વીશ્વની સૌથી મોટી લોકશાહી પરન્તુ ન્યાય વ્યવસ્થા સૌથી ધીમી!

શું નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પેન્ડીંગ કેસોનો પહાડ ચાર કરોડ સીત્તેર લાખ સુધી પહોંચી ગયો? 139 દેશોની વૈશ્વીક યાદીમાં આપણે 79માં સ્થાને છીએ? જો સમય પર ન્યાય થાય તો અડધોઅડધ સાંસદોને તીહાર જેલમાં જવું પડે?

વીશ્વની સૌથી મોટી લોકશાહી;
પરન્તુ ન્યાય વ્યવસ્થા સૌથી ધીમી!

– પ્રવીણભાઈ પટેલ

આપણા દેશની નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પેન્ડીંગ કેસોનો પહાડ ચાર કરોડ સીત્તેર લાખ સુધી પહોંચી ગયો છે. આપણી ન્યાય પ્રણાલી વીશાળ સંખ્યામાં પડતર કેસમાંથી છુટકારો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે; પરન્તુ દર વર્ષે પેન્ડીંગ કેસોના ઢગલા તેજ ગતીએ વધી રહ્યા છે. કરુણતા એ છે કે વીશ્વની સૌથી મોટી લોકશાહી હોવા છતાં આપણી ન્યાય વ્યવસ્થા સૌથી ધીમી પૈકીની એક છે.

મોટાભાગના દાવેદારો કે જેમના મુકદ્દમા વીલંબીત છે. તેઓ માને છે કે આ સમસ્યા તારીખ – પે – તારીખ સંસ્કૃતીને કારણે છે, જેના સૌથી વધુ લાભ વકીલોને છે; કારણ કે તેઓને હાજરી માટે તારીખ દર તારીખે પૈસા આપવા પડે છે. ઘણા અરજદારોનું માનવું છે કે તે ન્યાયની આશા લઈ નામદાર કોર્ટની સીડી ચડી ગયા; પરન્તુ હવે તેનો પસ્તાવો થઈ રહ્યો છે. તેઓ વીચારે છે કે પાછલા જન્મમાં કોઈ પાપ કર્યું હશે! જેના માટે તેમને કોર્ટના ચક્કર લગાવવા પડે છે. એક વાત ચોક્કસ છે કે મોટાભાગના અરજદારોને લાગે છે કે ન્યાય માંગવા માટે કોર્ટમાં આવવું એ એક મોટી ભુલ હતી. ક્યારે ન્યાય મળશે તે જાણ્યા વીના દરેક તારીખે કોર્ટમાં આવવું અને નવી તારીખ સાથે પાછા જવું એ એક રમત બની ગઈ છે. જેમાં કામનું નુકસાનની સાથે સાથે આર્થીક નુકસાન પણ અસહ્ય છે. બીજી બાજુ એવા લોકો પણ છે જેઓ જાણે છે કે ન્યાયીક પ્રક્રીયામાં વીલંબ કેવી રીતે કરવો. જેમ કે સુબ્રત સહારા કેસમાં સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, સહારા જેવા અરજદારો છે જેમણે વીલંબ કરવા માટે વીવીધ યુક્તીઓ અપનાવી છે, “તમે અદાલત સાથે છેડછાડ કરી રહ્યા છો” તેમ નામદાર સુપ્રીમે કોર્ટે કહ્યું હતું.

વીલંબીત ન્યાયનું બીજું ઉદાહરણ ભોપાલ ઝેરી ગેસ લીક દુર્ઘટના છે જે વીશ્વની સૌથી ખરાબ ઔદ્યોગીક દુર્ઘટના છે. જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને મોટી સંખ્યામાં ઘણા લોકોને કાયમી ઈજાઓ થઈ હતી. આ કેસનો ચુકાદો 26 વર્ષ પછી આવ્યો, જે પેન્ડીંગ કેસોના વીશાળ પહાડમાં ફસાયેલા ન્યાય પ્રશાસન સાથે જોડાયેલા નીર્દોષ લોકોની મુશ્કેલીઓને ઉજાગર કરવા સાથે અનેક સવાલો પણ ઉભા કરે છે.

ભારત સરકારના ભુતપુર્વ કેન્દ્રીય માહીતી કમીશ્નર શ્રી શૈલેષ ગાંધીનું માનવું છે કે ન્યાયાધીશોની મંજુર થયેલ સંખ્યાની તમામ ન્યાયીક ખાલી જગ્યાઓ ભરવાનો સરળ ઉકેલ છે; પણ સરકાર ન્યાયધીશોના ખાલી જગ્યા શા માટે ભરતી નથી તે એક મોટો પ્રશ્ર્ન છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે ‘ન્યાય તંત્ર બચાઓ દેશ બચાઓ’ના પરચમ હેઠળ સમયસર ન્યાય મળે તે માટે ચળવળ ચલાવી રહેલા ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’, મુમ્બઈના અધ્યક્ષ શ્રી ભગવાનજી રૈયાણીનું માનવું છે કે ન્યાયાધીશોના સ્વીકૃત પદ જે પ્રતી દસ લાખ વસ્તી દીઠ હાલમાં 20 છે; પરન્તુ કાર્યરત સંખ્યા ફક્ત 12 જ છે. તેમનું માનવું છે કે ન્યાયાધીશોની ન્યુનતમ સંખ્યા પ્રતી દસ લાખ વસ્તી દીઠ 50 ન્યાયાધીશો 2005 સુધી કરવાનો નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવાને લીધે જ વીલંબીત મામલાઓનો ભરાવો વધતો જાય છે. અન્ય પ્રબુદ્ધજનોનું માનવું છે કે આપણા ચુંટાયેલા લગભગ અડધોઅડધ સાંસદો પર ફોજદારી કેસ છે. ધીમી ન્યાય વ્યવસ્થાના સૌથી મોટો લાભાર્થી આ અડધોઅડધ સાંસદો છે. જો સમય પર ન્યાય થઈ જાય તો તેઓને તીહાર જેલમાં જવું પણ પડે! એ પણ ધીમી ન્યાય વ્યવસ્થાનું એક કારણ હોઈ શકે!!                               

રાજ્યોના મુખ્ય પ્રધાનો અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની કોન્ફરન્સ 30 એપ્રીલ, 2022ના રોજ વીજ્ઞાન ભવન, નવી દીલ્હી ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ માનનીય શ્રી રમન્ના સાહેબે એમ પણ કહ્યું હતું કે લગભગ અડધા પડતર કેસોમાં સરકાર અરજદાર છે. આ સન્દર્ભમાં મારુ પોતાનું માનવું છે કે જેમના ખોટા નીર્ણયોને કારણે વીવાદ સર્જાયો હોય એવા વહીવટી અધીકારીઓને જવાબદાર બનાવવામાં આવે અને ખર્ચ જાતે ઉઠાવવાની ફરજ પાડવામાં આવે તો મોટી રાહત થઈ શકે છે.

વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે “2047માં, જ્યારે દેશ તેની આઝાદીના 100 વર્ષ પુરા કરશે, ત્યારે આપણે દેશમાં કેવા પ્રકારની ન્યાયીક વ્યવસ્થા જોવા માંગીએ છીએ? આપણે આપણી ન્યાય પ્રણાલીને એટલી સક્ષમ કેવી રીતે બનાવી શકીએ કે તે 2047ની ભારતની આકાંક્ષાઓને પુર્ણ કરી શકે.” મારો પ્રશ્ન એ છે કે 2047 શા માટે?  શું આપણે હજી પણ 25 વર્ષ રાહ જોવાની? તાત્કાલીક પગલાં લેવાની વાત કેમ નહીં? 140 કરોડની વસ્તીમાં લગભગ 44% ન્યાયાધીશોની ખુરસી ખાલી કેમ છે? 2047 શા માટે, 2022 કેમ નહીં? જયારે 30મી એપ્રીલ, 2022ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ માનનીય રમન્ના સાહેબે સાડા ચાર કરોડ પેન્ડીંગ કેસની વાત કરે છે, તો તમે 2047ની વાત દેશ ને કરો છો, આવું બેવડું વલણ કેમ?

કાયદાના શાસન હેઠળ 139 દેશોની વૈશ્વીક યાદીમાં આપણે નીચે સરકતાં સરકતાં 79માં સ્થાને આવી ગયા છીએ જે શરમજનક બાબત છે. વીલંબીત ન્યાય એ નકારવામાં આવેલ ન્યાય સમાન છે જેના માટે સરકાર જવાબદાર છે તો પછી આપણે વીશ્વગુરુ હોવાનો દાવો કેવી રીતે કરી શકીએ?

– પ્રવીણભાઈ પટેલ 

‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના માનદ ટ્રસ્ટી અને માનવઅધિકાર કાર્યકર્તા પ્રવીણભાઈ પટેલે આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લૉગના સુજ્ઞ વાચકમીત્રો માટે મોકલ્યો તે બદલ તેઓનો આભાર.  

લેખક સમ્પર્ક : Mr. PRAVIN PATEL, FLAT NO. 03, 1ST FLOOR, GANESH APARTMENT, POST OFFICE LANE, RAMDASNAGAR, TIKRAPARA, BILASPUR – 495004 (CHHATTISGARHCellphone: 98271 58588/ 83490 31300 eMail: ncforumforfastjustice@gmail.com 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15/07/2022

10 Comments

 1. This problem was hotly debated even in Atal Behari Bajpeyi’s time.
  Congratulations to Shri Bhagwanji Raiyani and Pravin Patel for their excellent efforts to focus attention on it.
  4,70,000 cases pending? That is simply insane. Are we all so stupid that we tolerate this?

  The delays are really based in wide spread public corruption. Everybody knows that. A judge should be penalized if he freely grants postponement, except in extremely rare circumstances. Lawyers should be prohibited from meeting judges privately.

  Why 50? Even 20 judges per million population is a huge no. Compare this no. with other useful professions. Consider the cost in a poor country. Too much legalese can make people hate a democracy.

  The real problem is this: LAWYERS have a vested interest in a long winded justice system, for more money and more jobs for themselves and their kith and kin. And all judges also are basically lawyers. Most politicians too are lawyers.
  Thanks for a good article. — Subodh Shah, USA.

  Liked by 1 person

 2. .
  શ્રી પ્રવીણભાઈએ વીશ્વની સૌથી મોટી લોકશાહી;પરન્તુ ન્યાય વ્યવસ્થા સૌથી ધીમી!
  વાત ખૂબ સ રસ રીતે સમજાવી.
  આપણે સૌ જાણીએ છીએ કે Justice delayed is justice denied’

  Law Society President Jocelyne Boujos said: “There is a legal maxim that says, ‘Justice delayed is justice denied’. This means that cases should be heard without unnecessary delay, as to do otherwise leads to great injustice for the accused person

  Liked by 1 person

 3. વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે “2047માં, જ્યારે દેશ તેની આઝાદીના 100 વર્ષ પુરા કરશે, ત્યારે આપણે દેશમાં કેવા પ્રકારની ન્યાયીક વ્યવસ્થા જોવા માંગીએ છીએ? આપણે આપણી ન્યાય પ્રણાલીને એટલી સક્ષમ કેવી રીતે બનાવી શકીએ કે તે 2047ની ભારતની આકાંક્ષાઓને પુર્ણ કરી શકે.” મારો પ્રશ્ન એ છે કે 2047 શા માટે? શું આપણે હજી પણ 25 વર્ષ રાહ જોવાની? તાત્કાલીક પગલાં લેવાની વાત કેમ નહીં? 140 કરોડની વસ્તીમાં લગભગ 44% ન્યાયાધીશોની ખુરસી ખાલી કેમ છે? 2047 શા માટે, 2022 કેમ નહીં? જયારે 30મી એપ્રીલ, 2022ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ માનનીય રમન્ના સાહેબે સાડા ચાર કરોડ પેન્ડીંગ કેસની વાત કરે છે, તો તમે 2047ની વાત દેશ ને કરો છો, આવું બેવડું વલણ કેમ? Very important lekh. Thaks

  Like

 4. વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે “2047માં, જ્યારે દેશ તેની આઝાદીના 100 વર્ષ પુરા કરશે, ત્યારે આપણે દેશમાં કેવા પ્રકારની ન્યાયીક વ્યવસ્થા જોવા માંગીએ છીએ? આપણે આપણી ન્યાય પ્રણાલીને એટલી સક્ષમ કેવી રીતે બનાવી શકીએ કે તે 2047ની ભારતની આકાંક્ષાઓને પુર્ણ કરી શકે.” મારો પ્રશ્ન એ છે કે 2047 શા માટે? શું આપણે હજી પણ 25 વર્ષ રાહ જોવાની? તાત્કાલીક પગલાં લેવાની વાત કેમ નહીં? 140 કરોડની વસ્તીમાં લગભગ 44% ન્યાયાધીશોની ખુરસી ખાલી કેમ છે? 2047 શા માટે, 2022 કેમ નહીં? જયારે 30મી એપ્રીલ, 2022ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ માનનીય રમન્ના સાહેબે સાડા ચાર કરોડ પેન્ડીંગ કેસની વાત કરે છે, તો તમે 2047ની વાત દેશ ને કરો છો, આવું બેવડું વલણ કેમ?

  Like

 5. વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે “2047માં, જ્યારે દેશ તેની આઝાદીના 100 વર્ષ પુરા કરશે, ત્યારે આપણે દેશમાં કેવા પ્રકારની ન્યાયીક વ્યવસ્થા જોવા માંગીએ છીએ? આપણે આપણી ન્યાય પ્રણાલીને એટલી સક્ષમ કેવી રીતે બનાવી શકીએ કે તે 2047ની ભારતની આકાંક્ષાઓને પુર્ણ કરી શકે.” મારો પ્રશ્ન એ છે કે 2047 શા માટે? શું આપણે હજી પણ 25 વર્ષ રાહ જોવાની? તાત્કાલીક પગલાં લેવાની વાત કેમ નહીં? 140 કરોડની વસ્તીમાં લગભગ 44% ન્યાયાધીશોની ખુરસી ખાલી કેમ છે? 2047 શા માટે, 2022 કેમ નહીં? જયારે 30મી એપ્રીલ, 2022ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ માનનીય રમન્ના સાહેબે સાડા ચાર કરોડ પેન્ડીંગ કેસની વાત કરે છે, તો તમે 2047ની વાત દેશ ને કરો છો, આવું બેવડું વલણ કેમ?

  Like

 6. વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે “2047માં, જ્યારે દેશ તેની આઝાદીના 100 વર્ષ પુરા કરશે, ત્યારે આપણે દેશમાં કેવા પ્રકારની ન્યાયીક વ્યવસ્થા જોવા માંગીએ છીએ? આપણે આપણી ન્યાય પ્રણાલીને એટલી સક્ષમ કેવી રીતે બનાવી શકીએ કે તે 2047ની ભારતની આકાંક્ષાઓને પુર્ણ કરી શકે.” મારો પ્રશ્ન એ છે કે 2047 શા માટે? શું આપણે હજી પણ 25 વર્ષ રાહ જોવાની? તાત્કાલીક પગલાં લેવાની વાત કેમ નહીં? 140 કરોડની વસ્તીમાં લગભગ 44% ન્યાયાધીશોની ખુરસી ખાલી કેમ છે? 2047 શા માટે, 2022 કેમ નહીં? જયારે 30મી એપ્રીલ, 2022ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ માનનીય રમન્ના સાહેબે સાડા ચાર કરોડ પેન્ડીંગ કેસની વાત કરે છે, તો તમે 2047ની વાત દેશ ને કરો છો, આવું બેવડું વલણ કેમ?

  Like

 7. દેશમાં વકીલ અને જજ નો શહીયરો ધન્ધો ચાલે છે. કોર્ટ માં વધારે જજ મુકાય તો પણ કોઈ ફરક પડે નહીં. કોર્ટના જજોને માસિક કેસ પુરા કરવાનો ટાર્ગેટ આપવવો પડે અને ટાર્ગેટ પૂરો નહીં કરનાર જજો ને કડક સજા જેવી કે રીટાયર થયા પછી મળતા તમામ હક અને પૈસા મળે નહીં.

  Liked by 1 person

 8. પ્રશ્ન એ છે કે 2047 શા માટે? શું આપણે હજી પણ 25 વર્ષ રાહ જોવાની? તાત્કાલીક પગલાં લેવાની વાત કેમ નહીં?

  “કોર્ટના જજોને માસિક કેસ પુરા કરવાનો ટાર્ગેટ આપવવો પડે અને ટાર્ગેટ પૂરો નહીં કરનાર જજો ને કડક સજા જેવી કે રીટાયર થયા પછી મળતા તમામ હક અને પૈસા મળે નહીં.” btp0710ના આ સુઝાવ સાથે સંપુર્ણ સહમત.

  Liked by 1 person

 9. છેલ્લા ઘણા સમયથી જે ચુકાદા આવી રહ્યા છે તે હચમચાવી મૂકે તેવા છે. શોષિત પીડિત લોકો માટે સંઘર્ષ કરનારાઓ ને સજા ફટકારી દીધી છે. ઘણા બધા જજો ને તેમના ચુકાદા બદલ પુરસ્કાર રૂપે નિવૃતિ પછી મલાઈ દાર સરકારી પદો પર નિયુક્તિ મળે છે. ન્યાય તંત્ર પરથી લોકોનો વિશ્વાસ તૂટતો જાય છે. સરસ લેખ બદલ આનંદ સાથે અભિનંદન.

  Liked by 1 person

 10. ન્યાય તંત્ર દ્રારા વિલંબ એટલે વિલંબિત ન્યાય એ અન્યાય બરાબર છે અને તે લોકશાહી માટે લાંછન રૂપ છે અને તે લોકશાહી ના મૂળિયા ને નબળા પાડે છે અને તે ભવિષ્યમાં આપણને જ નુકશાન કારક સાબિત થઈ શકે છે બીજી વાત રેશનાલિસ્ટસ્ ની ઘટતી સંખ્યા અને અંધશ્રદ્ધાળુઓ ની વધતી સંખ્યા દેશ ને ૧૮ મી સદી તરફ આગળ વધારી રહ્યો છે તે પણ આ દેશ ને અંધકાર યુગ તરફ આગળ ધપાવી રહ્યો છે જે સારા લક્ષણો નથી અને આ દેશ યોગ્ય પ્રગતિ કરી શકે નહીં. રેશનલ વિચાર ધારા જ દેશનો યોગ્ય વિકાસ કરી શકે અન્યથા આ દેશ અમેરિકા યુરોપ ચાઇના અને અન્ય વિકસિત દેશોની હરોળમાં પણ નહીં પહોંચી શકે અને અંધશ્રદ્ધાળુઓ ભક્તો વિશ્વ ગુરુ બનવાની વાતો કરે છે. અસ્તુ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s