ઉમરો છોડી તું ગગન માપી લે!

લખવું એ કળા છે; બીજાને લખતા કરવા એ મોટી કળા છે. પ્રતીભા ઠક્કરે બીજા લેખકોને આગળ કર્યા છે; પાંખો આપી છે. નીસ્બત/પ્રતીબદ્ધતા વીના આ શક્ય નથી. ‘ઉમરો છોડી તું ગગન માપી લે!’ ગઝલમાં ‘સ્ત્રીઆર્થ’ એટલે શું? ની સમજ હતી.

ઉમરો છોડી તું ગગન માપી લે!

– રમેશ સવાણી

7 જાન્યુઆરી, 2023ના રોજ, ઝુઓલૉજી ડીપાર્ટમેન્ટના સેમીનાર હૉલ, ગુજરાત યુનીવર્સીટી, અમદાવાદ ખાતે ‘સ્રીઆર્થ6’ના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થીત રહેવા લેખીકા/એડવોકેટ પ્રતીભા ઠક્કરના આમંત્રણના કારણે શક્ય બન્યું હતું. ‘સ્ત્રીઆર્થ–6’માં 66 લઘુકથાઓ છે. ‘સ્ત્રીઆર્થ’ના અંક–1થી 6માં કુલ 284 લઘુકથાઓ પ્રકાશીત થઈ છે. કાર્યક્રમમાં સેજલ બારોટ અને તેમની ટીમે સ્ત્રીઆર્થ ગીત ‘વજુદ’ – ઉમા પરમારે નૃત્ય ‘તન્મયતીમીરે બાલ વાર્તાનું પઠન મહાશ્વેતા અને મેઘાસ્ત્રીધર્મ – 1થી 6માં પ્રગટ થયેલ વાર્તાના વીચારપ્રેરક સંવાદો યામીની વ્યાસે, એકપાત્રીય અભીનય પ્રજ્ઞા વશીએ સ્વરચીત ગઝલનું પઠન યામીની પટેલ તેમ જ હીના દાસા અને સેજલ રાઠવાએ પોતાના અનુભવો રજુ કર્યા હતા.

પ્રતીભા ઠક્કરે કહ્યું કે “રચનામાં સામાજીક નીસ્બત હોવી જોઈએ; પ્રગતીશીલતા હોવી જોઈએ. સંવેદના વ્યક્ત ન કરીએ તો ડુમો બની જાય. શબ્દમાં તાકાત હશે તો ઝીલાશે જ.”

હીના દાસાએ સુર પુરાવ્યો કે “સામાજીક નીસ્બત વીનાનું સાહીત્ય ન લખવું તે પણ સેવા છે!”

66 લઘુ સંવેદન કથાઓના લેખકોએ ‘હું શામાટે લખું છું?’ની વાત રજુ કરી :

સ્વાતી નાયક : “લખવું એટલે વ્યક્ત થવું. લખવાથી પરકાયા પ્રવેશ કરી શકાય. સંવેદના અનુભવી શકાય અને ક્યારેક કોઈની જીંદગી બદલી શકાય.”

હીના દાસા : “કોરી કલ્પના નહીં, સામાજીક નીસ્બત સાથે લખવાનો આગ્રહ રાખું છું.”

ડો. ઋષ્વી ટેલર : “હું લખું છું કેમકે મારા વ્યવસાયના કારણે હું રોજેરોજ જીવતી વાર્તાના સંપર્કમાં આવું છું.”

ડો. સુધા મહેતા : “વ્યવસાયે સ્ત્રીરોગ વીશેષજ્ઞ હોવાને લીધે મને દરરોજ વીવીધ વય/સમાજ/માનસીક સ્તરની સ્ત્રીઓને મળવાની, તેમના પ્રશ્નો સાંભળવાની, તેનો હલ સુચવવાની તક મળે છે. તેમાંથી જ મળી આવે છે અસંખ્ય વાર્તાઓ.”

કલ્પના સવીકાન્ત : “સદીઓથી રીતરીવાજો અને પરંપરાની જંજીરોમાં જકડાયેલી નારીની લાગણી, આશા, આકાંક્ષાઓને ખળભળતાં ઝરણાંની જેમ મુક્ત મને વહેતી જોવા માંગું છું, એટલે લખું છું.”

મહાશ્વેતા જાની : “મારી અંદર ધરબાયેલી લાગણીઓને વાચા આપવા લખું છું. સામાજીક, રાજકીય નીસ્બત સાથે લખવું મને એક માણસ હોવાનો અહેસાસ કરાવે છે.”

મીનાક્ષી જાડેજા : “શબ્દબીજ વાવતાં રહેવા જોઈએ, તો જ વીચારોનું વન સમૃદ્ધ થાય.”

રીદ્ધી ઓડેદરા આગઠ : “મનમાં ઉદ્ભવતા વીચારો, લાગણીઓ, પ્રશ્નો આ બધાને બહાર નીકળવા કોઈક રસ્તો તો જોઈએ જ, એટલે લખું છું.”

જાગૃતી પટેલ : “હું લખું છું, કેમ કે ખુદ ‘શક્તી’ના સશક્તીકરણની વાતો મને ખુંચે છે. ‘નારી તું નારાયણી’ના રુધાંયેલા કંઠ મને વ્યાકુળ બનાવે છે.”

નીમીષા મજમુદાર : “હું લખું છું, કેમ કે માનવીના મનની લાગણીઓને પ્રગટ કરી શકું છું.”

પુજાઅલકા કાનાણી : “મારી અંદર રહેલો ખાલીપો મને કશુંક સર્જનાત્મક લખવા પ્રેરે છે.”

ઉમા પરમાર : “લેખન મારા માટે એવું મુક્ત આકાશ છે જ્યાં હું મુક્તપણે વીહરી શકું. મારી લાગણી અને સંવેદનાની અભીવ્યક્તી શબ્દદેહે કાગળ પર ઉતારવી મને ગમે છે.”

સેજલ રાઠવા : “મારી કલમ મારા આદીવાસી સમાજના મૌખીક જ્ઞાનને વાચા આપવા અને આદીવાસી સમાજની આદીવાસીયત માટે જ છે.”

શશીકલા ધંધુકીયા : “હું લખું છું ત્યારે મારી અંદરની સ્ત્રીનો અવાજ વ્યક્ત થાય છે.”

યામીની વ્યાસ : “મારી કલ્પના અને વીચારોથી હું અભીવ્યક્ત થઈ શકું છું.”

જીગીષા પાઠક : “લેખનથી મારું પોતીકું આગવું આકાશ રચાય છે.”

પ્રજ્ઞા વશી : “મારે વ્યક્ત થવું છે. જીવાતું જીવન, જીંદગીના ઉતાર ચઢાવ અને સ્વ સાથેના ભીતરી સંવાદને કલ્પનાની પાંખે ઉડાડવા ગમે છે.”

દીપાલી લીમકર : “લખવાથી હળવાશ અનુભવું છું. જીવન ખરેખર જીવતી હોઉં એવું લાગે છે.”

ડો. સ્વાતી રાજીવ શાહ : “મનમાંથી ધાણીની જેમ શબ્દો ફુટે છે. જે મને લખવા મજબુર કરે છે.”

બીજી અન્ય લેખીકાઓ શું કહે છે તે જાણવા અને તેમની લઘુકથાઓ માણવાસ્રીઆર્થ6પુસ્તક [પ્રકાશક :ટીમ સ્ત્રીઆર્થ વતી પ્રતીભા ઠક્કર, ઉર્વી અમીન, RJ મેઘા ઠક્કર, ડૉ. અયના ત્રિવેદી સમ્પર્ક : 99250 07363 ઈ.મેલ : pratibhathakker@yahoo.com અને striaarth@gmail.com કીમ્મત : 250-00] વાંચવું પડે.

લખવું એ કળા છે; બીજાને લખતા કરવા એ મોટી કળા છે. પ્રતીભા ઠક્કરે બીજા લેખકોને આગળ કર્યા છે; પાંખો આપી છે. નીસ્બત/પ્રતીબદ્ધતા વીના આ શક્ય નથી. પ્રજ્ઞા વશીએ ચોટદાર ગઝલ રજુ કરી હતી. તેમાંસ્ત્રીઆર્થએટલે શું? ની સમજ હતી.

ગઝલના આ શબ્દો જુઓ : ઉમરો છોડી તું ગગન માપી લે!

તા. 8 જાન્યુઆરી, 2023ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટમાંથી,  લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–02–2023

5 Comments

  1. ” લેખક ની એ નૈતિક જવાબદારી છે કે તે એવું લખે, જેમાં સમાજ સુધારણા ઉપરાંત વાંચનારાઓ ને જીવન જીવવા ની સાચી દોરવણી મળે. ” ( હું પોતે )

    Like

  2. ગોવિંદભાઇ, સવાણી સાહેબ, પ્રતિભાબેન, સૌ અભિનંદન અને આભાર ના અધિકારી છો. અમારા વંદન સ્વીકારજો.
    અમારી નિસ્બત એ છે કે આ સુવર્ણ લેખો છેવાડાની નારી સુધી કેમ ના પહોંચે. લેખકો ને પ્રકાશકો ના પ્રયત્નો લેખે લાગે ને વધુ માં વધુ નારી ઓ ઉંમરો છોડી આકાશ માપવા ઊડે એવુ કેમનું થાય?
    અમને કેનેડામાં આ નારી ગીતાની નકલ કેવી રીતે મળે? ઇબુક ખરી?
    સૌ કર્મશીલો, નારી હિત ચિંતકો ને સલામ.
    જગદીશ બારોટ, કેનેડા.

    Like

    1. વહાલા ડૉ. જગદીશભાઈ,
      ‘સ્ત્રીઆર્થ–6’ની 66 લઘુકથાઓ માણવા માટે પ્રકાશક : પ્રતીભાબહેન ઠક્કર સેલફોન નં. 99250 07363 ઈ.મેલ : pratibhathakker@yahoo.com અને striaarth@gmail.com પર સમ્પર્ક કરવા વીનન્તી છે. ‘સ્રીઆર્થ–6’ પુસ્તકની કીમ્મત : 250-00 છે. તેની ઈ.બુક પ્રાપ્ય નથી.
      આભાર.
      –ગોવીન્દ મારુ

      Like

      1. શીઘ્ર જવાબ માટે આભાર અને સ્નેહ સ્મરણ.

        Like

  3. શ્રી રમેશ સવાણીનો’ ઉમરો છોડી તું ગગન માપી લે!’ સ રસ લેખ. સુ શ્રી પ્રતીભા ઠક્કરે બીજા લેખકોને આગળ કર્યા છે; પાંખો આપી છે. નીસ્બત/પ્રતીબદ્ધતા વીના આ શક્ય નથી.સુંદર વાત.
    ધન્યવાદ
    અમારી દીકરી યામિની સાથે મને પણ અમદાવાદના કાર્યક્રમમા હાજર રહેવાની તક મળી હતી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s