લેખકનું નીવેદન
લેખક : શ્યામસીંહ
અનુવાદક : ગોવીન્દ ગોહીલ
સંત રોહીદાસની મુળ વીચારધારાને સમજવી અતી આવશ્યક છે, જેથી તેમના અંગે ઉપજાવી કાઢવામાં આવેલ ગેરસમજોને દુર કરવી જરુરી છે. અને તેમ કરવા માટે એ જાણવું જરુરી છે કે તેઓ શું કરવા માંગતા હતા? શું કહેવા માંગતા હતા? કયો વીચાર ધરાવતા હતા? આ બાબતનો વીચાર કર્યા વીના, ન તો આપણે તેમના અંગે ઉપજાવી કાઢેલ ગેરસમજોને નષ્ટ કરી શકીએ કે સમાજને તેમની વીચારધારાનો વાસ્તવીક પરીચય પણ કરાવી શકીએ. તેમના વ્યક્તીત્વનું ઠીકઠીક સ્વરુપ સમાજની સામે ઉજાગર કરવા માટે અને તેમના અંગે ઉપજાવી કાઢેલા ખોટા વીચાર કે ધારણાનો અંત લાવવા માટે ઉદ્ભવેલા પ્રશ્નોના સફળ અને સચોટ જવાબ આપવો જ રહ્યો. ચોક્કસ પ્રમાણ પર આધારીત અભ્યાસને આગળ વધારવો જ રહ્યો.
આપણે જાણવું છે કે સંત રોહીદાસજી સમાજનું કયું સ્વરુપ ઈચ્છતા હતા? શું તેઓ જાત–પાત આધારીત સમાજ વ્યવસ્થા ઈચ્છતા હતા કે સ્વતન્ત્રતા, સમાનતા અને ભાઈચારો ઈચ્છતા હતા? શું તેઓ તમામ મનુષ્યને સમાન માનતા હતા કે ઉંચ–નીચ, આભડછેટ અને અસમાનતાના પક્ષકાર હતા? શું તેઓ કોઈને ભક્તી કરવાનું શીખવવા ઈચ્છતા હતા કે દેશ અને સમાજના હીતકારી કાર્યો કરવાની શીખામણ આપતા હતા? શું તેઓ માળા ફેરવવી, તીર્થ–સ્નાન, વ્રત રાખવાનું અને દેવી–દેવતાની પુજા કરવાનું કહેતા હતા કે તેનું ખંડન કરવાનું શીખામણ આપતા હતા? તથાગત બુદ્ધની શીખામણ ‘બહુજન હીતાય’ અને ‘બહુજન સુખાય’ના પાઠ તેઓ ભણાવતા હતા કે અન્ય કોઈ વાત હતી? શું તેઓ તત્કાલીન સમાજવ્યવસ્થાનો સ્વીકાર કરતા હતા કે તેના વીરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા હતા? આ તમામ પ્રશ્નોના ઉચીત અને નીષ્પક્ષ જવાબ આપ્યા બાદ જ આપણે તેમની મુળ વીચારધારાથી સમાજને પરીચીત કરાવી શકીશું, અન્યથા નહીં.
ઉદ્ભવેલ તમામ પ્રશ્નોના ઉત્તર આ પુસ્તકમાં આપવાની સાથોસાથ તેઓના બાબતે ફેલાયેલ ગેરસમજોને સમાપ્ત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ છે. સંત રોહીદાસજીની વીચારધારાને સ્પષ્ટ કરવા પુરેપુરો નમ્ર પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ ક્યાં સુધી સફળ થાય છે તે નીર્ણય તો આપ સુજ્ઞ વાચકમીત્રોએ જ આપવો રહ્યો.
પુસ્તક પ્રકાશન કરવામાં ડૉ. એલ. બી. રામ અનંતનું માર્ગદર્શન મળ્યું છે તે માટે તેમનો પુર્ણરુપથી હું આભારી છું. કવીવર બુદ્ધ સંઘ પ્રેમીજી તરફથી મળેલ સ્નેહને ભુલી શકાય તેમ નથી.
●♦●
પ્રકાશકીય
પ્રકાશક : સમ્યક પ્રકાશન, દીલ્હી
અનુવાદક : ગોવીન્દ ગોહીલ
ભારતીય ઈતીહાસમાં આભાયુક્ત મહાપુરુષોમાં સંત રોહીદાસની ગણના આદરપુર્વક થાય છે. ચાર્વાક, બુદ્ધ અને રોહીદાસે આ દેશને શીલ–સદાચારના માર્ગે લઈ જવા માટે જે અપ્રીતમ પ્રયાસ કર્યો, તે અકથનીય તો છે જ, પરન્તુ દેશ અને સમાજ માટે એક અમુલ્ય ધરોહર છે. આ ત્રણેય મહાપુરુષોના ઉપદેશો એટલા ક્રાંતીકારી અને બુદ્ધીગમ્ય છે કે જોતજોતામાં સમગ્ર દેશ તેમના પ્રભાવમાં આવી ગયો. આ ત્રણેય મહાપુરુષોમાં ચાર્વાક અને રોહીદાસ બ્રાહ્મણવાદના વીરોધી હતા, જ્યારે તથાગત બુદ્ધ મધ્યમમાર્ગી હતા. ગુરુ રોહીદાસનો બોધ/જ્ઞાન બ્રાહ્મણવાદીઓને ખુંચતો હતો. જેથી બ્રાહ્મણવાદીઓ ગુરુજીના વીરોધ ઉપર ઉતરી આવ્યા અને અવસર જોઈને તેમણે ગુરુજીની હત્યા પણ કરી. અને તે પછી તેમના તમામ ક્રાંતીકારી સાહીત્યને બાળીને ભસ્મ કરી દીધું હતું. બ્રાહ્મણવાદીઓની એ વીશેષતા છે કે તેઓ સાહીત્યના પ્રભાવને સારી રીતે જાણે છે, માટે જ તેમણે ગુરુ રોહીદાસ સમ્બન્ધીત સાહીત્યનો નાશ કરી, ભ્રમની ભઠ્ઠીમાં નાખ્યું છે. શીક્ષણના અભાવે કેટલીક પેઢીઓ પછી પણ ચમાર જાતી પોતાના મહાન પુર્વજો અને પોતાના સમાજના ગૌરવશાળી ઈતીહાસને ભુલીને, ન જાણે કેવા કેવા કાલ્પનીક પાત્રોની પુજા કરી રહ્યા છે. આ અનર્થ માત્ર શીક્ષણના અભાવના કારણે જ થયો છે. ભલું થાય બાબાસાહેબ ડૉ. આંબેડકરનું કે તેઓના કારણે આ ભેદ ખુલ્યા કે ચમાર જાતીમાં ગુરુ રોહીદાસ નામના એક મહાપુરુષ થયા હતા. તેમણે ગુરુગ્રંથ સાહેબમાં લખાયેલ ગુરુજીના 40 પદોને સાક્ષી રાખીને પોતાનો મત સ્થાપીત કર્યો; પછી તો ચમાર જાતી એ ઘણી જ તીવ્રતાથી ગુરુજીને પોતાના દેવના રુપમાં સ્વીકાર કર્યો. આ પહેલા ચમાર જાતીના સાધુ–સંતો સામાન્ય રીતે કબીરપંથી જ હતા. રોહીદાસના તમામ શીષ્યો કબીરપંથીનું જ અનુસરણ કરતા હતા. આ વાતની જાણકારી મળતા જ વાર્તાઓ બનાવવામાં પાવરધા બ્રાહ્મણવાદીઓ હરકતમાં આવી ગયા અને જોતજોતામાં તેમણે ગુરુ મહારાજની એવી વાર્તા જાહેર કરી, જેનાથી જાણવા મળે છે કે ગુરુજી બ્રાહ્મણવાદીઓની કૃપાથી જ જાણે મહાન બન્યા હોય! આજે ભારતભરમાં ગુરુજીના ભક્તો બ્રાહ્મણવાદીઓ દ્વારા સર્જીત વાર્તાનું જ અનુસરણ કરતા જોવા મળે છે. બ્રાહ્મણવાદીઓએ બનાવેલી અને બતાવેલી વાર્તા ચમાર જાતી અને તેના મહાપુરુષોની મહાનતા સ્થાપીત કરવાની દીશામાં સૌથી મોટી અડચણ છે. આ તથ્યોથી પ્રેરીત થઈને સંત રોહીદાસના વાસ્તવીક આંદોલનની નજીક પહોંચાડવાના પ્રયાસો ‘સંત રૈદાસ (રોહીદાસ)ની મુળ વીચારધારા’ પુસ્તકમાં કરવામાં આવ્યા છે.
……………… આ તમામને કોટી કોટી વંદન અને ધન્યવાદ.
भवतु सब्ब मंगलम् ।
–શાંતી સ્વરુપ બૌદ્ધ, કપીલ સ્વરુપ બૌદ્ધ અને સંદીપ સ્વરુપ બૌદ્ધ
‘સંત રૈદાસ (રોહીદાસ)ની મુળ વીચારધારા’ હીન્દી પુસ્તકનો અનુવાદ શ્રી ગોવીન્દ ગોહીલ, નીવૃત્ત આસીસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરે કર્યો છે. 120 + 4 પાનાંનુ આ પુસ્તક વીના મુલ્યે મળશે. ફક્ત કુરીયરનો ખર્ચ અનુવાદકને મોકલવાનો રહેશે.
પુસ્તક મેળવવા માટે સમ્પર્ક : શ્રી ગોવીન્દ ગોહીલ, 6/98, નારાયણનગર, જનતાનગર, વીવેકાનંદ સ્કુલ સામે, અમરાઈવાડી, અમદાવાદ – 380 026 સેલફોન : 94281 19595
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
Sir, How to get this book -Soft Copy – pdf online ? Is this Book available on line in digital pdf, Kindle Edition- on Amazon etc.? Please guide – Reply.
LikeLiked by 1 person
હીન્દુ ધર્મમાં આ ઉંચીચના જાતીવાદનું તુત કોણે ઊભું કર્યું હશે? કદાચ બ્રાહ્મણોએ હશે? કેમ કે તો જ એ લોકો ટોપ પર છે ને?! આશ્ચર્યની વાત તો એ છે કે જેનું કામ સૌથી મહત્ત્વનું અને સામજને જેના વીના ચાલી જ ન શકે તેને સૌથી નીચે રાખવામાં આવ્યાં છે.
ગોવીન્દભાઈ, આ બુકની ઈ-કોપી મળી શકે? હાર્દીક આભાર આપનો તથા એના લેખક અને અનુવાદકનો.
LikeLiked by 1 person
બન્ને વાચકમીત્રોને ઈ.મેલ થકી ‘સંત રૈદાસ (રોહીદાસ)ની મુળ વીચારધારા’ પુસ્તકની પ્રેસ–પીડીએફ મોકલી છે.
‘સંત રૈદાસ (રોહીદાસ)ની મુળ વીચારધારા’ પુસ્તક વીના મુલ્યે મેળવવા માટે અનુવાદક શ્રી ગોવીન્દ ગોહીલ 6/98, નારાયણનગર, જનતાનગર, વીવેકાનંદ સ્કુલ સામે, અમરાઈવાડી, અમદાવાદ – 380026 સેલફોન : 94281 19595ને ફક્ત કુરીયરનો ખર્ચ મોકલ્યેથી તેઓ તે પુસ્તક મોકલશે.
ધન્યવાદ.
LikeLike
ખુબ ખુબ આભાર. આપે ઈમેઈલથી મોકલાવેલ Pdf કોપી મેલ છે.
LikeLiked by 1 person
‘ચમાર જાતીમાં ગુરુ રોહીદાસ નામના એક મહાપુરુષ થયા હતા. તેમણે ગુરુગ્રંથ સાહેબમાં લખાયેલ ગુરુજીના ૪0 પદોને સાક્ષી રાખીને પોતાનો મત સ્થાપીત કર્યો; પછી તો ચમાર જાતી એ ઘણી જ તીવ્રતાથી ગુરુજીને પોતાના દેવના રુપમાં સ્વીકાર કર્યો.’ તેઓના જમાનામા બ્રાહ્મણોએ ત્રાસ આપ્યો હશે પણ આ જમાનામા આ વાત અપ્રસ્તુત છે.તેઓના સાહીત્ય પ્રચલીત છે.તેમના આ દોહાઓ ને પ્રેમ પૂર્વક યાદ કરવામા આવે છે જેવા કે—–
जाति-जाति में जाति हैं, जो केतन के पात।
रैदास मनुष ना जुड़ सके जब तक जाति न जात।।
कृस्न, करीम, राम, हरि, राघव, जब लग एक न पेखा।
वेद कतेब कुरान, पुरानन, सहज एक नहिं देखा।।
कह रैदास तेरी भगति दूरि है, भाग बड़े सो पावै।
तजि अभिमान मेटि आपा पर, पिपिलक हवै चुनि खावै।
रैदास कनक और कंगन माहि जिमि अंतर कछु नाहिं।
तैसे ही अंतर नहीं हिन्दुअन तुरकन माहि।।
हिंदू तुरक नहीं कछु भेदा सभी मह एक रक्त और मासा।
दोऊ एकऊ दूजा नाहीं, पेख्यो सोइ रैदासा।।
हरि-सा हीरा छांड कै, करै आन की आस।
ते नर जमपुर जाहिंगे, सत भाषै रविदास।।
मन चंगा तो कठौती में गंगा।
वर्णाश्रम अभिमान तजि, पद रज बंदहिजासु की।
सन्देह-ग्रन्थि खण्डन-निपन, बानि विमुल रैदास की
……………તેઓ તથા આવા સંતોને કોટી કોટી વંદન
LikeLiked by 1 person
સ્નેહીશ્રી ગાંડાભાઇ વલ્લભભાઇના સવાલનો જવાબ……..
પ્લીઝ શ્રીમદ્ ભગવદ ગીતાનો ચોથો અઘ્યાય ખોલજો. તેમાં શ્લોક : ૧૩ વાંચવા વિનંત છે. જે હું અહિં લખુ છું.
ચાતુર્વણર્ય મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: !
તસ્ય કર્તારમપિ માં વિદ્ઘયકતરિમવ્યયમ્ ૧૩.
ગુજરાતીમાં તરજૂમો…..
ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.
તો હવે આપણને સમજ પડી કે વર્ણવ્યવસ્થા શ્રીકૃષ્ણે પાડી હતી.
મારો તમને અનુરોઘ છે કે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીનું લખેલું પુસ્તક, ‘ અઘોગતિનું મૂળ, વર્ણવ્યવસ્થા ‘ જરુરથી વાંચજો. બીજા કોઇ સવાલ નહિ રહે.
આજે પણ જે લોકો પોતાને હિન્દુ કહાવડાવે છે તેઓ….મેજોરીટી લોકો વર્ણવ્યવસ્થામાં માને છે અને કોઇ દિવસ અેકતા પાળી શક્યા નથી. હિન્દુઓ હંમેશા દબાયેલા પ્રજાજનો બની રહ્યા છે. ….ઇન્ટર્નલ અને આઉટરલોકોના…..
સંત રોહીદાસજી અને ચાર્વાક, બન્નેને, લોકોઅે પોતાના વેપારમાં સત્યો બોલીને નુકશાન કરવા માટે સજા કરેલી.
ગૌતમ બુઘ્ઘના મઘ્યમપ્રતિપદાના નિયમો પણ વિરોઘીઓના શીકાર બનેલાં…અને સાથે સાથે ઘર્મના પાલકોના અંગત ખોટા કામો ને લીઘે પણ નુકઘાન થયેલું.
હિન્દુઓ કદાપિ અેકતા બનાવી શક્યા નથી, પાળી શક્યા નથી. તે તેમનો સૌથી મોટો ગુનો છે. જે આજે પણ જીવંત છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
આપના આ કાર્ય માટે આપને ખુબ ખુબ સાધુવાદ સાહેબજી
LikeLiked by 1 person
સાહેબ શ્રી,
સંત રોહિદાસ ની મૂળ વિચારધારા પુસ્તક ની પીડીએફ ફાઈલ આપની પાસે હોય તો મને આપવા માટે વિનંતી કરું છું.
🙏 પ્રણામ 🙏
LikeLike