ચુલો અને ઘરની ચાર દીવાલોને જ પોતાનું કીસ્મત માની જીવન વીતાવી દેનાર અનેક બહેનો માટે છુટાછેડા લેવા પડેલ હોય તેવી 40 વરસની બે બાળકોની માતા અને ડેપ્યુટી કલેક્ટર આશા કંડારાની પ્રેરણાદાયક વાત પ્રસ્તુત છે.
આશાબહેને બધાને ચુપ કરી દીધા!
–રમેશ સવાણી
ઝનુન લક્ષ્ય સીધ્ધ કરી શકે છે. ઝનુન ક્યાંથી પ્રગટે? મોટા લક્ષ્યથી. મોટું લક્ષ્ય કઈ રીતે નક્કી થાય? જેનામાં વીચારની ક્લેરીટી હોય; પુસ્તકો સાથે મૈત્રી હોય. દુનીયા એ લોકો બદલી શકે જેનામાં ઝનુન હોય; મોટું લક્ષ્ય હોય અને સખ્ત પરીશ્રમ કરતા હોય. મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા સંઘર્ષ કરવો પડે; મુશ્કેલીઓ પણ આવે તેને દુર કરવી પડે. સફળતાનો રસ્તો સરળ હોતો નથી.
રાજસ્થાનના જોધપુરની 40 વરસની આશા કંડારા સફાઈ કામદાર હતી; એનું કામ રસ્તાઓ સાફ રાખવાનું હતું. તેમના પીતા રાજેન્દ્ર કંડારા ફર્ટીલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડીયામાં એકાઉન્ટ ઓફીસર હતા. માતા ઘર સંભાળતી હતી. સામાજીક દબાણના કારણે 12 ધોરણ પછી તેના લગ્ન થઈ ગયા; પરન્તુ તેના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને છુટાછેડા લેવા પડ્યા. તે વખતે તેની ઉમ્મર 32 વરસની હતી અને બે બાળકોની માતા હતી. છુટાછેડાને કારણે સમ્બન્ધીઓ વીરોધ કરતા અને ટીકા કરતા હતા. પરીવારનું નામ ખરાબ કર્યું એવી ફરીયાદ કરતા હતા; પરન્તુ આશાના માતા-પીતા કહેતા હતા કે ખરાબ સમય છે, જતો રહેશે. આશાને લાગતું હતું કે જીંદગી સ્થગીત થઈ ગઈ છે! મધ્યમવર્ગીય પરીવારમાં છુટાછેડા લેવા તે બહુ મોટી વાત હોય છે; હજારો મુશ્કેલીઓનો સામનો કરવો પડે!
– ● – ● – ● –
ખુશ ખબર
લોકોને અન્ધશ્રદ્ધાના બદલે બુદ્ધીના આધારે ચાલવાનું શીખવતા
વીશ્વવીખ્યાત રૅશનાલીસ્ટ ડૉ. અબ્રાહમ કોવુરનું મુળ પુસ્તક
‘Begone Godmen!’નો ગુજરાતી અનુવાદ
‘એ લોકો તમને છેતરે છે’ની ત્રીજી આવૃત્તી
અઢી દાયકાથી બજારમાં અપ્રાપ્ય છે.
આ પુસ્તકની ઈ.બુક ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.files.wordpress.com/2022/07/
ebook_62_dr_abrahm_kovur_e_loko_tamane_
chhetarechhe_2022-07-10_6.30_am-1.pdf
‘એ લોકો તમને છેતરે છે’ ઈ.બુકના વાંચનથી
ધર્મની ધાક, વહેમોનો વકરેલો વળગાડ દૂર થશે.
– ● – ● – ● –
2013માં, આશાએ ફરી અભ્યાસ શરુ કર્યો. 2016માં સ્નાતક થઈ. તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું શરુ કર્યું. લોકો મજાક કરતા હતા કે શું તું કલેક્ટર બનીશ? શું તારા ખાનદાનમાં કોઈ બન્યું છે? પરન્તુ આશાએ લક્ષ્ય નક્કી કરી લીધું કે વહીવટી સેવામાં જ જવું છે! એની ઉમ્મર IAS માટે વધુ હતી; એટલે RAS–રાજસ્થાન વહીવટી સેવા (Rajasthan Administrative Service) માટે તેણે તૈયારી શરુ કરી. તેમાં છુટાછેડાવાળી મહીલાઓ માટે ઉમ્મરની મર્યાદા હોતી નથી. 2018માં આશાએ RAS માટે ફોર્મ ભર્યું. દરમીયાન અગાઉ કરેલ અરજીના આધારે મહાનગરપાલીકામાં સફાઈ કર્મચારી તરીકે નીયુક્તી મળી ગઈ. આશાએ સફાઈનું કામ શરુ કરી દીધું. તે કહેતી કે કોઈ કામ નાનું–મોટું નથી હોતું! બે બાળકોની દેખભાળ અને ઘર ચલાવવા માટે નોકરીની જરુરી હતી. સવારે છ વાગ્યે જવાનું, સફાઈ કરી પરત આવી ઘરનું કામ અને પરીક્ષાની તૈયારી. માનસીક અને શારીરીક રીતે થાક લાગતો હતો; છતાં પરીવારના પ્રોત્સાહનના કારણે આશાએ મહેનત ચાલુ રાખી. ઘરવાળા આરામ કરવાનું કહેતા; પરન્તુ આશાનું ઝનુન તેને આરામ કરવા દેતું ન હતું. તેણે પોતાના શરીરને એ રીતે ઢાળી દીધું હતું કે ઓછું ઉંઘતી હતી અને મોડી રાત સુધી વાંચતી હતી. મહેનત રંગ લાવી. આશાએ મેન્સ અને ઈન્ટરવ્યુમાં પણ સફળતા મેળવી. આશા ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ થઈ! આશા કહે છે કે ‘જો હું સફળ થઈ શકું તો કોઈ પણ મહીલા સફળ થઈ શકે છે!’
જોધપુર મેયર વીનીતા શેઠ કહે છે : “આશાને જોઈને કેટલાંય લોકોને પ્રોત્સાહન મળ્યું છે! આશા એ મહીલાઓ માટે પ્રેરણાદાયક છે જે માત્ર ચુલો અને ઘરની ચાર દીવાલોને જ પોતાની કીસ્મત માની જીવન વીતાવી દે છે! આશા સફાઈનું કામ કરવા ઘરથી વહેલી નીકળી જતી. આજુબાજુના લોકો આંગળી ઉઠાવતા; પરન્તુ આશાએ બધાંને ચુપ કરી દીધાં!
–રમેશ સવાણી
તા. 23 જુલાઈ, 2021ના રોજ ‘ફેસબુક’ (સ્રોત : https://www.facebook.com/permalink.php?story_fbid=344565210654695&id=112405500537335 ) પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટમાંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 8–07–2022
શ્રી રમેશ સવાણીનો ‘ચુલો અને ઘરની ચાર દીવાલોને જ પોતાનું કીસ્મત માની જીવન વીતાવી દેનાર અનેક બહેનો માટે છુટાછેડા લેવા પડેલ હોય તેવી 40 વરસની બે બાળકોની માતા અને ડેપ્યુટી કલેક્ટર આશા કંડારાની પ્રેરણાદાયક વાત બદલ ધન્યવાદ.
LikeLiked by 1 person
ખરેખર ખૂબ ખૂબ અભિનંદન તેમણે એક દાખલો બેસાડ્યો.લોકો માટે પણ
પ્રેરણા રુપ છે.તેમને લાખ લાખ સલામ
LikeLiked by 1 person
આપણે ત્યાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય Nothing is impossible.
LikeLiked by 1 person