્ય કશા ચઢીયાતા સાધ્યનું સાધન નથી, એ માનવવાદનો પાયાનો સીદ્ધાંત છે.
જ્યારે આપણે ‘માનવવાદ’ની બૃહદ્ વ્યાખ્યા કરીએ છીએ ત્યારે તેમાં વીવીધ પ્રકારનાં દૃષ્ટીકોણો અને મનોવલણોનો સમાવેશ થઈ જાય છે. વ્યક્તી માત્રના ગૌરવનો તેમ જ સ્વતન્ત્ર રીતે રહેવાના તેના પુર્ણ અધીકારનો સ્વીકાર, એ માનવવાદ તેમ જ લોકશાહી બન્નેના પાયામાં રહેલ છે. જો આપણે લોકશાહીને એક જીવન રીતી તરીકે ગણતા હોઈએ, અને માત્ર શાસન કરવાની પદ્ધતી તરીકે માનતા ન હોઈએ તો દરેક સાચો લોકશાહી ચાહક એ માનવવાદી છે, એમ આપણે વાજબી રીતે જ કહી શકીએ. આપખુદશાહીના કોઈ પણ પ્રકારના સ્વરુપ સામે લોકશાહીના રક્ષણ અને સંવર્ધન માટે સંઘર્ષ છેડવો પડે એવા સંજોગોમાં લોકશાહી અને માનવવાદનું આવું સમીકરણ અત્યંત ઉપયોગી છે. ત્રીજા વીશ્વના બધા દેશોમાં અને બીજે પણ આવા સંજોગો પ્રવર્તતા હોય એવું જોવા મળે છે.
માનવવાદી-લોકશાહી ચાહકોની આવી બીરાદરીમાં વૈજ્ઞાનીક-માનવવાદીઓનો સમાવેશ થાય છે. જગતના બનાવો કોઈ આધીભૌતીક સત્તા દ્વારા નક્કી થાય છે, અથવા પ્રભાવીત થાય છે, એવા દૃષ્ટીકોણનો વૈજ્ઞાનીક માનવવાદ અસ્વીકાર કરે છે. તે એમ પણ માને છે કે મનુષ્યની નીયતી, કોઈ દૈવી ઈચ્છાથી નહીં, પણ કુદરતી પરીબળોથી નક્કી થાય છે. એમાં સૌથી મહત્ત્વનું પરીબળ તો મનુષ્યની સંકલ્પશક્તીનું બળ છે. વૈજ્ઞાનીક માનવવાદનું એ પણ પ્રતીપાદન છે કે મનુષ્ય સ્વયમેવ ધ્યેય હોવાથી, કોઈ રાષ્ટ્ર, કબીલા કે વર્ગ જેવા કાલ્પનીક સામુહીક અહમ્ માં તેનું વીકલન કરી શકાય નહીં, અથવા આવા કોઈ સામુહીક અહમ્ ખાતર તેનું બલીદાન પણ આપી શકાય નહીં. કોઈ આધીભૌતીક અથવા ઈશ્વરી સત્તાનો અસ્વીકાર કરતો વૈજ્ઞાનીક માનવવાદ મનુષ્યની ઈચ્છાશક્તી, તેની વીચારબુદ્ધી, તેની ભાવનાઓ–ઉર્મીઓ વગેરે તેની શારીરીક–જીવશાસ્ત્રીય ઉત્ક્રાંતીના પરીણામ રુપ ગણે છે.
સ્વતન્ત્રતા, વીવેકબુદ્ધીવાદ અથવા બુદ્ધીનીષ્ઠાવાદ (રૅશનાલીઝમ) અને બીનસાંપ્રદાયીક નીતીમત્તા એ વૈજ્ઞાનીક માનવવાદનાં મુખ્ય ત્રણ મુલ્યો છે. શારીરીક-જીવશાસ્ત્રીય ઉત્ક્રાંતી દરમીયાન મનુષ્યે પ્રાપ્ત કરેલા કેટલાક માનસીક લક્ષણોમાંથી આ ત્રણ મુલ્યો પાંગર્યા છે, એમ વૈજ્ઞાનીક માનવવાદનું માનવું છે. આ માનસીક લાક્ષણીકતાઓનું મનુષ્યની વીચારબુદ્ધી થકી મુલ્યોમાં રુપાંતર અને વીકસન થયું છે અને મનુષ્યની વીચારબુદ્ધી એ મનુષ્યના જીવશાસ્ત્રીય વારસાનો જ એક ભાગ છે.
વૈજ્ઞાનીક માનવવાદીઓ સીવાયના માનવવાદીઓ પણ એ જ અથવા એવાં જ મુલ્યોનો પણ જુદી જુદી માત્રા અને ઓછી તાર્કીક સુસંગતતાથી, પુરસ્કાર કરે છે. માનવવાદીઓના આવા એક પ્રકારને ધાર્મીક માનવવાદીઓ એવી સંજ્ઞા આપી શકાય. તેઓ કોઈ આધીભૌતીક અથવા ઈશ્વરી સત્તાના અસ્તીત્વમાં અને માનવ વ્યવહારોમાં તેની સક્રીય ભુમીકામાં શ્રદ્ધા ધરાવે છે. સાથે સાથે તેઓ એમ પણ માને છે કે ઈશ્વરી ઈચ્છાને મનુષ્ય સભાનપણે આધીન થાય તો પણ સ્વતન્ત્રતાના મુલ્યો માટેની તેની પ્રતીબદ્ધતાને કોઈ આંચ આવતી નથી. તેઓ બુદ્ધીનીષ્ઠાના મુલ્યોનો સ્વીકાર કરે છે પણ અમુક પ્રમાણમાં જ, કારણ કે તેઓ માને છે કે બુદ્ધીનીષ્ઠા સીવાય પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો આધીબૌદ્ધીક માર્ગ રહેલો છે. તેમની નીતીમત્તા મનુષ્યની બુદ્ધી થકી સંકોરાતી જીવશાસ્ત્રીય ઉર્મીઓમાંથી નહીં; પણ ધર્મગ્રંથો દ્વારા અભીવ્યક્ત થતી ઈશ્વરીય ઈચ્છા અથવા વ્યક્તીના અંતરાત્માના અવાજમાંથી પાંગરે છે. અત્યંત ધાર્મીક હોવા છતાં આવા માનવવાદીઓ ઉદાર અને વ્યાપક દૃષ્ટીબીંદુ ધરાવનારાઓ છે, કારણ કે કાં તો તેઓ કોઈ સંગઠીત ધર્મમાં માનતા નથી, અથવા પોતાના ધર્મ સહીત બધા ધર્મોને ઈશ્વરને પામવાના જુદા જુદા પંથ ગણે છે. ધાર્મીક માનવવાદીઓ એ ધર્મશ્રદ્ધાળુઓમાં એક લધુમતી જેવો છે, પણ તેમની હયાતી એ હકીકત છે અને માનવવાદી બીરાદરીના એઓ એક મુલ્યવાન ભાગ છે, એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. તેઓમાંના કેટલાક તો સ્વાતન્ત્ર્યનાં આદર્શ પ્રત્યે સમ્પુર્ણપણે પ્રતીબદ્ધ છે, અને એ આદર્શ ખાતર કોઈ પણ ભોગ આપવા કટીબદ્ધ છે.
બીનવૈજ્ઞાનીક માનવવાદીઓનો એક બીજો પણ પ્રકાર છે. સ્વાતન્ત્ર્ય, વીવેકબુદ્ધીવાદ અને બીનસાંપ્રદાયીક નીતીમત્તાના માનવવાદી મુલ્યોના તત્ત્વજ્ઞાનીય પાયાઓમાં ઉંડા ઉતરવાની ઝાઝી ઝંઝટ કર્યા સીવાય આ મુલ્યોનો સહજવૃત્તીથી અંગીકાર કરે છે. સ્વાતન્ત્ર્ય અને લોકશાહીનાં રક્ષણ તેમ જ સંગોપનમાં તેઓ સામાન્ય રીતે વૈજ્ઞાનીક માનવવાદીઓ અને ધાર્મીક માનવવાદીઓને સાથ સહકાર આપે છે; પણ કેટલીકવાર તેમના પ્રતીભાવ અણધારેલી રીતે માનવવાદી સીદ્ધાંતોથી વીપરીત હોય છે. આપણે એમને લાગણીપ્રધાન માનવવાદીઓ એવી સંજ્ઞા આપી શકીએ, અલબત્ત, અહીં આપણે ‘લાગણીપ્રધાન’ શબ્દપ્રયોગ વર્ણન કરવાને ઈરાદે કરીએ છીએ, કોઈને ઉતારી પાડવાના ખરાબ અર્થમાં કરતા નથી.
આ લેખમાં વૈજ્ઞાનીક માનવવાદની જ ચર્ચા કરવામાં આવી છે. હવે પછી જ્યારે જ્યારે કોઈ પણ વીશેષણ વીના ‘માનવવાદ’ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે ત્યારે વૈજ્ઞાનીક માનવવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમ સમજવાનું છે.
સ્વાતન્ત્ર્યના મુલ્યનું ઉદ્ગમસ્થાન મનુષ્યના અસ્તીત્વ માટેનો સંઘર્ષ રહેલ છે, એમ માનવવાદ માને છે. અસ્તીત્વ માટેનો સંઘર્ષ, એ સમગ્ર જૈવીય જગતનું પાયાનું લક્ષણ છે, અને મનુષ્ય એ જગતનો ભાગ હોવાથી, એ એનું પણ લક્ષણ છે; પણ માનવીય સ્તરે અસ્તીત્વ માટેનો જૈવીય સંઘર્ષ એ સ્વાતન્ત્ર્ય માટેના સંઘર્ષનું સ્વરુપ ધારણ કરે છે. અસ્તીત્વ માટેનો સંઘર્ષ એ તમામ જીવોનું પાયાનું લક્ષણ હોવાથી સ્વાતન્ત્ર્ય એ તમામ મનુષ્યોનું પાયાનું મુલ્ય બની રહે છે.
વીવેકબુદ્ધીવાદ અથવા બુદ્ધીનીષ્ઠા એ વૈયક્તીક મનુષ્યની વીચારશક્તીના મુલ્યોનો સ્વીકાર કરવામાં રહેલ છે. માનવવાદ કહે છે કે સમગ્ર વીશ્વ એ નીયમાધીન છે, અને તેથી જે પ્રાણીઓ અસ્તીત્વના કુદરતી સંઘર્ષમાં પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવામાં સફળ પુરવાર થયા છે, તે તેમની સહજ વૃત્તીજન્ય બુદ્ધી થકી થયા છે. માટે આવી બુદ્ધી એ આવાં સૌ પ્રાણીઓનું એક લક્ષણ બની રહે છે. જુદાં જુદાં પ્રાણીઓ તેમના વીકાસના જુદાં જુદાં સ્તરે આવી સહજ વૃત્તીજન્ય બુદ્ધી ધરાવે છે. એ બુદ્ધીમત્તાના વીકાસની સૌથી ઉંચી કક્ષા આપણને મનુષ્યોમાં જોવા મળે છે. જીવનના અનુભવો સમજવા માટે ઉપયોગમાં લેવાતી મનુષ્યની વીચારબુદ્ધી એ માનવ જ્ઞાનનો સ્રોત છે. સત્ય એ જ્ઞાનનું વીષયવસ્તુ છે. માનવવાદ કહે છે કે સ્વાતન્ત્ર્યની ઝંખના અને સત્યની શોધ એ માનવીય પ્રગતીની પાયાની ચાલના છે.
સ્વાતન્ત્ર્ય વ્યક્તી દ્વારા સમાજમાં જ ભોગવી શકાય છે અને એ માટે જરુરી છે કે મુક્ત વ્યક્તી એક સ્વાયત્ત નૈતીક અસ્તીત્વ ધરાવતી હોય. જે કોઈ વ્યક્તી પોતાની ઈચ્છાશક્તીથી નૈતીક વર્તન કરવા શક્તીમાન ન હોય તે કદાપી મુક્ત વ્યક્તી હોઈ શકે નહીં, કારણ કે એવી સ્થીતીમાં જરુરી ધોરણોને અનુરુપ વ્યક્તી વર્તન કરે એ સારું સમાજે બળજબરીનો ઉપયોગ કરવો પડે. મનુષ્યની નૈતીક ભાવનાઓ તેમ જ તેની વીવેકબુદ્ધીનાં મુળ લાખો વર્ષ પર્યંત ચાલેલી જીવશાસ્ત્રીય છે, ઉત્ક્રાંતીમાં પડેલાં છે એમ માનવવાદ માને છે. આ નૈતીક ભાવનાઓ અને વીચારબુદ્ધી થકી એક સ્વાયત્ત નૈતીક વ્યક્તી તરીકે વીકસવાનું મનુષ્ય માટે શક્ય બને છે.
મુક્ત અને નૈતીક સ્ત્રી પુરુષોના બનેલ સમાજનાં નીર્માણમાં સહાયરુપ થવું એ માનવવાદનો સામાજીક આદર્શ છે. આ આદર્શને ચરીતાર્થ કરવા માનવવાદી એક સમ્પુર્ણ લોકશાહી સમાજનાં નીર્માણ અને જતન માટે સતત પ્રયત્નશીલ રહે છે. સ્વતન્ત્રતા, સમાનતા અને બંધુતાનાં લોકશાહી મુલ્યો સમાજ જીવનનાં તમામ પાસાઓમાં પુરેપુરા વ્યાપ્ત થયેલા હોવા જોઈએ, એ એની દઢ પ્રતીતી છે. આ મુલ્યો આર્થીક ચીજવસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદન અને વીતરણમાં, શીક્ષણની પ્રક્રીયામાં, જુદા જુદા સમુદાયો, સ્ત્રી-પુરુષો અને વય જુથો વચ્ચેના સમ્બન્ધોનું નીયમન કરતાં ધોરણોમાં પ્રતીબીંબ થયેલ હોવાં જોઈએ.
આવી સાર્વત્રીક બહુપરીમાણલક્ષી લોકશાહીના સર્જન પુર્વે સમાજનું સમુળું પરીવર્તન કરવું જોઈએ, એક પ્રકારની સર્વગ્રાહી સાંસ્કૃતીક અને સંસ્થાકીય ક્રાંતી કરવી જોઈએ. ગરીબી, અજ્ઞાનતા અને આત્યંતીક આર્થીક વીષમતાઓ વચ્ચે ઘેરાયેલા માનવવાદીઓ જો આવા ક્રાંતીકારી પુરુષાર્થમાં સામેલ થાય તો જ તેઓ માનવવાદના તત્ત્વજ્ઞાન પ્રત્યે ખરેખર પ્રતીબદ્ધ છે, એમ કહેવાય. એમની નૈતીક ચેતના એમને આ ભગીરથ કાર્યમાં સામેલ કર્યા વીના રહેવાની નહીં. આવા સંજોગોમાં માનવવાદે ‘રેડીકલ હ્યુમેનીઝમ’ થવું જ રહ્યું.
રેડીકલ હ્યુમેનીઝમની રાજ્યની વીભાવના એક ભાગીદારીપુર્ણ લોકશાહી રાજ્યની છે. તેમાં રાજકીય સત્તા લોકોમાં નીહીત હશે. અમુક જ લોકોમાં સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય, એમ તેમાં નહીં હોય. તેની આર્થીક વ્યવસ્થા એક પ્રકારના સહકારપુર્ણ અર્થતન્ત્ર જેવી હશે. તેમાં દરેક વ્યક્તીને યોગ્ય વળતર સહીતની રોજગારી મેળવવાનો અધીકાર હશે અને આર્થીક વીષમતાઓ ઓછી કરવામાં આવી હશે.
દરેક ઈષ્ટ સામાજીક ક્રાંતી કરતાં પહેલાં સાંસ્કૃતીક પરીવર્તન થવું જ જોઈએ, એ સીદ્ધાંત રેડીકલ હ્યુમેનીસ્ટોના ક્રાંતીકારી કાર્યને સતત માર્ગદર્શન આપતો રહેશે. તેમનું મુખ્ય કાર્ય તો લોકોમાં સ્વતન્ત્રતા, સમાનતા, બુદ્ધીપરાયણતા, સહકાર અને આત્મશીસ્ત જેવાં લોકશાહી મુલ્યોનાં શીક્ષણ અને પ્રસારનું રહેશે. સાથે સાથે, આવાં મુલ્યો ચરીતાર્થ કરવા તાકતી અને એવાં મુલ્યો પર પ્રતીષ્ઠીત એવી સંસ્થાઓ સ્થાપવાનું કાર્ય પણ તેઓ કરશે.
પોતાની વીભાવના અનુસારના લોકશાહી રાજ્યના નીર્માણ કરવાના પ્રયાસમાં રેડીકલ હ્યુમનીસ્ટો કોઈ રાજકીય પક્ષની સ્થાપના નહીં કરે, તેમ જ સત્તાના રાજકારણમાં ભાગ પણ નહીં લે. તેઓ તો લોકોના માર્ગદર્શક, મીત્ર અને ફીલસુફ બની રહેશે. તેમનો રાજકીય વ્યવહાર હમ્મેશાં બૌદ્ધીક અને તેથી નૈતીક હશે. માનવવાદી મુલ્યોની દીક્ષા પામેલા અને લોકશાહી સંસ્થાઓમાં સક્રીય રીતે સામેલ થતા લોકો જ સાચી રાજકીય સત્તા સીદ્ધ કરી શકે, તેમ જ પોતાનું આર્થીક શ્રેય હાંસલ કરી શકે એવા ઉદેશને વ્યવહારમાં ચરીતાર્થ કરવા તેઓ સતત કાર્યરત રહેશે.
સરમુખત્યારશાહીમાંથી સ્વાતન્ત્ર્યવાળા જગતની સ્થાપના થઈ શકે એમાં રેડીકલ હ્યુમેનીઝમને શ્રદ્ધા નથી. આજની મર્યાદીત લોકશાહીનું ભવીષ્યમાં વધુ સર્વગ્રાહી રાજકીય, આર્થીક અને સામાજીક લોકશાહીમાં રુપાંતર થશે, એ માન્યતાથી પ્રેરાઈને રેડીકલ હ્યુમેનીઝમ આજની મર્યાદીત લોકશાહીનું જતન કરે છે.
રેડીકલ હ્યુમેનીઝમ એ કોઈ બંધીયાર વીચારપ્રથા નથી. સ્વાતન્ત્ર્યપ્રેમી વ્યક્તીઓનું એ તત્ત્વજ્ઞાન છે અને તેથી માનવજ્ઞાનમાં થતા સતત વધારા-ઉમેરાના સન્દર્ભમાં એ પોતાના સીદ્ધાંતોનું સમાર્જન કરવા હમ્મેશાં તત્પર રહે છે.
રેડીકલ હ્યુમેનીઝમ વ્યક્તીપરક અને સામાજીક તત્ત્વજ્ઞાન છે. મનુષ્યની, વ્યક્તીની કેન્દ્રસ્થતા એ માનવવાદનો પાયાનો સીદ્ધાંત છે અને તેથી તેનાં વૈયક્તીક અને સામાજીક પાસાંઓ વચ્ચે કોઈ અસંગતતા નથી.
રેડીકલ હ્યુમેનીઝમના તત્ત્વજ્ઞાનનાં વૈયક્તીક અને સામાજીક પાસાંઓની અને તેના રાજકીય તેમ જ સામાજીક વ્યવહારની સરળ, બીનટેકનીકલ ભાષામાં સમજુતી આપવાનો પ્રયાસ કરવામાં બને ત્યાં સુધી કોઈની ઑથોરીટીને સ્વીકારી લેવામાં નહીં આવે. કોઈના વીચારોને વેદવાક્ય માનીને તેનો હવાલો આપવાનો પ્રયાસ કરવામાં નહીં આવે. વાચકની બુદ્ધીનીષ્ઠા, તેની વીચારશક્તીને જ અપીલ કરવામાં આવશે કે એણે શું સ્વીકારવું કે શું ન સ્વીકારવું.
અનુવાદક–સમ્પર્ક : શ્રી દીનેશભાઈ શુક્લ, 27 મીથીલા સોસાયટી, શ્રેયસ ટેકરો, અમદાવાદ-380015 ફોન : (079) 26611490.
સમ્પાદકો બીપીન શ્રોફ અને અશ્વીન ન. કારીઆની પુસ્તીકા ‘માનવવાદ’ (પ્રકાશકો : (1) રૅશનાલીસ્ટ ગીરીશ સુંઢીયા, મહામન્ત્રી, બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી, 69/2, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ વે, પાલનપુર – 385 001 અને સેલફોન : 942 666 3821 (2) રૅશનાલીસ્ટ સીદ્ધાર્થ ટી. દેગામી, પ્રમુખ, સત્યશોધક સભા, 410, આગમ ઓર્ચીડ, નન્દીની–2 પાસે, વેસુ, સુરત – 395 007 સેલફોન : 942 680 6446 પ્રથમ આવૃત્તી : માર્ચ, 2021 પાનાં : 88 + 10, મુલ્ય : રુપીયા 70/-)માંથી), સમ્પાદકો અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. બીપીન શ્રોફ, તન્ત્રીશ્રી, ‘માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733 ઈ.મેલ : shroffbipin@gmail.com
(2) અશ્વીન ન. કારીઆ, (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) 16, શ્યામવીહાર એગોલા રોડ, પાલનપુર – 385001 સેલફોન : 70167 48501/ 93740 18111
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
‘માનવવાદ’, ‘વૈજ્ઞાનીક માનવવાદ’, ‘બીનવૈજ્ઞાનીક માનવવાદ’ અને ‘રેડીકલ હ્યુમેનીઝમ’ શું છે? તેની વ્યાખ્યા, પાયાના સીદ્ધાંતો અને ચર્ચા કરતો શ્રી: વી. મ. તારકુંડેનો ‘માનવવાદ’ શું છે? સુંદર લેખ
સ્વતન્ત્રતા, વીવેકબુદ્ધીવાદ અથવા બુદ્ધીનીષ્ઠાવાદ (રૅશનાલીઝમ) અને બીનસાંપ્રદાયીક નીતીમત્તા એ વૈજ્ઞાનીક માનવવાદનાં મુખ્ય ત્રણ મુલ્યો છે.
અમારા જેવા સામાન્યતયા આનુવંશીક કોઈ આધીભૌતીક અથવા ઈશ્વરી સત્તાના અસ્તીત્વમાં અને માનવ વ્યવહારોમાં તેની સક્રીય ભુમીકામાં શ્રદ્ધા ધરાવે છે. સાથે સાથે તેઓ એમ પણ માને છે કે ઈશ્વરી ઈચ્છાને મનુષ્ય સભાનપણે આધીન થાય તો પણ સ્વતન્ત્રતાના મુલ્યો માટેની તેની પ્રતીબદ્ધતાને કોઈ આંચ આવતી નથી. તેઓ બુદ્ધીનીષ્ઠાના મુલ્યોનો સ્વીકાર કરે છે.ધાર્મીક માનવવાદીઓ એ ધર્મશ્રદ્ધાળુઓમાં તેમની હયાતી એ હકીકત છે અને માનવવાદી બીરાદરીના એઓ એક મુલ્યવાન ભાગ છે, એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. આમા સૌ ની સ્વાતન્ત્ર્યની ઝંખના અને સત્યની શોધ એ માનવીય પ્રગતીની પાયાની ચાલના છે.સર્વગ્રાહી સાંસ્કૃતીક અને સંસ્થાકીય ક્રાંતી કરવી જોઈએ. ગરીબી, અજ્ઞાનતા અને આત્યંતીક આર્થીક વીષમતાઓ વચ્ચે ઘેરાયેલા માનવવાદીઓ જો આવા ક્રાંતીકારી પુરુષાર્થમાં સામેલ થાય તો જ તેઓ માનવવાદના તત્ત્વજ્ઞાન પ્રત્યે ખરેખર પ્રતીબદ્ધ છે,.માનવવાદે ‘રેડીકલ હ્યુમેનીઝમ’ થવું જ રહ્યું.
સાર રુપે વાત-‘બુદ્ધીનીષ્ઠા, તેની વીચારશક્તીને જ અપીલ કરવામાં આવશે કે એણે શું સ્વીકારવું કે શું ન સ્વીકારવું.’ એ નીતીમત્ત માનવવાદ સ્થાપી શકશે
LikeLiked by 1 person
અઘરી ભાષા ને એક કોરે મૂકી ને સાદી ભાષા માં વાત કરીયે તો મારી સમજ અનુસાર માનવવાદ નો અર્થ “એક માનવી બીજા માનવી પ્રત્યે માનવતા દાખવે”. મારી સમજ અંજૂસાર આ છે માનવવાદ ની વ્યાખ્યા.
અમેરિકન લેખક ડેલ કાર્નેગી એ પોતાના પુસ્તક How to win friends and influence people માં માનવવાદ ની વ્યાખ્યા દાખલાઓ આપી ને લગભગ આવી જ આપેલ છે. આ પુસ્તક નું ભારત માં એક સમયે ” જિંદગી જીતવાની જડ્ડીબુટ્ટી” ના નામ થી ગુજરાતી માં ભાષાતર થયેલ છે
LikeLiked by 3 people
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
આદરણીય વલીભાઈ,
નમસ્તે…
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘માનવવાદ’ શું છે? લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
–ગોવીન્દ મારુ
LikeLike
માનવવાદ શું છે ?
સરસ સવાલ. પરંતું સમાજમાં બનતા બનાવોને ઘ્યાનમાં રાખીને જો કોઇ અવું વિચારે કે આ બનાવ બનવો જોઇતો ન્હોતો અને તે પોતે પેલા બનાવમાં નુકસાન ભોગવે તેવો સમય હોય અને તે ને મદદ કરે અને તેનુ દુ:ખ હળવું કરે તો તે વ્યક્તિ…માનવ હય છર અને તેના કર્મો માનવતવાદી હોય છે. લેખનો પહેલો ફકરો લેખનો હેતુ સમજાવે છે. માણસ જ્યારે માનવ બને તે ફેરફાર આવકારદાયક કહેવાય. કોઇ શિક્ષણ કે શિક્ષકની આ ફેરફાર માટે જરુરત નથી હોતી. તે તો સ્વંભૂ હોય છે. ઘણીવાર આ પણ જોવા મળે છે….
‘ ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ, ‘ સાહિલ ‘,
ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.‘
કવિ હરિવંશરાય બચ્ચને સરસ વ્યાખ્યા લખી છે…દોસ્તી માટે….દોસ્તી પણ માનવતાનું અેક રુપ છે….જો દોસ્તી હૃદયથી બની હોય…
‘ દોસ્તી ! ના કભી ઇમ્તિહાન લેતી હૈ,
ના કભી ઇમ્તિહાન દેતી હૈ !
દોસ્તી તો વો હૈ…..
જો બારીસમેં ભીગે ચહેરે પર ભી,
આંસુઓ કો પહચાન લેતી હૈ.‘
અેક વઘુ ……
‘ બસ અેક બાત કા મતલબ મુઝે આજ તક સમઝ નહીં આયા હૈ ! જો ગરીબ કે હક કે લિયે લડતે હૈ, વો લડતે લડતે અમીર કૈસે હો જાતે હૈ ? આ દાનવતાનો દાખલો છે.
માનવ અને માનવતાના પ્રકારો ના હોય…….માનવતા અેટલે માનવતા…..અને તે ફક્ત સાચો માનવ જ આચરી છકે.
માનવતાની સાચી વ્યાખ્યા જો જોઇતી હોય…સાચી વ્યાખ્યા…તો નરસિંહ મહેતાનું ભજન જીવનમાં ઉતારવું રહ્યું….તેનો અેકે અેક શબ્દો માણસને માનવ બનાવી શકે છે જો ઓનેસ્ટીથી જીવનમાં ઉતારો અને આચરો…….હવે ભજન…
વેષ્ણવજન તો તેને કહીઅે, જે પીડ પરાઇ જાણે રે;
પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ, કાછ, મન નિશ્ચળ રાખે, ઘન્ય ઘન્ય જનની તેની રે.
સમદ્રષ્ટિ અને તૃષ્ણાત્યતાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે , પરઘન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ તેને, દ્ઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામશું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણ લોભી ને કપટરહિત છે, કામક્રોઘ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ અેકોતેર તાર્યા રે.
માનવ બનવા માટે કદાચ કોઇ ઘક્કાની જરુરત પડે….જેમ કિંગ અશોકને કલીંગના યુઘ્ઘે વેરેલા સંહારે મદદ કરેલી.
વાલીઆ લુટારાને વાલ્મિકી બનવા નારદના પ્રશ્નો ….કામ લાગેલાં
મારે મન તો માનવ બનવા માટે રીસર્ચ પેપરોની જરુરત નથી હોતી….મન હોય તો માળવે જવાય…..નિસ્વાર્થ બનવું પડે….માનવતાની વહેતી નદીમાં ભૂસ્કો મારીને માનવ બનો…બસ…..
આભાર, મિત્રો,
અમૃત હઝારી.
LikeLiked by 1 person
This is all good perhaps for the scholars, philosophers and learned to debate and split the threads. otherwise for common public it’s an exercise in mundane. to be rational is to accept what is tested by one’s intellect rather than taking somebody’s word for it, on the basis of faith and tradition, and to be a humanist or humanitarian just be a good human being, and don’t do unto others which you do not want to be done to you. Simple enough!!
LikeLiked by 1 person