જીવનની સાર્થક્તા
–કેદારનાથજી
सामुदायीकतानो अभाव :
માનવજીવન આજે એટલું બધું અશુદ્ધ થઈ ગયું છે કે ભાવી પ્રજાની શી સ્થીતી થશે તેની કલ્પના આપણે કરી શકતા નથી. અસત્ય, અપ્રામાણીકતા, છેતરપીંડી વગેરેથી પ્રાપ્ત થયેલી વસ્તુની ભૌતીક દૃષ્ટીએ ગમે તેટલી કીમ્મત અંકાતી હોય, પણ તેને આપણા હાથમાંથી સરી જતાં વાર લાગતી નથી; પરંતુ તે પ્રાપ્ત કરવા માટે આચરેલા અને વધારેલા દુર્ગુણોનો નાશ કરવા માટે આપણે શક્તીમાન થઈશું નહીં. આ રીતે પ્રાપ્ત કરેલી વસ્તુથી આપણી કઈ શક્તી વધે છે? પોતાની માનેલી કાર્યસીદ્ધી માટે જો આપણે પરસ્પર દુર્ગુણોની હરીફાઈમાં પડીશું તો તેનું શું પરીણામ આવશે તેનો વીચાર કરવો જોઈએ. તત્ત્વજ્ઞાનમાં આટલી આગળ વધેલી પ્રજાની આવી સ્થીતી કેમ થઈ તેનો વીચાર કરવો જોઈએ. આપણે પોતાની દૃષ્ટી પરમેશ્વર, જન્મમરણ, મોક્ષ કે પરલોક સુધી પંચાડીએ છીએ, પણ પ્રાપ્ત થયેલા જીવનમાં કેમ રહેવું તે તરફ જોતા નથી. આપણે બધા સુખી થઈએ તેમાં જ આપણું અને માનવજાતીનું હીત છે એ રીતે વીચાર કરતા નથી. આપણે બધી રીતે વ્યક્તીગત રીતે જ વીચાર–આચાર કરવા ટેવાયેલા છીએ. જે કંઈ જોઈએ તે પોતા પુરતું જ. મોક્ષ જોઈએ તોયે તે કેવળ પોતાને માટે. તેમાં વીદ્યા–ધન વગેરે જે કંઈ જોઈએ તે પણ પોતાને માટે. તેનાથી ઉંચી કલ્પના આપણે કરી શકતા નથી. સામુદાયીક રીતે વીચારવાની અને જીવન જીવવાની કલ્પના જ આપણા મનમાં ઉઠતી નથી. માટે આપણે હવે સામુદાયીક ધ્યેય ધારણ કરી મનને પ્રથમ વ્યાપક કરવું જોઈએ. તે પ્રમાણે વ્યવહાર પણ શુદ્ધ જ જોઈએ. એકબીજાની સાથેનો વ્યવહાર શુદ્ધ થયા વગર આપણે સુખી નહીં થઈએ. આ સ્થીતી કાયદાથી સુધરવાની નથી. મનુષ્ય સુધરે છે સંસ્કારથી. જે કાંઈ અશુદ્ધી છે તે મનમાં છે. જીવનમાં સારી ટેવો અને સુસંસ્કારો ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે. તે માટે બાળપણથી સારી સારી ટેવો, અને સુસંસ્કારો પાડવા જોઈએ. બાળપણમાં પડેલી ખરાબ ટેવો મોટી ઉમ્મરે કાઢવી મુશ્કેલ પડે છે અગર કાઢી શકાતી નથી. બાળપણથી જો સુસંસ્કારો પડે તો તે સદ્ગુણોમાં પરીણમે છે, અને એ સદ્ગુણો ધીમે ધીમે સ્વભાવમાં ફેરવાઈ જાય છે. આ રીતે એક વાર તે સગુણો સ્વભાવમય બની જાય તો તે કાયમ રહે છે.
व्यवहारशुद्धी अने हृदयशुद्धीनो सम्बन्ध :
આજે આપણે ચાલુ પ્રવાહને અનુસરીએ છીએ; પણ દરેક વ્યક્તી શુદ્ધ રહેવાનો નીશ્ચય કરે અને તે પ્રમાણે પ્રયત્ન કરે તો કુદરત તેને તેના પ્રયત્નમાં મદદ કરશે. અશુદ્ધી એકદમ આવતી શુદ્ધી નથી, તેમ એકદમ જતી નથી. ધીરે ધીરે આવે છે અને પછી તેને દુર કરવા માટે મહાન પ્રયત્ન કરવો પડે છે. વહેવાર ચલાવતાં કદી અશુદ્ધ વહેવારથી માણસને યશ અને સફળતા મળે છે એટલે તે તેમાં વધારે ને વધારે ફસાતો જાય છે. આપણે મનથી અશુદ્ધ થયા એટલે વહેવાર પણ અશુદ્ધ થયો. હૃદય મલીન થવાથી આપણાથી જે કાંઈ ક્રીયા થાય તે ખરાબ જ થાય. મન ખરાબ ન હોય તો અશુદ્ધ ભાવ પેદા ન થાય. મન શુદ્ધ થયું છે કે નહીં તેનું દર્શન તેની ક્રીયાથી થાય છે. ભુમી કહેતી નથી કે તે કેવી છે, પણ અંકુર ફુટે એટલે માલુમ પડે છે કે તે કેવી છે. તેવી રીતે મન કેવું છે તેનું દર્શન ઈંદ્રીયો દ્વારા થતાં કર્મોથી થાય છે. આંતર અને બાહ્ય ઈંદ્રીયોની શુદ્ધીથી જીવન શુદ્ધ થશે. વહેવારશુદ્ધી માટે હૃદયશુદ્ધીની આવશ્યકતા છે. હૃદયની શુદ્ધી માનવજીવનનું ધ્યેય છે.
समयनो सदुपयोग :
મનુષ્યની પરીક્ષા તેના વર્તનથી થાય છે. તેની પાસે ધન હોય અને તેના પર સારા સંસ્કારો પડ્યા હોય તો તે, ધનને પરોપકારમાં વાપરશે. જો વીલાસના સંસ્કારો પડ્યા હશે તો તેને તે પોતાના મોજશોખ માટે વાપરશે. જીવનમાં આપણે શું કર્યું? શું મેળવ્યું? એનો દરેકે વીચાર કરવો જોઈએ. સંસ્કારો, સદ્ગુણો મેળવવાના છે એવો દરેકે આજથી જ નીશ્ચય કરવો જોઈએ. જે સમય જાય છે તે પાછો આવતો નથી. મૃત્યુને કોઈ પણ દુર કરી શકતું નથી. તેને દુર કરવા માટે લાખો રુપીયા આપવામાં આવે, તો પણ તે દુર કરી શકાતું નથી. માનવજીવનનું સાર્થક સમયને વ્યર્થ ન જવા દેવામાં છે. વીદ્યાઓ, કલાઓ અને સદાચારની પ્રાપ્તી માટે સમયનો ઉપયોગ કરવો જોઈએ. મનુષ્યજીવન એ શ્રેષ્ઠ જીવન છે. કોઈ પણ ગરીબ કે દુ:ખી માણસ પશુજીવન પસંદ નહીં કરે. મનુષ્ય અને પશુ બન્ને ખોરાક મેળવે છે; પણ બન્નેની મેળવવાની રીતમાં ફેર છે. મનુષ્યને જ્ઞાનેન્દ્રીયો, કર્મેન્દ્રીયો, પ્રાણ, મન, બુદ્ધી બધું મળેલું છે. તે બધાંનો ઉપયોગ કરીને તે પોતાની જરુરીયાતો મેળવે છે. પશુને તેવું કાંઈ વીચારવાનું હોતું નથી. મનુષ્યને તેને યોગ્ય શરીર સ્વાભાવીક રીતે મળેલું છે. તેને બલીષ્ઠ અને નીરોગી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, તેવી જ રીતે બુદ્ધીને પ્રગલ્ભ, પ્રખર અને તેજસ્વી બનાવવા પ્રયત્નો કરવો જોઈએ. મન પવીત્ર અને નીર્મળ તથા અનેક સગુણોથી યુક્ત રહેવું જોઈએ. શરીર, બુદ્ધી અને મનનો આ રીતે વીકાસ કરવો જોઈએ. પશુને તેવાં સાધનો નથી. તે કુદરતી રીતે જીવે છે. મનુષ્યને આ સાધનો મળ્યાં છે. તેમનો સદુપયોગ થવો જોઈએ. જીવનસીદ્ધી માટે એક ક્ષણ પણ નકામી ન જવા દેવી જોઈએ. સમયનો સદુપયોગ કરવાનું કામ આપણું છે. બજારમાં જઈએ અને રુપીયા આપી વસ્તુ ખરીદીએ તો રુપીયા ગયા એમ નહીં; પણ વસ્તુરુપે તે આપણા હાથમાં આવ્યા છે. તેવું જ સમયનું છે. સમયનો સદુપયોગ કરી શક્તી, સામર્થ્ય કે સદ્ગુણો પ્રાપ્ત કર્યા હોય તો તે સમય વ્યર્થ ગયો નથી, પણ શક્તી, સામર્થ્ય કે સદ્ગણો રુપે આપણી પાસે છે. જેણે આ રીતે સમયનો સદુપયોગ કર્યો છે તેને પોતાના જીવનમાં શાંતી–પ્રસન્નતા–ધન્યતા–કૃતાર્થતા લાગે છે. આ જ યથાર્થ જીવન છે. તેને મૃત્યુ ભયાનક નહીં લાગે. મૃત્યુ વખતે તે શાંત અને સ્થીર રહી શકશે. જેણે માનવજીવનનું મહત્ત્વ સમજીને સંયમી રહી માનવતા પ્રાપ્ત કરી છે તે કયારે પણ ચીંતાગ્રસ્ત કે બેચેન થતો નથી. માણસને અનેક પ્રકારનો ધન–વીદ્યા–સત્તા–સામર્થ્ય વગેરેનો મદ ચડે છે; પણ ઉચ્ચ અને ઉદાત્ત જીવનની આકાંક્ષા રાખનાર જુદી રીતે આત્મગૌરવ અનુભવે છે. તે કઠણ પ્રસંગોમાં – મૃત્યુના સમયે પણ શાંત રહી શકે છે. જો તે નીર્બળ બને તો તેનું આત્મત્વ નાશ પામે છે. જે શુરવીર છે તેનું તેજ રણમાં જાગ્રત થાય છે. પક્ષીને આકાશનો ભય હોતો નથી, સીહને જંગલનો ભય હોતો નથી, માછલીને પાણીનો ભય હોતો નથી તેમ સજ્જનને સંકટનો ભય હોતો નથી. તેમાં તે શાંતી અનુભવે છે. માનવજીવનમાં આવી શાંતી પ્રાપ્ત કરવા માટે જાગ્રત રહી વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. જો આપણને સુખ–શાંતી જોઈએ તો આપણે સંયમી બનવું જોઈએ. સંયમ, વીવેક અને સાવધાની વગર મનુષ્ય, મનુષ્ય બની શકતો નથી. ઈંદ્રીયોને કાબુમાં ન રાખી શકીએ તો તે પોતાની છે એમ કેવી રીતે કહી શકીએ? ઘોડા પર બેસીને લગામ કાબુમાં ન રાખીએ તો શી સ્થીતી થાય? મૃત્યુ સમયે આપણે શાંતી–પ્રસન્નતા જાળવી શકીએ તો જીવન સાર્થક થયું કહેવાય. એવી સાર્થકતા પ્રાપ્ત કરવા માટે ભોગથી સુખી થવાય છે એવી માન્યતા અને ઈચ્છા છોડવી જોઈએ. ત્યાગથી સુખી થવાય છે એવું ધ્યેય આપણે સ્વીકારવું જોઈએ. સંસારી અને વહેવારી ત્યાગ અને સંયમથી જ સુખી થઈ શકે છે. જો ઈંદ્રીયો આપણા કાબુમાં હોય તો જ સુખી થવાય. માનવતા સાધ્ય કરવી હોય, ચીત્તની શુદ્ધી કરવી હોય, સદ્ગુણોની વૃદ્ધી કરવી હોય તો સંયમી અને વીવેકશીલ થવું જોઈએ. સંયમી થવા માટે પ્રયત્ન કરવો પડે છે. ગાયક, ચીત્રકાર કે વીદ્વાન બનવું હોય તો તેવો પ્રયત્ન કરવો જોઈએ. દરેક પ્રકારની વીદ્યા–કળા–જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દૃઢ સંકલ્પ જોઈએ. કોઈ તે કરી શકે છે અને કોઈ તે કરી શકતા નથી તેનું કારણ સંકલ્પ અને પ્રયત્નનો અભાવ છે. જ્યાં શક્તી લગાડીએ ત્યાં તે કામ કરે છે. માનવતાનું ગૌરવ આપણે સમજવું જોઈએ. તેની વીરુદ્ધ વર્તન કરતાં આપણને શરમ આવવી જોઈએ. મન જેના હાથમાં હોય તેના પર કોઈ હકુમત ચલાવી શકતો નથી. સ્વતન્ત્ર તે જ છે, સુખી પણ તે જ છે કે જેની ઈંદ્રીયો તેના કાબુમાં હોય. પવીત્ર હૃદય એ શ્રેષ્ઠ સમ્પત્તી છે. ગૌરવ શાનું રાખવું એની પુરી સમજ ન હોવાથી થોડુંક ધન વધે, ઘરબાર વધે એટલે માણસ તેનું અભીમાન રાખે છે. સોનાની ફ્રેમનાં ચશ્માં કોઈ પહેરે અને તે માટે અભીમાન રાખે પણ આંખ નબળી પડી ગઈ છે તે તરફ તેનું ધ્યાન જતું નથી. પ્રતીષ્ઠાના ખોટા ખ્યાલને લીધે આમ થાય છે. બત્તીનો ઉપયોગ અન્ધકાર દુર કરવા માટે છે, પણ લગ્ન પ્રસંગે કેટલી બત્તીઓ લગાડીએ છીએ? આ તેનો સદુપયોગ છે? લોકો પણ એવાની પ્રશંસા કરે છે. ભુખ લાગે ને કોઈ લાડુ આપે તો ભુખ સંતોષાય; પણ તેને બદલે જો લાડુના હાર કરી ગળામાં પહેરીએ તો ભુખ મટે નહીં ને લોકો પાગલ કહે. તેમ બત્તીનાં તોરણોનું સમજવું જોઈએ. પૈસાનો વ્યર્થ ખર્ચ કરવામાં આવે છે. એમ કરવાનો આપણને અધીકાર છે શું? તે જ પ્રમાણે શક્તીનો પણ વ્યર્થ વ્યય ન કરવો જોઈએ. દરેક જણ વહેવાર શુદ્ધ કરવામાં શક્તીનો ઉપયોગ કરે, તો દુ:ખ નહીં રહે. જે બધાને આત્મવત્ સમજે છે તે જ પોતાની શક્તીનો સદુપયોગ કરી શકે છે. વાણીમાં સચ્ચાઈ, મધુરતા અને સદ્ભાવ પરથી મનુષ્યની પરીક્ષા થાય છે. આમાં માનવતા છે. બધા સદ્ગુણોમાં જ જીવનની સાર્થકતા છે.
પ્રવચન પરથી..
–કેદારનાથજી
શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ –380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/–(ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘જીવનની સાર્થક્તા’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
LikeLike
આ કેદારનાથજી જીવનની સાર્થક્તા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન
ખાસ કરીને सामुदायीकतानो अभाव :,व्यवहारशुद्धी अने हृदयशुद्धीनो सम्बन्ध : અને समयनो सदुपयोग :અંગે ગુણાત્મક પરીવર્તન માટે મનનીય વાત
LikeLiked by 1 person
હૃદય સ્પર્શી લેખ. એક એક શબ્દમાં એવો અર્થ ભર્યો છે જે સમજે એના માટે સાર્થક છે. દરેક જણ વહેવાર શુદ્ધ કરવામાં શક્તીનો ઉપયોગ કરે, તો દુ:ખ નહીં રહે. જે બધાને આત્મવત્ સમજે છે તે જ પોતાની શક્તીનો સદુપયોગ કરી શકે છે. વાણીમાં સચ્ચાઈ, મધુરતા અને સદ્ભાવ પરથી મનુષ્યની પરીક્ષા થાય છે. આમાં માનવતા છે. બધા સદ્ગુણોમાં જ જીવનની સાર્થકતા છે.જય જિનેન્દ્ર
LikeLiked by 1 person
શ્રી ગોવિંદભાઇ , કોઈ સારા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે.
જય જિનેન્દ્ર
LikeLiked by 1 person
જીવનની સાર્થકતા…હૃદયશુઘ્ઘિ અને વ્યવહારશુઘ્ઘિ….????
લેખમાં મને આ વાક્ય …સવાલ ખૂબ ગમ્યો. આ વાક્ય જ આપણા સમાજમાં જે દુર્ગુણો દાખલ થયા છે તેને વાચા આપે છે.
‘ આજે આપણે ચાલુ પ્રવાહને અનુસરીઅે છીઅે.‘ ?
અે દાખલો : જૂના સમયમાં અેક રાજા અને તેનો મુખ્યપ્રઘાન નગરચર્યા માટે છુપા દ્રેસે નગરમાં ફરતા હતાં. થોડા સમય બાદ શહેરના મઘ્યભાગમાં વરસાદ પડે છે. વરસાદમાં ભીંજાયેલા લોકો શિર્સાશન કરીને હાથ ઉપર ઉભા થઇને ડાન્સ કરવા લાગ્યા. રાજાને કાંઇ નવું અને અજુગતું લાગ્યું. તેણે પ્રઘાનને પુછયું, …કે આ લોકો ગાંડા તો નથી થઇ ગયાને ? પ્રઘાને રાજાની માફી માંગીને રાજાને વિનંતિ કરી કે તમે અને હું પણ તેમની જેમ જ હાથ ઉપર થઇને ડાન્સ કરવા માંડીઅે, નહિ તો આ લોકો આપણને સજા કરછે….કે આ લોકો કોઇ પારકી જમીનના છે. અને રાજા માની ગયા અને હાથ ઉપર ઊંઘા થઇને નાચવા માંડયા.
લેખમાં આપણી આસપાસનું પુરેપુરું જીવન દુર્ગુણોથી ભરપુર જીવન જીવે છે. સાચા અને સત્યપૂર્ણ જીવન જીવવાની ઇચ્છા હોવા છતાં તે સત્યવાદી તેણે ઘારેલું જીવન જીવી શકતા નથી. સાચાઓની જીવનદોર પેલા દુર્ગુણીયાૉના હાથમાં હોય છે. ૧૦૦મા પાંચ સત્યવાદીઓ કોને શીખામણ આપીને સુઘારશે ? આવું કરવામાં તે સત્યવાદીઓઅે પોતાનું જીવન પણ ગુમાવવાનો સમય આવે. ( સ્વામી સચ્ચિદાનંદજીને સ્વરક્ષણ માટે બંડુક રાખવી પડે છે. )
જીવન જીવો…પોતાની રીતે….પોતાની જાતને છેતરીને નહિ….પોતાના કુટુંબના રક્ષણ કાજે પણ અેલા પડીને જનમ ગુમાવવાની હોડ નહિ કરતાં..
સરસ વાત….
“Never underestimate the power of stupid people in large group. ”
” Culture is not static for any group of people. ”
આ પળે પળે બદલાતી સંસ્કુતિની સાથે રહીને તેના પ્રવાહમાં જીવન જીવો. જ્યાં તમારાથી પોતાના મનને લગતી બદલી કરાતી હોય ત્યાં શાંતિથી કરીને જીવો…લાખો મૂર્ખાૌની વિરુઘ્ઘ્ કદાપી નહિ થતાં.
કવિ યોસોફ મેકવાને સરસ વાત કહી છે…..
‘ જાણી લીઘું આ જીંદગી કેવળ મજાક છે,
સીઘા દીસે જ્યાં માર્ગ, ત્યાં નાજુક વળાંક છે.‘
Sufi Sant Rumi said,
” Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.”
આ રંગ બદલતી દુનિયામાં…પ્રવાહની સાથે પોતાના આદર્શોને પોતાની પાસે રાખીને પોતની અને કુટુંબની જીંદગીને બચાવવા, , બને અેટલું પ્રવાહમાંના નિયમો પાળિને જીવો. દરેક નવો દિવસ દુનિયાના બદલાતા વાતાવરણની સાથે જે જીવે તે જગ જીતે…વિરોઘીઓ હારે.
ચલના જીવન કી કહાણી, રુકના મોત કી નીશાની……શહાદતને પ્રેમ કરનારે તેનું પરિણામ જોઇ રાખવું જોઇઅે.
” Arguing with a fool, only proves that there are TWO.”
અેટલું જ વિચારવું કે આપણે ાાપણા વિચારોના જમાનામાં જન્મ લીઘો નથી.
આભાર.
અમૃત હઝારી.
LikeLike
સમય જતાં બઘુ જ બદલાઇ જાય છે. પછી અે પ્રેમ હોય, લાગણી હોય કે માણસ.
પરિવર્તન સંસારનો નિયમ છે. આ વાત જેટલી વહેલી સમજી જશો, અેટલું દુ:ખ ઓછું થશે.
આદર્શ અે પેપરને પાને સુંદર લાગે છે. આદર્શને પામવું…તેને મહાત કરવું અશક્ય જ છે…તે પછી…અહિંસાનો આદર્શ હોય. ડગલે ને પગલે થતી કોઇપણ પ્રકારની હિંસાને હજી કોઇ રોકી શક્યો નથી અને તે હિસા દ્વારા મહાત છે. સત્યને સ્વીકારતા શીખીઅે. રામાયણ આદર્શપુરોષ રામને સંસાર સામે ઘરે છે. રામના આદર્શ જીવનને કયો પુરુષ આ પુથ્વિ ઉપર ૧ ટકા જેટલું પણ પાળી બતાવે છે ? સાઘુઓ પણ રામ બની શક્યા છે ? આદર્શ અે ‘ સ્મશાન વૈરાગ્ય ‘ છે.
ઉત્તમ નિયમ આ રોજીંદા સંસારનો છે…‘ ઉદાહરણ આપવું ખૂબ સહેલું છે…પણ…ઉદાહરણ બનવું મોટે ભાગે અશક્ય જ છે.
પોતાના જીવનના નિયમોને પોતાની રીતે, જે સંસારમાં રહીઅે છીઅે તેમાં બાંઘછોડ કરીને જીવો…સંસાર પરિવર્તનશીલ છે. પોતાની જાતને છેતરીને કદાપી જીવો નહિ. અેક સરકારી અઘિકારી ખૂબ આદર્શભરેલું જીવન જીવીને રીટાયર થયાં. તેમને રીટાયરના સમયે મળતાં સરકારી વેતન મળ્ય્ું. દે દિકરા અને અેક દિકરી…કોલેજ જવાની તૈયારી કરી રહ્યા હતાં, વાઇફની તબીયત સારી…માઠી ચાલતી હતી….મળેલું વેતન વપરાઇ ગયું. હવે ??????????????
દિકરા દિકરીઅે સવાલ પૂરૂયા…ડેડી, તમારા આદર્શવાદે આજના સમયની ભારતની પરિસ્થિતિમાં તમે શું કમાયા….તમે બાળકોને જન્મ આપ્યો….બાળકો આજે શિક્ષણથી દૂર રહી ગયા…બાળકોની માતા તબીયતથી બીચારી છે ? રીયાલીસ્ટીક બનો….જો તમે રીયાલીસ્ટીક લાઇફ જીવ્યા હોત તો આજે તમને ખુદખુસી કરવાના વિચારો નહિ આવતા હોત.
બદલાતી જીવનની પરિસ્થિતિની સાથે પોતાની જાતને યોગ્ય રીતે કદમ કદમ પર મેળવીને ચાલતા શીખો. સમયની સાથે ચાલતા શીખો. આદર્શ જીતી શકાશે જ નહિ….
ગાંઘિજીઅે સત્યના પ્રયોગો અથવા આત્મકથા….લખીને ‘ અહિંસા ‘ને સત્યના પ્રયોગોમાંથી બહાર કાઢી શક્યા ન્હોતા. આઝાદીની ચરવળ હિંસાના બેઝ પર જ …શહિદોના લાંબા લીસ્ટ ઉપર જ થઇ હતી.
તંદુરસ્તી કાયમ રાખવા રોજ ચાલતાં ગ્રુપની સાથે જો તે સૌની સાથે કદમ થી કદમ મેળવીને જે ચાલી શકતા નથી તે પાછળ પડી જાય છે.
સૌથી પહેલાં પોતાની જાતને ઓળખો. પોતાની સાંસારીક જવાબદારીઓને સમજો. જે સાંસારિક વાતાવરણમાં જીવો છો, તેને ઓળખો….પછી આદર્શની વાત કરો……
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person