ટપકીલી ફાટીપૂંછ – Spotted forktail

ટપકીલી ફાટીપુંછ’ એવું નામ તેની લાંબી બે ફાંટાવાળી પુંછડી પરથી પડ્યું છે. તેને અંગ્રેજીમાં Spotted Forktail કહેવામાં આવે છે કારણ કે તેની પુંછડી ઉંડે કાંટાવાળી હોય છે. આ ઉપરાંત કાંટા જેવી પુંછડી ધરાવતી વીવીધ માછલીઓ અને પક્ષીઓની પ્રજાતી માટે ફોર્કટેઈલ શબ્દ વાપરવામાં આવે છે.

પક્ષી પરીચય : 12

ટપકીલી ફાટીપૂંછ

સં. : પ્રા. દલપત પરમાર

ગુજરાતી નામ : ટપકીલી ફાટીપૂંછ
હીન્દી નામ : चितीदार फोर्कटेल
અંગ્રેજી નામ : Spotted forktail
વૈજ્ઞાનીક : Enicurus maculatus

પરિચય :
ટપકીલી ફાટીપુંછ’ એવું નામ તેની લાંબી બે ફાંટાવાળી પુંછડી પરથી પડ્યું છે. તેને અંગ્રેજીમાં Spotted Forktail કહેવામાં આવે છે કારણ કે તેની પુંછડી ઉંડે કાંટાવાળી હોય છે. આ ઉપરાંત કાંટા જેવી પુંછડી ધરાવતી વીવીધ માછલીઓ અને પક્ષીઓની પ્રજાતી માટે ફોર્કટેઈલ શબ્દ વાપરવામાં આવે છે.

આ પક્ષીની મસીકેપીડે પરીવારમાં ગણના થાય છે. ભારતમાં આ પક્ષી પહાડો નદીઓ અને જળ પ્રવાહોની આસપાસ જોવા મળે છે. વળી તેનો કાળો અને સફેદ રંગ ખડકો અને પાણી વચ્ચે એક પ્રકારનું છલાવરણ પુરું પાડે છે. તેનું આ છલાવરણ તેને આહાર મેળવવા માટે આશીર્વાદરુપ નીવડે છે.

આ પક્ષીની લંબાઈ લગભગ 25 સે.મી. જેટલી હોય છે. તેનું કપાળ મોટા કદનું અને સફેદ રંગનું હોય છે. તેની પીઠ ઉપર કાળા રંગમાં સફેદ રંગનાં ટપકાં (ચકતાં) હોય છે. તેની છાતીનો રંગ કાળો હોય છે. તેની પુંછડી લાંબી, પહોળી, સફેદ રંગની પરન્તુ તેની ઉપર કાળા રંગના ત્રાંસા પટ્ટા હોય છે. તેની આ પુંછડી હીમાલયની અન્ય સમાન કદની ફોર્કટેલથી તેને સરળતાથી જુદી પાડે છે. તેની પુંછડી સૌ કોઈને ચીત્તાકર્ષક લાગે છે. તેની પુંછડી ઉપરથી છાતી સુધીનો ભાગ કાળા રંગનો હોય છે. તેનું કપાળ સફેદ હોય છે. આગળનો માથાનો ભાગ કાળા તાજવાળો હોય છે. તેની આંખ અને ચાંચ પણ કાળા રંગની હોય છે. પગ કેસરીયાળા લાલ રંગના હોય છે. તેમનો કાળો અને સફેદ રંગ અને આકર્ષક પેટર્ન તેને સોનું પ્રીય પક્ષી બનાવી જાય છે.

– – – – – – –
જાહેરાત
અભીવ્યક્તી પર દર શુક્રવારે અને સોમવારે આમ,
સપ્તાહમાં બે પોસ્ટ પ્રગટ થતી હતી; પરન્તુ હવે પછી
ફક્ત શુક્રવારે એક જ પોસ્ટ પ્રગટ થશે. –ગોવીન્દ મારુ
– – – – – – –

ફોર્કટેલની પ્રજાતીઓ :

  • નાની ફાટીપુંછ – Little Forktail
  • રાખોડી ફાટીપુંછ – Slaty – backed forktail
  • કાળી પીઠ ફાટીપુંછ – Black – backed Forktail
  • સુંડા ફાટીપુંછ – Sunda Forktail
  • ચળકતા બદામી ગરદનવાળી ફાટીપુંછ – Chestnut naped forktail
  • સફેદ તાજવાળી ફાટીપુંછ – White Croned Forktail
  • ટપકીલી ફાટીપુંછ – Spotted Forktail

આહાર :
ફોર્કટેલ એનીક્યુરસ જાતીના નાના જંતુભક્ષી પક્ષીઓ છે. આ પક્ષીઓનો આહાર મોટાભાગે જળચર જીવો છે. તે કલકલીયાની જેમ પાણીમાં માથું મારી પાણી ઉડાડે છે અને નાની માછલીઓ પકડીને આહાર મેળવે છે. તે પર્વતીય પ્રવાહો સાથે પથ્થરોમાંથી જંતુઓને ચાંચથી પકડીને આરોગી જાય છે. તે મોટાભાગે પાણીની ધાર પરના પથ્થરો વચ્ચેના અંતરે બેસે છે અને ખડકોના છીદ્રોમાં પ્રવેશ કરે છે. છીદ્રોમાં રહેલા જીવોને પણ તેમાંથી પકડી લે છે. શીકારને જીવજંતુઓને ઉડાડવા માટે તે પોતાની ચાંચ અને પગનો ઉપયોગ કરે છે ટુંકમાં અપૃષ્ઠવંશી જીવો પણ તેનો આહાર છે.

તે જળચર જીવો, તેમની લાર્વા અને નાના ઘુંઘા (મોલસ્ક) પણ ખાય છે.

આવાસ :
ટપકીલી ફાટીપુંછ સામાન્ય રીતે હીમાલયમાં અને ઉષ્ણ કટીબંધીય અથવા ઉષ્ણ કટીબંધીય ભેજવાળા પર્વતીય જંગલોમાં જોવા મળે છે. તે પાણીની ધાર પર અથવા મધ્ય પ્રવાહમાં શેવાળવાળા પથ્થરો પર ઉડતું જોવા મળે છે. તેને ગાઢ પર્વતીય જંગલોમાં ખડકાળ પ્રવાહોની સાથે રહેવું પણ વધારે પસંદ પડે છે.

નાના આશ્રય આપનારા પ્રવાહો, નાળાઓ, ખડકો, નાના પુલ, ધોધ, છાયાવાળા કાંઠા અને જંગલી કોતરોમાં ખોરાક પણ સહેલાઈથી મળી રહે તે માટે ઉપરના આશ્રયસ્થાનોમાં આનન્દપુર્વક રહે છે. તે એકાંતમાં અથવા છુટાછવાયા જોડીમાં જોવા મળે છે. તે ક્યારેક જંગલની છાયામાં આરામ કરે છે. તે ઉડે ત્યારે તીક્ષ્ણ ચીચીયારી કરે છે અને ક્રી ક્રી બોલે  છે; પરન્તુ તેનો અવાજ થોડો કર્કશ હોય છે.

પ્રજનન :
ટપકીલી ફાટીપુંછનો પ્રજનનનો સમય ફેબ્રુઆરીથી જુન માસનો છે. તે મુખ્યત્વે બે ખડકોની તીરાડોમાં માળો બનાવે છે. શીયાળામાં હીમાલયના નીચાણવાળા વીસ્તારમાં પર્વતોની તળેટીમાં તે પ્રજનન કરે છે.

તે જીવંત ભીની શેવાળ અને શેવાળના મુળ વડે સુંદર માળો બનાવે છે. તે માળામાં માટી મીશ્રીત કરેલી હોય છે. આ માળો સામાન્‍ય રીતે પાણીના છાંટાવાળી ભીની જગ્યાએ બનાવે છે. તો વળી ક્યારેક પાણીના છાંટાવાળી જગ્યાએ અથવા તો સીધા વહેતા પાણીની ઉપર ખડક તથા અન્ય કાંઠાના છીદ્રોમાં માદા 3થી 4 ઈંડાં મુકે છે. ઈંડાં મુક્યા બાદ માતા–પીતા 3 અઠવાડીયા સુધી ઈંડાંનું સેવન કરે છે

પ્રાપ્તીસ્થાન :
ટપકીલી ફાટીપુંછ હીમાલયનું પક્ષી છે. તે અફ્ઘાનીસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, મ્યાનમાર, નેપાળ, પાકીસ્તાન, વીયેટનામ, યુનાન અને દક્ષીણ ચીનની ટેકરીઓમાં જોવા મળે છે. ભારતમાં તે હરીયાણા, હીમાચલપ્રદેશ, જમ્મુકાશ્મીર અને ઉત્તરાંચલ રાજ્યોમાં જોવા મળે છે.

સં. : પ્રા. દલપત પરમાર

વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનીકેતન’ (સરનામું :લોકનીકેતનમુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com નવેમ્બર, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…

લોકનીકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.

સંપાદક–સમ્પર્ક : સુનીલ શાહ, લોકનીકેતન, મુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : lokniketanratanpur@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : પોસ્ટ કર્યા તારીખ : 3–04-2023

2 Comments

  1. હીમાલયનું પક્ષી ટપકીલી ફાટીપુંછ અંગે સચિત્ર માહિતી બદલ પ્રા. દલપત પરમારને
    ધન્યવાદ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s