દેશના સામાન્ય માણસ સાથે સીધા જોડાયેલા બંધારણીય માળખા, વીવીધ પાસાઓ અને કાયદાના શાસનની વાસ્તવીકતાઓની ઝલક દર્શાવતી ઈ.બુક ‘આપણા બંધારણને સમજીએ’ના સંપાદકનું કથન પ્રસ્તુત છે.
આમ આદમીને બંધારણનું
પ્રશીક્ષણ હોવું જોઈએ
(સંપાદકનું કથન)
– ગોવીન્દ મારુ
26મી જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ પ્રાપ્ત થતાં, આપણે પ્રજાસત્તાક દેશવાસી બન્યા. આ પછીના 72 વર્ષોમાં પ્રજાની સહભાગીતા થાય તે માટે કોઈ સરકાર કે કોઈ રાજકીય પક્ષને દરકાર હોય એવું જણાતું નથી! અને પ્રજાની સહભાગીતા થાય તે માટે જે કરે છે તે ફક્ત કાગળ પર હોય છે! આપણે ત્યાં બંધારણથી ‘કાયદા શાસન’ [Rule of law] સ્થાપીત હોવા છતાં, બંધારણ કે કાયદાઓ તરફ નાગરીકોની વાત તો ઠીક છે; પરન્તુ તંત્ર–વાહકોને કોઈ આદર હોય એવું જણાતું નથી! બંધારણ દેશ માટે સર્વોચ્ચ કાનૂન હોવાથી દરેક તંત્ર અને તેના વીભાગને બંધારણના આદર્શોની પુર્તી અર્થે બંધારણીય જોગવાઈઓને ધ્યાનમાં રાખી કાર્ય કરવું જોઈએ; છતાં પણ આની ઉપરવટ જઈને કેટલાક કાર્ય થાય છે. તેમ થવાને કારણે કોર્ટ કચેરીનો આશરો લેવો પડે છે.
આપણને બંધારણની ચિંતા નથી. આપણે જોઈએ છીએ કે પ્રજાના મતથી ચુંટાયેલ સરકાર કેન્દ્રમાં તેમ જ દરેક રાજ્યમાં હોવા છતાં પ્રજાને સરકાર સાથે પોતાની સરકાર હોવાનો હાશકારો અનુભવાતો નથી. પ્રજાને સતત અવગણવામાં આવી રહ્યાનો અનુભવ થાય છે. પ્રજાનો અવાજ, વેદના સરકારના કાન સુધી પહોંચતા નથી. મારા મતે આમ આદમીને બંધારણનું પ્રશીક્ષણ હોવું જોઈએ. દરેક નાગરીક બંધારણની જોગવાઈઓથી સુસજ્જ હોય તો અનેક દુષણો ફેલાતા અટકે તેમ છે.
તા. 24–25 સપ્ટેમ્બરે શૈક્ષણીક તીર્થધામ ‘લોકનીકેતન’ [રતનપુર. તાલુકો : પાલનપુર] ખાતે ‘બંધારણ શીબીર’ યોજાઈ ગઈ. આ શીબીરમાં [1] બંધારણ ઘડતર ભુમીકા સાથે આમુખમાં વ્યક્ત થયેલ આદર્શોની સમજુતી. [2] ધર્મનીરપેક્ષતાનો ખ્યાલ અને વૈજ્ઞાનીક અભીગમ શું છે? [3] બંધારણ લોકોપયોગી કેટલું? [4] તમામ મુળભુત અધીકારો માનવ અધીકારો છે? [5] સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓની કેન્દ્ર સરકાર દ્વારા થતી અવગણના. [6] બંધારણમાં ઉલ્લેખ ન હોવા છતાં શું કાયદાનું શાસન દેશ માટે અનીવાર્ય છે? [7] દેશના રાષ્ટ્રપ્રમુખની સત્તા નામની જ છે કે તેમને સ્વતંત્ર સત્તાઓ પણ છે? [8] બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ [9] બંધારણ પ્રત્યેની જાગરુકતાનો જ અભાવ [10] મહિલાઓને સુરક્ષાચક્ર આપતા કાયદાઓ વગેરે વિષયો પર કાનુની નીષ્ણાતો અને લેખકોએ તેમના વીચારોની પવીત્રતા જાળવવા માટે તેના રાજકીય અથવા સામાજીક અસરોને જોયા વીના પ્રામાણીકપણે તેમના નીખાલસ મંતવ્યો પ્રસ્તુત કર્યા છે. દેશના સામાન્ય માણસ સાથે સીધા જોડાયેલા બંધારણીય માળખા, વીવીધ પાસાઓ અને કાયદાના શાસનની વાસ્તવીકતાઓની ઝલક દરેક ગુજરાતી સુધી પહોંચાડવા ‘આપણા બંધારણને સમજીએ’ ઈ.બુક બનાવવાનો મને વીચાર આવ્યો અને તે ઉદ્દેશથી જ હું ‘બંધારણ શીબીર’માં જોડાયો. સામાન્ય જનતા માટે અને ખાસ કરીને વીદ્યાર્થીઓ કે જેમની લાંબી કારકીર્દી છે તેમના માટે આ ‘ઈ.બુક’ ઉપયોગી થશે.
– ● – ● – ● – ● – ● – ● –
‘આપણા બંધારણને સમજીએ’ ઈ.બુક
‘સંવીધાન દીવસે’ (તા. 26.11.2022) સવારે
https://govindmaru.com/ebooks/
પરથી ડાઉનલોડ કરવા સર્વને વીનન્તી છે.
– ● – ● – ● – ● – ● – ● –
જો કે, એવા કેટલાક ક્ષેત્રો છે કે જેના પર વીદ્યાર્થીઓ અને લોકોમાં મોટાભાગે ચર્ચાની જરૂર છે, શા માટે આપણે હજી પણ ભારતીય દંડ સંહીતા 1860ના બ્રીટીશ વારસાને વહન કરીએ છીએ? જે ખાસ કરીને 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી બ્રીટીશ પોલીસ કાયદાઓમાં 1857 સ્વતંત્રતા સેનાનીઓ પર કાર્યવાહી કરવી અત્યંત મુશ્કેલ હતી; પરન્તુ આ સંસ્થાનવાદી પોલીસ અધીનીયમ હજુ પણ અમલમાં છે. એક જાહેર હીતની અરજીમાં, ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વર્ષ 2006માં ચોક્કસ ફેરફારો કરવા માટે ભારત સરકારને સુચનો કર્યા હતા; પરન્તુ તે આદેશ આજ સુધી સત્તાના ગલીયારામાં ધુળ ખાય છે કે કેમ?
ન્યાય મેળવવો અને ખાસ કરીને સમયસર ન્યાય એ ભારતના નાગરીકોનો મુળભુત અધીકાર છે. જાહેર હીતની અરજીમાં, વર્ષ 2002માં નામદાર સર્વોચ્ચ અદાલતે વર્ષ 2005 સુધીમાં પ્રતી દસ લાખ વસ્તી દીઠ 50 ન્યાયાધીશો રાખવાનો આદેશ આપ્યો હતો. આ આદેશનો પણ આજદીન સુધી અમલ થયો નથી. ભારતની સર્વોચ્ચ અદાલતના આદેશોનું સરકાર દ્વારા સન્માન કરવામાં આવતું નથી. પરીણામ સ્વરૂપ, દેશભરની વીવીધ અદાલતોમાં લગભગ પાંચ કરોડ કેસો પેન્ડીંગ છે. ફોજદારી મામલામાં સરેરાશ 15–20 વર્ષ અને દીવાની બાબતોમાં વધુ સમય લાગે છે. પરન્તુ સરકારના વલણ અને અભીગમમાં કોઈ ગંભીરતા નથી, પછી તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, તે પણ ચીંતાનું કારણ છે ત્યારે આપણે લોકોએ ક્યાં જવું તે પ્રશ્ન છે! રાજકારણનું અપરાધીકરણ જેવા અન્ય મુદ્દાઓ પણ મહત્ત્વપુર્ણ છે. હવે પછી યોજાનારી શીબીરમાં તેને આમેજ કરવા આયોજકોને મારી વીનંતી છે.
અંતમાં ‘લોકનીકેતન’ શૈક્ષણીક સંકુલના મેનેજીગં ટ્રસ્ટી શ્રી કીરણભાઈ ચાવડા, ચૌલાબહેન, પ્રા. દલપતભાઈ પરમાર, સ્ટાફ, વીદ્યાર્થીગણ તથા દરેક યજમાન સંસ્થાઓનો આભાર. આ ‘ઈ.બુક’ માટે લેખ મોકલનાર સર્વ વક્તા/લેખકો/ભાવાનુવાદકો અને ચીવટપુર્વક પ્રુફવાચન કરવા બદલ પાલનપુરના વસંતભાઈ યાદવ, ગીરીશભાઈ સુંઢીયા, કારીઆ સાહેબ તથા દેડીયાપાડાના નટુભાઈ વસાવાનો દીલથી આભાર. સુંદર ફોટોગ્રાફ્સ માટે ‘અનંત ક્રીએશન’, પાલનપુરના આર્ટીસ્ટ જયેશ વાગડોદા તેમ જ સરસ મુખપૃષ્ઠ માટે વીક્રમ વજીરનો ની:સ્પૃહ સહકાર મળ્યો તે બદલ બન્ને મીત્રોનો હૃદયપુર્વક આભાર માનું છું.
‘મણી મારુ પ્રકાશને’ પ્રકાશીત કરેલી સઘળી ઈ.બુક્સની જેમ જ, આ ઈ.બુક પણ વાચકમીત્રોનો આવકાર અને સ્નેહ પામશે એવી આશા સાથે…
ધન્યવાદ..
– ગોવીન્દ મારુ
‘આપણા બંધારણને સમજીએ’ ઈ.બુકમાંથી, લેખક–વ–સંપાદકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 25–11–2022
Good work…
LikeLiked by 1 person
Jay bhim
LikeLiked by 1 person
મરણોત્તર પત્ર મોકલવા વિનંતી
LikeLiked by 1 person
અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)ની પીડીએફ તમને મેલ કરી છે.
LikeLike
આભાર સાહેબ
LikeLiked by 1 person
‘આમ આદમીને બંધારણનું પ્રશીક્ષણ હોવું જોઈએ’ ખૂબ અગત્યની વાતને અમલમા લગાવવાની વાત સાકાર કરવા બદલ ધન્યવાદ
‘આપણા બંધારણને સમજીએ’ ઈ.બુક ‘સંવીધાન દીવસે’ (તા. 26.11.2022) સવારે https://govindmaru.com/ebooks/ પરથી ડાઉનલોડ કરવા સર્વને વીનન્તી છે.’ વાતે ધન્યવાદ
LikeLiked by 1 person
નમસ્તે ગોવીન્દભાઈ, સરસ માહીતી આપવા બદલ આપનો આભાર. મેં આ બુક ડાઉનલોડ કરી લીધી છે.
LikeLiked by 1 person
ધન્યવાદ… 🙏
LikeLike
આમ આદમીને બંધારણનું
પ્રશીક્ષણ હોવું જોઈએ :ખૂબ અગત્યની વાત.✅
રાજકારણનું અપરાધીકરણ જેવા અન્ય મુદ્દાઓ પણ મહત્ત્વપુર્ણ છે✅
LikeLiked by 1 person