કીચડમાં કમળ – શ્વેતા કટ્ટી

કેટલાક લોકો તેમને સારું વાતાવરણ અને સુવીધાઓ મળી ન હોવાનું જણાવી પોતાની સ્થીતીને કોસે છે. તેવા લોકો માટે આજે કીચડમાં ખીલેલા કમળશ્વેતા કટ્ટી’ની વાત પ્રસ્તુત છે. 

કીચડમાં કમળશ્વેતા કટ્ટી

–ફીરોઝ ખાન

ભારતના લગભગ દરેક નાના મોટા શહેરોમાં એક કે બે ગંદી વસ્તીઓ હોય જ છે. અહીં ‘ગંદી વસ્તીઓ’નો અર્થ ગરીબ લોકો જ્યાં રહે છે એ ઝોંપડપટ્ટીઓ નહીં; પરન્તુ જ્યાં સેક્સનો વ્યાપાર થતો હોય છે. જ્યાં જવાનો, બુઢ્ઢાઓ પોતાની સેક્સની ભુખ સંતોષવા જતા હોય છે. પહેલાના સમયમાં આવી વસ્તીઓ નગરની બહાર રાખવામાં આવતી. સમયના વહેણ સાથે બધું બદલાઈ ગયું. જેને ‘ઉકરડો’ કહેતા એ વસ્તીઓ શહેરની બહારથી શહેરોમાં આવી ગયા. એશીયા ખંડની સૌથી મોટી ‘બદનામ બસ્તી’ ભારતના કોલકાતામાં છે.

મોટાં શહેરોમાં તો એકથી વધુ આવી વસ્તીઓ હોય છે. મુમ્બઈ જેવા મહાનગરમાં પણ આવી અનેક વસ્તીઓ છે. સૌથી વધારે ફેમસ છે ફોર્સ રોડ કે જેને ફારસ રોડ પણ કહેવાય છે. આ સીવાય એક બીજી જગ્યા પણ છે જે પણ એટલી જ બદનામ છે. એ જગ્યાનું નામ કમાટીપુરા છે. ફારસ રોડ અને કમાટીપુરા વીશે તો ઘણું બધું લખાયું અને પ્રકાશીત થયું છે. એક સમય હતો જયારે વીદેશી પર્યટકો આ એરીયામાં ફોટા પાડવા અને વીડીઓ શુટીંગ માટે જતા. હવે કેટલાંક વર્ષોથી કોઈ ત્યાં જતું નથી.

મુમ્બઈની આ બન્ને વસ્તીઓ એટલે ઘણાબધા રોગોની ખાણો છે. તમે કોઈ પણ બીમારીનું નામ લો અને એ તમને અહીં જોવા મળશે. ટીબી, કેન્સર, એડ્સ અને ગુપ્તાંગો સમ્બંન્ધીત રોગોની અહીં ભરમાર છે. આના કારણે જ આ એરીયામાં ડૉક્ટરો અને ‘લે ભગુ ડૉકટરો’ ખુબ જોવા મળે છે. ‘બોગસ ડૉક્ટરો’નો ધંધો પણ અહીં ખુબ ચાલે છે. વ્યાજ પર પૈસા આપનાર ‘મારવાડીઓ’ની દુકાનો પણ ખુબ છે.

આ એરીયામાં રહેનારા લોકોની આર્થીક, સામાજીક, સ્વાસ્થ્ય સમ્બન્ધીત અનેક સમસ્યાઓ છે. લગભગ 1960માં અમુક સેવાભાવી સંસ્થાઓએ અહીં અનેક પ્રકાની સેવાઓ કરવાનું શરુ કર્યું. વેશ્યાઓના બાળકોને શીક્ષણ આપવાથી લઈને સ્વાસ્થ્ય સેવાઓ પણ શરુ કરી. કેન્સર, ટીબી, એડ્સ ચેકઅપ કેમ્પસ લગાડવાના શરુ થયા. અવેરનેસ કેમ્પ પણ લગાડાયા. તમાકુ સેવન મુક્તી કેન્દ્રો પણ શરુ થયા. સેક્સ વર્કરોની દીકરીઓને આ ગંદુ કામ કરવું ના પડે માટે એમને પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચ શીક્ષણ માટે અનેક સંસ્થાઓ આગળ આવી. આવી જ એક સંસ્થાનું નામ છે ‘ક્રાંતી’.

આજે કીચડમાં ખીલેલા કમળની વાત કરવી છે. આ કમળનું નામ શ્વેતા કટ્ટી છે. મુમ્બઈના રેડ લાઈટ એરીયામાં જન્મેલી શ્વેતા અત્યારે અમેરીકાની પ્રતીષ્ઠીત બ્રેડ કૉલેજમાં અભ્યાસ કરી રહી છે. આ કૉલેજે એને સ્કોલરશીપ આપી છે. શ્વેતા વીશે વધુ જાણીએ તે પહેલાં એક વાત બતાવવી જરુરી છે. ‘ન્યુઝવીક’ નામના મેગેઝીને ‘અંડર 25’ વીશે એક અંક બહાર પાડ્યો હતો. એમાં 25 વર્ષથી ઓછી વયની મહીલાઓ જે વીશ્વમાં સમાજના ઉથ્થાન માટે અને ખાસ કરી મહીલાઓ માટે કંઈક કરી રહી છે એમના વીશે વીગતવાર અહેવાલ પ્રગટ કર્યો હતો. આ જ અંકમાં મલાલા યુસુફઝાઈને પણ સ્થાન અપાયું હતું.

શ્વેતાએ જણાવ્યું કે એમનો પરીવાર કર્ણાટકના બેલગામનો છે. એના સાવકા પીતા એને અને એની મા ને દારુ પીને ખુબ મારતા. મા–દીકરીનું જીવવાનું અશક્ય કરી દીધું હતું. એની માતા તદ્દન અભણ છે. ઘરકામ સીવાય બીજું કશું આવડતું ના હતું. પીતાથી ત્રાસી જઈ મા–દીકરી ભાગીને મુમ્બઈ આવી ગયા. મા એ કામ શોધવાના પ્રયત્નો કર્યાં પરન્તુ કોઈ કામ મળ્યું નહીં. ક્યાં સુધી ભુખે રહેવું? એક દીવસ આધેડ વયની એક બાઈ પ્રેમ જતાવી એમને કમાઠીપુરા લઈ ગઈ. બસ, ત્યાંથી એની માતા દેહ વ્યાપાર કરતી થઈ ગઈ. રેડ લાઈટમાં મોટી થતી શ્વેતા સ્કુલે જવા લાગી. એની પાડોશમાં રહેતી રાધા નામની બાઈ રોજ શ્વેતાને કહેતી કે જો તારે આ નર્કમાંથી છુટાકરો મેળવવો હોય તો ખુબ ભણજે. શ્વેતાએ રાધા આન્ટીની વાત દીલમાં ઉતારી લીધી. મુમ્બઈમાં એસ. એન. ડી. ટી. યુનીવર્સીટીમાંથી ‘જેન્ડર સ્ટડીઝ’માં એમ. એ. કર્યું. શ્વેતાને આગળ વધુ અભ્યાસ કરવો હતો. અમેરીકાની બ્રેડ કોલેજે એને સ્કોલરશીપ આપી. તેને ‘યુનાઈટેડ નેશન્સ યુથ કરેજ એવોર્ડ’ સહીત ઘણા પુરસ્કારો મળ્યા છે.

શ્વેતા આજની તારીખમાં પ્રતારિત મહીલાઓની આવાજ બની ચુકી છે. અમેરીકામાં લોકો એને સાંભળવા ભેગા થાય છે. શ્વેતા કહે છે કે અમેરીકા જેવા દેશમાં પણ પ્રતાડીત મહીલાઓ છે તો વીચારો કે એમની ભારતમાં શું હાલત હશે? પોતાના અનુભવો કહેતી વખતે અનેક વખત શ્વેતા સ્ટેજ પર રડી પડી છે. તેણીએ કહ્યું કે અનેક વખત એના પીતાની વયના લોકો એને પુછતાં, ‘કેટલા લઈશ?’ ‘ચલતી ક્યાં?’ સ્કુલમાં એના શીક્ષકો જેમાં મહીલાઓ પણ હતી તે શ્વેતાને ‘વેશ્યાની દીકરી’ કહેતા હતા.

શ્વેતા કબુલે છે કે એનામાં જે હીમ્મત આવી છે એ માટે રાધા આંટી અને સામાજીક સંસ્થા ક્રાંતી ને એ ક્રેડીટ આપવા માગે છે. શ્વેતા પોતે ક્રાંતી સંસ્થામાં સક્રીય છે.

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 20 ઓગસ્ટ, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke,  ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20–12–2021

5 Comments


  1. .
    શ્રી ફીરોઝ ખાન દ્વારા સુ શ્રી શ્વેતા કટ્ટી -‘ મહીલાઓની આવાજ’ની કીચડમાં ખીલેલા કમળની પ્રેરણાદાયી વાત બદલ ધન્યવાદ
    આપના કેટલાક અનુભવ અભ્યાસ વગરના લેખોમા આ ખોટું , તે ખોટું , બધું જ ખોટું કરતા શું સાચુ? વાળા આવા લેખો પ્રેરણાદાયી રહે છે.

    Like

  2. ખુબ જ આત્મખોજ કરાવતો લેખ. ફીરોઝખાનભાઇને હાર્દિક અભિનંદન. ફીરોઝખાનભાઇની અેક્સપર્ટીઝ મને ખૂબ ગમે છે તે છે , થોડા વાક્યો અને સચોટ શબ્દોમાં તેઓ પોતાને જે કહેવું છે તે હૃદય સોંસરું વાચકના હુદયમાં ઉતારી દે છે.
    દેહનો આ વેપાર ન જાણે કેટલાંઓ વરસો જુનો હશે ?
    પરંતું, શ્વેતાનો જન્મ તેની માતા આ કીચડી વેપારમાં પડે તે પહેલાં થયેલો અેટલે રોગો મુક્ત શરીર હતું અને રાઘા આન્તી તેના જીવનમાં સમયસર આવ્યા…અને શ્વેતા જાગી ગઇ.
    શ્વેતા મજબુત મનોબળ સાથે કડવા ઘૂટડા ગળીને પણ કમળરુપે સંસારમાં પ્રવેશી. અમેરિકા અેવો દેશ છે જે યોગ્યતાવાળા વિદ્યાર્થીને આવકારે છે. અને શ્વેતાઅે પોતાના મજબુત મનને સફળતા અપાવી દીઘી.
    વાંચન પછી જે મનમાં ઘૂમરાયું તે છે, લોકસેવકોની કમી. સરકાર તરફથી દેહવેપાર કરતી મહિલાઓ માટે તેમના ઉઘ્ઘાર માટે સચોટ પગલાં…
    ફિલ્મ મેકરોઅે આ દેહવેપારને ઉઘાડતી ફિલ્મો બનાવી છે પરંતું સમાજનું બંઘારણ અેવું છે કે ઉમરના વઘારા માટે શરીરની માંગ અને ગરીબાઇ…મુખ્ય કારણો,સમાજમાં આવા વેપારોને ઉભા કરે છે.
    પરદેશોમાં પણ આવા વેપારો….ઇવન રીચ દેશોમાં પણ આવા વેપારો ચાલે છે પરંતું તેના કદાચ પ્રકારો…પેસાદાર સમાજ માટે હોય તેવું પણ બને.
    આપણે ભારતની વાતો કરીઅે….જે ફીરોઝખાનભાઇઅે સચોટ રીતે સમજાવ્યુ છે.
    આભાર, ફીરોઝખાનભાઇ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. મારા રીયલ લાઈફવાળા લેખો ‘અભિવ્યક્તિ ‘મા મુકવા બદલ ગોવિંદભાઈનો અને એમને પસંદ કરવા માટે આપ સહુનો દિલથી આભાર.
    ફિરોજ ખાન
    (કેનેડા)

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s