જેઓ નીષ્ઠાપુર્વક કામ કરે તેમને ઓછો પગાર અને ઉચ્ચ હોદ્દા ઉપરના અધીકારીઓ; પગાર ઉપરાંતની ‘સવલતો’ મેળવે છતાં કામગીરી લોકોને પરેશાન કરવાની કરે છે! સવાલ એ છે કે દેશની સમસ્યાઓ કોઈ ‘અવતારી પુરુષ–દીવ્યશક્તી’ દુર કરશે?
ઓછો પગાર, કામ સચીવ કરતા વધુ !
– રમેશ સવાણી
ઓરીસ્સાના સુંદરગઢ જીલ્લાના આદીવાસી બહુલ ગામડાઓમાં અન્ધવીશ્વાસ/કાળા જાદુનું એટલું પ્રભુત્વ હતું કે કોઈ બીમાર પડે તો હૉસ્પીટલના બદલે ભુવા પાસે જતા હતા! આ માનસીકતામાંથી લોકોને બહાર કાઢવાનું કામ ખુબ મુશ્કેલ હતું; પરન્તુ માત્ર 4500નો માસીક પગાર મેળવતી આશા વર્કર Matilda Kullu – મતીલ્દા કુલ્લુ (ઉમ્મર : 45)એ સખ્ત મહેનત અને દૃઢવીશ્વાસથી લોકોને ભુવા પાસે જતા રોકવામાં સફળતા મળી છે! તેણી કહે છે : “ગામડાના લોકો બીમાર પડે ત્યારે હૉસ્પીટલ જવા માટે વીચારતા જ ન હતા. હું જ્યારે હૉસ્પીટલ જવાની સલાહ આપતી ત્યારે લોકો મારી મજાક કરતા હતા!”
મતીલ્દા કુલ્લુ સવારે પાંચ વાગ્યે ઉઠીને પોતાના ચાર સભ્યોના પરીવારની જવાબદારી નીભાવે છે; પાલતું પશુઓના ચારાની વ્યવસ્થા કરે છે. પછી સાયકલ લઈને નીકળી પડે છે પોતાના આશાવર્કર તરીકેનાં કામ માટે. નવજાત તથા નાની બાળાઓના ટીકાકરણ/પ્રસવ પહેલાં તપાસ/ પ્રસવ પછીની તપાસ/જન્મની તૈયારી/સ્તનપાન/પુરક આહાર/સંક્રમણ અંગે મહીલાઓન સાથે પરામર્શ કરે અને મદદ કરે. કોરોના મહામારી દરમીયાન રોજે 50–60 ઘરોની મુલાકાતે જવું પડતું. લોકો ટેસ્ટ માટે જતા ડરતા હતા. ટીકાકરણ માટે લોકોને સમજાવવા પડે. આ કામ દેખાય નાનું પણ છે અઘરું! ઓછો પગાર, કામ સચીવ કરતા વધુ! મતીલ્દા કુલ્લુની ખરી કામગીરી તો છે – કાળા જાદુનો સામાજીક રોગ દુર કર્યો! આ કામ; મહાપગાર મેળવતા/મહા સવલતો ભોગવતા મોટા સચીવો/IAS/IPS કરી શકતા નથી! તેથી મતીલ્દા કુલ્લુનો સમાવેશ દુનીયાની 100 પાવરફુલ મહીલાઓમાં Forbes Powerful Women 2021ની યાદીમાં થયો છે! આ માત્ર મતીલ્દા કુલ્લુનું સન્માન નથી; પરન્તુ ઓરીસ્સાની 47000 આશાવર્કરનું સન્માન છે!
ગુજરાતમાં પણ આશાવર્કર મહીલાઓ ખુબ સારું કામ કરે છે પણ તેમને પુરતું વેતન સમયસર મળતું નથી! જેઓ નીષ્ઠાપુર્વક કામ કરે તેમને ઓછો પગાર અને ઉચ્ચ હોદ્દા ઉપરના અધીકારીઓ; પગાર ઉપરાંતની ‘સવલતો’ મેળવે છતાં કામગીરી લોકોને પરેશાન કરવાની કરે છે! સવાલ એ છે કે દેશની સમસ્યાઓ કોઈ ‘અવતારી પુરુષ–દીવ્યશક્તી’ દુર કરશે; તેમ માનનારા અન્ધવીશ્વાસુ ન કહેવાય? કાળાજાદુની અસરમાંથી નીકળ્યા વીના વીશ્વગુરુ થવાશે?
– રમેશ સવાણી
તા. 30 જુન, 2022ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ લેખકશ્રીની પોસ્ટમાંથી, લેખકશ્રીના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે નવો લેખ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 21–04–2023
મા.રમેશ સવાણીનો-‘જેઓ નીષ્ઠાપુર્વક કામ કરે તેમને ઓછો પગાર અને ઉચ્ચ હોદ્દા ઉપરના અધીકારીઓ; પગાર ઉપરાંતની ‘સવલતો’ મેળવે છતાં કામગીરી લોકોને પરેશાન કરવાની કરે છે! સવાલ એ છે કે દેશની સમસ્યાઓ કોઈ ‘અવતારી પુરુષ–દીવ્યશક્તી’ દુર કરશે?ઓછો પગાર, કામ સચીવ કરતા વધુ !’ વિષય પર ધ્યાન દોરી અણજાણી વાત વિગતે સમજાવવા બદલ આભાર
LikeLiked by 2 people
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 2 people
‘ઓછો પગાર, કામ સચીવ કરતા વધુ!’ પોસ્ટને ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLiked by 1 person
શ્રી ગોવિંદભાઇ,
આ એક આગળ થી ચાલી આવતી પરમ્પરા છે.મોટા સાહેબો કામ કરતા નથી અથવા ઓછું કરેછે તેમાં નવું કાંઈ નથી.
આ બ્રટિશ પરંપરાની ભેટ છે.આપણે રાજકીય રીતે આઝાદ થયા છીએ પણ માનસિક ગુલામી માંથી હજુસુધી બહાર
આવ્યા નથી.સરકાર માં આજે પણ બ્રિટિશ કાળ ની કેટલીક પ્રથાઓ હજુ ચાલુ છે.જેમાં સુધારો લાવવાનું કોઈને સુજતુ
નથી અથવા હિંમત નથી.
રવિન્દ્ર ભોજક
LikeLiked by 2 people
I liked this truthful article and I salute this મતીલ્દા કુલ્લુ. She is doing her work honestly. Other people should follow her example.
LikeLiked by 1 person