શું દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે?

ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે સમ્બન્ધ હોવો જોઈએ? સાચો નૈતીકવાદી કોઈ પણ અલૌકીક પરીબળોમાં શ્રદ્ધા ધરાવે? તે પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે અસહીષ્ણુ કે હીંસક બને?

શું દુનીયાના ધર્મોએ નૈતીકતાને
ગેરકાયદેસર રીતે
કબજે
(હાઈજેક) કરી લીધી છે?

– બીપીન શ્રોફ

દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે. – આર્નોલ્ડ ટોયન્બી, બ્રીટીશ ઈતીહાસકાર

આ વાત જયારે ફ્રાંસના અસ્તીત્વવાદી તત્ત્વજ્ઞાની જીન પોલ સાત્રે અને આલર્બટ કામુએ ટોયન્બીના પ્રવચનમાં સાંભળી ત્યારે પોતાના માથેથી હેટ ઉતારીને સલામ કરી હતી. કારણકે તે બન્ને જીંદગીભર ‘નીરઈશ્વરવાદી’ હતા. જેઓને પોતાને નૈતીકતા શું છે તેની બરાબર સમજણ હતી. અને તેઓએ પોતાના અંગત અને સામાજીક જીવનમાં ઉન્નત અને ગૌરવશાળી નૈતીકતાના ધોરણો પ્રસ્થાપીત કર્યા હતા.

દરેક સમાજમાં એક માન્યતા જડઘાલી ગઈ છે કે ‘નીરઈશ્વરવાદીઓ કે નાસ્તીકોને નૈતીક્તા નથી હોતી. તે બધા લાગણીવીહીન હોય છે.’ ખરેખરતો ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે શા માટે સમ્બન્ધ હોવો જોઈએ? કારણ કે ધર્મ તો ઈશ્વર અને મૃત્યુ પછીના જીવનમાં પોતાના અનુયાઈઓને ઉપદેશ આપે છે. ધર્મને માનવીય જીવનના અરસપરસના વ્યવહારો જેવા કે  દયા, કરુણા અને અનુકંપા સાથે શું સમ્બન્ધ છે? આ બધા વ્યવહારો અને ગુણો તો માનવીય દુન્યવી જરુરીયાતમાંથી વીકસેલા છે. તેમાં કશું દૈવી કે ઈશ્વરી કે ધાર્મીક કેવી રીતે હોઈ શકે?  જે લોકોને  ઈશ્વરના અસ્તીત્વમાં કે કોઈ અલૌકીક, કુદરતી કાયદાથી પર (કુદરતી પરીબળો નીયમબધ્ધ છે) જેવી શ્રદ્ધાઓમાં વીશ્વાસ નથી તે બધા પણ પેલા ધર્મના ઉમરાવ ઠેકેદારો જેટલા જ નૈતીક સદ્ગુણો ધરાવતા હોય છે, સહેજ પણ ઓછા નહીં. ખરેખર તો નાસ્તીકોનો માનવીય વ્યવહાર વધારે કુદરતી, વ્યવહારુ અને માનવીય શોષણવીહીન હોય છે.

ઉત્ક્રાંતીના લાખ્ખો વર્ષોના જૈવીક સંઘર્ષમાંથી માનવીએ એક સજીવ તરીકે તેના માટે સારું શું અને ખોટું શું તેની કોઠાસુઝ (વીઝડમ) વીકસાવી છે. જે વીશ્વના બધા જ ધર્મોના જન્મ અને તેમના ઈશ્વરના અસ્તીત્વ પહેલાં માનવીએ મેળવેલી હતી. તે હતી માનવીય નૈતીકતા. માનવીની જંગલી અવસ્થામાંથી વીકસેલી પાશવી વૃત્તીઓને નીયમન માટે ધર્મ અને ઈશ્વરના ખ્યાલને ઉપજાવી કાઢેલો છે. તે પણ આપણી જ શોધ હતી. પ્રાચીન સમાજની મર્યાદીત જરુરીયાતને ધ્યાનમાં રાખીને તેમાં કેટલાક પસંદ પામેલા લોકો સામાજીક રીતે પ્રભુત્વ જમાવી શક્યા હતા. તે બધાએ બાકીના બહુમતી લોકોની સામાજીક વર્તણુકોનું ધર્મ અને ઈશ્વરના નામે નીયમન કરવા માંડ્યું. જેમાં તે બધા સફળ થયા.

પરન્તુ દરેક યુગ અને સમયમાં એવા લોકો હતા જેઓ સમાજના ચીલાચાલું માર્ગથી સ્વતંત્ર રીતે વીચારતા હતા. તે બધાએ અલૌકીક કે દૈવી ઉપદેશોને પોતાના જીવનકાળ દરમ્યાન પડકાર્યા હતા. તેઓ આ બધા પરીબળો સામે પાશવી વીરોધ કરવાને બદલે તેઓ પોતાના નૈતીક્તાના ખ્યાલો ને વળગી રહીને પોતાનું જીવન જીવ્યા હતા.

ગ્રીક અને રોમન સંસ્કૃતીમાં ઘણા બધા તત્ત્વજ્ઞાની અને લેખકો થઈ ગયા જેવા કે  ડાયોજીનસ, એપીક્યુરસ, સોફોક્લીસ વગેરે જે તે સમયના સમાજના માન્ય દેવદેવીઓમાં શ્રદ્ધા રાખતા ન હતા. તેઓને નર્ક, સ્વર્ગ અને મૃત્યુ પછીના જીવનમાં કોઈ વીશ્વાસ ન હતો. તેમ છતાં તેઓ વીશ્વના તે સમયના મહાન નૈતીક ગુણો ધરાવતા માનવીઓ તરીકે ઓળખાયા હતા. તે બધા વૈશ્વીક અને ઐહીક માનવવાદી મુલ્યોમાં માનતા હતા.

તેજ સમયના સમકાલીન ભારતીય તત્ત્વજ્ઞાની ગૌતમ બુધ્ધ પણ ઈશ્વર, કે કોઈ અલૌકીક શક્તીમાં વીશ્વાસ ધરાવતા ન હતા. તેઓના તત્ત્વજ્ઞાનનો મુખ્યહાર્દ નીરઈશ્વરવાદી હતો. તે સમયના જૈન વીચારક મહાવીર સ્વામીનો ઉપદેશ પણ નીરઈશ્વરવાદી હતો. તે ખુબ જ મોટા દયાળુ પણ ઐહીક નૈતીકવાદી હતા. ભારતીય પ્રાચીન ભૌતીકવાદી વીચારશાખાના મહાન પ્રચારક ચાર્વાક ક્યારેય ઈશ્વરના અસ્તીત્વમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. ઈશ્વર અને તેની પાછળ જડ બનેલી અન્ધશ્રદ્ધાઓના ભંજક જીવનભર રહ્યા હતા; પણ ચાર્વાક અને તેમના સાથી વીચારકો ક્યારેય અરાજકતાવાદી (એનાર્કીસ્ટ) ન હતા. તેઓના પોતાના વીચારોના ફેલાવવા માટેનું માધ્યમ શૈક્ષણીક અને બૌદ્ધીક હતું ક્યારેય વીપ્લવવાદી કે બળવાખોર ન હતું. તેવું જ ચીંતન ભારતીય તત્ત્વજ્ઞાનની અગત્યની શાખા ‘સાંખ્ય દર્શન’ અને તેના સમર્થકોનું તે જમાનામાં હતું. સાંખ્ય દર્શનના સમર્થકો ઈશ્વરને બ્રહ્માંડના સર્જક તરીકે ક્યારેય માનતા ન હતા; પરન્તુ પ્રાણી માત્ર અને કુદરતી પરીબળોને તે બધા ખુબ જ આદરભાવથી માન આપતા હતા. તેમની નૈતીકતામાં સમગ્ર માનવજાત સમાઈ જતી હતી. જે માનવમાત્ર તેથી માનવજાત માટે સારુ છે, ઉમદા છે, સુખ આપનારું છે તે જ નૈતીક તેવું સ્પષ્ટ રીતે માનતા હતા.

મારા મત મુજબ સાચો નૈતીકવાદી એ છે જે કોઈ પણ અલૌકીક પરીબળોમાં શ્રદ્ધા ધરાવતો નથી, જેને દરેક માનવ માત્ર પ્રત્યે (કોઈ પણ જાતના ધર્મ, સંપ્રદાય, જાતી, લીંગ, જ્ઞાતી, દેશ કે પ્રદેશના ભેદભાવ સીવાય) દયાળુ, માયાળુ અને પ્રેમાળ છે. પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે ક્યારેય તે અસહીષ્ણુ કે હીંસક બનતો નથી. પોતાના આવા વલણ માટે તે ભગવાન કે દુન્યવી સત્તા પાસેથી બદલા કે વળતરની આશા પણ રાખતો નથી.

– બીપીન શ્રોફ

તા. 28 ડીસેમ્બર, 2016ના રોજ ‘વૈશ્વીક માનવવાદ’ બ્લૉગ પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટ (સ્રોત : http://bipinshroff.blogspot.com/2016/12/blog-post_28.html)માંથી, લેખકના અને ‘વૈશ્વીક માનવવાદ’ના  સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : બીપીન શ્રોફ, તન્ત્રી, ‘વૈશ્વીક માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733 ઈ.મેલ : shroffbipin@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23-09–2022

10 Comments

  1. ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે?’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Liked by 1 person

 1. મારા મત મુજબ સાચો …
  શ્રી બિપીનભાઈ દ્વવારા લખલો છેલો ફકરો માણસના જીવનમાં કેવું જીવન જીવવું એ વિષે ઘણું બધું શીખવે છે
  આવા જ્ઞાન વર્ધક લેખ માટે શ્રી બિપીનભાઈ નો ખુબ આભાર..

  Liked by 2 people

 2. ” દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે. – આર્નોલ્ડ ટોયન્બી, બ્રીટીશ ઈતીહાસકાર ”

  મારા મત અનુસાર ધર્મો એ નહિ પણ દુનિયા માં ઈશ્વર ના બની બેઠેલા પ્રિતિનિધિઓ, એટલે કે મહંતો, સાધુઓ, પુજારીઓ, મુલ્લાઓ, મોલ્વીઓ, બાબાઓ, પીરો, પાસ્ટરો વગેરે એ ધર્મો ને તથા ધાર્મિકો ને ગેરકાયદેસર કબ્જે કરી લીધા છે, અને ધર્મ અને શ્રધા ના નામ હેઠળ ઘી કેળા પ્રાપ્ત કરી રહ્યા છે.

  ધર્મ એટલે શું ? જગત નો દરેક ધર્મ નૈતીકતા અને માનવતા ના પાઠો શીખવે છે. ધર્મ નું બીજું નામ છે નૈતીકતા અને માનવતા. માનનીય ગૌતમ બુદ્ધ, માનનીય ઈસુ ખ્રિસ્તી, પયગંબર મોહમ્મદ સાહેબ વગેરે એ જગત ને નૈતીકતા અને માનવતા ના પાઠો શીખવેલ છે. પરંતુ ઈશ્વર ના બની બેઠેલા પ્રિતિનિધિઓ એ દુનિયા માં ધર્મ ના નામે અધર્મ ફેલાવી ને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરેલ છે જેથી તેમના ઘી કેળા ચાલુ રહે.

  No religion is grater than Humanity

  Liked by 2 people

 3. આર્નોલ્ડ ટોયન્બીની વાત’ દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે. ‘નુ શ્રી બીપીન શ્રોફ દ્વારા ‘શું દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે?’ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.તેમા ‘ધર્મ એટલે શું ? જગત નો દરેક ધર્મ નૈતીકતા અને માનવતા ના પાઠો શીખવે છે. ધર્મ નું બીજું નામ છે નૈતીકતા અને માનવતા. માનનીય ગૌતમ બુદ્ધ, માનનીય ઈસુ ખ્રિસ્તી, પયગંબર મોહમ્મદ સાહેબ વગેરે એ જગત ને નૈતીકતા અને માનવતા ના પાઠો શીખવેલ છે. પરંતુ ઈશ્વર ના બની બેઠેલા પ્રિતિનિધિઓ એ દુનિયા માં ધર્મ ના નામે અધર્મ ફેલાવી ને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરેલ છે જેથી તેમના ઘી કેળા ચાલુ રહે.’ સટિક વાત બદલ ધન્યવાદ.જો કે આ સંપૂર્ણ સત્ય નથી સાંપ્રત સમયે પણ કેટલાક નૈતીકતા અને માનવતાના પંથે સામાન્યજનોની સેવા કરે છે.

  Liked by 2 people

 4. We, the human beings are stuck with unverified and unjustified religious beliefs while bypassing ethics which is precursor to religious beliefs. Then, we the human beings get stuck to speculative metaphysics and take unnecessary pride in culture revolving around such speculative metaphysics. We like to seem to be religious so as to get social acceptability, respect and conformity to society based on religion. This is true for all religions. Sarte’s reaction was correct and more correct it is when evolutionary psychology proves that religion is by-product of evolution while real foundation of society is ethics. Members are appealed to read this very intellectual article. 🌹🌹

  -Himmatbhai Rabhadia
  Education & Knowledge Whatsapp Group
  Mumbai

  Liked by 2 people

 5. Very thoughtful & revealing facts.
  Writer has quoted ethical non beliver in God & religion great global names including Indian – Gautam Buddha & Mahavir Swami .
  However nothing is 100% as Manniy Pragnaben said.
  But from view of focus of subject Bipin bhai had done full justice
  Thx .

  Liked by 2 people

 6. Very thought provoking article from the pen of Bipinbhai. A man can be high;y honest, ethical and of high morality without being follower of any of the prevalent religions. India has almost all the religions prevalent in the world. There are numerous places of worship of every known religion where millions of devotees go for worship and pilgimage. this means that Indians shold be highly moral people, but in practice this is not true. We have the most corrupt and dishonest society barring a few exceptions. Bribery is rampant at every level and dishonesty is in our genes. Alas what happpened to all the religious teaching? Or is it only limited in the temples, churches and mosques and derasars? Even in last 75 years since independence the religiosity has gone up but morality has gone down.

  Liked by 2 people

 7. A good and great article by Bipinbhai. Thoughtful, realistic, quite topical in the India of today.
  Hearty congratulations. —Subodh Shah, USA

  Liked by 2 people

 8. આપણી પ્રજા દંભી અને ધાર્મિક લોકોમાં તો ખાસ દંભ હોય છે જે લોકો માં નિતી અને માનવતાનો સંપૂર્ણ અભાવ હોય છે અને આપણી પ્રજામાં તો ઇતિહાસમાંથી જ દેશપ્રેમ, નિતી અને માનવતા નો અભાવ જોવા મળે છે. નીતિ હોય તો આપણા દેશમાં કોઈ પણ સુબા (ગવર્નર) ઓ પોતે સ્વતંત્ર રીતે રાજ કરીને બની બેઠેલા બાદશાહો થઈ ગયા ન હોત પોતાના રાજા પ્રત્યે વફાદાર રહ્યા હોત પણ વફાદારી આપણા લોહીમાં ના હતી ત્યારે અંગ્રેજો માંથી એક વાઇસરોય કે ગવર્નર ત્યાંથી આવતા અને આખા ભારતનું રાજ સંભાળતા કોઈને એવો વિચાર ન આવ્યો કે હું મારી સત્તા જમાવી લઉ તો રાણી સરકાર તો ત્યાં બેઠી છે અને ત્યાંથી મુઠ્ઠીભર અંગ્રેજો આવ્યા અને આપણી કોમના લોકોને સૈનિકો તરીકે રાખ્યા જેવો એ આપણી જ કોમના માણસો ને માર્યા અને જનરલ ડાયરની સભામાં જ્યારે જનરલ ડાયરે શૂટ કરવાનો હુકમ આપ્યો ત્યારે કોઈ માણસ જનરલ ડાયરને ત્યારે ન માર્યો અને આપણી પ્રજાને મારી આપણી પ્રજાની નીતિમત્તા, માનવતા દેશ પ્રેમ વિશે શું લખવું? પૈસા માટે વેચાય એવી પ્રજા.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s