ભારતીય બંધારણમાં કાયદાનું શાસન, લોકશાહી, ધર્મનીરપેક્ષતા, સ્વાતંત્ર્ય, ન્યાયના મુલ્યો સમાયેલા છે; છતા આપણો દેશ જાણે બંધારણીય મુલ્યોથી દુર થઈ રહ્યો હોય તેમ નથી લાગતું?
અખબારી સ્વાતન્ત્રતા –
જીવંત લોકશાહી માટે આવશ્યક છે
લેખક : પ્રવીણભાઈ પટેલ
ભાવાનુવાદ : અશ્વીન ન. કારીઆ
26 નવેમ્બર ‘Constitution Day of India – બંધારણ દીવસ’ તરીકે ઉજવવામાં આવે છે. 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ બંધારણના મુસદ્દાને આખરી મંજુરી પ્રદાન કરી હતી. અને 26 જાન્યુઆરી, 1950ના દીવસે બંધારણ અમલમાં મુક્યું હતું. મુસદ્દા સમીતીના અધ્યક્ષશ્રી બાબા સાહેબ ડૉ. આંબેડકરે ચેતવણી આપતા કહ્યું હતું કે “બંધારણની સફળતા માત્ર બંધારણ દસ્તાવેજ પર આધારીત નથી; પરન્તુ સત્તામાં બેઠેલા વ્યક્તીઓની તેનો અમલ કરવાની નીષ્ઠા પર આધારીત છે.” તેઓએ કહ્યું કે “બંધારણ ગમે તેટલું સારું હોય, તો પણ જો તે ખરાબ માણસોના હાથમાં આવે, તો બંધારણ ખરાબ બનશે. અને જો સારા માણસોના હાથમાં આવે સારું છે.”
ડૉ. આંબેડકરે લોકશાહી પર પોતાનો મત જણાવતા કહ્યું, “બંધારણ સંસદ, ન્યાયતન્ત્ર, કારોબારી જેવા અંગો રાજ્યોને પુરા પાડી શકે. બંધારણની કામગીરી જે પરીબળો પર આધારીત છે તે પરીબળો એટલે લોકો અને રાજકીય પક્ષો છે. જેઓ લોકોની ઈચ્છાઓની પુર્તી કરવા તેનો સાધન તરીકે ઉપયોગ કરે. આમ છતાં આપણને જણાયું કે ઘણા ચુંટાયેલા પ્રતીનીધીઓ કોઈ પણ હીસાબે સસ્તુ રાજકારણ ખેલીને સત્તા હાંસલ કરી, તે સત્તા જાળવવા ઈચ્છે છે. રાજકારણીઓ સ્વાતંત્ર્ય બાદ પોતાની વીશ્વસનીયતા ગુમાવી ચુક્યા છે.”
અમેરીકાના 16માં પ્રમુખ અબ્રાહમ લીંકને ‘લોકો માટે, લોકો વડે, અને લોકો દ્વારા’ લોકશાહીની વ્યાખ્યા આપી છે. લોકશાહીમાં લોકો પોતાના ચુંટાયેલા પ્રતીનીધીઓ મારફત દેશનું શાસન કરે છે. આ પ્રતીનીધીઓ બહુમતીથી સરકારની રચના કરે છે. કાયદાઓ બનાવે છે. કારોબારી કાયદાનું પાલન કરે છે. અને ન્યાયતન્ત્ર કાયદાઓનું અર્થઘટન કરે છે. ન્યાયતન્ત્ર બંધારણ મુજબ અન્યાય સામે ન્યાય આપવાનું કામ કરે છે. લોકશાહીમાં લોકો જ સાચા માલીકો છે. આથી જ્યારે લોકોના બંધારણીય અધીકારોનો ભંગ થાય ત્યારે સરકારે કરેલ અન્યાયને ખુલ્લા પાડવાની ફરજ મીડીયાની બને છે. જાહેર હીતમાં સ્વાતંત્ર્યનો ઉપયોગ ન કરવામાં આવે તો તેનો શો અર્થ છે? ભુતકાળમાં કટોકટી દરમીયાન જ્યારે અખબારો ઉપર સેન્સરશીપ લાગુ કરાઈ હતી ત્યારે કેટલાક અખબારોએ સારી હીમ્મત દાખવી હતી. વર્તમાન સમયમાં આપણે એવા જ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ કે જેમાં મીડીયા પોતાની ફરજો બજાવવામાં નીષ્ફળ ગયેલ છે. અને તેથી જ તે ‘ગોદી મીડીયા’ તરીકે ઓળખાય છે. રાજકારણમાં ભક્તી અથવા વ્યક્તી પુજામાં કાંઈ ખોટું નથી; પરંતુ તે લોકશાહીને અવનતી તરફ દોરી જાય છે. અને અંતે તે સરમુખત્યારશાહીમાં પરીણમે છે. આઈરીશ વીચારક ડેનિયલે જણાવ્યું છે કે, “કોઈ વ્યક્તી પોતાના સન્માનના ભોગે કૃતજ્ઞ થઈ શકે નહીં, કોઈ સ્ત્રી પોતાના ચારીત્ર્યના ભોગે કુતજ્ઞ થઈ શકે નહીં અને કોઈ રાષ્ટ્ર પોતાના સ્વાતંત્ર્યના ભોગે કુતજ્ઞ થઈ શકે નહીં. જેમણે દેશસેવા કરેલ હોય તેમના તરફ કૃતજ્ઞ થવામાં કાંઈ ખોટું નથી; પરંતુ તેની મર્યાદાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 26/11/2021ના રોજ ‘મનકી બાત’માં કહ્યું છે કે, “26 નવેમ્બર આપણા માટે ખાસ દીવસ છે. હું આશા રાખું છું કે આપણા બંધારણીય આદર્શોનું જતન થાય, રાષ્ટ્ર ઘડતરમાં આપણા સૌનું પ્રદાન થાય.”
અખબારી સ્વાતન્ત્ર્યની વાત કરતી વખતે મીડીયા પાસેથી એ અપેક્ષીત છે કે તે સત્ય હકીકતો દેશના લોકો સમક્ષ રજુ કરે; કારણકે આવી હકીકતો અને અહેવાલોના આધારે લોકો પોતાના અભીપ્રાયો બાંધે છે. જ્યારે ગોદી મીડીયા વાસ્તવીક મુદ્દાઓથી વીરુદ્ધ ભ્રામક હકીકતોનું ગુલાબી ચીત્ર રજુ કરે છે. આપણે ઘણી વખત અનુભવ્યું છે કે જે પ્રશ્નો સત્તા પક્ષને પુછવા જોઈએ તેને બદલે ગોદી મીડીયા તરફથી વીરોધ પક્ષને પુછવામાં આવે છે.
કેટલાકને બાદ કરતાં, મોટાભાગના ગોદી મીડીયા તરીકેની ભુમીકા ભજવી રહી રહ્યા છે. એન.ડી.ટીવી. ન્યુઝ ચેનલ સરકારી દબાણને વશ ન થતાં સરકારે કોર્ટ પર થયેલ હુમલા સંબંધમાં સંવેદનશીલ માહીતી જાહેર કરવાનું બહાનું આગળ ધરી, એન.ડી.ટી.વી.ને શીક્ષારુપે એક દીવસ માટે પ્રસારણ અટકાવવા હુકમ કર્યો હતો. દેશ અને પરદેશમાં તે હુકમનો જબરો વીરોધ થયો. અને છેલ્લી ઘડીએ સરકારને આ હુકમ પાછો ખેંચવા ફરજ પડી હતી. દરેક મીડીયાને પરોક્ષ રીતે સરકારી આદેશ મુજબ વર્તવા ચેતવણી આપવામાં આવી હતી.
મોદી સરકારે ટવીટરને કૃષી કાયદા વીરુદ્ધ પ્રદર્શન અહેવાલો ન મુકવા ફરમાન કર્યું હતું; પરંતુ ટવીટરે આ અહેવાલો અટકાવવા એમ કહી ઈનકાર કર્યો કે તેનાથી મીડીયા, પત્રકારો, કર્મશીલો, રાજકારણીઓના વાણી અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનો ભંગ થશે. માહીતી ખાતાના તત્કાલીન પ્રધાન રવીશંકર પ્રસાદે સંસદ માં કહ્યું; “ખોટા સમાચારો અને હીંસાના સમાચારો ફેલાવતા મીડીયા સામે કાર્યવાહી કરવામાં આવશે. તમે તમારો ધંધો કરવા માટે મુક્ત છો; પરંતુ તમારે ભારતીય બંધારણનું પાલન કરવું પડશે.” ગૃહ મંત્રાલયની વીનન્તી પરથી ટવીટરને આ સમાચારો અટકાવવા ફરજ પડી હતી. ‘Information Technology Act- 2000’ની કલમ–69એ હેઠળ આ પગલું લેવાયેલ હતું. સવાલ એ થયો કે આ કાયદાની કલમ–79 હેઠળ ઘડાયેલ નીયમો અને કલમ કલમ–69એ કાયદેસર છે કે કેમ? માનનીય જસ્ટીસ રોહીંટન નરીમાને વાણી અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યના ખ્યાલનું સરસ રીતે વીશ્લેષણ કર્યું છે. શેક્સપીયરની કૃતી ‘જુલીયસ સીઝર’માંથી એક ફકરો ટાંકી તેમણે કહ્યું; “વાણી અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યના ત્રણ પાસાઓ છે : ચર્ચા, પ્રસાર અને ઉશ્કેરણી. માત્ર ચર્ચા કે પ્રસાર ગમે તેટલું દ્વેષપુર્ણ હોય તો પણ વાણી અને અભીવ્યક્તીનાં સ્વાતન્ત્ર્ય હેઠળ આવે છે.” કલમ–69એ જણાવે છે કે વીગત રજુ કરનારને સુનાવણીની તક આપવામાં આવેશે. ‘Internet freedom foundation’ના એક્ઝીક્યુટીવના ડીરેક્ટર અપાર ગુપ્તા જણાવે છે : ‘વ્યવહારમાં આવું રક્ષણ મળતું ક્યાંય દેખાતું નથી, સુનાવણી અપાયાનો એક પણ દાખલો નથી.’
ભારત વીશ્વની સૌથી મોટી લોકશાહી છે. તેનું સંચાલન બંધારણથી થાય છે. બંધારણમાં કાયદાનું શાસન, લોકશાહી, ધર્મનીરપેક્ષતા, સ્વાતંત્ર્ય, ન્યાયના મુલ્યો સમાયેલા છે. આજે વીવેકાનંદનું સુત્ર, ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તી ન થાય ત્યાં સુધી લાગ્યા રહો.” યાદ રાખવા જેવું છે. દેશ જાણે બંધારણીય મુલ્યોથી દુર થઈ રહ્યો હોય તેમ નથી લાગતું?
લેખક : પ્રવીણભાઈ પટેલ
ભાવાનુવાદ : અશ્વીન ન. કારીઆ
લેખક શ્રી પ્રવીણભાઈ પટેલ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના માનદ ટ્રસ્ટી છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે ‘બંધારણ દીવસ’ નીમીત્તે તેઓએ અંગ્રેજીમાં લેખ મોકલ્યો. નીવૃત્ત પ્રીન્સીપાલ કારીઆ સાહેબે તેનો ભાવાનુવાદ કર્યો. બન્ને મહાનુભવોનો આભાર.
લેખક સમ્પર્ક : Mr. PRAVIN PATEL, FLAT NO. 03, 1ST FLOOR, GANESH APARTMENT, POST OFFICE LANE, RAMDASNAGAR, TIKRAPARA, BILASPUR – 495004 (CHHATTISGARH) Cellphone: 98271 58588/ 83490 31300 eMail: ncforumforfastjustice@gmail.com
ભાવાનુવાદક–સમ્પર્ક : શ્રી અશ્વીન ન. કારીઆ, નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ, 16, શ્યામવીહાર એગોલા રોડ, પાલનપુર – 385001 સેલફોન : 70167 48501/93740 18111 ઈ–મેલ : ashwinkaria01@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 03/01/2022
શ્રી પ્રવીણભાઈ પટેલ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના માનદ ટ્રસ્ટી એ ‘અખબારી સ્વાતન્ત્રતા –જીવંત લોકશાહી માટે આવશ્યક છે’
અંગે અભ્યાસપૂર્ણ લેખ
સાથે ભ્રષ્ટ મીડિયા ,આતંકવાદી અને દુશ્મનદેશના ફંડ પર દેશદ્રોહી પ્રવૃતિને ‘અખબારી સ્વાતંત્ર’ અંગે ન્યાયપૂર્વક વિચારણા ખૂબ જરુરી બની છે.
LikeLiked by 1 person
ડો. બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંઘારણ ઘડેલું…તેમની ટીમે ઘડેલું…તેમના આ ઘડવાના સમયે તેમણે મૂળ મદદ અંગ્રેજોઅે જે રીતે ભારત ચલાવવાના કાયદાઓ વિગેરે વાપરેલાં તેનો સહારો લીઘેલો. જ્યાં જ્યાં સાવચેતીની જરુરત લાગેલી ત્યાં ત્યાં તેમણે સરકાર ચલાવનારોને સાવચેતીના શબ્દો પણ લખેલાં. ભારતને ચલાવનાર તે સમયે ‘ કોંન્ગરેસ ‘ હતી. રાજકારણીઓ જે બંઘારણ ઇમ્પલીમેંટ કરવાવાળા હતાં તેઓ સ્વાર્થી હતાં તેમને જેમાં ફાયદો દેખાયો ત્યાંથી પૈસા મારી ખાવાના ઘંઘા કર્યા….થોડા સાચા લોકો શિવાય.
ભારતના લોકોની સંસ્કૃતિ અને દૈનિક લાઇફને ઘ્યાનમાં રાખીને નવા કાયદાઓ બનાવવામાં કદાચ વહેલું…મોડું કરાયુ હશે જ. પૈસો મારો પરમેશ્વર નિયમ બની ગયો હતો.
ન્યુઝ પેપરો, …અખબારી સ્વતંત્રતા અે દરેક લોકશાહિને માટે બેકબોન કહેવાય…તેમાં પણ ઓનેસ્ટ અખબારી સ્વતંત્રતા….ઓનેસ્ટ…હાં ઓનેસ્ટ…સ્વતંત્રતા…
આજે તો વેચાઇ ગયેલાં ખબરપત્રીઓ દેશને બરબાદ કરવાં લાગી પડયા છે.
સરકારે કોઇ નવા કાયદાઓ ઘડીને કાબુમાં કરવા જોઇઅે.
દેશના વેચાયેલાં દુશ્મનો ઘરમાં બેસીને દેશને જ ડુબાડવા બેઠા છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person