ધર્મનો ઉદ્દેશ હજારો વર્ષો પછી પણ કેમ ફળ્યો નથી?

સ્મરણસ્થ રશ્મીકાન્ત દેસાઈની યુવાનીમાં જે ભ્રાંતી હતી તે, વધુ વાંચન અને વીચાર કરવાથી નીર્મુળ થઈ ગઈ. એટલા માટે તેમણે ‘ઈ.પુસ્તક’નું નામ ‘નિર્ભ્રાન્ત’ રાખ્યું છે. જેમને સ્વતંત્ર વીચાર કરવામાં રસ કે કુતુહલ હોય તેવા જ વાચકોએ આ ‘ઈ.પુસ્તક’ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

ધર્મનો ઉદ્દેશ હજારો વર્ષો પછી પણ કેમ ફળ્યો નથી?

– ગોવીન્દ મારુ

ન્યુ જર્સી સ્ટેટ [અમેરીકા]ના નીવૃત્ત સ્ટ્રકચરલ એન્જીનીયર અને સુપર સીનીયર સીટીઝન રશ્મીકાન્ત દેસાઈ બુદ્ધીનીષ્ઠ અને તર્કશીલ લેખક હતા. મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ અને તેમની વેબસાઈટ ‘તતૂડી’ [સ્રોત : https://sites.google.com/site/tatoodi/home ]ના કારણે અમે દોઢ દાયકાથી વર્ચ્યુઅલ સમ્પર્કમાં હતા. લેખકની ઈચ્છા મુજબ ‘નિર્ભ્રાન્તઈ.પુસ્તક પ્રગટ કરવાનું તેમનું સપનું સાકાર થાય તે પહેલાં જ 17 માર્ચ, 2023ના રોજ સારવાર દરમીયાન તેમનું અવસાન થયું. સ્મરણસ્થ રશ્મીભાઈને આજે ઈ.પુસ્તકાંજલી અર્પતા અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ.

લેખક જેવું વીચારતાં એવું લખતાં, એવું જીવતાં અને તેમનાં પરીવારને તે પ્રમાણે અનુસરવાની સમજ અને કેળવણી આપતા હતા. 17 માર્ચે રશ્મીભાઈનું અવસાન થયું તે જ સમયે તેમના ઘરે ખુશીનો પ્રસંગ હતો. તેમના દીકરા ઉત્કર્ષભાઈ અને પ્રણવભાઈએ ખુશીનો પ્રસંગ સાંગોપાંગ પુરો થાય તે માટે અવસાન થયાની કોઈનેય જાણ કર્યા વગર રશ્મીભાઈની રૅશનલ ઈચ્છાનુસાર હૉસ્પીટલમાં ‘દેહદાન’ કર્યું. મેડીકલમાં અભ્યાસ કરતા વીદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી થાય; શરીરની રચના અને તેમાં થતા વીવીધ પ્રકારના રોગો અંગે નવા સંશોધનો થકી નવી દીશા મળે તે માટે રશ્મીભાઈના પત્ની, બન્ને દીકરાઓ અને પરીવારના સર્વેને ‘દેહદાન’ કરવા બદલ નત મસ્તક વંદન. આ જ પ્રમાણે સ્મરણસ્થ રશ્મીકાન્ત દેસાઈનો રૅશનલ વીચારપ્રવાહ અખંડ રહેશે તેવો સૌને વીશ્વાસ છે.

ધર્મગ્રંથો, વેદો, ઉપનીષદો, મહાકાવ્યોનો ગહન અભ્યાસ કર્યો હોવાથી લેખકે ધારદાર દલીલો અને ઉદાહરણો દ્વારા કેટલાંક વીધાનોનું ખંડન કર્યું છે. લેખકે ધર્મની સાથે સાયન્સની પણ ઘણી ટીકા કરી છે. તેમને વીજ્ઞાન અને તર્ક ગમે છે; પણ તેનું તેઓ બંધન રાખતા નથી. ધાર્મીક વાર્તાઓ અને માન્યતાઓ અંગે તેઓ વૈજ્ઞાનીક કે તર્કયુક્ત હોવાનો માપદંડ ધરાવતા નથી. કેવળ તે ઉચીત છે કે અનુચીત, ન્યાયી છે કે અન્યાયી તેવું તેઓ વીચારે છે. લેખક પાક્કા નાસ્તીક કે રૅશનાલીસ્ટ નથી. તેમનાં કેટલાંક લખાણો વાંચતાં તેઓ આસ્તીક હોવાની છાપ ઉપસે છે. તેઓ તો સીધી સાદી સામાન્ય સમજણ common sense કોઠાસુઝ વાપરવાના આગ્રહી છે. લેખક બધા ધર્મોથી અને બધા પ્રકારની આધ્યાત્મીકતાઓથી આઝાદ છે. [પાનાં નં.–15]

લેખક કહે છે કે મારી બુદ્ધીનો દુરુપયોગ ન કરવો જોઈએ. સાવ ન જ વાપરું તો તે પણ દુરુપયોગ જ ગણાય. તેથી હું મારી સમજશક્તી વાપરું છું, કોઈને ગમે કે ના ગમે. મને તો જે સાચું લાગે છે તે એવું જ ભેળસેળ વીના જણાવું છું, સ્વીકારવું કે નકારવું તે તો વાચકનો સ્વાધીકાર છે. નકારવું હોય તો ભલે; પણ હજારો વર્ષોના પ્રચારથી રૂઢ બનેલી વીચારસરણીમાં ઘણી નહીં તો થોડી તો ભુલો છે એટલું જાણો તોયે મારો પ્રયત્ન સાર્થક થશે. [પાનાં નં.–23]

ગુરૂઓ અને બીજા પ્રવચનકારોના ભાષણો અને લખાણોની ભરમારમાંથી છેવટે તાત્પર્ય શું નીકળે છે? આ બધા ઉપદેશો આચરણમાં મુકી શકાય એવા છે? હોય તો તેમની ફલશ્રુતી શું? ન હોય તો શું? ‘સાક્ષાત્પરબ્રહ્મો’ની પુજાનો કશો ફાયદો સમાજને થાય છે? ધર્મનો ઉદ્દેશ આપણી વર્તણુક સુધારવાનો છે એમ કહેવામાં આવે છે તો તે હજારો વર્ષો પછી પણ કેમ ફળ્યો નથી? આપણે સામાન્ય માનવીઓ શું કરી શકીએ? [પાનાં નં.–92]

એક સમયે લેખક ધર્મ બદલવાનો વીચાર કરતા હતા; ત્યારે જૈન, મુસ્લીમ અને ઈસાઈ ધર્મનો અભ્યાસ કર્યો હતો. તેમને થયું કે એક imperfect ધર્મ છોડી બીજા imperfect ધર્મમાં જવાને બદલે; અસલ imperfect ધર્મને સુધારવાનો પ્રયત્ન કરવો સારો. [પાનાં નં. 51-52]

આપણે ઘણુંખરું બીજાઓના વીચારો પર ‘હીન્દુતરફી’ કે ‘હીન્દુવીરોધી’ હોવાના સીક્કા મારીને તેમની પ્રસંશા કે ટીકા કરીએ છીએ; પરન્તુ લેખક બેમાંથી એકેય નથી. તે તો કેવળ ન્યાય અને સત્યના પક્ષકાર છે. પ્રીય વાચકમીત્ર જો હીન્દુ સંસ્કૃતીના વખાણ જ વાંચવા માંગતો હોય તો આટલેથી જ અટકી જાય. [પાનાં નં.–42]

લેખકનો ઈરાદો કોઈનું પણ અપમાન કરવાનો નથી. તેમનો આશય સાફસાફ વાત કરીને વાચકોને મુળભુત મુદ્દાઓ વીશે તેમની પોતપોતાની રીતે વીચારતા કરવાનો જ છે. [પાનાં નં.–17] અર્થાત્ જેમને સ્વતંત્ર વીચાર કરવામાં રસ કે કુતુહલ હોય તેવા જ વાચકોએ આ ઈ.પુસ્તક વાંચવું.

તા.ક.; ‘નિર્ભ્રાન્ત’માં રજુ થયેલ વીચારો રશ્મીકાન્ત દેસાઈના પોતાના મૌલીક વીચારો છે. લેખકના કેટલાંક વીચારો સાથે પ્રકાશક સમ્મત નથી; તેમ વાચકમીત્રોએ પણ લેખકના વીચારો સાથે સમ્મત થવું ફરજીયાત નથી.

ધન્યવાદ.

ઈ.પુસ્તકનિર્ભ્રાન્ત’ ડાઉનલોડ કરવા માટે લીન્ક નીચે આપી છે. સ્રોત  :

https://govindmaru.files.wordpress.com/2023/03/ebook_68_rashmikant_desai_nirbhrant_2023-03-27_.pdf 

– ગોવીન્દ મારુ

નિર્ભ્રાન્તઈ.પુસ્તકમાંથી, ઈ.પુસ્તકના પ્રકાશક અને ‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકના સૌજન્યથી સાભાર…

લેખકપ્રકાશકસમ્પર્ક : ગોવીન્દ મારુ, ‘મણી મારુ ઈ.બુક પ્રકાશન‘, વીજલપોર – નવસારી. સેલફોન : 95378 80066 ઈ.મેલ :  govindmaru@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27/03/2023

19 Comments

 1. અમુક વાર્તા વાંચી, વાંચતા લાગ્યું કે લેખક પોતાની જાત ને રેશનલ દર્શાવવા માટે હિંદુ ધર્મ અને એના વિવિધ પાસા પર તર્ક વિતર્કો થી વિરોધ કરેલ છે, વાંધો પણ નથી કારણ કે શ્વાન નાં ભસવા થી હાથી ને લગભગ દરેક પણ પડતો નથી. લેખકે એમાં વિકૃત આનંદ મેળવ્યો હશે, મજા પણ આવી જશે, કહેવાતા રેશનલ લોકો ને ગલ ગલિયા પણ થતાં હશે.

  મારો પ્રશ્ન –

  ૧) શું લેખક ને હિંદુ ધર્મ માં જ વાંધો દેખાયો, બીજા ધર્મો શું એકદમ માનવતા વાદી છે, બીજા ધર્મ માં કઈ જ ખરાબ નથી.

  ૨) શું લેખક ને એમ લાગતું હશે કે આ બધા હિંદુ ધર્મ નાં ગ્રંથો મજાક છે, કાલ્પનિક છે, જો હોય તો અત્યારે કેનેડા, અમેરિકા, યુકે ની યુનિવર્સિટી માં ભણાવવામાં કેમ આવે છે, આનો પણ વિરોધ કરવો જોઈએ.

  ૩) લેખક ને ખબર હશે કે જે એમનો લેખ વાંચવા નાં હશે, એ લોકો એમના વખાણ કરશે, અને બીજા ખાલી વાંચી ને બસ આનંદ કરશે અને બીજા હિંદુ લોકો કઈ જ કહેશે નહિ.

  ૪) લેખકે કેમ એવી હિંમત માં કરી કે મસ્જિદ, ચર્ચ વિશે પણ આવો લેખ લખવો જોઈએ.

  હિંદુ ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવા કરતા પોતે એવો સમાજ ઉભો કરવો જોઈએ કે જેથી બીજાનું જીવન સુધરે અને બીજા ને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. ખાલી પોતાના મનોરંજન માટે અને બીજાને ગલ ગલીયા કરાવવા માટે લખવાનો કોઈ જ ફાયદો નથી.

  અસ્તુ.

  Liked by 2 people

  1. Dear Mehulbhai,
   I knew Rashmi Desai personally. He was a scholastic, open minded person with his own original ideas. If you read him fully, I am sure you will find that he has criticized other religions also. You will see that he was not really what you have painted him here.
   He rightly questioned many misleading and harmful mythical (Pauranik) stories that we Hindus are told to believe in. He had originality and he always thought “out of the box”.
   I request you to read him properly, without being misled by the current Hindu -Muslim problems. We need many people like him with courage to tell the truth, however unpleasant it may appear at first sight. Thanks. Subodh Shah, NJ, USA.

   Liked by 2 people

   1. Thank U Subodh uncle for shedding proper light & clarifying true intentions especially as you knew him personally and closely.

    Liked by 2 people

 2. ધર્મનો ઉદ્દેશ હજારો વર્ષો પછી પણ કેમ ફળ્યો નથી?

  આ પ્રશ્ન નો ઉત્તર છે : કહેવાતા ધર્મગુરુઓ

  જગત નો કોઈ પણ ધર્મ એકંદરે સદ્દગુણો ની જ શિખામણ આપે છે. કોઈ પણ ધર્મ દુરાચારી ની શિખામણ નથી આપતો. પરંતુ ધર્મ ને માનનારા ભોળા ધર્મીઓ ને “ધર્મગુરુ” નામના તકસાધુઓ એ શીશા માં ઉતારી દીધેલ છે અને તેમના પૈસે આ તક્સાસાધુઓ તાગડધિન્ના કરે છે. આ અનુસાર હજારો હજારો વર્ષો પછી પણ ધર્મનો ઉદ્દેશ ફળ્યો નથી, અને અત્યારે “ધર્મ” એ “અધર્મ” બની ગયેલ છે, અને ઓછા વત્તા અંશે આ નિયમ દરેક ધર્મ ને લાગુ પડે છે.

  Liked by 2 people

 3. કાસિમ અબ્બાસ સાહેબે સરસ રજુઆત કરી છે તેમની સાથે સહમત છું.

  Liked by 2 people

 4. એક તાજા અખબારી સમાચાર :-

  આંધ્ર ના તિરૂપતિ મંદિર ને આગામી નાણાકીય વર્ષ માં રૂપિયા 4,411. કરોડ ની કમાણી નો અંદાજ

  આવું જ કંઈક મુસલમાનો ની દરગાહો નું છે. જાણે મંદિર અને દરગાહો વેપાર માં ધુમ કમાણી કરવાનું સાંધન બની ગયેલ છે. ભોળા અન્ધશ્રદ્ધાળુઓ સ્વર્ગ / જન્નત માં જવા માટે ની ટિકિટ માટે આવી રીતે કહેવાતા ધર્મગુરુઓ ની જળ માં ફસાય ને પોતાના પરસેવા ની કમાણી આવી રીતે વેડફી દે છે. ધર્મ ના નામે સ્વર્ગ / જન્નત ખરીદ / વેચાણ ની એક બજારુ વસ્તુ બની ગયેલ છે. બીજા શબ્દો માં ધર્મ અધર્મ બની ગયેલ છે

  Liked by 2 people

 5. અમે તમારા સમગ્ર પરિવારને હૃદયપૂર્વક સંવેદના અને પ્રાર્થના કરવા માંગીએ છીએ અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમને આ બધા દુઃખમાંથી પસાર થવાની શક્તિ આપે. તેમના આત્માને શાશ્વત શાંતિ આપે.
  તેઓ કહે છે કે-‘ મારી બુદ્ધીનો દુરુપયોગ ન કરવો જોઈએ. સાવ ન જ વાપરું તો તે પણ દુરુપયોગ જ ગણાય. તેથી હું મારી સમજશક્તી વાપરું છું, કોઈને ગમે કે ના ગમે. મને તો જે સાચું લાગે છે તે એવું જ ભેળસેળ વીના જણાવું છું, સ્વીકારવું કે નકારવું તે તો વાચકનો સ્વાધીકાર છે. નકારવું હોય તો ભલે; પણ હજારો વર્ષોના પ્રચારથી રૂઢ બનેલી વીચારસરણીમાં ઘણી નહીં તો થોડી તો ભુલો છે એટલું જાણો તોયે મારો પ્રયત્ન સાર્થક થશે. ‘
  તેઓના વિચારો સાથે કોઇને મતભેદ હોય તો પણ કોઇની સાથે મનભેદ ન હતો.

  Liked by 2 people

 6. We are extremely sad and sorry to hear the news of Rashmikantbhai’s sudden passing away and hear by convey our heartfelt condolences to his family and the rationalist community. We are so few and many of us are in eighties and even if one passes away, that’s a big loss for all of us.
  Rashmibhai always depicted him as free thinker, sometimes out of line. He called himself “ undhi khopri “ and also angina ( means anjay na). His blog was Tatudi which has shrill tune and may not be heard in the big noises of big bands!
  He has clearly mentioned in the preface to this book, if you want to read then read and if you don’t like any idea or his way of presenting then stop, no compulsion. He didn’t belong to any label. He says clearly that he is not rational nor theist or atheist. He was free thinker and undhi khopri, that’s enough characterization of him.
  We had the good fortune and pleasure of meeting with him and his family in New Jersey, America at his home for lunch and respected Subodhbhai Shah of Culture can kill was also present with his wife Niraben.
  I think I wrote very long, so must stop now!

  Liked by 2 people

 7. What is religion?

  Religion is:
  – A set of varying beliefs created by humans to suit their preferences & conveniences;
  – An unnecessary intermediary/agent between a person and God. It would be best to have a direct one on one relationship with God without any intermediary/agent!
  – A major factor in dividing humanity

  Liked by 2 people

   1. Thank you Subodh kaka. I look forward to engaging with this highly intellectual group of people and learning from you all 🙏🏼 I would also welcome opportunities to meet in person whenever feasible.

    Liked by 1 person

  1. ધર્મ એટલે શુંં? એના કરતા ‘ મનુષ્ય ધર્મ’ એટલે શું, એમ વિચારીએ તો થોડી સરળતા થી ચર્ચા થઈ શકે. મનુષ્ય ધર્મ એટલે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા. આપણે મનુષ્ય થઈને આટલું આચરીએ તો બસ.

   Liked by 1 person

   1. મનુષ્ય ધર્મ એટલે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા. આપણે મનુષ્ય થઈને આટલું આચરીએ તો બસ.
    Ekdam saras vyakt karyun che! Dhanyvad 🙏🏼

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s