રુઢીચુસ્તતા, બંધીયારપણા અને પરમ્પરાને વળગી રહેવાનું વલણ મોટા ભાગના ધર્મોમાં છે. તેનું પ્રમાણ કે તીવ્રતામાં ફેર હોઈ શકે; પણ એનાથી કોઈ ધર્મ મુક્ત નથી.
ધર્મ તારું બીજું નામ ભેદભાવ
– બીરેન કોઠારી
વીશ્વના મોટા ભાગના ધર્મ ઓછેવત્તે અંશે જુનાપુરાણા છે. એમ કહેવાય છે કે તમામ ધર્મોનો સાર એક જ છે અને એ છે માનવકલ્યાણનો. તેમ છતાં ધર્મના નામે જેટલી હીંસા થતી આવી છે એટલી કદાચ યુદ્ધમાં પણ નહીં થતી હોય! તમામ ધર્મોનું મુળ તત્ત્વ એકસમાન હોય તો પછી ધર્મ ધર્મ વચ્ચે અસહીષ્ણુતા કેમ? ભારત સહીત અનેક દેશોમાં ધર્મ એ રાજકારણનો સળગતો અને મહત્ત્વનો મુદ્દો બની રહે છે, અને તેની પર વીવીધ રાજકીય પક્ષોનું ભાવી રચાય છે. ધર્મના બચાવમાં એમ પણ કહેવામાં આવે છે કે તે અસલમાં માનવકેન્દ્રી જ છે; પણ તેના અનુયાયીઓને કારણે ધર્મ બદનામ થાય છે. વાસ્તવીકતા એ છે કે ધર્મના હાર્દ સુધી જવાના ઉદ્યમને બદલે સૌ પોતાને અનુકુળ આવે એ રીતે ધર્મના કોઈ પણ તત્ત્વને પકડી લે છે. આથી છેવટે ધર્મ વ્યાપક બની રહેવાને બદલે મુઠ્ઠીભર આગેવાનો પુરતો મર્યાદીત બનીને રહી જાય છે. આવા ધાર્મીક આગેવાનો પણ એમ જ ઈચ્છે છે.
પ્રવર્તમાન ધોરણ અનુસાર પ્રત્યેક વ્યક્તી સ્વતંત્ર નાગરીક અને સમાન હક ધરાવે છે; છતાં ધર્મ અને સંપ્રદાયમાં એક યા બીજા પ્રકારના તીવ્ર ભેદભાવ જોવા મળે છે, અને એ બાબતે તેના અનુયાયીઓને ખાસ વાંધો હોતો નથી. ઉલટાનું ઘણા ખરા કીસ્સાઓમાં એનું ગૌરવ તેઓ લેતા જોવા મળે છે.
આ બાબતનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું. નવેમ્બર, 2022માં દીલ્હીસ્થીત જામા મસ્જીદ દ્વારા એક ફરમાન બહાર પાડવામાં આવ્યું. એ અનુસાર એકલી હોય એવી મહીલાઓના મસ્જીદપ્રવેશ પર પ્રતીબંધ મુકાયો. પરીવાર કે પતી સાથે મહીલાઓ આવી શકે; પણ એકલી યા કેવળ મહીલાઓનું જુથ હોય તો એમનો પ્રવેશ બંધ. અચાનક આવા ફરમાનનું કારણ? જામા મસ્જીદના પ્રવક્તા અનુસાર એકલી આવતી મહીલાઓ કોઈક પુરુષને અહીં મળવાનો સમય આપે છે અને ગમે એવી હરકતો કરે છે, અહીં ટીકટૉક વીડીયો બનાવે છે, અને આ સ્થળ જાણે કે બગીચો હોય એમ વર્તે છે. ચાહે મસ્જીદ હોય, મન્દીર હોય કે ગુરુદ્વારા, પવીત્ર સ્થળોએ આવી હરકત જરાય ચલાવી લેવાય નહીં.
દીલ્હીની જામા મસ્જીદ દેશની સૌથી મોટી મસ્જીદો પૈકીની એક છે અને ત્યાં અનેક મુલાકાતીઓ આવતા રહે છે. ટીકટૉક વીડીયો ન બનાવવાની સુચના એક પાટીયા પર લખવામાં આવી છે એ જ રીતે એકલી મહીલા મુલાકાતીઓના આગમન પર પ્રતીબંધની સુચના પણ લખવામાં આવી હતી. મસ્જીદના વહીવટકર્તાઓએ મુલાકાતીઓને ટીકટૉક વીડીયો બનાવતા રોકવા માટે દસ જણની ટીમ બનાવી હતી.
આ ફરમાનનો વ્યાપક રીતે વીરોધ થયો. દીલ્હી મહીલા આયોગ દ્વારા જામા મસ્જીદના ઈમામને નોટીસ મોકલવામાં આવી. દીલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ મામલે દખલઅંદાજી કરવી પડી. આખરે આ મામલે પુનર્વીચાર કરવામાં આવ્યો અને તેને પાછું ખેંચવામાં આવ્યું.
ફરમાન પાછું ખેંચાયું એ આનન્દની વાત છે; પણ આ આખા મામલે મહીલાઓ પ્રત્યે મસ્જીદના સત્તાવાળાઓનો અભીગમ માનસીક પછાતપણાનો સુચક છે. એમની દૃષ્ટીએ જે પણ ખોટું થતું લાગે એના માટે કેવળ મહીલાઓને જ જવાબદાર ગણવાની?
બીજો કીસ્સો કેરળની મુસ્લીમ વીદ્વાનોની સૌથી મોટી સંસ્થા કેરળ જમીય્યતુલ ઉલેમાનો છે. કાતીબ(ઉપદેશકો)ના સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરીપત્રમાં ફુટબૉલના ખેલાડીઓ પાછળ પાગલ થતા યુવાઓને ચેતવવામાં આવ્યા છે અને જણાવાયું છે કે ફુટબૉલના લોકપ્રીય ખેલાડીઓનાં આદમ કદનાં કટઆઉટ લગાડવા એ વ્યક્તીપુજા છે અને વ્યક્તીપુજાનો ઈસ્લામમાં નીષેધ છે. આ સંગઠનના વડા નાસર ફૈઝીએ પ્રશંસકો દ્વારા પોર્ચુગલ અને ઈન્ગ્લેન્ડ જેવા દેશોના રાષ્ટ્રધ્વજ ધારણ કરવા અને તેની ડીઝાઈનવાળી જર્સીઓ પહેરવાના પ્રશંસકોના વલણની પણ ટીકા કરી છે. અલબત્ત, કેરળ જમીય્યતુલ ઉલેમાના એકે અગ્રણીએ ફૈઝીના વલણને સમર્થન આપ્યું નથી.
બન્ને કીસ્સા સાવ અલગ છે; પણ તેમાં સામાન્ય બાબત હોય તો માણસના સાહજીક વલણને દાબવાની છે. ધર્મનું સુકાન ધર્મગુરુઓના હાથમાં હોય ત્યારે આમ જ બને, અને આમ જ બનતું આવ્યું છે.
અલબત્ત, એટલું સ્વીકારવું પડે કે રુઢીચુસ્તતા, બંધીયારપણા અને પરમ્પરાને વળગી રહેવાનું વલણ કેવળ ઈસ્લામનું નહીં, બલકે મોટા ભાગના ધર્મોનું છે. તેનું પ્રમાણ કે તીવ્રતામાં ફેર હોઈ શકે; પણ એનાથી કોઈ ધર્મ મુક્ત નથી. કાગળ પર ચીતરાયેલા અસલ ધર્મની દુહાઈ આપીને કોઈ એમ કહી શકે કે મુળત: ધર્મ આવો નથી હોતો. આ બાબત અનંત ચર્ચાનો વીષય છે; પણ એ યાદ રાખવું જરુરી છે કે ધર્મના હાર્દ સુધી જવાની તસ્દી કેટલા લે છે? છેવટે તો એ તે ધર્મના વડા દ્વારા અર્થઘટન કરાતા ધર્મને જ બહુમતી દ્વારા સ્વીકારવામાં આવે છે અને અમલ પણ તેનો જ જોવા મળે છે.
મહીલાઓનાં વસ્ત્રો કે માસીકધર્મ દરમીયાન નહીં પ્રવેશવાની સુચનાઓ મન્દીરોમાં પણ વાંચવા મળે છે, તો જન્મદાત્રી એવી મહીલાનાં દર્શનમાત્રથી દુર રહેવાનો નીયમ કેટલાક સંપ્રદાયમાં જાહેરમાં ચુસ્તપણે પાળવામાં આવે છે, જેનો વાંધો કે વીરોધ નથી મહીલાને કે નથી તેની સાથે સંકળાયેલા પુરુષને.
કોઈ પણ ધર્મ સમાનતાની ગમે એવી વાત કરતો હોય, તેમાં એક યા બીજા પ્રકારનો ભેદભાવ અનીવાર્યપણે હોય જ છે. સમાનતાથી મોટો કોઈ ધર્મ નથી એ હકીકત હજી ખુદ નાગરીકોને ગળે પુરેપુરી નથી ઉતરી, ત્યાં જેમનું સ્થાપીત હીત સીધેસીધું સંકળાયું હોય એવા ધર્મગુરુઓ દ્વારા એ સ્વીકારાય એ અપેક્ષા વધુ પડતી છે!
– બીરેન કોઠારી
‘ગુજરાતમીત્ર’, દૈનીકમાં ચીન્તક–લેખક શ્રી. બીરેન કોઠારીની લોકપ્રીય કટાર ‘ફીર દેખો યારોં’ દર ગુરુવારે નીયમીત પ્રગટ થાય છે. તા. 29 ડીસેમ્બર, 2022ની એમની કટારમાંનો આ લેખ, લેખકશ્રીના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Mr. Biren Kothari, A/403, Saurabh Park, B/h Samta Flats, Subhanpura, Vadodara. Pin Code: 390 023 Mobile: +91 98987 89675 બ્લૉગ : Palette – (અનેક રંગોની અનાયાસ મેળવણી) http://birenkothari.blogspot.in ઈ.મેલ : bakothari@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 24–02–2023
Good
LikeLiked by 1 person
Good Morning from our Matrubhumi ! It’s getting very hot here and my mind, body and emotions rather confused.
What a great Article by Biren ji. Thnk you for sharing Govindbhai.
These are my Comments:
1. Not many people know the real meaning of Dharma
2. Our Sanatan Dharma has No Beginning nor end, it Evolves with Time and Space
3. We need to divert our younger generation towards Vedic Philosophy to understand the Real meaning of Sanatan Dharma
4. This Bhakti Marg is excellent, however there are too many diversions and is Misled by many Gurus, Purohits and so called Pandits to benefit them.
5. All World Religions are geared up towards Materialistic Ethos changing the whole Direction of Man-Made, Money minded, Property grabs etc etc
6. There’s so much Prejudice and Segregations which just slips through the Net in the name of Religion
7. Many people follow this Tred Blindly because they are either frightened or can’t raise their voices.
8. There isn’t even One Honest person to lead this Modern World on the right Path because they are busy in their own Mission.
9. People don’t have Time to question or argue
10. We have to look within to find Answers and connect to the Universal Power.
11. Atma is a little part of Parmatma, this we share this energy that flows within us so why all this nonsensical Fight?
This platform is doing a great job of Awakening, let’s spread the word of Truth, Humanity, Light and Peace to the People.
Have a fantastic day!
Kind Regards
Urmila
LikeLiked by 1 person
” રુઢીચુસ્તતા, બંધીયારપણા અને પરમ્પરાને વળગી રહેવાનું વલણ કેવળ ઈસ્લામનું નહીં, બલકે મોટા ભાગના ધર્મોનું છે. તેનું પ્રમાણ કે તીવ્રતામાં ફેર હોઈ શકે; પણ એનાથી કોઈ ધર્મ મુક્ત નથી. + – બીરેન કોઠારી
અછુત ,દલિત વગેરે વર્ગો ના લોકો થી ભેદભાવ વર્તવો એ પણ ધર્મ ના નામે અધર્મ છે. ધર્મ માનવતા તથા સમાનતા ના પાઠો શીખવે છે. ધર્મ રાય અને રંક ને એક નજર થી જુએ છે. સૃષ્ટિ ના સર્જનહાર ને ત્યાં તેની ઉપાસના કરવા માટે ના સ્થાન માં કોઈ માટે જરા જેટલો પણ ભેદભાવ ન હોવો જોઈએ. તેનું નામ જ ધર્મ છે.
LikeLiked by 1 person
લોકોની સામે તેમના ધર્મ અથવા માન્યતાને કારણે ભેદભાવ કરવાનું ગેરકાનૂની છે. આ નિયમનો તમારા કામને લગતી તાલીમને પણ આવરે છે.નિયમનો કોઇપણ ધર્મ, ધાર્મિક માન્યતા, અથવા ‘સમાન માન્યતા-આસ્થા’ને આવરી લે છે. છતા આપણા અનુભવ અંગે શ્રી બીરેન કોઠારીનો ‘ ધર્મ તારું બીજું નામ ભેદભાવ’ સરસ લેખ
અમારા અનુભવમા સુખ-દુ:ખની કોઈ જાતિ, ધર્મ કે સંપ્રદાય નથી હોતો, તેને કોઈપણ ભેદભાવ વિના પરસ્પર વહેંચી શકાય છે.
LikeLiked by 1 person
મારા પપ્પા ના આસ્થા ના પ્રતિક એવા સંત પીર ની દરગાહ એ હું દર્શને જતી અને ઘણીવાર વડીલો ની આસ્થા માટે એવું કરવામાં ખોટું નથી. હું નિયમિત દર્શન એ જતી પણ દરગાહ ની અંદર જતી એ ઘણા લોકો ને ન ગમતું બહાર બોર્ડ કે સ્ત્રી ઓ એ અંદર ન જવું છતાં હું જતી . એક દિવસ એક બેન જે પોતે મુસ્લિમ હતા એ બહારથી દર્શન કરતાં અને હું અંદર જતી તો એમને મને ટોકી કે અંદર ન જવુ પણ મે એમને કંઈ જ જવાબ ન આપ્યો… ને દરગાહ એ જવાનું બંધ કર્યુ… આવો જ અનુભવ ભૂતકાળમાં શ્રાવણ માસ માં મંદિર એ શિવજી ના ગર્ભગૃહ માટે થયો કે તમે અંદર જઈને જાતે જળાભિષેક ન કરી શકો ત્યાં પણ સ્ત્રી ઓ એ ન જવું વગેરે નિયમો સ્ત્રી ઓ માટે…. જેમ જેમ સમજતી ગ ગઈ એમ બધું મૂકતી ગઈ હવે નથી મંદિર એ જતી કે નથી દરગાહ એ જતી.
હોશિયાર સ્ત્રી સૌ ને ગમે છે પણ એ પુરુષ થી આગળ ન જવી જોઈએ….. પછી એ સાસરે હોય કે પિયર…. ઘરમાં હોય કે કામ ના સ્થળે… આ ભેદભાવ હજુ ક્યાં સુધી સ્ત્રી એ સહન કરવાનો..!?
અને એમાં પણ ધર્મ ને ગોદી બે જણ એ આ બળતા મા ઘી હોમ્યુ છે જે હું અનુભવી રહી છું..😞
LikeLiked by 1 person
ધર્મના રચયિતાઓને રચના સમયે જે તે સમયે જે યોગ્ય લાગ્યું તે લખ્યું અને એમાં ઘણું યોગ્ય પણ છે પણ અત્યારે ધર્મનું સંપ્રદાયોમાં રૂપાંતરણ થઈ ગયું છે અને દરેક સંપ્રદાયો પોતપોતાના અલગ અલગ ચોકાઓ અને એના વાડાઓ રચી ધાર્મિક આધિપતિઓ ગાદીપતિઓ થઈને બેઠા છે અને એમાં જે બધું ચાલી રહ્યું છે એ જરાય યોગ્ય નથી અસલી ધર્મ ધર્મ જ રહ્યો જ નથી ધર્મ ની અસલિયત ભૂલાઈ ગઇ છે અને પૂછડું પકડી ને બધા હઇશો હઇશો કરતા અવળે માર્ગે આગળ વધી રહ્યા છે.
LikeLiked by 1 person