જન્મ, ધર્માંતર અને લવ જેહાદ?

જન્મ, ધર્માંતર અને લવ જેહાદ?

–ભગવાનજી રૈયાણી

આજકાલ ઉત્તર પ્રદેશ, બીહાર, હીમાચલ, હરીયાણા જેવાં રાજ્યો વચ્ચે પરધર્મમાં લગ્ન કરનાર યુવક–યુવતીઓને પાઠ ભણાવવાના કાયદાઓ કરવાની જાણે હોડ જામી છે અને ગામની જ્ઞાતી પંચાયતો તો એમને વગર કાયદે નાતબહાર મુક્વાની હદ સુધી જઈ શકે છે. મહારાષ્ટ્રમાં આવી જોહુકમી સામે સોશીયલ બોયકોટ પ્રીવેન્શન એકટ, 2016 થયો છે. કેન્દ્રનો પણ આવો કાયદો છે.

આચાર્ય રજનીશ જેવા મહાન ક્રાંતીકારી ચીંતક વીશે આપણે જાણીએ છીએ. ચાલો એમના પ્રવચનની થોડી પ્રસાદી માણીએ :

‘કીસી વ્યક્તી કી ધર્મ કો ચુનને કી સ્વતંત્રતા છીનના અત્યંત મુઢતાપુર્ણ હૈ. કોઈ અગર ઈસાઈ હોના ચાહતા હૈ, હકદાર હૈ ઈસાઈ બનને કા. સચ તો યહ હૈ, ધર્મ કે સાથ જન્મ કા કોઈ સમ્બન્ધ નહીં હૈ. નહીં તો ભારતીય સંસદ મેં એકાદ વીધેયક (કાનુન માટેનો ખરડો) ઔર લે આના ચાહીયે – કી જો કૉમ્યુનીસ્ટ ઘર મેં પેદા હુઆ હૈ, ઉસે કમ્યુનીસ્ટ હી રહેના હોગા; ઓર જો કોંગ્રેસી ઘરમેં પૈદા હુઆ હૈ, ઉસે કૉંગ્રેસી હી રહના પડેગા!’

‘લેકીન યહ દેશ હીન્દુ માંધાતા કે હાથ મેં હૈ, ચેષ્ટા યહ હૈ કી કોઈ હીન્દુ કીસી દુસરે ધર્મમેં જા ન સકે, લેકીન કોઈ નહીં પુછતા કી હીન્દુ કીસી દુસરે ધર્મમેં જાના કર્યો ચાહતે હૈ, તો ઉનકે કારણ મીટાઓ. અગર હીન્દુ નહીં ચાહતે કી હીન્દુ ઈસાઈ હોં તો ઉનકે કારણ મીટાઓ.’

‘એક તરફ હરીજનો કો જીંદા જલાતે હો, ઉનકી સ્ત્રીયાં પર બલાત્કાર કરતે હો, ઉનકે બચ્ચોં કો ભુન ડાલતે હો, ગાંવ બરબાદ કર દેતે હો, આગ લગા દેતે હો – ઔર દુસરી તરફ સે વે ઈસાઈ ભી નહીં હો સક્તે! જીસ ધર્મ મેં ઉનકા જીવન ભી સંકટ મેં હૈ, ઉસ ધર્મ મેં હી ઉનકો જીના હોગા. ઉન લોગો કા કહના હૈ કી ઈસાઈ તો લોગો કો ધન, નોકરી, પ્રતીષ્ઠા, શીક્ષા, ભોજન, અસ્પતાલ, સ્કુલ – ઐસી ચીજે દેકર ભરમાં રહે હૈ. તો તુમ પાંચ હજાર સાલ સે ક્યા કર રહે હો? સ્કુલ નહીં ખોલ સકે? અસ્પતાલ નહીં બના સકે? લોગોં કો રોટી–રોજી–કપડાં નહીં દે સકે? અગર ઈસાઈ, લોગોં કો રોટી–રોજી–કપડાં દેકર ભરમાં લેતે હૈં, તો યહ તુમ્હારી લાંછના હૈ, યહ તો તુમ્હારે ચેહરે પર કાલીખ પુત ગયી. લોગ ઈતને ભુખે હૈ, ઈતને દીન હૈ, ઈતને દુર્બલ કી રોટી–રોજી કે લીયે ધર્મ બદલ લેતે હૈ! તો નીશ્ચીત હી તુમ્હારે ધર્મ કી કીમ્મત રોટી–રોજી સે જ્યાદા નહીં હૈ.’

‘ઔર તુમ્હારે ધર્મને દીયા ક્યા ઉન્હેં? અગર દીયા હોતા તો ક્યોં બદલતે? અગર ચાહતે હો કી ન બદલેં, તો કુછ દો. અસ્પતાલ ખોલો, સ્કુલ ખોલો, ભેજો અપને સંન્યાસીય કો ઉનકી સેવા કરેં, પાંચ લાખ હીન્દુ સંન્યાસી હૈં, ઉનકો ભેજો : સેવા કરેં, સ્કુલ ચલાયેં, અસ્પતાલ ખોલે, મગર હીન્દુ સંન્યાસી તો સેવા કરતા નહીં – લેતા હૈ, ઉસને સદીયો સે સેવા લી હૈ. ઉસકે પૈર દબાઓ, ઉસકે ચરણોં પર સીર રખો, ભુખે ભજન ન હોહીં ગોપાલા.’

કાકા કાલેલકરની વાણીનો રસાસ્વાદ માણીએ :

‘આપણે ત્યાં કેટલાય શાક્તો વેષ્ણવ થયાના દાખલા છે. કેટલાયે વૈષ્ણવો જૈન થયાના દાખલા પણ છે. કરોડો હીન્દુઓ બોદ્ધ થયા અથવા શીખ થયા. તેમની સામે કોઈએ હોહા કરી નથી અને કરોડો બોદ્ધો પોતાનો વંશપરમ્પરાગત ધર્મ છોડી હીન્દુ થયા એનો તો આપણે મોટો વીજયોત્સવ મનાવા લાગ્યા. જ્યારે એની બેસન્ટ અથવા સીસ્ટર નીવેદીતા હીન્દુ ધર્મનો સ્વીકાર અને બચાવ કરે ત્યારે તો આપણે રાજી થઈને તાળીઓ વગાડીએ છીએ; એટલું જ નહીં, એમને ચરણે પણ બેસીએ છીએ.’

‘આખી દુનીયા જાણે છે કે મહાત્મા ગાંધી ‘બાઈબલ’નો નવો કરાર આદરભક્તીથી વાંચતા હતા. ઈસાનું ‘ગીરીપ્રવચન’ એમને ‘ગીતા’ જેટલું જ વહાલું હતું. ધર્માંતર કર્યા વગર તેઓ ઈસુભક્ત બન્યા હતા અને ઘણા સારા ઈસાઈઓ એમને સ્વધર્મી માનતા હતા – એટલું જ નહીં, પણ કેટલાક તો એમને ઈસુનો અવતાર જ માનતા હતા.’

‘જાપાન પ્રત્યેની નીષ્ઠામાં – બધા સરખા જ મજબુત, સામાજીક દૃષ્ટીએ બધા છુટથી એકબીજામાં ભળી જાય છે. કેટલાક ઈસાઈઓ બૌદ્ધ થાય છે, બોદ્ધો ઈસાઈ થાય છે, સરવાળે કશું બગડતું નથી અને… કશું સુધરતુંય નથી!’ જેમને અર્વાચીન સમયના સંતથી જરાયે ઓછી ઉપમા ન આપી શકાય એમનાં વચનોને યાદ કરીએ :

બાબાસાહેબ ડૉ. આંબેડકરનો આક્રોશ : ‘હું જન્મ્યો છું હીન્દુ; પણ હીન્દુ તરીકે નહીં મરું. સ્વમાન, અધીકાર, સમાનતા અને સ્વતંત્રતા જોઈતા હોય તો તમારો ધર્મ બદલો. જે ધર્મ કહે છે કે સમાજનો એક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં, દ્રવ્ય પ્રાપ્ત કરી શકે નહીં, શસ્ત્ર ધારણ કરી શકે નહીં એ ધર્મ– ધર્મ નહીં પણ માનવતાની હાંસી છે. જે ધર્મ એવું શીખવાડે છે કે ગરીબ ગરીબ જ રહેવું જોઈએ, ગંદાએ ગંદા જ રહેવું જોઈએ એ ધર્મ નહીં શીક્ષા છે, જે લોકો પોકાર્યા કરે છે કે જીવમાત્રમાં પ્રભુ છે અને છતાં માનવને પ્રાણી કરતાં પણ હલકા ગણે છે. એ બધા દમ્ભી છે. જેઓ પરદેશીઓને ગળે લગાવે છે પણ દેશબંધુઓથી છેટા રહે છે, એ સમાજના વીશ્વાસઘાતીઓ છે; એમનો સહવાસ ના રાખશો.’

ગાંધીજી વીશે : ‘દી હમેં આઝાદી, બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ.’ એમણે કહ્યું છે : ‘સાધુઓ આળસનો રોટલો ખાઈને તાગડધીન્ના કરવા લાગ્યા. બીજાઓના પરીશ્રમને ભાગે બેફીકરાઈનું જીવન ગાળનારાઓ આખા સમાજને નીતીભ્રષ્ટ કરે છે, માટે જાતે શરીરશ્રમ કરીને તથા આમજનતા પાસે કરાવીને તમે સમાજની સેવા કરી શકશો.’

‘માત્ર વ્યાખ્યાનો સાંભળવાથી કામ થતાં હોય અને આપણાં દર્દો મટતાં હોય તો ઘણે ઠેકાણે ‘ભાગવત’નાં પારાયણો થાય છે અને તે સાંભળવાને ઘણા શ્રોતાઓ બેસે છે. બ્રાહ્મણો કથા–પુરાણ વાંચે એટલે ઉદ્ધાર થયો.’

1893માં શીકાગોમાં ભરાયેલી વર્લ્ડ રીલીજીયસ પાર્લામેન્ટમાં ભાષણ કરીને વીશ્વભરમાં હીન્દુ ધર્મનો ડંકો વગાડનાર સ્વામી વીવેકાનંદને સાંભળો : ‘હીન્દુ ધર્મ જેટલા ઉચ્ચ સ્તરે પૃથ્વી પર બીજા કોઈ ધર્મે મનુષ્યના ગૌરવનો પોકાર કર્યો નથી અને છતાં પૃથ્વી પર અન્ય કોઈ ધર્મે હીન્દુ ધર્મની જેમ નીચલા વર્ગો પર જુલમ ગુજાર્યો નથી. આમાં દોષ ધર્મનો નથી; દોષ છે ધર્મનું આચરણમાં ઉતારવાની અશક્તીનો, સહાનુભુતી અને પ્રેમના અભાવનો!’

ગુજરાતમાં વીલીન થતાં પહેલાંના સૌરાષ્ટ્ર રાજ્યના વરીષ્ઠ પ્રધાન અને આઝાદી માટેના એક ધરખમ લડવૈયા વજુભાઈ શાહ પણ ગાંધી બાપુની ભાષા વધુ આક્રોશપુર્ણ સ્વરમાં બોલે છે : ‘રાષ્ટ્રના લગભગ છઠ્ઠા ભાગના લોકોને અછુત રાખવા એ ઘોર સામાજીક પાપ છે એમ આપણને લાગે છે ખરું? આ સરાસર અન્યાય સામે આપણા કોના દીલમાંથી બળવો જાગે છે? હીન્દુ ધર્મનું આ કલંક ભુંસી નાખવા માટે જેહાદ ચલાવવાનું કેટલાં વર્તમાનપત્રોને કર્તવ્ય લાગતું હશે? આવો અધર્મ ચાલ્યા કરે તો હીન્દુ ધર્મ રસાતાળ જશે એવી વેદના ધર્મધુરંધરોમાંથી કેટલાક અનુભવતા હશે? કાં તો અમે નહીં અને કાં તો આભડછેટ નહીં એવી પ્રેરણા ક્રાંતીનો ઈતીહાસ વાંચનારા કેટલાક જુવાનોને થતી હશે? આપણને સૌને સાથે મળીને આ મહાપાપ સામે આખર સુધી લડી લેવાનું કેમ સુઝતું નથી?’

આ લેખકે બચપણના ગ્રામ્ય જીવનના માહોલમાં સંતોએ ઉચ્ચારેલી કડવી વાણી નીરંતર સાંભળી છે. લગ્ન કે મરણ પાછળના જમણની જયાફત ઉજવાતી હોય અને અનુસુચીત જાતીનાં બાળકો એંઠુંજુઠું માગવા દયામણે મોઢે હાથ લાંબો કરીને આવે ત્યારે પીરસણીયા લાકડીઓ લઈને એમને ભગાડવા પાછળ દોડે અને એ ગરીબ ભુખ્યાં બાળકો મારથી બચવા ભાગે એ કરુણ દૃશ્યો આજે પણ યાદ આવે છે.

–ભગવાનજી રૈયાણી 

રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.  

‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 21 માર્ચ, 2021ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘મીડ ડે’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone (O): (022) 2614 8872 eMail: fastjustice@gmail.com  

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે વાગ્યે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ, ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

 

8 Comments

 1. શ્રી ભગવાનજી રૈયાણીએ આચાર્ય રજનીશ , સ્વામી વીવેકાનંદ કાકા કાલેલકર ,બાબાસાહેબ ડૉ. આંબેડકર અને વજુભાઈ શાહના ધર્મોને નામે થતા અન્યાય અંગે ધ્યાન દોર્યું છે તેમણે ૧૧૫ જેટલી ‘જનહીંતની અરજી’ કરી છે અને ફાસ્ટ જસ્ટીસ અંગે અગત્યની સેવા કરે છે ‘JUSTUCE DELAYED IS JUSTICE DENIED’ લાંચન ઓછુ કરવા પ્રયત્ન કરે છે તે અંગે ધન્યવાદ

  Liked by 1 person

  1. ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘જન્મ, ધર્માંતર અને લવ જેહાદ?’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Like

 2. Extremely logical and appropriate view-point for our traditional culture … it is time to adopt open mind & positive attitude towards others 😇

  Liked by 2 people

 3. આમ તો ધર્મ પરીવર્તન એટલે ઉલમાથી ચુલમા પડવુ, છતા હીન્દુઓએ સમજવુ તો રહ્યુ જ કે તેમના સમાજનો કોઇ વર્ગ ઉપેક્ષીત રહે તો તેઓ ધર્મ પરીવર્તન કરીને બીજા ધર્મમા શા માટે ન જાય! સામાજીક સમાનતામાથી જ પુર્ણ વીકાસ શક્ય છે.

  Liked by 1 person

 4. ધર્મોને નામે થતા અન્યાય અને ધર્મ ના નામે તાગડધિન્ના એ દરેક ધર્મ માં — અને ખાસ કરી ને હિન્દૂ તથા મુસ્લિમ ધર્મ માં બહુજ મોટા પાયે — જોવા મળે છે અને તેનું કારણ અંધ શ્રદ્ધા જ છે જે બહુમતી ના લોકો માં જડમુળ થી બેસી ગયેલ છે.

  જ્યાં સુધી પ્રજા માં ખરી જાગૃતિ નહિ આવે ત્યાં સુધી આ ખેલ તમાશા ચાલતા જ રહેશે.

  આ પ્રકાર ના લેખો વાંચી ને સંતોષ ના માણી શકાય. આ અનિષ્ અને દુઃખદાયક કાર્ય ને મિટાવવા માટે એક મોટી ક્રાંતિ ની જરૂરત છે.

  Liked by 1 person

 5. મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે બાબાસાહેબ ડૉ. આંબેડકરની ચળવળ સમયે કેમ સમગ્ર અછુત કહેવાતી જ્ઞાતીઓએ હીન્દુ ધર્મ છોડી ન દીધો? વળી આ હીન્દુ ધર્મ તો ભારતના મુળ નીવાસીઓ પર બહારથી આવેલા આર્યોએ ઠોકી બેસાડ્યો છે, તો એને વળગી રહેવાની શી જરુર? આવો ધર્મ પાળવાથી એ કહેવાતી પછાત જાતીનું શું ભલુ થવાનું છે?
  ખુબ સરસ લેખ આપવા બદલ ગોવીન્દભાઈ આપનો તથા એના લેખક શ્રી ભગવાનજી રૈયાણીનો આભાર.

  Liked by 1 person

 6. મિત્રો,
  આ લેખ જે વિદ્વાનોના લખાણોને સંકેલીને બનાવાયો છે તેનું વરસ જાણવા નથી મળતું, પરંતુ તેના મેજોરીટી લેખકો ૧૯૪૭ની આસપાસનાહોવા જોઇઅે તેવું લાગી રહ્યું છે. તે વખતના સમાજની સાંસ્કૃતિક પરિસ્થિતિ અને આજની…૨૦૨૧ના વરસની સામાજીક પરિસ્થિતિમાં કદાચ અે લાખ ગણો ફેરફાર આવી ગયો છે. લવ જેહાદનો તે સમય ન્હોતો. હિન્દુ..મુસ્લિમ મનદુ:ખ તો હતું જ તે વખતની કોંગ્રેસમાં પણ હિન્દુ..મુસ્લિમ જુદાપણું હતું જ…પણ આજની હદે ન્હોતું….ઇસાઇઓ ઘર્મ પરિવર્તન કરાવતાં અને થતું. તેનું મુખ્ય કારણ…વર્ણવ્યવસ્થાનો અમલ હતો…હિન્દુઓ ચારવર્ણોમાં ડૂબીને…ભગવાને ઘડેલી વ્યવસ્થા માનીને સર.આંખો પર ચુસ્તતાથી પાળતા હતાં…આજે પણ તે ઉત્તરના રાજ્યોમાં ચાલુ છે.
  બીજું…મુસ્લિમો જે રીતે…જે હેતુથી ઘર્મપરિવર્તન આજે કરાવી રહ્યા છે તેની પાછળના હેતુને સમજો…બઘી સમજ પડી જશે. હિન્દુઓ પોતે આ પરિસ્થિતિના જન્મ માટે જવાબદાર છે. જો અેકતા કરી નહિ શકાશે તો કુરાનમાં આપેલ આદેશનો ઉપયોગ ચાલુ ….મોટે પાયે ચાલુ થઇ જશે.આજના સમયના સંદર્ભમાં વિચારીને આ પ્રશ્નને મુલવીને આ લેખ વાંચવા મારી સૌ વાચકોને નમ્ર વિનંતિ છે. સમયની સાથે ચાલીઅે…જૂના સમયના જુના વડિલોના વિચારો આજના સમય માટે યોગ્ય નથી…..
  આજે ઇસાઇ કે જૈન કે બૌૌઘ્ઘ ઘર્મ પરિવર્તન કરાવતા નથી અેવું લાગી રહ્યું છે….મોટો ડર છે ઇસ્લામનો. અને વર્ણવ્યવસ્થાના અમલનો.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s