ખલીલ રફતી : ભીખારીમાંથી
કરોડોપતી બનવાની કથા
–ફીરોજ ખાન
દોસ્તો, આજે એક એવા વીરલ વ્યક્તીની વાત લખી રહ્યો છું જેણે ફક્ત મૃત્યુને જ માત નહીં આપી, બલ્કે ભીખારીમાંથી કરોડપતી પણ બની ગયો. આ કોઈ કાલ્પનીક વાર્તા નહીં; પણ જીવતા જાગતા એક વ્યક્તીની સાચી કહાની છે. આ કહાનીમાંથી યુવાનો ઘણું બધું શીખી શકે છે; દાખલો લઈ શકે છે.
ખલીલ રફતીનો જન્મ અમેરીકાના ઓહાયોમાં થયો હતો; પરંતુ ત્યાં જાતીય સતામણીના કારણે એ લોસ એન્જેલસ રહેવા જતો રહ્યો. અમુક દીવસો બેકાર રહ્યા બાદ એને કાર સેલ્સમેનની નોકરી મળી. વાતો કરવામાં માહેર તેના ઘરાકોમાં હોલીવુડના હીરો, હીરોઈનો, નીર્માતાઓ, દીગ્દર્શકો હતા જે તેના મીત્ર બની ગયા. એ સારું કમાવા લાગ્યો.
એની ખુશહાલ ઝીંદગીમાં એક ગોઝારો દીવસ આવ્યો જેણે એની જીંદગી તબાહ અને બરબાદ કરી નાંખી. 2001માં એ માલીબુમાં રહેતો હતો ત્યાં એક પાર્ટીમાં ગયો. ત્યાં તેણે વધુ પડતી ડ્રગ્સ લઈ લીધી. તેના સદનસીબે એક પેરા મેડીકલ સારવારથી એ બચી ગયો. ત્યાર બાદ ખલીલ ડ્રગ્સના રવાડે ચડી ગયો. એની જમા કરેલી બધી પુંજી ડ્રગ્સમાં ખલાસ થઈ ગઈ. નોકરી છુટી ગઈ. તેના કહેવા મુજબ એ મૃત્યુ નજીક પહોંચી ગયો હતો.
2002માં ખલીલ ફરી એક વાર મૃત્યુના દરવાજે પહોંચી ગયો. એ સમયે એ વૉશરુમમાં ડ્રગ્સ લઈ રહ્યો હતો ત્યાં કોઈએ તેના પર ગોળી છોડી. નીશાન ચુકી જવાના કારણે એ બચી ગયો. પોલીસ પકડીને જેલમાં લઈ ગઈ. ત્યાં એક અન્ય કેદી સાથે એની મુલાકાત થઈ. આ કેદીએ તેને પોતાની જીંદગી ફરી સુધારી લેવા સમજણ આપી.
જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેણે નક્કી કર્યું કે એ હવે ડ્રગ્સ નહીં લે; પરંતુ આદત એટલી આસાનીથી નથી છુટતી. એક દીવસ તેણે મક્કમ રીતે નક્કી કરી લીધું કે હવે ડ્રગ્સ નથી લેવી. ખુબ તકલીફ પડી. તકલીફો સહન કરવાથી તેની આદત છુટી ગઈ. તેની મક્કમતા કામ લાગી; પરંતુ એ અશક્ત બની ગયો હતો.
2007માં એને એક રીકવરી સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો. તેની શક્તી ખુબ ઓછી થઈ ગઈ હતી. ત્યાં તેણે કેળું, ખજુર, જેલી વગેરે મીક્સ કરી જ્યુસ બનાવવાનો એક પ્રયોગ કર્યો. એ જ્યુસ તેણે પોતે પીધું. તેના શરીરમાં શક્તીનો સંચાર થયો. આ સીવાય તે બીજા અખતરાઓ કરી, બીજા જ્યુસ બનાવવા લાગ્યો. થોડા જ સમયમાં સાજો તે થઈ જતાં, તેને રીકવરી સેન્ટરમાંથી રજા આપવામાં આવી.
તેણે રીકવરી સેન્ટરની નજીક એક નાનું ‘સન જ્યુસ સેન્ટર’ ખોલ્યું. તેના જ્યુસ લોકોને ખુબ ગમવા લાગ્યા. સેન્ટરના ડૉક્ટરો તેના બનાવેલાં જ્યુસ પીવાની દરદીઓને સલાહ આપવા લાગ્યા. જોતજોતામાં તેના જ્યુસ એટલા પોપ્યુલર થઈ ગયા કે ટુંક સમયમાં એની છ દુકાનો થઈ ગઈ.
એક યહુદી માતા અને મુસલમાન પીતાની સંતાન ખલીલ રફતી કરોડપતી બની ગયો. તેણે પોતાની સીડી અને ડીવીડી બનાવી. સીડી અને ડીવીડી ખુબ વેચાઈ. રફત દુકાનોની અને સીડી/ડીવીડીની આવકનો અમુક હીસ્સો લોકોની નશામુક્તી પર ખર્ચ કરે છે. એ કહે છે કે નશો કરનાર દરેક વ્યક્તીમાં એ પોતાને જુએ છે.
ખલીલે પોતાની આત્મકથા ‘I Forgot to Die’ (હું મરવાનું ભુલી ગયો) અમેરીકામાં ધુમ મચાવી રહી છે. ડૉક્ટરો અને મનોચીકીત્સકો દરેક નશીલી વ્યક્તીને આ પુસ્તક વાંચવાની ભલામણ કરે છે.
ખલીલે સાબીત કરી દીધું કે મક્કમતાથી માણસ કંઈ પણ કરી શકે છે.
ખલીલને સલામ…
–ફીરોઝ ખાન
કેનેડાના વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોજ ખાનની તા. 19 જાન્યુઆરી, 2021ના રોજ પ્રગટ થયેલ ‘ફેસબુક’ પોસ્ટ https://www.facebook.com/firoz.khan.123829/posts/10217554250265260 માંથી, લેખક અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 504/2825, Islington Ave, Toronto, Ontario, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તનના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
It is a very good inspirational story for all of us. There is always a second chance in life if you want to improve.
Thanks for a good true story. I liked it.
Thanks
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
શ્રી ફીરોજ ખાનનો “‘વ્યક્તી વીશેષ’ વીભાગમાં મૃત્યુને માત આપી, ભીખારીમાંથી કરોડપતી બનેલ જીવંત વ્યક્તીની પ્રેરણાદાયી વાત બદલ ધન્યવાદ
LikeLiked by 1 person
Inspiring message … in reality, life takes many turns but if we are blessed, we will be on the right path till the end 🏃♂️
LikeLiked by 1 person
ખુબ સરસ પ્રેરણાદાયી જીવનગાથા. ઘણી ગમી. આભાર ગોવીન્દભાઈ અને એના લેખક ભાઈ શ્રી ફીરોજખાનનો.
LikeLiked by 1 person
આ સફળાની વાત અેક માણસ…માનવ બન્યો તેની છે. તેણે પોતાની જાતને પ્રથમ ઓળખી. મક્કમ બની પોતાની નીગેટીવ સાઇડને દૂર કરી. માનવ બન્યો….
The greatest challenge in life is discovering who you are.
આ પરિક્ષામાં તે ડીસ્ટંકશન સાે પાસ થયો….
બીજે પગથીઅે તેણે ઓનેસ્ટી પાળી. બીઝનેસ કર્યો.
લોકોને અને મુખ્યત્વે પોતાની જાતને છેતરી નહિંંંં સચ્ચાઇનો પુજારી બન્યો…
તે પોતે આ સફળતાનો માનવી છે.
મારા વિચાર પ્રમાણે :
તેણે ‘ ભગવાન ‘ જેવાની કોઇ નૂક્તેચીની કરી નથી. જે માન્યતાથી તે જીવ્યો છે તે છે.તે છે…
..‘ તું જ તારો મારક છે અને તું જ તારો તારક છે.‘
ભાઇને સાલ્યુટ…..
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
મારો લેખ પસંદ કરવા માટે આપ સહુનો તેમજ ગોવિંદભાઇ મારનો ખૂબ આભાર.
ફિરોજભાઈ
ટોરંટો, કેનેડા.
LikeLiked by 1 person