સોબોરનો ઈસાક બારી

આજના લેખનો નાયક નવ વર્ષનો બાળક છે. તમે વીચારશો કે નવ વર્ષના બાળક વીશે તો શું લખવાનું હોય? આ બાળક આજે વીશ્વમાં વીસમી સદીનો ‘આઈઝેક ન્યુટન’ કહેવાય છે.

સોબોરનો ઈસાક બારી

–ફીરોજ ખાન

‘વ્યક્તી વીશેષ’માં આજદીન સુધી કેટલાય લોકો વીશે લખ્યું છે. અને શક્ય હશે ત્યાં સુધી લખતો રહીશ. આ લેખો લખવા પાછળ મારા બે મકસદ છે. એક કે જે લોકોએ આમ આદમીથી અલગ પોતાની કેડી પોતા માટે અને અન્યો માટે કંડારી હોય એમના માટે મીડીયામાં માહીતી આપવી જેને હું માનું છું કે એ એમનો અધીકાર છે. બીજો મકસદ તો પહેલાંથીય વધારે મહત્ત્વનો છે. આવા રીયલ લાઈફ કીસ્સા વાંચી કોઈ સારા કાર્યો કરવા પ્રોત્સાહીત થાય. આજ સુધી મેં જેટલો કીસ્સા લખ્યા એ તમામ લેખો મોટા લોકોનો એટલે કે જેને અંગ્રેજીમાં એડલ્ટ કહેવાય એમના હતા. તેમાં કોઈ નાના બાળકનો કીસ્સો લખ્યો નહોતો. આજે પહેલી વખત એક નવ વર્ષના બાળક વીશે લખી રહ્યો છું.


ખુશ ખબર
લેખક શ્રી મણીલાલ કપુરીયા તથા ભરતભાઈ ધડુકની નાનકડી ઇ.બુક
‘લેઉવા–કડવા કણબી, વર્ણ વ્યવસ્થામાં વૈશ્ય કે શૂદ્ર?’
પ્રત્યેક પટેલે તથા પછાતવર્ગમાં સમાવેશ થતાં લોકોએ
અવશ્ય વાંચવી જોઈએ. ‘અભીવ્યક્તી’ના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ
https://govindmaru.com/ebooks/ પરથી
આ ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે.

તમે વીચારશો કે નવ વર્ષના બાળક વીશે તો શું લખવાનું હોય? અન્ય બાળકોની જેમ જ એ પણ એક બાળક હશે. તમારી વાત મહદંશે સાચી છે પણ આજના આ લેખનો નાયક થોડોક અલગ છે.

કોઈ પણ કોલેજના પ્રોફેસર બનવા માટે એમ.એ. થવું જરુરી છે. એટલું શીક્ષણ મેળવવા માટે વર્ષો લાગી જાય. ઉમ્મરની વાત કરીયે તો મને લાગે છે કે ૩૦ની ઉપર હોવી જોઈએ. એનાથી નાની ઉમ્મરના પણ કદાચ પ્રોફેસરો હશે; પણ આપણો હીરો તો સાત વર્ષની ઉમ્મરે પ્રોફેસર બન્યો. દુનીયામાં સૌથી નાની ઉમ્મરનો પ્રોફેસર બનવાનો એનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શકયું નથી. આજે પણ એ સૌથી નાની ઉમ્મરનો પ્રોફેસર છે જે મોટી ઉમ્મરના વીદ્યાર્થીઓને ભણાવે છે! એને સાંભળવા ડૉક્ટરો, એન્જીનીયરો અને સાયન્ટીસ્ટો પણ આવે છે! વાત સહેજે માનવામાં નહીં આવે પણ આ હકીકત છે.

આજે વીશ્વના સૌથી નાના પ્રોફેસરનો આપને પરીચય કરાવીશ. એનું નામ સોબોરનો ઈસાક બારી છે. એને ઘણા લોકો આજનો આઈન્સ્ટાઈન કે ન્યુટન પણ કહે છે. સોબોરનો એક બાંગ્લાદેશી–અમેરીકન છે. એનો જન્મ 9 એપ્રીલ, 2012માં થયો. એટલે કે આજે પણ એ ફક્ત 9 વર્ષનો છે. એણે એક પુસ્તક પણ લખ્યું છે. એટલે કે એ લેખક પણ બની ચુક્યો છે. એણે વીશ્વમાં સુખાકારી અને શાંતી પર પુસ્તક લખ્યું છે. સોબોરનો વીશે આમ તો ઘણા લોકો જાણે છે પરંતુ આજે પણ હજારો, લાખો લોકો એના વીશે અજાણ છે. એક પત્રકારે તો સોબોરનોને ‘જીનીયસ ઓફ ટ્વેન્ટીએથ સેન્યુરી’ કહ્યો છે. એની અમુક વાતો તો આપ માનશો પણ નહીં; પરંતુ એ બધી સાચી વાતો છે.

સોબોરનો જયારે માત્ર છ મહીનાનો હતો ત્યારે જ બોલતાં શીખી ગયો હતો. બે વર્ષનો થયો ત્યારે મેથ્સ, ફીઝીક્સ અને કેમીસ્ટ્રીનો પ્રોબ્લેમ્સ સોલ્વ કરતો થઈ ગયો હતો. એનો જન્મ બાંગ્લાદેશમાં થયો છે. ત્યાં જ એણે શીક્ષણ મેળવ્યું. એના પપ્પાનું નામ રશીદ–ઉલ–બારી છે અને તેઓ પોતે પણ એક સારા મૅથમેટીશન છે. એની મમ્મીનું નામ શાહીદા બારી છે. સોબોરનોએ ‘ધ લવ’ નામક પુસ્તક લખ્યું છે. આજે સોબોરનો ‘ગ્લોબલ પ્રોફેસર’ કહેવાય છે. વીશ્વના અનેક દેશોમાં એ લેક્ચર આપી ચુક્યો છે. એને જોવા તથા સાંભળવા લોકોની ભીડ જામે છે.

સોબોરનો સાત વર્ષનો હતો ત્યારથી મેથ્સ, ફીઝીક્સ અને કેમીસ્ટ્રીમાં જીનીયસ હતો. અમેરીકાના એમ.આઈ.ટી.માં એ કપ્યુટર સાયન્સ ભણાવે છે. એ સીવાય ‘નાસા’ના સ્પેસ સ્ટેશન રોબોટ્સ માટે પ્રોગ્રામ્સ પણ લખે છે. એક વખત એક ઈન્ટરવ્યું માટે એ વોશીંગટન ગયો હતો. ત્યાં ઈન્ટરવ્યુ લેનારાઓએ એને અનુસ્નાતક (પીએચ.ડી.) અભ્યાસક્રમ કક્ષાના સવાલો કર્યા, સોબોરનોએ સાહજીકતાથી બધા સવાલોના જવાબો આપ્યા હતા. ત્યારે ઈન્ટરયુ લેનારા તમામ મહાનુભવોએ ઉભા થઈ, તાળીઓ ગડગડાટ સાથે એને વધાવીને સન્માન આપ્યું.

સોબોરનો આજે વીશ્વમાં વીસમી સદીનો ‘આઈઝેક ન્યુટન’ કહેવાય છે, એને અત્યાર સુધી અનેકાનેક અવૉર્ડ મળ્યા છે. અમેરીકાની ગ્લૉબલ ચાઈલ્ડ પ્રોડીગી (GCP) નામક સંસ્થાએ એને જાન્યુઆરી, 2020માં જીસીપી એવોર્ડ એનાયત કર્યો છે. એને અત્યાર સુધીમાં વીશ્વભરની અનેક યુનીવર્સટીઓના પ્રમુખોના પત્રો મળ્યા છે. તત્કાલીન અમેરીકી પ્રેસીડેંટ બારાક ઓબામાએ પણ એને લેટર લખી વ્હાઈટ હાઉસમાં આવવાનું આમન્ત્રણ આપતાં લખેલું ‘અગર તમે અમારી મુલાકાત લેશો તો હું, મારી પત્ની મીશેલ ગર્વ અનુભવીશું.’

જુગ, જુગ જીઓ સોબોરનો

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 16 જુલાઈ, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke,  ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22–04–2022

10 Comments

 1. Very impressive! Couldn’t believe this as a real-life fact! God is great and generates unbelievable events that deserve our accolades 👏

  Liked by 1 person

 2. શ્રી સોબોરનો ઈસાક બારી જે વીશ્વમાં વીસમી સદીનો ‘આઈઝેક ન્યુટન’ કહેવાય છે- તે સાત વર્ષની ઉમ્મરે પ્રોફેસર બન્યો ! તેવાના રીયલ લાઈફ કીસ્સા વાંચી સારા કાર્યો કરવા પ્રોત્સાહીત જરુર થશે.આ લેખ અંગે શ્રી –ફીરોજ ખાનને ધન્યવાદ

  Liked by 1 person

 3. સોબોરનો વીશે આ પહેલાં બેએક જગ્યાએ માહીતી જોવા મળી છે. માનવામાં ન આવે એવી હકીકત છે. ફરીથી આ વીગતો વાંચી આનંદ થયો. આભાર ફીરોજ ખાનનો તથા ગોવીન્દભાઈ આપનો.

  Liked by 1 person

 4. સોબોરનો વીશે આ પહેલાં માહીતી જોવા મળી છે. માનવામાં ન આવે એવી હકીકત છે. ફરીથી આ વીગતો વાંચી આનંદ થયો.😊

  Liked by 1 person

 5. ખરેખર અભૂતપૂર્વ. એના માતા-પિતા અને અન્ય સહુને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી ફિરોજ ખાન સાહેબનો આભાર આવી સરસ માહિતી માટે. આવી વાત વાંચી-સમજીને મારી જેવી વ્યક્તિને શરીર-મનમાં ‘રોમાંચ’ થયો અને સોબોરનો વિષે આછકલો અંદાજ હોવા છતાં આજે ‘આંખો વધારે ઊઘડી’. જગતને આવા ઘણાં સોબોરનો ની જરૂરત છે. આભાર.

  Liked by 1 person

 6. સ્નેહીશ્રી ગોવીન્દભાઇ,
  સોબોરનો ઇસાક બારી….અેક જન્મજાત વિદ્વાન…નવમે વરસે પ્રફેસર…નાસામાં
  કર્મરત…..
  બાંગ્લાદેશી , અમેરિકન. બાળક આટલી નાની બાળકની ઉમરે મેથ્સ, ફીઝીક્સ,
  કેમીસ્ટરીમાં નીપૂણ હોય તો તે બાળક કોઇપણ જાતના શાળા, કોલેજના અભ્યાસ વિના
  નીપૂણતા ત્યારે જ પામી શકે જો તે જન્મજાત વિદ્વાન હોય.
  ફિરોજભાઇના લેખો સત્ય જ હોવાના. હું પણ માનુ છું જે કહેવાયુ છે.
  હિન્દુઓના ઘાર્મિક લેખોમાં પણ આવો કિસ્સો છે. તેમાં બાળક નચિકેતા ને
  વિદ્વાન ત્રૂષિ મુનીઓ હલ કરવા વિનાના પ્રશ્નો પૂછવા જતાં.
  જો હિન્દુઘર્મના પુસ્તકમાં આવો જ દાખલો મળતો હોય તો આજે વીસમી સદીમાં કેમ નહિ..
  વઘુ માહિતિ મળે તેની રાહ જોઇઅે…..
  આભાર.
  અમૃત હઝારી.

  Virus-free.http://www.avg.com

  Liked by 1 person

 7. These are called children with special talent from birth. Their brain circuit is extra ordinarily develop for one special faculty. Thus we have Shakuntala Devi in Calculations, Bethovan in music etc. They are not overall genius and barring this special talent , they are like common men. Ironically because their brain energy is diverted toward one special faculty it is not uncommon to find them even below normal in other common daily brain functions. Yes Nachikita could be one of the child with special talent.

  Liked by 1 person

 8. માર લેખો આપ સહુને જ્ઞાન સાથે આનંદ આપી રહયાં એ જાણી ખુશી થઇ. આપ સહુનો ‘દિલ સે આભાર.’ આજ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો એજ આશા.
  ફિરોજ ખાન
  ટોરંટો, (કેનેડા)

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s