‘શ્રાદ્ધ’ અંગે એક પ્રેરક પ્રસંગ

શ્રાદ્ધ’ અંગે એક પ્રેરક પ્રસંગ

હીન્દી લેખક : અજ્ઞાત…
ભાવાનુવાદ : ગોવીન્દ મારુ

કબીર સાહેબ ગુરુ રામાનંદજીના શીષ્ય હતા.

એક દીવસે ગુરુ રામાનંદે કબીરને કહ્યું કે, “આજે શ્રાદ્ધનો દીવસ છે. પીતૃઓ માટે ખીર બનાવવી છે. તમે દુધ લઈ આવો.”

તે સમયે કબીર 9 વર્ષના હતા. વાસણ લઈને તેઓ દુધ લાવવા માટે નીકળી પડ્યા. રસ્તામાં મૃત્યુ પામેલી એક ગાયને જોઈ. આજુબાજુમાં ઉગેલ ઘાસ કાપી, કબીરે ગાયની પાસે નાંખ્યું. તેઓ દુધનું વાસણ લઈને ત્યાં જ પલાંઠી વાળીને બેસી ગયા.

ઘણો સમય થઈ ગયો હોવા છતાં; કબીર દુધ લઈને પરત આવ્યા નહીં. ત્યારે ગુરુ રામાનંદે વીચાર્યું કે પીતૃઓને ભોજન કરાવવાનો સમય થઈ ગયો છે; પરન્તુ કબીર હજી સુધી નથી આવ્યા. જેથી ગુરુ રામાનંદજી પોતે જ દુધ લેવા નીકળ્યા.

ચાલતા ચાલતા આગળ વધ્યા, ત્યારે તેઓએ જોયું કે એક મૃત્યુ પામેલ ગાય પાસે વાસણ લઈને કબીર બેઠા છે. તે જોઈને ગુરુ રામાનંદ બોલ્યા : “અરે કબીર, તમે દુધ લેવા નથી ગયા?”

કબીરે કહ્યું : “સ્વામીજી, આ ગાય પહેલા ઘાસ ખાઈ લે, તો દુધ આપશે ને.”

રામાનંદ બોલ્યા : “અરે! આ ગાય તો મૃત્યુ પામી છે, મરેલી ગાય કેવી રીતે ઘાસ ખાવાની?”

કબીરે કહ્યું : સ્વામીજી, આ ગાય તો આજે મૃત્યુ પામી છે. જો આજે મેરેલી ગાય ઘાસ નથી ખાતી, તો 100 વર્ષ પહેલા મૃત્યુ પામેલા આપના પીતૃઓ ખીર કેવી રીતે ખાવાના?

તે સાંભળીને રામાનંદજી તો મૌન થઈ ગયા. તેમને પોતાની ભુલ સમજાઈ ગઈ.

माटी का एक नाग बना के, पुजे लोग लुगाया  
जिंदा नाग जब घर में निकले, ले लाठी धमकाया 
जिंदा बाप कोई न पूजे, मरे बाद पुजवाया 
मुठ्ठीभर चावल ले के कौवे को बाप बनाया 

यह दुनिया कितनी बावरी है, जो पत्थर पूजे जाए 
घर की चकिया कोई न पूजे, जिसका पीसा खाए ।

कबीर

ભાવાર્થ : લોકો પુજા–પાઠમાં આડંબર અને દેખાડો કરે છે. જ્યાં સુધી પોતાના વ્યવહાર/કાર્યમાં વીવેકબુદ્ધી અને તાર્કીકતા ન આવે ત્યાં સુધી કોઈ કાર્ય સફળ નહીં થાય. કબીરે ઉક્ત દોહાના માધ્યમથી કહે છે કે જે ‘જીવે છે તેમની સેવા કરો. એ જ સાચું શ્રાદ્ધ છે.’

હીન્દી લેખક : અજ્ઞાત…
ભાવાનુવાદ : ગોવીન્દ મારુ

હીન્દી ‘વેબદુનીયા.કોમ’ પર તા. 14 જુલાઈ, 2021ના રોજ પ્રગટ થયેલ ‘पितृ पक्ष पर कबीर की प्रेरणादायी कहानी…’માંથી અજ્ઞાત લેખક/પત્રકારના અને ‘વેબદુનીયા.કોમ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24–09–2021

9 Comments

  1. Simple but effective analysis👍 In real life, the correct message is easy to understand and adopt if our conscience is clear 😇

    Liked by 1 person

  2. जिंदा बाप कोई न पूजे, मरे बाद पुजवाया
    मुठ्ठीभर चावल ले के कौवे को बाप बनाया
    આવું તો માત્ર કબીર જ કહી શકે. બીજા કોઈએ આવી કલ્પના કરી હોય એવું મારી જાણમાં નથી. ખુબ સરસ વાત લાવ્યા ગોવીન્દભાઈ. ધન્યવાદ અને આભાર.

    Liked by 1 person

  3. મુસ્લિમો માં પણ અંધ શ્રદ્ધાળુઓ માનવી ના મૃત્યુ પછી ઝિયારત, દસમું, ચાલીસમું, વરસી વગેરે ની વિધિ કરી ને મુલ્લાઓ ને તથા બીજાઓ ને ખવડાવે છે. આ તદ્દન ખોટા રીત રિવાજ વિષે ન તો મુસ્લિમ ધર્મ શાસ્ત્ર માં કે પયગંબર સાહેબ ના કથન માં કશું કહેવામાં આવેલ છે. બાપદાદાઓ ના સમય થી ચાલી આવી રહેલ આ ગાડરિયો પ્રવાહ હજુ પણ ચાલી રહ્યો છે.

    Liked by 1 person

  4. સરસ લેખ.
    કબીરની સટિક વાણીમા કોઇવાર અજ્ઞાત લોકો પોતાની વાત ઉમેરી દેતા હોય છે
    કબીર ગુરુને શીખવે તેવી વાત જાણવામા નથી
    માતા, પિતા, ગુરુ, વડિલો વગેરેનો આપણા જીવનમાં અગણિત ઉપકારો રહેલા છે. મનુષ્યનું મહત્ત્વનું કૃત્ય, તેમના પ્રત્યે કૃતજ્ઞા બનવાનું છે.આ વાત સમજાવવા સદ્ગત પિતૃજનોનું ઋણ અદા કરવા માટે તેમનું તર્પણ કરવામાં આવે છે.આ અંગે જે સાધના દ્વારા સાધકોને સમજાઇ હોય તે ગુઢ વાતો સરળ ક્રીયાઓ દ્વારા સમાજને સમજાવાય છે તેમા ઠગો પોતાના લાભાર્થે પોતાની વાત ઉમેરી ઠગવાનું કામ કરતા હોય છે બીજી તરફ સનાતન ધર્મ ને બદનામ કરવાનુ માઓવાદી કહેવાતા બુધ્ધિશાળી, આતંકવાદી લોકોના પ્રચાર અંગે પ્રજાનુ જાગરણ જરુરી છે

    Liked by 1 person

  5. કબીરજી અેવા સમયે કર્મશીલ હતાં જ્યારે વર્ણવ્યવસ્થા ફૂલ જોશમાં કાર્યશીલ હતી.
    બ્રાહ્મણોનું જ રાજ ચાલતું. તેઓ જે કહેતા તે જ પૂર્વ દિશા.
    બીઝનેશ… પૈસા…. સામાન્ય અભણ પ્રજાને અંઘશ્રઘ્ઘાના પ્રવાહમાં નાંખીને બ્રાહ્મણો કમાઇ કરી લેતા.
    કબીરજી સત્ય જાણતા હતાં
    તેમણે ગુરુજીને પ્રેક્ટીકલ નોલેજ આપવા ફક્ત ૯ વરસની ઉમરે બ્રહ્મજ્ઞાન આપ્યું.
    વિ.સં. ૨૦૭૮ના વરસમાં પણ આ અંઘશ્રઘ્ઘા પૂરજોશમાં અેક્ટીવ છે.
    ગુજરાતી અખાજીના ચાબખા પણ અંઘશ્રઘ્ઘાને સમાજમાંથી દૂર કરવાના પ્રયત્ન જ હતાં ને !
    સુંદર લેખ. ગોવિદભાઇ તમે કરેલ અનુવાદ ગમ્યો.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

Leave a reply to mahendra thaker Cancel reply