આપણા બાળકમાં માનસીક વીકાસ અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની ક્ષમતા શા માટે નથી? આપણા યુવાવર્ગને શેમાં પ્રયત્નપુર્વક જોતરવામાં આવે છે? અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપર નીયન્ત્રણો મુકવાથી કોનો વીકાસ અવરોધાય છે?
જડતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય
– અશ્વીન ન. કારીઆ
આપણા બાળકનો ઉછેર વર્ષોથી રુઢ થઈ ગયેલી ધાર્મીક અને સામાજીક માન્યતાઓ અનુસાર થાય છે. આપણે બ્રાહ્મણ, વાણીયા, કાછીયા કે, પટેલ હોઈએ; સ્વામીનારાયણ ભક્ત, શીવપંથી, કે કબીરપંથી હોઈએ, તો આપણું બાળક પણ આવી જ માન્યતાઓ ધરાવે, તે માટે આપણે હઠાગ્રહી હોઈએ છીએ. કુમળા બાળકમાં સદીઓ જુની ઉપજાવી કાઢેલી પૌરાણીક વાર્તાઓ, જાતીવાદ, પ્રદેશવાદ અને ધર્મ ઝનુન ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. જેથી બાળકમાં માનસીક વીકાસ અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય માટેની કોઈ ક્ષમતા રહેતી નથી. તેથી જ આપણે ત્યાં સારા રમતવીરો, કલાકારો, અભીનેતાઓ, ચીત્રકારો, સંગીતકારો અને વૈજ્ઞાનીકો આંગળીના વેઢે ગણાય એટલા જ છે. માનવમાં ધરબાયેલી સંભાવનાઓના વીકાસ માટે કળા, સાહીત્ય, રમતગમત અને વીજ્ઞાનનો વીકાસ થવો જોઈએ. તેના બદલે આપણે ત્યાં ઠેર ઠેર ધાર્મીક કથાઓ, અમૃત મહોત્સવો, પ્રાણપ્રતીષ્ઠા મહોત્સવો વગેરે કાર્યક્રમો યોજાય છે, અને આપણા યુવાવર્ગને તેમાં પ્રયત્નપુર્વક જોતરવામાં આવે છે.
વ્યક્તી સ્વાતન્ત્ર્ય અને માનવીય મુલ્યોના પ્રગટીકરણની સૌથી વીશેષ તક જ્યાં રહેલી છે, તેવી શીક્ષણ સંસ્થાઓમાં પણ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ગળું ટુંપવામાં આવે છે. વીદ્યાર્થીઓ એક ચોક્કસ ચોકઠામાં જકડાઈને માત્ર ગોખણપટ્ટીની મદદથી પરીક્ષામાં સારા ગુણો મેળવીને શાળા – કૉલેજનું નામ રોશન કરે તે સીવાય શીક્ષણ સંસ્થાઓ પાસે કોઈ લક્ષ્ય નથી. બાળકમાં રહેલ સંભાવનાઓના વીકાસ માટે મોકળાશ આપવાનો કોઈ પ્રયત્ન શીક્ષણ સંસ્થાઓ કરતી નથી. શાળા કે કૉલેજના કોઈ શીક્ષકો, જો કોઈ સર્જનાત્મક પ્રવૃત્તી કરે તો તેને પ્રોત્સાહન આપવાને બદલે તેને ચાર્જશીટ આપવામાં આવે છે! કૉલેજની ફરજો ઉપરાંત સાહીત્ય અને કલા વીષયક પ્રવૃત્તીઓ કરવાના કારણે સંચાલક મંડળની હેરાનગતીનો કડવો અનુભવ મને થયેલ છે. વર્ષો પહેલા શાળા–કૉલેજોમાં વીવીધ સાંસ્કૃતીક પ્રવૃત્તીઓ થતી હતી તેના પર આજે મીંડુ મુકાઈ ગયું છે! માત્ર ચીલાચાલું ઢબે યુવક મહોત્સવો યોજાય છે. તેમાં અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને કોઈ મોકળાશ નથી. માનવ બૌધ્ધીક પ્રાણી છે, અને તેમના અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપર નીયન્ત્રણો મુકવામાં આવે તો સામાજીક પ્રગતીની દીશા અવળી ફંટાય છે; અને વ્યક્તી તથા રાષ્ટ્રનો વીકાસ અવરોધાય છે.
– અશ્વીન ન. કારીઆ
લેખક–સમ્પર્ક : અશ્વીન ન. કારીઆ, (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) 16, શ્યામવીહાર એગોલા રોડ, પાલનપુર – 385001 સેલફોન : 70167 48501/93740 18111
શ્રી રમેશ સવાણી સમ્પાદીત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તીકા (સમ્પાદક–પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 05/08/2022
ખુબ જ સરસ ટુંકો અને સચોટ લેખ. અશ્વિનભાઈ કહે છે તે મુજબ આપણો ઉછેર એક માનવ તરીકે કરવામાં આવતો નથી. મને મારી અટક મારા નામમાંથી દુર કરવાનો ખ્યાલ રૅશનાલીઝમનો થોડો પરીચય થયો પછી જ આવ્યો. જો કે મારા પાસપોર્ટમાં અને બીજા બધા વ્યવહારોમાં તો ચાલી આવેલી મારી અટક રાખવી પડી છે. હાર્દીક આભાર અશ્વિનભાઈનો તથા ગોવીન્દભાઈ આપનો.
LikeLiked by 2 people
absolutely right. our education , social & family system & customs are not encouraging new thinking in youths, It produces middle class attitudes & not innovation
LikeLiked by 2 people
Vert fact. None of the children should be imposed such blind facts, Tanks Govindbhai Maru.
LikeLike
શ્રી અશ્વીન ન. કારીઆનો જડતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય અંગે અભાસપુર્ણ લેખ
‘માનવ બૌધ્ધીક પ્રાણી છે, અને તેમના અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપર નીયન્ત્રણો મુકવામાં આવે તો સામાજીક પ્રગતીની દીશા અવળી ફંટાય છે; અને વ્યક્તી તથા રાષ્ટ્રનો વીકાસ અવરોધાય છે.’ અનુભવાતી વાતની સટિક અનુભવ
ધન્યવાદ
LikeLiked by 1 person
આપણી સ્કૂલમાં ભણાવતું ભણતર વષોથી એકજ ચાલી આવતી તંત્ર રચના વ્યવસ્થા મુજબનું શિક્ષણ ચાલી આવીરહ્યું છે.
જડ શિક્ષણ તંત્ર માં ફેરફાર કરવાની શિક્ષણ ખાતાના અધિકારીઓ માં હિંમતનો સંપૂણ અભાવ છે.
ભણેલો વર્ગ પણ સામાજીક સુધારા કરવા તૈયાર નથી.
નાની ઉમરના બાળકો કથા કરતા થઇ ગયા છે.
LikeLiked by 1 person
આપણા બાળકમાં માનસીક વીકાસ અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની ક્ષમતા શા માટે નથી? આપણા યુવાવર્ગને શેમાં પ્રયત્નપુર્વક જોતરવામાં આવે …
Sent from Yahoo Mail for iPad
LikeLiked by 1 person
Author pointed in short – all short coming of our systems very nicely.
Awaiting Ashwin bhai’s similar further awakening articles.
LikeLiked by 1 person