પ્રથમ ભારતીય મીસાઈલ મહીલા/
વૈજ્ઞાનીક ડૉ. ટેસી થોમસ
–ફીરોઝ ખાન
આ અગાઉ ‘વ્યક્તી વીશેષ’માં મહીલાઓ વીશે લખાયું છે અને લખતો રહીશ. આજના સમયમાં મહીલાઓ પુરુષો સમોવડી બની છે. જો કે એ માટે તેઓએ વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે. આ સંઘર્ષ અમેરીકા અને અન્ય પશ્ચીમના દેશોમાં વર્ષો સુધી ચાલ્યો અને હજુ પણ ચાલે જ છે. આ સંઘર્ષ અનેક બાબતોમાં જોવા મળે છે. આજે અનેક મહીલાઓ એવા, એવા કામો કરી રહી છે જે એક સમયે કોઈ મહીલા કરી શકે એ વીચારી પણ શકાતું નહીં.
આજે ભાગ્યેજ એવો કોઈ પ્રૉફેશન હશે જેમાં મહીલાઓ નહીં હોય. રીક્ષા ડ્રાઈવીંગ, ટ્રક ડ્રાઈવીંગ, ટેક્ષી ડ્રાઈવીંગ, ટ્રેન ચલાવવી, પ્લેન ઉડાડવનાર પાઈલટ બની ચુકી છે. અરે! અપંગ મહીલાઓ પોતાની અપંગતાને મહાત આપી ડૉકટર બની છે. એવરેસ્ટ આરોહણ કર્યું છે. આઈએએસ/આઈપીએસ ઑફીસર પણ બની છે અને વૈજ્ઞાનીકો પણ બની છે. આ બધી મહીલાઓએ સાબીત કર્યું છે કે હીમ્મત, ધીરજ, મહેનત અને ખંતથી ધાર્યું કરી શકાય છે. ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને આજ સુધી અનેકાનેક મહીલાઓએ સાબીત કરી છે અને ભવીષ્યમાં પણ કરતી રહેશે.
ભારતે હાલમાં જ અગ્ની-૩ મીસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. આ અતી મહત્ત્વના પ્રોજેક્ટની ડાઈરેક્ટર ડૉ. ટેસી થોમસ છે. ભારતને આટલી મોટી સફળતા અપાવી પબ્લીસીટીથી દુર રહેવાનું પસંદ કરનારી આ મહીલા વૈજ્ઞાનીક વીશે આજે આ લેખમાં વાત કરવી છે. ડૉ. ટેસીનો જન્મ એપ્રિલ, 1963માં કેરળના એક સીરીઅન ખ્રીસ્તી પરીવારમાં થયો. ભારતની જગપ્રસીદ્ધ ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવપલપમેન્ટ ઓર્ગનાઈઝેશન(DRDO)માં હાલમાં અગ્ની-4 મીસાઈલ પ્રોજેક્ટના હેડ છે. એમના પરીવારે એમનું નામ મધર ટેરેસાના નામ પરથી રાખ્યું છે. ‘ટેસી’ એ ‘ટેરેસા’નું ટુંકું નામ છે.
બહેન ટેસી જયારે નાના હતાં ત્યારે કમનસીબે એમના પાપાને લકવા (paralysis)ની અસર થઈ. એમના મમ્મી ટીચર હતા. તેમણે જોબ છોડી ઘર સંભાળવું પડ્યું. ટેસીએ એક વખત કહ્યું હતું કે એમનું મકાન થુમ્બા રોકેટ લોન્ચીંગ સ્ટેશનની પાસે હતું. રોકેટો અને મીસાઈલોને ઉડતાં જોઈને તેમને ખુબ કૌતુક થતું. તેમને ચાર બહેનો અને એક ભાઈ છે. તેમણે કહ્યું કે તેમના મમ્મી–પાપાએ હમ્મેશાં એક વાતનો ખ્યાલ રાખ્યો હતો કે અમે બધા ભાઈ–બહેનો અમારી ઈચ્છા મુજબનું ઉત્તમ શીક્ષણ મેળવીએ. તેમના પરીવારમાં એન્જીનીયરો, એમ.બી.એ. છે.
ડૉ. ટેસી કહે છે કે કેરળમાં એમના મકાનની પાછળ ખુબ પાણી છે. કેરળ ભારતનું એક એવું રાજ્ય છે કે જ્યાં જમીન ઓછી અને પાણી વધુ છે. મેં કુદરત અને પાણીમાંથી પ્રેરણા મેળવી છે. આ પ્રેરણાના કારણે જ હું જીવનમાં આગળ વધી શકી છું. આ સીવાય મેં મારી માતા પાસેથી પણ ખુબ પ્રેરણા મેળવી છે. મારા મમ્મીના સદ્ગુણોને મેં મારા જીવનમાં ઉતારવાની હમ્મેશાં કોશીશ કરી છે. તેઓએ પતીની તથા સંતાનોની સેવા કાજે પોતાની નોકરીનો ત્યાગ કર્યો.
– – – – – – – – – –
ધર્મ અને ઈશ્વરના નામે ચાલતાં અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરી, સમાજ વૈજ્ઞાનીક અને તાર્કીક જીવરીતી અપનાવે એવા સ્વપુર્ણ મહારાજના મૌલીક તથા જ્ઞાનથી સમૃદ્ધ લખાણોનો સંગ્રહ ‘માનવતા’ આઉટ ઑફ પ્રિન્ટ છે.
આ પુસ્તકની ‘ઈ.બુક’ ‘માનવતા’ તા. 21 ઓક્ટોબર, 2021ના રોજ લોકહીતાર્થે પ્રગટ થશે. પ્રા. રમણ પાઠક લીખીત ‘માનવતા’ની પ્રસ્તાવના ‘માનવતા’ : આવકાર્ય ચીંતન–પ્રબોધ’ સાથે ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર તા. 22/10/2021ના રોજ ‘ઈ.બુક’ની લીન્ક આપવામાં આવશે. રસ ધરાવતા વાચકમીત્રોને તે ‘ઈ.બુક’ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
– – – – – – – – – –
પોતાની શૈક્ષણીકતા અંગે તેઓ જણાવે છે કે તેઓ શરુઆતથી જ ભણવામાં હોશીયાર હતા. 11મા અને 12મામાં તેઓ મેથેમેટીક્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. એન્જીયરીંગનો અભ્યાસ કરવા માટે તેમણે બેન્ક પાસેથી દર મહીને રુપીયા 100/-ની લોન લીધેલી. એ સીવાય ટ્યુશનની ફી ભરવા માટે સ્કૉલરશીપ પણ મળી હતી. કૉલેજકાળમાં તેઓ બેડમીંટનના સારા ખેલાડી હતા. પોતાની કૉલેજ માટે મેડલ્સ અને કપ્સ જીત્યા હતા. તેમને પોલીટીક્સમાં પણ રસ છે; પરન્તુ એમાં કારકીર્દી બનાવવામાં જરાય રસ ન હતો.
ડૉ. ટેસીએ યુનીવર્સીટી ઑફ કાલીકટમાંથી બી.ટેક. (ઈલેક્ટ્રીકલ), પુણેમાં આવેલી ડીફેન્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજીમાંથી ગાઈડેડ મીસાઈલ્સ ટેક્નોલૉજીમાં એમ.ઈ. અને પછી હૈદરાબાદની જવાહરલાલ નેહરુ ટેકનોલૉજીકલ યુનીવર્સીટી (JNTU)માંથી મીસાઈલ ગાઈડેન્સમાં પીએચ.ડી.ની ડીગ્રી મેળવી હતી. 1988માં તેમણે ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)માં નોકરી મેળવી. 1988માં મીસાઈલ કાર્યક્રમ સાથે જોડાયા ત્યાં તેઓ બેલીસ્ટીક મીસાઈલના ડીઝાઈન અને ડેવલપમેન્ટ પર કામ કર્યું. અગ્ની પ્રોજેક્ટ પર એમની નીમણુંક ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે કરી હતી. અત્યાર સુધીમાં અનેક મીસાઈલ પ્રોજેક્ટો સાથે ડૉ. ટેસી જોડાયેલા છે. તેમને અગ્નીપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડૉ. ટેસી ભારતની અનેક પ્રતીષ્ઠીત યુનીવર્સીટીઓમાં મહેમાન પ્રૉફેસર તરીકે પણ સેવાઓ આપે છે. એમના પતી સરોજ કુમાર ભારતીય નેવીમાં કમાન્ડર છે.
તેમને 2001માં ‘સેલ્ફ રીલાયન્સમાં શ્રેષ્ઠતા માટે અગ્ની એવોર્ડ’ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. 2012માં પબ્લીક એડમીનીસ્ટ્રેશન એકેડેમીક્સ એન્ડ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા માટે પ્રતીષ્ઠીત ‘લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર’ અને ‘પાથ બ્રેકીંગ રીસર્ચ/આઉટસ્ટેન્ડીંગ ટેકનોલૉજી ડેવલપમેન્ટ’ માટે DRDO તરફથી 2017માં એવોર્ડ આપવામાં આવ્યો હતો. મીસાઈલ ટેકનીકના ક્ષેત્રમાં ભારતને આત્મ નીર્ભર બનાવવામાં ડો. ટેસીનું મહત્ત્વનું યોગદાન છે.
હાલમાં જ એક પત્રકારને એમણે કહ્યુ હતું કે દીકરીઓને સારું શીક્ષણ આપો. દીકરા અને દીકરીના ઉછેરમાં તફાવત નહી કરો. દીકરીઓને પુરુષ સમોવડી બનવામાં સહાયતા કરો. દીકરીઓની શક્તીને ઓછી નહીં આંકવી જોઈએ.
ભારતને આ સુપુત્રી પર ગર્વ છે. સલામ ડૉ. ટેસીને…
–ફીરોઝ ખાન
કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 6 ઓગસ્ટ, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke, ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 18–10–2021
શ્રી ફીરોઝ ખાન દ્વારા પ્રથમ ભારતીય મીસાઈલ મહીલા વૈજ્ઞાનીક ડૉ. ટેસી થોમસ અંગે ખૂબ સ રસ પ્રેરણાદાયી લેખ
ધન્યવાદ
આ પ્રેરણાદાયી લેખ રી બ્લોગ કરશું
LikeLiked by 1 person
‘પ્રથમ ભારતીય મીસાઈલ મહીલા/વૈજ્ઞાનીક ડૉ. ટેસી થોમસ’ પ્રેરણાદાયી લેખને રી-બ્લોગીંગ કરશો તો લેખકશ્રીને અને મનેય ગમશે.
ધન્યવાદ..
LikeLike
દરેક વ્યક્તિની અંતરશક્તિ ગમે તે પરિસ્થિતિમાં પ્રકાશિત થાય છે. બુધ્ધિ અતિ બળવાન.
સરયૂ
LikeLiked by 1 person
A major step that broke the traditional barrier of “inferior females” for generations & all around the world! Now all girls and women will be inspired to fight and achieve new heights! Bravo 👏 I salute to all!
LikeLiked by 1 person
શ્રી ફિરોઝખાનને અભિનંદન અને તેમનો આભાર. આ અેક અમૂલ્ય હકીકતને પ્રજામાટે લાવવા માટે.
મીસાઇલ મહીલા…અગ્નિપૂત્રી…ડો. ટેસીને હાર્દિક અભિનંદન. તેઓ ભાવિ પૂત્રીઓને માટે અેક મહાન દાખલો પુરવાર સાબિત થશે. અેક દિવાદાંડી બની રહેશે.
ભારતમાં સ્ત્રીને ભારતના વડાપ્રઘાનની પોઝીસન પણ અપાઇ છે. અમેરિકા સ્ત્રીઓ માટે થોડા કોન્ઝર્વેટીવ છે…પુરુષપ્રઘાન છે. (અમેરિકાના વાઇસ પ્રેસીડન્ટ., કમલા હેરીસ પ્ટેરથમ વી.પી બન્યા છે…તેઓ પણ મૂળે ભારતીય જ તો છે.) તેમની કુશળતાને યોગ્ય ગણીને મીશાઇલના રીસર્ચ વિભાગના વડા બનાવાયા. સરસ લેખ.
અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Most important and great post.
Thanks a lot.
LikeLike