એ બે ન બને : સત્તા અને સાહીત્ય

કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચુપ રહેવું કે ચાપલુસી કરવી એમાં સર્જકધર્મ છે? એવા સાહીત્યકારોનું સર્જનમુલ્ય કેટલું? સાહીત્ય માત્ર અર્થમુલ્ય, રંજનમુલ્યમાં જ બધી પ્રાપ્તી અનુભવવાની છે?

એ બે ન બને : સત્તા અને સાહીત્ય

– દીલીપ રાણપુરા

સત્તા, તે ગમે તે સમયની હોય કે ગમે તે સ્વરુપની, ગમે તે પ્રદેશની, દેશની હોય, પણ તેને એક અભીશાપ લાગેલો જ છે, એ સદાય શબ્દથી ડરતી, થરથરતી રહી છે. સત્તા શબ્દની તાકાતને સમજે છે. એટલે તો એ એનાથી ડરે છે. પછી તે શબ્દ કવીતામાં વપરાય કે વાર્તામાં; નીબંધમાં વપરાય કે પત્રકારત્વમાં. સત્તા સામે ઝુકી જનારા સાહીત્યકારો માત્ર વેપારીઓ જ ગણાય. કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચુપ રહેવું કે ચાપલુસી કરવી એમાં સર્જકધર્મ છે ખરો? એવા સાહીત્યકારોના સાહીત્યનું સર્જનમુલ્ય કેટલું? સાહીત્ય શું માત્ર અર્થમુલ્ય, રંજનમુલ્યમાં જ બધી પ્રાપ્તી અનુભવવાની છે? માત્ર સૌન્દર્ય, માત્ર કલા, માત્ર સુષ્ઠુ સુષ્ઠુ જ સર્જન કરવાનું છે?

મોરારીદાસને ત્યાં આવકવેરાની રેઈડ થયા પછી એમની વીરુધ્ધ પત્રકારોએ લખ્યું. એથી મોરારીદાસે લેખકો, કવીઓ, છાપામાં લખતા હોય તેવા સર્જકોને પોતાને ત્યાં બોલાવી, આગતા સ્વાગતા કરી સર્જકોને ખરીદવા માગતા હોય એવી સ્થીતી ઉભી કરી છે. મોરારીદાસ એવા સર્જકોને જ બોલાવે છે જેની પર સહેલાઈથી પ્રભાવ પાડી શકાય. એમણે ક્યારેય રમણ પાઠકને બોલાવ્યા નથી, અહોભાવ સાહીત્યને બોદું કરે છે. કાં વ્યક્ત થવા દે, કાં તોડીફોડી નાખું – એમ કહેનારા સર્જકો મોરારીદાસના અસ્મીતાપર્વમાં જઈ ધન્ય બન્યાનું કહે ત્યારે ચક્કર આવી જાય છે. કમીટેડ ભક્તોની હાજરીમાં જ થતા સાહીત્યના આવા પરીસંવાદ કે કાવ્યસંમેલનથી સાહીત્યની કઈ સેવા થાય છે?

સાહીત્ય કદી પણ રાજ્ય, સમાજ, ધર્મ, સંઘ સાથે એકરુપ નથી થઈ શકતું. તે આ બધી જ સંસ્થાઓને ઓળંગી જાય છે. એટલે તેની ઉત્તમત્તા માટે આવી સંસ્થાઓના આશ્રયની જરુર નથી હોતી. આશ્રય સર્જકની અભીવ્યક્તીમાં અવરોધ ઉભા કરે છે. સાહીત્ય અકાદમીઓ એ પણ એક પ્રકારનો રાજયાશ્રય જ છે. પેન, તલવાર, સત્તા, અકાદમી ‘અસ્મીતાપર્વ’ કરતાં બળુકી છે.

સશકત સાહીત્યકાર ક્યારેય ભયભીત ન હોય, પણ એને ડર તો હોય છે, સત્તાનો નહીં, સીતમનો નહીં, અસ્તીત્વનો પણ નહીં, પણ પોતે જે કહેવા માગે છે તેને રુંધવાની શાસન પાસે અમર્યાદ સત્તાઓ અને સાધનો, યુક્તીઓ અને ઉપાયો હોય છે, એનો હોય છે. એના શબ્દ પર લોખંડી આવરણ ઢળી જ જાય છે. જે લોકો સુધી એનો અવાજ પહોંચવો જોઈએ ત્યાં સુધી એ ન પહોંચે, એનો જ ભય હોય છે; પણ કાળાંતરે એ લોખંડી આવરણ પણ પીગળી જતું હોય છે. સર્જકના વીલય પછી પણ શબ્દ તો ધબકતો હોય છે, વધુ બળુકો બનીને જીવતો હોય છે.

– દીલીપ રાણપુરા

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી દીલીપ રાણપુરા હવે આપણી વચ્ચે નથી.

શ્રી રમેશ સવાણી સમ્પાદીત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તીકા (સમ્પાદક–પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  24/12/2021

5 Comments

  1. શ્રી દીલીપ રાણપુરાની સટિક વાત ‘સર્જકના વીલય પછી પણ શબ્દ તો ધબકતો હોય છે, વધુ બળુકો બનીને જીવતો હોય છે.’ યાદ આવે આફ્રિકાના નિર્દયી સરમુખત્યારની સામે કલમનો જંગ ખેલતા ફાંસીને માંચડે ચડી જનારા કલમજીવીઓ મળે છે. એ કલમને ખાતર જીવતા હોય છે અને પોતાની કલમને ખાતર મોતને ભેટતા સહેજે અચકાતા નથી.ફૈઝ અહમદ ફૈઝ આવી એક મહાન હસ્તી હતા, જેણે ચાર ચાર દાયકા સુધી જુલ્મ અને અન્યાયનો કલમથી સામનો કર્યો. જિંદગીના આખરી શ્વાસ સુધી ગરીબો, શોષિતો અને કચડાયેલા માનવીઓના દિલની વેદનાનો અવાજ બની રહ્યા.હજુ પણ પડઘાય છે”ભલે મારી કલમ છિનવાઇ ગઇ તેનો મને અફસોસ નથી. મેં તો મારા હૃદયના રુધિરમાં આંગળીઓ બોળેલી છે. મારી જીભને ખામોશ કરી દેવામાં આવી, તેથી શું ? મારી જંજીરના દરેક અવાજમાં મારી જબાન સંભળાય છે.”ઔર ભી દુઃખ હે જમાને મેં મુહબ્બત કે સિવા’. આ કાવ્યમાં ફૈઝે ‘પહેલી સી’ શબ્દ પર ભાર મૂક્યો છે. કવિની નજર પ્રણયની અંગત લાગણીઓ પરથી જગતની વેદના પર ઠરે છે.
    સત્તા અને સંપત્તિ સામે કલમ ઝૂકી જાય છે ત્યારે એમાંથી સચ્ચાઇની સ્યાહી નહીં પણ બેવફાઇની બદબૂ નીકળે છે.

    Liked by 1 person

  2. શ્રી દીલીપ રાણપુરાનો લેખ વાંચ્યો અને મન વિચારે ચડયું.
    સત્તાની વાત સમજી શકાય છે. સત્તા અેટલે પોતાને સર્વોપરિ માની લઇને, બીજાઓ ઉપર ઘાક જમાવીને પોાના કહેલા કામો કરાવીને જીવવું.
    સાહિત્ય ? સાહિત્ય અેટલે પોતાના વિચારોને સમગ્ર વાચકગણ સુઘી અેક સંદેશારુપે પહોચનારનો પ્રયાસ. સાહિત્યનું રુપ જુદુ જુદુ હોય….
    હાલના ભારતના પ્રાઇમ મીનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદી અેક સાહિત્યકાર છે…તેમની પાસે સત્તા પણ છે પરંતુ તેઓ પોતાનો સત્તારુપી ઘર્મ અને સાહિત્ય રુપી ઘર્મ , બન્નેને અલગ રાખીને સાચવીને જીવી રહ્યા છે…તેમનું અેક કાવ્ય…
    માણસ છું…
    પ્રારબ્ઘને અહીંયા ગાંઠે કોણ ?
    હું પડકાર ઝીલનારો માણસ છું.
    હું તેજ ઉછીનું લઉં નહી,
    હું જાતે બળતું ફાનસ છું.
    ઝળહળવાનો મોહતાજ નથી,
    મને મારું અજવાળું પુરતું છે ;
    અંઘારાના વમળને કાપે,
    કમળ તે જ તો સફુરતું છે…….
    …………………………………………..
    …………………………………………………………..
    તેવા જ ભારતના બીજા વડાપ્રઘાન હતાં…અટલબીહારી બાજપાય
    બન્ને વડાપ્રઘાનો રાજસત્તા અને સાહિત્યસત્તા…બન્નેને પાળી પોષીને સફળતા પ્રાપ્ત કરીને જીવ્યા…
    દુનિયામાં ઘણા સાહિત્યકારો..સત્તાઘારી બનેલાના દાખલાઓ છે.
    સાહિત્યકાર કોમળ જ હોય ? પોલીટીશીયન ના બની શકે ?
    સાહીત્યકાર તરીકે જન્મીને સાહિત્યકાર તરીકે જ જીવન સંકેલીને દુનિયા છોડી જનારાઓ ઘણા દાખલાઓ છે.
    આચાર્ય વિષ્ણુગુપ્ત, આચાર્ય ચાણક્ય અને મહાઅમાત્ય કૌટિલ્ય….સત્તાઘારી હતા અને ચાણક્યનીતિશાસ્ત્રના જનેતા પણ હતાં.
    મહામુખપ્રતિભા ઘરાવનારો શું નહિ કરી શકે ? સમાજને શું નહિ આપી શકે ?
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. દિલીપ રાણપુરાનો સરસ લેખ. પૂર્ણ રીતે સહમત. લેખકે જે લખવું હોય તે જ લખી શકે અને ભિન્ન રુચિના વાચકો સુધી તે પહોંચે તે જનતંત્ર માટે ઉપકારક બને. વાચકોની સહિષ્ણુતા પણ તે માટે જરૂરી છે.
    સન્માન મેળવવા લખનારા સાહિત્યકર્મી નહીં, વેપારી હોય છે. એમણે યાદ રાખવું જોઈએ કે ‘યે દુનિયા અગર મિલ ભી જાયે, તો ક્યા હૈ?’
    ચાપલુસી દર્પણ જેવી હોય છે, મૂળ પદાર્થને આધારે જીવતી. ખરો સર્જક એ ન સ્વીકારે, એણે તો પોતીકો અવાજ વાચકને પહોંચાડવો હોય છે.
    ગોવિંદ જી, આપ સુંદર કામ કરો છો. સલામ.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s