ધર્મોનો આતંકવાદ : માનવતાનો મહાદુશ્મન

મોટાભાગના ધર્મોના અનુયાયીઓમાં પરધર્મો પ્રત્યે ઓછેવત્તે અંશે ધૃણાભાવ છે. આપણા ધર્મોનો આતંકવાદ માનવતાનો મહાદુશ્મન છે; છતાં આપણે દુનીયાભરમાં ઢોલ પીટતા રહીએ છીએ. હવે તો આંખ પરથી પડદો હટાવીએ.

 ધર્મોનો આતંકવાદ : માનવતાનો મહાદુશ્મન

–ભગવાનજી રૈયાણી

ભારતના પ્રથમ નોબેલ ઈનામ પુરસ્કૃત ગીતાંજલી કાવ્યના સર્જક કવીવર રવીન્દ્રનાથ ટાગોરે ક્યાંક લખ્યું છે : ‘મુસ્લીમોનું તુષ્ટીકરણ કરવાના આપણા ભુતકાળ પર પડદો પાડી દઈએ કે જે આપણે ઘણા લાંબા સમયથી કરતા આવ્યા છીએ, હવે આંખ પરથી પડદો હટાવીએ.’

તાજેતરમાં ફ્રાંસના નીસ શહેરમાં એક આતંકવાદીએ ચર્ચમાં ચાકુ મારીને ત્રણ વ્યક્તીઓનાં ઢીમ ઢાળી દીધાં હતાં. પોલીસે તરત એને પકડી લીધો હતો. એ પહેલાં મહંમદ પયગંબરનું કાર્ટુન બનાવનારી ઈતીહાસની શીક્ષીકાની પણ હત્યા થઈ હતી.

જમ્મુ–કાશ્મીરમાં તો આવું રોજનું થઈ ગયું છે જે આપણે વાંચીએ, જોઈએ છીએ. અનેક દેશોમાં હજારો મુસ્લીમો ફ્રાન્સ સરકારના વીરોધમાં રસ્તાઓ પર આવ્યા. રશીયા અને સાઉદી અરેબીયામાં પણ મુસ્લીમ યુવકોએ લોકો પર હુમલા કર્યા હતા. મુમ્બઈમાં પણ મહંમદ અલી રોડ પર ફ્રાંસ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના ફોટા છાપીને ટ્રાફીક નીચે ચગદાવ્યા હતા. મલેશીયાના પુર્વ વડા પ્રધાન મહાથીર મોહંમદે તો હદ વળોટીને કહી નાખ્યું કે ફ્રાંસના લોકોને મારવાનો મુસ્લીમોને અધીકાર છે. દુનીયાભરના મુસ્લીમોએ મેક્રોનનો વીરોધ કર્યો.

આ લખનારના ઘણા મુસ્લીમ મીત્રો છે એમને કોઈ ધર્મ પ્રત્યે દુશમની નથી, સહીષ્ણુતા છે. મોટાભાગના ધર્મોના અનુયાયીઓમાં પરધર્મો પ્રત્યે ઓછેવત્તે અંશે ધૃણાભાવ દેખાઈ આવે છે.

દયાનંદ સરસ્વતીએ સત્યપ્રકાશમાં લખ્યું છે. ‘જૈન ધર્મથી વીરુદ્ધ બીજા ધર્મો છે તે સર્વે મનુષ્યોને પાપી બનાવે છે.’

‘જૈનમતનો સાધુ ચરીત્રહીન હોય તો પણ બીજા સાધુઓ કરતાં શ્રેષ્ઠ છે.’

‘શ્રીકૃષ્ણના પુત્ર ઢંઢળ મુનીને સ્થાલીય ઉપાડી ગયો અને દેવતા થયો.’

અંત્યજ સમાજમાં જન્મેલ હીન્દુ ડૉ. બાબાસાહેબ આંબેડકરને વડોદરામાં કોઈ હીંદુએ ભાડે ઘર ન આપ્યું.

આ લેખની ગામઠી શાળામાં એક દેશળ નામનો અનુસુચીત જાતીનો વીદ્યાર્થી એનો મીત્ર હતો પણ એને ભુલમાં ક્યારેક અડી જવાય તો એનાં દાદી એને પાણીની છાંટ નાખીને જ ઘરમાં આવવા દેતા. ડૉ. આંબેડકરને તો એમની ઉમ્મરના અંતીમ સમયમાં હજારો અનુયાયીઓ સાથે બૌદ્ધધર્મ અંગીકાર કરવો પડ્યો હતો.

આપણે ત્યાં સેંકડો નહીં હજારો સમ્પ્રદાયો હીન્દુ ધર્મમાંથી આવીષ્કાર પામ્યાં છે જેઓ પોતાના જ સમ્પ્રદાયને શ્રેષ્ઠ માને છે. એમાંથી પાર વગરની જ્ઞાતીઓ અને પેટાજ્ઞાતીઓ પેદા થઈ છે. જ્યાં રોટી–બેટીનો નીષેધ છે.

મુસ્લીમોમાં શીયા અને સુન્ની વચ્ચેનો જંગ જમાના જુનો છે. ખ્રીસ્તીધર્મી જર્મનીના હીટલરે લાખો યહુદીઓની ક્યાં તો ક્તલ કરી કે ક્યાં તો એમને કોન્સ્ટ્રેશન કેમ્પમાં કે ગેસ ચેમ્બરોમાં ધકેલીને મારી નાખ્યા હતા. ઉત્તર આયર્લેન્ડમાં કેથોલીક ખ્રીસ્તીઓની બહુમતી છે જે પ્રોટેસ્ટન્ટની બહુમતીવાળા બ્રીટનથી અલગ થવા માટે સો વર્ષથી લડી રહ્યા છે. ચંગીઝખાન, મહંમદ ગઝની, મહંમદ ઘોરી, તૈમુર લંગ, નાદીર શાહ, બાબર અને છેલ્લે ઔરંગઝેબ જેવા મુસ્લીમ આક્રમણખોર રાજાઓએ દેવમન્દીરોનો ધ્વંસ કરીને એની સુવર્ણજડીત મુર્તીઓ અને દ્રવ્ય લુંટીને હજારો–લાખો લોકોને મારી નાખ્યા, આપણી વહુ–બેટીઓને ઉપાડી જઈને એમના જનાન ખાનામાં નાખીને અપભ્રષ્ટ કરી. આપણા ધર્મોના ઈજારદારો ભગવાનને ભજતા રહ્યા; છતાં આપણે તો આપણા સંસ્કાર અને સંસ્કૃતીનાં દુનીયાભરમાં ઢોલ પીટતા રહ્યા.

ભારત–પાકીસ્તાન વચ્ચેનું વૈમનસ્ય એ પાકીસ્તાનના રાજકારણીઓના ભારતદ્વેષનું પરીણામ છે. પચીસેક વર્ષ પર લેખકની બે પુત્રીઓ અમેરીકામાં ભણતી હતી. એમને પાકીસ્તાની મીત્રો પણ હતા. એમના આમન્ત્રણથી વેકેશન દરમીયાન પાકીસ્તાન વીઝા પર થોડા દીવસ મીત્રો અને તેમના પરીવાર સાથે રહેવા ત્યાં ગયેલી. તેઓ ત્યાં જેમને જેમને મળ્યા ત્યાં ત્યાં બહુ ઉમળકાભેર દીલથી સ્વાગત થયું. ભારતથી 1946–‘47માં હીજરત કરીને કરાચીમાં સ્થાયી થયેલ વેપારીઓ ‘હમારી બીટીયાં કહીને ગળગળા થઈ ગયા’. ગુજરાત છોડીને ત્યાં વસેલ લોકો ‘મુલુક’ને યાદ કરીને રીતસરના રડી પડેલા; પણ મજહબનું ઝેર અને ઝનુન ત્યાંના રાજકારણીઓએ નવી પેઢીમાં ઠાંસી ઠાંસીને એવું તો ભરી દીધું કે નવલોહીયાના મનમસ્તીષ્કમાં જન્નતની લાલચ મૌલાના–મૌલવીઓ દ્વારા અપાવીને આતંકવાદના અખાડા અને કારખાનાં ઉભા કરી દીધા.

મુમ્બઈ જૈન યુવક સંઘ પત્રીકા ‘પ્રબુદ્ધ જીવન’ના પુર્વતન્ત્રી ડૉ. ધનવંત શાહ અને લેખકના અંતરંગ મીત્ર જશવંત મહેતાએ બે મુસ્લીમ વીદ્વાનોના પુસ્તકોના આધારે કુરાનસંહીતાની આધારભુત રજુઆત કરી છે. ડૉ. મહેબુબ દેસાઈ લખે છે કે હઝરત ઈમામે સ્વપ્નમાં જોયું કે ખુદા તેના વહાલા પુત્રની કુરબાની માગે છે. તેઓ પોતાના પુત્રના ગળા પર છરી ફેરવવા જાય છે. ત્યાં અલ્લાહનો અવાજ સંભળાય છે કે તું મારી પરીક્ષામાં પાસ થયો છે. હવે પુત્રનું નહીં પણ પ્રતીકરુપે કોઈ જાનવરનું બલીદાન દે, અને આમ બકરી ઈદનો જન્મ થયો અને દર વર્ષે કરોડો બકરાંઓની કુરબાની થઈ રહી છે. વીશ્વભરમાં જશવંતભાઈએ અન્ય એક વીદ્વાન અબદુલ્લા યુસુફઅલીના અંગ્રેજી પુસ્તકમાંથી કેટલીક કુરાનની આયાતો ગુજરાતીમાં ઉતારી છે :

જેઓ આપણી માન્યતાને ન સ્વીકારે તેઓની ભાળ મળે ત્યાંથી ગોતીને તેઓની ક્તલ કરો. જુલમ કે માનસીક પીડા ભોગવવા કરતાં તેઓની ક્તલ કરવી સારી.

જેઓ અલ્લાહને તથા કયામતના દીનને ન માને તેમની પાસેથી જઝીયાવેરા વસુલ કરો. યહુદીઓ અલ્લાહના પુત્રને ઝુએર કહે છે અને ખ્રીસ્તીઓ ક્રાઈસ્ટ કહે છે. અલ્લાહ તેઓને શાપ આપે; કારણ તેઓની માન્યતા સત્યથી વેગળી છે.

એક બીજા વીદ્વાન ડૉ. યુનુસ શેખે લખ્યું છે કે, ઘોરી અને ગઝની જેવા યુદ્ધખોર રાજાઓએ શરુ કરેલી કતલેઆમ સૈકાઓ સુધી ચાલતી રહી અને એમાં આઠ કરોડ લોકો હોમાઈ ગયા અને લાખો સ્ત્રીઓનાં શીયળ લુંટાયાં, લાખો સ્ત્રી–પુરુષોને ગુલામ બનાવાયા.

આપણે જાણીએ છીએ કે ઈસ્લામ સામેનો અપરાધ જેને અંગ્રેજીમાં બ્લાસ્ફેમી કહે છે એ માટે મોતથી ઓછી કોઈ સજા નથી.

ઈરાનમાં 13મી સદી સુધી જરથોસ્તી મુખ્ય ધર્મ હતો; પણ આરબ રાજ્યર્ક્તાઓએ ચડાઈઓ કરીને જીત મેળવીને દેશને કબજે કર્યો અને મુસ્લીમ દેશ બનાવી દીધો, મોટાભાગના લોકોને ધર્મ પરીવર્તન કરાવીને મુસ્લીમ બનાવી દીધા. કેટલાક જરથોસ્તીઓ સ્વધર્મના રક્ષણ માટે અન્ય દેશોમાં જતા રહ્યા. સાતસો લોકોની સ્ટીમર ગુજરાતના સંજાણ બંદરે લાંગરી. રાજાએ એમને રાજ્યમાં સમાવી લીધા અને તેઓ દુધમાં સાકર ભળે એમ સમાજમાં ભળી ગયા અને અદ્ભુત પ્રગતી સાધીને મોટા ઉદ્યોગપતીઓ અને દાનવીરો બન્યા.

હીંદુઓમાં પણ યજ્ઞો વખતે પશુબલીદાનનો રીવાજ હતો. હજુ પણ કોઈક મન્દીરોમાં એ રીવાજ ચાલુ છે..

આ લેખ વાંચીને કોઈ એમ ન સમજે કે લેખક ઈસ્લામ વીરોધી છે.

આ સરકારે મક્કા–મદીના જવા માટેની હજ સબસીડી બંધ કરી દીધી એ પહેલાંથી એ બંધ કરાવવા માટે માત્ર હજની નહીં પણ હીન્દુ અને ખ્રીસ્તીઓની દરેક પ્રકારની સબસીડી બંધ કરાવવા માટે મેં અદાલતના દરવાજા ખખડાવ્યા છે. હજી સુધી સુનાવણી થઈ નથી, ઉપરાંત કુંભ જેવા મેળા માટે સરકારને હજારો કરોડનો ખર્ચ બંધ કરવાની દાદ ચાહી છે.

સરકારનો પોતાનો કોઈ ધર્મ હોતો નથી. આપણા સંવીધાનના વીધેયક પ્રમાણે લોકોના કરવેરામાંથી આવેલ પૈસા કોઈ પણ ધર્મના પ્રચાર–પ્રસાર માટે વાપરી શકાય નહીં. કોઈ પણ ધાર્મીક શીક્ષણને માટે ખર્ચી શકાય નહીં; પણ સત્તાધારી પક્ષને તો ફરી ચુંટાઈને સરકાર બનાવવી છે એટલે કોઈને નારાજ કરવા નથી. દરેક રાજ્ય વર્ષોવર્ષ લોકોને યાત્રાઓ કરાવવા માટે લખલુટ પૈસા આપે છે જે ગેરકાયદે છે. ‘ધ હીન્દુ’ 10મી માર્ચ, 2020ની આવૃત્તીમાં સમાચાર આપે છે કે આવતે વર્ષે બહુધા કુરાને શરીફ ભણાવતી મદરેસાઓની ગ્રાંટ 80’થી વધારે કરવાની સરકારની ઈચ્છા છે. આપણા માટે પડકારવાનો કોર્ટનો એક મુદ્દો હશે.

આ છે આપણી સરકારો.

–ભગવાનજી રૈયાણી 

રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.

‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 9 નવેમ્બર, 2020ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘જન્મભુમી પ્રવાસી’  ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone (O): (022) 2614 8872 eMail: fastjustice@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,   ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 07–03–2022

14 Comments

 1. ઘણા દુઃખ સાથે લખવાનું કે શ્રીમાન ભગવાનજી રૈયાણી એ ” પૂર્વા પર સંબંધ ” (reference. to. context.) વિના લખેલ છે કે: ” અન્ય એક વીદ્વાન અબદુલ્લા યુસુફઅલીના અંગ્રેજી પુસ્તકમાંથી કેટલીક કુરાનની આયાતો ગુજરાતીમાં ઉતારી છે. ”

  કોઈ સમાચાર કે નિવેદન કે અવતરણ નો ખરો અર્થ સમજવા માટે તે સમાચાર કે નિવેદન કે અવતરણ પૂરેપૂરું વાંચી લેવું જરૂરી છે, અને ના કે તેમાં થી એક મનગમતું વાક્ય કે ફકરો કે પેરેગ્રાફ લઈ ને ચુકાદો આપી દેવાય. એવું જ શ્રીમાન લેખકે એકાદ બે ફકરા લઈ ને લખેલ છે. આ વિષય પર મેં ઘણા બધા અખબારો માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માં ખુલાસો લખેલ છે કે કેવળ કોઈ એક વાક્ય કે ફકરો કે પેરેગરફ વાંચી ને નિર્ણય પર ન પહોંચી શકાય. તે માટે પૂરો લેખ પૂર્વા પર સંબંધ સાથે વાંચવો જરૂરી છે અને તે વિષે મેં વિગતવાર ખુલાસો લખેલ છે.

  ( શ્રીમાન ગોવિંદ મારુ સાહેબ ની જાણ માટે આ પહેલા મેં આ વિષય પર અખબારો માં લખેલા મારા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ ના લેખો ની કાપલીઓ તેમને ઈમેલ થી મોકલી રહ્યો છું.)

  હવે રહ્યો પ્રશ્ર્ન મુસ્લિમો માં આતંકવાદ નો, તો એ વિષે પણ મેં લખેલ છે કે અમુk મુસ્લિમ ધર્મ ઝનૂનીઓ ( જેવા ભારત માં કટ્ટર હિંદુ ધર્મઝનૂનીઓ છે ) ઇસ્લામ ધર્મ ને બદનામ કરી રહ્યા છે. તેઓ પણ ગેર માર્ગે દોરાયેલા છે અને તેમને માનનારા ઓ પણ ગેર માર્ગે દોરાયેલા છે. એવું લગભગ હિન્દૂ ધર્મ સહીત બધા ધર્મો માં જોવામાં આવી રહ્યું છે. તેમાં કોઈ એક ધર્મ ને દોષ ના દેવાય કારણ કે આ ધર્મઝનૂનીઓ ધર્મ ને ખરા અર્થમાં સમજવા થી દૂર રહ્યા છે.

  Like

  1. Forum for Fast Justice
   5:21 PM (1 hour ago)
   to Govind

   Not opening. reply to Qasimbhai that what I had written was the summary and essence of my quotation
   There are equal no of kattarwadio in Hinduism like RRS, VISHVA HINDU PARISHAD AND LIKE BAJARANG DAL
   Please don’t take it seriously
   Send this comment to him

   Bhagvanji Raiyani
   Writer of the article
   and
   Chairman and Managing Trustee,
   Forum For Fast Justice.

   Liked by 2 people

   1. Quote: “There are equal no of kattarwadio in Hinduism like RRS, VISHVA HINDU PARISHAD AND LIKE BAJARANG DAL.” ——— Bhagvanji Raiyani

    આપ ના અભિપ્રાય ની કદર કરું છું. આ સત્ય છે કે કટ્ટરવાદીઓ અને ધર્મઝનુનીઓ મુસ્લિમ તથા હિન્દૂ ધર્મ માં લાખો ના હિસાબે છે, અને ધર્મ ને તેઓ જ બદનામ કરે છે. આ સત્ય ને ધ્યાન માં લેતા મેં આ પહેલા આ વિષે ઘણું લખેલ છે.

    Liked by 1 person

 2. સત્ય છે કે કટ્ટરવાદીઓ અને ધર્મઝનુનીઓ મુસ્લિમ તથા હિન્દૂ ધર્મ માં લાખો ના હિસાબે છે, અને ધર્મ ને તેઓ જ બદનામ કરે છે.

  Liked by 2 people

 3. ડૉ. મહેબુબ દેસાઈ લખે છે કે હઝરત ઈમામે સ્વપ્નમાં જોયું કે ખુદા તેના વહાલા પુત્રની કુરબાની માગે છે. તેઓ પોતાના પુત્રના ગળા પર છરી ફેરવવા જાય છે. ત્યાં અલ્લાહનો અવાજ સંભળાય છે કે તું મારી પરીક્ષામાં પાસ થયો છે. હવે પુત્રનું નહીં પણ પ્રતીકરુપે કોઈ જાનવરનું બલીદાન દે, અને આમ બકરી ઈદનો જન્મ થયો અને દર વર્ષે કરોડો બકરાંઓની કુરબાની થઈ રહી છે. સવાલ એ છે કે નિર્દોષ જેને આપનું કાઇજ બગાડ્યું નથી અને એવા નિર્દોષ પ્રાણીઓની કત્તલ કરીને કુરબાનીના નામે ખપાવી એ કેટલું યથા યોગ્ય છે ? પુત્રની કુરબાની આપવને બદલે બકરાની કુરબાની આપવી એવો આદેશ ક્યાં અલ્લાહે આપી છે ? લાખો નિર્દોષ બકરીનો બલી આપીને આ પાપના ભાગીદાર કોણ ? જીવવાનો દરેક જીવને અધિકાર છે. જૈનોમાં તો શુદ્ર જીવના હિંસાનો આદેશ ક્યાય અપાયો છે ? ગોવિંદભાઇ, આપના પ્ર્સ્ત્યે મને ઘણુજ માન છે. માટે મહેરબાની કરીને મારા આ કોમેંટને ડિલીટ કરશો નહીં. મારા અંતર આત્માને અનુસરીને કોમેન્ટ લખી છે. કાઇજ ગેર લખ્યું નથી. – જય જિનેન્દ્ર

  Like

  1. સવાલ એ છે કે નિર્દોષ જેને આપનું કાઇજ બગાડ્યું નથી અને એવા નિર્દોષ પ્રાણીઓની કત્તલ કરીને કુરબાનીના નામે ખપાવી એ કેટલું યથા યોગ્ય છે ? પુત્રની કુરબાની આપવને બદલે બકરાની કુરબાની આપવી એવો આદેશ ક્યાં અલ્લાહે આપી છે ?

   Liked by 1 person

   1. પુત્રની કુરબાની આપવને બદલે બકરાની કુરબાની આપવી એવો આદેશ ક્યાં અલ્લાહે આપી છે ?અલ્લાહ એ આ આદેશ આપ્યોજ નથી કે નિર્દોષ પ્રાણીઓનો ભોગ આપવો. બની બેસેલા મુલ્લાઓએ આ આદેશ બનાવ્યો છે. અલ્લાહને બદનામ ના કરો.

    Like

  2. શ્રી ગોવિંદભાઇ મારૂ,
   આપશ્રીએ મારૂ લખાણ પ્રસિદ્ધ કર્યું તે બદ્દલ ઘણા જ ધન્યવાદ.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s