મહીલાઓ, નબળાં સમુહો અને શ્રમજીવીઓ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનો ઉપયોગ કરવા જાય તો તેમને અનેકવીધ અન્યાયો સહન કરવા પડે… એમાંના અનેક લોકોને તો એની પણ સમજ નથી કે એમને વાણી અને અભીવ્યક્તી સવાતન્ત્ર્યનો અધીકાર ભારત દેશે આપ્યો છે!
મુંગી બહુમતી માટે અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ક્યારે?
– ઈન્દુકુમાર જાની
‘માઓ–ત્સે–તુંગમાંથી અવતરણો’ શીર્ષક હેઠળ એક પુસ્તક પ્રસીદ્ધ થયું હતું. તેમાં રાજદ્રોહી લખાણ હોવાના આરોપસર એને જપ્ત કરતો હુકમ ગુજરાત સરકારે બહાર પાડ્યો હતો. સરકારનો આ હુકમ હાઈકોર્ટે રદ કર્યો હતો. એ ચુકાદામાં અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું વીસ્તૃત અર્થઘટન કરવામાં આવ્યું હતું. એ અંગેના અદાલતના નીરીક્ષણો વીગતે છાપવા જેવા છે. એમાંથી એક અંશ જોઈએ : “સત્યની સાધનામાં અને સત્યની અનંત શોધમાં માનનારા તેમ જ નવા વીચારોને મેળવવામાં તેમ જ એ વીચારો સ્વીકાર્ય લાગે તો આત્મસાત કરવામાં કદીએ હીચકીચાટ નહીં અનુભવનારા આપણા દેશમાં તો સવીશેષ, એ વીચારનો પ્રચાર ચીંતા કે ભયનું કારણ બનવો જોઈએ નહીં. વીચાર જયાં સુધી સ્વતન્ત્ર અને અંકુશયુક્ત ન હોય ત્યાં સુધી કદી સાચું સ્વાતન્ત્ર્ય સંભવી શકે નહીં, આપણી સાથે સંમત થતા હોય તેવાઓ માટે જ મુક્તવીચાર નહીં; પરન્તુ આપણે જેને ધીક્કારતા હોઈએ તે વીચાર માટે પણ સ્વતન્ત્રતા હોવી જોઈએ. વીચારોના સંઘર્ષમાંથી જ સત્ય પ્રગટી શકે, કેમ કે, સત્યની ઉત્તમ કસોટી તો બજારની સ્પર્ધામાં સ્વીકૃતી પામવાની, વીચારની શક્તીમાં રહેલી છે.”
રાજકીય વીચારોના અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય સન્દર્ભે ઉપરોક્ત ચુકાદો દીશા સુચક છે તેમ છતાં આપણે જાણીએ છીએ કે આ સ્વાતન્ત્ર્યને પણ 1975માં લદાયેલી કટોકટી દરમ્યાન ગળેટુંપો દેવામાં આવ્યો હતો.
મારી ચીંતા રાજકીય વીચારો પુરતી જ મર્યાદીત નથી. ખરેખર તો સામાજીક–આર્થીક દૃષ્ટીકોણથી તપાસવા જઈએ તો વીશાળ વર્ગ અભીવ્યક્તીના સ્વાતન્ત્ર્યથી આજેય વંચીત છે એ બીના વધારે ચીંતાજનક છે. એમાં કેટકેટલાં જનસમુહો આવી જાય છે એની એક યાદી ઝડપભેર કરીએ :
(1) મહીલાઓ :
દેશની અડધોઅડધ વસ્તીનો એમાં સમાવેશ થાય છે. જેનો જન્મ જ નથી થયો એવી ભૃણહત્યાથી એનું સ્વાતન્ત્ર્ય હણાય છે, એ આરંભીક તબક્કો થયો. પછી શરુ થાય છે; કન્યાશીક્ષણનું અલ્પપ્રમાણ – બાળલગ્નો – લગ્નમાં પસન્દગીની છુટ નહીં – લગ્ન બાદ સાસરીયા દ્વારા ગુજારાતા અત્યાચારો દહેજ મૃત્યુ… આ બધા પ્રસંગોમાં ક્યાં છે નારી માટે અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય? જો તેઓ સામે જરાય અવાજ ઉઠાવે તો ‘નારી તાડન કી અધીકારી’નું સૈકાઓ જુનું ‘શાસ્ત્રમાન્ય’ શસ્ત્ર ઉગામાય છે. આ બધા ઉપરાંત કેટલાક કલંકરુપ ગણાતાં કામો – સેક્સ–વર્કર, દેવદાસી – જોગણ જેવી કુપ્રથાનો પણ એને ભોગ બનવું પડે છે. એ કઈ રીતે આ સ્વાતન્ત્ર્ય ભોગવી શકે?
(2) નબળાં સમુહો :
દલીત, આદીવાસી, સામાજીક અને શૈક્ષણીક દૃષ્ટીએ પછાત ગણાતાં વર્ગોનો એમાં સમાવેશ થાય છે. આ વર્ગોમાંથી અમુક લોકો જાતીપ્રથાનો ભોગ બનેલા છે તો અમુક લોકો વીકાસધારામાં ભળવાથી વંચીત રહી ગયા હોય છે. એમના માટે બહુધા અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ભોગવવું એટલે અત્યાચારોનો ભોગ બનવું.
(3) શ્રમજીવીઓ :
એમાં વેઠીયા, માથે મેલું ઉપાડનારા, સફાઈ કામદારો, બાળમજુરો, ખેતમજુરો – મીઠાના અગરીયા જેવા અસંગઠીત વર્ગો વગેરેનો સમાવેશ થાય છે. આ સમુહોની હાલત દયાજનક છે. એ લોકો અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનો વીચાર સ્વપ્નમાંય કરી શકે એમ નથી.
આ વંચીત સમુહો જો અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનો ઉપયોગ કરવા જાય તો પોતાની આછીપાતળી રોજગારી ગુમાવે, એક યા બીજા પ્રકારના અત્યાચારોનો ભોગ બને, ભુખમરો વેઠવો પડે… ટુંકમાં અનેકવીધ અન્યાયો સહન કરવા પડે.
વળી, ઉપરોક્ત સમુહો જનસંખ્યાની ટકાવારીની દૃષ્ટીએ વીશાળ બહુમતી થવા જાય છે પરન્તુ એ મુંગી બહુમતી છે. સંચાર માધ્યમોમાં એનો અવાજ નથી, એ લોકો બીલકુલ હાંસીયામાં ધકેલાઈ ગયા છે. એમાંના અનેક લોકોને તો એની પણ સમજ નથી કે એમને વાણી અને અભીવ્યક્તી સવાતન્ત્ર્યનો અધીકાર ભારત દેશે આપ્યો છે!
અહીં પ્રશ્ન એ જન્મે છે કે આ મુંગી બહુમતી સ્વતન્ત્રતા ધરાવે છે ખરી? એક અદના કર્મશીલ તરીકે હું કહેવા માગું છું કે આ મુંગી બહુમતીના આંગણે હજીય આઝાદી પહોંચી નથી. મતદાન કરવાનું હોય, પાણી મેળવવાનું હોય, શીક્ષણ – આરોગ્ય સેવાઓ – જીવનયોગ્ય વેતન પ્રાપ્ત કરવાના હોય, સ્વમાનભેર જીવવાનું હોય, પાયાની સુવીધા મેળવવાની હોય… આ તમામ દૃષ્ટીએ એ વંચીત સમુહ જ રહેવા પામે છે. એમને પહેલાં આઝાદીનો એહસાસ કરાવીએ પછી અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય તો તે હાંસલ કરી જ લેશે.
કવી નીરંજન ભગત કહે છે :
મુક્તીના સ્વપ્નને જોઈને
રાષ્ટ્રના યજ્ઞમાં વીલીન રે થઈ ગયા જે બલી
આજ એ સ્વપ્નને આમ વીલીન તે થૈ જતું જોઈને
ખાંભી નીચે હશે જેમની મુઠ્ઠીભર માટીયે ગૈ હલી;
એમના રક્તની સાક્ષીએ શપથ લઈને અમે,
એમની એ શહાદતની દુહાઈ દઈને અમે
આજ હે મુક્તીદીન, તારી સન્મુખ આ વચન ઉચ્ચારશું :
“એક દીન સપ્તસ્વરમાં અમે પ્રગટશું તાહરી ઝંકૃતી
વીશ્વમાંગલ્યની મહોરશું નુતન કો સંસ્કૃતી!”
આજ તો જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન, આવ રે મુક્તીદીન!
– ઈન્દુકુમાર જાની
લેખક–સમ્પર્ક : અફસોસ, ઈન્દુકુમાર જાની હવે આપણી વચ્ચે નથી.
શ્રી રમેશ સવાણી સમ્પાદીત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તીકા (સમ્પાદક–પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 11/02/2022
મુંગી બહુમતી માટે અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ક્યારે ?
શ્રી ‘ ઈન્દુકુમાર જાનીનો મુંગી બહુમતી માટે અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ક્યારે?’ ખૂબ
સ રસ લેખ ખાસ કરીને અબળા નારીને મહીલા બનાવવાની, નબળાં સમુહો ને સબળા બનાવવાની અને શ્રમજીવીઓ ની પ્રતિષ્ઠા કરવા અંગે ખૂબ સ રસ સુચનો
જો કે હાલ ખૂબ સ રસ કામ થયું છે તે વધુ ઝડપે ચાલે તેવી અભ્યાર્થના
મા કવી નીરંજન ભગત નુ હ્રુદયમા મઢી રાખવા જેવું ગીત
મુક્તીના સ્વપ્નને જોઈને
રાષ્ટ્રના યજ્ઞમાં વીલીન રે થઈ ગયા જે બલી
આજ એ સ્વપ્નને આમ વીલીન તે થૈ જતું જોઈને
ખાંભી નીચે હશે જેમની મુઠ્ઠીભર માટીયે ગૈ હલી;
એમના રક્તની સાક્ષીએ શપથ લઈને અમે,
એમની એ શહાદતની દુહાઈ દઈને અમે
આજ હે મુક્તીદીન, તારી સન્મુખ આ વચન ઉચ્ચારશું :
“એક દીન સપ્તસ્વરમાં અમે પ્રગટશું તાહરી ઝંકૃતી
વીશ્વમાંગલ્યની મહોરશું નુતન કો સંસ્કૃતી!”
આજ તો જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન, આવ રે મુક્તીદીન!
ધન્યવાદ
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘મુંગી બહુમતી માટે અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ક્યારે?’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
માઓ ત્સે તુંગ ના અવતરણો પુસ્તક મળી શકે સાહેબ? આ અંગે માહિતી આપશો જી!✍️
LikeLike
સરસ લેખ. આ લેખનું બેકગ્રાઉન્ડ કયા વરસનું છ?
માથે મેલું ઉચકવાવાળાઓનો જમાનો તો આ જથી ૬૦ થી ૭૦ વરસો પહેલાં હતો. મેં મારી નજરે જોયેલો. મોર્ડન ટેકનોલોજીઅે જૂના જમાનાના શરમજનક કાર્યોને દેશવટો આપી દીઘેલો છે.
છેલ્લા ૬૫ વરસો થયે મેં તે નીચ પ્રકારની મજૂરી વલસાડમાં જોઇ નથી.
જે પ્રશ્નોની ચર્ચા થઇ છે તે દિવસો પણ ઘણા જૂના છે.
સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક, ‘ અઘોગતિનું મૂળ, વર્ણવ્યવસ્થા ‘ વાચીને સમજવા જેવું છે.
ભારતમાં વસ્તીનો વિસ્ફોટ કારણભૂત બને છે જે…અેજ્યુકેશન માટે મોટો પ્રશ્ન બનેલો છે.
સરકાર ચલાવનાર પ્રઘાનો અને કર્મચારીઓની વિચાર વિવેકતા મોટો પ્રશ્ન છે…આજે પણ.
ભણતર ખૂબ મોટો પ્રશ્ન છે.
પહેલેની સરકારો…લાંચ રુસ્વતમાં જ રાચી રહેલી હતી.
આજની…૨૦૧૪ના વરસ પછી..મોદી સરકાર મોટા મોટા સામાજીક ફેરફારો અમલમાં મુકી રહી છે..સુઘારાઓ દેખાઇ રહ્યા છે.
આ લેખ જૂના જમાનાનો છે.
પ્રશ્ન ખૂબ મોટો હતો.
આજે વિરોઘીઓની દખલગીરી છતાં કામ ચાલી રહ્યુ છે. મહિલાઓમાં ભણતર સરસ મોટા પ્રમાણમાં વિક્સયુ છે. નવી નવી કોલેજો, જુદા જુદા વિષયો સાથે બંઘાઇ રહી છે.
ગામડાની મહિલાઓને પણ આવકના સાઘનો મળી રહ્યા છે.
નવી રીસર્ચની જરુરત લાગી રહી છે.
આભાર.
અમૃત હઝારી.
USA
LikeLike