ભારતમાં પુર્નજાગરણ વીરોધી પરીબળો
–ડૉ. ઈન્નૈયાહ નરીસેત્તી
આપણી બૌદ્ધીક પછાતતા, ભાગ્યવાદ, ભવ્ય ભુતકાળ વાગોળવાની ટેવ, આપણને પ્રગતી માર્ગ પર આવતાં અટકાવે છે. આપણે ભુતકાળને નજીકથી નીહાળી તેની ઉત્તમ બાબતોની કદર કરવી જોઈએ; પરન્તુ માત્ર ભુતકાળને વળગી રહેવાથી આધુનીક બનવાના આપણા માર્ગમાં અવરોધ પેદા થાય છે. અન્ધશ્રદ્ધા અને આપણા સજ્જડ પુર્વગ્રહો, પ્રગતીનાં અવરોધક પરીબળો છે. વૈજ્ઞાનીક પદ્ધતી તેનો ઉપાય છે. એ નવાઈની વાત નથી કે આપણે આપણા માર્ગથી ચલીત થયા છીએ.
વીજ્ઞાન આપણને પ્રગતીના માર્ગ પર મુકે છે. ધાર્મીક શીક્ષણમાં દયા, માનવતા, કરુણા જેવાં તત્ત્વો હોવા છતાં, ધર્મોથી અસહીષ્ણુતામાં વધારો થયો છે. આ કારણથી જ ભારતમાં પુર્નજાગરણ થયેલ નથી. રામમોહન રાયે ભારતમાં 19મી સદીમાં પુર્નજાગરણની (Renaissana)પહેલ કરી હતી; પરન્તુ તેમના પ્રયત્નોને ગંભીર ઝાટકો લાગ્યો અને આપણે જોઈ રહ્યા છીએ કે ધાર્મીક ઉન્માદ અને કટ્ટરતા વધી રહ્યા છે. આવું કાંઈ અચાનક જોવા મળ્યું નથી. ધીરે ધીરે વાતાવરણ બંધાયું છે અને તેનું આ પરીણામ છે. તે માટે હીંદુ, મુસ્લીમ, ખ્રીસ્તી અને જે તે સમયની સરકાર, આ તમામ જવાબદાર છે.
હીંદુ
ભારતમાં હીંદુ બહુમતી હોવા છતાં, તેઓ લધુતા ગ્રંથીથી પીડાઈ રહ્યા છે. કેટલાક હીંદુ સંગઠનો હીંદુ સંસ્કૃતી ભયમાં હોવાનો દાવો કરી રહ્યા છે. આ કાંઈ નવું વલણ નથી. કોંગ્રેસના એક અંતીમવાદી જુથે ધર્મના મુદ્દે હીંદુઓને સંગઠીત કરવા પ્રયાસ કર્યો હતો. તીલકે ગણેશ અને શીવાજી ઉત્સવોથી રાજકારણમાં ધર્મનો પ્રવેશ કરાવ્યો. કોંગ્રેસનાં આ અંતીમવાદી જુથે રાષ્ટ્રવાદ અને દેશભક્તીનાં નામે લોકોને અંગ્રેજો વીરુદ્ધ હીંસા કરવા ઉશ્કેર્યા હતા. તીલક અને લાલા લજપતરાયે આ બાબતે અગ્ર ભુમીકા ભજવી હતી. રાજકારણમાં ધર્મનો પ્રવેશ થતો જોઈને મુસ્લીમો રાષ્ટ્રીય ચળવળથી દુર રહેવા પ્રયત્ન કરવા લાગ્યો. પરીણામે મુસ્લીમ હીતોના રક્ષણ માટે મુસ્લીમ લીગનો જન્મ થયો.
મુસ્લીમ
સર સૈયદ અહમદ (1817–1889) નામના એક મુસ્લીમે 1862માં અલીગઢ ખાતે ‘વીજ્ઞાન સભા’ની સ્થાપના કરી હતી. સર સૈયદે ભારતમાં મુસ્લીમોને આધુનીક બનાવવા પ્રારંભ કર્યો. મુસ્લીમોમાં આધુનીક શીક્ષણ માટે તેમણે Anglo oriental કૉલેજની સ્થાપના કરી. તેમણે ઈતીહાસ અને વીજ્ઞાનનાં પુસ્તકોનું ઉર્દુમાં ભાષાંતર કરવાની પ્રક્રીયા આરંભી હતી. તેમની આ પ્રવૃત્તીથી ધાર્મીક આગેવાનો અકળાયા. તેમણે જ્યારે મુસ્લીમોને પશ્ચીમી શીક્ષણ પ્રાપ્ત કરવા કહ્યું ત્યારે ઉલેમાઓએ તેમને ‘કાફીર’ નું બીરુદ આપ્યું. તેમની વીરુદ્ધ ફતવો પણ પ્રગટ કરાયો. આથી તેઓ નરમ પડ્યા. અંતે ઉલેમાઓએ ધાર્મીક શીક્ષણ પર કાબુ મેળવ્યો. ત્યારબાદ સર સૈયદ કે તેમના અનુયાયીઓએ સામાજીક સુધારા માટે કોઈ પ્રયત્ન કર્યો નહીં.
સર ઈકબાલ મહમદ (1873–1938) પ્રભાવશાળી મુસ્લીમ અને જાણીતા કવી હતા. તેમણે ધર્મ, રાજ્ય અને રાજકારણને એક સાથે સાંકળવાની દરખાસ્ત કરી હતી. તેઓ રાષ્ટ્રવાદ અને સમાજવાદી ના બદલે ઈસ્લામ ધર્મ ઈચ્છતા હતા. જો કે તેમણે લેનીનની પ્રશસ્તી કરતાં કાવ્યો લખ્યાં છે.
મુસ્લીમ લીગનો જન્મ તા. 30 ડીસેમ્બર, 1906ના રોજ થયો હતો. અંગ્રેજો ઈચ્છતા હતા કે મુસ્લીમો કોંગ્રેસની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ ન લે. કોંગ્રેસમાં પંડીત મદન મોહન માલવીયા મુસ્લીમ લીગને અપાઈ રહેલ મહત્ત્વથી વીરુદ્ધ હતા. તીલકને અંગ્રેજો સામેના વીરોધમાં મુસ્લીમોનો સાથ મળે તે જરુરી લાગતું હતું.
પ્રથમ વીશ્વયુદ્ધ બાદ ખીલાફત ચળવળ શરુ કરવામાં આવી હતી અને ગાંધીજીનો તેને ટેકો હતો. તુર્કીમાં મુસ્તફા કમલ પાશાએ ખીલાફત પ્રથાનો અંત આણ્યો અને અનેક સુધારાઓ દાખલ કર્યા. ખીલાફત ચળવળમાં જોડાયેલા મુસ્લીમો કોંગ્રેસથી દુર થયા. અબ્દુલ ગફાર ખાન કોંગ્રેસમાં રહ્યા હતા. માત્ર કેટલાક કોંગ્રેસી સમજી શક્યા હતા કે ધર્મના આધારે રાષ્ટ્રીય ચળવળ ચલાવવાનું જોખમી છે. સર સૈયદ ભારતમાં મુસ્લીમો માટે આરંભેલી પુર્નજાગરણ ચળવળ ધર્મના આધારે તેમ જ ભારતના રાજકારણમાં પ્રવેશનાં કારણે તેને ક્યારેય મજબુત સમર્થન પ્રાપ્ત થયું નહીં.
‘મુસ્લીમ સત્ય શોધક સભા’ની સ્થાપના કરનાર હમીદ દલવાઈને પરમ્પરાવાદીઓ તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અસગરઅલી એજીનીયર મુસ્લીમ સમાજમાં અગ્રણી સુધારક હતા. તેમના પર અનેક હુમલાઓ થયા હતા. મુસ્લીમ ધર્મમાં જડતા અને રુઢીચુસ્તતા સામે અવાજ ઉઠાવનાર જાણીતી લેખીકા તસ્લીમા નસરીન સામે બંગ્લા દેશમાં મોતનો ફતવો જાહેર કરાયો છે અને જુદા જુદા દેશોમાં આશ્રય લીધા બાદ હાલે તેણી ભારતમાં આશ્રય લઈ રહી છે.
ખ્રીસ્તીઓ
સરકાર અને રાજકીય પક્ષો આ સુધારાવાદી વલણને ટેકો આપી શક્યા હોત; પરન્તુ તેમ બન્યું નહી. ઉલ્ટું, સરકાર પોતે પુર્નજાગરણ વીરોધી પરીબળ તરીકે કામ કરતી હતી. બ્રીટીશ સરકારે ખ્રીસ્તી મીશનરીઓને 1813માં સત્તાવાર દરજ્જો પ્રદાન કર્યો હતો. બીજી તરફ અંગ્રેજોએ જ સતીપ્રથા નાબુદ કરતો કાયદો ઘડ્યો તેમ જ અસ્પૃશ્યતા નાબુદી અને ધર્મ સ્વાતંત્ર્ય અધીકારની તરફેણ કરી.
1857ના બળવા બાદ રાણી વીકટોરીયાએ જાહેર કર્યું કે ખ્રીસ્તી ધર્મ લોકો પર લાદવામાં આવશે નહીં. 1872માં બ્રીટીશ સરકારે બીશપને ભારત મોકલવાનું બંધ કર્યું. આમ છતાં ભારતના દેવળોને 1948 સુધી નાણાંકીય સહાય અંગ્રેજ સરકાર તરફથી મળતી હતી. સ્વાતંત્ર્ય બાદ, ગરીબ લોકોને ખ્રીસ્તી ધર્મમાં પરીવર્તન કરાવતા હોવાના આક્ષેપો બાદ, ‘નીઓગી સમીતી’ની આક્ષેપોની તપાસ માટે નીમવામાં આવી હતી. આ સમીતીએ ભલામણ કરી કે ખ્રીસ્તી મીશનરીઓને ધર્મ પ્રચાર પર પ્રતીબંધ હોવો જોઈએ. માત્ર ભારતીયોને ધર્મ પ્રચારની છુટ હોવી જોઈએ, ખ્રીસ્તી ધર્મનાં પુસ્તકો સરકારી મંજુરી બાદ જ વીતરણ કરવાની પરવાનગી હોવી જોઈએ.
સરકાર
સ્વતંત્ર ભારતના પ્રથમ શીક્ષણ પ્રધાન અબ્દુલ કલામ આઝાદ ધાર્મીક શીક્ષણની તરફેણમાં હતા; પરન્તુ જવાહરલાલ નહેરુ તેની વીરુદ્ધ હતા. નૈતીક મુલ્યોનાં શીક્ષણનાં નામે જેમ ખ્રીસ્તીઓ બાઈબલનું શીક્ષણ આપે છે તેમ હીંદુ ધર્મ શાસ્ત્રોનું શીક્ષણ આપવાનો કેટલાક સભ્યોનો આગ્રહ હતો. આ સમ્બન્ધમાં ડો. રાધાકૃષ્ણના અધ્યક્ષપદે એક સમીતી રચવામાં આવી હતી. તેમણે તમામ ધર્મોના મુલ્યોનું શીક્ષણ આપવા ભલામણ કરી હતી.
અન્ય પરીબળો
હીંદુ મહાસભાનો જન્મ 1907માં થયો. સાવરકર શરુઆતના તબક્કે તીલકના શીષ્ય હતા. તેમણે મુસ્લીમોના શુદ્ધીકરણ બાદ હીંદુ બનાવવા પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસ અને હીંદુ મહાસભા 1927માં છુટા પડ્યા. 1923માં કોંગ્રેસ અધીવેશન સાથે હીંદુ મહાસભાએ બેલગામમાં તેનું અધીવેશન યોજ્યું હતું. 1930માં હીંદુ મહાસભાએ કોંગ્રેસના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ચુંટણી લડવા ઉતાર્યા હતા.
ભારત સ્વાતંત્ર્ય થવા સાથે ધર્મના આધારે તેના ભાગલા થયા હતા. મહાસભાએ ભારત–પાકીસ્તાન જોડાણ, મુસ્લીમોની હીંદુ ધર્મમાં ધરવાપસી તેમ જ ગૌહત્યા પ્રતીબંધની માગણી કરી હતી. તેમણે ફરજીયાત લશ્કરી તાલીમ તેમ જ હીંદુ લગ્ન ધારો રદ કરવા પણ માગણી કરી હતી. ડો. હેડગેવરે 1925માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના કરી. કોમી રમખાણોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હીંદુઓની કાળજી લીધી હતી. તેણે જાહેર કરેલ કે પોતે રાજકીય પક્ષ નથી, સાંસ્કૃતીક સંગઠન છે. ગાંધીજીની હત્યા વખતે તેના પર પ્રતીબંધ મુકાયો હતો. ડો. શ્યામપ્રસાદ મુખરજીએ બળવાખોર હીંદુઓના ‘જનસંઘ’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. ભારતીય જનતા પક્ષ તેનો નવો અવતાર છે. તેના પ્રવેશથી ધર્મની રાજકારણ સાથે ભેળસેળ થઈ ગયેલી છે. આ પક્ષ મુસ્લીમોને દેશમાંથી હાંકી કાઢવા માગે છે. ભારતીય બંધારણ ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ડો. આંબેડકરે હીન્દુઓના વર્ચસ્વ સામે મોટી લડાઈ આપી. ‘હીંદુ કોડ બીલ’ પસાર ન થતાં તેમણે કાયદા પ્રધાન તરીકે રાજીનામું ધરી દીધું હતું. હરીજનોના મન્દીર પ્રશ્ન તેમ જ તળાવમાંથી હરીજનોને પાણી લેવાના પ્રશ્ને જન આંદોલનો લાંબા સમય સુધી કરેલ હતા. હીંદુ ધર્મના ભેદભાવથી કંટાળી તેમણે 14 ઓકટોબર, 1956ના રોજ નાગપુરમાં 75,000 લોકો સાથે હીંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. ડો. આંબેડકરની પુર્નજાગરણ ચળવળ લાંબો સમય ચાલી નહીં. પુર્નજાગરણને વેગ આપનાર બીજી એક વ્યક્તી એમ. એન. રોય હતા. તેમની વીચારધારા આજે પણ જીવંત અને સુસંગત છે. તેમણે કરેલ કેટલીક રાજકીય આગાહીઓ સાચી ઠરી રહી છે.
–ડૉ. ઈન્નૈયાહ નરીસેત્તી
લેખક–સમ્પર્ક : ડૉ. ઈન્નૈયાહ નરીસેત્તી, ઈ.મેલ : inniah@gmail.com
સમ્પાદકો બીપીન શ્રોફ અને અશ્વીન ન. કારીઆની પુસ્તીકા ‘માનવવાદ’ (પ્રકાશકો : (1) રૅશનાલીસ્ટ ગીરીશ સુંઢીયા, મહામન્ત્રી, બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી, 69/2, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ વે, પાલનપુર – 385 001 અને સેલફોન : 942 666 3821 (2) રૅશનાલીસ્ટ સીદ્ધાર્થ ટી. દેગામી, પ્રમુખ, સત્યશોધક સભા, 410, આગમ ઓર્ચીડ, નન્દીની–2 પાસે, વેસુ, સુરત – 395 007 સેલફોન : 942 680 6446 પ્રથમ આવૃત્તી : માર્ચ, 2021 પાનાં : 88 + 10, મુલ્ય : રુપીયા 70/–)માંથી), સમ્પાદકો અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. બીપીન શ્રોફ, તન્ત્રીશ્રી, ‘માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 ફોન : (02694) 245 953 સેલફોન : 97246 88733 ઈ.મેલ : shroffbipin@gmail.com
(2) અશ્વીન ન. કારીઆ, (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) 16, શ્યામવીહાર એગોલા રોડ, પાલનપુર – 385001 સેલફોન : 70167 48501/ 93740 18111
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
‘અન્ધશ્રદ્ધા અને આપણા સજ્જડ પુર્વગ્રહો, પ્રગતીનાં અવરોધક પરીબળો છે. વૈજ્ઞાનીક પદ્ધતી તેનો ઉપાય છે.’
દરેક સમય માટે સત્ય વાત
તે સીવાય દરેક દેશને આતંકવાદ પ્રચંડ અવરોધક બળ છે અને વિસ્તારવાદી દેશો ન કેવળ પ્રગતીનાં અવરોધક બળ છે પણ દરેક પ્રદેશના અવરોધક બળોને ઉતેજન આપવા નાણા આપે અને પ્રગતી વિરુધ્ધ પ્રચાર કરે છે
તે માટે સતત સાવધાન રહેવુ પડે છે.
LikeLiked by 1 person
પુન:જાગ્રણ અથવા નવજીવન અથવા નવચેતન.
આ પ્રકારની પ્રક્રિયા કયારે કરવી પડે ? જવાબ છે ‘અંઘશ્રઘ્ઘાના વાતાવરણમાંથી.‘
ભારતના તે સમયના વઘુ પડતા ઘર્મોમાં અને તેનામાં માન્અંયતા ઘરાવતા લોકોમાં અઘશ્રઘ્ઘા રાજ કરતી હતી. આજે પણ છે…. ઓછા પ્રમાણમાં. હિન્દુ મુસ્લિમ ઘર્મોના અનુયાયીઓમાં તે જુદાપણું… આજે પણ જીવે છે.
ડો. નરીસેત્તીએ સરસ એનાલીસીસ કર્યુ છે.
આ પ્રશ્નને સારી રીતે ઉકેલી શકાયો હોત. પોલીટીશીયનોઅે પોતાના અંગત સ્વાર્થને પોષવા ખોટા રસ્તા પકડેલા હતાં. આજે પણ તે ભારતને હેરાન, પરેશાન કરી રહ્યુ છે.
પોલીટીક્સ અને ઘર્માંઘતાએ ભારતને મુશ્કેલીમાં મુકેલો છે.
પુન:જાગ્રણનો કોઇ રસ્તો નથી. જડતાથી ભરેલાં ઘર્મો બરબાદીના રસ્તા પર દોડી રહ્યા છે.
રેનેશાં અને રેફરમેશને યુરોપને નવચેતન આપેલું… નવજાગ્રતિ આપેલી… કારણ કે ત્યાં અેજ્યુકેશન… ભણતર અને વિજ્ઞાનને ઉત્તેજન આપવાનું શરું થઇ ચૂક્યુ હતું.
અંઘશ્રઘ્ઘા ફેલાવતા ઘર્મો જ્યાં સુઘી જીવતા હશે ત્યાં સુઘી અભણ,લોકોનો ઉઘ્ઘાર નથી. વિજ્ઞાને આપેલા સર્વે વૈજ્ઞાનિક ઉપકરણો વાપરતા હશે પરંતું જીવનની વર્તણુકમાં અંઘશ્રઘ્ઘામાં માનતા રહેશે ત્યાં સુઘી નવજીવન નહિ મળે.
સરસ આર્ટીકલ.
LikeLiked by 1 person
Very learned article with all historical facts .
LikeLiked by 1 person
વીજ્ઞાન આપણને પ્રગતીના માર્ગ પર મુકે છે. ધાર્મીક શીક્ષણમાં દયા, માનવતા, કરુણા જેવાં તત્ત્વો હોવા છતાં, ધર્મોથી અસહીષ્ણુતામાં વધારો થયો છે. આ કારણથી જ ભારતમાં પુર્નજાગરણ થયેલ નથી—ડૉ. ઈન્નૈયાહ નરીસેત્તી
જ્યારે જ્યારે દેશમાં કોઈ એક ધર્મના વર્ચસ્વ માટે જે વાતાવરણ ઉભુ થાય ત્યારે ત્યારે જ દેશમાં અરાજકતા ફેલાઈ છે.
LikeLiked by 1 person