આવનારી પેઢી કહેશે કે શા માટે ચુપ રહ્યા હતા?

આવનારી પેઢી કહેશે કે
શા માટે ચુપ રહ્યા હતા?

–રમેશ સવાણી

આપત્તીના સમયે લોકોની સાથે છેતરપીંડી કરે/કાળાબજાર કરે/જુઠ્ઠી રીતે ઈમેજ ચમકાવે/જવાબદારીથી ભાગે તો એ દુષ્ટતા છે. તે માફ ન થઈ શકે તેવું કૃત્ય છે. કોરોના મહામારીમાં હૉસ્પીટલ, ICU બેડ, ડૉક્ટર્સ, મેડીકલ સ્ટાફ, ઑક્સીજન, વેન્ટીલેટર, દવાઓ, ઈન્જેક્શનના અભાવે કુલ કેટલાં લોકોના મોત થયા તેનો સાચો આંકડો સરકાર પાસે નથી; પરન્તુ સાચી હકીકત સ્મશાનો, કબ્રસ્તાનો, ગંગા નદી જાણે છે! ભારતમાં, કોરોના મહામારીમાં જુન, 2021 સુધીમાં 47/50 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા! સત્તાધીશો બેજવાબદાર બની ગયા; એટલું જ નહીં આફતમાં અવસર શોધવાના તેમણે હીન પ્રયત્નો પણ કર્યા. ડીસેમ્બર, 2019માં કોવીડ વાયરસની જાણ થઈ હતી. 30 જાન્યુઆરી, 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ કેરલમાં જાહેર થયો હતો. 30 માર્ચ, 2020 સુધીમાં કોરોનાના 694 કેસ નોંધાયા હતા, અને 17 લોકોના મોત થયા હતા. એક તરફ કોરોનાની શરુઆત હતી; બીજી તરફ વડાપ્રધાને 20–25 ફેબ્રુઆરી, 2020 દરમીયાન ‘નમસ્તે ટ્રમ્પ’નો મોટો મેળાવડો યોજ્યો; તેમાં US/UKથી NRI આવ્યા હતા. અમદાવાદ/સુરતમાં કોરોના ફેલાયો. 25 માર્ચ, 2020ના રોજ કોઈ પણ જાતની પુર્વ તૈયારી કર્યા વીના લોકડાઉન કર્યું! તે સમયે દેશમાં કોરોનાના કુલ 500 કેસ હતા. 21 દીવસ સમ્પુર્ણ લોકડાઉન કર્યા છતાં કોરોના કાબુમાં ન આવ્યો. પ્રવાસી શ્રમીકો ઉપર આભ તુટી પડ્યું. ચાલીને હજારો કીલોમીટરનું અંતર કાપ્યું; નહીં ખાવાની કે પાણીની વ્યવસ્થા. રસ્તામાં જ પ્રસુતી થઈ; અનેક લોકોએ દમ તોડ્યો. પોલીસે શ્રમીકો ઉપર/લોકો ઉપર અમાનુષી જુલમ કર્યો! સરકાર સુતી રહી. સમ્પુર્ણ લોકડાઉનના કારણે ખાદ્યસામ્રગીની હેરફેર પણ ન થાય. રેશનીંગ શોપ પણ બંધ. શાળાઓ બંધ એટલે મધ્યાહ્ન ભોજન પણ બંધ. કરોડો બાળકો ભુખ્યા રહ્યા. લાખો શ્રમીકો વતનમાં પહોંચ્યા. માર્ચથી મે, 2020 વચ્ચે ટુકડે ટુકડે લોકડાઉન થયું તે વખતે સરકારે મનરેગામાં રોજગારી ન વધારી! એપ્રીલ–જુન, 2020માં GDP દર 23.9% નેગેટીવ થઈ ગયો. જેના કારણે 23 કરોડ લોકોની આવક બંધ થઈ ગઈ! ગરીબી વધી. નીકાસમાં 6% અને આયાતમાં 14%નો ઘટાડો થયો. આંતરરાષ્ટ્રીય ચલણ દરમાં રુપીયો નબળો પડ્યો! 2016ની અવીચારી નોટબંધી; 2017માં GSTનો અણઘડ અમલ; 2020માં પુર્વતૈયારી વગરના લોકડાઉનના કારણે સરકારની આવક ઘટી એટલે સરકારે પેટ્રોલ–ડીઝલમાં સતત કીમ્મત વધારી આવક મેળવી; પરન્તુ લોકોને મોંઘવારી આપી!

માર્ચ–એપ્રીલ 2021થી શરુ થયેલ કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો! ભારતમાં 270 કરોડ વેક્સીન ડોઝની જરુર હતી; ત્યારે સરકારે 5.84 કરોડ ડોઝની 96 દેશોમાં નીકાસ કરી! વડાપ્રધાને, PM CARES Fund–Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund ઉભું કર્યું; પરન્તુ ઑક્સીજન, વેન્ટીલેટર, રેમડેસીવીયર ઈન્જેક્શન, દવાઓની વ્યવસ્થા ન કરી. રામદેવના ઓસડીયાંનો અને ગોમુત્રનો પ્રચાર કર્યો! વેક્સીનનો પુરતો જથ્થો ન હતો; છતાં વયજુથો ઉમેરવામાં આવ્યા, તેથી અન્ધાધુંધી થઈ! વેક્સીન માટે વડાપ્રધાને રાજ્યો ઉપર જવાબદારી ઢોળી; પરન્તુ વેક્સીનેશન સર્ટીફીકેટમાં વડાપ્રધાને પોતાનો ફોટો મુકાવ્યો! ઓનલાઈન શીક્ષણના કારણે ગરીબ બાળકો શીક્ષણથી વંચીત રહી ગયા. નેટવર્કની સમસ્યા પણ નડી. શાળા/કૉલેજ બંધ પરન્તુ ફી ચાલુ! મહામારીના સમયે ચુંટણી પંચ સરકારની જેમ બેજવાબદાર બની ગયું. ચુંટણી પંચે વીશાળ જનસભાઓ/રેલીઓ ઉપર પ્રતીબંધ મુક્યો હોત તો લાખો લોકોના જીવ બચી શક્યા હોત! લાખો કુટુંબો બરબાદ થતાં બચી શક્યા હોત! મહામારીના સમયે ખાનગી હૉસ્પીટલોએ 10/15 લાખ રુપીયાની ફી દર્દી દીઠ વસુલી! લોકો સારવાર માટે એક હૉસ્પીટલથી બીજી હૉસ્પીટલ સુધી ધક્કા ખાતા રહ્યા અને રસ્તામાં/હૉસ્પીટલના પાર્કીંગમાં જીવ ખોઈ બેઠાં! હજારો લોકોના મોત બ્લેક ફંગસથી થયા.

આવી સ્થીતીમાં વડાપ્રધાન આત્મમુગ્ધતામાં રાચતા હતા. ગોદી મીડીયામાં ‘વેક્સીન ગુરુ’ની વાહવાહી થતી રહી. ‘પોલીસી પેરાલીસીસ’ના કારણે લોકો મહામારીના આતંકનો શીકાર બન્યા. માની લઈએ કે સરકાર કોરોના દર્દીઓને બચાવી ન શકે; પરન્તુ તેમના મોતને છુપાવવાની ગંદી રમત કેમ રમે છે? આપણી આરોગ્ય વ્યવસ્થા કેવી? એક સાંકડા બેડ ઉપર ત્રણ દર્દીઓ! મેડીકલ સુવીધાઓ માંગી તો સરકારે ‘થેન્ક યુ’ના બેનર્સ લગાડવાનું કહ્યું. લાખો લોકોના મોત બાબતે વડાપ્રધાનને ચીંતા નથી; પરન્તુ તેઓ પોતાની ઈમેજ ચમકાવવા જ ચીંતા કર્યા કરે છે! શું આ માનસીક વીકૃતી નથી? મહામારીમાં મુસ્લીમો પ્રત્યે નફરત ફેલાવવાનો એજેન્ડા પણ ચાલુ રાખ્યો! મહામારીમાં ડૉક્ટર્સ ખડેપગે રહ્યા; અસંખ્ય ડૉક્ટર્સ શહીદ થઈ ગયા, છતાં મેડીકલ પ્રોફેશન સામે રામદેવે ઝેર ઓક્યું! મહામારીના સમયે પણ દવાઓ, ઈન્જેક્શનો, મેડીકલ ઉપકરણો ઉપર GST વસુલ્યો! મહામારીમાં મહીલાઓની, શ્રમીકોની, મધ્યમ–વર્ગની અસુરક્ષા, મજબુરી, ગરીબી, લાચારી વધી; છતાં સરકારે દરકાર ન કરી. સરકારે એ સાબીત કર્યું કે સરકાર હમ્મેશાં અમીર તરફી હોય છે! માઈક્રો પ્લાનીંગ વીનાના લોકડાઉનથી લોકોએ અસહ્ય ત્રાસ ભોગવ્યો. ઈન્જેક્શન કાળા બજારમાં વેચાતા રહ્યા. મીડીયાએ સત્તાપક્ષનો પ્રોપેગેન્ડા ચલાવ્યો કે મુસ્લીમો જ કોરોના ફેલાવે છે! જ્યારે રોજે લાખો લોકોના મોત થવા લાગ્યા ત્યારે મીડીયાએ વડાપ્રધાનની ઈમેજ સાચવવા ‘સીસ્ટમ’ ઉપર માછલાં ધોયા! દેશની જુદી જુદી હાઈકોર્ટ જાગી પણ સરકારની ઉંઘ ન ઉડી! સરકાર ચલાવનાર નેતાઓએ કહ્યું કે ઑક્સીજનની અછતના કારણે કોઈ મોત થયું નથી! બંધારણીય હોદ્દા ઉપર બેસીને જુઠ્ઠું બોલતા શરમ પણ ન આવી! સરકાર મોતના આંકડા એટલે છુપાવે છે કે એમણે ગુનાહીત કૃત્યો કરેલાં છે. સરકારને ખાતરી હતી કે લાશો વીરોધ નહીં કરે! લેખકો/પત્રકારોએ ચાપલુસીની હદ વટાવીને કહ્યું કે લોકો જ રંગા–બીલ્લા છે; વડાપ્રધાન–ગૃહમંત્રી નહીં! એમનો સુર એ હતો કે વડાપ્રધાનની ઈમેજ બગાડવા જ કોરોના દર્દીઓ પોતાના શ્વાસ બંધ કરી દેતા હતા!

2021માં એક તરફ મહામારી ચાલુ હતી; બીજી તરફ પશ્ચીમ બંગાળ સહીત પાંચ રાજ્યોમાં વીધાનસભાની ચુંટણીઓ યોજી! વડાપ્રધાન સવારે કોર્પોરેટ ધર્મગુરુની જેમ ઉપદેશ આપે કે ‘દો ગજકી દુરી માસ્ક હૈ જરુરી’ અને પછી વીશાળ જનસભાઓ/રેલીઓમાં કુદી કુદીને ભાગ લે! ઉત્તર–પ્રદેશની પંચાયત ચુંટણીઓમાં કોરોના વાયરસના કારણે 1,621 શીક્ષકોએ જીવ ગુમાવ્યા! કુંભમેળામાં સત્તાપક્ષે કોરોના ગાઈડ લાઈનનું પાલન ન કર્યું! મહામારીમાં અન્ધશ્રદ્ધાઓનું ઘોડાપુર આવ્યું! કોરોનાનો ઈલાજ શાસ્ત્રોમાં, ગાયત્રીમંત્રમાં, ગોમુત્રમાં શોઘવા લાગ્યા. ગાયના છાણા ઉપર દેશી ઘી નાખી સળગાવવાથી ઑક્સીજન મળે એવી ‘શોધ’ પણ કરી! કોઈએ પાપડ ખાવાથી કોરોના જતો રહે એવો ધડાકો કર્યો. સૌથી ખરાબ કૃત્ય એ હતું કે જે લોકો કોરોના દર્દીઓની મદદે આવ્યા તેની સામે જ પોલીસ કાર્યવાહી કરવામાં આવી! મદદ કરી એ ગુનો! સૌથી સારી બાબત એ બની કે સરકાર જ્યારે નીષ્ક્રીય રહી ત્યારે ગુરુદ્વારા, મસ્જીદો, સંગઠનોએ લોકોની મદદ કરી! આ બધાં મુદ્દાઓ અંગે મેં ‘ફેસબુક’ ઉપર લખ્યું. એ તમામ પોસ્ટનો સમાવેશ ઈ–બુક ‘લાશો પુછે છે’માં થયો છે. વાંચકોની અનુકુળતા માટે આ ‘ઈ–બુક’ને બે ભાગમાં વહેંચવામાં આવી છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગ થકી રૅશનલ સમજની ક્રાંતી ફેલાવનારા ગોવીંદ મારુએ આ ‘ઈ–બુક’ દ્વારા કોરોના મહામારીમાં લોકોની પીડાનો દસ્તાવેજ રજુ કર્યો છે; એ બદલ તેમને ધન્યવાદ આપવા જ પડે.

આપણે બોલવું પડશે; અવાજ ઉઠાવવો જ પડશે. નહીંતર આવનારી પેઢી કહેશે કે શા માટે મુંગા રહ્યા હતા?

(‘લાશો પુછે છે’ ઈ–બુક ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.com/wp-content/uploads/2021/09/ebook_50_ramesh_savani_laasho_poochhe_chhe_part_1_2021-09-21.pdf )

–રમેશ સવાણી

‘લાશો પુછે છે’ ઈ.બુકની ‘પ્રસ્તાવના’માંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, સેલફોન : 99784 06070 ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ. ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 21–09–2021

24 Comments

  1. “આપણે બોલવું પડશે; અવાજ ઉઠાવવો જ પડશે. નહીંતર આવનારી પેઢી કહેશે કે શા માટે મુંગા રહ્યા હતા?”

    –રમેશ સવાણી

    આપણે તો હંમેશ બોલીએ છીએ અને અવાજ ઉઠાવીએ છીએ પરંતુ આ બધી બબાલ રાજદ્રારીઓની છે જેઓ પોતાનું રાજકારણ ચમકાવવા આતુર હોય છે, ભલે લાશો ના ઢગલા સમે પડેલા હોય. બીજા શબ્દો માં આ રાજદ્રારીઓ લાશો ના ઢગલે પોતાનું રાજકારણ ચમકાવે છે.

    Liked by 1 person

  2. Great article. With eye-opening numbers. It says:
    “ભારતમાં, કોરોના મહામારીમાં જુન, 2021 સુધીમાં 47/50 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા!”
    “Really? PM Modi’s propaganda machine is certainly very big; But this number appears not believable.
    Just for comparison: In the USA so far, only around 6,50,000 people have died.
    Forget the politics and the propaganda. But Will somebody check the numbers and tell the real truth?
    Thanks for an informative good article. —Subodh Shah — USA.

    Liked by 1 person

    1. સરકાર પાસે મોતના સાચા આંકડા નથી.
      સરકાર તો કહે છે કે ઓક્સિજનની અછતના કારણે કોઈનું મોત થયેલ નથી.
      અમદાવાદના ‘સંદેશ’ અખબારે સાચા આંકડા સ્મશાનોની સ્થળ તપાસ કરીને આપ્યા હતા; તે મુજબ અંદાજ કરીએ તો 47/50 લાખ મોત થયા હશે.
      ઉપરાંત-
      https://www.thequint.com/news/india/india-covid-deaths-much-higher-than-official-figures

      Liked by 1 person

    2. સુબોધભાઈ અમેરિકામાં સાચા આંકડા બતાવે ભારતમાં કોણ બતાવશે? સંદેશના પત્રકારો આખો દિવસ સ્મશાનોમાં ફરી કોરોના ગાઈડલાઈન મુજબ મૃતદેહોનો નિકાલ લાવે એની સંખ્યા કાઢે તો ૧૦૦૦ હોય એ દિવસે રાત્રે સરકાર ૧૦૦ મર્યા એવું કહે. ૭૨ દિવસમાં ડેથ સર્ટીફિકેટ કેટલાં નીકળ્યાં એનો આંક દિવ્યભાસ્કરે કાઢેલો. માર્ચ એપ્રિલ મે મહિનામાં ૨૦૨૦માં આશરે ૫૮૦૦૦ અને ૨૦૨૧માં ૧,૨૩,૦૦૦.. હવે બીજા રાજ્યો ગણો તો ક્યાં પહોંચે?

      Liked by 1 person

    3. આદરણીય સુબોધભાઈ, કોરોનાકાલમાં હું નિયમિત સંદેશ ટીવી જોતો હતો. સંદેશે એના પત્રકારોને સ્મશાને સ્મશાને મૂકી દીધેલા. કોરોના ગાઈડ લાઈન મુજબ જે લાશોનો નિકાલ કરવામાં આવે તેની એ લોકો નોંધ રાખતાં હતા. દિવસણી એક હજાર લાશોનો નિકાલ થયો હોય ત્યારે સરકાર માત્ર ૧૦૦ બતાવતી. એ રીતે 2020 અને ૨૦૨૧નાં માર્ચ એપ્રિલ મેં ૭૧ દિવસમાં જેટલા ડેથ સર્ટી ઈશ્યુ થયા હોય તેના આંકડા દિવ્યભાસ્કર વાળાએ બહાર પાડેલા. ૨૦૨૦મા એ ૭૧ દિવસમાં ૫૮૦૦૦ ડેથ સર્ટી ઈશ્યુ થયેલા તો ૨૦૨૧મા એ ૭૧ દિવસમાં ૧૨૩૦૦૦ ડેથ સર્ટી ઈશ્યુ થયેલા. આ ફક્ત ગુજરાતના આંકડા છે બીજા રાજ્યોની શું દશા હશે તે મોદીજી જાણે. આપણા ભારતના રાજ્યો કેટલા હશે? આ હિસાબે એક્સપર્ટ લોકોએ ૪૨/૪૫ લાખનો આશરો કાઢ્યો છે. યુએસએ જોડે ભારતની કમ્પેરીઝન કઈ રીતે કરી શકો?

      Liked by 1 person

  3. શ્રી રમેશ સવાણીજી,
    તમારો આ મીડીયા રીપોર્ટ વાંચ્યો.
    મને અેક તાગ્યો. આ દરેક કાર્યો જે થયા, જેના પરિણામો સામાન્ય લોકોને નુકશાન કરતાં સાબિત થયા અેમ અેક વિરોઘી મીડીયાઅે સરસ ચગાવ્યુ હતું.
    હવે બીજી વાત. આ બઘી પરિસ્થિતીઓ જે જન્મી તેની પાછળ કેટલાં બીજા ફેક્ટરો હતાં તેની કોઇ પણ નૂક્તેચીની તમારા રીપોર્ટમાં જણાવી નથી. કાળાબજારીઅઅા લોકો , વેપારી , અરવિંદ કેજરીવાલના ચમચાઓ કયઅં ગયા? ક્યાં ગયા ? કાળાબજારીઆઓ…લુચ્ચી બીજી પોલીટીકલ પાર્ટીઓ ક્યાં ગઇ જેણે સરકારના કામમાં હાડકાંં નાખ્યા ?
    મને લાગે છે કે તમે પોતે પ્રાઇમ મીનીસ્ટરની ખુરસીમાં બેસી જૂઓ….
    કોઇને ખરાબ બતાવતાં પહેલાં પોતાને તેના સંદર્ભમાં તોલી જૂઓ. મીડીયાનો પેલો….શું નામ છે તેનું…હાલમાં પકડાયો…કાઢી મૂક્યો….વેચાઇ ગયેલાં ટેલીવીઝન સ્ટેશનોનો રોલ કેટલો હતો ં અે સફળ પ્રાઇમ મીનીસ્ટરને દૂર કરવાં પેલા મૂર્ખ રાહુલના કર્મોને બહાર પાડો…ચીન સાથેના, પાકિસ્તાન સાથેના તેના કર્મોને ઉઘાડા પાડો….
    તમારી જાતને છેતરીને જો રીપોર્ટ લખશો તો તમને પોતાને ખબર જ છે કે તમે શું કરી રહ્યા છો.
    ન્યાય પણ અેક કર્મ મીડીયાને સોંપેલું છે. ન્યાયી બનો. કેટલાં લોકોઅે મોદીને સાથ આપ્યો આ પરિસ્થિતિ જેનો તમે ઉલ્લેખ કર્યો છે, તેમાં હતો ?
    અમેરિકાના પ્રેસીડન્ટ કેનેડીઅે કહેલું હતું કે, લોકોનો સાથ પ્રેસીડન્ટને પહેલો જોઇઅે છે તેના કાર્યને સફળ બનાવવા માટે. લોકોના સાથ અને સહકાર વિના સરકાર ચલાવી ન જ શકાય.
    ભારતના લોકો અમીચંદોના ટોળાથી બનેલા છે.
    દરેક કાર્યની પોઝીટીવ બાજુ પહેલાં જૂઓ…પછી નીગેટીવ પણ જૂઓ.
    ખરીદાઇ ગયેલાં અમીચંદો બનતા લોકોને ઉઘાડા પાડો.
    મને તમારો રીપોર્ટ ‘ હિંસા ‘ જનક લાગ્યો. કોઇને ખોટા બનાવવાનો રીપોર્ટ પણ અેક પ્રકારની હંસા જ છે…કોઇનું ખૂન કરવાં તે જ હિંસા કહેવાય…કોઇની ઇસ્શા કરવી તે પણ હિંસાનો અેક પ્રકાર છે. ઊંડો અભ્યાસ કરવા વિના તેનો રીપોર્ટ કરીને વાંચનારને ગેરમાર્ગે ચઢાવવો તે પણ હિંસાનો અેક પ્રકાર છે.
    આભાર.

    Liked by 1 person

    1. ‘તમારી જાતને છેતરીને જો રીપોર્ટ લખશો તો તમને પોતાને ખબર જ છે કે તમે શું કરી રહ્યા છો.ન્યાય પણ અેક કર્મ મીડીયાને સોંપેલું છે. ન્યાયી બનો’
      કોરોના સામે લડવું વિશ્વના કોઈ એક દેશનું ગજું નથી, પછી તે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય. આ રોગચાળો છેલ્લા ૧૦૦ વર્ષમાં જોવા મળેલો સૌથી ભીષણ રોગચાળો છે. રોગચાળાના પ્રારંભથી જ ભારત પોતાના અનુભવો , કૌશલ્ય અને સંસાધનોની વૈશ્વિક સમાજ સાથે વહેંચણી કરતું રહ્યું છે. સ્થાનિક સ્તરની તમામ તકલીફો વચ્ચે ભારતે વિશ્વની સાથે વધુને વધુ પ્રમાણમાં ભાગીદારીના ખ્યાલ સાથે કામ કર્યુ છે. તેનો ઉલ્લેખ થવો જ જોઇએ

      Liked by 1 person

    2. માનનીય હઝારી સાહેબ,

      આપે ‘સફળ પ્રાઈમ મિનિસ્ટર’ અને ‘મૂર્ખ રાહુલ’ એવું લખ્યું છે; તે દર્શાવે છે કે આપ સાચી મૂલવણી કરી શકતા નથી.

      વિપક્ષે કોરોના કાળમાં ક્યારે/કઈ જગ્યાએ હાડકાં નાખ્યા? એકાદ દાખલો તો આપો. વિપક્ષે સરકારને પૂરો સહયોગ આપેલ છે.

      સરકારની/વડાપ્રધાનની ખોટી નીતિઓની આલોચના કરવી તે દરેક નાગરિકની ફરજ છે.

      ગંગામાં હજારો લાશ તરતી હોય ત્યારે પોઝિટિવ વિચારો કરવા તે વડાપ્રધાનની ખુશામત કરવા બરાબર છે.

      વડાપ્રધાન/સરકારની તરફેક્ણ માટે IT Cell છે; ગોદી મીડિયા છે; કોર્પોરેટ મીડિયા છે; માહિતી ખાતું છે; દેશના પેટ્રોલ પમ્પ/રેલ્વે સ્ટેશન/એરપોર્ટ વગેરે જગ્યાએ મોટા મોટા હોર્ડિંગ્સ છે; અખબારોમાં ફૂલ પેજની જાહેરખબરો છે; આ બધા પોઝિટિવ વાતો જ દર્શાવે છે; તે ઓછું પડે છે? કોઈ આલોચના ન કરે તેવું ઈચ્છો છો? તંદુરસ્ત લોકશાહીમાં આલોચના હોય; ભક્તિ નહીં.

      Liked by 2 people

      1. Dear Shri Ramesh Sawani ji

        I have gone through the comments made by Shri Amrut Hazari ji.

        I seek your permission to share some hard truth for the larger benefit of the readers to clear the clouds of confusion / wrong presentation of the facts maybe by ignorance on the part of Shri Amrut Hazari ji. My comments will be strictly on hard facts that are in the public domain and not taking shelter of any imaginary stories.

        Thanking you and with regards

        PRAVIN PATEL

        Liked by 1 person

  4. આવનારી પેઢી કહેશે કે-‘ શા માટે ચુપ રહ્યા હતા? ‘શ્રી રમેશ સવાણી ના લેખ દ્વારા રાજદ્વારી તંત્રની ખામીઓ અંગે અવાજ ઉઠાવી તંત્ર ને સુધારવા તરફ ધ્યાન દોરવા બદલ ધન્યવાદ
    સાથે વિશ્વના બધા દેશોમા -અહીં અમેરીકા જેવા દેશમા પણ ખૂબ પ્રયત્નો છતા વિશ્વના કોરોના કેસમા અને મરણમા પહેલો નંબર છે! ખૂબ પ્રચાર છતા સામાન્ય તકેદારી ઓ પણ પ્રમાણમા ઓછા રાખે છે !
    અમારા પ્રમાણે અમે પ્રચાર સાથે માસ્ક અને અન્ન વિતરણમા ભાગ લઇએ છીએ આટલા મોટા પ્રશ્નમા એકલા ભૂલો જ જોવા સાથે તે અંગે મદદ રુપ થવુ અગત્યનુ છે

    Liked by 2 people

  5. સ્નેહીશ્રી રમેશભાઇ,
    તમારો પ્રતિભાવ વાંચ્યો. મારો કોઇ આશય ન્હોતો, તમને દુ:ખ પહોંચાડવાનો.
    ગરીબ દેશોને કોરોના સામે લડવા માટે વેક્સીન મોકલવા વિશે નરેન્દરભાઇઅે તેમના વિચારોની સમજ આપી હતી. અરવિદ કેજરીવાલ અને બીજા ઘણાઓઅે વેક્સીન પોતે સંતાડી રાખી વેપાર કરવાની વાત પણ પકડાઇ હતી. ઓક્ષીજન વિશે પણ કેજરીવાલ અેન્ડ કંપનીઅ શું ન્હોતું કર્યુ ?
    શ્રી ચંન્દ્રકાંતભાઇ ભટ્ટ સાહેબના વિચારો પણ જાણયા. અભણ પોલીટીશીયનો..રાજકર્તા બને અને ભણેલા લોકો તેમના ગુલામ જેવા થઇને જીવે તે તેમને પસંદ નથી તે જાણયુ. પોલીટીક્ષ અેક જુદીજ વ્યવસ્થા છે. ગુંડારાજ. દુનિયાના કોઇપણ દેશમાં જાઓ….અનક્વોલીફાઇડ પોલીટીશીયનો જ મળશે. પોતાન લોકો ઉપર પોતાનો હક્ક જમાવનાર જ ચૂંટણી જીતે. કોઇ ફેરફાર કરી નહિ શકાય. હાલના વાતાવરણનો દાખલો લો…ઇસ્લામ કુરાનની શેરીયતો દુનિયામાં હરેક દેશમાં લાગુ પડવા નિકળ્યા છે. મોદીજીઅે જે ચાણક્યનિતિ બતાવી તેને કારણે દુનિયાના અગ્રીમ દેશો પણ તેમની સલાહ લેવા દિલ્હી આવે છે. ભારતને ઇસ્લામથી બચાવવા…હિન્દુઓને ઇસ્લામથી બચાવવા માટે…દુનિયાઅે તેમને યોગ્ય ગ૬યા છે. દુનિયાના મોટા મોટા ન્યુઝ પેપરો મોદીને પહેલે પાને છાપે છે. પોલીટીક્સ અેક અન્જાન વિષય છે. ભારતમા લગભગ ૧૦૦ જેટલી પોલીટીકલ પાર્ટીઓ હશે. તેમના કાવાદાવાઓ અને ઉપરથી યુનિવર્શલ પ્રશ્નો…શાંત મગજથી કામ કરવું પડે. ભારત મારો દેશ છે. કોન્ગરેસની સરકારે જે પ્રગતિ કરેલી તેના કરતાં અનેક ગણી પ્રગતિ મોદીના રાજમાં થઇ છે. અભણ હોવું અને મગજ દૂરંદેશીવાળું અને માનવતાવાળું હોવું તે પણ મીનીસ્ટર થવાની યોગ્યતા બને છે. માર પિતા અભણ હતાં પરંતું તેમને છોકરાઓને સમયને યોગ્ય જિવન જીવવાની રીત રસમો શીખવતાં દૂરનું જોતા અને માનવતાથી ભરેલાં હતાં. ઇસ્લામના ચમચાઓ ભારતમાં કેટલાં અને કેવા કેવા છે તે જાણીઅે તો શરીર ઘ્રુજી ઉઠે. સફળ પોલીટીશીયન ઓછું બોલે અને કામ વઘુ કરે છે. સચ્ચાઇ શોઘવી જ રહી. અેક સરસ ક્વોટ છે. ” By the time you realize your mother was right , you have a daughter who thinks ,you are wrong.”
    ભગવા કપડા ? જુલ્મીઓના વાતાવરણમાં ગરીબ પ્રજા અને હિન્દુઓને ઇસ્લામથી બચાવવા યુ.પી.માં યોગીજી ખૂબ જ યોગ્ય કર્મો કરી રહ્યા છે. રીયાલીટીને સમજીને તેનો ઉપાય મજબુટીથી કરવા યોગીજી પરફેક્ટ છે.
    અમેરિકાઅે પણ ગરીબ દેશોને વેક્સીન મોકલવાનું ચાલુ રાખ્યું છે.
    જો મારા વિચારોથી તમને દુ:ખ પહોંચ્યું હોય તો માફી માંગી લઉ.
    આભાર.

    Liked by 2 people

    1. PM અને UP CM ઈસ્લામથી બચાવી રહ્યા છે; તેમ કહેવું તે સંપૂર્ણ અસત્ય છે. બન્ને હિન્દુત્વના નામે પોતાની સત્તાની ભૂખ સંતોષે છે.

      Liked by 1 person

    2. આદરણીય હઝારી સાહેબ આપનો આદર રમણીક પરિધાન મંત્રી પ્રત્યેનો વિશેષ છલકાઈ ઉઠતો પ્રેમ જોઈ હું ગળગળો થઈ ગયો છું. હવે થોડી સત્ય વાતો કરીએ. કોરોનાકાલમાં હું નિયમિત સંદેશ ટીવી જોતો હતો. સંદેશે એના પત્રકારોને સ્મશાને સ્મશાને મૂકી દીધેલા. કોરોના ગાઈડ લાઈન મુજબ જે લાશોનો નિકાલ કરવામાં આવે તેની એ લોકો નોંધ રાખતાં હતા. દિવસની એક હજાર લાશોનો નિકાલ થયો હોય ત્યારે સરકાર માત્ર ૧૦૦ બતાવતી. એ રીતે 2020 અને ૨૦૨૧નાં માર્ચ એપ્રિલ મેં ૭૧ દિવસમાં જેટલા ડેથ સર્ટી ઈશ્યુ થયા હોય તેના આંકડા દિવ્યભાસ્કર વાળાએ બહાર પાડેલા. ૨૦૨૦મા એ ૭૧ દિવસમાં ૫૮૦૦૦ ડેથ સર્ટી ઈશ્યુ થયેલા તો ૨૦૨૧મા એ ૭૧ દિવસમાં ૧૨૩૦૦૦ ડેથ સર્ટી ઈશ્યુ થયેલા. આ ફક્ત ગુજરાતના આંકડા છે બીજા રાજ્યોની શું દશા હશે તે આપણા પરિધાન મંત્રી જાણે. આપણા ભારતના રાજ્યો કેટલા હશે? આ હિસાબે એક્સપર્ટ લોકોએ ૪૨/૪૫ લાખનો આશરો કાઢ્યો છે. યુએસએ જોડે ભારતની કમ્પેરીઝન કઈ રીતે કરી શકો? રાહુલ મૂર્ખ છે એટલે તો એની પહેલી ટ્વીટ ૨૦૧૯ના ડીસેમ્બરમાં હતી કે ભયાનક પેન્ડેમિક આવી રહ્યું છે ચેતો. એની બીજી ટ્વીટ જાન્યુઆરીમાં હતી કે ચેતો. મને થયેલું કે આ મૂરખનું ટ્વીટટર એકાઉન્ટ ચેક કરવા દે. એ વખતે ભારતના અનારોગ્ય પ્રધાન જે પોતે ડોક્ટર છે એ કહેતા હતા રાહુલ નકામો લોકોને બીવડાવે છે. આપના પ્રિય પરિધાન મંત્રી ચેત્યા નહિ ઉલટાના ફેબ્રુઆરીમાં ટ્રંપને બોલાવી મોટેરા સ્ટેડીયમમાં જલસો કર્યો કે આવ કોરોના આવ. લોક ડાઉન મૂકીને લોકોને કહેતા માસ્ક પહેરજો અને બે ગજની દુરી રાખજો હું ચાલ્યો બિહારમાં ચૂંટણી રેલી કાઢવા. એમની રેલીઓ આપે નહિ જોઈ હોય. દેશનો સર્વોચ્ચ વડો આવું બેજવાબદાર વર્તન કઈ રીતે કરી શકે? એસ્ટ્રાજેનેકા ભારતની વેક્સિન હતી નહિ જેતે દેશોએ એ કંપનીને એડવાન્સ પૈસા આપેલા તે લઇ ગઈ અને આપણા પરિધાન મંત્રી વેક્સિન ઓર્ડર કરવાનું ભૂલી ગયેલા. લોકોને ત્રણ ત્રણ મહીને બીજા ડોઝ નસીબ નહોતા. ખેર હવે વેક્સિન મળવા માંડી છે. કેજરીવાલ પ્રત્યે આપનો રોષ સહજ છે કારણ એ એકલો હાલ પ્રિય મોદીજીને ભારે પડે એવો છે. મને નવાઈ એ લાગે છે કે ભલભલા રેશનલો ૨૦૧૪ પછી હાર્ડકોર ધાર્મિક હિન્દુત્વવાદી બની ગયા છે કેમકે ભારતમાં હવે હિંદુ ખતરેમે હૈ. મોઘલો સમયે અંગ્રેજો સમયે એટલો ખતરેમેં નહોતો. હવે લોકશાહીમાં ખતરેમે આવી ગયો છે. ભારતમાં મુસલમાનોની વસ્તી વધે છે હકીકત છે પ્રમાણમાં હિન્દુઓની પણ બહુ વધે છે એ કહેવાનું વોટ્સેપ યુનિ ઉપર બીજેપીનું આઈટી સેલ ઈરાદાપૂર્વક જણાવતું નથી. ચાલો હું તમને કહી દઉં ભારતમાં ૧૯ કરોડ મુસલમાનો સામે ૧૨૦ કરોડ હિંદુ શીખ, ઈસાઈ, જૈન બૌદ્ધ છે. આશરે ૧૯ કરોડ મુસલામાનોમાં ૧૦ કરોડ પુરુષો છે ૯ કરોડ સ્ત્રીઓ છે. આ બધા આંકડા આશરે કહું છું. એક મુસલમાન ૪ બીવી રાખે તો ૧૦ કરોડ મુસલમાનો માટે ૪૦ કરોડ બીબીઓ જોઈએ જે નથી. ફક્ત ૯ કરોડ જ છે. એટલે એક મુસલમાન બે બીવી રાખે એક રાખે એમને રાત્રે ૯ કરોડમાં જ રમવાનું છે. છોકરા આ નવ કરોડ બીવીઓ જ જણવાની છે. એક મીયાભાઈ ચાર બીવી રાખશે તો બીજા સાડાત્રણ મીયાભાઈ કુંવારા રહેશે. હહાહાહાહાહાહા

      Liked by 2 people

      1. આશા રાખીએ કે હઝારી સાહેબ અને બાકીના NRIની આંખો ખૂલે.

        Liked by 1 person

  6. My comments are specific to the PM CARES fund is shared hereunder.

    MY COMMENTS ARE SPECIFIC ON PM CARES FUND.
    1. PM CARES’s constitution/bye-laws is a two-page document. On the second page it says as below:
    It is claimed that being a private trust, is not coming under the purview of the Right to Information Act, 2005
    Well, then why it is using the Government of India Emblem of three lions, (the fourth being hidden from the view) Despite it is prohibited that no person can use the emblem or any imitation in a manner so as to create an impression that it is associated with or an official document of the Central Government or State Government, as the case may be, without permission of the appropriate government. If this is a private trust or organization, why it is using National Emblem? vice versa, if it is a government body, naturally it comes under RTI. The dirty game is clearly evident.

    2. The constitution of PM CARES also says,
    The fund consists entirely of voluntary contributions from individuals/ organizations and does not get any budgetary support. As such, the funds consist entirely of voluntary contributions.
    Now, ask your M.P. have he or she has voluntarily given away the right to divert the funds meant for them to be used under MPLAD!

    3, One example of Employees of Delhi University exposes the truth that misguiding them in the name of collecting donations in the name of PM NATIONAL RELIEF FUND which was diverted to PM CARES FUND.

    The employees of Delhi University, after directions from the University Grants Commission (UGC) and the University, had donated their one-day salary to help those in need. While the contributions were supposed to be made to the Prime Minister’s National Relief Fund (PMNRF), the Vice-Chancellor, Dr. Yogesh K Tyagi declared that more than Rs 4 crore was donated to the PM CARES fund.
    The DU Teachers’ Association (DUTA) has written to the VC stating that such acts of “misdirection” shake their faith in the professional working of the university”. “Why were the employees not informed that their contributions would be sent to PM CARES? Why were contributions collected in the name of PMNRF? All employees have the right to know at the very least that their contributions will be made to that authority in whose name the contributions were solicited,” the teachers asked.

    4. ARM TWISTING / COERCION method used on Govt. employees to pump in funds to PM CARES FUND.
    The Department of Revenue in the Ministry of Finance issued a circular dated March 17, 2020, conveying: “It has been decided to appeal all officers and staff to contribute their 1 day’s salary every month till March 2021 to the Prime Minister’s Citizen’s Assistance and Relief in Emergency Situations (PM-CARES) to aid the government’s efforts to fight the coronavirus pandemic.”
    HOW CAN A VOLUNTARY DONATION BE MADE MANDATORY TILL MARCH 2021!
    However, the second paragraph of the circular exposes the arm twisting /Coercion route. This reads as under.
    “Any officer or staff having an objection to it may intimate drawing and disbursing officer [DDO], Department of Revenue in writing mentioning his/her employee code latest by 20.4.2020.” The onus to refuse is instead placed on officers or staff to intimate the DDO, in writing, mentioning his or her employee code. Why? The onus to refuse is instead placed on officers or staff to intimate the DDO, in Writing, mentioning his or her employee code. Why?

    5. CSR Funds. CSR funds are meant to be used for the general welfare of the people who are in the vicinity of the mining/ industrial project for their welfare but here the CSR funds of both public and private corporates have been pumped into PM CARES.
    AND WHAT IS THE REALITY? LAKHS OF MIGRATORY WORKERS WALKED HUNDREDS OF MILES TO REACH BACK THEIR HOMES WITHOUT ANY GOVERNMENT SUPPORT IS SEEN BY THE WORLD LIVE ON ELECTRONIC MEDIA.

    Liked by 3 people

      1. I look forward to your consent to reply to the comments/opinions submitted here by Shri Amrut Hazari of 21 Sep 2021 at 9:25 pm. Your readers have a right to know the truth which either Mr. Hazari out of ignorance of the facts or by pursuing to an agenda to glorify an individual, has suppressed the hard facts. I look forward to your consent to present the facts strictly on their merit.

        Liked by 1 person

  7. મીત્રો,
    શ્રી મોદીની અમેરિકા પ્રવાસની સફળતા, ને વિચારીને, ચિંતન કરી, મનન કરી…તેની સત્યતાની કાળજી લઇને મૂલવવા વિનંતિછે. વિશ્વમાં આજે ચાલતા પ્રશ્નો વિ…વિ….
    પોતાની જાતને નહિ છેતરવાની, મારા વિચારોને અવગણીને, કાળજી લેવા વિનંતિ છે. મારા વિચારો સૌના વિચારોથી જુદા પડે તે સ્વાભાવિક છે.
    તમારા સૌીના વિચારો મને ગમ્યા છે.
    આભાર.
    અમૃત હઝારી.
    નોંઘ : આજે ભારતમાં મોદીને તેના વિચારો અને કર્મોમાં હરાવી શકે તેવી વ્યક્તિના નામો આપવા વિનંતિ છે.

    Liked by 1 person

    1. ‘ભારતની લોકશાહીની તાકાત’ની વાત કરનાર વડાપ્રધાન કેટલા લોકતાંત્રિક છે?

      આપણા વડાપ્રધાને 25 સપ્ટેમ્બર 2021ના રોજ, ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રની 76મી સામાન્ય સભાનમાં કહ્યું હતું કે “ટી-સ્ટોલ પર પિતાને મદદ કરતું બાળક PM બને એ ભારતની લોકશાહીની તાકાત !”

      પ્રથમ દ્રષ્ટિએ વડાપ્રધાનની વાતમાં તથ્ય લાગે; પરંતુ તેમની વાતમાં સચ્ચાઈ કેટલી? શું આવી વાતોથી આવનારી પેઢી ગેરમાર્ગે નહીં દોરાય? વાસ્તવમાં ગુજરાતના CM હતા એટલે PM બની શક્યા; એ વાત કેમ ભૂલી જવાય છે? ગુજરાતના CM બન્યા અને રહ્યા ત્યારે ‘ટી-સ્ટોલ પર મદદ કરતા બાળકની વાત’ કોઈને કરી ન હતી ! કે કોઈએ સાંભળી ન હતી ! ભારતના રાજકારણમાં ગરીબનો દિકરો PM બનવા જઈ રહ્યો છે; એ ભાવાનાત્મક વાત લોકોને ગમે એટલે 2014ની લોકસભાની ચૂંટણી વેળાએ ‘ટી-ટોલ’ના મુદ્દોનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો; આ માત્ર પબ્લિસિટી સ્ટંટ હતો ! આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રની સભા સમક્ષ ઉછાળવો કેટલે અંશે ઉચિત?

      વળી તેઓ ગુજરાતના CM કઈ રીતે બન્યા હતા? તેમણે તત્કાલિન CM કેશુભાઈ પટેલને લોકશાહી ઢબે દૂર કર્યા હતા? પક્ષના હાઈ કમાન્ડ સાથે સેટિંગ કરીને પેરાશુટર તરીકે તેઓ CM બન્યા હતા ! પછી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડ્યા ત્યારે નોટોરિયસ આશારામ બાપૂની કથા બેસાડીને મત આપવા અપીલ કરાવી હતી; તેને લોકશાહીની તાકાત કહી શકાય? એ પછી પક્ષના જ નેતા હરેન પંડ્યાની હત્યા થઈ અને સંજય જોશીની વીડિઓ સીડી વિતરિત કરાવી; તેને લોકશાહીની તાકાત કહીશું? તેમના સમયે અક્ષરધામ મંદિર ઉપરનો હુમલો/અમદાવાદમાં સિરિયલ બોમ્બ ધડાકાઓ/ગોધરા કાંડ/અનુ ગોધરા કાંડો થયા; છતાં ‘ગૌરવ યાત્રા’ યોજી તેને લોકશાહીની તાકાત કહીશું? ભારતમાં ઈન્ટરનેશનલ એમ્નેસ્ટીની કચેરી બંધ થઈ જાય, તેવી કાર્યવાહી કરવામાં આવે તેને લોકશાહીની તાકાત કહીશું? સરકારનો/વડાપ્રધાનનો વિરોધ કરે તેને જેલમાં પૂરવામાં આવે છે અને ભડકાઉ ભાષણ કરનારને મિનિસ્ટર બનાવવામાં આવે છે; તેને લોકશાહીની તાકાત કહીશું? The Freedom in the World 2020 રીપોર્ટ અનુસાર; દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ-ભારત; લોકશાહી મૂલ્યોની રખેવાળીમાં 71 માં સ્થાનેથી ગગડીને 83માં સ્થાને કેમ પહોંચી ગયો? મીડિયાની સ્વતંત્રતાની બાબતમાં ભારત 142 માં સ્થાને કેમ? નેપાળ 106માં સ્થાને અને શ્રીલંકા 127 માં સ્થાને છે; તો ભારત તેના કરતા પણ પાછળ કેમ? 2014માં, ભારત લોકશાહી સૂચકાંકમાં 27 સ્થાને હતું તે 2021માં ગગડીને 53માં સ્થાને પહોંચી ગયું; છતાં લોકશાહીની તાકાત કહીશું? મોટો સવાલ એ છે કે ‘ભારતની લોકશાહીની તાકાત’ની વાત કરનાર વડાપ્રધાન કેટલા લોકતાંત્રિક છે?rs

      Liked by 2 people

    2. હઝારી સાહેબ મોદીના વિચારો અને કર્મોને હરાવે એવો માણસ તો બીજો કોણ હોય? જીડીપી સાવ માઈનસમાં લઈ જાય એવો બીજો પ્રધાનમંત્રી તમારે જોઈએ છે? 😃 મોદી જેવો ડેમ નાર્સિસિસ્ટ બીજો ક્યાંથી શોધવાનો? અરે ભાઈ તમે બચપણમાં ચા વેચી કે ચણા વેચ્યા એના રોજ ઢોલ પીટવાની ક્યાં જરૂર છે? મોદીજી જન્મ્યા ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦માં. વડનગર રેલ્વે સ્ટેશન બન્યું ૨૧ માર્ચ ૧૯૭૩. મતલબ વડનગર રેલ્વે સ્ટેશન બન્યુ ત્યારે મોદીજી ૨૨ વરસ ૬ મહિનાના હતા. તો બચપણમાં કયા રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા? 🤣🤣🤣🤣 ૧૮ વરસે લગન કરી મોદીજી ઘર છોડી નીકળી ગયેલા તો કઈ કોલેજમાં ભણેલા? 😃 ૨૦૧૪ સુધી તો કોઈને ખબર નહોતી કે આ ભાઈ પરણેલો છે અને કોલેજ ભણેલો છે કે બચપણમાં વડનગરના ફેક રેલ્વે સ્ટેશને ચા વેચતો હતો. 😃😃😃

      Liked by 2 people

Leave a comment