અન્ધશ્રદ્ધા નીર્મુલન માટે ‘દોણી’નો પ્રયોગ

આજના આધુનીક સમયમાં અસંગત હોવા છતાં કહેવાતી પરમ્પરાઓ અને અન્ધ માન્યતાઓએ આપણા સમાજજીવને ‘ચલી આતી હે’ના નાતે નીભાવી રહ્યા છીએ? શું પરમ્પરાના નામે આપણે સગવડીયા થઈ ગયા છીએ? શું નૈતીક રીતે લોકોમાં પાપનો ડર અને પુણ્યના લાલચનો અંત આવશે?

અન્ધશ્રદ્ધા નીર્મુલન માટે
‘દોણી’નો પ્રયોગ

– આનન્દ પરમાર

કહેવાતી પરમ્પરાઓ અને અન્ધ માન્યતાઓએ આપણા સમાજજીવનને એવા તો જકડી રાખ્યાં છે કે, આજના આધુનીક સમયમાં અસંગત હોવા છતાં આપણે તર્ક કર્યા વગર તે પરમ્પરાઓ અને અન્ધ માન્યતાઓને આપણે વળગી રહ્યા છીએ. સદીઓથી ‘ચલી આતી હે’ના નાતે કેટલીક પરમ્પરાઓ અને અન્ધમાન્યતાઓને આપણે નીભાવી રહ્યા છીએ. પરમ્પરાના નામે આપણે એટલાં બધાં સગવડીયા થઈ ગયા છીએ કે, પરમ્પરાગત ધોતીમાંથી જીન્સ/પેન્ટ, બળદગાડામાંથી ટ્રેકટર/કાર/ટ્રેન, સંસ્કૃતથી અંગ્રેજી, અખાડાથી જીમ, ઈન્ડીયન ટૉઈલેટથી વેસ્ટર્ન ટૉઈલેટ😀, પોસ્ટ કોર્ડથી ઈ.મેલ અને સ્માર્ટફોન/ટબલેટ વગેરે બધું સ્વીકારી લીધું; પણ સદીઓ પુરાણા ઉપજાવી કાઢેલા કર્મકાંડો, વીધીઓ, કુરીવાજોને કોઈ તર્ક કર્યા વગર વળગી રહ્યા છીએ; કારણ? ડર અને લાલચ છે. પાપ થવાનો ડર અને પુણ્ય કમાવાની લાલચ. જ્યારે નૈતીક રીતે લોકોમાં પાપનો ડર અને પુણ્યના લાલચનો અંત આવશે ત્યારે આ કર્મકાંડો, કુરીવાજો અને અન્ધશ્રદ્ધાનો આપોઆપ અંત આવશે. દા.ત.; માણસનાં નીધન પછીના કર્મકાંડમાં આપણે દેતવા ભરેલી દોણી (માટલી) લઈ જઈએ છીએ તેની પાછળનું કારણ એટલું જ છે કે તે સમયે/સદીઓ પહેલાં દીવાસળી/લાઈટરની શોધ નહોતી થઈ. સ્મશાનમાં અગ્નીસંસ્કાર કરવામાં સરળતા રહે તે માટે દેતવા ભરેલી દોણી (માટલી) લઈ જવાનો હેતુ હતો; પરન્તુ અત્યારે તો દીવાસળી, લાઈટર અને આધુનીક ગેસ સગડી ઉપલબ્ધ હોવાં છતાં સદીઓથી ચાલી રહેલ અસંગત અને ઈલ્લૉજીકલ ‘દોણી પ્રથા’ આજેય અમલમાં છે. આવા તો બીજા ઘણાં ઉદાહરણો છે.

મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો, હમણાં અમારી સોસાયટીમાં એક વૃદ્ધ દાદાનું અવસાન થયું તો આ રીતે ત્રણેક દોણી અને ધુપીયું લાવવામાં આવેલ અને અંતીમક્રીયા પતાવી આ દોણી–ધુપીયું રોડ ઉપર મુકી દીધા હતાં. લોકો આ દોણીને વહેમ અને ડરની નજરે જોતાં હતાં. મેં આ ત્રણેય દોણી–ધુપીયું લઈને હાલની કાળઝાળ 🔥 ગરમીમાં પક્ષીઓને માટે પાણી પીવાની વ્યવસ્થા કરી. આમ, રોડ ઉપર વાહનોની અડફેટમાં આવતી દોણીનો કચરો થતો અટકાવીને પક્ષીઓના પરોપકાર માટે દોણી–ધુપીયુંનો મેં સદ્ઉપયોગ કર્યો; દીવંગત દાદાને આનાથી સારી અંજલી શું હોય શકે…!!! 😊. ઝાડ ઉપર લટકાવવામાં આવેલ આ દોણીને લોકો વહેમની નજરે જોતાં હતાં, જેથી મારા પીતાજીએ દોણી ઉપર સુત્ર લખ્યું ‘વહેમ ના રાખો, રહેમ રાખો’ 😃

માટીનાં વાસણ બનાવનાર કુંભારભાઈએ જે માટીથી આ દોણીનું સર્જન કર્યું એ જ માટીથી માટલાં, કોડીયા, ચલમ, કુંડા ઘડ્યા છે; એવી જ રીતે કુદરતે પણ આપણને ઘડ્યા છે, તો એમાં ભેદ શાનો હોય! અંતે તો આપણે બધાએ માટીમાં જ મળવાનું છે ને…!!! ☺️

કોરોનામાં કોણ આ કર્મકાંડ કરવાં રહ્યું હતું? અને કોનો મૃતાત્મા ભટકી રહ્યો છે? કોઈ દાખલો ખરો…??? 😀

– આનન્દ પરમાર

તા. 28, માર્ચ, 2022ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ શ્રી. આનન્દ પરમારની પોસ્ટમાંથી લેખકના અને ‘ફેસબુક’ ના સૌજન્યથી સાભાર…

સ્રોત : https://www.facebook.com/anand.parmar.589/posts/3052429048304754

લેખક–સમ્પર્ક : શ્રી. આનન્દ પરમાર, 44, શાંતીકુંજ સોસાયટી, હેડ પોસ્ટ ઑફીસ પાસે, મહેસાણા – 384 001 સેલફોન : 90168 81387 ઈ.મેલ : anandparmar2871986.ap@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

6 Comments

  1. શ્રી આનન્દ પરમારનો અંધશ્રધ્ધા નીવારણ માટે સ રસ પ્રયોગ
    રેશનાલીસ્ટોના ઘણાખરા લેખો-પ્રવચનમા ખોટી માન્યતાઓ અને તેને લીધે થતા નુકશાન અંગે ધ્યાન દોરે છે–તે સારું છે પણ આ પ્રયોગ દ્વારા ‘દોણી અને ધુપીયું’નો ઉપયોગ કાળઝાળ 🔥 ગરમીમાં પક્ષીઓને માટે પાણી પીવાની વ્યવસ્થા કરી પ્રેરણાદાયી કામ કરવા બદલ ધન્યવાદ

    Like

  2. અહીં ન્યુઝીલેન્ડમાં મેં ઘણી અંતીમક્રીયા જોઈ છે. લગભગ દરેક વખતે અહીં પણ દોણી જોવામાં આવી છે. નવાઈ તો એ વાતની લાગે કે અહીં તો ઈલેક્ટ્રીક કે ગૅસની ફર્નેસ વડે મૃતદેહને બાળવામાં આવે છે, જ્યાં અગ્ની પેટાવવાની કોઈ જરુર જ હોતી નથી, છતાં કોઈક નાના છોકરા પાસે દોણી પકડાવવામાં આવે છે. બીલકુલ હાસ્યાસ્પદ રીવાજ લોકો સમજ્યા વગર પકડી રહ્યા છે.

    Liked by 1 person

  3. શ્રી આનંદ પરમાર સાહેબ,
    ખરેખર આપનો આજનો લેખ પ્રેરણાદાયી છે, અને ખાસ તો મુક પક્ષીઓ માટેની તમે જે વ્યવસ્થા કરેલી એ તમારી પરમાર્થ ભાવના બતાવે છે, જો ભારતમાંથી આવી અનેક પ્રકારની ચાલી આવતી પરંપરાંઓ વીશે સાચી હકીકત લોકોને સમજાય જાય તો ભારતમાં એમજ એક વૈચારિક ક્રાંતિનો જન્મ થશે,આપણા સમાજમાં આવી તો અનેક પરંપરાઓ છે કે સમયને આધીન સાવ નિરર્થક છે, જે વ્યક્તિઓ તે કરી રહ્યા છે તેમને પણ એ ખબર નથી કે આનો શુ મતલબ છે, દાખલા તરીકે મૃત્યુભોજ. હવે મૃત્યુભોજ. જીવતાજીવ માબાપને જેઓ પાણીનું પણ ના પૂછતાં હોય તે લોકો તેમના મૃત્યુ પછી આખી સમાજને જમાડે છે, એમાં માબાપની શાંતિ છે કે સમાજમાં પોતાનું સારું દેખાડવાની વાત ???
    એટલે ખરેખર જો આવી અનેક પ્રકારની માન્યતાઓ અને પરંપરાઓ જો ત્યાગ કરવામાં આવે તો સમાજ નો સાચો વિકાસ થશે

    Liked by 1 person

  4. કોરોનામાં કોણ આ કર્મકાંડ કરવાં રહ્યું હતું? અને કોનો મૃતાત્મા ભટકી રહ્યો છે? કોઈ દાખલો ખરો…??? 😀
    ✔😊

    Liked by 1 person

  5. અંધ શ્રદ્ધા નિર્મૂલન માટે નો પ્રેરણા પૂરી પાડતો પ્રેરક વિચાર. આનંદ સાથે અભિનંદન

    Liked by 1 person

  6. ખુબ સરસ લેખ.વૈજ્ઞાનિક વિચારધારા નો પ્રસાર પ્રચાર એ જ સાચો રાષ્ટ્ર વાદ (દેશ ભકિત) છે. ધન્યવાદ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s