(1) જેટલા સંત એટલા જ પંથ અને (2) અન્ધશ્રદ્ધાની હોળીમાં વહેમનાં છાણાં

 (1)

જેટલા સંત એટલા જ પંથ

–જયકુમાર દમણીયા Bન્દાસ’

એક રાજા પોતાની વૈભવશાળી જીવનશૈલીથી કંટાળી ગયો. એને ધર્મમય જીવન ગાળવાની લગની લાગી હતી. એ માટે તેણે ઉત્તમ ધર્મની, શોધ કરવા માંડી. તેણે વીવીધ પ્રકારના તેમ જ દરેક ધર્મોના ધર્મશાસ્ત્રો વાંચી કાઢ્યા; પરન્તુ કયો ધર્મ ઉત્તમ એ વીશે કશો નીર્ણય કરી શક્યો નહીં. આથી એણે જુદા જુદા ધર્મોનાં વીદ્વાનો, પંડીતો, સાધુ, સંતો, મહંતો, શાસ્ત્રકારોની સભા બોલાવી.

દરેક ધર્મના ધુરંધરોએ, પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે એવું ભારપુર્વક કહ્યું. તે માટે તેમણે અનેક દૃષ્ટાંતો તથા દલીલો કરી. પ્રકાંડ પંડીતો એકબીજા સાથે વાદવીવાદમાં ઉતરી પડ્યા. પોતાના જ ધર્મને શ્રેષ્ઠ સાબીત કરવા માટે ઉગ્ર રજુઆતો કરવા માંડ્યા. એઓ એટલી હદ સુધી પહોંચી ગયા કે સહુ એકબીજા સામે ગાળાગાળી અને મારામારી પર ઉતરી પડ્યા. રાજાને સમજાયું કે, આવા લોકોનો ધર્મ ઉત્તમ હોઈ શકે જ નહીં. એટલે એણે સર્વે ધર્મધુરંધરોને યથાયોગ્ય દક્ષીણા આપી વીદાય કર્યા.

નીરાશ વદને રાજા નદી કીનારે સુનમુન બેઠા હતા. ત્યાં એક સાધુ આવી ચઢ્યા. સાધુએ કહ્યું : ‘કેમ ગમગીન થઈને બેઠા છો રાજન?’ રાજાએ સાધુની આંખોમાં નવી જ ચમક નીહાળી. રાજાએ ઉત્તમ ધર્મની શોધ અને તેમાં મળેલી નીષ્ફળતાની પોતાની મુંઝવણ કહી.

રાજન! તમારી શોધ ખોટી હતી. ધર્મ હોય છે પણ ઉત્તમ ધર્મ જેવું કશું હોતું નથી. બધા જ ધર્મો સમાન છે. તમને જે પંડીતો મળ્યા, એ બધાં જ અલગ સમ્પ્રદાયોના પંડીતો હતાં. ધર્મના પંડીતો નહોતા; પણ સમ્પ્રદાયોનાં પુર્વગ્રહોથી પીડાતા પીડીતો હતાં. સમ્પ્રદાય–સમ્પ્રદાય વચ્ચે તકરાર હોય છે. ધર્મ–ધર્મ વચ્ચે તકરાર હોતી નથી. આપણી પ્રકૃતીને અનુકુળ આવે તે જ ધર્મ, આપણા માટે ઉત્તમ કહેવાય. બાકી જેટલા સંત એટલા પંથ પ્રમાણે ચાલવા જશો તો તમે કદાપી મંઝીલે નહીં પહોંચી શકો.

‘મારા માટે ઉત્તમ ધર્મ કયો?’ રાજાએ સાધુને પુછ્યું.

પહેલાના રાજા સાથે આજનાં બેતાજ બાદશાહ જેવા પ્રધાનોને, એમનો ઉત્તમ ધર્મ બતાવતા સાધુએ કહ્યું, ‘આજની ભયાનક વૈશ્વીક મંદીમાં ભોગ બનેલા, લાખો રત્નકલાકારો કે જેઓ હાલમાં તદ્દન બેકાર બની ગયા છે તેમને રોજીરોટી આપીને જીવતદાન આપો કે જેથી તેઓ આત્મહત્યા કરતા બંધ થાય. દેશમાંથી ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, અત્યાચાર યુદ્ધના ધોરણે દુર કરો, એ જ તમારો રાષ્ટ્રધર્મ છે અને એ જ સાચો માનવધર્મ છે. કેમ કે માનવધર્મ એ જ માધવધર્મ ગણી તમારી ફરજ નીષ્ઠાપુર્વક બજાવો અને તે પણ નીષ્કામ ભાવે બજાવો તો અતી ઉત્તમ. બાકી તો કુતરું તાણે ગામ ભણી ને કોલું તાણે સીમ ભણી એવી તાણાતાણીમાં તમે, ન ઘરનાં ના ઘાટનાં થઈ જશો.

અંતે.. એક પ્રધાનને એક જણે પુછ્યું, ‘સાહેબ, કાયમી મોંઘવારી ક્યારે ઘટશે?”

‘જ્યારે તમારી ઉમ્મર ઘટશે ત્યારે!’ નફ્ફ્ટ પ્રધાને પોતાની જાત બતાવતા કહ્યું.

(2)

અન્ધશ્રદ્ધાની હોળીમાં વહેમનાં છાણાં

 ‘એલાવ, સાસુજી! તમારી દીકરીને આજે સુરત મોકલો.’ જમાઈએ ફોન કર્યો.

‘જમાઈરાજ! આજે મારી દીકરીને સાસરે નહીં મોકલું કેમ કે આવતીકાલે જ ભડભડતી સામી હોળી છે. એટલે રસ્તામાં નદીનાળાં ખાબોચીયાં ઓળંગાય નહીં.’

‘તો પછી ક્યારે મોકલશો ?’

‘રંગપંચમી પછી મોકલીશ કેમ કે હોળાષ્ટકથી રંગપંચમી સુધી કોઈ પણ શુભકાર્યો થતાં નથી.’

‘કેમ? તમારી દીકરીને સાસરે વળાવવી એ અશુભ કાર્ય ગણાય?’

‘કેમ કે ધારો કે હું મારી દીકરીને સુરત મોકલું અને રસ્તામાં ન કરે નારાયણ કાંઈક અશુભ થઈ જાય તો?’

‘મારે પણ એ જ જોવું છે કે તમારી દીકરીને શું થાય છે?’

‘તમે તો બધા ખતરાવાળા અખતરા, મારી દીકરી પર જ કરવા ઈચ્છો છો ને? તમારે શું?’

‘સાસુજી! હું તમને પુછું છું કે તમારી દીકરીને સાસરે સીધાવતાં જ બુધવાર, અમાસ, હોળી, નદીનાળાં, ખાબોચીયાં જ કેમ નડે છે? પીયર આવતા આ બધાં નડતરો કેમ નડતાં નથી?

‘એ તો જાણે મારી બલા! પણ વર્ષોથી આવો (કુ)રીવાજ ચાલ્યો આવતો હોવાથી, હું એને નહીં મોકલી શકું. મારી બા પણ મને સાસરે મોકલતાં નહોતાં.’

‘ધારો કે સાસુજી! તમારી દીકરી ભડભડતી હોળીને દીવસે જ, દીકરો કે દીકરીને જન્મ આપે તો શું કરો?’

‘આપણા હાથની વાત થોડી છે? એ તો ધાર્યું ધણીનું જ થાય છે!’

‘તમે તમારી દીકરીના ધણીનું ધાર્યું ક્યાં થવા દો છો? આજે તો ધાર્યું ધણીનું ક્યાં થાય છે! મારા સસરાજીનું પણ ક્યાં તમે ધાર્યું થવા દો છો!’

તમે જમાઈ છો એટલે વ્યંગમાં બોલો છો; પણ હું તમારી પત્નીને મોકલવાની નથી’

‘સાસુજી! ધાર્યું ધણીનું યાને ભગવાનનું જો થતું હોય તો પછી મારી પત્નીને સાસરે પધારતાં રસ્તામાં શું નડવાનું હતું? તમારા દીલમાં પ્રગટેલી અન્ધશ્રદ્ધાની હોળીમાં, વહેમનાં છાણાંપરાળ નાંખીને, એને શું કામ વધુ ભડભડતી કરો છો? અને એમાં મને શું કામ હોળીનું નાળીયેર બનાવો છો? ધારો કે સાસુજી, મારા ઘરમાં હોળીથી રંગપંચમીના દીવસોમાં કોઈ ઈમરજન્સી આવે અથવા કાંઈક અશુભ બને તો તમે તમારી દીકરીને મારે ઘરે મોકલો કે નહીં !’

‘તો.. તો.. મારી દીકરીને મોકલવી જ પડે ને? અને એની સાથે મારેય ઘસડાવું પડે ને!?’

‘ધારો કે મારી બા, મને ના મોકલે તો હું જ જાતે સાસરે દોડી જાઉં નહીંતર આપણી વચ્ચે વીના અગ્નીએ મનભેદની હોળી ભડભડે જે કદાપી ઠરતી નથી!’ પત્નીએ સાંસારીક હોળી મહાત્મ્ય સમજાવતાં કહ્યું.

–જયકુમાર દમણીયા ‘Bન્દાસ’

ટીવી, રેડીયો/હાસ્યકલાકાર, કવી, લેખક : જયકુમાર દમણીયા ‘Bન્દાસ’ના હાસ્યસંગ્રહ ‘હસતારામનું હાસ્યામૃત’ (પ્રકાશક : શ્રી હરીહર પુસ્તકાલય, 4/816-17, ટાવર રોડ, સુરત – 395 003 ફોન : (0261) 2424302 ઈ-મેલ : hariharbooks@yahoo.com  પૃષ્ઠ : 176; મુલ્ય : 100 રુપીયા)માંથી, લેખક, અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ‘ધ્યાની-જ્યોત’ 6, ગોકુલ રો હાઉસ, ગેઈલ ટાવરની સામે, એસ.એમ.સી. લાયબ્રેરીની નજીક, આનન્દ મહલ રોડ, અડાજણ, સુરત – 395 009 સેલફોન : 94267 77600

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ-મેલ : govindmaru@yahoo.co.in

7 Comments

  1. બન્ને લેખ અત્યંત સુંદર.
    આજની ભયાનક વૈશ્વીક મંદીમાં ભોગ બનેલા, લાખો રત્નકલાકારો કે જેઓ હાલમાં તદ્દન બેકાર બની ગયા છે તેમને રોજીરોટી આપીને જીવતદાન આપો કે જેથી તેઓ આત્મહત્યા કરતા બંધ થાય. દેશમાંથી ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, અત્યાચાર યુદ્ધના ધોરણે દુર કરો, એ જ તમારો રાષ્ટ્રધર્મ છે અને એ જ સાચો માનવધર્મ છે. કેમ કે માનવધર્મ એ જ માધવધર્મ ગણી તમારી ફરજ નીષ્ઠાપુર્વક બજાવો અને તે પણ નીષ્કામ ભાવે બજાવો તો અતી ઉત્તમ. બાકી તો કુતરું તાણે ગામ ભણી ને કોલું તાણે સીમ ભણી એવી તાણાતાણીમાં તમે, ન ઘરનાં ના ઘાટનાં થઈ જશો.
    આ વાચીને ખરેખર દાની બનવું હોય તો અંધ અંધ અપંગ તથા બેરોજગાર માણસોને તેમજ મહિલાઓને દાન આપી કામ ધન્દે લગાડો અને જેવુ પુણ્ય કાર્ય કોઈજ નથી.
    શ્રી ગોવિંદભાઇ, આવા હૃયદયસ્પર્શી લેખ પ્રસિદ્ધ કરવા બદ્દલ અતિ ધન્યવાદ. જયજિનેન્દ્ર .

    Liked by 1 person

  2. શ્રી જયકુમાર દમણીયા ‘Bન્દાસ’ ના જેટલા સંત એટલા જ પંથ અને અન્ધશ્રદ્ધાની હોળીમાં વહેમનાં છાણાં સ રસ રમુજી લેખો દ્વારા રમુજી સંદેશ

    Liked by 1 person

  3. ઉર્દુ માં એક વાક્ય છે ” જીતને કંકર, ઇતને શંકર ” ( જેટલા કાંકરા, એટલા શંકર )

    ” અન્ધશ્રદ્ધાની હોળીમાં વહેમનાં છાણાં ”

    અન્ધશ્રદ્ધા જેટલી ગતિ થી પ્રગતિ કરી રહી છે તે અનુસાર આ વાક્ય ને આ રીતે નવી રીતે વંચાય

    ” અન્ધશ્રદ્ધાની હોળીમાં પેટ્રોલ ની પુરી ટાંકી ”

    ” દેશમાંથી ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, અત્યાચાર યુદ્ધના ધોરણે દુર કરો, એ જ તમારો રાષ્ટ્રધર્મ છે અને એ જ સાચો માનવધર્મ છે. ” આનો ટૂંક માં અર્થ એ થયો કે ” માનવતા કરતા કોઈ ધર્મ ઉત્તમ નથી ” No religion id greater than Humanity.

    Liked by 1 person

  4. જેટલાં સંત (?)… તેટલાં પંથ…… અને ભારતમાં કહેવાતા સંતો કેટલાં ? સાચા કેટલાં અને ખોટા કેટલાં ?
    કેવી રીતે જાણી શકાય, કોણ સાચા અને કોણ ખોટા ?
    તે પહેલાં તે જાણવું જરુરી છે કે શ્રઘ્ઘાળું ભાવિક કેટલાં અને અંઘશ્રઘ્ઘાળું કેટલાં ?
    સંતો કેટલાં અને સાઘુડા કેટલાં ?
    ભારતની બરબાદી… ઓપીનીયન પ્રમાણે… આ અંઘશ્રઘ્ઘાળુંઓના કારણે જ છે.
    સંતો કે સાઘુડાઓ કદાચ ગરીબોને પૈસે ટકે નીર્ઘન જ કરતાં હશે.
    શ્રી જયકુમાર દમણીયાએ સરસ વાતો લખી છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s