બાળકો અન્ધવીશ્વાસી કેવી રીતે બને છે?

બાળકો અન્ધવીશ્વાસી કેવી રીતે બને છે?

–પરેશ ડી. કનોડીયા

આપણે ત્યાં સ્કુલમાં ભણતા વીદ્યાર્થીઓને જે શીખવાડવામાં આવે છે તેના કરતા ઉંધું તેઓને ઘેર પોતાના વડીલો, ધર્મશાસ્ત્રો કે ધાર્મીક ગુરુઓ દ્વારા શીખવાડવામાં આવે છે. જેના કારણે ભણેલો ગણેલો માણસ પણ બેવકુફ જેવું વર્તન કરવા લાગે છે.

સોનું સાતમાં ધોરણમાં ભણતો વીદ્યાર્થી છે તેના ગામમાં યજ્ઞ ચાલતો હતો. યજ્ઞમાં આવેલા ધર્મગુરુએ તેમના પ્રવચનમાં કહ્યું કે, શીવજીની જટામાંથી ગંગા નીકળે છે અને ભગીરથ તેને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા.

પ્રવચન પુરું થયા પછી સોનુએ પુછ્યું કે મહાત્માજી, “હું તો શાળાની ચોપડીમાં એવું ભણ્યો છુ કે ગંગા હીમાલયના ગંગોત્રી ગ્લેશીયરમાંથી નીકળે છે”. તો મહાત્માએ કહ્યું કે તું હજુ છોકરું છે ધર્મને નહીં સમજી શકે. બાજુમાં બેઠેલાઓએ પણ કહ્યું કે જ્યારે તું મોટો થઈશ ત્યારે આ બધી વાતોની જાણકારી મળી જશે.

બીજા દીવસે સોનુએ તેના ક્લાસમાં શીક્ષક્ને કહ્યું : “સર તમે જે ભણાવો છો તેનાથી એકદમ ઉંધું મહાત્માજી કહે છે”.

શીક્ષકે પણ કહ્યું કે જ્યારે મોટો થઈશ ત્યારે સમજી જઈશ. આજે સોનું મોટો થઈ ગયો છતાંય આ બાબતો સમજવામાં મુશ્કેલી પડે છે શું સાચું અને શું ખોટું?

આકાંક્ષા વીજ્ઞાનની વીદ્યાર્થીની હતી એક દીવસ તેની માતાએ કહ્યું કે : “તું રોજ સ્નાન કરીને સુર્ય ભગવાનને જળ ચઢાવ્યા કર તેનાથી તને સફળતા મળશે”.

પણ આકાંક્ષા બોલી : “મમ્મી તને કઈ ખબર છે કે સુર્ય ભગવાન નથી પણ સૌર્યમંડળનો એક તારો છે જે પૃથ્વી કરતા ઘણો મોટો છે”.

મમ્મીએ કહ્યું : “શું આ બધા બેવકુફ છે જે સુર્ય ભગવાનને જળ ચડાવે છે?” આકાંક્ષા સમજી ના શકી કે પુસ્તકને સાચું માનવું કે પોતાની માં ને.

એકવાર ભુકમ્પ અને તોફાન આવ્યું તો ઉદયવીરના દાદા બોલ્યા કે “ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે તે પડખું ફરે છે ત્યારે ભુકમ્પ આવે છે”. તો ઉદયવીર બોલ્યો કે “દાદા મારી ચોપડીમાં લખ્યું છે કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડીગ્રી નમેલી હોય છે અને જ્યારે બે ટેફટોનીક પ્લેટ એક બીજાને અથડાય ત્યારે ભુકમ્પ આવે છે”. તો દાદા ગુસ્સે થઈ ગયા. આવા સેંકડો ઉદાહરણો આપણા સમાજમાં જોવા મળે છે કે જે નવી પેઢી ને મુશ્કેલીમાં મુકી દે છે.

વીજ્ઞાન તર્કના આધારે કોઈ પણ વાતને સાબીત કરે છે કે જેથી શાળામાં ભણતા વીદ્યાર્થીઓ તેને સમજે અને પોતાની જીન્દગીમાં ઉતારે. જ્યારે કહેવાતા ધર્મના પુસ્તકો અહીં તહીં ભેગી કરેલી વાતોનો પુલીન્દો હોય છે. જેમાં અન્ધવીશ્વાસ ભરેલો હોય છે જેનાથી બાળકોને સમજાતું નથી કે કોના પર વીશ્વાસ કરવો.

ઘણા લોકો કહેશે કે અમારા પુર્વજો માનતા હતા એટલા માટે અમે પણ માનીએ છીએ તો ભાઈ આપણા પુર્વજો તો જંગલમાં નીર્વસ્ત્ર ફરતા હતા તો હવે તમે કેમ કપડાં પહેરો છો? તમેય તમારા પુર્વજોને કેમ નથી અનુસરતા?

તર્કશીલ બનો.
વીજ્ઞાનવાદી બનો.
ભારતને સામર્થ્યશાળી બનાવો.
અન્ધવીશ્વાસ ભગાઓ.
આત્મવીશ્વાસ જગાઓ.
શીક્ષીત બનો અને શીક્ષીત કરો.

–પરેશ ડી. કનોડીયા

ફેસબુક’ના ‘અપના અડ્ડા’ ગ્રુપમાં તા. 17, માર્ચ, 2021ના રોજ પ્રગટ થયેલ લેખકની પોસ્ટ (https://www.facebook.com/groups/apnaaddagujarati/posts/4159209170809492/ )માંથી,  લેખકના, ‘અપના અડ્ડા ગ્રુપના અને ‘ફેસબુક’ના  સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. પરેશ ડી. કનોડીયા, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–11–2022

4 Comments

 1. શ્રી પરેશ ડી. કનોડીયા-‘તર્કશીલ બનો.વીજ્ઞાનવાદી બનો.ભારતને સામર્થ્યશાળી બનાવો.અન્ધવીશ્વાસ ભગાઓ.આત્મવીશ્વાસ જગાઓ.શીક્ષીત બનો અને શીક્ષીત કરો.’સુંદર વાત

  Liked by 2 people

 2. ભણેલો ગણેલો માણસ પણ બેવકુફ જેવું વર્તન કરવા લાગે છે!!!!!!!!!!!!

  તર્કશીલ બનો.
  વીજ્ઞાનવાદી બનો.
  ભારતને સામર્થ્યશાળી બનાવો.
  અન્ધવીશ્વાસ ભગાઓ.
  આત્મવીશ્વાસ જગાઓ.
  શીક્ષીત બનો અને શીક્ષીત કરો.👍👍👍👍👍

  Liked by 2 people

 3. How we blame parents and villagers, when scientists with PH.D degrees and doctors and engineers are also no exception from these kind lf beliefs. During that fade of Ganpati drinking milk, about 20-25 years ago, these educated people were in line to offer milk to an idol.

  Liked by 2 people

 4. ખુબ સરસ લેખ,

  જ્યારે પણ કોઈપણ બાબતમાં કઈંક અજુગતું કે વિપરીત લાગે ત્યારે તેના વિશે જાણવું જોઈએ તો જ અંન્ધવિશ્વાસ જશે.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s