શું “નથી” હોય?

શું “નથી” હોય?

–સુર્યકાન્ત શાહ

એક કબાટથી થોડે દુર મારા મીત્ર સાથે હું ઉભો હતો. વાતમાં ને વાતમાં એણે દાવો કર્યો કે કબાટની પાછળ બીલાડી છે. મેં કાન સરવા કર્યા; પરન્તુ ન તો મને ‘મ્યાઉં’ સંભળાયું કે ન તો બીલાડીના હલચલનનો કોઈ અવાજ સંભળાયો. મેં શંકાશીલ આંખે મીત્રની સામે જોયું, અને જણાવ્યું કે, બીલાડીની હાજરીના કોઈ એંધાણ વરતાતા નથી. કદાચ એ ત્યાં નહીં હોય. મીત્રે ભારપુર્વક ફરી એકવાર દાવો કર્યો કે એ ત્યાં છે એટલે છે જ. મને બીલાડીના એંધાણ નહીં વરતાયા તે નહીં જ વરતાયા. હવે બીજીવાર સંશયભરી નજરે મીત્રની સામે જોઈને સાચી વાત કરવા માટે હું નાહીમ્મત હતો.

મેં જરા ધીમા અવાજે એને કહ્યું કે, આપણે બન્ને કબાટ પાસે જઈએ અને ખાતરી કરીએ કે ત્યાં બીલાડી છે કે નહીં. એણે ધરાર ઈનકાર કર્યો. એણે પુરી શ્રદ્ધા સાથે પુનઃ પુનઃ રટણ કર્યા જ કર્યું કે, બીલાડી ત્યાં છે એટલે છે. એ કહે છે એટલે ત્યાં હોય જ! હું એના સત્તાધારી અવાજનો સામનો કરવા માંગતો હતો. મારે સત્ય જાણવું હતું કે ત્યાં બીલાડી છે કે નહીં. એણે મારી સાથે આવવાનો વારંવાર ઈનકાર કર્યો એટલે ના છુટકે હું એકલો ગયો. કબાટની પાછળ જોયું. કબાટની ઉપર જોયું. વાંકા વળીને કબાટની નીચે જોયું. મને કશે બીલાડી દેખાઈ નહીં. હું જ્યારે તપાસતો હતો ત્યારે તે મને નાહીમ્મત કરવા માટે જાતભાતના ‘આંધળો છે, તને નહીં દેખાય! બીલાડીને જોવા માટે વીશીષ્ટ પ્રકારની આંખ અને ખાસ તો નજર જોઈએ.’ વાગ્બાણ માર્યા. મારામાં જેટલી ધીરજ અને હીમ્મત હતી તેને ભેગી કરીને વારંવાર ખાતરી કરી કે બીલાડી નથી. અને મને ખાતરી થઈ કે કબાટ પાછળ બીલાડી નથી એટલે નથી જ.

બરાબર તપાસ કરીને હું મીત્રની પાસે આવ્યો. આવીને મેં એને ખાતરીપુર્વક જણાવ્યું કે, ત્યાં બીલાડી નથી. આથી મીત્ર ઉશ્કેરાયો. “તું કેવી રીતે કહી શકે કે ત્યાં બીલાડી નથી? શું એ નથી તે, તેં પુરવાર કર્યું છે? પુરાવો લાવ કે ત્યાં બીલાડી નથી. એ નથી તે પુરવાર કર!” મેં એને સમજાવવાની લાખ કોશીશ કરી કે બીલાડી હોવાનો એનો દાવો છે. આથી જ ‘છે’ તેનો દાવો કરનારે પુરવાર કરવાનું થાય કે જે ‘છે’ તે છે! જે નથી એવું હકીકત વીધાન કરનાર ‘નથી’ હોવાનું પુરવાર કરવાનું હોતું નથી. મારો મીત્ર મૈત્રી ભુલી ગયો. મને ગાળગલોચ કરવા માંડ્યો. મને બીલાડીના દુશ્મનનો ઈલકાબ આપ્યો. આખી શેરીના લોકને ભેગા કર્યા. ત્યાં પણ ઉદ્ઘોષણા કરતો હોય તેમ મને બીલાડીના અસ્તીત્વમાં નહીં માનનાર તરીકે જાહેર કર્યો. એ લોક મને બીલાડીના અવ્વલ નંબરના દુશ્મન તરીકે જોવા માંડ્યું. જે ‘નથી’ તે નથી કહેનારો હું કોણ? મારી શી હેસીયત? મારી નોકરીથી માંડી સમાજમાં મારા સ્થાનને ભયમાં મુકવાની એ લોકમાંથી ચાર–પાંચ જણાએ તો મને ધમકી આપી. ‘બીલાડી નથી’ ના સત્યને ફરી એકવાર બોલવાની હીમ્મત હું ખોઈ બેઠો. જે નથી એવી બીલાડીના અક્કલ વગરના મુદ્દા પર વીવાદ કરવાનો અને લોકરોષ ભોગવવા સુધી એને તાણી જવાનો મારો પ્રયત્ન મને બેવકુફીવાળો લાગ્યો. મારો મીત્ર અને લોક જે નથી તે બીલાડી છે તેવું માને અને તેવું માનીને ખુવાર થાય તો મારાથી કશું થાય નહીં; કારણ કે હજી એવો કીમીયો તો શોધાયો નથી કે જે ‘નથી તે હોય’ હું પુરવાર કરી શકું! મને ખાતરી છે કે આ મારા જીવનમાં એવો કીમીયો શોધાવાનો જ નથી. એકવાર માનો કે શોધાયો અને ‘નથી’ તે નથી જ એવું પુરવાર થાય તો પણ મારો આ બીલાડીનો અન્ધભક્ત મીત્ર અને આ લોક બીજું ગતકડું શોધશે કે જે ફરીવાર ઉદ્ઘોષણા કરશે કે કબાટ પાછળ બીલાડી છે એટલે છે!

–સુર્યકાન્ત શાહ

‘ધબકાર’ દૈનીકમાં તા. 06–07–2021ના રોજ (દર મંગળવારે) પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘વૈજ્ઞાનીક સત્ય’માંથી લેખકના અને ‘ધબકાર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com

8 Comments

  1. ભગવાનની બાબતમાં પણ કબાટ પાછળની બિલાડી જેવું નથી લાગતું…?????

    Liked by 3 people

  2. શું “નથી” હોય?’ શ્રી સુર્યકાન્ત શાહનો સ રસ લેખ
    ‘બીલાડીનો અન્ધભક્ત મીત્ર’ ને માનસિક વ્યાધિ છે.
    જેમા ન હોય તેવુ દેખાય,તેને અંધશ્રધ્ધા ગણવાને બદલે માનસિક રોગ ગણીને સારવાર કરીએ.
    એક કવિ ની પંક્તિ-‘રે હણહણતી મેં સાંભળી સુવાસ! ‘
    હવે સુવાસ સંભળાય કેવી રીતે? આને અંધશ્રધ્ધા ગણી લડવા બેસે તો તેની પણ સારવાર કરવી પડે!
    અહીં કવિએ એક ઇન્દ્રિયનું કાર્ય બીજી ઇન્દ્રિય દ્વારા થતું દર્શાવી સુંદર અને માર્મિક કલ્પના કરી છે.અશ્વરૂપી થનગનતી યુવાની હવે આકાર સ્વરૂપે તો રહેવાની નથી. બસ, હવે તો પ્રિય વ્યક્તિના સ્મરણો અને કાર્યોની સુવાસ જ રહેવાની છે. અને એના ભણકારા જ સુવાસ બની કાનમાં સંભળાશે.
    કવિનાં શબ્દોમાં રહેલાં ગુઢાર્થની લિપી જો ઉકેલી શકીએ તો જ વેદનાની વાત વાંચી શકીએ, અનુભવી શકીએ.ચાર્લ્સ ડિકન્સના ધ પિરવિક પેપર પરથી સીમ્સે ધ સ્ટ્રોલર્સ ટેલ માં ભ્રમણા અંગે ખૂબ જ “સારી રીતે વિસ્તૃત વિવરણ” કર્યું છે
    સાંપ્રત સમયે કોવિડના કેસોની સારવાર દરમિયાન આવા લક્ષણો ઘણામા દેખાયા છે. આ ન્યૂરોસાઈકિયાટ્રિક લક્ષણ છે જે ચિકિત્સક પ્રેરિત દવાઓ અથવા હોસ્પિટલ જનિત પેથોજેન્સ બેક્ટેરિયા અથવા સર્જરી કે એનેસ્થેસિયાના કારણે પણ હોય છે. ઓક્સિજનના સ્તરમાં ઘટાડાની નવી સમસ્યા, અને ઉન્માદક તેમજ પીડાની દવાઓ કે જે હવે લગભગ સમગ્ર વિશ્વમાં તમામ આઈસીયુ ના દર્દીઓનો આપવામાં આવે છે. ખાસ કરીને વયસ્ક લોકો માટે ઘણી મહત્વની તબીબીય સમસ્યા છે. દર ચારમાંથી એક દર્દી એક વખત પણ હોસ્પિટલમાં રોકાય તો તે આ રોગથી પીડાય છે.
    આમા કેટલાક જેઓ પવન- જે અનુભવવાની વાત છે તે દેખાતો નથી તેને અંધશ્રધ્ધા ગણીને લડે છે!

    Like

  3. શું “નથી” હોય?’ શ્રી સુર્યકાન્ત શાહનો સ રસ લેખ

  4. મને તો લાગે છે કે ભગવાન નથી એમ કહેનારા લોકોને એ પુરવાર કરવાની ચેલેન્જ માટે જ એ ભાઈએ આ તર્ક ઉભો કર્યો હશે. જેમ સાવ સાદી વાત એક બીલાડીની જે નથી એ પુરવાર તમે કરી શકતા નથી, તો ભગવાન નથી એ તમે કેવી રીતે પુરવાર કરી શકો? માટે જ ભગવાન છે જ. પણ મુઢતા તો જુઓ કે અનસ્તીત્વનું અસ્તીત્વ કેવી રીતે પુરવાર થઈ શકે? પણ આ તર્ક એ ભાઈએ કે બીજા લોકોએ કેમ આગળ ચલાવ્યો નહીં હોય?!
    હાર્દીક આભાર ગોવીન્દભાઈ.

    Liked by 1 person

  5. ફરીથી મુકતા આ આવે છે !
    Duplicate comment detected; it looks as though you’ve already said that!

    Like

    1. શું “નથી” હોય? પોસ્ટ અંગે આ અગાઉ આપની કોઈ કોમેન્ટ છે જ નહીં તો ડુપ્લીકેટ કોમેન્ટ ડીલીટ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આપના કોમેન્ટ બોક્સમાં કોઈ કોમેન્ટ સેન્ડ કરવાની રહી તો ગઈ નથી… માફ કરજો…

      Like

  6. Pragna Vyas
    Mon, Sep 6, 7:32 PM (2 days ago)
    to me

    આ કોમેંટ પોસ્ટ થતી નથી !
    યોગ્ય કરશો

    શું “નથી” હોય?’ શ્રી સુર્યકાન્ત શાહનો સ રસ લેખ
    ‘બીલાડીનો અન્ધભક્ત મીત્ર’ ને માનસિક વ્યાધિ છે.
    જેમા ન હોય તેવુ દેખાય,તેને અંધશ્રધ્ધા ગણવાને બદલે માનસિક રોગ ગણીને સારવાર કરીએ.
    એક કવિ ની પંક્તિ-‘રે હણહણતી મેં સાંભળી સુવાસ! ‘
    હવે સુવાસ સંભળાય કેવી રીતે? આને અંધશ્રધ્ધા ગણી લડવા બેસે તો તેની પણ સારવાર કરવી પડે!
    અહીં કવિએ એક ઇન્દ્રિયનું કાર્ય બીજી ઇન્દ્રિય દ્વારા થતું દર્શાવી સુંદર અને માર્મિક કલ્પના કરી છે.અશ્વરૂપી થનગનતી યુવાની હવે આકાર સ્વરૂપે તો રહેવાની નથી. બસ, હવે તો પ્રિય વ્યક્તિના સ્મરણો અને કાર્યોની સુવાસ જ રહેવાની છે. અને એના ભણકારા જ સુવાસ બની કાનમાં સંભળાશે.
    કવિનાં શબ્દોમાં રહેલાં ગુઢાર્થની લિપી જો ઉકેલી શકીએ તો જ વેદનાની વાત વાંચી શકીએ, અનુભવી શકીએ.ચાર્લ્સ ડિકન્સના ધ પિરવિક પેપર પરથી સીમ્સે ધ સ્ટ્રોલર્સ ટેલ માં ભ્રમણા અંગે ખૂબ જ “સારી રીતે વિસ્તૃત વિવરણ” કર્યું છે
    સાંપ્રત સમયે કોવિડના કેસોની સારવાર દરમિયાન આવા લક્ષણો ઘણામા દેખાયા છે. આ ન્યૂરોસાઈકિયાટ્રિક લક્ષણ છે જે ચિકિત્સક પ્રેરિત દવાઓ અથવા હોસ્પિટલ જનિત પેથોજેન્સ બેક્ટેરિયા અથવા સર્જરી કે એનેસ્થેસિયાના કારણે પણ હોય છે. ઓક્સિજનના સ્તરમાં ઘટાડાની નવી સમસ્યા, અને ઉન્માદક તેમજ પીડાની દવાઓ કે જે હવે લગભગ સમગ્ર વિશ્વમાં તમામ આઈસીયુ ના દર્દીઓનો આપવામાં આવે છે. ખાસ કરીને વયસ્ક લોકો માટે ઘણી મહત્વની તબીબીય સમસ્યા છે. દર ચારમાંથી એક દર્દી એક વખત પણ હોસ્પિટલમાં રોકાય તો તે આ રોગથી પીડાય છે.
    આમા કેટલાક જેઓ પવન- જે અનુભવવાની વાત છે તે દેખાતો નથી તેને અંધશ્રધ્ધા ગણીને લડે છે!

    Like

  7. વ્હાલા ગોવિંદભાઇ ,
    સુર્યકાંતભાઈએ તેમના મિત્ર સાથે ચર્ચા માં ઉતરવાની જ જરૂર ના હતી.લેખ વાંચતા એમ માની શકાય કે તેમના મિત્ર ને હેલ્યુસિનેશન નામનો માનસિક રોગ તેવું
    લાગે છે અને તે પણ કોઈ દવાની કે એનેસ્થેસિયાની સાઈડ ઇફેક્ટ હોય શકે.તેમણે વ્યર્થ ચર્ચા કરી તેમની એનર્જી વેડફી હોય તેવું લાગે છે.
    પ્રભુ સદબુદ્ધિ આપે.
    રવિન્દ્ર ભોજક
    9-9-2021

    Liked by 1 person

Leave a comment