ગ્રામ સેવા ખારેલ હૉસ્પીટલમાં સર્પદંશની આધુનીક સારવાર રાહતદરે આપવામાં આવે છે. આ અનુભવને આધારે લોકજાગૃતી માટે રંગીન ચીત્રોવાળી ‘સર્પદંશ’ પુસ્તીકાની બીજી આવૃત્તી બહાર પાડવામાં આવી છે. આ ઈ.બુકની લીન્ક અને ઈ.બુકનો ‘સહર્ષ આવકાર’ સાદર…
‘સર્પદંશ’ ઈ.બુક‘નો ‘સહર્ષ આવકાર’
– ડૉ. અશ્વીન શાહ
સર્પદંશના ઝેરથી થતા મૃત્યુ માટે સૌ માહીતગાર છે તથા સર્પથી મોટાભાગના લોકો ખુબ ડરે છે. એવું કહેવાય છે કે, માણસ જાતીને મૃત્યુનો પ્રથમ અનુભવ સર્પદંશથી થયેલા મૃત્યુથી થયો હતો. ભારતમાં પણ દર વર્ષે આશરે દસ લાખ જેટલા સર્પદંશના કીસ્સા નોંધાય છે, જેમાંથી આશરે પચાસ હજાર જેટલા દર્દીઓ કમોતે મૃત્યુ પામે છે, આ આંકડાં ચોક્કસ નથી, કારણ કે સર્પદંશ મોટેભાગે ગ્રામીણ વીસ્તારમાં ખેતમજુરોને થાય છે. આથી દરેક મૃત્યુ નોંધાતું નથી. સર્પદંશને વ્યવસાયીક રોગ (Occupational disease) પણ ગણવામાં આવે છે. ભારતમાં સાપોની અંદાજે 285 જાતીઓ છે, જેમાંથી 50 જેટલા જ ઝેરી સાપ છે. આપણે ત્યાં જમીન પર મળતા સાપોમાં ફક્ત પાંચ જ ઝેરી સાપ છે. આથી દરેક સર્પદંશથી ઝેરી અસર થતી નથી તથા મૃત્યુ થતું નથી.
અમારા અનુભવથી જણાયું છે કે જો યોગ્ય, આધુનીક અને સમયસર સારવાર દર્દીને મળી શકે તો ઝેરી સર્પદંશથી થતાં મૃત્યુ અવશ્ય અટકાવી શકાય છે. પરન્તુ સમુદાયમાં સર્પદંશ તથા સાપો વીષે ખુબ જ ગેરમાન્યતાઓ, અન્ધશ્રદ્ધા, અજ્ઞાનતા તથા વૈજ્ઞાનીક તથ્ય વીનાની સમજ અને માહીતી પ્રવર્તે છે. સર્પદંશના મૃત્યુના કેસોની ખોટી માહીતી કર્ણોપકર્ણ પ્રસરતી રહે છે. મોટાભાગના મૃત્યુ સારવાર વીના/મોડી સારવાર, ભુવા–ભગતથી મંત્રો તથા ઉંટવૈધોની સારવારને લીધે થાય છે. આવી ગેરમાન્યતાઓ તથા અજ્ઞાનતા ફક્ત અશીક્ષીતો તથા ગરીબ વર્ગમાં જ નહીં, પરન્તુ સમાજના દરેક વર્ગમાં વર્ષોથી પ્રચલીત છે. આને લીધે કમોત થાય છે, જે વ્યક્તી તથા કુટુંબ માટે મોટી આર્થીક તથા સામાજીક આપત્તી છે. પરન્તુ એ સાથે જ આ જડ તથા અવૈજ્ઞાનીક માન્યતાને લીધે સાપ માટે ડર વર્ષોથી ઘુસી ગયો છે. આથી સાપને “દેવતા” બનાવી નાગપાંચમની પુજા પણ કરવામાં આવે છે, અને નોળીયાના રક્ષણ માટે નોળીનોમ પણ ઉજવાય છે…!!
ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ નવસારી તથા ડાંગના ગ્રામીણ વીસ્તારોમાં છેલ્લા 28 વર્ષથી આરોગ્ય તથા સામાજીક વીકાસ માટે કાર્યરત છે. હૉસ્પીટલ સેવા સાથે જ લોકો સાથેના અનુભવને આધારે વીવીધ વીષયો માટે આરોગ્ય જાગૃતી તથા અન્ધશ્રદ્ધા નીવારવા માટે આરોગ્ય ટીમ ગામોમાં મીટીંગ, ફ્લીપચાર્ટ, વીડીયો તથા આવી નાનકડી પુસ્તીકા બહાર પાડવામાં આવે છે. ગ્રામ સેવા ખારેલ હૉસ્પીટલમાં સર્પદંશની આધુનીક સારવાર તો રાહતદરે ઉપલબ્ધ છે જ પણ એના અનુભવને આધારે જ સર્પદંશજાગૃતી માટે આવી પુસ્તીકા તૈયાર કરવામાં આવી છે. આવી પુસ્તીકા દસેક વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી. એક અમેરીકાસ્થીત દાતાએ વર્તમાનપત્રમાં “ડાંગમાં સર્પદંશથી થયેલ મૃત્યુ”ના સમાચાર વાંચતાં તેમણે અમને આ વીષે એક પુસ્તીકા તૈયાર કરવાની પ્રેરણા અને આર્થીક સહાય આપી હતી. એની જ બીજી આવૃત્તી વધુ વીગત તથા રંગીન ચીત્રો ઉમેરીને બહાર પાડવામાં આવી છે. સંસ્થાનો કાયમનો એક ઉદ્દેશ લોકહીતાર્થે આવી જનજાગૃતીની પ્રવૃત્તી કરવાનો રહ્યો છે. આથી જ આ પુસ્તીકા બહાર પાડવામાં આવી છે અને એ માટે સહયોગ રાશી ફક્ત રુપીયા 25/- રાખવામાં આવી છે, જેથી આવા સહયોગથી બીજી પુસ્તીકાઓ તૈયાર કરી પ્રકાશીત કરી શકાય.
આધુનીક વૈજ્ઞાનીક ચેતનાના અભ્યાસી અને રૅશનાલીસ્ટ સ્નેહી ગોવીંદભાઈ મારુનો ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.com/ હવે રૅશનલ, વૈજ્ઞાનીક તથ્યો તથા સામાજીક દુષણોના પ્રચાર–પ્રસાર માટે વીખ્યાત થઈ ગયો છે. ચીંતનાત્મક, વૈજ્ઞાનીક માહીતીસભર તથા રૅશનલ અભીગમની જાગૃતી અર્થે વીવીધ લેખકોના લેખો શોધીને દર સોમવારે અને શુક્રવારે (સપ્તાહમાં બે વખત) બ્લૉગ પર મુકવાનું ભગીરથ કાર્ય 14 વર્ષથી ચુક્યા વીના કરી રહ્યા છે. આ ખુબ જ ખંત અને મહેનતનું કાર્ય છે, જે એમની સામાજીક જાગૃતી માટેની નીષ્ઠા અને પ્રતીબદ્ધતા દર્શાવે છે. તદ્ઉપરાંત પોતાની આવડતનો ઉપયોગ કરી આવા વીવીધ વીષયોના પુસ્તકો તથા પુસ્તીકાઓના 64 ઈ.પુસ્તકો (Digital books) બનાવીને વૈશ્વીક સ્તરે ની:શુલ્ક વહેંચ્યા છે. આ લોકોપયોગી પ્રવૃત્તી માટે એમને ખુબ ખુબ ધન્યવાદ.
‘સર્પદંશ’ પુસ્તીકાની ઉપયોગીતા સમજી, ગોવીંદભાઈએ તેની ઈ.પુસ્તીકા (Digital book) તૈયાર કરી સૌને માટે જાહેરમાં મુકી છે; જે ખુબ જ આવકારદાયક છે. વર્તમાન સમયમાં Social mediaનો ઉપયોગ વધુ થાય છે તથા દરેક વ્યક્તી સરળતાથી, ની:શુલ્ક અને કાયમી ઉપલબ્ધ કરી શકે છે. આશા છે કે સર્પદંશ વીષેની જાણકારીનો બહોળો ઉપયોગ થાય, સર્પદંશ માટેની અન્ધશ્રદ્ધા નાબુદ થાય, દર્દીઓ આધુનીક સારવાર લેતા થાય અને મૃત્યુ અટકાવી શકાય… આ માટે ગોવીંદભાઈ તથા ‘મણી મારુ પ્રકાશન’નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ, સાથે જ એમના આ જનજાગૃતીના પ્રયાસનો વધુને વધુ પ્રસાર થાય એવી આશા રાખીએ…
‘સર્પદંશ’ ઈ.બુક ડાઉનલોડ કરવા માટે નીચે લખેલ ઈ.બુક્સ પર ક્લીક કરો.
– ડૉ. અશ્વીન શાહ
લેખક–સમ્પર્ક : ડૉ. અશ્વીન શાહ, સ્થાપક તથા મેનજીંગ ટ્રસ્ટી, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ – 396 430 તા. ગણદેવી જી. વલસાડ (ગુજરાત) ફોન : +91-2634-246248 અને +91-2634-246362 ઈ.મેલ : gstkharel@yahoo.com અને gram_seva@yahoo.com વેબસાઈટ : www.gramsevatrust.org
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 26-08–2022
ખુબ ઉમદા લોકોપયોગી કાર્ય ગોવીન્દભાઈ. આપનો તથા ડૉ. અશ્વિન શાહનો આભાર.
LikeLiked by 2 people
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
આદરણીય વલીભાઈ,
નમસ્તે…
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘સર્પદંશ’ ઈ.બુકનો સહર્ષ આવકાર!’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગોવીન્દ મારુ
LikeLike
ડૉ. અશ્વીન શાહ ગ્રામ સેવા ખારેલ હૉસ્પીટલમાં સર્પદંશની આધુનીક સારવાર રાહતદરે આપવામાં આવે છે. આ અનુભવને આધારે લોકજાગૃતી માટે તેઓએ રંગીન ચીત્રોવાળી ‘સર્પદંશ’ પુસ્તીકાની બીજી આવૃત્તી બહાર પાડી છે.
આ ઈ.બુકની લીન્ક અને ઈ.બુકનો ‘સહર્ષ આવકાર’ આપતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે.ધન્યવાદ
Reblogged this on નીરવરવે
LikeLiked by 1 person
‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘સર્પદંશ’ ઈ.બુકનો સહર્ષ આવકાર!’ને આપના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા તેમ જ પ્રતીભાવ લખવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
સર્પદંશની વિગતવાર માહિતી, સર્પદંશની આધુનિક સારવાર, આપણા સમાજમાં ઉપજાવી કાઢેલી સર્પ વિષેની ગેરમાન્યતાઓ વિગેરે બાબતો આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે સમજાવવા બદલ તથા સર્પદંશની આધુનિક સારવાર રાહતદરે આપી સંખ્યાબંધ દર્દીઓને સાજા કરવા બદલ ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ હોસ્પિટલ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
LikeLiked by 1 person