શું ધર્મ કે સમ્પ્રદાયના આધારે માનવનીર્માણ, ‘રાષ્ટ્રીય એકતા’ કે રાષ્ટ્રનીર્માણ થઈ શકે? સેક્યુલર વેલ્યુઝ ‘હીન્દુ રાષ્ટ્ર’ કે ‘ઈસ્લામીક રાષ્ટ્ર’ પાસે છે? શું ‘હીન્દુત્વ’ કે ‘હીન્દુ રાષ્ટ્ર’ સામાજીક ન્યાય અપાવી શકે?
સેક્યુલર વેલ્યુઝ એટલે શું? શા માટે?
– રમેશ સવાણી
સેક્યુલર એટલે ઐહીક. આ જગતનું, પરલોકનું નહીં. સેક્યુલરીઝમ એટલે ધર્મનીરપેક્ષતા, બીનસાંપ્રદાયીકતા નહીં, સર્વધર્મ સમભાવ પણ નહીં. પરલોકની કોઈ દીવ્યશક્તી આ જગતનું સંચાલન કરતી નથી. ઈશ્વરે અગાઉથી નક્કી કરેલું કોઈ ભાવી નથી. માનવી પોતાનું ભવીષ્ય પોતાની બુદ્ધી પ્રમાણે ઘડવા શક્તીમાન છે– આ વીચારને સેક્યુલરીઝમ કહેવાય. યુરોપમાં બારમી સદીની શરુઆતથી રેનેસાં – પુનરુત્થાન ચળવળે દેવળની સર્વોપરીતા સામે પડકાર ફેંક્યો. આ સંઘર્ષમાંથી રાજ્ય અને દેવળનાં કાર્યક્ષેત્રો અલગ પડ્યાં અને ‘સેક્યુલર સ્ટેટ’નો ખ્યાલ ઉદ્ભવ્યો. રાજકીય, આર્થીક, સીવીલ અને ફોજદારી કાયદાનું પાલન, લગ્ન, કુટુંબ, કેળવણી, સ્વાથ્ય વગેરે બાબતો મનુષ્યજીવનની સેક્યુલર, ધર્મનીરપેક્ષ બાબતો ગણાઈ.
ભારતમાં અનેક ધર્મો, પંથો, સમ્પ્રદાયો છે. તે બધાને આધુનીક અને પ્રગતીશીલ નાગરીકો તરીકે સંગઠીત કરવાનું મુખ્ય કામ સેક્યુલરીઝમે કરવાનું છે. માની લઈએ કે ભારતમાં એક પણ મુસ્લીમ નથી; છતાં ભારત ‘હીન્દુ રાષ્ટ્ર’ બની શકે તેમ નથી. વળી ધર્મના આધારે રાષ્ટ્રનું નીર્માણ કદાપી ન થઈ શકે. જો ધર્મના આધારે આમ થતું હોત તો યુરોપમાં અનેક ખ્રીસ્તી રાજ્યો છે, આફ્રીકા અને મધ્ય–પુર્વમાં અનેક મુસ્લીમ રાજ્યો છે તે બધાંમાં એકત્વ કેમ નથી? ધર્મના આધારે ‘રાષ્ટ્રીય એકતા’ સમ્ભવી શકે નહીં. ધર્મથી જ રાષ્ટ્રીય એકતા ઉગી નીકળતી હોય તો પાકીસ્તાન અને બાંગલાદેશ અલગ પડ્યાં ન હોત. સેક્યુલરીઝમનું કામ લોકોને પોતપોતાના સમ્પ્રદાય કે પંથ કે જ્ઞાતીના સંકુચીત વર્તુળમાંથી બહાર કાઢવાનું છે. ધર્મ ક્યારેય એકતાનો આધાર બની શકે નહીં, ઉલટાનું એ વીખવાદ ઉભો કરે છે. ગુજરાતમાં સહજાનંદજીએ સ્વામીનારાયણ ધર્મ સ્થાપ્યો. બસો વર્ષ ન થયાં ત્યાં છ–સાત ફાંટા પડ્યા. સામાજીક સંવાદીતા સ્થાપવાનો દાવો કરનારા બખેડામાં સંડોવાયા, જુનું મન્દીર, હરીફ મન્દીર વચ્ચે ખેંચાખેંચી ચાલુ છે. આવું તો દરેક ધર્મમાં જોવા મળે. ઈશ્વરશ્રદ્ધા, અવતારશ્રદ્ધા, પવીત્ર ગ્રંથો, પ્રગટબ્રહ્મસ્વરુપો હોવા છતાં શ્રદ્ધાળુઓમાં એકતા સ્થપાતી નથી. આમ ધર્મ કે સમ્પ્રદાયથી ક્યારેય માનવનીર્માણ કે રાષ્ટ્રનીર્માણ થઈ શકે નહીં.
માનવનીર્માણ, રાષ્ટ્રનીર્માણનું કાર્ય સેક્યુલર વેલ્યુઝથી થઈ શકે. કેમ કે સેક્યુલરીઝમ સાથે (1) સહીષ્ણુતા, સ્વતન્ત્રતા, મુક્ત વીચારસરણી અને લોકશાહી જીવનપદ્ધતી, (2) આર્થીક અને સામાજીક સમાનતા, (3) સામાજીક ન્યાય, (4) માનવઆધારીત નીતીવાદ, અને (5) પ્રગતીશીલતા સંકળાયેલાં છે, અને આ મુલ્યો વીના કોઈ પરીણામ હાંસલ કરી શકાય નહીં. આ મુલ્યો ‘હીન્દુ રાષ્ટ્ર’ કે ‘ઈસ્લામીક રાષ્ટ્ર’ પાસે હોતાં નથી. એમની પાસે હોય છે : બીનલોકશાહી વ્યવહાર, વીચારસ્વાતન્ત્ર્યનો અભાવ, સામાજીક ભેદભાવો, સામાજીક અન્યાય, ઈશ્વર આધારીત નીતીવાદ અને સ્થગીતતા.
દેશનું બંધારણ સેક્યુલર ઘડી દેવાથી સ્વતન્ત્રતા, સમાનતા, ભ્રાતૃભાવનાં મુલ્યો સ્થપાઈ જતાં નથી, સમાજના મોટા ભાગના લોકોએ સેક્યુલરીઝમનાં મુલ્યો અપનાવ્યાં ન હોય, તેમની જીવનફીલસુફી મોટા ભાગે પરલોક આધારીત હોય. બધું ઈશ્વરનીર્મીત છે, તે કરે તે ખરું એ વીચારને વરેલા હોય તો ગમે તેવું સેક્યુલર બંધારણ લોકશાહી સ્થાપી શકે નહીં. માનવી અનેક વીટંબણાથી ઘેરાયેલો હોય ત્યારે કોઈક આશ્રયસ્થાન, અનેક વણઉકલ્યા પ્રશ્નોના સમાધાનરુપ કોઈક શરણ કે આલંબનની માનસીક જરુર જણાય છે. તેથી ઈશ્વર, ધર્મ, ગુરુઓનું શરણ લે છે. આ સાથે તે વીચારવાની, જ્ઞાન મેળવવાની, સત્ય તરફ આગળ વધતા રહેવાની વૃત્તીને દફનાવી દે છે. પરીણામે, ભ્રામક માન્યતાઓના વીશ્વમાં ફસાઈને તે અસત્યને પોષે છે, સત્યનો દ્રોહ કરે છે અને પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટેનું બહાનું મેળવી લે છે. શ્રદ્ધામુલક અભીગમમાં વીવાદને સ્થાન જ નથી, તેમાં, બુદ્ધી દ્વારા સમજવા કે સમજાવવાની પ્રક્રીયાની જરુર નથી. પરીણામે તેમાં વાણી કે વીચારસ્વાતન્ત્ર્યની પણ જરુર નથી. જયારે લોકશાહીની ઈમારત તો આ મુલ્યો ઉપર જ સ્થપાયેલી છે. વીજ્ઞાન અને દર્શનના પ્રયાસોથી ઈશ્વર અને શ્રદ્ધા પદભ્રષ્ટ થયાં. મનુષ્ય અને તેની બુદ્ધીની સ્થાપના થઈ. મનુષ્યને પ્રાપ્ત થતા જ્ઞાન દ્વારા જ સત્યના સ્વરુપનું આકલન થઈ શકે તેવી હીમાયતમાં સ્વાતન્ત્ર્ય અને સમાનતાનાં મુલ્યો વણાઈ ગયાં છે. સ્વાતન્ત્ર્ય, લોકશાહીની ઉપલબ્ધી, જાળવણી તથા વીકાસમાં મહત્ત્વનું યોગદાન કરે છે. આ દૃષ્ટીએ સ્વાતન્ત્ર્ય લોકશાહી માટે સાધન અને સાધ્ય બન્ને બની રહે છે. વીચારધારા બંધીયાર, મતાગ્રહી, રુઢીચુસ્ત પ્રથા સર્જે છે, જે મુક્ત વીચારણાને અવરોધે છે. મુલ્ય આધારીત વ્યવહારોમાં નીરંતર ચકાસણી, ફેરવીચારણા અને સુધારણાને અવકાશ રહેવો જોઈએ. સેક્યુલર પ્રથામાં આ શક્ય બને છે. સત્યને પામવા માટે સહીષ્ણુતા જોઈએ. તે વીના અવીદ્યા, અસત્યનો સામનો ન થઈ શકે.
માનવજીવનના વીકાસ માટે સ્વાતન્ત્ર્ય જેટલું જ મહત્ત્વ સમાનતાનું પણ છે. સમાનતા અને ભ્રાતૃભાવનાં મુલ્યો જીવનમાં અનુસરવા માટે વ્યક્તી નાતજાત, સમ્પ્રદાય વગેરેનાં ખ્યાલોથી મુક્ત હોવી જોઈએ. સાચી લોકશાહી ત્યારે જ માણવા મળે જ્યારે સમાજની વ્યક્તીનો અભીગમ સેક્યુલર હોય, એટલે કે નાતજાત, સમ્પ્રદાયથી પર હોય. જગત ઈશ્વર નીર્મીત છે, એ ધારે તેમ જ બને એવી માન્યતા ધરાવતો ન હોય. ગરીબાઈનો પ્રશ્ન અને સામાજીક મુલ્યોનું પતન ત્યારે જ હલ થઈ શકે, જયારે સમાજનો નીચલો શોષીત વર્ગ પોતે જ આત્મનીર્ભરતા અને પરસ્પર સહકારની ભાવના કેળવી પહેલ કરે. આત્મનીર્ભરતા કેળવવા માટે અન્ધશ્રદ્ધા, પ્રારબ્ધવાદને છોડી, સ્વાતન્ત્ર્ય અને વીવેકબુદ્ધીના ગુણો કેળવવા પડે. પરસ્પર સહકાર, આર્થીક અને સામાજીક પ્રગતી માટે જરુરી છે. વંચીતોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ‘અનામતપ્રથા’નો વીચાર અને તેનો અમલ કોઈ ધર્મ, કોઈ ધર્મગ્રંથ કે કોઈ પ્રગટબ્રહ્મસ્વરુપોના કારણે થયો નથી, સેક્યુલરીઝમ માનવવાદી અને માનવકેન્દ્રી છે તેના કારણે થયો છે. એવો એક પણ ધર્મ કે સમ્પ્રદાય નથી કે જેમાં ફાંટાઓ ન હોય. પરીણામે શ્રદ્ધાળુ ભક્તોમાં ભેદભાવ જોવા મળે છે. સ્વામીનારાયણ સમ્પ્રદાયમાં શુદ્રને તીલક કરવાનો અધીકાર નથી, સહજાનંદજીએ શીક્ષાપત્રીમાં ના પાડી છે. આમ ધર્મ, અસમાનતાને નીતી ગણે છે, સેક્યુલરીઝમ અસમાનતાને અનીતી ગણે છે, માનવગૌરવના ભંગ સમાન માને છે. સામાજીક અન્યાયના મુળ ધર્મગ્રંથોમાં છે, રુઢીમાં છે, મુળભુતવાદમાં છે, સ્થગીતતામાં છે. એક હીન્દુ, દલીતને માનવ ગણી સમાન વ્યવહાર કરતો નથી; પરન્તુ તે દલીત ધર્માંતર કરીને ખ્રીસ્તી બને તો તેની સાથે સમાન વ્યવહાર કરે છે. શા માટે? મનુસ્મૃતીની, બ્રાહ્મણવાદની, સમ્પ્રદાયોની અસર હેઠળ તે જીવે છે, શ્વાસ લે છે. જે અન્યાય હાલ થઈ રહ્યો છે તે તો પાછલા જન્મનાં કર્મના કારણે છે તેમ ઠસાવનાર ધર્મ કે સમ્પ્રદાયો કઈ રીતે અન્યાય દુર કરી શકે? આમ ‘હીન્દુત્વ’ કે ‘હીન્દુ રાષ્ટ્ર’ ન્યાય અપાવી શકે નહીં. માણસને થઈ રહેલો અન્યાય એ ઐહીક બાબત છે અને તેનો ઉકેલ પણ ઐહીક જ હોય, ઈશ્વરભક્તી કે પ્રાર્થના ન હોય. સેક્યુલરીઝમ જ સામાજીક ન્યાય અપાવી શકે.
ઈશ્વર આધારીત જાતીવાદે ભેદભાવ સજર્યો છે, અસમાનતા ઉભી કરી છે. પરીણામે અન્યાય સતત થતો રહે છે. આનો ઉકેલ છે : માનવ આધારીત નીતીવાદ, ધાર્મીક માન્યતાઓને કારણે સતીપ્રથા ચાલતી હોય તો, અસ્પૃશ્યતા રખાતી હોય તો, બાળલગ્નને કારણે બાળવીધવા થતી હોય, સ્ત્રીઓને હલકો દરજ્જો અપાતો હોય તો માનવઅધીકારનો ભંગ ગણાય, રુઢી કે મતાગ્રહનું ઉંચુ સ્થાન અને જીવતા માનવનું ગૌણ સ્થાન એ વીચારનો સેક્યુલરીઝમ વીરોધ કરે છે. દરેક વીચારણામાં માણસ કેન્દ્રસ્થાને રહેવો જોઈએ.
(અપુર્ણ)
નોંધ : આ લેખનો અંતીમ ભાગ ત્રણ દીવસ પછી તા. 31 જાન્યુઆરીએ પ્રગટ કરવામાં આવશે. ●ગોવીન્દ મારુ●
–રમેશ સવાણી
શ્રી રમેશ સવાણી લીખીત પુસ્તીકા ‘સાંચ બીના સુખ નાહી’ (પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com )માંથી.. લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 28–01–2022
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘સેક્યુલર વેલ્યુઝ એટલે શું? શા માટે?’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
Analytical view-point that looks unbiased and appropriate … I pray that it spreads to lots of followers!
LikeLiked by 1 person
why so called Rationalists have so much hates and disbelief for “God” . mostly all they are against Hindu & Hinduism, they are talking about Secularism but keeping themselves silent against Muslims and Islamic rituals. they ( the so called rationalists) are so coward cant say any thing about Islamic rituals. There is no any Rationalist movement in any Muslim country, because Muslims will kill them but they ( the so called rationalists) are speaking and arguing against Hindu and Hinduism because Hindu Culture is broad minded respecting and listening rationalists respectfully. Now the question is are the so called Rationalists really rational or secular? To day 99% of world and world’s population believing and trusting in one or other religion or God. Even on the Dollar Currency of USA it is written “WE BELIEVE IN GOD”.
LikeLiked by 1 person
ધર્મમાં કોઈ વ્યક્તિ અંગત રીતે માને તેની સામે વાંધો હોઈ શકે નહીં. રાજ્ય સંચાલનમાં ધર્મને વચ્ચે લાવવો જોઈએ નહીં.
રેશનાલિસ્ટ ઈશ્વર/ખુદા/ગોડમાં માનતા નથી કેમકે આ માત્ર માનવીની કલ્પના છે. જો વાસ્તવમાં તેમનું અસ્તિત્વ હોય તો હિન્દુઓનું લોહી કેસરી/મુસ્લિમોનું લોહી લીલું/ખ્રિસ્તીનું લોહી સફેદ હોત !
મુસ્લિમ ધર્મમાં જે કુઢિવાદ છે/આતંકવાદ છે તેમની આલોચના મુસ્લિમ બુદ્ધિજીવીઓ કરે જ છે. ગૂગલમાં તેના પુરાવા ઉપલબ્ધ છે.
LikeLiked by 2 people
ગેર માર્ગે દોરવનારો લેખ . MAHENDRA RAMBHIA ના કોમેન્ટ સાથે હું સહમત છુ. WE BELIEVE IN GOD.
LikeLiked by 1 person
શ્રી રમેશ સવાણીની ‘ માનવનીર્માણ, રાષ્ટ્રનીર્માણનું કાર્ય સેક્યુલર વેલ્યુઝથી થઈ શકે. કેમ કે સેક્યુલરીઝમ સાથે (1) સહીષ્ણુતા, સ્વતન્ત્રતા, મુક્ત વીચારસરણી અને લોકશાહી જીવનપદ્ધતી, (2) આર્થીક અને સામાજીક સમાનતા, (3) સામાજીક ન્યાય, (4) માનવઆધારીત નીતીવાદ, અને (5) પ્રગતીશીલતા સંકળાયેલાં છે, અને આ મુલ્યો વીના કોઈ પરીણામ હાંસલ કરી શકાય નહીં.’ આદર્શવાદી વાતો ખૂબ સ રસ છે પણ દરેક પંથમા જે ખોટી લાગે તેવી વાત જોવી અને જે વાતો દ્વારા સગુણાત્મક પરીવર્તન થાય તે ન જોવું તે બરોબર લાગતું નથી.
આવી વાતો જે રેશનાલીસ્ટ સતો સાથે ચર્ચા વિચારણા કરી તારણ કરવું જોઇએ.
સાંપ્રતસમયે સેક્યુલરીઝમને નામે માઓવાદી વિચારશ્રેણીવાળા, આતંગવાદીઓ , દેશના દુશ્મનો અશાંતી ઉભી કરી જે દેશદ્રોહનુ કામ કરે છે તે પ્રત્યે પણ આવી વાતે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવો જોઇએ.
LikeLiked by 1 person
સેક્યુલરીઝમ વિના વિકાસ શક્ય નથી.
મુસ્લિમ દેશોને જૂઓ, તેઓનો વિકાસ અટકી ગયેલ છે. યુરોપ/અમેરિકા રાજ્ય સંચાલનમાં સેક્યુલર છે/વૈજ્ઞાનિક અભિગમ રાખે છે એટલે સુખી છે.
મુસ્લિમ આતંકવાદીઓ પણ વિનાશ લાવી શકે, વિકાસ નહીં.
LikeLiked by 1 person
રમેશભાઈ ના વિચારો ખૂબ જ મૌલિક છે છે પણ આપણી પ્રજા તેને ઝીલવા માટે તૈયાર નથી.
LikeLiked by 1 person
Secularism in India is absolutely misunderstood and that’s why it is pushed into corner from public debate. People may require prop in the form of some supernatural power to find life meaningful. People may require some prop for psychological security in the form of supernatural power. People may require prop to feel belongingness to imagined entity in the form of some supernatural power. These are arguments for believing creatures. But matter doesn’t stop here. To feel and express supernatural power people require a system and this system or order is nothing but religion. Once they are in the system they are religious they are interested in their cultural gods which they derive from concept of supernatural power. Around these cultural gods people invent rituals and rites that cover human life from birth till death. Around these cultural gods they invent customs, traditions, mores and social norms. Then comes the concept of purity and profanity. Gods are pure and sacred. Places of gods are sanctum sanctorum.
The entire process of making of religion, maintaining of religion, repairing of religion and changing of religion takes place through symbolic interactions and it’s micro sociological perspective that means this process takes place not at macro level. Creating new religion is almost stopped world over. But, maintenance of religion is very costlier in terms of money and continuous conditioning and brain washing of religious people across the religious systems. Repairing of religion gives way to new religious sects and denomination with faithfulness to main concept of deity or major belief. If one understands this one will understand why so many religious sects and denominations exist under main parent religion. For example Swaaminarayan sampraday under mainstream Brahminical religion. People in Indian subcontinent have been very very religious from centuries. This religious feature is transferred from one generation to another generation through MEMES ( cultural genes). Memetics in the forms of religious beliefs, customs, traditions, mores and social norms is key role player in transferring religious culture from one generation to another generation and at each stage of transfer religion becomes stronger and stronger. This is also called proces of transferring SANSKRITI. Pandurang Shashtri was engaged in this process of transferring VEDIC SANSKRITI through his Swadhyay Organization. How can a person trained in Swadhyay Pariwar think about MODERNITY?? How can followers of swadhyay Pariwar think about social justice in line with modernity?? How can a person evolved psychologically under the influence of Swadhyay Pariwar be tolerant of other religious beliefs?? How can a person influenced by sanskrit of Brahminical religion in swadhyay Pariwar be tolerant of sanskritis (cultures) other than Vedic sanskriti?? When we talk about secularism we must think about religio-cultural movements in post Independence india. Bahujan samaj and particularly scheduled caste people are not Hindus religiously. But under the influence of some religio-cultural organization we find SANSKRITISATION of sub-castes within scheduled caste and the members of such caste consider them KSHATRIYA. And they have very little influence of ideas of social justice as envisaged by Baba Saheb Ambedkar. Such sub-caste is treated as forward caste within scheduled caste and a few of social workers want to follow memetics of such forward sub-caste. Is it called social reform movement?? No. It’s religio-cultural reforms. Can we talk about secularism to people belonging to such sub-caste?? Indeed, social reforms, social justice and socioeconomic are very much intertwined with secularism. Secularism is neither understood nor followed in this sense. It is taken as middle way neither extreme religious nor extreme irreligious in indian sense of secularism. In fact secularism is needed to usher in scientific temper. Secularism is required to follow social justice. Secularism is required for social reforms. Why do we fail to understand and follow secularism?? Because of caste system. Yes, it’s because of caste system. Each caste based or sub-caste based social group is called SAMAJ. Each samaj is bound by glue of religio-cultural set up of its own group. We may find subaltern movement in some sub-caste groups with respect to education awareness or sometimes spreading awareness about opportunities for employment. Apart from this we do find religio-cultural activities. This process is through symbolic interactions and at micro level. Then, how can secularism be inculcated at micro level. We talk about secularism always at macro level so as to maintain religious harmony. But, secularism is not just for that purpose. Secularism must be in our behavior and behaviour includes thought, feeling, emotions, attitudes and WORLD-VIEW. If someone wants to believe in supernatural power it’s his or her personal freedom and personal choice. But, when it’s stressed in public life to feel psychological comforts or to express his or her individualism then it is unacceptable for secularist. That’s why it’s advised to keep one’s personal beliefs in God or religion as much personal as we keep our sexual life. Else perversion of religiosity will harm modern society. I conclude by saying secularism is needed for democracy, Secularism is needed for socioeconomic development, Secularism is needed for eradication of caste system, secularism is needed for social justice and secularism is needed for bringing in humanistic values and human rights culture.
-Himmatbhai Rabhdia
Education and Knowledge Group
Mumbai.
LikeLike
સંપૂર્ણ સહમત 👍
LikeLiked by 1 person
એક વાત સમજવી પડશે. જ્યારે સેક્યુલરીસમ વાત કરે ત્યારે હીન્દુ ના ભાગલા આને ભેદભાવ પહેરાવવા માટેજ કરાય છે. હિન્દુ ધર્મ કે હિન્દુત્વ કૈઈ રિલિજ્યન નથી એટલે તેને પિટવી સહેલી વિંગે.૧૦૦૦ વર્ષ થી તે વિચારધારા ઘડાઇ છે અને ફેરફાર ચાલુ રહ્યા છે. યુરોપ, ઓસ્ટ્રેલિયા કે અમેરિકાના દેશો ખ્રિસ્તી રિલીજયનથી જ પોતાનો દેશ ઓળખાવે છે. દેખાવમાં ભલે ન હોય. ક્યારેક એમ લાગે કે સેક્યુલરાસિમના કિર્તન ફક્ત હિન્દુ માટેજ છે! હિન્દુત્વને હિસાબે જ દુનિયાની કોઈ પણ રિલિજ્યનને આવકાર મળ્યો છે. આ દાવો બીજા દેશ નહીં કરી શકે. રિલીજ્યનનો ફેલાવો લિલચ આને ક્રુરતાથી કરનાર લોકોજ સેક્યુલરની આડમાં રહી હિન્દુત્વને ભાષણ આપતા રહ્યા છે. ઇતિહાસ તેનો શાક્ષી છે.
It is time to see this ugly game being played. Dharma has no dogmas while religions have dogmas and agendas to devide and kill. Millions have been killed in the name of religions.
LikeLike
This is the most balanced explanation of secularism debate. Nothing wrong in hearing opinions from both sides. Each of us need to realize where we stand and acknowledge our position. Self realization is the first step. Change is the next step which 99% of us are NOT willing to take.
LikeLiked by 1 person
જો લોકોને સેક્યુલારીસમ શું છે એ જ ના ખબર હોય તો તેઓ ધર્મને જ સર્વોપરી માનીને એ મુજબ જ જીવશે. અને અસમાનતા તથા અનીતિનો ભોગ બનવા છ્તાં સહન કર્યે રાખશે. પરંતુ આવું લખાતું રહેશે, ચર્ચાઓ થશે અને લોકોને જાણ થશે કે સેક્યુલરિસમ શું છે અને તેની શું વેલ્યુ છે ત્યારે લોકોને સિક્કાની બીજી બાજુની સાચી હકીકત સમજાશે… જો ધર્મ જ સર્વોપરી હોત તો સેક્યુલારીસમ નું કદાચ અસ્તિત્વ જ ના હોત.
પહેલાં લોકોમાં પૃથ્વીની ઉપર આકાશમાં સ્વર્ગ અને પૃથ્વીની નીચે નર્ક તથા પાતાળ છે એવી માન્યતા હતી. પરંતુ વિજ્ઞાન અને બુધ્ધિજીવીઓએ પૃથ્વી વિશેની એ માન્યતાઓ ખોટી પાડી છે. આમ, સેક્યુલારિસમની અરસપરસ ચર્ચાઓથી વૃધ્ધિ થવી જોઈએ.
આભાર…મા.ગોવિંદભાઈ તથા લેખકશ્રીનો
LikeLiked by 1 person