–બીપીન શ્રોફ
ચાર્વાકના વીચારોનું સંકલન કરીને અત્રે ટુંકમાં અને સરળ ભાષામાં મુકવાની કોશીષ કરેલ છે. તેને આપણે ‘ચાર્વાકદર્શન’ તરીકે પણ ઓળખી શકીએ.
(1) આ જગત અને બ્રહ્માંડની દરેક વસ્તુઓ પદાર્થ (મેટર) છે કે પદાર્થની બનેલી છે. કુદરતના તમામ પરીબળો પણ ભૌતીક કે પદાર્થમય જ છે.
(2) માનવી કુદરતનો એક ભાગ છે. તેથી માનવી પણ એક ભૌતીક એકમ અથવા પદાર્થ છે.
(3) માનવીનું શરીર જુદા જુદા ભૌતીક પદાર્થોનું બનેલું છે; પરન્તુ તે બધા પદાર્થોનું મુળ એકમ ફક્ત એક જ પદાર્થ છે.
(4) માનવ શરીર અને માનવ મન (હ્યુમન બ્રેઈન) બે કોઈ જુદા જુદા સ્વતન્ત્ર એકમો નથી. માનવ મન તે માનવના ભૌતીક શરીરનો એક ભાગ જ છે. તેથી ભૌતીક શરીરના અંત સાથે માનવ મનનો પણ નાશ થાય છે. આપણા શરીરના મૃત્યુ સાથે જેમ શરીરના જુદા જુદા અંગો ક્રમશ; કામ કરતા બંધ થઈ જાય છે તેવું જ માનવ મગજ કે મન પણ કામ કરતું બંધ થઈ જાય છે.
(5) ભૌતીક શરીરમાં અશરીરી કે આધ્યાત્મીક આત્માનું અસ્તીત્વ શક્ય જ નથી. મનની ચેતના (Conscience or conscientious) જેને ધાર્મીક લોકો આત્મા તરીકે ઓળખે છે તે ખરેખર જૈવીક ઉત્ક્રાંતીમાંથી વીકસેલી ‘સદ્વીવેકબુધ્ધી’ છે. જે માનવીને સારુ શું ખોટું શું, નૈતીક શું અને અનૈતીક શું તેનો નીર્ણય કરતાં શીખવાડે છે. આવી ‘સદ્વીવેકબુધ્ધી’ અન્ય સજીવોમાં પણ તેમના જૈવીક વીકાસની કક્ષાના પ્રમાણમાં વીકસેલી હોય છે.
(6) માનસીક ચેતના તે માનવીના ઈન્દ્રીયજન્ય અનુભવોનું સર્જન છે. આપણી પાંચ ઈન્દ્રીયો, જેવી કે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા અથવા ચામડી દ્વારા માનવ મનને સંદેશા મળે છે. જે સંદેશાઓને અંગ્રેજીમાં ‘Human Perception’ તરીકે ઓળખવામાં આવે છે. તેને આપણે ઈન્દ્રીયો દ્વારા માનવ મનમાં ગ્રહણ થતા જ્ઞાન તરીકે પણ ઓળખી શકીએ. તેથી ચાર્વાક દ્રઢતાપુર્વક જણાવે છે કે માનવ મનને કોઈ અનુભવ માનવ શરીરની પાંચ ઈન્દ્રીયો સીવાય મળવો અસમ્ભવ છે. ઈન્દ્રીયાતીત અનુભવ ક્યારેય ભૌતીક ન હોઈ શકે. જે અનુભવને ઈન્દ્રીયોથી અનુભવી શકાય નહીં. ચાર્વકને મન તેનું કોઈ મહત્ત્વ એટલા માટે ન હતું; કારણકે તે ઈન્દ્રીયાતીત અનુભવને માનવ ઈન્દ્રીયોથી તપાસી શકાય નહીં. તે સાચો છે કે ખોટો તે તેના કોઈ પુરાવા માનવ ‘સદ્વીવેકબુધ્ધી’થી (Conscientious) મેળવી શકાતા નથી.
(7) માનવી એક ભૌતીક એકમ હોવાથી ચાર્વાકનું તારણ હતું કે માનવીને તેની પાંચેય ઈન્દ્રીયો દ્વારા મળતું સુખ જ સાચુ સુખ છે. સુખ ભૌતીક હોવાથી તે જયાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી જ તેનો અનુભવ કરી શકીએ. મૃતશરીર કોઈ સુખ એટલા માટે ન ભોગવી શકે; કારણ કે તેની બધી જ ઈન્દ્રીયો પણ શરીરના મૃત્યુ સાથે મૃત થઈ ગઈ હોય છે.
(8) ચાર્વાકનું આગળનું તારણ હતું કે શરીરને સુખ આપવા માટે તેના પર ઉપવાસ, શારીરીક દમન, અન્ય પાયાની મુળભુત જરુરીયાતોથી વંચીત રહેવાની જરુર નથી. તપ, જપ, સાધના અને ઈન્દ્રીયાતીત અનુભવોના દાવા બીલકુલ પોકળ છે. તેમાંથી માનવીને ક્યારેય સુખ મળી શકે નહીં. તે બધા દાવાઓ કરનારા પોતાની ઈન્દ્રીયોની મદદથી જ કરે છે; પણ તેમના દાવા ઈન્દ્રીયાતીત હોય છે. જે દાવો કરનાર સીવાય અન્ય કોઈ માનવી પોતાના ઈન્દ્રીયજન્ય અનુભવથી તપાસી શકે નહીં માટે ચાર્વાકને મન તેનું કોઈ મહત્ત્વ ન હતું.
(9) ચાર્વાકનું ઉપરના વીચારોને આધારે તારણ હતું કે બધા જ ધર્મોએ જે સ્વર્ગ, નર્ક, પાપ પુણ્ય, મોક્ષ, પુર્વજન્મ, પુનર્જન્મ વગેરે કપોળકલ્પનાઓ કરેલી છે. તમામ કપોળકલ્પનાઓને ઈન્દ્રીયજન્ય અનુભવોથી તપાસી શકાય તેમ ન હોવાથી સત્યથી વેગળી છે. અને સમાજના સત્તા ભોગવનારા રાજા, પુરોહીત તેમ જ સમ્પન્ન વર્ગના હીતો સાચવવા તે બધી કપોળકલ્પના કે દંતકથાઓનું સર્જન કરવામાં આવ્યું છે.
(10) માટે યજ્ઞો અને કર્મકાંડો કરવાથી ફક્ત તે કરાવનાર પુરોહીતો સીવાય કોઈનું કલ્યાણ તેમાંથી થતું નથી. યજ્ઞમાં અબોલ પશુઓનો બલી તો ન જ અપાય.
ટુંકમાં ચાર્વાકે મનુવાદી, બ્રાહ્મણવાદી વીચારસરણી ‘જગત મીથ્યા બ્રહ્મ સત્ય’ના વીચારો વીરુધ્ધ સમગ્ર જગત (માનવ સહીત) ભૌતીક પદાર્થનું જ બનેલું છે. કુદરતના તમામ પરીબળો જેવા કે આકાશ, સુર્ય, પૃથ્વી, નદી, પર્વત જેવા તમામ પરીબળો ભજવાના એકમો નથી; પણ માનવ અસ્તીત્વને ટકાવી રાખવા અને વીકસાવવા માનવીના ઈન્દ્રીયજન્ય અનુભવથી તે બધા પરીબળોને તેના નીયમોને સમજી શકાય તેમ છે. (The nature is not an object of worship but of knowledge).
–બીપીન શ્રોફ
તા. 20 ડીસેમ્બર, 2020ના રોજ પ્રગટ કરેલ તેમની ‘ફેસબુક’ પોસ્ટ (સ્રોત : https://www.facebook.com/bipin.shroff/posts/10223433795024228 )માંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : રૅશનાલીસ્ટ બીપીન શ્રોફ, તન્ત્રી, ‘વૈશ્વીક માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733 ઈ–મેલ : shroffbipin@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
ખરેખર સમજાતું નથી આત્મા શું છે ભગવાન શું છે દરેક લોકો પોતપોતાના મતે અલગ-અલગ સમજાવે છે મને એવું હજી લાગે છે તે રહસ્ય હજી કંઈક હશે અને શંકા પણ છે કે આવું કંઈ નહીં હોય. ચોક્કસ કંઈક કહી શકાતું નથી……..
LikeLiked by 1 person
Analytical view-point that makes sense … there is no physical proof and/or evidence but if someone is blessed with an open mind, that person will understand & appreciate this angle! 🙋
LikeLiked by 1 person
શ્રી બીપીન શ્રોફનું ‘ચાર્વાકદર્શન’ અભ્યાસપુર્ણ માહિતી પુસ્તક .
અંધશ્રધ્ધાને તો દરેક સંપ્રદાયે વખોડ્યો છે-ચાબખા પણ માર્યા છે.
ચાર્વાક ગ્રંથમાં જે જે સારી બાબતોના સુભાષિતો હતાં તે વૈદિકોએ પોતાના ગ્રંથોમાં ગોઠવી દીધાં હતાં અને સંત ચાર્વાકની માન્યતાઓ જણાવ્યું-
સંતો જેણે ચિંતન,મનન,ધ્યાન, દ્વારા અંતરમાં ઝાંખો. તે જ આનંદનો સ્ત્રોત છે, તે જ સાચું જીવન છે. આત્મા મનુષ્યની અંદર અમર તત્ત્વ છે. આત્મા જ વિચારો, ઇચ્છાઓ તથા તર્કોનું ઉદગમ-સ્થાન છે. આત્મા આધ્યાત્મિક તત્ત્વ છે; કારણ કે શરીર અને મનથી તે શ્રેષ્ઠ છે. તે અવશ્ય જ અમર છે; કારણ કે તે દેશ-કાળ-કારણથી અતીત છે; અનાદિ, અનંત, અકારણ અને અસીમ છે.આત્મા કે બ્રહ્મ અક્ષુણ્ણ, સનાતન અને અવિનાશી તત્ત્વ છે. જે સર્વજગદાધાર (સર્વ જગત આધાર) છે, જે જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓનો મૌન સાક્ષી છે. આ આત્માને જાણનાર અમર થઈ જાય છે, અમૃતાનંદ પ્રાપ્ત કરી લે છે.સાચો “હું” કોણ છે? તે આત્મા છ. તે જ બ્રહ્મ છે, શુદ્ધ ચૈતન્ય છે.તેઓના અનુભવો પ્રમાણે સાધનાથી ઘણાએ અનુભવેલી વાત વિષે ખોટી ન કહેવાય. હવે તો વૈજ્ઞાનિકોએ અનુભવેલી વાતોના પુસ્તકો પણ છે.શુક્ર-શોણિત જીવ સંજોગેસ્તુ ગર્ભ સંજ્ઞા ભવતી-અનુભવ્યુ.સ્ત્રી-બીજ અને શુક્રાણુના સંજોગ બાદ તેનું પડ એંટીના જેમ છુટી જીવ પ્રવેશતા ગર્ભ-ઝાઇગોટ થયું તે જાણ્યું છે.
तव्यैन्यविशिष्टदेह एव आत्मा देहातिरिक्त आत्मनि प्रामाणाभवात्||
ચાર્વાક દર્શન સત્ય છે એમ બિલકુલ કહી શકાય નહિ.ચાર્વાક વિજ્ઞાન અને કોર્ટની જેમ પ્રમાણ માગે છે. જયારે વૈદીક અને બીજા ધર્મો આસ્થા અને લોકવાયકા ઉપર ટકેલા છે. ભગવાન શ્રદ્ધા ઉપર આધારીત છે. ચાર્વાક તેનું પ્રમાણ માગે છે. પ્રમાણ વગર કોઇ વસ્તુનો સ્વિકાર ન થઇ શકે અથવા ઉપદેશ ન આપી શકાય તેવો ચાર્વાકનો નાસ્તિક મત છે.ચાર્વાક દર્શન નાસ્તિક છે આ સર્વમાન્ય હોય તો પણ નાસ્તિક આ સંજ્ઞાના અર્થ વિષે માત્ર ઘણી જ અનિશ્ચિતતા રહે છે જ. આજની વિચારસરણી ઇશ્વરને માને તે આસ્તિક અને ઇશ્વરને ન માને તે નાસ્તિક જયારે ચાર્વાક જે પ્રમાણિક છે તે આસ્તિક અને અપ્રમાણિક છે તે નાસ્તિક એમ માને છે. ચાર્વાક, જૈન, બુદ્ધ આ ત્રણેય દર્શનોએ ઇશ્વરનું અસ્તિત્વ નકાર્યું હોવાથી આ અર્થે તે દર્શનો નાસ્તિક હોવાનું નક્કી થાય છે. આમાંથી જૈનોએ જગતને નિર્માણ કરનાર ઇશ્વરને માન્યો ન હોય તો પણ તિર્થઁકરોને લગભગ ઇશ્વર માન્યા છે.તેથી તેઓ ખરી રીતે નિરીશ્વરવાદી નાસ્તિક છે તેવું કહી શકતા નથી. બૌદ્ધોની બાબતમાં પણ થોડુ એવું છે. અંતમા લોકસભાની ચર્ચામા સહિષ્ણુંતા માટે તેમને ચાર્વાક ઋષિને અડવાણીએ ઉત્તમ ગણાવ્યા હતા.આદરભાવ ને મહત્વ આપ્યું હતું.
વૈદિકો ઉપર ચાબખા મારતા રહેતા હતા.
भवन्त्वन्योपदेसार्वे पूर्ता: साधु समा: सदा|
स्वकार्यार्व प्रफुर्वन्ति ह्माकार्वाणां शतं तु ते||
चन्डायते विवदते स्वपित्यश्नति मादकम्|
करोति निष्फल कर्म मुर्खो वा स्वेष्टनाशनम्||
ઘુતારા ખૉટા છે તે વાત દરેક સ્વીકારે છે જ.
LikeLiked by 1 person
લેખક ખરેખર શું કહેવા મઆંગે છે એજ સમજાતું નથી.
LikeLike
ચાર્વાક…..બ્રૃહસ્પતિ……
ચાર્વાક માટે મારે કહેવું છે કે તેઓ ૨૦૨૧માં જન્મેલા હોવા જોઇતા હતાં તેઓ તેમના વિચારોને પચાવી શકે તેના કરતાં ખૂબ વહેલાં જન્મ્યા હતાં
તેમના વિચારો જેટલાં પણ આજે જાણવા મળે છે તે કોઇ કોઇ જગ્યાઅેથી સંપાદિત અને સંકલન કરેલા છે અેમ કહેવાય.
ચાર્વાકજીના જન્મનો સમય પણ કયો હતો તે પણ ઓથેન્ટીક નથી મળતો.
બૌઘ ઘર્મ કે જૈન ઘર્મ આશરે ૨૬૦૦ વરસો પહેલાં થયેલો ગણાય. ચાર્શ્રીવાક કદાચ ૩૦૦૦ વરસો પહેલાં થયા હોય તો બૌઘ કે જૈન ઘર્મથી ખૂબ વહેલાં જન્મેલા હોવા જોઇઅે. બીપીનભાઇઅે તેમના નવમાં સટેટમેંટમાં….‘ બીજા ઘર્મો ‘ નો નિર્દેશ કરેલો છે. તો તે બૌઘ અને જૈનઘર્મો જ ?
ફેબ્રુઆરી ૧૯, ૨૦૨૧ ના અભિવ્યક્તિમાં ‘ ચાર્વાક સૂત્રૉ ‘ ( ૧૩ સૂત્રો ) માં ઇન્ત્રોડક્શનમાં લખાયુ છે કે , ચાર્વાકને જીવતાજીવત બાળી નાખવામાં આવેલાં અને તેમના સાહિત્યને પણ બાળી મુકવામાં આવેલાં ( સૌને વાંચવા વિનંતિ છે. )
ઓથેન્ટીક કહેવાય તેવું ચાર્વાક સાહિત્ય કયુ ગણવું.?
સંસ્કૃત ભાષામાં લખાયેલા શલોકોનો સમજણ સાથેનો તરજૂમો શ્રી બિપીનભાઇઅે લખ્યો હોય તે શક્ય છે.
અને જેટલું સાહિત્ય અપાયુ છે તે આજના સમયને અનુરુપ છે.
શ્રી બિપીનભાઇઅે ખૂબ જ સરસ જ્ઞાન પીરસ્યુ છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Complete article is very logical & appealing and experience beyond 5 sense organs may be individual experience or hallucinations which can’t be proved & will not be duplicated still it’s human nature to be attracted to miracle ( 6th sense – which can’t be proved) and as further said may be beneficial for few highly intellectual for their own interst .
All these people have big blind following due to FAITH only – how ever it’s proved that many scientific invention are result of this ATI-INDRIYA revelation in sleep dream etc .
So let us assume this is another side of coin to keep balance of charvak views & presence of SOUL – Universal Divin Mind or GOD in different religion.
But all these so called Spiritual experiences base is physical only .
Past life regression – future life projection – Astral Travelling – Evil Spirit existence – Clairvoyant
– Hypnotism – colour therapy – Radionics – Affirmation & long list of all occult science followers life seen on deathbad in hospital – that is reality – nothing works .
These all are merely like entertainment films of different kind – love – romance – Action – scientific fiction etc which all we accept for mere MANORANJAN & it’s honestly declared in starting of film – that it’s all are fiction – so if we take all these as per our faith & follow with this true understanding then it’s ok .
Thx to Bipinbhai & Govindbhai 👍
LikeLiked by 2 people
મહેન્દ્રભાઇ ઠાકરના વિચારો મારા લેખના ટેકામાં છે. પણ તેઓશ્રીએ એક સરસ તારણ કાઢયું છે. અંધશ્રધ્ધા, આસ્થા, આધારીત માન્યતાઓ એ બધુ ભ્રમણા કે hallucinations ગણીને પેલા સીનેમા હોલમાં પોતાને ખર્ચે જોવા ગયેલા ચલચિત્રની માફક માણી શકો. આભાર,
LikeLiked by 1 person
.
મારા ચાર્વાક દર્શન લેખને આધારે જે પાંચ વાંચક મિત્રોએ પોતાના વિચારો જણાવ્યા છે. તે માટે તેમનો આભાર માની ટુંક માં જવાબ આપું છું.
(૧)નીરુ મેઘાવંશી–મારા લેખ પછી જો તમારા વિચારો અસ્પષટ જ રહેં તો તેમાં હું કંઇ કરી શકું તેમ નથી. પણ આવું વ્યક્તીત્વ પોતાનોમાં આત્મવિશ્વાસ પેદા કરી જીવનના સંઘર્ષોમાં સફળ થઇ શકે તે લગભગ અશક્ય અને અસંભવિત છે.
(૨) બી. એચ. ગાંધી,નો પત્ર અંગ્રેજીમાં છે. તેઓશ્રીનું તારણ છે કે મારા ચાર્વક દર્શનનો લેખનું પૃથ્થકરણ અર્થપુર્ણ છે. આ વિચારોને સમજવા અને ઉચિતપણે મુલ્યાંકન કરવા માટે ખુલ્લુ મન જોઇએ. આ અંગે આભાર વ્યક્ત કરવા સિવાય બીજું શું લખવું !
(૩) Niravrave Blog આ બ્લોગનું નામનો ઉચ્ચાર મારા પ્રમાણે નિરવ રવે થાય છે. મેં બને ભાષામાં તેથી લખ્યું છે. ચાર્વાકનું ભૌતીકવાદી દર્શન બ્લોગના લેખકને માન્ય નથી. “ વધુમાં તે જણાવે છે કે– સંત ચાર્વાકની માન્યતાઓ સંતો જેણે ચિંતન,મનન,ધ્યાન, દ્વારા અંતરમાં ઝાંખો. તે જ આનંદનો સ્ત્રોત છે, તે જ સાચું જીવન છે.આત્મા આધ્યાત્મિક તત્વ છે; કારણ કે શરીર અને મનથી તે શ્રેષ્ઠ છે. તે અવશ્ય જ અમર છે; જો ચાર્વક ભૌતીકવાદી હતો તે કેવી રીતે આત્માના અસ્તીત્વને તેના આધારીત અન્ય કપોળકલ્પનાઓને સ્વીકારે? અને ચાર્વાક વિરોધી પરીબળોએ તેમના તમામ શક્ય તેટલા વિચારોનો નાશ કરવો પડે!“ આ બધા ખ્યાલો, તે આધારીત સમજ અને કાર્યોએ આપણા દેશને સદીઓથી માનવમુલ્યો વિરોધી અને લોકશાહી સમાજ વિરોધી ઘણી બધી અમુલ્ય ભેટો આપી છે.– પુર્વજન્મ, કર્મ આધારીત વર્તમાન જન્મ અને સારો કર્મો વર્તમાનમાં કરવાથી ઉચ્ચ જાતી–ગ્નાતીમાં જન્મ, પછી વર્ણવ્યવસ્થા, અસ્પૃશ્યતા, નારી તાડનકિ અધિકારી. વિ.” જેના ફાયદા ગીતાના રચયિતાએ સારી રીતે મુકેલા છે. આપણા દેશનો આ સડી ગયેલો, કહોવાઇ ગયેલો મૃતપ્રાચીન ભુતકાળનું ચીરફાડ શબછેદન, વિચ્છેદન ( Dissection) કરવાની જરૂર છે. તેમાંથી ભૌતીકવાદી– વાસ્તવાદી વિચારો, મુલ્યોનું મહત્વ સમજીને કાઢી લેવાના છે.. બાકીના પેલા ગંધાઇ ગયેલા શબને તો દાટી જ દેવાની જરૂર છે. મૃતપામેલા આપણા સ્વજન પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય તેમ છતાં આપણું શાણપણ તેના મૃતદેહને ગૌરવભેર નિકાલમાં જ છે.
પશ્ચીમે જગતે આવા ભુતકાળના બોજરૂપ બનેલા બૌધ્ધીક વારસાને ચીરફાડ કરીને વિચ્છેદન કરવાનું કાર્ય ૧૫મી સદીથી શરૂ કરેલું છે. આપણે તો તે ભુતકાળના બોજ ને હજુ પેલી વસુકી ગયેલી ગાયની માફક પાળી, પોષી અને વળગી રહ્યા અને પુંજીએ છીએ.છે. કારણકે ગાય અને તેનો વંશવેલો કૃષી અર્થતંત્રનો આધાર હતો.પણ સમાજનો રોટલો જો ઔધ્યોગીક અને માહિતયુગમાં પરિવર્તન પામે ત્યારે પેલી જુની માનસીકતા ટકાવી રાખવા અને તેને ભજવા પુજવાથી ભારતના કયા રોટી–કપડા– મકાનના પ્રશ્નો આપણે ઉકેલી શકીશું. પશ્ચીમી સમાજ પોતાની માન્યતા રેશનલ બનતા પોતાના ધાર્મીક સ્થાનો વેચી દે છે. પણ ખરીદે છે કોણ? એ તો પુછી જુઓ જરા ? હિંદુ અને મુસ્લીમ ધર્મની પ્રજા. કેમ? અમારા ધર્મનું અસ્તિત્વ ખતરામાં છે. અંમારે અમારો વારસો– સંસ્કૃતીનું રક્ષણ કરવાનું છે પેલી ઔધ્યોગીક મલેચ્છ સંસ્કૃતીથી.!કેવી રીતે? તેમના ગ્નાન,વિગ્નાન અને ટેકનોલીજીની મદદથી. શુભેચ્છા.
(૪) ભાઇ અમૃત હજારીના વીચારો મારા અનુમોદનમાં છે. માટે તેમનો આભાર .
.
LikeLiked by 1 person