હનીમુન એ એક વૈજ્ઞાનીક, સાંસ્કૃતીક, ઈમોશનલ, સોશીયલ ફીનૉમીનન છે. હનીમુનના કેટલાક દેખીતા ફાયદાઓની સામે કેટલાક ગેરફાયદા પણ છે. હનીમુનના રીવાજનો ઉત્કૃષ્ટ ઉપયોગ કેટલીક વાતો ધ્યાનમાં રાખવાથી થઈ શકે છે.
11
હનીમુન ઉપર જવાના ફાયદા–ગેરફાયદા
–ડૉ. મુકુલ ચોકસી
[‘જાતીય પ્રશ્નાવલી’ – 10 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/09/05/dr-mukul-choksi-32/ ]
પ્રશ્ન : હનીમુન પર જવું જોઈએ?
ઉત્તર : આજકાલ લગ્ન પછી નવપરીણીત યુગલે હનીમુન ઉજવવા જવું, એવો એક સામાન્ય ચાલ યા રીવાજ થઈ ગયો છે. ખાસ કરીને મધ્યમ, ઉચ્ચમધ્યમ, ધનીક તથા ગર્ભશ્રીમંત વર્ગના લોકોમાં હનીમુનની પ્રથા પુર બહારમાં પળાતી જોવા મળે છે. કોઈ માઉન્ટ આબુ, ગોવા, મહાબળેશ્વર, સાપુતારા કે માથેરાન આંટો મારી આવે છે. તો કોઈ ઉટી, સીમલા, મસુરી, કે કોડાઈકેનાલ બુક કરાવે છે. કોક લગ્ન પછીના બીજે જ દીવસે હનીમુન માણવા ઉપડી જાય છે તો કોક કપલ અઠવાડીયા પછી જાય છે પણ સહુ જાય છે. અચુક કોક બે દીવસ, તો કોક બાવીસ દીવસ, તો કોક એકલા એકલા તો કોક ગ્રુપમાં, નવપરીણીતને લગ્નના આગલા મહીનાથી જ સહુ પુછવાનું શરુ કરી દે છે. ‘કેવીક તૈયારી છે લગ્નની? હનીમુન પર ક્યાં જવાના?’
ઘણાંખરાની સેક્સલાઈફની શરુઆત ‘હનીમુન’થી થાય છે. અથવા કહો કે, ઘણાંખરાની રેગ્યુલર કૉન્જયુગલ સેક્સલાઈફની શરુઆત હનીમુનથી થાય છે. હનીમુન એ તપાસવા, જાણવા જેવો વીષય છે. તે એક વૈજ્ઞાનીક, સાંસ્કૃતીક, ઈમોશનલ, સોશીયલ ફીનૉમીનન છે. વાત્સ્યાયનના અઢી હજાર વર્ષ પહેલાના કાળથી વીશ્વમાં ‘હનીમુન’ કન્સેપ્ટ પ્રચલીત છે. આજે પાશ્ચાત્ય તથા આપણા પુર્વીય કલ્ચરમાંય ‘હનીમુન’ની પ્રથા કોઈક સ્વરુપે પ્રવર્તતી જોવા મળે છે.
કપલ હીલ સ્ટેશન કે સી–શોર પર જાય છે. પાંચ સાત દીવસ રહે છે. હરે છે. ફરે છે. જાતીય જીવન માણે છે. મોજશોખને જલસા કરે છે અને પાછું ફરીને જીવનની ઘરેડમાં ગોઠવાઈ જાય છે. હનીમુનમાં શું બને છે તો કહે ઉપર જણાવ્યા મુજબની કેટલીક બાબતો પણ આ સીવાય પણ હનીમુનમાં ઘણું ઘણું બને છે, બની શકે છે, બનવું જોઈએ, યા બનાવી શકાય છે.
હનીમુનના કેટલાક દેખીતા ફાયદાઓ આ મુજબ છે.
આપણે ત્યાં હજુય મોટેભાગના લગ્નો ‘ગોઠવાયેલા’ (એરેન્જડ) હોય છે. છોકરો–છોકરી એકબીજાને બે–પાંચ–સાત મહીનાથી જ ઓળખાતા હોય છે જેની સાથે જીન્દગી આખી વીતાવવાની હોય છે. એ લાઈફ પાર્ટનર વીષે તેમને એકબીજાને જાણવા–ઓળખવાની આ તક પુરી પાડે છે. અઠવાડીયાના એકાંતમાં પતી–પત્ની એકમેકના સ્વભાવ, પસંદ–નાપસંદ, ગમા–અણગમા, ટેવ–કુટેવ વીષે થોડું ઘણું અવશ્ય જાણી શકે છે.
વધુ અગત્યની બાબત એકમેકની જાતીય પસંદગી–નાપસંદગી અંગેની તથા જાતીય જાણકારી અંગેની છે. વ્યક્તીના સામાન્ય સ્વભાવનો પરીચય તો પોતાને ઘરે, જીવાતી જીન્દગીમાં પણ પુરતો મળી શકે છે. હનીમુનના એકાંતમાં વ્યક્તીનો જાતીય પરીચય વધારે સારી રીતે મળી શકે છે.
સેક્સ એ એક ઈન્સટીંક્ટ છે. એક આવેગ છે. આવેગ તો ગમે ત્યાં, ગમે ત્યારે પ્રગટે પણ આપણે જીવનના રુટીનમાં એ આવેગને કંઈક એ રીતે કેળવી કેળવીને પાળેલા પ્રાણી જેવો બનાવી નાખીએ છીએ કે એ નીત્યક્રમ મુજબ અઠવાડીયે બે–ચાર વાર રાત્રે દસથી બારના નીયત સમયે જ પા અડધા કલાક પુરતો પ્રગટે છે. આ રુટીનથી ઉફરા જવાની એક અલ્પજીવી તક હનીમુન પુરી પાડે છે.
આ દેખીતા ફાયદાઓની સામે ‘હનીમુન’ના કેટલાક ગેરફાયદા પણ છે.
[1] અપુરતી સમજથી ગોઠવાયેલા આ વીધીવીશેષ ક્યારેક કેવળ ખર્ચાળ, વૈભવી તમાશો બની રહે છે. જે રીતની રખડપટ્ટી, ખરીદી શહેરની ગીચતામાં તેઓ કરી શક્યા હોત તે જ રીતની ચીજોની ખરીદી તેઓ ‘હીલસ્ટેશન’ પર જઈ કરે છે. ‘એસ્થેટીક સેન્સ’ વગર તેઓ ટોળા ભેગા ‘સનસેટ પોઈંટ’ પર ઉભા રહીને સામે તાક્યા કરે છે.
[2] હનીમુનનો બીજો ગેરફાયદો એ છે કે, કેટલાક તેને કેવળ અનલીમીટેડ સેક્સ માટેની વ્યવસ્થા ગણીને એ રીતનું આચરણ કરે છે. આમ કરવામાં કશું ખોટું નથી; પણ એમાં હનીમુનની મુળભુત વીભાવનાનો હેતુ માર્યો જાય છે.
વાત્સ્યાયનજીએ લગ્ન પછીના અઠવાડીયામાં નવદંપતીને ચાંદનીમાં ટહેલવાની, ખુશબુદાર પુષ્પમંડીત લતા નીચે આરામ ફરમાવવાની, કમલ તલાવડીને કાંઠે ઘુમવાની તથા આસવપાન કરતાં કરતાં એકમેકનો સ્પર્શ, સહવાસ માણવાની સલાહ આપી હતી. આ એક પ્રકારનું ‘હનીમુન’ જ થયું ગણાય પણ ઋષી વાત્સ્યાયનના હનીમુનમાં એક સુંદર વૈજ્ઞાનીક મુદ્દો હતો કે તેમણે નવદંપતીને તરત જ જાતીય સમાગમમાં પ્રવૃત્ત થઈ જવાનો અનુરોધ નહોતો કર્યો, જ્યારે આજના મૉડર્ન હનીમુનમાં સેક્સ એ પ્રથમ અને સૌથી મહત્ત્વનો એકમાત્ર મુદ્દો બની રહે છે. ખરેખર તો હનીમુનના રીવાજનો ઉત્કૃષ્ટ ઉપયોગ આટલી વાતો ધ્યાનમાં રાખવાથી થઈ શકે.
[1] હનીમુન ઘરની બહાર ઉજવવામાં આવે છે. એનો અર્થ એ થયો કે જે જે સલવતો ઘરમાં ઉપલબ્ધ યા શક્ય નથી એ હનીમુન દ્વારા પામવી જોઈએ. એક ઉદાહરણ જોઈએ. અંગપરીચય અર્થાત્ પતી–પત્નીને એકમેકનાં શરીરના અંગોને નીહાળવાનો, સ્પર્શવાનો અવસર જેના દ્વારા તેઓ પરસ્પરના શરીરને ઓળખે હવે આ સગવડ આજના સમયના આપણા પાંચસો સ્કવેર ફીટના માહોલમાં ઘણીવાર શક્ય નથી બનતી. ઘરમાં વડીલો, સ્વજનો તથા અન્યો પણ વસતા હોય છે. આથી અર્ધઆવૃત્ત અવસ્થામાં જીવનસાથી સમક્ષ પેશ આવવાની રમત, કે જે કામજીવનની ઉત્તમ ક્ષણોમાંની એક હોય છે, તે ઘરમાં શક્ય નથી બનતી. હનીમુન પર આવું થઈ શકે છે. પતી–પત્ની કેવળ અંતઃવસ્ત્રો પહેરીને પથારીમાં પડ્યા પડ્યા ચા પીતા હોય–એ માહોલ ઘરે ઉભો કરવો મુશ્કેલ છે, હનીમુન પર થાય છે.
[2] ઘરે જીવન બીજા પ્રાયોરીટીઝમાં વહેંચાઈ જાય છે. નોકરી, ધંધો, માંદગી, વ્યવહાર, જવાબદારીઓ વગેરે વગેરે… જાતીય જીવન કદાચ છેલ્લે મુકી દેવું પડે છે. હનીમુન એક અવસર પુરો પાડે છે જ્યારે પ્રણયજીવનને જીવનના પહેલી છેલ્લી અને એકમાત્ર પ્રાયોરીટી બનાવી શકાય છે.
[3] હનીમુન આમ તો નવપરીણીતો જ મનાવે છે; પણ જાણકારો કહે છે કે, પતી–પત્નીએ પોતાના કામજીવનને નીરસ બનતું રોકવું હોય તો દર એક, બે કે ત્રણ વર્ષે એકાદ વધારાનું હનીમુન ઉજવી લેવું જોઈએ.
હનીમુન પર પ્રોબ્લેમ્સ પણ ઉભા થઈ શકે છે. જેઓ અવાસ્તવીક અપેક્ષાઓ રાખીને હનીમુન પર જાય છે. તેઓને ક્યારેક નીરાશ થવાનોય વારો આવે છે. તો કેટલાક બહુ મોટી ઘટનાનો સામનો કરી રહ્યા હોય એવા ડરથી હનીમુન પર જાય છે અને પોતાના મનમાં તણાવને લીધે ઉલટા નીષ્ફળ જાય છે. અને આનન્દને બદલે દુઃખ મેળવીને પાછા ફરે છે. કેટલીક છોકરીઓને ‘હનીમુન સીસ્ટાઈટીસ’ નામની યુરીનને લગતી બીમારીય થાય છે તો કેટલાકને મનમેળ ન સધાતા આવનારા વર્ષોમાં થનારા પણ હનીમુન દરમીયાન જ થઈ જાય છે.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ’જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : DR. MUKUL M CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT –395 007. Phone : (0261) 3473243, 3478596 Fax : (0261) 3460650 e.Mail : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 19–09–2022
Objective, analytical view-point on this issue … it opens our “blind” faith in routine / traditional mentality!
LikeLiked by 1 person
.
મા.ડૉ. મુકુલ ચોકસીનો ‘ હનીમુન એ એક વૈજ્ઞાનીક, સાંસ્કૃતીક, ઈમોશનલ, સોશીયલ ફીનૉમીનન છે. હનીમુનના કેટલાક દેખીતા ફાયદાઓની સામે કેટલાક ગેરફાયદા પણ છે. હનીમુનના રીવાજનો ઉત્કૃષ્ટ ઉપયોગ કેટલીક વાતો ધ્યાનમાં રાખવાથી થઈ શકે છે.’ ઘણા ચિંતક વિદ્વાનોને પણ ખ્યાલ ન હોય તેવી વાત તરફ ધ્યાન દોરવા બદલ ધન્યવાદ
LikeLiked by 2 people
Learnt following:
હનીમૂન સિસ્ટીટીસ (અથવા “હનીમૂન ડિસીઝ”) એ જાતીય પ્રવૃત્તિને કારણે થતી સિસ્ટીટીસ છે. સિસ્ટીટીસના લક્ષણો સેક્સ સિવાયના અન્ય કોઈ વસ્તુના કારણે થતા સિસ્ટીટીસ જેવા જ છે: પેશાબ કરતી વખતે સળગતી ઉત્તેજના તેમજ બાથરૂમ જવાની વારંવાર ઇચ્છા.
And
વાત્સ્યાયનજીએ લગ્ન પછીના અઠવાડીયામાં નવદંપતીને ચાંદનીમાં ટહેલવાની, ખુશબુદાર પુષ્પમંડીત લતા નીચે આરામ ફરમાવવાની, કમલ તલાવડીને કાંઠે ઘુમવાની તથા આસવપાન કરતાં કરતાં એકમેકનો સ્પર્શ, સહવાસ માણવાની સલાહ આપી હતી. આ એક પ્રકારનું ‘હનીમુન’ જ થયું ગણાય પણ ઋષી વાત્સ્યાયનના હનીમુનમાં એક સુંદર વૈજ્ઞાનીક મુદ્દો હતો કે તેમણે નવદંપતીને તરત જ જાતીય સમાગમમાં પ્રવૃત્ત થઈ જવાનો અનુરોધ નહોતો કર્યો, જ્યારે આજના મૉડર્ન હનીમુનમાં સેક્સ એ પ્રથમ અને સૌથી મહત્ત્વનો એકમાત્ર મુદ્દો બની રહે છે.
બહુ જ સરસ અને મન ઉપર નો નિબંધ વાંચીને આનંદ થયો અને ઘણી નવી ચીજો જાણવા મળે ધન્યવાદ, ડોક્ટર મુકુલ ચોકસી સાહેબને અને અમારા ગોવિંદભાઈ મારૂ ને.
LikeLiked by 1 person
હનીમૂનની બહુ જ સુંદર વાત કરી. ફાયદા-ગેરફાયદા વિશે જાણ્યું.
મારું અંગત માનવું છે કે, હનીમૂન પર જો અનુકૂળ હોય તો જવું જ જોઈએ. જીવનમાં આવો સમય ફરી મળે કે નહીં. આજના સમય માં મોંઘવારી સાથે જીવનમાં ફરવા સમય મળે ન મળે, પછી તો જીવનમાં કામ પર કામ આવે જ જવાના.
LikeLiked by 1 person