‘અભીવ્યક્તી’ બ્લૉગ ચૌદ વર્ષ પુરાં કરી, પંદરમાં વર્ષમાં પ્રવેશે છે. વહાલા વાચકમીત્રો, ચૌદ વર્ષ સુધી તમે મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગના આંગણે આવ્યા. તમારી આ મુલાકાતોથી આ બ્લૉગ રળીયામણો થયો અને થતો રહેશે. ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર તથા સોશીયલ મીડીયાના વીવીધ મંચ – ખાસ કરીને વૉટ્સએપ–ફેસબુક–ટેલીગ્રામ પર મળતા રહેતા તમારા પ્રતીભાવોથી મને આનન્દ થાય છે; એટલું જ નહીં તમારા પ્રતીભાવથી મને મીનરલ્સ/વીટામીન્સ મળે છે અને તેથી જ તો 68 વરસની વયે પણ હું સ્વસ્થતાથી શ્વસું છું. આ બ્લૉગ મારો નહીં; પણ આપ સર્વ લેખકો, વાચકો, પ્રતીભાવકો, રી–બ્લોગીંગ કરનારા બ્લૉગરમીત્રો અને સોશીયલ મીડીયા પર મારી પોસ્ટ શેર કરનારા–વહેંચનારા મારા સૌ વહાલા મીત્રોનો છે.
લેખક અને રૅશનાલીસ્ટ સ્મરણીય મુરજીભાઈ ગડાને ‘અભીવ્યક્તી’ બ્લૉગ પ્રતી જે સદભાવના હતી તે મને જીન્દગીભર યાદ રહેશે. આ બ્લૉગ ચાર વર્ષ [5.07.2012] પુરાં કરવાને આરે હતો ત્યારે, વગર માંગ્યે, તેમણે વીતેલા સમયનું સરવૈયું કાઢી, ‘અભીવ્યક્તી’ બ્લૉગની ‘દીશા અને દશા’ વીશે થોડા વીચારો રજુ કર્યાં હતા. તે વીચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આ લેખ 15માં વર્ષના પ્રવેશ ટાણે રજુ કરું છું. આ લેખ વાંચી આપને જરુર જણાય તો મને સુચનો સુચવવાની વીનન્તી છે. – ગોવીન્દ મારુ
—●—♦—●—
‘અભીવ્યક્તી’ની દીશા અને દશા
–મુરજી ગડા
‘અભીવ્યક્તી’ બ્લૉગ ચાર વર્ષ [5.07.2012] પુરાં કરવાને આરે છે ત્યારે વીતેલા સમયનું સરવૈયું કાઢી આજની એની ‘દીશા અને દશા’ વીશે થોડા વીચાર રજુ કરવાની જરુર જણાય છે.
શ્રી. ગોવીન્દભાઈ મારુએ રૅશનલ વીચારોનો પ્રચાર અને પ્રસાર કરવાના ઉમદા હેતુથી જ એક ‘ઈ’ અને ‘ઉ’માં આ અભીયાન શરુ કર્યું છે. એમનો હેતુ બ્લૉગ પર સ્પષ્ટ કરેલ હોવાથી બ્લૉગની ‘દીશા’ શરુઆતથી જ નક્કી થયેલ છે. એ દીશા જાળવી રાખવાનો ઉદ્દેશ આજે પણ અકબન્ધ છે. એ હેતુ ધ્યાનમાં રાખીને જ લેખોની પસન્દગી કરવામાં આવે છે. શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, સુરત [‘સન્ડે ઈ.મહેફીલ’વાળા]એ ‘અભીવ્યક્તી’ના આ ઉમદા કાર્યને વેગવાન કરવા માટે તૈયારી બતાવી. તેઓનો પોતાનો જ જાણે આ બ્લૉગ હોય એ રીતે પ્રુફવાચન કરવાનું સૌજન્ય સ્વીકારી બ્લૉગના સંવર્ધનમાં અને માવજતમાં સહાય કરે છે.
દર અઠવાડીયે નીયમીતપણે રજુ થતા નવા લેખ પર સરેરાશ એક હજારથી વધુ ક્લીક થાય છે. અને બ્લૉગની જમણી બાજુએ ‘સભ્ય પદ’ વીભાગમાં 320 [આજે 1820] ફોલોઅર્સ જોડાયાનું વર્ડપ્રેસ વેબસાઈટ દર્શાવે છે. એ જોતાં બ્લૉગના 500 [આજે 1000] કે કદાચ તેથીય વધુ નીયમીત વાચકો હોવાનું માની શકાય. સતત વધતી બ્લૉગની દુનીયામાં, રૅશનાલીઝમ જેવો ઓછો જાણીતો વીષય લઈ આવનાર બ્લૉગ માટે આ સીદ્ધી નાની ન કહેવાય. ગોવીન્દભાઈના પ્રયત્નોને વાચકો દ્વારા અપાતી આ શુભેચ્છા–અંજલી છે.
આપણા અંગત જીવનને બાદ કરતાં, જાહેર જીવનને અસર કરતાં ત્રણ મુખ્ય ક્ષેત્રો છે. 1. શાસન–વ્યવસ્થા ક્ષેત્ર, 2. આર્થીક ક્ષેત્ર અને ૩. સામાજીક ક્ષેત્ર. પહેલાં બે ક્ષેત્રોના પ્રશ્નો પર દૈનીક પત્રો, સામયીકો, ટીવી ચેનલો વગેરે દરરોજ પુષ્કળ ચર્ચા કરે છે. એટલે આ બ્લૉગ પર આવા વીષયોની ચર્ચા ન કરવાનું નક્કી થયું છે. એટલે જ એવા કોઈ લેખ અહીં મુકાતા નથી. માત્ર સામાજીક ક્ષેત્રને લગતા લેખ મુકવામાં આવે છે. સામાજીક ક્ષેત્ર વ્યક્તીના સમાજ, જ્ઞાતી, ધાર્મીક, સમ્પ્રદાય અને સમ્બન્ધીઓને આવરે છે. પ્રાંત અને દેશને લગતી મોટાભાગની બાબતો કાયદો–વ્યવસ્થા અને આર્થીક ક્ષેત્ર હેઠળ આવી જતી હોવાથી એનો સમાવેશ સામાજીક ક્ષેત્રમાં કરવામાં નથી આવ્યો. એટલે એ પણ અહીં ચર્ચવાનું ટાળ્યું છે. પોતાના પ્રતીભાવ દર્શાવનારની જાણ ખાતર આટલી આ ચોખવટ કરી છે.
રૅશનાલીઝમના ધ્યેયને ધ્યાનમાં રાખી સામાજીક ક્ષેત્રને આવરી લેતા લેખોને પણ ત્રણ વીભાગમાં વહેંચી શકાય. પહેલો પ્રકાર છે સમાજમાં પ્રચલીત અન્ધશ્રદ્ધાનાં દૃષ્ટાન્તો અને વ્યાપને ઉજાગર કરતા લેખ. આ પ્રકારના લેખ ‘અભીવ્યક્તી’માં પુષ્કળ જોવા મળ્યા છે. એમને સારો પ્રતીસાદ પણ મળે છે, એના પર તાળીઓ પડે છે. એમ કહી શકાય કે વાચકો માટે તે ભાવતું ભોજન છે. જો કે ભાવતા ભોજનનો અતીરેક કંટાળાજનક પણ બની શકે છે.
અન્ધશ્રદ્ધા તો ભ્રામક માન્યતાઓના ઝાડ પર ઉગતી ડાળીઓ માત્ર છે. એક કાપો તો નવી બીજી બે ઉગી નીકળે! એનો અન્ત નથી. અન્ધશ્રદ્ધા ઓછી કરવી હોય તો એના મુળ સુધી જવું પડે. આવાં મુળીયાં શોધી એના પર લખાતા લેખોનો બીજો પ્રકાર છે. આવા લેખ ઓછા; છતાં અવારનવાર જોવા મળે છે, જે સારી એવી ચર્ચા જગાવે છે. ચર્ચા ક્યારેક ઉગ્ર સ્વરુપ પણ લે છે; કારણ કે તે કોઈની શ્રદ્ધા વીષે પ્રશ્ન કરે છે. અન્ધશ્રદ્ધાની ડાળીઓને વધતી અટકાવવી હોય તો એનાં મુળમાં ઘા કરવા જરુરી છે. આ પ્રકારના વધુ લેખ આવે તો જ રૅશનાલીઝમ આગળ વધે. આગલા બન્ને પ્રકારના લેખ મુખ્યત્વે ધાર્મીક માન્યતાઓને પડકારે છે. ધાર્મીક સીવાયની અન્ય સામાજીક બદીઓને લગતા લેખ ત્રીજા પ્રકારમાં આવે છે. આવા લેખ જુજ દેખાયા છે. લેખકો આવા લેખ વધુ પ્રમાણમાં લખે એ જરુરી છે. વાચકોની નજરે અન્ય કયા કયા અને કેવા કેવા લેખો આ પ્રકારમાં આવી શકે તે વીશે ગોવીન્દભાઈને જો માહીતગાર કરે તો આ બ્લૉગ વધુ દીપી ઉઠશે.
‘અભીવ્યક્તી’ બ્લૉગ, લેખ પરત્વેના વાચકોના પ્રતીભાવોને આવકારે છે. આજ સુધી આવેલ પ્રતીભાવો જોતાં એવું દેખાઈ આવે છે કે વાચકો પણ ઘણા પ્રકારના છે. એક છે રૅશનાલીસ્ટ મીત્રો. જેઓ સામાન્ય રીતે લેખના સમર્થનમાં એક બે વાક્યો લખે છે; પણ ચર્ચા આગળ વધતાં એમાં જોડાયેલા રહેતા નથી. એમને ખાસ વીનન્તી છે કે ચર્ચામાં ભાગ લઈ રૅશનાલીઝમને વધુ ઉંચાઈએ લઈ જવામાં મદદ કરે. જે તે લેખના લેખક પાસે પણ આ જ અપેક્ષા રાખવામાં આવે છે.
વાચકોનો બીજો વર્ગ એવો છે જે કુતુહુલવશ અને ખુલ્લા મને આ બ્લૉગ વાંચવા આવે છે. જેમને અત્રે રજુ થતા લેખ ગમે છે, તેઓ કાયમના વાચક બને છે. ઘણા એમના મીત્રોને પણ આ બ્લૉગથી માહીતગાર કરે છે. કમનસીબે તેઓ પોતાનો અભીપ્રાય જણાવતા નથી. આ વર્ગ ઘણી મોટી સંખ્યામાં હોવાનું જણાય છે.
વાચકોનો ત્રીજો વર્ગ એવો છે જેમની પોતાની અંગત અને દૃઢ માન્યતાઓ છે, જે અત્રે રજુ થતા લેખોની કેટલીક બાબતો સાથે સુસંગત ન હોવાનું એમના પ્રતીભાવોમાં દેખાઈ આવે છે. આ વર્ગ લખે પણ ઘણું છે જેથી ચર્ચા આગળ વધે છે. આ આવકાર્ય છે. અંગત પ્રહાર ન હોય અને સભ્યતાની મર્યાદામાં રહી વાચકોએ કરેલા એવા બધા પ્રતીભાવોને અત્રે સ્થાન મળ્યું છે.
ક્યારેક વાચક લેખમાંનો કોઈ એક શબ્દ કે વાક્ય પકડી, એના સન્દર્ભને અવગણી, એનો જુદો–અવળો અર્થ કરી, ચર્ચાને અલગ દીશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. આને કારણે ક્યારેક લેખક અને વાચક કે પછી બે વાચકો વચ્ચે ટપાટપી થયાના પ્રસંગ બન્યા છે. આ ખેદજનક છે.
આવા બનાવની બીજી બાજુ જોઈએ. કોઈ બાબા–બાપુના વ્યાખ્યાનમાં એમની વાતો સામે કોઈ પ્રશ્ન કરે તો એમની ભક્તમંડળી પ્રશ્નકર્તાને ઉંચકીને બહાર મુકી આવે. અહીં તો બધાનું સ્વાગત થયું છે.
કોઈ વાચક વળી અવારનવાર પોતાની માન્યતાનું જ ગાણું ગાયે રાખે છે. તે દેશભક્તીનું હોય, પ્રભુભક્તીનું હોય, પ્રાચીન સંસ્કૃતી પ્રત્યેના અહોભાવનુ હોય, શાસ્ત્રોની સમ્પુર્ણતા માટેની શ્રદ્ધાનું હોય કે બીજું કંઈ હોય. જેમને પોતાના ગમતા વીષય પર ઉંડાણમાં કંઈક જણાવવું હોય તો લેખ લખીને ગોવીંદભાઈને મોકલી શકે છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના ધ્યેય સાથે જો તે લખાણ સુસંગત હશે તો એને અહીં અવશ્ય સ્થાન મળશે. એના પર વીસ્તારથી ચર્ચા પણ થશે.
આ બ્લૉગને ગોવીન્દભાઈનું ઘર માનીએ તો લેખક અને વાચક બન્ને એમના મહેમાન જ ગણાય. લેખકને તેઓ ચુંટીને લે છે. વાચકો માટે તેમજ પ્રતીભાવ આપનાર માટે એમના દરવાજા ખુલ્લા છે. આપણે એમના ઘરનાં માન–અદબ જાળવીએ.
આ બ્લૉગનો મુળ હેતુ રૅશનાલીઝમને લગતા લેખ દ્વારા રૅશનાલીઝમને દૃઢ કરી એનો પ્રચાર કરવાનો છે. પ્રતીભાવો દ્વારા થતી ચર્ચાનો હેતુ લેખની ક્ષતીઓ દુર કરી એમાં રજુ થયેલ વીચાર અને મુદ્દાઓને વધુ સમૃદ્ધ કરવાનો છે. એ માટે જરુરી લાગતી થોડી બાબતોનો અહીં ઉલ્લેખ કર્યો છે. વાચકો એમાં ઉમેરો કરી શકે છે.
1] લેખ પર થતી ચર્ચામાં લેખક પણ ભાગ લે એવી અપેક્ષા રખાય છે.
2] બધી ચર્ચા શરુઆતમાં જણાવેલ એવા સામાજીક ક્ષેત્ર પુરતી મર્યાદીત રહે, તેમ જ બને ત્યાં સુધી લેખના મુળ મુદ્દાને ધ્યાનમાં રાખીને ચર્ચા થાય તે વધુ યોગ્ય ગણાય છે.
ગણીતના વર્ગમાં ગણીતની ચર્ચા થાય, ઈતીહાસના વર્ગમાં ઈતીહાસની ચર્ચા થાય એ નીયમ અહીં પાળવામાં આવે તો દરેક વીષયની ઉંડાણભરી ચર્ચા થાય. એ વીષયને નવી ઉંચાઈએ લઈ જઈ શકાય. વળી, દર અઠવાડીયે ચર્ચા માટે નવો વીષય તો મળે જ છે!
3] ચર્ચા ખંડનાત્મક નહીં; પણ રચનાત્મક રહે તો સારું.
4] પ્રતીભાવ આપનાર પોતાનું ઉપનામ નહીં; પણ અસલ નામ જણાવે તો સારું રહેશે.
આ છે ‘અભીવ્યક્તી’ની ‘આજની દશા’ અને ‘ભવીષ્યની દીશા’. ચાલો, આપણે બધા સાથે મળીને આ કાર્યમાં સજગતાપુર્વક આગળ વધીએ.
–મુરજી ગડા
લેખક સમ્પર્ક : અફસોસ, સ્મરણીય મુરજીભાઈ ગડા હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 19/08/2022
Hearty Congratulations with many good wishes for still more success of this Abhiwyakti blog. hope more and more people would read this blog and try to understand and put into practice in their daily lives, and if possible try to spread the message of rationalism among their friend and family circles.
wish you both good health and strength to continue this work for a long time.
LikeLiked by 1 person
15માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે અભિવ્યક્ત બ્લોગને અભિનંદનસહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફૂલીફાલીને મોટું વટ વૃક્ષ બને એવી અંતરની અભિલાષા.
LikeLiked by 1 person
” આ બ્લૉગનો મુળ હેતુ રૅશનાલીઝમને લગતા લેખ દ્વારા રૅશનાલીઝમને દૃઢ કરી એનો પ્રચાર કરવાનો છે. ”
પ્રચાર કરવો અને તેનું પરિણામ જોવું એ બંને જુદી બાબતો છે. શ્રીમાન ગોવિંદ મારુ સાહેબ છેલ્લા ૧૪ વર્ષ થી જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે તે માનવતા ના ઇતિહાસ માં ભલે એક નાનકડો પ્રયત્ન હોય , પરંતુ ” આશા સદા અમર છે ” અનુસાર આ પ્રયત્ન હજી પણ ચાલુ જ છે, અને તેમાં આપણા જેવા સાથીઓ પણ સાથ પુરાવે છે.
આ ભગીરથ કાર્ય ના પરિણામ નું સરવયુ કાઢીએ તો ભલે સમાજ માં ક્રાંતિ ન આવી હોય, પરંતુ આપણે આપણા પ્રયત્નો ચાલુ રાખવા જ જોઈએ, અને અંધ્ધશ્રદ્દા પ્રત્યે સમાજ ને લાલબત્તી દેખાડવી જોઈએ.
શ્રીમાન ગોવિંદ મારુ સાહેબ ને માનવતા ના આ ઇતિહાસ માં પંદર મા વર્ષે શુભ પગલાં પાડવા ના અવસરે ઘણી ઘણી શુભેચ્છાઓ સહિત.
LikeLiked by 1 person
સ્વ. મુરજી ગડા-ની વાત’ ‘અભીવ્યક્તી’ની ‘આજની દશા’ અને ‘ભવીષ્યની દીશા’. ચાલો, આપણે બધા સાથે મળીને આ કાર્યમાં સજગતાપુર્વક આગળ વધીએ.’ને શ્રી ગોવિંદભાઇએ માનવતા ના આ ઇતિહાસ માં પંદર મા વર્ષે શુભ પગલાં પાડવા ના અવસરે શુભેચ્છાઓ સહિત અભિનંદન
LikeLiked by 1 person
શ્રીમાન ગોવિંદ મારુ માનવતા ના આ ઇતિહાસ માં પંદર મા વર્ષે શુભ પગલાં પાડવા ના અવસરે શુભેચ્છાઓ સહિત લાખ લાખ સલામ. જીવન્ત પ્રયન્ત રૅશનાલીઝમને લગતા લેખ મળતાં રહે એવી આશા સાથે ફરી એક વાર શુભેછાઓ.
LikeLiked by 1 person
SHRIMAN GOVINDBHAI,
AAPE AA ABHIVAYKTI BLOGNE 14 VARSH PURA THAYA ANE 15NA VARSHMA PRAVESHE
CHHE . AA BAHUJ MAHATVA CHHE. AAPNE ANE SERVE VACHKONE ABHINANDAN.
MAHATVA BABAT A CHHEKE VACHKONA SAHKARTHI CHALU RAHYO CHHE ANE AAMA SHREE GOVINDBHAINE FALE JAI CHHE. SHREE GOVINDBHAINA SAHKAR VAGAR AA BLOG CHALU RAHET NAHI.
KHAS LAKHVANUKE MURABI SHREE MURJIBHAI GADA AAPNI SAATHE NATHI ANE TEMNI GARHAJRI TO JANASHE. MURJIBHAINO ABHIPRAYA VACHIYO ANE GHANI
SUJ SAMAJTHI DERSHAVYO CHHE, AA AAK HAKIKAT CHHE !!
AA BLOGNE CHALU RAKHO ANE GOVINDBHAINE VADHAI !
SERVENE JAYSHREE KRISHNE
SHIRISH KOTHARI
P.S.
75 SAAL SWAVTRATANA PURA THAYA ANE VEER JAVANONE YAAD KARIA ANE AA
MATENO AANAND LAIE AVI SUBHEXA
LikeLiked by 1 person
નમસ્તે ગોવીન્દભાઈ, આપને આપના કાર્યમાં મારા ખ્યાલ મુજબ સુંદર સફળતા મળી છે અને આપ લાંબા સમય સુધી આ મુજબ સમાજની સેવા કરતા રહેશો એવી સર્વ પ્રકારની શુભેચ્છા. મને તો રૅશનાલીઝમ વીશે ઘણું બધું જાણવાનું આપના બ્લોગ દ્વારા મળ્યું અને એ માટે આપનો ખાસ આભાર.
LikeLiked by 1 person
My best wishes to Govindbhai (and Abhivyakti Blog) !
I wish that he continue for many years to come the excellent work he has been doing since the last 14 years. We Gujaratis will ever be grateful to him for spreading progressive
enlightening and rational ideas.
–Subodh Shah, USA.
LikeLiked by 1 person
અભિનંદન અભિવ્યક્તી ને.
આને તમને પણ
LikeLiked by 1 person
નમસ્તે ગોવિંદભાઇ,,,,
ધન્યવાદ,, સાથે શુભેચ્છાઓ
પંદર વર્ષ એટલે ઘણાં કહેવવાય
અમે તો પાછળ થી જોડાયા તેનો અફસોસ પણ,,,, ઘણો આનંદ છે
ખબર ના પડી હોત તો લાભ થી વન્ચિત રહી ગયા હોત
પંદર વર્ષ થઈ ગયાં ? આજે ખબર પડી ધ્યાન માં આવ્યું
જોડાયા ત્યારથી નિયમિત વાંચું છું…. થોડા મહિના માટે કેનેડા છું પણ લાભ લઉ જ છું રસ નો વિષય છે
ગોવિંદભાઇ તમારી સાથે એકાદ વખત ફોન થી મેસેજ થી વાત થઈ છે પણ બ્લોગ પર તો દર સપ્તાહે….
ખરું યાદ આવ્યું આપણા માટે તો આ સપ્તાહ બેઠેલી જ છે
બ્લોગર તરીકે પ્લેટફોર્મ ns મહેનતુ યજમાન જેવા ગોવિંદભાઇ નો ખુબ ખુબ આભાર સાથે લેખકો પણ ખરું સોનુ જ કહેવાય… ઉપરાંત પ્રતિભાવ લખનાર વડીલો પણ ખરા
અમારા જેવા અનેકો કદાચ પ્રતિભાવ લખતા નહીં હોય પણ વાચકો જરૂર છીએ
ઇમેઇલ થી રેગ્યુલર link મળી જાય છે એ ખુબ જ આનંદ ની વાત છે તે માટે ફરીથી આભાર….
બ્લોગ ના નિયમિત વાચકો મિત્રો વડીલો ને ધન્યવાદ સાથે … હજી વધુ આપણા મિત્રો વૃદ માં વધારે સર્ક્યુલેટ થાય તે માટે…..વિનંતી…..
Dr Sureshbhai Naran
Bhuj kutch
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 1 person
Abhivyakti is now Tarun
And these are years of great energy.
As regular readers of this blog we expect more from Abhivyakti – which Govind Bhai is regularly giving.
We take opportunity to thank one and all great writers also here.
Govind Bhai is always busy in typing inspite of each and every social events – he has consistently given regular feeds.
At his age of 68 it’s remarkable.
Our tribe (Community) of readers is more than 1000 and followers more than 1820 gives great ranking to Abhivyakti.
Now coming to leearned article of our beloved late Muraji bhai
Gada so nicely and analytically explained all.
As per his observation we should involve ourselves more & more to express our views in constructive way & not be offensive any point of time.
And lastly we appreciate deeply selfless commitment of Govind Bhai Maru to nurture Rationalism & Spread awareness in society selflessly – as we know how much his quality time and money he spend for all of us.
This blog domain & Hosting charges in thousands yearly
He is also keeping it Ad free which costs seperately.
So Govinbhai pl accept of hearty respect for your services to society from “Tan-Man & Dhan”
Pray for your & Family Good health & peaceful life ahead.
LikeLiked by 2 people
આપણે જે કામ ઉપાડ્યું છે તે ખૂબ જ ઉપયોગી છે.૧૫વષૅ એટલે ધણો લાંબો ગાળો તમારી ધીરજ ને સલામ.હજારો વર્ષો ની માનસિક ગુલામી માંથી નીકળવા માટે ની મથામણ ઉમદા.
LikeLiked by 1 person
Congratulations! Keep up good work.
LikeLiked by 1 person