આપણા જીવનમાં કોઈ નવી સવાર કેમ થતી નથી?

ઓસ્ટ્રેલીયામાં રહેતા ‘ફેસબુકમીત્રઉત્પલ યાજ્ઞીક મારફતે ‘Break The Ruleબ્રેક ધ રુલ’ના ફાઉન્ડર અને તાજગીસભર વીચારો ધરાવનાર જોગા સીંઘનો પરીચય થયો. બન્ને પરીચય રુબરુ નહીં; પણ વીચારો થકી; ‘ફેસબુક’ મારફતે. જોગા સીંઘ અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તેમના વીચારો જાણીએ…

આપણા જીવનમાં
કોઈ નવી સવાર કેમ થતી નથી?

– રમેશ સવાણી

“એક વખત એક ધોબી પોતાના ગધેડા ઉપર કપડા મુકીને રાતે જઈ રહ્યો હતો. અચાનક ગધેડો ઉંડા ખાડામાં પડી ગયો. ધોબીએ ગધેડાને બહાર કાઢવા ઘણી કોશીશ કરી પણ તેને બહાર કાઢી શકાયો નહીં. ધોબીએ વીચાર્યું કે ગધેડો આમેય વૃધ્ધ થઈ ગયો છે, બહાર નીકળે તેમ નથી; એટલે દાટી દઉં. ધોબીએ પાવડાથી માટી ખાડામાં ફેંકવાની શરુ કરી. માટી ગધેડા ઉપર પડતાં જ ગધેડો શરીરને ઝાટકીને માટી નીચે પાડી દેતો. અને માટી ઉપર ચડી જતો. આખી રાત આમ ચાલ્યું. સવાર થતાં ગધેડો ખાડાની બહાર આવી ગયો! શરુઆતમાં માણસ જંગલમાં રહેતો હતો ત્યારે શીસ્ત નહીં હોય. તેને કાબુ કરવા કોઈ રસ્તો ન હતો; કોઈ કામ પણ ન હતું કે તેને વ્યસ્ત રાખી શકાય. શાતીર લોકોએ; માણસોને કાબુમાં રાખવા માટે ધર્મ/ભગવાનની કલ્પના ઉભી કરી; ડર/ભ્રમ ઉભો કર્યો. રીતરીવાજો/રુઢીઓ/અન્ધવીશ્વાસો/વહેમો રુપી માટી જનમાનસ ઉપર ફેંકતા રહ્યા. માણસમાં જો સમજ હોત તો ઉપર પડતી માટી ઝાટકીને નીચે પાડી દેત અને માટી ઉપર ચડી જાત! માણસે આગળ જોવાની જરુર હતી; રીવાજો/રુઢીઓને તોડવાની જરુર હતી – ‘બ્રેક ધ રુલ’ની જરુર હતી; પરન્તુ થયું ઉલટું. ગધેડાની જેમ આપણી ઉપર કચરો ફેંકાતો રહ્યો ત્યારે આપણને મજા પડી ગઈ! આરામ મળતો હતો! પરીણામે આપણે ધારણાઓ/પરીપાટીઓ/ કર્મકાંડોમાં દબાઈ ગયા! સદીઓથી માણસ ઉપર કચરો ફેંકાઈ રહ્યો છે. પ્રથમ વખત કચરો માણસ ઉપર પડ્યો ત્યારે જ વીદ્રોહ કરવાની જરુર હતી; હવે તો સહન કરવાની ટેવ પડી ગઈ છે. આપણી જીંદગીને કર્મકાંડો/ધારણાઓ/શ્રદ્ધાઓએ બહુ જ જટીલ કરી મુકી છે; પરન્તુ આપણને એનાથી કોઈ પરેશાની પણ નથી! બીજો કોઈ વીકલ્પ નજરે પડતો નથી.”

+ + + + + + +
ગુજરાતી જોડણીની ખોદણી

પાંત્રીસ વર્ષ સુધી ખુબ જ નીષ્ઠાપુર્વક ગુજરાતી ભાષા શીખવનાર
ભાષાશીક્ષક શ્રી ઉત્તમભાઈ ભગવાનદાસ ગજ્જર
(સમાજવીદ્યાવીશારદ; ડી.બી.એડ્.) લીખીત
જોડણીચીંતનવૃક્ષ સમી, 1996માં લખાયેલી, એક નાનકડી પુસ્તીકા
ગુજરાતી જોડણીની ખોદણી’ની ઈ.બુક તારીખ : 1-02-2023ને
બુધવારે ‘મણી મારુ પ્રકાશન’ પ્રગટ કરશે.

આપ સર્વનો લોકપ્રીય બ્લૉગ ‘અભીવ્યક્તી’ના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/ebooks/ માંથી વાચકમીત્રોને
આ ‘ઈ.બુક’ ડાઉનલોડ કરવાની સુવીધા ઉપલબ્ધ થશે.
જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો
પોતાનાં નામ–સરનામા અને વૉટ્સએપ નંબર સાથે મને લખશે
તો હું તે વાચકમીત્રને સપ્રેમ ઈ.બુક મોકલી આપીશ. ધન્યવાદ.

ગોવીન્દ મારુ
govindmaru@gmail.com
+ + + + + + +

“જે ખોટું હતું તેને આપણે જીંદગીમાંથી નીચે ફેંક્યું નહીં. હવે ગંદકીના હજારો પોપડા આપણી ઉપર ચડી ગયા છે. ધર્મના ઠેકેદાર બીલકુલ ઈચ્છતા નથી કે આપણે કુવામાંથી બહાર આવીએ! આજે દેશની હાલત ગંભીર છે. પ્રવચન/કથાઓ/સાધુ/યોગી/સ્વામી/બાપુ હજાર ગણા વધી ગયા છે. છતાં ચારે તરફ લુંટફાટ/બળાત્કાર/ઠગાઈ/ભ્રષ્ટાચાર થાય છે; શોષણ થાય છે; ભેદભાવ થાય છે. સવાલ એ છે કે આપણે બધું ઠીક કરીએ છીએ; આદર્શવાદી છીએ; તો આપણી સાથે ખરાબ વ્યવહાર કેમ થાય છે? કોણ પુછે? પુછવા વાળી બુદ્ધી/સમજ તો સેંકડો ફુટ નીચે ગધેડાના પગ હેઠળ દબાઈ ચુકી છે! દરેક માણસ વીચારે છે કે એક દીવસ બધું ઠીક થઈ જશે; પરન્તુ એ દીવસ હજારો વરસ પછી આજ સુધી નથી આવ્યો અને આવશે પણ નહીં. આજે એક જ ઉપાય છે; જે કચરો આપણા ખભા ઉપર લદાયેલો છે તેને નીચે પાડો! તો આપણી બુદ્ધી/સમજનો વીકાસ થશે. આજે પણ આપણે ‘બ્રેક ધ રુલ’ વડે આ બોજથી મુક્ત થઈ શકીએ તેમ છીએ. શરત એટલી જ કે પાછળ જોવાને બદલે આગળ જોવાનું છે! જ્યારે ગધેડો આટલો બુદ્ધીમાન થઈ શકતો હોય તો આપણે કેમ નહીં? જે પણ આદર્શ/ગુરુ/ફકીર/દેવતા/ગ્રંથ/પરંપરા આપણી જીંદગીમાં દાખલ થઈ ત્યારે તેને એ સમયે જ, સમજી વીચારીને એક બાજુ હડસેલીને આગળ નીકળી જવાનું હતું. જો આપણે આગળ નીકળ્યા હોત તો એક નવી સવારના દર્શન થાત. આ ગુરુ/દેવતા/પેગમ્બર આપણા જીવનમાં રોકાઈ ગયા એટલે એક નવી સવાર આપણા જીવનમાં ન આવી. જે રીતે આપણા દાદા, પરદાદા ખાતાપીતા હતા; પહેરતા હતા, પુજાપાઠ કરતા હતા; લગ્ન કરતા હતા; એ જ રીતે આપણે કરીએ છીએ. કોઈ તાજગી નહીં, કોઈ બદલાવ નહીં. એનો અર્થ એ થયો કે કોઈ નવી સવાર ન ખીલી. જીવનની નવી સવાર ત્યારે થાય જ્યારે આપણે ગુરુઓ/ફકીરો/ગ્રંથો/મર્યાદાઓને ગંગામાં વહાવી દઈએ. જ્યારે આપણે આગળ નીકળી જઈએ, અતીત પાછળ રહી જાય, જ્યાં તે રહેવો જોઈએ, જ્યા સુધી તે સમ્બન્ધ રાખતો હતો. આપણો સમ્બન્ધ આજથી છે, અત્યારથી છે. આપણી જરુરીયાત શું છે? આપણને સારું શું લાગે છે? મહત્ત્વ આપણું હોવું જોઈએ; નહીં કે ભુતકાળના મહાપુરુષોનું. જીવન બહુ નાનું છે, આપણે જુના રુલ તોડવા પડશે.”

જોગા સીંઘના વીડીઓ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે (સ્રોત : https://www.youtube.com/c/BreakTheRuleJogaSingh). (ફેસબુક પર જોગા સીંઘની પોસ્ટ માણવા માટે સ્રોત : https://www.facebook.com/JogaSinghBreakTheRule) તેમનું હીન્દીમાં પુસ્તક છે- ‘જીંદગી કો અપની શરતો પર કૈસે જીયેં’ આ પુસ્તક યુવાનો/બુદ્ધીજીવીઓએ વાંચવા જેવું છે. આ પુસ્તકમાં એવા બીજ છે; જે આગળ જતા ઘેઘુર વૃક્ષમાં પરીવર્તીત થઈ શકે છે. તેમની શૈલી; સરળ અને ધારદાર છે. આ પુસ્તકની ખાસીયત એ છે કે વાંચ્યા બાદ વીચારોમાં બદલાવ મહેસુસ થઈ શકે છે. વ્યક્તીની અંદર બદલાવ આવ્યા બાદ સમાજમાં બદલાવ આવે છે. આપણી અંગત સમસ્યાઓ ઉકેલી શકીએ છીએ અને બહુ જ મોટા સામાજીક બદલાવની પૃષ્ઠભુમી તૈયાર થાય છે. આ પુસ્તકની PDF ઉપલબ્ધ છે; અને એમેઝોન પરથી પુસ્તક મેળવી શકાય છે.

જીંદગી કો અપની શરતો પર કૈસે જીયેં’ પુસ્તકમાં શું છે?

[1] અસલ આધ્યાત્મીક કોણ છે?
[2] શું તમે એક રોબોટીક જીવનના શીકાર છો?
[3] મારી પત્નીના દીલમાં કોણ રહે છે?
[4] આપણા જીવનમાં કોઈ નવી સવાર કેમ થતી નથી?
[5] ધાર્મીક લોકો દુખી કેમ થાય છે?
[6] આપણે હમ્મેશાં કંઈક બનવામાં શા માટે લાગેલા રહીએ છીએ?
[7] કઈ રીતે ઘર્મ મગજ વગરની ભીડ છે?
[8] ભારતમાં કોઈ ખોજ કેમ નથી થતી?
[9] કોઈ બીજાનો અનુભવ તમારો ન થઈ શકે!
[10] આપણે શા માટે મહાપુરુષોની હત્યા કરી નાખવી જોઈએ?
[11] માણસની જીંદગી એટલી નાખુશ કેમ છે?
[12] સમાજમાં આપણે કેટલા સ્વતન્ત્ર છીએ?
[13] માનસીક ગુલામી એટલી ખરાબ કેમ હોય છે?
[14] છેવટે માણસ જીવવાથી એટલો કેમ ડરે છે?
[15] ધાર્મીક કબજીયાત શું છે?
[16] છેવટે ઉકેલ શું છે?

–રમેશ સવાણી

તા. 25 જુલાઈ, 2021ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટમાંથી, લેખકના અને ‘ફેસબુક’ના  સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30–01–2023

5 Comments

  1. શ્રી રમેશ સવાણીની સટિક રેશનલ વાત ‘જ્યારે આપણે આગળ નીકળી જઈએ, અતીત પાછળ રહી જાય, જ્યાં તે રહેવો જોઈએ, જ્યા સુધી તે સમ્બન્ધ રાખતો હતો. આપણો સમ્બન્ધ આજથી છે, અત્યારથી છે. આપણી જરુરીયાત શું છે? આપણને સારું શું લાગે છે? મહત્ત્વ આપણું હોવું જોઈએ; નહીં કે ભુતકાળના મહાપુરુષોનું. જીવન બહુ નાનું છે, આપણે જુના રુલ તોડવા પડશે.”
    ધન્યવાદ

    Liked by 1 person

  2. કુંભારના ગધેડાની સાવ સાદી વાતને લઈને આપણાં મન પર ખડકાતા ધાર્મિક ભય, રીતરીવાજો,રુઢીઓ ,અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને વહેમોરૂપી માટી નીચે દબાતી જતી આપણી સમજ, બુદ્ધિ પર સીધો પ્રહાર.

    Liked by 1 person

  3. Looks like we live under the pressure of traditions and rituals of the past many millenias. We always boast about the so called past glories, but do not try to improve our present and future. Look at the percentage wise how many athelets, scientists, artists, thinkers or good writers, we have produced recently compared to small countries. We are more than 1.3 billion people and don’t even come in first 10 in the achivements in all fields. Corruption and cheating is rampant all over and every step of daily life, then how do we talk of progress. Very sorry to say that we are still in the dark ages, in spite of boasting of progress in science and technology, there is progress but just a little in comparison to the huge population.

    Like

  4. જોડણી ની ખોદણી – – ખુબ જ સચોટ છે. ખુબ જ સરળ રીતે સમજ આપી છે. આ જરૂરી પણ છે. આનંદ સાથે અભિનંદન

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s